________________
વજકુંડલ
૭૯
શેઠની આટલી બધી વફાદારી આપણા પર?
હા મહારાજ ! અને હજી મહત્ત્વની વાત તો હવે કહેવાની છે. એ શેઠે એક છૂપો બંદોબસ્ત કર્યો છે. તેણે સૂચવ્યું છે કે કુમાર વીરસેન બીજે ક્યાંય જવાને બદલે ગંધમાદનપુર જ જાય; ત્યાં ચક્રવર્તી રાજા છે તેના સાંનિધ્યમાં રહે ને યોગ્ય અવસરની પ્રતીક્ષા કરે. આમ કરવામાં જે વખત પસાર થાય તે દરમ્યાન આખા રસાલાના નિવહ માટે ગંધમાદનપુરના મારા આડતિયાને હું લેખ લખી મોકલું છું કે રોજની ૧૧૬ દીનાર (સ્વર્ણમુદ્રા) કુમાર વીરસેનને મારા વતી તે પહોંચતી કરે, જેથી કુમારે ચક્રવર્તીની કે અન્ય કોઈની પાસે યાચના કરવાની નહિ રહે. - કુમાર વીરસેન તો આ સાંભળીને આભો જ બની ગયો. પોતાના દેશની પ્રજાનો પોતાના પર આટલો બધો પ્રેમ? આ વિચારે તે ભાવવિભોર બની ગયો.
તત્ક્ષણ તેણે માધવ સાથે સલાહ-મસલત કરી, અને રસાલાને ગંધમાદનપુરના રસ્તે વાળ્યો.
દરમ્યાનમાં તેણે એક વ્યવસ્થા પણ ગોઠવી દીધી : પોતાના રાજ્યમાં બનતા ઘટનાચક્રની સતત જાણકારી પોતાને મળી રહે તેની વ્યવસ્થા.
ગંધમાદનપુર પહોંચીને બે કામ તેણે સૌ પહેલાં કર્યાં: એક, નગરની બહાર લૂહાત્મક જગ્યાએ પોતાની છાવણી રચી; બે, યુવરાજ વજકુંડલનો સંપર્ક કર્યો.
વજકુંડલ પણ તેનો વિનય, વિવેક, ગૌરવપૂર્ણ વ્યવહાર અને આભિજાત્ય આ બધાંથી પ્રસન્ન થયો. જોતજોતામાં બેય કુમારોની મૈત્રી જામી ગઈ.
મિત્રતાના નાતે વજકુંડલે વીરસેનના પૂર્વવૃત્તાંત તથા આગમનના કારણ વિશે જિજ્ઞાસા દર્શાવતાં વિરસેનના આદેશથી માધવે બધો વૃત્તાંત નિવેદન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org