________________
કુબેરદત્ત
જ
૫૯
-
નજર સુદ્ધાં ન કરે.
કુમારે ચિંતવ્યું: મુનિવર તો સર્વ સંગના ત્યાગી છે. પોતાની કાયાની પણ તેમને દરકાર નથી, તો મારા જેવાની તો દરકાર હોય જ શેની? ભલે તેઓ મને ન જાણે ને ન જુએ, પણ હું તો તેમનો ચરણસ્પર્શ કરી મારી જાતને પાવન બનાવી જ લઉં ને તેણે આગળ વધીને મુનિભગવંતના ચરણોમાં પોતાનું મસ્તક સ્થાપિત કરીને વંદન કર્યું, અને પછી મુનિ સમક્ષ બે હાથ જોડીને પુનઃ ઊભો રહ્યો.
કોઈકનો સ્પર્શ થવાનું અનુભવતાં જ મુનિએ ઉપયોગ-બળે કુમાર આવ્યાનું જાણી લીધું. લાભનું કારણ વિચારીને તેમણે કાઉસગ્ગ પાર્યો, શુદ્ધ ભૂમિ ઉપર વિધિપૂર્વક આસન ગ્રહણ કર્યું, અને કુમારને “ધર્મલાભની આશીષ વડે અનુગૃહીત કરતાં પૂછ્યું:ભદ્રા આ નિર્જન એવા બીહડ વનમાં તમે ક્યાંથી આવી ચડડ્યા?
કુમારે વિનયપૂર્વક પોતાનો સઘળો વૃત્તાંત મુનિરાજને કહી સંભળાવ્યો.
કુમારની વાત પૂરી થવા આવી, ત્યાં તો સૂર્ય અસ્તાચળ ભણી ઝડપભેર જતો અનુભવાયો, એટલે મુનિરાજે ફરમાવ્યું:ભાગ્યશાળી! હવે અમારે મુનિજીવનની ધર્મકરણી કરવાનો અવસર થયો છે, એટલે અમે તેમાં જોડાઈશું.
પળવાર માટે, આ સાંભળીને, કુમાર મૂંઝાયો, પણ તરત જ તેને ફુરણા થઈ ને તેણે મુનિરાજને વીનવ્યા:ભગવંત! આ ઘોર અરણ્યમાં હું અત્યારે ક્યાંય જઈ શકું તેમ તો નથી. આપ આપની ધર્મકરણી અવશ્ય કરો. હું પાસેના વૃક્ષ નીચે જ બેઠો છું. જો આપને બાધ ન હોય તો આપની ક્રિયા સમાપ્ત થયા પછી હું આવું. મને આપના શ્રીમુખે કાંઈક ધર્મબોધ પામવાની અને મનમાં વર્તતી કોઈક સમસ્યાનું નિરાકરણ પામવાની ભાવના છે.
નિર્લેપ અને વીતરાગના સાધક એવા મુનિએ કોઈ પ્રત્યુત્તર ન આપતાં કુમાર ત્યાંથી ઊભો થઈ ગયો, અને પાસેના વૃક્ષ તળે 1 જઈ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org