________________
– ૬૨ ૯
સમરું પલપલ ચદ્રત નામ
–
ભગાડી મૂક્યો હતો.
આકાશના અફાટ મેદાનનો અખત્યાર હમણાં જ સૂર્ય આવીને સંભાળી લેશે તેના ઉલ્લાસમાં પંખીઓ સાગમટે કલરવવા લાગ્યાં હતાં. પરિણામે નિઃસ્તબ્ધ જણાતું જંગલ પણ વસતિથી છલોછલ છલકાઈ ગયું હોય તેવો ભાસ થતો હતો.
આવા ટાણે કુમાર વનખંડમાંથી બહાર આવ્યો. ચારે દિશાઓ, જંગલના માર્ગો, કેડીઓ વગેરેનું નિરીક્ષણ કર્યું. અને ઘણા મનોમંથન બાદ પોતે જે દિશાથી કાલે અહીં આવેલો. તે જ દિશામાં જતા માર્ગ પર તે ચાલવા માંડ્યો, તેને પાકી જાણ હતી કે ચાલીશ તો જ કાંઈક સૂઝકો પડશે. અસહાય છું એમ સમજીને ઊભો રહીશ તો કોઈ ઉકેલ નહિ આવે.
તે ચાલવા માંડ્યો. હજી થોડુંક ચાલ્યો હશે, ત્યાં એક ભયાનક કૌતુક સરજાયું.
ગાંડોતૂર બનેલો એક પ્રચંડ જંગલી હાથી પોતાની દિશામાં ધસમસી રહેલો તેની નજરે પડ્યો. સૂંઢ ઉછાળતો, ચિંઘાડ પાડતો, વચ્ચે આવતાં ઝાડ-ઝાંખરાનો ખો કાઢતો એ હાથી આડેધડ ભાગી રહ્યો હતો, ને અચાનક તેની નજર કુમાર પર પડી ગઈ. નજર પડી કે વીફર્યો. બીજું બધું છોડીને એ દોડ્યો સીધો કુમાર તરફ.
ભલાભલાનાં ગાત્ર ગળી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પણ વાહ રે કુમાર કુબેરદત્ત વાહ! તેનું કુંવાડું ય ન ફરક્યું. જીવતાં મોતને સામેથી આવતું અનુભવવા છતાં પણ તે તો અડીખમ!
તેણે ગાંડા ગજરાજને દૂરથી જ માપી લીધો. પછી એક ચોક્કસ સ્થાન પર સ્થિર થઈને હાથીની પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર નોંધીને ઊભો રહી ગયો. હાથી જેવો તેની નજીક આવ્યો, તેવો જ કુમાર આકાશમાં ઉછળ્યો, અને હાથીની પૂંઠે પહોંચીને તેનું પૂંછડું પકડી લીધું. - હાથી ભડક્યો. પોતાનું પૂંછડું કોણ પકડે છે, કોણ આમળે છે, તે જોવા માટે તે પાછળ ર્યો, તો કુમાર તેના પૂંછડે એવો તો ચીપકી ગયો કે હાથીની સૂંઢ પૂંછડે પહોંચે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org