________________
સમરું પલપલ સવ્રત નામ
પણ ઘણો સમય થવા છતાં સેનાપતિના અને યુદ્ધના કોઈ સમાચાર નહિ આવવાથી રાજાજી જરા ચિંતાકુળ હતા. થોડાક દિવસથી તો તેમની વ્યાકુળતાની અસર રાજ્યનાં બીજાં કાર્યોમાં પણ વતવા લાગી હતી. અને આવું બને તેનું પણ કારણ હતું. રણમેદાનમાંથી સતત આવ્યા કરતા ગુપ્તચરો અને સંદેશાઓ કેટલાક વખતથી બંધ થઈ ગયા હતા. અને એટલું ઓછું હોય તેમ, રાજાએ વૃત્તાંત જાણવા મોકલેલા જાસૂસોનો પણ પત્તો નહોતો! એટલે રાજાજીના ચિત્તમાં દહેશત જાગી હતી કે ક્યાંક કાંઈ અજુગતું તો નહિ બની ગયું હોય? મારું સૈન્ય હારી તો નહિ ગયું હોય?
આમ ચિંતા અપાર હતી. કોઈ ઉકેલ સૂઝતો નહોતો. એમાં એક સવારે,
રાજાજી સભા ભરીને બેઠા હતા ને અચાનક દ્વારપાળે આવીને કહ્યું કે મહારાજ, દરવાજે એક ચીંથરેહાલ રખડૂ લાગતો માણસ આવ્યો છે. તે કહે છે કે હું રણધવલ દંડનાયકનો માણસ છું અને ખાસ સંદેશો લઈને આવ્યો છું. પણ મારે એ સંદેશો માત્ર રાજાજીને જ કહેવાનો છે. એનાં દેદાર એવાં છે કે આપની સમક્ષ આવવા દેતાં જીવ નથી ચાલતો; માણસ શંકાસ્પદ લાગે છે. પણ એ એક જ ઝક લઈને બેઠો છે કે રાજાજી પાસે મને જ જવા દો. પ્રભુ! હવે આપ આજ્ઞા કરો તેમ કરીએ.
આ શબ્દો કાને પડતાં જ રાજા ઉછળ્યા : કોણ? રણધવલનો માણસ? એને જલદીથી મારી પાસે લાવ! વિલંબ ના કરીશ.
જેવી આજ્ઞા' કહીને દ્વારપાળ ગયો. વળતી જ ક્ષણે દરબારમાં એક માણસ પ્રવેશ્યો.
આખીયે સભા તેના લઘરવઘર દેદાર ભણી એકી નજરે તાકી રહી. સૌને દ્વારપાળ સાચો લાગ્યો.
પરંતુ રાજને એ બધું જોવાની પરવા ન હતી. તેના મનમાં તો એક જ લ્હાય હતીઃ સેનાપતિના સંવાદ મેળવવાની. એટલે તેણે આગંતુક માણસને શ્વાસ ખાવાની પણ તક આપ્યા વિના પૂછ્યું: | બોલ ભાઈ, તું કોણ છે? ને રણધવલના શા સમાચાર છે? ઝટ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org