________________
૫૦ છે
સમરું પલપલ સતત નામ
અને છેવટે ઉમેર્યું કે હવેથી હું આપનો ખંડિયો રાજા જ નહિ, પણ સદાકાળ માટે આજ્ઞાકારી સેવક બની રહીશ તે નિઃસંદેહ માનજો ને મારા આ અપરાધને મનમાંથી કાઢી નાખજો.
કુમારે પણ નિરપરાધીને તો સહુ ક્ષમા આપે; અપરાધીને ક્ષમા આપે તે ખરો ગુણિયલ’ – એવા નીતિકારના આદર્શને ચરિતાર્થ કરતો હોય તેમ ઉદાર હૈયે ખસ-રાજાને ક્ષમા બક્ષી, અને તેની સાથે જ તેના દેશ તરફ જવા માટે પ્રસ્થાન પણ આદર્યું.
ખસ-દેશની પ્રજાના મન આશંકિત-આતંકિત હતાં કે દુશમનનું સૈન્ય આવશે તો? આપણને લૂંટશે તો?
વિચક્ષણ ખસ-રાજાએ અગમચેતી વાપરીને વાટમાંથી જ પોતાના મંત્રીજનોને સંદેશો પાઠવી દીધો કે હવે કોઈ જાતનો ભય સેવવાની જરૂર નથી. મહારાજકુમાર કુબેરદત્તને લઈને હું આવ્યો છું, તેમના ભવ્ય સ્વાગતની તૈયારી આદરજો. પ્રજાને નિર્ભયતાનો સંદેશો પાઠવજો.
પ્રજાને ભારે અચંબો અનુભવાયો. પરંપરાગત ધોરણો એ હતાં કે વિજેતા પરાજિતના દેશને લૂંટે, પ્રજાને રંજાડે, અને પાછો જાય ત્યારે આખો દેશ ઉજ્જડ અને પાયમાલ હોય. આજે આ પરંપરા તૂટતી હતી. આજે તો વિજેતા મિત્ર અને મહેમાન થઈને તેમને મળવા આવી રહ્યો હતો. પરિણામે પ્રજાજનોમાં જેટલો અચંબો હતો, તેટલો જ ઉમળકો પણ છવાવા લાગ્યો હતો.
પછી તો બધું આયોજનાબદ્ધ બન્યું. કુમારનો ખસપુરમાં નગરપ્રવેશ થયો. રાજા-પ્રજાએ દમામદાર સ્વાગત કર્યું. થોડાક દિવસ કુમાર ત્યાં રોકાયા. તે દરમિયાન ખસ-રાજાએ પોતાના ખજાનાની ઉત્તમોત્તમ ચીજો કુમારને ભેટ ધરી. કુમારે પણ પ્રતીકાત્મક ભેટ સ્વીકારીને બાકીનું બધું પ્રેમપૂર્વક પરત સોંપ્યું. પરસ્પરની પ્રેમગાંઠ બંધાઈ તે સાથે જ અતિદઢ પણ બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org