________________
વજકુંડલ
જ
૭૫
કાઢીને રાજા સામે ધરી દીધો, ને ઉમેર્યું : મહારાજ! આ કાગળને ઓળખો છો? આપણાં લગ્ન થયાં તે દહાડે તમે આ કાગળ લખીને, તમારી મુદ્રા વડે અંકિત કરીને મને આપેલો તે યાદ છે?
રાજાજીએ મૂંગે મોંએ હકારમાં ડોકું હલાવ્યું.
રાણી આગળ વધી: જરા વાંચો તો, અંદર શું આલેખ્યું છે આપે?
નિઃશબ્દ સ્તબ્ધ બનેલા રાજાએ થરથરતા હાથે એ કાગળ હાથમાં લીધો, ને વાંચવા માંડ્યો. કાગળમાં લખેલું:
દેવી પાશ્રી! તમારા રૂપથી હું ઘાયલ છું. તમે મને એવો તો વશ કરી લીધો છે કે તમારા વિના રહેવું મારા માટે અશક્ય છે. મારા સદ્ભાગ્યે, મારા આ સ્નેહનું પરિણામ આપણા લગ્નમાં પરિણમ્યું છે, અને તેની ખુશાલીમાં હું રાજા સિંધુવીર, તમને વરદાન આપું છું કે, તમે જે સમયે ચાર વરદાન માગશો, તે વરદાન પૂરાં કરવાં હું લિખિત વચનથી બંધાઉં છું.”
કાગળ વાંચી રહેલા રાજાએ ઊંચું જોયું તો રાણી ખડખડાટ હસી રહી હતી. વાતનો તાંતણો સાંધતાં તે બોલી: સ્વામી! આમાં ચાર વરદાન તમે મને લખી આપ્યાં છે, ને મેં આજ સુધી તે વાપર્યા નથી, માગ્યાં નથી. આજે એ ચારે વરદાન એકીસાથે માગીને તમારો ભાર કાયમ માટે હું ઊતારવા માગું છું. તમે પછી વચનમુક્ત. બોલો, મારા ચાર વરાન પૂર્ણ કરો છો ને?
ડોકું હલાવ્યા સિવાય રાજા પાસે કોઈ વિકલ્પ જ નહોતો. એક હરફ પણ ઉચ્ચાર્યા વિના તેણે રાણી સામે પ્રશ્નસૂચક નજર નોંધી, એટલે રાણીએ પોતાનાં વરદાન દોહરાવ્યાં.
એક મારો પુત્ર હમણાં યુવરાજ થાય, ને પછીથી રાજા થાય. બે વીરસેન દેશનિકાલ થાય.
ત્રણ વીરસેન અહીં રહે ત્યાં સુધી તેની જીવાઈ બંધ થાય, અને તેનું સર્વસ્વ છીનવી લેવામાં આવે.
ચાર વીરસેન દેશવટે જાય ત્યારે એકલો જ જાય. પહેર્યું લૂગડે | જ જાય. કોઈપણ તેની સાથે જઈ ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org