________________
–જ છે
સમરું પલપલ સતત નામ
-
સેનાને અન્નનો પુરવઠો ક્યાંયથી ન મળે તેવી યોજના કરી છે, જેથી આપણી સેના ભૂખ-તરસે જ ખલાસ થાય અને દુશમનો વગર યુદ્ધ ફાવી જાય.
રણધવલ જણાવે છે કે મારે કુમક નથી જોઈતી. પણ મારા સૈન્યને અન્નનો પુરવઠો ઝટ મળે, મળતો રહે તેવો પ્રબંધ આપ કરાવો, તો હું બધાને પહોંચી વળીશ.
આખી સભા આ સાંભળતાં જ તંગ.
સૌના હાથ તલવારથી મૂઠ પર પડવા માંડ્યા. મરું કે મારુંનો ભાવ સૌના ચહેરા પર ઊપસવા લાગ્યો. પણ સૌની નજર રાજા પર હતી. રાજાજી શો નિર્ણય લે છે અને શો આદેશ ફરમાવે છે તે જાણવા સહુ ઉત્સુક બન્યા.
રાજા વિશ્વકાંતે પણ આવનારા સંદેશવાહકને બીજી કેટલીક આવશ્યક પૂછપરછ કરી લીધી, અને ત્વરિત નિર્ણય જાહેર કર્યો કે, “હું જાતે જ રણધવલની વહારે જવા માગું છું. સામંતો, યોદ્ધાઓ અને સૈનિકો સજ્જ થાવ. આપણને બનતી ત્વરાએ નીકળવું છે.”
આ આદેશ સાંભળતાં જ સભા જોમ અને ઉત્સાહના આવેગમાં થનગની ઊઠી.
કુમાર કુબેરદત્ત પણ સભામાં ઉપસ્થિત હતો. અત્યાર સુધીની સઘળી ય કાર્યવાહી તે મૂંગા મોઢે જોયા કરતો હતો. પણ જ્યાં રાજાજીએ સ્વયે યુદ્ધ ચડવાની વાત ઉચ્ચારી, એ સાથે તે ઊભો થઈ ગયો. તે રાજાજી પાસે પહોંચ્યો, અને હાથ જોડીને વિનયાવનત મસ્તકે તે બોલ્યો: પિતાજી! આપે જાતે આવો શ્રમ લેવાની હવે જરૂર નથી. આપ મને આશા ફરમાવો. હું જ આપના વતી ત્યાં જઈશ, અને રણધવલની સહાયતા કરીશ. અમે બેઠાબેઠા લહેર કરીએ, ને આપે આ ઉંમરે રણે ચડવું પડે તો અમારે લાજી મરવું પડે, પિતાજી! માટે કૃપા કરી ને મને અનુમતિ આપો.
રાજાને પોતાના રાજકુમાર પર વહાલ હતું તે કરતાં વિશ્વાસ વધુ હતો. કુમારની ક્ષમતા અને નિપુણતા માટે તેના મનમાં લેશ I પણ શંકા નહોતી. તેણે તક્ષણ કુમારને અનુમતિ આપી, અને બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org