________________
કુબેરદત્ત
તેવાં ક્રૂર અને નિમ્ન પ્રકારના મનોરથો થાય.
કોઈ ઓછો જીવ આવ્યો હોય તો માતાને માટી ખાવાના, ભૂતડો ખાવાના ને એવા હલકા ઓરતા થાય.
તો કોઈ ઉત્તમ જીવ અવતર્યો હોય તો ઉત્તમ એવાં સત્કાર્યો કરવાના અભિલાષ માતાને જાગે.
૩૯
રાણી વિશ્વકાંતાને પણ જેમજેમ મહિના ચડતા ગયા, તેમતેમ અનેક ઉત્તમ અભાવા જાગવા માંડ્યા. તેને થતુંઃ દેવાધિદેવના દેરાસરોમાં પૂજાઓ રચાવું. સાધુભગવંતોને વંદન કરીને ધર્મ સાંભળું. દુખિયાઓને દાન દઉં.
રાજા પણ પોતાની માનતાના આવા ત્વરિત અને વળી પરિતોષદાયક વળતરથી અતિશય પ્રસન્ન હતો.
તે રાણીનો પુષ્કળ ખ્યાલ રાખતો. રાણીને સહેજ પણ ઓછું ન આવી જાય તેની ભારે ચીવટ તે લેતો. તો રાણીના ઉદરમાં ઉઝરતા ગર્ભને ઊની આંચ ન આવે તેની પણ તે ચાંપતી તકેદારી રાખતો.
રાણીને થવા માંડેલા એકેએક દોહલાને તેણે અતિશય પ્રેમપૂર્વક પૂર્ણ કર્યા. રાણીના મનનું સમાધાન થાય ત્યારે જ તેને સંતોષ વળતો.
આમ ને આમ સાડા નવ માસ પૂર્ણ થયા, અને એક શુભ દિને, શુભ યોગે રાણી વિશ્વકાંતાએ પુત્ર પ્રસવ્યો. પ્રસૂતિની પીડા મરણપીડાથીયે ભયાનક હતી.
પણ પુત્રપ્રાપ્તિના પરિતોષ આગળ એ પીડા પણ રાણી માટે નગણ્ય બની રહી.
પુત્ર જન્મ્યો, તેવી જ દાસીઓ દોડી રાજાને વધામણી આપવા. રાજા તો સમાચાર સાંભળતાં જ આનંદવિભોર!
દાસીઓને ન્યાલ કરી દીધી.
નગરમાં મહોત્સવ મંડાયો. પોતાના મનગમતા માલિકના ઘે૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org