Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 283
________________ ર૭૪ | પડિલેહારાસ (૬૮) કલ્યાણકૃત કૃતક રાજાધિકાર રાસ (૬૮) કમલમેરુકૃત કલાવતી એપાઈ (૭૦) મતિસાગરકૃત લઘુ ક્ષેત્ર સમાસ ચોપાઈ; સંગ્રહણ રાસ (૭૧) પુણ્યરત્નકૃત નેમિરાસ (યાદવ રાસ) (૨) વિનયસમુદ્રકૃત આરામશોભા એપાઈ; મૃગાવતી ચોપાઈ; ચિત્રસેન પદ્માવતી રાસ; પદ્મચરિત્ર; રોહિણેય રાસ (૭૩) કનકકૃત મેઘકુમાર રાસ (૭૪) રાજરત્નસૂરિકૃત હરિબલ માછી પાઈ (૭૫) ભાવકૃત હરિશ્ચન્દ્ર પ્રબંધ; અંબડ રાસ. સેમવિમલસૂરિ સેમવિમલસૂરિ ઈ.સ. ના સેળમા સૈકાના એક પ્રતિભાશાળી આચાર્ય હતા. ઈ.સ. ૧૫૧૮માં તેમણે તપાગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સેમવિમલસરિના શિષ્ય આણંદમે ઈ.સ. ૧૫૬૩માં સેમવિમલસૂરિ રાસ ની રચના કરી છે, જેમાં સેમવિમલસૂરિના જીવન વિશેની માહિતી સચવાયેલી છે. સામવિમલસૂરિનું નામ દીક્ષા પૂર્વે જસવંત હતું અને તેઓ ખંભાતના સમધર મંત્રીના વંશજ રૂપવંતના એ પુત્ર. એમની માતાનું નામ અમરાદે. શિરોહીમાં પંડિતપદ, વિજાપુરમાં ઉપાધ્યાયપદ મેળવ્યા પછી ખંભાતમાં આચાર્ય પદવી સેમવિમમ રિએ મેળવી હતી અને ઈ.સ. ૧૫૮૧માં તેઓ કાળધર્મ પામ્યા હતા. :-- સેમવિમલસૂરિએ “શ્રેણિક રાસ,” “ધમ્મિલ રાસ,” “ચંપક શ્રેષ્ઠી રાસ,” અને “ક્ષુલ્લક કુમાર રાસ' એ ચાર રાસકૃતિઓ ઉપરાંત “કુમારગિરિમંડળ” “શ્રી શાંતિનાથ સ્તવન,” “દસ દષ્ટાંતનાં ગીત,” પદાવલિ સઝાય, “ચસિમા શબ્દના ૧૦૧ અર્થની સજઝાય” ઇત્યાદિ પદ્યકૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત એમણે ગુજરાતી ગદ્યમાં “કલપસૂત્ર બાલાવબોધીની રચના પણ કરી છે. શ્રેણિકરાસ–મવિમલસૂરિએ ઈ. સ. ૧૫૪૭માં કુમારગિરિનગરમાં “શ્રેણિક રાસની રચના કરી છે. એની કર્તાના હસ્તાક્ષરમાં

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306