________________
કુવલયમાલા.
ભારતીય સંસ્કૃતિએ એના સાચવેલા વારસામાં ભાષા અને સાહિત્યને વારસે પણ ઘણે મોટે અને મહત્ત્વને છે. વેદાદિ ગ્રંથની અને રામાયણ મહાભારત વગેરેની સંસ્કૃત ભાષા તે સૌથી અગત્યની છે, પરંતુ આપણું એ મોટું સદ્ભાગ્ય છે કે અઢી હજાર વર્ષ પૂર્વે લેકામાં બોલાતી પ્રાકૃત ભાષા પણ આપણી પાસે સચવાયેલી મળે છે, જે ભાષાવિકાસના ઇતિહાસ ઉપર મહત્વને પ્રકાશ પાડે છે. લેકભાષા પ્રાકૃતને આદર કરવાનું અને કેને તેઓ સમજી શકે એ માટે તેમની જ ભાષામાં ઉપદેશ આપવાનું કાર્ય ભગવાન મહાવીરે કર્યું અને પોતાના શિષ્યોને પણ તેમ કરવા જણાવ્યું. ભગવાન બુદ્દે પણ ત્યાર પછી લેકભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો. પરિણામે જૈન અને બૌદ્ધ ધર્મમાં આગ અને ત્રિપિટક ઉપરાંત પુષ્કળ સાહિત્ય પ્રાકૃત ભાષામાં મળે છે. પરંતુ સમય જતાં બૌદ્ધ ધર્મને પ્રભાવ ભારતમાં સાવ ઘટી ગયે, જ્યારે જૈન ધર્મની જીવંત પરંપરા આજ સુધી અખંડિત ચાલુ રહી. એથી અર્ધમાગધીના પ્રકારની પ્રાકૃત ભાષાના અભ્યાસ અને લેખનનું સાતત્ય જૈન સાધુઓ વગેરે દ્વારા ભારતમાં સતત જળવાઈ રહ્યું.