________________
શિવકેત
૩૧
ઘડી પહેલાંના રાજપુરોહિતની કાયાપલટ થઈ ને એ થયા હવે વ્રતધારી સુશ્રાવક! હવે એમને શીખવાડવું પડે ખરું?
વ્રત અંગીકાર કરતાં વેંત જ પુરોહિત ઉપડ્યા પડખેની વાડીમાં, ત્યાં પરમ ગુરુ ભુવનતંગ આચાર્યને વાંદ્યા. અન્ય સાધુઓને પ્રણમ્યા. ને પાછા આવીને પોતાના ધર્મદાતા ગુરુ સૂર-સાધુને ભાવપૂર્વક વંદના કરી.
સૂર મુનિ પણ તે પછી ત્યાંથી ઊઠ્યા, અને પોતાની સાથે આ ત્રણે ભાગ્યવંતોને લઈને ગુરુદેવ પાસે ગયા. ત્યાં તેમણે પુરોહિતજી તથા શિવકેતુની સમગ્ર ઘટના યથાતથ નિવેદન કરી.
એમનું નિવેદન થતાં જ વિશ્વભૂતિએ વિનયપૂર્વક નિવેદન કર્યું: પ્રભુ! આ મારો દીકરો શિવકેતુ આજે અમારો પરમ ઉપકારી બન્યો છે. એ જ અમને આપના શ્રીચરણો સુધી લઈ આવ્યો. અને એના નિમિત્તે જ અમને આજે પરમ દુર્લભ એવો જિનધર્મ લાધ્યો છે.
આના આ ઉપકારનો બદલો શીધ્ર વાળવો એ મારું કર્તવ્ય ગણાય. એણે અમારી પાસે માગણી કરી છે કે મને પ્રવજ્યા લેવાની રજા આપો. અમે હજી સુધી તો એ આપી નથી, પણ હવે લાગે છે કે અમારે એને રજા આપી દેવી જોઈએ. કેમ કે એને દીક્ષા લેવામાં અમે સહાય કરીશું તો જ એના ઉપકારનો બદલો વાળ્યો ગણાશે.
પરંતુ ભગવંત! એક મુશ્કેલી છે, ને એ જરા અટપટી છે. અમે રહ્યા રાજાના આશ્રિત. રાજા મણિમાલી મને પોતાનો ગુરુ માને છે. એના મનમાં દઢ શ્રદ્ધા છે કે હું ઉત્તમ વર્ણનો છું, માટે સુપાત્ર છું, ને અન્ય દરેક શૂદ્ર છે. વળી હું જે યજ્ઞાદિક ધર્મ કહું અને આચરું, તેને જ તે ધર્મ લેખે સ્વીકારે છે ને અનુસરે છે. તે સિવાયના કોઈ પણ મત-પંથનાં અનુષ્ઠાનોને તે સ્વીકારતો નથી.
હવે જો તેના મનમાં એવું ઠસી જાય કે ઉત્તમ એવો હું, શૂદ્ર એવા તમને સાચા ધર્મી માનીને મારો દીકરો તમને સોપું છું, તો તે અમારા પર જો ક્રોધે ભરાયા વિના નહિ રહે. અને અમારું તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org