________________
કબેરદા
ક ૬૩
હાથી અકળાયો, તેણે ગોળગોળ ફુદરડી શરૂ કરી. કુમારે પણ પૂછડું આમળવાનું ને હાથીને પજવવાનું ચાલુ જ રાખ્યું, તે છેક હાથી થાકી ગયો ત્યાં સુધી.
પણ કુમારને હાથી માત્ર જરા થાકી જાય તેમાં રસ નહોતો. તેને તો રસ પડી ગયો હતો આ હાથીમાં, અને એટલે તે ઈચ્છતો હતો કે હાથીનો મદ શાંત થાય તો જ વાત બને. એટલે તે થાકેલા હાથીનું પૂંછડું છોડીને તેની સામે, પણ થોડેક દૂર, જઈને ઊભો રહી ગયો.
તેને જોતાં જ હાથી છંછેડાયો, ને દોડ્યો પકડવા. કુમારે પણ તેને નજીક આવવા દીધો. પણ જેવો એ નજીક આવ્યો, કે કુમાર કૂદીને તેથી ઊંધી દિશાએ જઈને ઊભો. હાથી પાછો તેને શોધતો તે તરફ ધસ્યો.
આ સંતાકુકડીમાં પણ કુમારે હાથીને એવો તો હંફાવ્યો કે હાથીનો બધો ઉન્માદ આ વ્યાયામ દરમિયાન ગળી જ ગયો.
અનુભવી કુમારે હવે તક ઝડપી, અને હાંફી ચૂકેલા હાથીની પીઠ પર છલાંગ લગાવી તે ચડી બેઠો. બેઠાબેઠા તેણે હાથીના કુંભસ્થળ ઉપર થોડીક થપાટો મારી, થોડો તેને પંપાળ્યો, અને એમ કરતાંફરતાં સંપૂર્ણપણે વશ કરીને પોતે ધારેલી દિશામાં તેણે તેને હંકારવા માંડ્યો.
હાથી પણ હવે શાંત અને સૌમ્ય બની ગયો હતો, એટલે તે કુમાર જેમ દોરે તેમ દોરાતોદોરાતો ચાલ્યું જ ગયો. લગભગ દોઢ દિવસની અકળાવી મૂકનારી યાત્રાને અંતે કુમારને તેની શોધમાં નીકળેલા રસાલાનો ભેટો થયો. સેવકો તો પોતાના માનીતા કુમારને વિરાટ ગજરાજ પર સવારી કરતો જોઈને હરખપદુડા થઈ ગયા. કુમારના અચાનક અલોપ થઈ જવાથી અદ્ધર થઈ ગયેલા તેમના જીવમાં, કુમારને હેમખેમ પાછો ફરેલો જોતાં, જીવ આવી ગયો; તો કુમારે અશ્વની સામે આવો ગજરાજ મેળવ્યો તે જોઈને તો તેઓ રીતસર ગેલમાં જ આવી ગયા.
હજી મંગલપુર દૂર હતું, ને બધા થાક્યા હતા. કુમાર ને હાથી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org