________________
વજકુંડલ
કે
૯૫
-
દરમ્યાનમાં એક કામ કરો. લક્ષ્મીરમણપુરથી મામા એટલે મારા પિતાજી રાજા અનંગદેવને તથા રત્નસ્થળનગરથી તમારા શ્વસુર રાજા મદનદેવ આ બન્નેને તાકીદનાં તેડાં પાઠવો. એ બન્ને બહુ બળિયા છે, અને એમનાં સૈન્યો પણ ઘણાં મોટાં છે. તેઓની વહાર આવતાં જ આપણે વીરસેનને પહોંચી વળીશું. પણ ત્યાં સુધી આપણે ઘર સંભાળીને બેસવું જ શ્રેયકર છે.
મહેંદ્રરાજની સલાહ સિંધુષણના ગળે ઊતરી ગઈ, ને તત્ક્ષણ તેણે ચડાઈનો વિચાર માંડી વાળીને પોતાના દૂતો લક્ષ્મીરમણપુર તથા રત્નસ્થળનગર ભણી રવાના કરી દીધા.
વજકુંડલે એકીશ્વાસે બોલ્યું જતાં માધવને અટકાવ્યો ને કુતૂહલથી પૂછ્યું : પણ આ બધી ખબર તમને કેમ પડી? આ તો બે રાજાઓની અંગત મંત્રણાની વાત છે. આવી ખાનગી વાતની ભાળ મેળવવી સહેલી તો નથી જ.
વજકુંડલના કુતૂહલનું સમાધાન કરતાં માધવે કહ્યું:મહારાજ! આપનાથી શું છાનું રાખીએ? વાત એમ છે કે અમારો જયાનંદ નામનો ગુપ્તચર, ત્યાં સિંધુષણનો સાંધિવિગ્રહિક છે. વળી, રાજાજ્ઞાના લેખો લખનારો સૂરદેવ નામનો કાયસ્થ, તે પણ અમારા કુમારનો પ્રચ્છન્ન સેવક છે, એ બન્ને દ્વારા અમને આ બધી છાની બાતમીઓ સતત પ્રાપ્ત થતી રહે છે.
પણ કુમારશ્રી! ખરું કહું? અવિનય ન સમજતા, પણ અમારા દેશમાં એક પણ વ્યક્તિ હવે સિંધુષણને સ્વીકારવા તૈયાર નથી; બધા વીરસેનને જ ઝંખે છે; એનું જ આ પરિણામ છે.
આ સાંભળતાં જ વજકુંડલે કહ્યું: આટલીઆટલી અનુકૂળતા અનાયાસ આવી મળવા છતાં સિંધુષેણ હજી જીવે છે, એ કેવું? મને તો વિચિત્ર લાગે છે આ વાત.
માધવ કહે:મહારાજ! આપની વાત સાચી છે, પણ એક વાત એ પણ સાચી કે જો વીરસેનકુમાર ધારે તો સિંધુષણની મજાલ નથી કે તે ટકી શકે.
તો વીરસેન કોની રાહ જુએ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org