________________
વજકુડલક
૧૦૫
સેવકોને બોલાવ્યા, ને તેમને કેવો પાઠ ભજવવાનો છે તે શીખવીને અનંગદેવ અને મદનદેવ પાસે મોકલી આપ્યા.
બન્ને દૂતો મારતે ઘોડે રાતોરાત ઉપડ્યા. પહેલાં પહોંચ્યા રાજા અનંગદેવ પાસે. પોતે ચક્રવર્તીના યુવરાજ વજકુંડલ પાસેથી સંદેશો લઈને આવ્યા છે એવું કહેવડાવતાં જ રાજાએ તત્કાળ તેમને મુલાકાત આપી. સમ્રાટના દૂતને કોની મગદૂર હતી કે ઉવેખી શકે?
બન્ને દૂતોએ પણ સમ્રાટના સેવકોને છાજે તેવા વિવેકપુરસ્મર અનંગદેવને કહ્યું: મહારાજ! અમને સમ્રાટના યુવરાજ વજકુંડલદેવે આપની પાસે ખાસ સંદેશો લઈને મોકલ્યા છે. આપની આજ્ઞા હોય તો કહીએ.
અનંગદેવે પણ બહુમાનપૂર્વક સંમતિ દર્શાવતા તે બન્નેએ આ પ્રમાણે વાત કરી યુવરાજશ્રીએ કહાવ્યું છે કે સુષેણ દેશનો રાજકુમાર વીરસેન કેટલાક વખત અગાઉ અમારી પાસે સેવાર્થે આવ્યો હતો. એ સિંધુવીરનો પુત્ર હતો તેથી અમે તેના પ્રત્યે કૂણી લાગણી દર્શાવી, અને તેને જીવાઈ તેમ જ ખપજોગ સેવકો વગેરેની સુવિધા આપવાની અમે ઇચ્છા વ્યક્ત કરી. એણે તે વખતે કાંઈ પણ માગવા-લેવાનો ઈન્કાર કરીને અમને જણાવ્યું કે “અવસર આવશે ત્યારે હું જોઈશે તે માગી લઈશ, ત્યારે આપવું ઘટે તો આપજો. અત્યારે તો આપની સેવા સિવાય કાંઈ ન ખપે; અને તે અમારી સેવામાં રહી ગયો.
કેટલાક વખત પછી તેને જાણ થઈ કે તેના પિતા રાજા સિંધુવીર મૃત્યુ પામ્યાં છે. અને સિધુષેણે તેનો હક છીનવી લીધો છે. એટલે તેણે અમારી પાસે પ્રાર્થના કરી કે “આપે પૂર્વે મને કાંઈક આપવાની ઈચ્છા દર્શાવી હતી તો હવે મને જોઈએ છે તે આપો. તેને શું જોઈએ છે તેની પૃચ્છા કરતાં તેણે અમારા પાસેથી સુષેણ દેશનો અધિકારપત્ર માગ્યો.
અમે તેને સમજાવ્યો કે તારા પિતાએ જ તારા ભાઈને રાજ્ય સોંપ્યું છે તો હવે તેનો અધિકાર માગવો રહેવા દે; સમ્રાટના સામ્રાજ્યમાંથી બીજો કોઈ પણ દેશ કે રાજ્ય તું પસંદ કરી લે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org