________________
– ૬૪ -
સમરું પલપલ સતત નામ
–
બન્ને પણ શ્રમિત હતા. કુમારે ત્યાં જ પડાવ નાખવાનો નિર્દેશ આપ્યો.
પડાવ નંખાયો. ખોરાક-પાણીની જોગવાઈ કરવામાં આવી. કુમાર હાથીને નજીકના સરોવરમાં લઈ ગયો. ત્યાં જળસ્નાન દ્વારા હાથીએ પોતાનો થાક ઊતારી લીધા પછી તેને ચારો ચરાવી લેવામાં આવ્યો. પછી કુમારે પણ સ્નાનાદિથી પરવારીને પોતાના સેવકો સાથે ભોજન લીધું. અને પછી બે ઘડી વીસામો લેતાં પોતે કરેલા રોમહર્ષક અનુભવની વાત બધાને કરી.
નમતાં બપોરે કુમાર ત્યાંથી પ્રયાણ આરંભ્ય. થોડો પંથ કાપ્યો, તો મંગલપુરથી કુમારની શોધ માટે નીકળેલી નવી ટુકડી સામે મળી. બધા રસાલાને લઈને કુમાર મોડી સાંજે ઘેર પહોંચી ગયા.
બીજે દિવસે કુમારે હસ્તીશાસ્ત્રના નિષ્ણાતોને ભેગા કરીને પોતે લાવેલા ગજરાજની જાતિ, લક્ષણો વગેરેનો નિશ્ચય કર્યો. સૌનો એક મત પડ્યો : હાથી ઉત્તમ જાતિનો છે. તેનાં લક્ષણો શુકનવંતાં અને તેને શ્રેષ્ઠ ગજરાજ તરીકે સ્થાપી આપે તેવાં છે. આવો ગજરાજ જેના આંગણે હોય તેને હમેશાં બધે વિજય, સમૃદ્ધિ અને સત્કાર જ મળે; તે કદી હારે તો નહિ જ.
કુમાર સ્વયં પણ ગજાસનો મર્મજ્ઞ હતો. પોતાના મેઘાબળે પણ તે આ બધું સમજી શક્યો હતો. છતાં તેણે વિદ્વાનોની મહોરછાપ મરાવી, અને પછી તે હાથીને તેણે લક્ષ્મીવર્ધન નામ આપીને પોતાના પ્રિય હસ્તી તરીકે વિધિવત્ સ્થાપિત કર્યો.
ગજરત્નની સંપ્રાપ્તિનો આ આનંદોત્સવ ચાલી રહ્યો હતો, ત્યાં જ વિશ્વપુર નગરથી રાજદૂતોનું આગમન થયું. પિતા વિશ્વકાંતે કુમારને તાકીદનાં તેડાં પાઠવ્યાં હતાં, ને તેનો સંદેશો લઈને તે દૂતો આવ્યા હતા.
પિતાજીનો આદેશ મળતાં જ કુમારે તત્કાળ પ્રયાણ કરવાનો નિર્ણય લીધો, અને લક્ષ્મીવર્ધનના હોદ્દે સવાર થઈને પોતાના રસાલા સાથે તે તે જ દિવસે નીકળી પણ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org