________________
વજકુંડલ
ક
–
દુષ્ટ વીરસેનને જેમજેમ જતો કરું છું તેમ તેમ તે તો માથે ચડવા માંડ્યો છે. તેણે ત્વરિત નિર્ણય લીધો, ને જાતે જ કુમાર ઉપર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો.
પણ મહારાજ! મહેન્દ્રરાજ તેનો ખરેખરો હિતૈષી ઠર્યો. તેણે સિંધુણને આ વખતે પણ વાર્યો, અને તેને બદલે પોતે કુમક લઈને અમારી સામે આવવા નીકળ્યો.
પણ તે બહુ સાવધાન હતો. હવાનો પણ તેને વિશ્વાસ નહોતો.એકેક યોજનના તે પડાવો કરતો, ને પોતાના અતિઅંગત સેવકો દ્વારા ચોતરફ ચાંપતી નજર રખાવતો. ત્રણેક પડાવ પછી તેણે એક રાત્રે પોતાના બધા જ ઠાકોરો, દંડનાયકો તથા સેનાનાયકોને એકઠા કર્યા, ને મંત્રણા યોજી, મંત્રણામાં તેણે ભારે અગમચેતી વાપરીને બધાને પ્રેમપૂર્વક સમજાવ્યા કે મિત્રો! તમે બધા જાણો જ છો કે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ. પૂર્વે મહાનંદ અને એના અન્ય નાયકોએ તથા સૈનિકોએ જે રીતે આપણા રાજવીનો વિશ્વાસઘાત કર્યો છે, અને શત્રુપક્ષ સાથે હાથ મિલાવી દીધા છે. તે જોતાં આજે તમારા સહુ સાથે વાત કરી લેવી મને આવશ્યક લાગવાથી મેં તમને બોલાવ્યા છે.
વાતાવરણમાં યુદ્ધ ગાજે છે તે નિશ્ચિત છે. આ પળો એવી છે કે એમાં હવાનો પણ ભરોસો કરાય નહિ. કરે તે કાચો ગણાય. આપણા રાજ્યની પ્રજા આજે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, અને અંધાધૂંધી એવી છે કે કોણ કોના તરફે છે તે કળી શકાય નહિ.
તમે અમારા પૂર્ણ વિશ્વાસુ ને વફાદાર સાથીદારો છો. તમારા બધા પર જ આ યુદ્ધનો તથા જય-પરાજયનો આધાર છે. યુદ્ધ તો કાલે આવશે. આપણે રજપૂત છીએ. મરતાં ને મારતાં આપણને આવડે છે. પણ યુદ્ધમાં રાજવટથી મરવું તે એક વાત છે, ને દગાફટકાનો ભોગ બની ખુવાર થવું તે બીજી વાત છે. અને દગાફટકાનો ભોગ બનવાનું તો હું કે તમે કોઈ ન ઇચ્છીએ.
માટે બંધુઓ! મને આજે તમારી પાસેથી એક ખાતરી જોઈએ છે તમે ખરેખર કોના વફાદાર છો તેની ખાતરી. તમે જો વીરસેનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org