Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૮ | પડિલેહ નિયતાનિયત, “પ્રશ્નોત્તરપ્રદીપિકા, બ્રહ્મચર્ય”, “દંશ સમાધિસ્થાન કુલ”, “સ્તર ભેદી પૂજા', “અગિયાર બેલ સક્ઝાય, “વંદનદેષ', આરાધના મેટી', “આરાધના નાન”, “ઉપદેશરહસ્ય ગીત', વિધિવિચાર', વીતરાગ સ્તવન', “શાંતિજિન સ્તવન, રૂપકમાલા', “અંધકચરિત્ર', “કેશિ પ્રદેશિબંધ', “સંવેગબત્રીસી', “સંવરકુલક ઇત્યાદિ ઘણી નાનીનાની કૃતિઓની રચના કરી છે. એ બધી કૃતિઓમાં રાસ કે પ્રબંધ કે ચરિત્રના પ્રકારની કૃતિ કરતાં આરાધનાના વિષયની કેટલીક કૃતિઓ કદમાં મોટી છે. એમની એક કૃતિ ૪૦૬ કડી જેટલી મોટી છે. શ્રી પાર્ધચન્દ્રસૂરિએ આ રીતે ચરિત્રાદિ વર્ણનાત્મક કૃતિઓ કરતાં શાસ્ત્રીય નિરૂપણની ઉપદેશના પ્રકારની કૃતિઓનું સર્જન સવિશેષ કર્યું છે. “આત્મશિક્ષા'માં કવિ કહે છેઃ રે અભિમાની છવડા, તું કિમ પામિસિ પાર, લઘુ છલ નિરખે પારકા, તું તિહનો ભંડાર કવિની કેટલીક કૃતિઓની “કલશ'ની પંક્તિઓ-અંતિમ ચાર પંક્તિઓ-પ્રાસાનુપ્રાસયુક્ત અને કવિના ભાષાપ્રભુત્વના નમૂનારૂપ હેય છે. ઈ. ત. “સાધુવંદનાની “કળશ” ની પંક્તિઓ જુઓ : ઇમ જનવાણ જોઈ હિયાં આણું મઈ ભણ્યા, ભવતરણ તારણ, દુઃખ વારણ સાધુ ગુરુ મુખિ જે સુણ્યા, ઈમ અછઈ મુનિવર જેય હાસ્ય, કાલિ અનંતઈ જે હુઆ, તે સત દિહ શ્રી પાસચંદઈ મનિ સંયુઆ. અને આ જુઓ “એકાદશવચનદ્ધાતિં શિકાની કળશની પંક્તિઓ : સેવા કરાઈ ભવજલ તરિયઈ ધરિયાઈ હિયડઈ ગુરુ વયણું, પરમારથ ગ્રહિયાં શિવમુખ લહઈ રહિયાં આદરિજિનશરણું ઈગ્યાર પદારથ ભાખ્યા સમરથ સાંભલિ ભવિયણ સદ્દવહિયે, જે થાઈ ઇકચિત પામઈ સમક્તિ શ્રી પાસચંદ્ર ઈણિ પરિ કહએ.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306