________________
– ૬૦
સમરું પલપલ સવત નામ
ઘોર જંગલ, ઘાટી વનરાજિ, જોજનો સુધી વસ્તીવિહોણો અરણ્યપ્રદેશ, હિંસક જનાવરોની પળેપળે પ્રવર્તતી ધાસ્તી, ભૂતવ્યંતરોનાં રાસડાંના ચોમેરથી ઊઠતા ભણકારા; અને આ બધાના સરદાર જેવો, વાતાવરણને અગ-રશો તરડો લઈને વીંટળાઈ વળેલો પ્રગાઢ અંધકાર આવા વાતાવરણમાં બે આત્માઓ એક વૃક્ષ-મંડપમાં નિતાંત નિર્ભયભાવે બેઠા છેઃ નિઃસંગ એવા મુનિ અને મુનિના સંગનો ખપી એવો રાજકુમાર કુબેરદત્ત. કેવું બિહામણું વાતાવરણ અને છતાં કેવો સોહામણો સુયોગી
યથાસમય મુનિરાજની ક્રિયા પૂર્ણ થઈ. તે સાથે જ કુમાર તેમની સમીપે પહોંચ્યો, અને અવગ્રહ સાચવતો વિનયપૂર્વક બેઠો, તેણે હાથ જોડીને વિનંતિ કરીઃ પ્રભુ! આપની જો અનુમતિ હોય તો મારે ધર્મસંબંધી કાંઈક પૂછવું છે. આપને જો નિદ્રા કે આરામ લેવાનો હોય અથવા આપની તપકુશ કાયા વિશેષે પરિશ્રમિત હોય તો મારો દુરાગ્રહ નથી. પરંતુ જો આપને સર્વથા સુખાકારી હોય તો પૂછું.
મુનિવરે અત્યંત સદ્ભાવ સાથે કહ્યું:મહાભાગ! અમારા મુનિજીવનનો નિયમ એવો છે કે રાત્રિના પહેલાં બે પહોર અમારે સ્વાધ્યાય-ધ્યાનમાં જ ઓતપ્રોત રહેવાનું હોય છે. એ પછીના ત્રીજા પ્રહરે નિદ્રા લેવાની છે. એટલે આ તો અમારો સ્વાધ્યાય-યોગનો સમય છે. તમારા પ્રશ્ન વિશે છણાવટ કરવામાં પણ સ્વાધ્યાય જ સધાશે. માટે જે પૂછવું હોય તે પૂછો.
કુમાર તો રાજીરાજી થઈ ગયો. તેણે કહ્યું:ભગવંત! મને એક પ્રશ્ન ઘણા વખતથી મનમાં ઘોળાય છે કે જગતમાં બે પાયાનાં તત્ત્વો છે કર્મ અને પુરુષાર્થ. - આ બન્ને તત્ત્વોમાં બળવાન કર્યું તત્ત્વ? શું કર્મ વધુ બળવાન કે પછી પુરુષાર્થ વધુ બળિયો? કૃપા કરીને આ વિષયે મને કાંઈક બોધ ફરમાવો. - ભદ્રા મુનિરાજે જવાબ વાળ્યો: આ બન્ને પદાર્થો પોતપોતાના સ્થાને સમાનપણે સબળ છે. એટલે આ વધુ બળવાન ને આ ઓછો બળવાન એવું કહેવું અશક્ય છે.
વધુ ઊંડાણથી સમજવું હોય તો એમ કહી શકાય કે જગતના /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org