________________
૧૦૮ ૨ સમરું પલપલ સુવ્રત નામ
એટલે વી૨સેને પણ તે જ બે દૂતોને આજ્ઞા કરીઃ તમે બન્ને આ બધી ભેટો લઈને સીધા વજકુંડલ પાસે જાવ. તમે મધરાતે પહોંચશો. પણ તમારે તેની જરાપણ ચિંતા નહિ કરવાની, ને સવા૨ પડવાની રાહ પણ નહિ જોવાની. જ્યારે પહોંચો તે જ સમયે કુમારને જગાડવાના, ને આ બન્ને રાજાઓ સાથે તમારે જે વાત થઈ છે તે કાનામાત્રાના ફેરફાર વિના તેમને કહી દેવાની; ને કહેવાનું કે આપની પાસે તે બે રાજા આવે ત્યારે તેમની વાત સાથે અમારી વાત મેળવી લેજો.' વધુમાં કહેવાનું કે અમે આપના દૂત તરીકે આપના નામથી ત્યાં ગયા છીએ, એટલે તે રાજાઓ આ સંબંધે પૃચ્છા કરે ત્યારે આપે મેં જ એ દૂત મોકલ્યા હતા' તેવી સ્વીકૃતિ આપવાની છે, અને એક વાત સમજી લો કે મેં કુમારશ્રીને જણાવી દીધું છે કે, મારો સંદેશો લઈને માણસો આવશે, અને રાત્રે આપ સૂતા હશો તો પણ જગાડવા જેવું હશે તો જગાડશે. માટે આપ રક્ષકોને તે અંગે સૂચના આપી રાખજો એટલે તમને ત્યાં કોઈ જાતની રોકટોક નહિ નડે. જાવ, ઝટ પહોંચો, ન જવાબ લઈને આવો.
અને હા, પેલા બે રાજાઓએ તમને જે ભેટણાં આપ્યાં છે તે પણ તમે કુમારશ્રી પાસે લઈ જજો ને તેમના ચરણોમાં મૂકી દેજો. જો તેઓ તમને આપી દે તો તે બધું તમે રાખી લેજો. નહિ તો ત્યાં જ સોંપીને આવજો.
વીરસેનની આજ્ઞાને બરાબર સમજી લઈને તે બન્ને દૂતો તે જ ઘડીએ ત્યાંથી ચાલી નીકળ્યા.
આ બાજુ વજકુંડલે પણ, જાણે વીરસેનના સંદેશાની પ્રતીક્ષા માટે જ હોય તેમ, એ આખી રાત પોતે જાગતા રહેવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના તમામ સેનાનાયકોને જણાવી દીધું કે તમે બધા સાબદા રહેજો. આજે રાત્રે ગમે તે પળે તમને આદેશ આપવામાં આવશે, ને તો તે અનુસાર કૂચ કરવાની રહેશે.
પોતાને માટે પણ તેણે એક નવતર ગોઠવણ કરી. પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org