________________
શિવકેત
જ
૩૫
આવી આરાધના કરતાં પંદર દિન વહી ગયા.
સોળમાં દહાડાની સવારે, પ્રાત:ક્રિયાઓથી પરવારીને બાળ શિવકેતુ મુનિ પહોંચ્યા સૂરિ ભગવંતના ચરણોમાં. વંદન કરીને પ્રાર્થના કરીઃ પ્રભો! હવે સાત જ દિન શેષ છે. આપની કૃપા થાય, સંમતિ હોય, તો હું અનશન વ્રત અંગીકાર કરવા ઈચ્છું છું.
ગુરુભગવંતે જ્ઞાનબળે જોયું કે યોગ્ય આત્મા છે. આરાધક જીવ છે. અનશન કરાવીશું તો પારગામી થશે. - તેમણે તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો, અને વિધિપૂર્વક અનશનવ્રતનાં પ્રત્યાખ્યાન કરાવ્યાં.
આ વાતની જાણ થતાં રાજા પણ હમેશાં બે વખત આવવા માંડડ્યો. આવે છે, બાળસાધકને નિહાળે છે, તેની અપ્રમત્તતા જોઈને આનંદ અનુભવે
- શિવકેતુ મુનિ પણ વધતે પરિણામે સાત દિવસનું અનશન બરાબર આરાધે છે. જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ તેમ તેમનો સંવેગ અને સમાધિ વૃદ્ધિગત થતાં જ જાય છે.
ગુરુભગવંતો તેમ જ અન્ય સાધુભગવંતો પણ તેની સમાધિની ચિંતામાં સતત સાવધાન છે. તેની પરિણતિ વધુને વધુ વિશુદ્ધ બને તેવું આલંબન તેઓ આપી રહ્યા છે; તેવી આરાધના તેઓ કરાવે છે.
આમ કરતાં સાત દિવસ પૂરા થયા, ને બાળમુનિ શિવકેતુ બાવીસ દિનનો વિશુદ્ધ સંયમભાવ આરાધીને કાળધર્મ પામ્યા.
સૌધર્મ કલ્પ નામના પ્રથમ દેવલોક પાંચ પલ્યોપમના આયુષ્યવાળા તેઓ દેવ થયા.
રાજા અને પુરોહિતે તેમના સંયમી દેહના અંતિમ સંસ્કાર વિધિવત્ કર્યા.
સૂરિભગવંતને મુખે શિવકેતુની દેવગતિ જાણીને રાજા તેમ જ પુરોહિત ધર્મમાં વધુ દઢ શ્રદ્ધાળુ બન્યા.
સૂરિજી પણ પછી ત્યાંથી અન્યત્ર વિહરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org