________________
કુબેરદત
છે ૪૭
અને ખસ-રાજાના સાણસા-બૃહમાં રણધવલ ફસાઈ જ જવાનો. એને બદલે એ તો ટકી ગયો, અને બાકી હતું તો યુવરાજ કુબેરદત્ત બીજી ભારે કુમક લઈને આવી પહોંચ્યા. આવતાંવેંત એમણે ખસરાજાને ઝાલી લીધો છે. હવે મારે આવી બનવાનું. હવે આ લોકો મારા નગરને ફરતે ભરડો લેશે, ને અમને અન્ન-જળનો પુરવઠો મળતો બંધ કરાવશે. પરિણામ? પરિણામે અમારું-આખા નગરનું કૂતરાના મોતે મોત! ને સામી છાતીએ તો લડવાનું આ બધા સામે શક્ય નથી. હવે શું કરું?
તે મૂંઝાયો. તેણે તરત પોતાના મંત્રીઓ ને સહાયકો જોડે મંત્રણા યોજી. એમાં એણે શરણાગતિનો ત્વરિત નિર્ણય લીધો, અને પળનાય વિલંબ વિના પોતાના અંગત માણસોને “ધોળી ધ્વજા લઈને કુમાર કુબેરદત્ત પાસે રવાના કર્યા.
તેમણે કુમાર પાસે જઈને અરજ ગુજારી કે જો આપ અભય વચન આપો, તો અમારા રાજા આપના શરણે આવવા ઈચ્છે છે.”
કુબરેદત્ત વીર જરૂર હતો, પણ ગાંડો વીર નહિ. તે જેટલો વીર હતો. તેટલો જ સૌમ્ય પણ હતો અને તેટલો જ સમયજ્ઞ પણ હતો. તેણે વાતનો તંત ન લીધો. જીભાજોડી કે ઠપકાબાજીમાં પણ તે ન ઊતર્યો. તેણે પ્રેમપૂર્વક પેલા મનુષ્યોને “અભયની ખાતરી આપી, અને પરબલસિંહને લઈ આવવા સંમતિ આપી.
સંમતિ મળતાં જ તે માણસો ઝડપથી પાછા નગરમાં ગયા. રાજાને કુમારના સૌમ્ય વ્યવહારની વાતો કરી ને શીઘ તેની પાસે પહોંચવા સમજાવ્યો.
એ તો આટલી જ રાહ જોતો હતો. તે તૈયાર થયો, ને પોતાના વિશ્વાસ જનો સાથે ઉપડ્યો કુમારની છાવણી તરફ. છાવણીમાં પ્રવેશતાં જ કુમારના સુભટોએ તેનું વીરોચિત સ્વાગત કર્યું.
એ પહોંચ્યો કુમારના નિવાસે. કુમારને જોતાં જ તે દોડ્યો, અને કુમારના પગ પકડતો નમી પડ્યો.
કુમારે તેનો હાથ પકડીને ઊભો કર્યો, ને તેને ગાઢ આલિંગન આપી પોતાની પડખે આસન પર બેસાડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org