Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના તેના શબ્દો પરથી અને આકૃતિ ઉપરથી જણાઈ આવતું હતું કે આ કિન્નરીપદ તેને દુખદ લાગતું હતું અને આનાથી અધિક પદ તે કઈપણ જાતના સબળ કારણથી મનુષ્ય ભવમાં મેળવી શકી ન હતી અથવા મનુષ્યભવમાં સર્વે અનુકૂળ સંથાગે છતાં કોઈ પણ જાતના મેહ, પ્રમાદ કે અજ્ઞાનતાને લઈ તે અનુકૂળ સંયોગોને લાભ તે લઈ શકી ન હતી તેનો તેને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતે. ધનપાળે પિતાની પત્નીને કહ્યું, “એ અવસરે મેં તે અપ્સરાને વિનયથી જણાવ્યું–બહેન ! આટલું કહેવાથી હું કાંઈ સમજી શકતો નથી કે તમે ઉત્તમ મન જિંદગીથી કેવી રીતે ભ્રષ્ટ થયાં માટે વિસ્તારથી તમારો વૃત્તાંત આગળ ચલાવો.” મારી પ્રેરણાથી તે કિન્નરીએ વિસ્તારથી પિતાને વૃત્તાંત શરૂ કરતાં જણાવ્યું કેધનપાળ ! દક્ષિણ દિશામાં આવેલા મલયાચળના પહાડથી મંડિત મલય નામને રસાળ ) છે. તે દેશમાં મહાન સમૃદ્ધિમાન મલયવતી નામની નગરી છે, તેમાં મહસેન રાજા રાજય કરતે હતો. એક વખત પાટલીપુત્ર શહેરના અધિપતિ જયરાજાએ વિનયપૂર્વક પોતાના મંત્રી સાથે - મહસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે-હે મહસેન નરેશ ! પૃથ્વીમંડળના મંડનરૂપ ચંપકલતા નામની AC Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trus H]