________________
કુબેરદત્ત
૬૭
વિશ્વકાંતસૂરિ પણ પોતાના ગુરુભગવંત જેવા જ ધી૨, ગંભીર, શાંત અને સૌમ્ય બન્યા હતા. તેઓ દેશ-વિદેશમાં વિચરીને અસંખ્ય આત્માઓ ઉપર ઉપકાર કરતાકરતા વચ્ચેવચ્ચે વિશ્વપુરે પણ પધારતા, અને કુબેરદત્ત સહિત અનેક ભાવિકોને ધર્મબોધ આપી
જતા.
બીજી તરફ,
રાજા બન્યા પછી કુબેરદત્તનો પ્રતાપ ચોતરફ વિસ્તરતો જાય છે. મંગલપુરથી બુદ્ધિધનને બોલાવીને તેને પોતાના મંત્રીપદે તેણે સ્થાપ્યો છે. તેની બુદ્ધિપ્રતિભાના બળે કેટલાંય યુદ્ધો લડાયાં વિના જ જીતી શકાયાં છે, અને અનેક રાજાઓ કુબેરદત્તના સેવક બની ગયા છે.
ખસ અને પરબલસિંહ રાજા પણ કુબેરદત્ત સાથેની મૈત્રી કેમ વધતી રહે તે માટે ખાસ્સી ચીવટ રાખ્યા કરે છે.
કુબેરદત્તના પ્રતાપ અને શૌર્યના આકર્ષણથી હોય કે પછી ધાકથી હોય, ગમે તેમ, પણ વિવિધ દેશોના રાજવીઓ સામેથી પોતાની રાજકન્યાઓ કુબેરદત્ત સાથે પરણાવતા હતા અને તેની સાથે સંબંધ જોડી પોતાને ધન્ય માનવા લાગ્યા હતા.
કુબેરદત્તના અંતઃપુરમાં કુલ ત્રણસો રાણીઓ આ રીતે થઈ. તેમાં મદનસુંદરી નામે રાણીને તેણે પટ્ટરાણી પદે સ્થાપી. તેની સાથે વિષયસુખો અનુભવતાં કાળક્રમે તેને શુભસ્વપ્ન સૂચિત ‘અમરદત્ત‘ નામે પુત્રરત્નની પ્રાપ્તિ પણ થઈ.
Jain Education International
એક બાજુ આ બધી જ જાહોજલાલી હતી. તો બીજી બાજુ, કુબેરદત્ત સંસારની તથા રાજકારભારની સઘળીએ જવાબદારી નિભાવતો હોવા છતાં ધર્મ-આરાધનાને ક્ષણ માટે પણ નહોતો ચૂકતો. લીધેલાં વ્રતોનું રૂડું પાલન તે તેના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું હતું. પોતાના દેશમાં જ્યાં જ્યાં જે ગામમાં કે જે નગરમાં જિનચૈત્ય ન હોય ત્યાં જિનચૈત્યોનું તેણે નિર્માણ કરાવ્યું. પર્વદિનોમાં રથયાત્રા, અષ્ટાક્ષિકા ઉત્સવો, અાપ્રિવર્તન આ બધું પણ તે હમેશાં કરતો રહ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org