________________
–
કુબેરદત્ત
જ
૪૯
જાણ્યું, ત્યારે તેના હૈયામાં અવર્ણનીય ઉથલપાથલ મચી ગઈ. તેણે તો કશીય લેવા-દેવા વગર જ ઊઠ પાણા પગ પર' જેવું કર્યું હતું, અને તેના ફળસ્વરૂપ કારાગૃહની સજા તે અત્યારે ભોગવી રહ્યો હતો. - હવે, ઘણી ઝડપથી આવી ગયેલા ફેરફારોની વીગતો જાણ્યા પછી, તેના મનમાં એક જ ચિંતા પેઠીઃ હવે નક્કી કુબેરદત્ત મારા રાજ્ય પર ચડવાનો, અને મેં કરેલા ગતકડાના બદલામાં મારી નિર્દોષ પ્રજાને લૂંટવાનો. મારી સ્વતંત્રતા તો ગઈ જ, હવે મારી પ્રજાની પણ બેહાલી થવાની.
તેની પ્રજાપ્રીતિ જાગી ઊઠી. તેને થયું: કોઈ પણ ઉપાયે આ બધું અટકાવવું જ જોઈએ. મારું ને મારી સ્વતંત્રતાનું જે થવું હોય તે થાય, પણ મારો દેશ તો અકબંધ જ રહેવો જોઈએ.
પણ આ ઇરાદો કેવી રીતે પાર પાડી શકાય? એ મુદ્દો તેને કનડી રહ્યો.
ઊંડી વિચારણાને અંતે તેણે અત્યંત ઠાવકો કહી શકાય તેવો માર્ગ શોધી કાઢયો. પોતાના મિત્રની હેસિયતથી પોતાને હમેશાં મળવા આવતા રાજા પરબલસિંહને તેણે પોતાની ઘેરી ચિંતા સમજાવી, અને કહ્યું કે મિત્ર, તમે મારા વતી મહારાજકુમારને વીનવો કે “આપ સત્વરે ખસ-દેશમાં પધારો, તો હું પણ મારું રાજ્ય અને મારી સમૃદ્ધિ આપના ચરણોમાં ભેટ ધરી કૃતાર્થ બની શકું.'
પરબલસિંહે આ વાત યોગ્ય રીતે કુબેરદત્ત સમક્ષ રજૂ કરતાં જ કુબેરદત્તે તત્ક્ષણ તેનો સ્વીકાર તો કર્યો જ, પરંતુ એથી આગળ વધીને તેણે તે જ ક્ષણે ખસ-રાજવીને કારાવાસના બંધનમાંથી મુક્તિ આપી, અને પરબલસિંહની જેમ જ પ્રેમપૂર્વક પોતાના મિત્રસ્થાને પ્રસ્થાપિત કર્યો.
ખસ-રાજવી એક તરફથી પ્રસન્નતા અનુભવવા લાગ્યો, તો બીજી તરફથી પોતાના દુસ્સાહસ બદલ શરમ અને ગ્લાનિની લાગણી પણ તેણે તીવ્રતાથી અનુભવી. તેણે પોતાના પરાક્રમ' બદલ કુમારની ક્ષમા પ્રાર્થી, કુમારને પોતાના રાજ્યમાં પધારવાની વિજ્ઞપ્તિ કરી, |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org