________________
૧૦૪ * સમરું પલપલ સુવ્રત નામ
તે જ દિવસે તેને પાછો શ્રીખેડપુર તરફ રવાના કરી દીધો. શ્રીખેડપુર એવા બિંદુ ૫૨ વસેલું નગર હતું કે ત્યાંથી કુસુમપુર છ યોજન થતું, તો પદ્મખંડપુર પણ છ યોજનના અંતરે જ હતું. અને અશ્વો તો પવનવેગી હતા. વળી બદલાતા પણ રહેતા. એટલે માધવ તે જ દહાડે સાંજ ઢળતાં તો વજ્રકુંડલ પાસે પહોંચી પણ ગયો.
વજકુંડલે તેને આવકાર્યાં, ને તાબડતોબ પાછા આવવાનું કારણ જાણવા માગ્યું.
માધવે વીરસેન સાથે ઘડેલી યોજના-અનુસાર નિવેદન કરતાં કહ્યું: મહારાજ! કુમાર વીરસેને આપને પ્રણામ અને વિનંતિપૂર્વક કહેવડાવ્યું છે કે અનંગદેવ અને મદનદેવ એ બન્ને રાજાઓ નજીક આવી પહોંચ્યા છે. મારો ઈરાદો એ છે કે જો વિના લડાઈએ જ કામ પતતું હોય તો વધું સારું. એટલે મેં એવું વિચાર્યું છે કે આપ મારી વહારે આવ્યા છો તેવી વાત કોઈ પ્રકારે હું તેમને પહોંચાડું. જો આપનું નામ સાંભળીને તે બન્ને ડરી જશે ને પાછા ચાલ્યા જશે કે સંધિ માટે હાથ લંબાવશે, તો તો વાત ત્યાં જ પતી જશે. અને તો આપ પણ કુસુમપુર જતાં રહેશો.
પરુંત એ બન્ને, આપનું આગમન જાણ્યા પછી પણ, મારી સાથે યુદ્ધ કરવાનો આગ્રહ રાખશે, તો તેની જાણ હું આપને અર્ધી રાતે પણ ઉઠાડીને કરીશ. અને તો આપે આપના સૈન્યનો અર્ધો ભાગ મારા તરફ મોકલવો પડશે.
આ આખું ચિત્ર સ્પષ્ટ થતાં હજી ચારેક દિવસ થાય. તો મારી વિનંતિ છે કે આપ ત્યાં સુધી શ્રીખેડપુરમાં જ સ્થિરતા કરો.
વજ્રકુંડલે આ વ્યૂહરચનાને તે જ પળે સંમતિ આપી દીધી. એ સાથે જ માધવ ત્યાંથી પાછો વીરસેન પાસે જવા નીકળી ગયો.
માધવ પાછો ફરતાં જ વીરસેને બે અત્યંત વિશ્વાસુ, નિર્ભય, વિવેકી અને સમયોચિત પાઠ ભજવવામાં એકદમ નિપુણ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org