________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ર૩૩ પ્રભુત્વને પરિચય કરાવનારી પંક્તિઓ, સુદેવ અને દમયંતીના સંવાદમાં આપણને જોવા મળે છે. (કડવું ૪૮, ૧-૩). દમયંતીને ઓળખતાં એની માસી જે દુઃખની લાગણી અનુભવે છે તેના નિરૂપણમાં ગુજરાતના વાતાવરણનું કેટલુંક પ્રતિબિમ્બ પડયું છે. ઇન્દુમતી અને સુબાહુ તે સમયે જે લજજા અનુભવે છે તેનું પણ કવિએ સુંદર વાસ્તવિક ચિત્ર દેવું છે.
દમયંતી મુદેવ સાથે કુલિનપુર આવે છે ત્યારે નગરમાં પ્રવેશતાં એને નળ પણ યાદ આવે છે. માટે “પ્રભુ વિના પીહરિયું ગ્રસે’ એમ તે કહે છે. દમયંતી નગરમાં આવે છે. એનાં માતાપિતા, સંતાને અને સાહેલીઓ અને સામે મળવા માટે દોડે છે. પણ પતિ વિના એનું હૃદય હજુ અશાંતિ અનુભવે છે. જ્યાં સુધી પતિને મેળાપ ન થાય ત્યાં સુધી એ વ્રત-નિયમ પાળે છે. વર્ષાઋતુ આવે છે અને એનું વિગદુઃખ વધે છે. આ રીતે પિયરમાં આવ્યને એક વર્ષ થયું છતાં નળને મેળાપ નથી થયો માટે તે સુદેવને નળની શોધ માટે જવાનું કહે છે. મહાભારતમાં દમયંતી જે દિવસે એના પિતાને ત્યાં આવે છે તે જ દિવસે રાત્રે, તે પોતાની માતાને નળની તપાસ કરાવવા માટે કહે છે; અને માતાના કહેવાથી ભીમક રાજા બ્રાહ્મણોને એકલે છે. તેમાંથી પણુંદ નામને વૃદ્ધ બ્રાહ્મણ બાહુકની તપાસ કરી લાવે છે. ત્યાર પછી દમયંતીના સ્વયંવરને સંદેશ લઈને સુદેવ ઋતુપર્ણ રાજાને ત્યાં જાય છે. પ્રેમાનંદે આ બંને કામ સુદેવને જ સંપ્યાં છે, અને બીજા બ્રાહ્મણોને તેણે કશે જ ઉલ્લેખ કર્યો નથી.
દમયંતી સુદેવ મારફત જે શબ્દ કહેવડાવે છે અને બાહુક જે રીતે એને જવાબ આપે છે તેનું નિરૂપણ પ્રેમાનંદે મહાભારત કરતાં ડું ભિન્ન કર્યું છે. મહાભારતની ટહેલમાં, નળને મુદ્દે ઉપાલંભ છે, પરંતુ અહીં દમયંતી પોતાના માટે “અલભ્ય વસ્તુ' અને “રત્ન' જેવા શબ્દો કહેવડાવે છે; અને નળ પણ જવાબમાં