________________
વજ્રકુંડલ
૯૧
ધર્મ-આરાધનાને તે સદૈવ પ્રાધાન્ય જ આપતો.
આવો ધર્મી રાજકુમાર દયાળુ, પરગજુ, ઉદાર, દાનવીર, અને પ્રજાનો મિત્ર તેમ જ પ્રિય હોય તેમાં શી નવાઈ ?
તો આ રીતે, વજકુંડલના દહાડા આનંદમાં પસાર થઈ રહ્યા
છે.
દરમિયાનમાં એક દિવસ, અચાનક જ તેના દ્વારપાળે ખબર આપ્યા કે વીરસેનનો અનુચર માધવ આવ્યો છે, અને આપને મળવા માગે છે.
કુમાર પોતાની પ્રાતઃપ્રવૃત્તિ આટોપીને જ બેઠો હતો ને આ સમાચાર આવ્યા. તેણે તત્કાળ માધવને પોતાની પાસે મોકલવાની આજ્ઞા આપી.
માધવ અંદર આવતાં જ તેણે તેના ને વીરસેનના ક્ષેમકુશળ પૂછ્યા ને કેમ આવવાનું થયું તેનું પ્રયોજન પૂછ્યું.
માધવે વિનયાવનત-ભાવે કહ્યું:મહારાજ! વાત જરા લાંબી છે, વિસ્તારથી બધું કહેવાનું થાય તેમ છે. આપને સમય ને અનુકૂળતા હોય તો નિવેદન કર્યું.
કુમારે સંમતિસૂચક ડોકું હલાવ્યું, ને માધવને એક આસન ચીંધી તેના પર બેસીને બધું કહેવાનો સંકેત કર્યો. માધવે બેઠક લઈને વાત શરૂ કરીઃ
Jain Education International
કુમારશ્રી! અમે આપની પાસેથી આશાપત્ર લઈને સુષેણ દેશ તરફ જવા નીકળ્યા, ત્યારે વાટમાં એક અચરજ અનુભવવા મળ્યું. કુમાર વીરસેન સમ્રાટ વજનાભિનો આપત્ર તથા ખડ્ગ લઈને સુષેણ દેશ ભણી જવા નીકળ્યા છે એવી વાત જેમજેમ જાહેર થતી ગઈ તેમતેમ સુષેણ દેશના સામંત ઠાકોરો, મંડલેશ્વરો ને દંડનાયકો સામે ચાલીને કુમારને સહાય કરવાની તત્પરતા દર્શાવવા લાગ્યા. કુમારનો જ્યારે દેશનિકાલ થયો, ત્યારે જે ઠાકોરોએ કુમારને એક ટૂંક આશ્રય આપવાની પણ પરવા નહોતી કરેલી, તેવા ઠાકોરો તરફથી પણ સાથ-સહકારના સંદેશા આવવા માંડ્યા. અમને સ્પષ્ટપણે લાગ્યું કે આ યુવરાજ વજકુંડલની અને સમ્રાટશ્રીની જ
For Private & Personal Use Only
www.jainelibrary.org