________________
૧૧૨
સમરું પલપલ સુવ્રત નામ
પદ્મખંડપુરની પ્રજા નાચી ઊઠી. સૌએ વીરસેનનું ભવ્ય સ્વાગત રચવાપૂર્વક તેનો નગર પ્રવેશ કરાવ્યો, અને યોગ્ય મુહૂર્તે તેનો રાજ્યાભિષેક પણ કરવામાં આવ્યો.
તો આ તરફ, સિંધુષેણ પોતાના પરિવાર સાથે નીકળીને કુસુમપુર પહોંચ્યો ત્યારે ઉત્સવનો પાંચમો દિવસ હતો. કુમા૨ વજ્રકુંડલ તૈયા૨ થઈને જિનાલયે જવા નીકળતા હતા ત્યાં જ સિંધુષેણ તેની પાસે પહોંચ્યો. પહોંચતા જ તે કુમારના પગમાં પડી ગયો. કુમારે પણ તેની પીઠ પસવારી, માથે હાથ સ્થાપ્યો. અને તેની સાથે થોડી ક્ષણો ગાળી, તેને અનંગદેવ પાસે મોકલી આપ્યો.
મામા પાસે પહોંચતાં જ સિંધુષેણ ને તેના મામા એકમેકને ગળે વળગીને તો ખૂબ રડ્યા. સિંધુષેણે મહેન્દ્રરાજને યાદ કરીને કારમું કલ્પાંત કર્યું, અને તે બોલ્યો કે રાજ્ય ગુમાવ્યાનો મને રંજ નથી, પણ મારો માનીતો ભાઈ ગુમાવ્યો તેનો ડંખ હજી હૈયે શૂળની જેમ ભોંકાય છે, મામા!
અનંગદેવે તેને ગઈ ગુજરી ભૂલી જવાની શીખ આપતાં કહ્યું કે ભાઈ! મહેન્દ્રરાજનું મૃત્યુ કોઈ રીતે શોકલાયક નથી. એણે તો પોતાના ભાઈનું રક્ષણ કરવા જતાં પ્રાણ ગુમાવ્યા છે; અને જે માણસ અન્યની રક્ષા કરતાંકરતાં પ્રાણ ગુમાવે, તે કદાપિ શોકલાયક ન ગણાય. બાકી, મરવાનું તો સૌને છે. માટે તું આ ડંખ હૈયામાંથી કાઢી જ નાખજે.
આમ મામો-ભાણેજ સુખ-દુ:ખની વીતક વાર્તા કરતા હતા, ત્યાં જ પ્રિયમિત્ર શ્રેષ્ઠી ત્યાં આવ્યો, અને તેણે સિંધુષેણને વિનંતિ કરી કે મહારાજ! મારે ત્યાં મહોત્સવ પ્રવર્તે છે, એટલે આજે આપે સપિરવારે ભોજન મારે ત્યાં લેવાનું છે. મારી વિનંતિ સ્વીકારો.
સિંધુષેણે મામા સામે જોયું. મામાએ વાત વાળી લેતાં પ્રિયમિત્રને સમજાવ્યો કે આજે તો એ બધા મારા મહેમાન છે, એટલે મારે ત્યાં જ જમશે. ને એ જ ઉચિત ગણાય.
તો પ્રિયમિત્રે નવો જ ઉપાય કર્યો. તેણે પોતાના ત્યાંથી પકવાન્ન, ઉત્તમ પ્રકારનાં ભોજન-દ્રવ્યો તથા અનાજ, ઘી, તેલ વગેરે દ્રવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org