Page #1
--------------------------------------------------------------------------
________________
HE
:: લેખક : ડૉ. રમણલાલ ચી. શાહ
: પ્રકાશક :
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યો લ ય
કુંવારા સામે ગાંધી મા- અમદાવાદ-૧ રતનપેાળનાકા સામે • ગાંધી મા` • અમદાવાદ–૧
.
Page #2
--------------------------------------------------------------------------
________________
પડિલે હા
લેખક ડે. રમણલાલ ચી. શાહ
અધ્યક્ષ ગુજરાતી વિભાગ મુંબઈ યુનિવર્સિટી
મુંબઈ
' પ્રકાશક ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય કુવારા સામે ગાંધી માર્ગ : અમદાવાદ-૧
.
Page #3
--------------------------------------------------------------------------
________________
PADILEHA : A collection of critical and research articles by Dr. Ramanlal c Shah, First Edition, January 1979. Price : Rs. 251–
© Dr. Ramanlal C. Shah પ્રથમવૃત્તિઃ જાન્યુઆરી ૧૯૭૯
પ્રત ઃ ૧૦૦૦ મૂલ્ય રૂ. ૨૫-૦૦
પ્રકાશક: કાંતિલાલ ગોવિંદલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ફુવારા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૧
મુદ્રકઃ રતિલાલ અંબાલાલ પટેલ અક્ષ ૨ પ્રેસ નાગરવેલના હનુમાન પાસે, રખિયાલ રેડ, અમદાવાદ-૧
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ
પૂજ્ય સદ્દગત શ્રી જ્યોત્સનાબહેન ઉ. જોષીને
તથા
પૂજ્ય કવિવર્ય શ્રી ઉમાશંકરભાઈ જોષીને
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
નિવેદન
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય, સાહિત્યકારો અને વિચારધારા વિશેના મારા કેટલાક અભ્યાસલેખોનો આ સંગ્રહ “પડિલેહા” પ્રગટ કરતાં મને આનંદ થાય છે.
પડિલેહી’ પ્રાકૃત ભાષાને શબ્દ છે. પડિલેહા એટલે પ્રતિલેખા. પડિલેહાને એક અર્થ છે વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો, વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. પડિલેહ – પડિલેહણ ( પ્રતિલેખા - પ્રતિલેખના ) જૈનેને પારિભાષિક શબ્દ છે. આજે પણ જૈનમાં, વિશેષતઃ જૈન સાધુઓમાં તે પ્રચલિત છે.
પડિલેહામાં ગ્રંથસ્થ થયેલા આ લેખે “પરબ', 'કવિલોક', ફાર્બસ ત્રૈમાસિક”, “રુચિ', “જૈનયુગ', “શ્રી મહાવીર જૈન વિદ્યાલય વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ', 'સાહિત્યકાર પ્રેમાનંદ', “ગુજરાતી સાહિત્યને ઈતિહાસ” વગેરેમાં પ્રગટ થયેલા છે, એ માટે તે તે સામયિકો, ગ્રંથસંપાદકો તથા પ્રકાશક સંસ્થાઓને આભારી છું. સવિશેષ આભારી છું ગુજરાતી સાહિત્ય પરિષદને, “જૈન સાહિત્ય' છાપવાની પરવાનગી આપવા માટે.
આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી સ્વીકારવા માટે પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયને – શ્રી કાન્તિભાઈ, શ્રી ઠાકોરભાઈ તથા શ્રી મનુભાઈને – પણ આભારી છું.
આ ગ્રંથના મુદ્રણ- પ્રકાશન કાર્યમાં સહાય કરવા માટે મારા મિત્ર ડૉ. ચિમનલાલ ત્રિવેદીને પણ આભારી છું.
મુંબઈ : તા. ૫-૧-૧૯૭૯
રમણલાલ ચી. શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકે એકાંકી
શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર
ગુલામને મુક્તિદાતા પ્રવાસ – શેધસફર
એવરેસ્ટનું આરોહણ (બીજી આવૃત્તિ)
ઉત્તરધ્રુવની શોધસફર ( હવે પછી) સાહિત્ય વિવેચન
ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ૧૯૬રનું ગ્રંથસ્થ વાલ્મય નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય
પડિલેહા સંશાધન – સંપાદન
નલ – દેવદતી રાસ ( સમયસુંદરકૃત) જંબૂસ્વામી રાસ (યશોવિજયજીકૃત)
કુવલયમાળા (ઉદ્દદ્યોતનસૂરિકૃત) સંક્ષેપ
સરસ્વતીચંદ્ર – ભાગ ૧ (પાઠ્ય સંક્ષેપ) ધમ - તત્ત્વજ્ઞાન
જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ ) જૈન ધર્મ (હિદી આવૃત્તિ) વન ઘર્ષ (મરાઠી આવૃત્તિ) બૌદ્ધધર્મ Söraman Bhagawan Mahavir and Jainism
Buddhism - An Introduction. સંપાદન (અન્ય સાથે)
મનીષા; શ્રેષ્ઠ નિબંધકાઓ; શબ્દલોક ચિંતનયાત્રા; નીરાજના;
અક્ષરા; અવગાહન; જીવનદર્પણ વગેરે. પ્રકીર્ણ
એન. સી. સી.
Page #8
--------------------------------------------------------------------------
________________
અ નુ ક્રૂ મ
૧ પ્રાચીન ભારતમાં વાદો
૨ કુવલયમાલા
૩ હેમચંદ્રાચાર્ય : એમનું જીવન અને કવન
૪ ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું પગેરુ
૫ યશોવિજયજી અને એમને જંબુસ્વામી રાસ (૧) યાવિજયજી
(૨) જંબુસ્વામી રાસ
૬ વિનયપ્રભરચિત ગૌતમસ્વામીને રાસ
૭ ત્રિભુવનદીપકપ્રબંધ
૮ કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ
(૧) કવિવર સમયસુંદર
(૨) મૃગાવતીચરિત્ર ચૌપઈ
(૩) વલ્કલચીરી રાસ
હું પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ
૧૦ જૈન સાહિત્ય
પૃષ્ઠ
૩
૨૧
૫૮
૬૭
૯૨
૧૨૪
૧૪૬
૧૫૭
૧૬૬
૧૮૦
૧૯૪
૨૦૯
૨૪૬
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
પડિલેહા
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદા
' વાદ' શબ્દ સ ંસ્કૃત વચ્ ધાતુ પરથી આવેલા છે. આ શબ્દના એક અં’‘નાદ' અથવા ‘અવાજ છે. લક્ષણાથી એને અ અવાજ કરીને બીજાનું ધ્યાન ખેંચવું એવા પણ થાય છે. ‘વાદ’ના વાતચીત, વાર્તાલાપ, ભાષણ, નિવેદન, સલાહ, સિદ્ધાંત, પ્રસ્તાવ, શાસ્ત્રાર્થ, વગેરે અર્થા થાય છે. એમાંથી વાદ એટલે લીલ, ચર્ચા, વિવાદ, પક્ષ, સંશય, મતભેદ, ભાંજગડ, તકરાર, આક્ષેપ, ચડસાચડસી, દલીલખાજી વગેરે અર્થા પ્રચલિત થયેલા છે. તદુપરાંત વાદ એટલે કરાર, સમજૂતી, વિવરણ, ખુલાસા, પરિણામ, અહેવાલ વગેરે અર્ધો પશુ પ્રચારમાં આવેલા છે. વાદ કરવાથી, કાઈ પણ એક પક્ષ લઈ એને તર્ક શક્તિથી ખચાવ કરવાથી, એનું મંડન કરવાથી અથવા અન્ય પક્ષનું ખંડન કરવાથી બુદ્ધિચાતુર્ય ખીલે છે. જુદા જુદા વાદેને સાંભળવાથી, એને અભ્યાસ કરવાથી માણસનું જ્ઞાન ખીલે છે, સમજશક્તિ વધે છે, દન સ્પષ્ટ થાય છે. પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષની રચના કરી બંને વચ્ચે વાદવિવાદ, સવિવાદ કે પરિસંવાદ કરાવવાથી વિષયની ગુાવટ સારી થાય છે અને તથ્ય બહાર આવે છે. એટલા માટે જ કહેવાય છે કે વારે વારે નાયતે તત્ત્વનોય !
Page #13
--------------------------------------------------------------------------
________________
૪ | પડિલેહા
વાદ એટલે જ્ઞાનવિજ્ઞાનની કોઈપણ શાખાના કોઈપણ વિષયમાં તક, અનુમાન કે તારણના આધારે બાંધેલી માન્યતાનું અથવા સિદ્ધાન્તનું પ્રતિપાદન.
જગતના કેટલાક સનાતન પ્રશ્નોનું જ્યાં સુધી સંપૂર્ણ નિરાકરણ ન થાય ત્યાં સુધી તે અંગે શોધ કરવાના અનેક પ્રયત્ન થયા જ કરવાના. જીવ ક્યાંથી આવે છે? શા માટે આવે છે? શા માટે મૃત્યુ પામે છે? મૃત્યુ પછી એનું શું થાય છે? જીવ અને આત્મા એક છે કે ભિન્ન ? શરીરને ચલાવનાર કોણ છે? ઈન્દ્રિય કાના ઉપર આધાર રાખે છે? સૃષ્ટિમાં આત્મા એક છે કે અનેક? આત્માનું કદ શરીર જેટલું કે નાનું મોટું? આત્માનું શરીરમાં સ્થાન ક્યાં? આ વિશ્વ શાનું બનેલું છે અને શાના આધારે ટકી રહ્યું છે? પાપ શું ? પુણ્ય શું ? સુખ શા માટે ? દુઃખ શા માટે? પુનર્જન્મ છે કે નહિ? સારાનરસાં કર્મોનું ફળ છે કે નહિ? શું મળે તે સમગ્ર સંસારનું જ્ઞાન થઈ જાય? એવું શું પ્રાપ્ત થાય કે જેથી જીવન પાપરહિત, જારહિત, મૃત્યુરહિત, શંકરહિત, સુધારહિત, સત્યકામ અને સત્યસંકલ્પ બની જાય? એવું શું છે કે જે જાણવાથી બધું જ જાણવા મળે, જે જાણવાથી સર્વ લેક અને સર્વ કામો પ્રાપ્ત થાય? આમ, બાહ્ય જગત અને મનની અંદર રહેલા સૂક્ષ્મતમ, ગૂઢતમ જગત વિશેના અનેક પ્રશ્નોનું નિરાકરણ એમ સરળતાથી થતું નથી. પરિણામે પિતાનાં અનુભવ, બુદ્ધિ અને તર્કને આધારે, માણસને જે મર્યાદિત જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે પ્રમાણે તેને ઉત્તર શોધવા પ્રયત્ન કરે, અને પોતાની વાત જ સાચી છે એમ શ્રદ્ધાપૂર્વક માની તેનું જ પ્રતિપાદન કરે ત્યારે તેમાંથી વાદને જન્મ થાય. જેમ ધર્મ અને તત્વજ્ઞાનની બાબતમાં, તેમ બીજા અનેક વિષયોમાં સમયે સમયે નવા નવા વાદને જન્મ થયું છે અને થયા પણ કરશે.
સત્યનું સંપૂર્ણ દર્શન સાધારણ રીતે થતું નથી. અને સત્યના આશિક દશર્નને પૂર્ણ દર્શન માની લેવાની ઉતાવળ સહજ રીતે
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદો / ૫ થાય છે. દરેક વસ્તુ કે પદાર્થના અનેક ગુણદોષ કે ધર્મો હેય છે. તેમાંથી કેટલાકને અમુક જ જણાય છે અને બીજા કેટલાકને એથી તદ્દન જુદા જ જણાય છે. એક દષ્ટિકોણથી જોનારનું દર્શન બીજા દૃષ્ટિકોણથી જોનારના દર્શન કરતાં તદ્દન ભિન કે વિપરીત હાઈ શકે છે અને બંને પોતપોતાની મર્યાદિત રીતે સાચા હોઈ શકે છે. પરંતુ આ આંશિક સત્યના દર્શનમાંથી જ્યારે મહાગ્રહ થાય છે ત્યારે તેમાંથી વાદ જન્મે છે ને એમ થાય છે ત્યારે કેટલીક વાર બીજાના દર્શનને ખોટું ઠરાવવાને સભાન સહેતુક પ્રયત્ન થાય છે. આથી જ કહેવાય છે કે વાદ રાગ અને દ્વેષની વૃદ્ધિ કરનાર છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે રસ વાવે પરસ્પરવિરુદ્ધ વાદો વરચે વૈર વધે છે, સંઘર્ષ થાય છે. (વા વા વર્ષતે વૈરઢિ), ક્યારેક યુદ્ધો પણ થયાં છે. સંસારનું સ્વરૂપ જ એવું છે કે વાદ, વાડા, પંથ, સંપ્રદાય વગેરેને ક્યારેય સર્વથા ઉરછેદ થઈ શકશે નહિ.
ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે તેમ વ્યાકરણ અને ન્યાય, વેગ અને અધ્યાત્મ, સાહિત્ય અને વિજ્ઞાન, જ્યોતિષ અને આયુર્વેદ, રાજ્યનીતિ અને અર્થનીતિ વગેરેનાં ક્ષેત્રમાં પણ પ્રાચીન ભારતમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ કે વાદે પ્રચલિત હતાં. જેમ કે, જે વાદ એમ માને છે કે કોઈ પણ ક્રિયાનું કંઈ પણ ફળ નથી તે વાદ અફલવાદ છે. જે વાદ એમ માને છે કે પાપ, પુણ્ય વગેરે ક્રિયાઓ જીવ પોતે નથી કરતે તે વાદ અકારકવાદ છે. જે વાદ એમ માને છે કે માત્ર પાંચ મહાભૂતે જ છે અને આત્મા જેવું કંઈ નથી તે પંચમહાભૂતવાદ છે. તે એમ માને છે કે બેલવું, ચાલવું, ખાવું, દડવું, વગેરે ક્રિયાઓ આ પંચમહાભૂતે જ કરે છે. જે વાદ માને છે કે આ પંચમહાભૂત એકત્ર થાય છે અને તેમાં તે ઉપરાંત એક જુદી ચેતનશક્તિ ઉત્પન્ન થાય છે અને તે શરીર પાસે બધી ક્રિયાઓ કરાવે છે અને તે શક્તિ પંચમહાભૂતથી ભિન્ન નથી, અને પંચમહાભૂત સાથે તે શક્તિ પણ નાશ પામે છે તે વાદ તજજીવતરછરીરવાદ છે. જે વાદ
Page #15
--------------------------------------------------------------------------
________________
૬ / પડિલેહા
એમ માને છે કે પંચમહાભૂતો ઉપરાંત છઠ્ઠો આત્મા છે તે વાદ આત્મષષ્ઠવાદ છે. જે વાદ એમ માને છે ક્રિયા અને ક્રિયાનું ફળ પણ છે એ વાદ ક્રિયાવાદ છે. જે વાદ એમ માને છે કે ઘડે, ડીંકર', ઈંટ વગેરેમાં જેમ એક જ માટી અનેકરૂપે દેખાય છે તેમ મનુષ્ય, પશુપક્ષી, વૃક્ષા વગેરે રૂપે દેખાતું વિશ્વ તે એક આત્મરૂપ જ છે તે વાદ એકાન્તવાદ છે. જે વાદ એમ માને છે કે ઇન્દ્રિયસુખાના પૂર્ણ ભેગથી આ જગતમાં જ આત્મા નિર્વાણુ પામી શકે છે તે વાદ દષ્ટધર્માં નિર્વાણુવાદ છે. જે વાદ એમ માને છે કે જગત શાશ્વત છે અને આત્મા પણ શાશ્વત છે તે શાશ્વતવાદ છે. જે વાદ એમ માને છે કે મૃત્યુ પછી આત્મા જુદી જુદી દશાને પામે છે તે વાદ ઉદ્ધૃમાધનિકવાદ છે. જે વાદ એમ માને છે કે કાઈપણ કારણ વગર જગત અને આત્માની ઉત્પત્તિ થયેલી છે તે વાદ અધિત્યસમુત્પન્નવાદ છે.
આમ, ઈશ્વરવાદ, આત્મવાદ. અજ્ઞાનવાદ, પુરુષવાદ, કાલવાદ, સ્વભાવવાદ, યદચ્છાવાદ, જાતિવાદ, વિશેષવાદ, ક્રિયાવાદ, અક્રિયાવાદ, શાશ્વતવાદ, અશાશ્વતવાદ, એકાત્મવાદ, અનૈકયવાદ, સત્કા વાદ, અસત્કાર્ય વાદ, આસ્તિકવાદ, નાસ્તિકવાદ, માયાવાદ, મિથ્યાવાદ, કારણવાદ, કૃતવાદ, નિયતિવાદ, અવક્તવ્યવાદ, લેાકવાદ, લાકાતિકવાદ, અફલવાદ, સ્થિતિવાદ, દૃષ્ટિવાદ, દૃષ્ટવાદ, કર્મવાદ, વિનયવાદ, વિક્ષેપવાદ, વિનાશવાદ, અકારવાદ, અભેદવાદ, ભૃતવાદ, પાંચમહાભૂતિકવાદ, ચાર્વાકવાદ, તજજીવતછરીરવાદ, આત્મષšવાદ, સિદ્ધિવાદ, સ્થાનવાદ, અપેાહવાદ, જ્ઞાનવાદ, દૈવતવાદ, પ્રત્યસમુત્પાદવાદ, અનાત્મવાદ, ક્ષણિકવાદ, સર્વાસ્તિવાદ, શૂન્યવાદ, વિભયવાદ, સ્યાદવાદ, અનેકાન્તવાદ, કેવલાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, પ્રકૃતિવાદ, પ્રારબ્ધવાદ, અન્યાન્યવાદ, અજ્ઞેયવાદ, ચાતુર્યામસ`વરવાદ, વિધિવાદ, નયવાદ, ચૈત્યવાદ, ગણુધરવાદ, નિદ્ભવવાદ, સ્થવિરવાદ, વિજ્ઞાનવાદ, અધિત્યસમુત્પન્નવાદ, સુખદુઃખવાદ, આનંદવાદ, તાત્પ વાદ, અનુમિતિવાદ, રસવાદ, ધ્વનિવાદ,
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદે / 9 અભિધાવાદ, દીર્ધ અભિધાવાદ, લક્ષણવાદ, અલંકારવાદ, ચમત્કારવાદ, અભિહિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ, ફેટવાદ, રીતિવાદ, ચિત્યવાદ, વક્તિવાદ, ગુણવાદ, શબ્દાર્થવાદ, અખંડાઈવાદ, ધાતુવાદ, વગેરે સંખ્યાબંધ વાદેનાં નામ પ્રાચીન ધર્મગ્રંથમાં, વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ગ્રંથમાં, ન્યાય અને તર્ક શાસ્ત્રના ગ્રંથમાં, વેગ,
તિષ, આયુર્વેદ વગેરેના ગ્રંથમાં આપણને જોવા મળે છે. આ બધા વાદે પરથી પ્રાચીન ભારતમાં બેંદ્ધિક વિકાસ કેટલી ઉચ્ચ કાટિ સુધી પહોંચ્યો હશે તેને આપણને ખ્યાલ આવે છે, કારણ કે પિતાને વાદ પ્રસ્થાપિત કરવો એ સહેલી વાત નથી. આ વિદેશમાં કેટલાક વદે એટલા સૂમ, ગહન અને જટિલ છે કે સામાન્ય માણસનો તે એમાં ચંચુપાત પણ ન થઈ શકે.
પ્રાચીન સમયમાં ભારતમાં એવી પણ પ્રથા હતી કે પરસ્પર વિરુદ્ધ એવા વદમાં કેને વાદ વધારે સાચે છે અથવા ઊંચે છે તે નક્કી કરવા માટે સભાઓ યોજાતી. કેટલીકવાર એવી સભાઓ રાજ્યાશ્રયે જતી. પરંતુ રાજા પક્ષપાતી અને ગુણષી ન હોય તે જ તેવી સભાઓ સફળ થતી, નહિં તે વિદ્વાનોને અન્યાય થત કે ખોટી સજા થતી. એટલા માટે કહેવાતું કે યથાર્થવાદે વિદુષી અયસ્ક ન ગુuદ્ભવી રાની | તેમાં પરસ્પરવિરુદ્ધ વાદવાળા વાદીઓ અને એના શિષ્યો સામસામા બેસીને વાદયુદ્ધ કરતા. જે વાદી પોતે એમાં હારી જાય તે પોતાના શિષ્ય સાથે સામા પક્ષના વાદીને શિષ્ય બની જતા. ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર ગણધરો ભગવાન મહાવીર સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા, પણ અંતે પરાજિત થઈ ભગવાન મહાવીરના શિષ્ય બની ગયા.
પરસ્પરભિન્ન મતવાળી વ્યકિતઓ વચ્ચે પ્રામાણિકપણે, નિષ્ઠાપૂર્વક, કેવળ સત્યની ગષણ માટે જ વાદ થતું ત્યારે તેની ફલકૃતિ ઘણી મટી રહેતી. પરંતુ વાદ જ્યારે બીજાને યેનકેન પ્રકારેણ પરાજિત કરવાના આશયથી જ જાતે ત્યારે તે વિકૃત સ્વરૂપ
Page #17
--------------------------------------------------------------------------
________________
૮ | પડિલેહ ધારણ કરતે અને તે વિવાદ વિતંડાવાદ, શુષ્કવાદ તરીકે ઓળખાતું.
નારદભકિતસૂત્ર માં એટલા માટે કહ્યું છે કે વો નાવસ્થા “સ્થાનાંગસૂત્ર” માં બતાવ્યું છે કે વાદસભાઓમાં જે વાદ થાય છે તેમાં કેટલીકવાર વાદીઓ અધ્યક્ષની ભક્તિ કરીને, અધ્યક્ષને પક્ષપાતી બનાવીને જીતી જાય છે, તો કેટલીકવાર અધ્યક્ષ અથવા પ્રતિવાદીને પિતાના શારીરિક બળ વડે ડરાવીને જીતી જાય છે. નબળા મનના માણસોને વાદીઓ પોતાના મત માટે કેવી રીતે સમજાવી જાય છે તેના ઉદાહરણ તરીકે એક પ્રસંગ ટાંકવામાં આવ્યો છે કે એક ગામમાં કેટલાક ધાર્મિક માણસે પ્રાર્થના કરતા હતા. ત્યાં કોઈ વેદાન્તીએ. આવીને કહ્યું “sé sÉને જાપ કરો. એટલે તેઓ બિચારા તે પ્રમાણે જપ કરવા લાગ્યા. થોડી વારે ભક્તિ સંપ્રદાયના હિમાયતીએ આવીને કહ્યું “રાગ રાગદં'ને જપ કરે એટલે તેઓ તેમ કરવા લાગ્યા. થોડી વારે પાછો વેદાન્તી આવ્યો. તેણે “સાડાં સાસણs૬ ને જપ કરવા સમજાવ્યું એટલે તેઓ તેમ કરવા લાગ્યા. ત્યાં પાછો ભક્ત વિદ્વાન આવ્યો. એણે સમજાવ્યું રાસરાસાદું વાસા =હું'ને જપ કરો. આમ ભક્ત અને વેદાન્તી પિતાપિતાને વાદમાં ગામના સાધારણ ધાર્મિક માણસને યુક્તિપૂર્વક ખેંચવાને પ્રયત્ન કરવા લાગ્યા હતા.
વાદ કરવા માટે સમકક્ષ વ્યકિત જ ગ્ય ગણતી. ઋવેદમાં કહ્યું છે કે ઘડાની સ્પર્ધા ઘેડા સાથે જ કરાવવી જોઈએ, ગધેડાં સાથે નહિ. (નાગવાનિના વાનિનાં હાસત્તિ, ન મા પુ શ્વાન્તિ ) તેવી રીતે વ્યવહારમાં પણ સમાન વ્યક્તિઓ વચ્ચે જ વાદ-વિવાદ શેભે. નિશીથભાષ્યમાં કહ્યું છે કે “૩૪ વિવET ઋતમુહિં !” કૃતમુખ એટલે કે સમર્થ વિદ્વાને સાથે વિવાદ ન કરવો જોઈએ. પિતાનું કે અન્યનું ગૌરવ સાચવવા માટે, વિવેક અને ઔચિત્ય જળવાય એ માટે, વિસંવાદ કે સંઘર્ષ ન જન્મે એ માટે, કેઈને અન્યાય ન થાય કે નીચાજોણું ન થાય એ માટે કેટલીક વ્યક્તિઓ
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદો / ૯
સાથે વિવાદ ન કરવા માટે આપણા શાસ્ત્રકારોએ જણાવ્યું છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે :
ૠસ્થિળ-પુરે હિતાવાય-માતુસ્રાતિથિ-સંશ્રિત ઃ । વાદાતરવય-જ્ઞાતિ-સન્ધિ-વાન્ધવે || मातापिताभ्यां जामिभिर्भात्रा पुत्रेण भार्यया । दुहित्रा दास वर्गेण विवादं ना समाचरेत् ॥
ઋત્વિજ, પુરાતિ, આચાર્ય, મામા, અતિથિ, પેાતાના આશ્રિત, બાળક, વૃદ્ધ, રાગી, વૈદ્ય, જ્ઞાતિ (પિતૃપક્ષનાં સ્વજને!), સંબંધી (જમાઈ, સાળા, બનેવી વગેરે), બાંધવ, માતાપિતા, ભાઈડેન, પુત્ર, પુત્રી, પત્ની, નાકરચાકર વગેરે સાથે વિવાદ ન કરવા].
પ્રાચીન ભારતમાં વાદવિવાદ કરવાની પણ એક પ્રકારની આવડત ગણાતી. પેાતાના વાદનું સમઈન કઈ કઈ દલીલાથી કરવું અને સામેના વાદીની લીલાનુ ખંડન કઈ કઈ દલીલાથી કરવું તે માટે પેતાના વાદના સામર્થ્ય ઉપરાંત અત્યંત ઉચ્ચ તર્ક પટુતા અને કુશાગ્ર બુદ્ધિની જરૂર રહેતી. જેએ વાદ કરવામાં વિજય મેળવતા તેને ‘ વાદી 'નું બિરુદ આપવામાં આવતું. વાદ કરવામાં મલ્લ જેવા હાય તેને · મલ્લવાદી 'નું બિરુદ આપવામાં આવતું. વાદીએમાં વેતાળ જેવા હોય તેને “ વાદીવેતાળ 'નું બિરુદ આપવામાં આવતું. એવી રીતે ' વાદીચંદ્ર', ' વાદીસિંહ ', ' વાદીભૂષણ ',
6
6
:
વાદીરાજ ’, ‘ વાદીશ્વર ’, · વાદીન્દ્ર ', વગેરે બિરુદો પણ આપવામાં આવતાં. જેમ જાહેર સભાએમાં તેમ ગ્રન્થેામાં પણ પેાતાના
'
વાદનું મંડન અને અન્ય વાદ કે વાદીનું ખંડન કરવામાં આવતું અને એવા ગ્રંથા પણ એના કર્તાની અપ્રતિમ બુદ્ધિ અને તર્ક શકિતના
C
"
(
નમૂનારૂપ ગણાતા.
વાદવિધ ', દ્વાદશાર નયચક્ર’ વાદકથા ', વાદકુતૂહલ ’, ‘વાધ્ય’થ’, ‘વાદતર ગિણી’, ‘ વાદ-નક્ષત્રમાલિકા’ ‘વાદન
ક્ષત્રમાલાસૂર્યોદય ', ‘ વાદપરચ્છેદ ', ‘ વાદમ’જરી ', ‘વાદમઢાવ,
'
:
વાદાટક ', વાદરત્નાવલી ’, વાદસંગ્રહ',
'વાદસુધારક ’,
.6
↓
C
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦ | પડિલેહ
વાદાર્થ', “વાદાવલી', વગેર ગ્રંથે જુદા જુદા વિદેના ખંડનમંડન વિશે લખાયેલા છે. આ બધા ગ્રંથમાં મલ્લવદીરિકૃત “કાદશાર નયચક્ર' ઘણે સમર્થ ગ્રંથ છે, જેમાં ગાડાના પૈડાના બાર આરાની જેમ બાર જુદા જુદા વાદની એવી રીતે ગોઠવણ કરી છે કે પહેલા વાદનું ખંડન બીજે વાદ કરે, બીજાનું ત્રીજે કરે અને એ રીતે છેલ્લા વાદનું ખંડન પહેલાં વાદમાં આવી જાય અને એ બધા વાદેને અનેકાન્તવાદમાં સમાવી લેવામાં આવ્યા હેય.
ઠેઠ વેદકાળમાં પણ કાલવાદ, સ્વભાવવાદ, ઉદ્યમવાદ, કર્મવાદ, નિયતિવાદ વગેરે વિવિધ પ્રકારના વાદ પ્રચલિત હોવાના નિર્દેશ મળે છે. દેવો અને અસુરો વચ્ચે સંઘર્ષ, મેલી વિદ્યાઓ, યજ્ઞ અને તેમાં પશુઓના બલિદાનથી સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ માટે નિશ્ચિત. થયેલા વિવિધ ક્રિયાકાંડો કે વિધિવિધાને વગેરે વિશે તે સમયે જે વિવિધ વાદે પ્રચલિત હતા તેને પરિણામે આચાર અને વિચાર વરચે ઘણી અરાજક્તા પ્રવર્તતી હતી.
ઉપનિષદમાં જે તત્વવિચારણા થઈ છે, તેમાં એક મહત્ત્વને પ્રશ્ન છે : જગતનું મૂળ કારણ શું? પાણી? વાયુ? આકાશ? પ્રાણ? મૃત્યુ? અંડ? સત્ ? અસતું ? પ્રજાપતિ? આત્મા? અમૂર્ત પુરુષ ? ઈશ્વર? આ પ્રશ્રની શોધમાં જલવાદ, વાયુવાદ, ઈશ્વરવાદ, પુરુષવાદ, આત્મવાદ વગેરે વિવિધ વાદને જન્મ થયો હતો. શ્વેતાશ્વતર ઉપનિષદ, મૈત્રાયણી ઉપનિષદ વગેરેમાં આ ઉપરાંત તે સમયે પ્રવર્તતા વિવિધ પાખંડી અને ભ્રામક વાદેને પણ ઉલ્લેખ છે. કાલ, સ્વભાવ, નિયતિ, યદરછા, મહાભૂત, પુરુષ, ઈશ્વર વગેરેમાં માનતા વિવિધ વાદોની ચર્ચા તેમાં કરવામાં આવી છે.
સાંખ્યવાદીઓએ પિતાનાથી ભિન્ન એવાં બ્રહ્મતંત્ર, પુરુષતંત્ર, શક્તિતંત્ર. નિયતિતંત્ર, કાલતંત્ર, ગુણતંત્ર અક્ષરતંત્ર, પ્રાણતંત્ર, કર્યતંત્ર, જ્ઞાનતંત્ર, ક્રિયાતંત્ર, માયાતંત્ર વગેરે ૩૨ તંત્રો અર્થાત બત્રીસ જુદા જુદા વાદને નિર્દેશ “પુષ્ટિતંત્ર' નામના ગ્રંથમાં કર્યો છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદે / ૧૧
વૈદિક અથવા બ્રાહ્મણુ પરંપરામાં ઉત્તરકાળમાં જગત, ઈશ્વર, ચિત્, અચિત્, સુખદુ:ખ, કર્મ, જ્ઞાન, આનંદ, અવિદ્યા વગેરેનાં સ્વરૂપ અને ધર્મ વિશેના મતમતાંતરમાંથી જે વિવિધ માન્યતાએ જન્મી અને એના પુરસ્કર્તાએ એના જે પ્રચાર કર્યા તેને પરિણામે સાંખ્ય, યેાગ, ન્યાય, વૈશેષિક મીમાંસા અને વેદાંત એ છ દર્શાના પ્રચારમાં આવ્યાં, એમાંથી શૈવદર્શન, નકુલીશપાશુપતદન, પૂ`પ્રજ્ઞદન, પ્રત્યભિનંદન રસેશ્વરદર્શીન, ઔલુકયદર્શન, અક્ષપાદન, જૈમિનીદર્શીન, પાણિનીદર્શન, સાંખ્યદર્શન, પાતંજલદર્શન, રામાનુજન, શાંકરદર્શન વગેરે દના, વાદા પ્રચલિત બન્યાં.
ભગવાન મહાવીરની પૂર્વે ભગવાન પાર્શ્વનાથના સમયમાં નિ થ કામણે! તે સમયના જૈન ધર્મ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર મહાવ્રતામાં માનતા હતા. તેની આ માન્યતા ચાતુર્યામસવરવાદ તરીકે ઓળખવામાં આવતી હતી.
ભગવાન મહાવીરે ચાર મહાવ્રતાને છૂટાં પાડી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતાના ઉપદેશ આપ્યો. જૈન ધર્મમાં પણ તદુપરાંત શ્વેતાંબર અને દિગમ્બર એવા બે મહત્ત્વના વાદે ઊભા થયા અને તેની સાથે બીજી કેટલીક બાબતાના મતભેદેશને કારણે ખીન્ન પેટા વાદા પણુ વધ્યા હતા. અલબત્ત, ભગવાન મહાવીરે પ્રખાયેલ સ્યાદ્વાદે અથવા અનેકાન્તવાદે પોતાનામાં ઘણા વાદેને સમાવી લીધા અને સંઘર્ષ ટાળ્યા.
બૌદ્ધ ગ્રંથ દીનિકાય'ના બ્રહ્મજાલ સૂત્રમાં નિર્દેશ છે તે પ્રમાણે ભગવાન બુદ્ધના સમયમાં ૬૬ અબૌદ્ધવાદે પ્રચલિત હતા. તેમાં આત્મા અને જગત નિત્ય છે એમ માનનારા શાતાવાદીઓમાં ચાર જુદા જુદા વાદ હતા. અશાશ્વતવાદીઓમાં પણ ચાર જુદા જુદા વાદ હતા. જગત નિત્ય છે કે અનિત્ય એ વિશે મતભેદવાળાં અતાતિકામાં પણ ચાર જુદા જુદા વાદ હતા. કાઈ પ્રશ્નના સીધા જવાબ ન આપનારા અમરાવિકએપિકામાં પણ ચાર જુદા જુદા વાદ હતા. કારણ વગર આત્મા
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨ | પડિલેહા અને જગતની ઉત્પત્તિ માનનાર અધિરિયસમુપ્પનિકોમાં બે જુદા જુદા વાદ હતા. મૃત્યુ બાદ આત્મા કઈ દશા પામે છે એ વિશે જુદે જુદે મત ધરાવનાર ઉમાધનિકમાં ૩૨ જુદા જુદા વાદે હતા. મૃત્યુ બાદ આત્મા નાશ પામે છે એમ માનનારા ઉઠેદવાદીઓમાં સાત જુદા જુદા વાદ હતા. ઈન્દ્રિયનું સુખ ભોગવતાં આ જન્મમાં જ આત્મા નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે એમ માનનારા દષ્ટધર્મનિર્વાણવાદીઓમાં પાંચ જુદા જુદા વાદે હતા.
બૌદ્ધધર્મ કર્મ અને પુનર્જન્મમાં માને છે અને છતાં આત્મામાં માનો નથી. અનાત્મવાદ, ક્ષણભંગવાદ, શુન્યવાદ, એ બૌદ્ધ ધર્મની વિશિષ્ટ વિચારસરણી છે. બૌદ્ધ ધર્મ એમ માને છે કે આત્મા નામને કઈ પદાર્થ સ્વભાવતઃ નથી. આત્માનું સ્વતંત્ર કઈ અસ્તિત્વ નથી. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એ પાંચ ધર્મો અથવા સર્કને સમુદાય છે. જેમ રથ નામને કઈ સ્વતંત્ર પદાર્થ નથી, પરંતુ રથગા-રથના જુદા જુદા ભાગેને સમુદાય થાય છે ત્યારે રથ નામની આકૃતિ થાય છે. તેવી રીતે માત્ર પાંચ કોને સમુદાય થાય છે. બીજો દર્શને જેને આત્મા કહે છે તેવા નિત્ય આત્મામાં બૌદ્ધ ધર્મ માનતો નથી. આ પાંચ સ્કંધ ક્ષણિક , દુઃખકારક છે અને અનાત્મ છે. આ બૌદ્ધ ધર્મને અનાત્મવાદ છે. પ્રતીત્યસમુત્પાદવાદ, ક્ષણભંગવાદ, શુન્યવાદ, સર્વાસ્તિવાદ, વિજ્ઞાનવાદ, સત્રાતિકવાદ, ચૈત્યવાદ, ગોકુલકવાદ, વિભજિયવાદ, એવા અઢાર જુદા જુદા વાદે બૌદ્ધ દર્શને માં જોવા
| શ્રમણ પરંપરામાં ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ બે મમ્હા-વિભૂતિઓ ઉપરાંત નીચેના પાંચ શ્રમણ આચાર્યો પોતપોતાના વાદ માટે પ્રાચીન ભારતમાં સુપ્રસિદ્ધ હતાઃ (૧) પુરણ કાશ્યપ (૨) પકુધ કરચાયન (૩) અજિત કેશકુંબલી, (૪) સંજય બેલડીપુત્ર અને (૫) મખલિ ગોશાલક.
ભગવાન બુદ્ધને સમકાલીન પૂરણ કાશ્યપ નામને નગ્ન તપસ્વી
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદ / ૧૩ એમ માનતા હતા કે પુય કે પાપ જેવું કશું નથી. એ એમ કહેતા કે કેઈએ પ્રાણુને વધ કર્યો હોય, ચોરી કરી હેય, ધાડ પાડી હાય, જૂઠું બે હોય કે વ્યભિચાર કર્યો હોય, તે પણ તેને પાપ લાગતું નથી. પવિત્ર મનાતી ગંગા નદીના દક્ષિણ કિનારે કોઈ મારામારી કરે કે બીજાને ત્રાસ આપે તે પણ તેને પાપ લાગતું નથી અને ગંગા નદીના ઉત્તર કિનારે જઈ દાન આપે, યજ્ઞ કરે, સત્ય બેલે, ત૫ કરે છે તેથી તેને પુણ્ય પ્રાપ્ત થતું નથી. પોતે કંઈ પણ કરે કે કરાવે તેથી પાપ કે પુણ્ય કશું થતું નથી.
પૂરણ કામ્પયને આ મત અક્રિયાવાદ તરીકે અથવા અકારકવાદ તરીકે ઓળખાય છે.
પકુપ કયાયન એમ માનતા હતા કે આ સૃષ્ટિ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સુખ, દુઃખ અને જીવ એ સાત પદાર્થોની બનેલી છે. આ પદાર્થોને કોઈપણ કારણથી કયારેય વિનાશ થતું નથી. આ પદાર્થ હાલતા નથી, બદલાતા નથી, એક બીજાને સુખ કે દુઃખ આપી શકતા નથી. એ પદાર્થો કોઈના નિર્માણ કરેલા કે દર્શાવેલા નથી. એ પદાર્થો વંધ્ય, કૂટસ્થ અને નગરદ્વારના સ્તંભની જેમ અચલ છે. એટલે એ પદાર્થોને મારનાર, મરાવનાર, કહેનાર, સાંભળનાર, જાણનાર કે વર્ણન કરનાર કેઈ નથી. કેઈ માણસ તીક્ષ્ણ શસ્ત્ર વડે કાઈનું માથું કાપે તેથી તે તેને જીવ લે છે એમ ન કહી શકાય, કારણ કે એ તીણ શસ્ત્ર માત્ર એ સાત પદાર્થ વચ્ચે રહેલા અવકાશમાં પ્રવેશ કર્યો છે એમ કહી શકાય. પકુધ કરયાયનના આ વાદને અ ન્યવાદ અથવા અનેકયવાદ કહેવામાં આવે છે.
અજિત કેશકુંબલી ભૂતવાદને પુરસ્કર્તા હતા. તે એમ કહે કે કે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર ધાતુ અથવા ભૂતને મનુષ્ય બને છે. જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે પૃથ્વી ધાતુ પૃથ્વીમાં, પાણી પાણીમાં, તેજ તેજમાં અને વાયુ વાયુમાં ભળી જાય છે અને ઇન્ડિયા આકાશમાં જાય છે. મરેલા માણસને ચાર પુરુષે ઠાઠડીમાં નાખી સ્મશાનમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪ | પડિલેહા લઈ જઈ બાળી નાંખે છે અને ત્યાં તેનાં હાડકાં પડી રહે છે. તેણે દાન, યજ્ઞ, કે બીજી જે કંઈ ક્રિયા કરી હોય તેનું છેવટનું પરિણામ આ રાખ અને હાડકાં છે. માટે દાન, હેમ વગેરે મૂખ માણસે
ધી કાઢેલી નિરર્થક ક્રિયાઓ છે. સારાં ખોટાં કર્મનું ફળ જેવું કશું નથી કે આ લેક, પરલક, દેવદેવીઓ વગેરે જેવું પણ કશું નથી. મૃત્યુ પામ્યા પછી ડાહ્યા અને મૂર્ખ બધાને ઉકેદ થાય છે. અને તેમનું કશું જ બચતું નથી. જે કેઈ અસ્તિવાદની વાત કરે છે તે બધા જૂઠા માણસે છે.
અજિત કેશકુંબલીના આ ભૂતવાદને ઉછેદવાદ અથવા નાસ્તિકવાદ પણ કહેવામાં આવે છે. તે ચાર્વાકના મતને પુરસ્કર્તા હશે એમ મનાય છે, છતાં એ આત્મવાદી શ્રમણ હતો. અલબત્ત આત્મા વિશેની તેની કલ્પના આ જીવનપૂરતી મર્યાદિત હતી.
સંજય બેલડીપુત્ર વિક્ષેપવાદી કહેવાત. તે એમ કહે કે પરલક છે એવું પણ નથી અને પરલેક નથી એવું પણ નથી. કર્મનાં ફળ હોય છે એવું પણ નથી અને કર્મના ફળ નથી એવું પણ નથી. તેના આ વિક્ષેપવાદને અજ્ઞાનવાદ તરીકે ઓળખાવવામાં આવે છે.
ભગવાન મહાવીરને સમકાલીન મખલિ ગોશાલક આજીવક સંપ્રદાયને સંસ્થાપક હતે. એને વાદ નિયતિવાદ તરીકે અથવા સંસારદ્ધિવાદ તરીકે ઓળખાતું હતું. તે એમ માનતા હો કે માણસમાં સારું અથવા ખોટું કરવાનું કંઈ પણ બળ, વીર્ય અથવા પરાક્રમ નથી. પ્રાણીઓની અપવિત્રતાનું કંઈ પણ કારણ નથી. કંઈ પણ કારણ વગર પ્રાણીઓ શુદ્ધ અને પવિત્ર થાય છે, આ સંસારમાં સુખદુઃખ પરિમિત અને નિયત છે. તેમાં કંઈ પણ ફેરફાર કરાવી શકાય એમ નથી, બધું નિયતિ પ્રમાણે બન્યા કરે છે. નિયતિને કારણે જ છે જન્મે છે, જુદી જુદી અવસ્થાઓ ભેગવે છે અને શરીરથી વિખૂટા પડે છે, મૃત્યુ પામે છે.
પ્રાચીન સમયના જે બધા વાદ પ્રચલિત હતા તે બધા વિશે
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદ | ૧૫ સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ નથી. પરંતુ ભિન્નભિન્ન ગ્રંથમાં જે છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે તે ઉપરથી આપણને તે વિશે કેટલીક માહિતી મળે છે. કેટલાક વાદનાં તે માત્ર નામનિર્દેશ મળે છે. એ વાદ શું કહેવા માગે છે અને તેના સ્થાપક અને પુરસ્કર્તા કોણ હતા તેની વિશેષ માહિતી મળતી નથી.
સૂત્રકૃતગ, આચારાંગ, ભગવતીસૂત્ર, નંદિસૂત્ર ઇત્યાદિ જૈન આગમગ્રંથોમાં જુદા જુદા વાદને ઉલેખ થયેલો છે. એ સમયે એવા ભિન્નભિન્ન ૩૬૩ વાદો પ્રચલિત હતા એવો નિર્દેશ મળે છે. આ બધા વાદેનું ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ એમ ચાર મુખ્ય વાદમાં વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે અને એમાં ૧૮૦ ક્રિયાવાદ, ૮૪ અક્રિયાવાદ ૭, અજ્ઞાનવાદ અને રવિનયવાદ ગણાવવામાં અ વ્યા છે જે બધા મળીને ૩૬૩ જેટલા થયા છે. આ જુદા જુવા વાદના પુરસ્કર્તાઓ કોણ કોણ હતા તેનાં કેટલાંક નામ નોંધાયેલાં છે, જેમકે કૌતકલ, કાંડેવિદ્ધિ, કૌશિક, હરિસ્મથુ, માંછયિક, રોમસ, હારિત, મુંડ, અશ્વલાયન વગેરે ક્રિયાવાદીઓ હતા. મરીચ, કુમાર, કપિલ, ઉલ્ક, ગાર્ગ્યુ, વ્યાધ્રભૂતિ, વાધ્વલિ, મઠર, મૈદંગલાયન વગેરે અયિાવાદીઓ હતા, કલ્ય, વાત્કલ, કૌષમિ, નારાયણ, માધ્યદિન, મદ, પિગ્લાદે, બાદરાયણ, આંબષ્ટિ, વસ, જૈમિની વગેરે અજ્ઞાનવાદીઓ હતા અને પારાશર જતુકણિ, વાલ્મીકિ, રોમષિી, સવદત્ત, વ્યાસ, એલાપુત્ર, ઔપમન્વય, ચંદ્રદત્ત વગેરે વિનયવાદીઓ હતા.
ક્રિયાવાદઃ જે વાદ એમ માને છે કે આત્મા ક્રિયા કરે છે અથવા અમુક ક્રિયા કરવાથી આત્મા બંધન પામે છે અને અમુક ક્રિયા કરીને તે બ ધનમાંથી મુક્તિ પામે છે તે ક્રિયાવાદ. તે વાદ કહે છે કે માણસ જે સુખ-દુઃખ પામે છે, શક કે પરિતાપ અનુભવે છે તે બધું તેનાં પિતાનાં કરેલાં કર્મનું ફળ છે. સંસાર શાશ્વત છે. જન્મમરણનું ચક્ર ચાલ્યા કરે છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરેને કારણે જીવ આ જન્મ-મરણના ચક્રમાંથી છૂટી શકતો નથી. પરંતુ જે જીવ પિતાનાં કર્મોને અંત લાવે
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬ | પડિલેહા
છે તે જીવ આ ચક્રમાંથી મુક્તિ પામે છે. કર્મો પિતાના આત્માને કેવી રીતે લાગે છે અને તેમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય એનું જ્ઞાન થાય અને એ માટે ભવ્ય પુરુષાર્થ આદરી છેવટે તેમાંથી જે મુક્ત થાય તે જીવ મોક્ષને અધિકારી બને છે અને તેને ફરીથી જન્મમરણના ચક્રમાં આવવાનું રહેતું નથી.
અક્રિયાવાદઃ જે વાદ આત્માના અસ્તિત્વમાં માનતો નથી, અથવા આત્માના અસ્તિત્વમાં માનવા છતાં આત્મા કંઈ ક્રિયા કરતા નથી, આત્મા કઈ ક્રિયાથી એટલે કે પાપપુણ્યથી લેપતે. નથી, માણસે પોતે કરેલાં કર્મો માટે અથવા એનાં ફળ માટે પોતે જવાબદાર નથી, ઈશ્વર જ માણસ પાસે સારાં કર્મ અથવા ખરાબ કર્મ કરાવે છે, આત્મા તે તદન નિષ્ક્રિય છે ઇત્યાદિ માને છે તેને અક્રિયાવાદ તરીકે ઓળખાવાવમાં આવે છે. ઈશ્વરવાદ, આત્મવાદ, નિયતિવાદ, સ્વભાવવાદ, યદરછાવાદ, કાલવાદ વગેરેને અક્રિયાવાદમાં સમાવેશ કરવામાં આવે છે.
અજ્ઞાનવાદ : આ વાદ એમ માને છે કે લેકવ્યવહાર એ જ સાચું પ્રમાણ છે, માટે એને અનુસરીને જ લેકેએ પિતાને વ્યવહાર ચલાવવું જોઈએ. વ્યવહાર ચલાવવા માટે શાસ્ત્રોની કંઈ જ જરૂર નથી. વળી, શાસ્ત્રોમાં પણ અંદર અંદર ઘણા વાદવિવાદ અને ઝઘડા છે, જેથી શાસ્ત્રોને આધારે કોઈ નિર્ણય થઈ શકતું નથી. શાસ્ત્રોના જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. શબ્દને જે અર્થ વ્યવહારમાં પ્રચલિત હોય તે માનીને જ વ્યવહાર ચલાવ જોઈએ, કારણ કે કોઈપણું શાસ્ત્રના આધાર પરથી શબ્દાર્થને નિર્ણય થઈ શકતું નથી. વસ્તુને તેના યથાર્થ સ્વરૂપમાં ક્યારેય સંપૂર્ણપણે જાણી શકાતું નથી. માટે તે જાણવાને વૃથા પ્રયત્ન કરવો ન જોઈએ.
વિનયવાદ: વિનય એટલે આચાર વિશેના નિયમેજે લેકે એમ માને છે કે આચારના કેટલાક નિયમો પાળવાથી શીલશુદ્ધિ થાય છે અને મેક્ષ કે નિર્વાણની પ્રાપ્તિ માટે આ શીલશુદ્ધિ જ પર્યાપ્ત છે તેઓ
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદે | ૧૭
વિનયવાદી કહેવાય છે. આ વાદ પ્રમાણે જે માણસ કાયાથી કંઈ પાપ ન કરે, કેઈને પીડા થાય તેવી વાણું ન બેલે અને મનમાં કંઈ પાપવૃત્તિ ન રાખે એવો સદાચારી પુરુષ “સંપન્નકુશલ” કહેવાય, એટલે કે એવો માણસ કરવાનું બધું કરી ચૂક્યો છે અને હવે એને કશું કરવાનું બાકી રહેતું નથી. આ વાદમાં માનવાવાળા આચાર ઉપર જ બધે ભાર મૂકી, જ્ઞાન તરફ દુર્લક્ષ કરતા. ભગવાન મહાવીરે અને ભગવાન બુદ્ધ આ વાદને વિરોધ કર્યો હતે ભગવાન બુદ્ધે કહ્યું હતું કે જે માત્ર મન, વચન અને કાયાથી કંઈ પાપ ન આચરે તે તે સપનકુશલ કહેવાય, તે પછી તરતનું જન્મેલું બાળક સંપન્નકુશલ કહેવાય કારણ કે એણે મન, વચન, કાયાથી હજુ કંઈ પાપ કર્યું નથી,
અયવાદ : પ્રાચીનકાળમાં એક એવો વર્ગ હતું કે જે પાપ, પુણ્ય, જીવ, આત્મા, જગત વગેરે વિશે અનુભવથી, તર્કથી કે દલીલથી કશે નિર્ણય કરવાને શક્તિમાન ન હોય ત્યારે, ખાસ કરીને બેટા પડવાના ભયે અથવા બીજા વાદીઓથી પરાજિત થવાના ભયે, કશો જ નિશ્ચિત ઉત્તર આપતા નહિ. તેઓ ગોળગોળ જવાબ આપતા અથવા એમ કહેતા કે “હું આમ પણ માનને નથી' અને “હું એમ પણ માનતા નથી.” અને “તમારી વાત સાચી છે એમ હું કહેતે નથી” અને “તમારી વાત ખોટી છે એમ પણ નથી કહેતે.” તેઓ પિતાને સ્વતંત્ર ભિન્ન અભિપ્રાય આપવાને પણ ઇન્કાર કરતા, પરંતુ પિતાને જુદે સ્વતંત્ર ભિન્નવાદ છે અને તે “અરેયવાદ” છે એમ તેઓ ભારપૂર્વક જણાવતા.
જેમ કેઈ પણ સમયે બને છે તેમ પ્રાચીન સમયમાં પણ ભારતમાં કેમાં વહેમ કે અંધશ્રદ્ધા ભરેલી કેટલીક માન્યતાઓ પ્રવર્તતી હતી. કેટલીક માન્યતાઓનાં મૂળ શાસ્ત્રોમાં કદાચ હોય, પરંતુ લેકજીવનમાં તે માન્યતાઓ વિકૃત કે અશુદ્ધ સ્વરૂપે દઢ થઈ હોય અને તેવી માન્યતાઓ ધરાવનારને એક વર્ગ જ્યારે ઊભો થાય અને એના પુરસ્કર્તાઓ નીકળી પડે ત્યારે તેવા વાદને લોકવાદ અથવા લેકચિંતા
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮ | પડિલેહ , તરીકે ઓળખાવવામાં આવે. પ્રાચીન સમયમાં અપુત્રની સદ્ગતિ થતી નથી, ગાયને મારનારની અથવા ગાયની અડફેટમાં આવી મૃત્યુ પામનારની સગતિ થતી નથી, કૂતરાં યમને જોઈ શકે છે વગેરે લેકમાન્યતાઓની ગણના લકવાદમાં થતી.
લેકવાદની જેમ સંશયવાદ, મિથ્યાવાદ વગેરે પણ સામાન્ય સંજ્ઞાઓ હતી. જે વાદે દરેક બાબતમાં સંશય કર્યા કરે, નિશ્ચિત બાબતમાં પણ સંશય કરે ત્યારે તેવા વાદની ગણના સંશયવાદમાં થતી. જે વાદ ખટે માર્ગે જઈ રહ્યા હોય એમ પિતાના મત પ્રમાણે લાગે ત્યારે તેવા વદને મિથ્યાવાદ તરીકે ઓળખાવવામાં આવતા. -
- “અષ્ટકપ્રકરણ'ના વાદાષ્ટકમાં જણાવ્યું છે તે પ્રમાણે તાવદર્દીઓ બધા વાદનું વગીકરણ ત્રણ પ્રકારના મુખ્ય વિભાગમાં કરતા: (૧) શુષ્કવાદ, (૨) વિવાદ, અને (૩) ધર્મવાદ.
शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः ।।
कीर्तितस्त्रिविधोवाद, इत्येवं तत्त्वदर्शिभिः ॥ જેમ ધર્મ અને તત્વજ્ઞાનના ક્ષેત્રે તેમ સાહિત્યના ક્ષેત્રે પણ ઘણું વાદે પ્રાચીન ભારતમાં પ્રવર્તતા હતા. જેમ ધર્મને વિશે તેમ સાહિત્યને વિશે કેટકેટલી પ્રક્રિયાઓનું નિરાકરણ સહેલાઈથી થતું નથી. કવિતા એટલે શું? શા માટે બધા જ લેકે કવિતા લખી શકતા નથી? કવિને કવિતા લખવાની પ્રેરણા ક્યાંથી, કયારે અને શા માટે મળે છે? બધી જ કવિતાઓ શા માટે એકસરખી નથી ? ઉત્તમ કવિઓને હાથે પણ શા માટે નિર્બળ કવિતાનું સર્જન થાય છે? ઉત્તમ કવિતાનું પ્રધાન લક્ષણ શું ? અલંકાર, ગુણ, રીતિ, ઔચિત્ય, વક્રોક્તિ, ધ્વનિ, રસ, રસધ્વનિ વગેરે તમાંથી કવિતામાં મહત્વનું તત્વ કર્યું અને શા માટે? કવિતાના સર્જનવ્યાપારમાં શું શું થાય છે? નાટક જોતી વખતે રસની અનુભૂતિ ભાવકને કેવી રીતે થાય? ઇત્યાદિ સંખ્યાબંધ પ્રશ્નો એવા છે કે જેના ઉત્તરમાંથી વિવિધ વાદોને જન્મ થાય છે. આપણું અલંકારશારામાં અલંકારવાદ, ગુણવાદ, રીતિવાદ,
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતમાં વાદે | ૧૯ ઔચિત્યવાદ, વક્રોક્તિવાદ, અનુમિતિવાદ, વનિવાદ, સવાદ વગેરે વાદ સુપ્રસિદ્ધ છે.
ભાષા અને વ્યાકરણના ક્ષેત્રે, શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? શબ્દને સંકેત ક્યાં લક્ષણોમાં સમજાયો? વર્ણ અને શબ્દને ક્રમ કયા નિયમને આધારે જાય છે? અને કયા નિયમને આધારે સમજાય છે? શબ્દને ચાલુ પ્રચલિત અર્થ કયારે અને શા માટે સમજાય છે? વગેરે પ્રશ્નોના જવાબ રૂપે ફેટવાદ, અભિધાવાદ, લક્ષણવાદ, વ્યંજનાવાદ, તાત્પર્યવાદ, અનુમાનવાદ, વ્યક્તિવાદ, જાતિવાદ, જાત્યાદિવાદ, જાતિવિશિષ્ટવ્યક્તિવાદ, અપેહવાદ, અભિહિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ વગેરે વાદ પ્રચલિત થયા હતા. વેગ અને અધ્યાત્મના ક્ષેત્રે અમુક પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ અને લબ્ધિઓ કેવી રીતે પ્રગટ થાય છે, અને ચિત્તની વિવિધ શક્તિઓ તેમાં કેવી રીતે કામ કરે છે એ પ્રશ્ન ગહન છે. યમ અને નિયમથી, ધારણાથી, ધ્યાનથી, જપથી, હગથી, રાજગથી એમ એક યા બીજા તત્વ ઉપર ભાર મૂકતાં તે તે વાદને જન્મ થયે છે.
અનેકાંતવાદ એ જૈન ધર્મને એક મહત્ત્વને વાદ અથવા સિદ્ધાંત છે. કોઈપણ વસ્તુના અનેક અંત એટલે કે ગુણધર્મ હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને, ગુણને, ગંતને પૂરી તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું જોઈએ. કોઈપણ વિજ્ય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઇત્યાદિને વધુમાં વધુ દૃષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતોથી અને વધુમાં વધુ ઊંડાણથી તપાસવાં અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી એવાં તને સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંતવાદ. સત્ય એક છે, પરંતુ તેનાં સ્વરૂપ અનંત હોઈ શકે છે. એ સ્વરૂપનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાન્તવાદ છે.
અનેકાન્તવાદ માટે પારિભાષિક શબ્દ છે સ્વાવાદ. સ્વાત એટલે કવચિત અર્થાત કેટલુંક. એટલે કે કેટલુંક જાણવા મળ્યું છે,
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦ | પડિલેહા
પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાન્તવાદ સિદ્ધાન્ત છે અને એ સિદ્ધાન્તને અમલમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સ્યાદવાદ અથવા સપ્તનય કે સપ્તભંગી છે. એને સમજવા માટે અંધહસ્તિન્યાયનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. સાત આંધળા માણસોએ પિતાના હાથ વડે સ્પર્શ કરીને હાથીને આકાર જાણવા પ્રયત્ન કર્યો અને દરેકને તે જુદા જુદા આકારને લાગ્યું. પરંતુ મહાવતે તેઓને હાથ વડે સ્પર્શ કરાવીને હાથીને આખા આકારને ખ્યાલ આવે. હાથીના ખંડદર્શનને બદલે એનું અખંડદર્શન કરાવનાર મહાવત તે સ્યાદવાદના અથવા અનેકાંતવાદના સ્થાને છે.
અનેકાન્તવાદ એટલે વિચારમાં પણ અહિંસા, કારણ કે અનેકાન્તવાદ એટલે વિરોધી પક્ષના મંતવ્યોની આદરપૂર્વક વિચારણા કરવી અને પિતાના પક્ષનાં મંતવ્યોની પણ પ્રામાણિકપણે, માધ્યસ્થભાવે, સત્યની જિજ્ઞાસાથી આલેચના કરવી અને મિથ્યાભિમાનને ત્યાગ કરી, પોતાની ભૂલ હોય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તને સમન્વય કરો.
ભગવાન મહાવીરે પરસ્પર વિરુદ્ધ એવા વિવિધ દાર્શનિક વાદોને સમન્વય કર્યો છે. ઉદા. એક બાજુ ઉપનિષદસંમત બ્રહ્મવાદ અને બીજી બાજુ અનાત્મવાદ કે ક્ષણિકવાદ એ બંનેને સમન્વય દ્રવ્યનય અને પર્યાયનયને સ્વીકાર કરીને કર્યો. તેવી જ રીતે વ્યવહાર અને નિશ્ચયનય એમ બંનેને સ્વીકાર કરી વ્યવહાર સત્ય અને પારમાર્થિક સત્યને સમન્વય કર્યો. આમ કરવામાં તેમની અહિંસા અને સત્યની ભાવના રહેલી છે. કેઈપણ વાદમાં રહેલા સત્યના નાના સરખા અંશની પણ ઉપેક્ષા ન થઈ જાય તે માટે અને વિસંવાદ તથા સંઘર્ષ દૂર કરવા માટે, પૂરી જાગૃતિ રાખવા માટે અનેકાન્તવાદ એ સૌથી સમર્થ વાદ છે, વાદશિરોમણિ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા.
ભારતીય સંસ્કૃતિએ એના સાચવેલા વારસામાં ભાષા અને સાહિત્યને વારસે પણ ઘણે મોટે અને મહત્ત્વને છે. વેદાદિ ગ્રંથની અને રામાયણ મહાભારત વગેરેની સંસ્કૃત ભાષા તે સૌથી અગત્યની છે, પરંતુ આપણું એ મોટું સદ્ભાગ્ય છે કે અઢી હજાર વર્ષ પૂર્વે લેકામાં બોલાતી પ્રાકૃત ભાષા પણ આપણી પાસે સચવાયેલી મળે છે, જે ભાષાવિકાસના ઇતિહાસ ઉપર મહત્વને પ્રકાશ પાડે છે. લેકભાષા પ્રાકૃતને આદર કરવાનું અને કેને તેઓ સમજી શકે એ માટે તેમની જ ભાષામાં ઉપદેશ આપવાનું કાર્ય ભગવાન મહાવીરે કર્યું અને પોતાના શિષ્યોને પણ તેમ કરવા જણાવ્યું. ભગવાન બુદ્દે પણ ત્યાર પછી લેકભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો. પરિણામે જૈન અને બૌદ્ધ ધર્મમાં આગ અને ત્રિપિટક ઉપરાંત પુષ્કળ સાહિત્ય પ્રાકૃત ભાષામાં મળે છે. પરંતુ સમય જતાં બૌદ્ધ ધર્મને પ્રભાવ ભારતમાં સાવ ઘટી ગયે, જ્યારે જૈન ધર્મની જીવંત પરંપરા આજ સુધી અખંડિત ચાલુ રહી. એથી અર્ધમાગધીના પ્રકારની પ્રાકૃત ભાષાના અભ્યાસ અને લેખનનું સાતત્ય જૈન સાધુઓ વગેરે દ્વારા ભારતમાં સતત જળવાઈ રહ્યું.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨ | પડિલેહા
પ્રાકૃત ભાષામાં ધર્મગ્રંથોના પ્રકારનું તે પુષ્કળ સાહિત્ય લખાયું છે. પરંતુ કવિતા, વાર્તા જેવા લલિત સાહિત્યનું પણ ઠીકઠીક સર્જન થયું છે. એવા ગ્રંથની રચનામાં પાદલિપ્તાચાર્ય, હરિભસૂરિ, વિમલસૂરિ, ઉદ્દદ્યતનસૂરિ, સિદ્ધર્ષિગણિ વગેરેએ મૂલ્યવાન ફાળો આપ્યો છે. પ્રાકૃત કથાઓના પ્રાચીન ગ્રંથોમાં બાણ ભટ્ટની “કાદંબરી'ની તેલ આવે, “કાદંબરીને મુકાબલે કરી શકે, બકે, કઈ કઈ બાબતમાં તે “કાદંબરી' કરતાં પણ અધિક ચડે એવી કૃતિ તે પ્રાકૃત મહાકથા કુવલયમાલા” છે.
પ્રાકૃત ભાષાના અનેરા આભૂષણ જેવા લગભગ ૧૩૦૦૦ લેક પ્રમાણ ગ્રંથશિરોમણિ “કુવલયમાલા'ની રચના વિક્રમના નવમા સૈકામાં, વિ.સં.૮૩૫માં શ્રી તત્વાચાર્યના શિષ્ય શ્રીઉદ્યોતનસૂરિએ કરી હતી. પરંતુ એક યા બીજા કારણે આ અપૂર્વ ગ્રંથને અભ્યાસ અન્ય પ્રાચીન જૈન કથાગ્રંથની સરખામણીમાં બહુ થયે હેાય એમ જણાતું નથી. આ ગ્રંથની બહુ હસ્તપ્રત તૈયાર થઈ હોય અથવા એના ઉપર કઈ ટીકાની રચના થઈ હોય એવું પણ જોવા મળતું નથી. પરંતુ બીજી બાજુ આ ગ્રંથ તદ્દન અપરિચિત રહ્યો હશે એવું પણ નથી. વિક્રમના અગિયારમા બારમા સૈકામાં નેમિચંદ્રસૂરિએ “આખ્યાનમણિશ'માં “કુવલયમાલા ની માયાદિત્યની કથાને નિર્દેશ કર્યો છે અને પ્રદેવસૂરિએ તેના ઉપર રચેલી વૃત્તિમાં માયાદિત્યની કથા સંક્ષેપમાં આપી છે. આ કથા “કુવલયમાલા 'ની કથાને આધારે આપવામાં આવી છે એમાં કંઈ સંશય નથી. એમાં કેટલીક પંક્તિઓ સીધેસીધી “કુવલયમાલા માંથી લીધેલી છે.*
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યના ગુરુ શ્રીદેવચંદ્રસૂરિએ પોતાની કૃતિ “સંતિનાચરિય માં “કુવલયમાલાના કર્તાની નીચે
* જુઓ પ્રાકૃત ટેકસ્ટ સાયટી તરફથી પ્રકાશિત થયેલ “આખ્યાન મણિશ” પૃ. ૨૧૮ થી ૨૫.
Page #32
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા | ૨૩ પ્રમાણે સ્તુતિ કરી છે :
दकिखण्णइंद(ध) सूरि णमामि वरवण्णभासिया सगुणा । कुवलयमाला व महाकुवलयमाला कहा जस्स ॥
વિક્રમના ચૌદમા સૈકામાં પ્રભાચંદ્રસૂરિએ “પ્રભાવચરિત માં કુવલયમાલાને નિર્દેશ મહાકવિ સિદ્ધષિના સંબંધમાં કર્યો છે. પ્રભાવક્યરિત' પ્રમાણે ઉદ્યોતનસૂરિ અને સિદ્ધષિ બંને ગુરુબંધુઓ હતા અને ઉદ્દતનસૂારેએ હરિભદ્રસૂરિની “સમરાઈવચકહાની અને પિતાની “કુવલયમાલાની રચનાશક્તિ બતાવીને સિદ્ધર્ષિની “ઉપદેશમાલા બાલાવબેધિની ટીકાને ઉપહાસ કર્યો. એટલે એના જવાબમાં સિદ્ધષિએ ‘ઉપમિતિભવપ્રપંચા” નામની રમ્ય મહાકથાની રચના કરી અને એથી એમને વ્યાખ્યાતૃ’નું બિરુદ આપવામાં આવ્યું. “પ્રભાવકચરિત'માં આપેલે આ પ્રસંગ માત્ર દંતકથા જ છે. તે પ્રસંગ સાચે નથી કારણ કે ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા'ની રચના “કુવલયમાલા'ની રચના પછી ૧ર૭ વર્ષે થઈ છે. પરંતુ પ્રભાચંદ્રસૂરિના સમયમાં કુવલયમાલાની કથા જાણતી હશે એમ આ દંતકથા પરથી જણાય છે.
વિક્રમના ચૌદમા સૈકામાં રત્નપ્રભસૂરિએ પ્રાકૃત કુવલયમાલા ઉપરથી સંસ્કૃતમાં લગભગ ચાર હજાર લેક પ્રમાણુ સંક્ષિપ્ત “કુવલયમાલા'ની રચના કરી છે. * આરંભમાં જ શ્રીરત્નપ્રભસૂરિએ લખ્યું
* વર્તમાન સમયમાં રત્નપ્રભસૂરિની સંસ્કૃત “કુવલયમાલા'નું સંપાદન પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના શિષ્ય પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજે ઈ. સ. ૧૯૧૬માં કર્યું હતું. એ સમયે પ્રાકૃત કુવલયમાલા વિશે સંશોધન થવા લાવ્યું. એમાં સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ તથા મુનિશ્રી જિનવિજયજીએ મહત્વનું કાર્ય કર્યું. પ્રાકૃત “કુવલયમાલાની હાલ બે હસ્તપ્રત મળે છે. એક પૂનાના ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટયૂટની અને બીજી જેસલમેરના ભંડારની. એ બંને પ્રતોને આધારે ડે, આદિનાથ ઉપાધ્યાયે આ કૃતિનું શ્રમ અને ચીવટપૂર્વક
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪ / પડિલેહા
कुवलयमालेव कथा कुवलयमालाह्यया कुवलयेऽस्मिन् । अर्थप्रपंचपरिमल-परिमिलिताभिज्ञरोलम्बा ॥
दाक्षिण्यचिह्नमुनिपेन विनिर्मिता या प्राक् प्राकृताविबुधमानसराजहंसीं ॥ तां संस्कृतेन वचसा रचयामि चम्पू सद्यः प्रसद्य सुधियः प्रविलोकयन्तु || કથાઓની સ`કુલતાને કારણે કે ભાષાની કઠિનતાને કારણે કે શૃંગારરસના આલેખનને કારણે કે ખીન્ન કાઈ પણ કારણે પ્રાકૃત ‘કુવલયમાલા’ના પ્રચાર પ્રાચીન સમયમાં થવા જોઈએ તેટલા થયેલા જણાતા નથી. સ ંસ્કૃત સંક્ષિપ્ત ‘કુવલયમાલા'ને કારણે પણ તેમ થયું હાય તા નવાઈ નહિ. પરંતુ સંસ્કૃત ‘કુવલયમાલા'ના પ્રચાર પણ અન્ય જૈન કથાપ્રથાની અપેક્ષાએ ખાસ બહુ થયા નથી. · સીમંધર શાભાતરંગ'માં કામગજેન્દ્રની કથા નિરૂપવામાં આવી છે તે સિવાય ‘કુવલયમાલા'ની કથા અન્ય કથાસંગ્રહે!માં લેવાઈ હાય અથવા તેના પર રાસકૃતિની રચના થઈ હેાય એવુ જોવા મળતું નથી.
પ્રાચીન કૃતિઓમાં ગ્રંથકર્તા કેટલીક વાર પેાતાના નામનેા ઉલ્લેખ સુધ્ધાં કરતા નથી. એ દૃષ્ટિએ શ્રીઉદ્યોતનસૂરિએ આ ગ્રંથને અ ંતે પોતે આપેલી પ્રશસ્તિમાં પેાતાની ગુરુપર`પરા તથા કુલપર પરાને પરિચય આપ્યો છે અને કૃતિનાં રચનાસ્થળ તથા સમય વિશે પણ ચોકસાઈપૂર્વક નિર્દેશ કર્યા છે. શ્રીઉદ્ધાતનસૂરિએ આ ગ્રંથમાં આપેલી એ બધી માહિતીથી કેટલાક પ્રશ્નોની બાબતમાં ઘણા સારા પ્રકાશ પડયો છે, પરંતુ શ્રીઉદ્યોતનસૂરિ વિશે એમના અન્ય કાઈ ગ્રંથ, શિષ્યપરિવાર કે કાળધર્મનાં સ્થળ-સમય વિશે પ્રાચીન ગ્રંથામાંથ ખાસ કાઈ વિશેષ માહિતી હજી સુધી સાંપડી નથી.
શ્રીઉદ્યોતસૂરિએ પેાતે આપેલી માહિતી પ્રમાણે તેમના પ્રપિતાનું સંપાદન તૈયાર કર્યુ`' અને ૧૯૫૯માં તે ભારતીય વિદ્યાભવનની સિધી જૈન ગ્રંથમાળામાં પ્રગટ થયુ' છે. આ લેખમાં ‘કુવલયમાલા'ની ક ંડિકાનેા સંખ્યાંક જ્યાં આપ્યા છે તે આ ગ્રંથ પ્રમાણે છે,
Page #34
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા | ૨૫
નામ પણ ઉદ્દદ્યોતન હતું. તેઓ મહાદ્વાર નગરના ક્ષત્રિય રાજા હતા. તેઓ ત્રિકર્માભિરત હતા. તેમના પુત્રનું નામ વટેશ્વર (વડેસર) હતું. વટેશ્વરના પુત્ર તે કવિ ઉદ્યોતન. એમણે તત્વાચાર્ય પાસે દીક્ષા લઈ આચાર્યની પદવી મેળવી હતી. એમનું ઉપનામ દાક્ષિણ્યચિહ્નસૂરિ હતું.
પિતાની ગુરુપરંપરા વિશે જણાવતાં શ્રીઉદ્યોતનસૂરિએ લખ્યું છે કે ઉત્તરાપથની ચંદ્રભાગા નદીના કિનારે આવેલી પર્વતિકા નગરીના શ્રી તરમાણ રાજાના ગુરુ હરિગુપ્તસૂરિ થઈ ગયા. તેમના શિષ્ય દેવગુપ્ત મહાકવિ હતા. તેમના શિષ્ય શિવચંદ્રગણિ તીર્થયાત્રા કરતા કરતા ભિન્નમાલ(શ્રીમાલ) માં આવીને સ્થિર થયેલા. એમના શિષ્ય યક્ષદત્તગણિ હતા, તેમના છ સુપ્રસિદ્ધ શિષ્યો નાગ, છંદ, મમ્મટ, દુર્ગ, અગ્નિશર્મ અને વટેશ્વર હતા. એમાંથી વટેશ્વરાચાર્યના શિષ્ય તે તત્ત્વાચાર્ય અને તેમના શિષ્ય તે ઉદ્યતનસૂરિ. તેઓ ચંદ્રકુલની પરંપરામાં થઈ ગયા. તેમણે સિદ્ધાન્તશાસ્ત્રનું અધ્યયન શ્રી વીરભદ્રાચાર્ય પાસે કર્યું હતું અને ન્યાયશાસ્ત્રનું અધ્યયન શ્રીહરિભદ્રસૂરિ પાસે કર્યું હતું,
on ગુજરાતમાં જાબાલિપુરમાં શ્રીવત્સરાજ નામને રાજા જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે ત્યાં વીરભદ્રાચાર્યે ઋષિભજિનેશ્વરનું એક ઊંચું ભવ્ય મંદિર કરાવ્યું હતું. એ મંદિરના ઉપાશ્રયમાં સ્થિર થઈને ઉદ્દદ્યોતનસૂરિએ આ ગ્રંથની રચના કરી હતી. તે સમયે શક સંવત ૭૦૦ (વિ. સં. ૮૩૫) ચાલતો હતો. શ્રીહરિભદ્રસૂરિ તથા શ્રી વીરભદ્રસૂરિ એમના પૂર્વકાલીન હતા.
ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા' ઉપરાંત બીજા કોઈ ગ્રંથની રચના કરી છે કે નહિ તે વિશે આપણને કશું જાણવા મળતું નથી. એમની કૃતિ તરીકે માત્ર “કુવલયમાલાને જ પ્રાચીન સમયથી ઉલ્લેખ થત આવે છે. શ્રી ઉદ્યોતનસૂરિએ આપણાં અંગોપાંગાદિ આગમશાસ્ત્ર
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬ / ડિલેહા
ઉપરાંત વ્યાકરણ, ન્યાય, છંદ, કાવ્યાલંકાર, યેતિષ વગેરે શાસ્ત્રોને પણ સારો અભ્યાસ કર્યો હશે, એમ એમને ગ્રંથ વાંચતાં જણાય છે. વળી, એમણે 'ગ્ર થાર'ભમાં પૂર્વ કવિએ છપ્પષ્ણુય, પાદલિપ્તસૂરિ, શાતવાહન (હાલ ), ગુણુાઢત્વ, વ્યાસ, વાલ્મીકિ, બાણુ, વિમલસૂરિ, દેવગુપ્ત, ખંદિક, હરિવ, પ્રભંજન, જડિલ, રવિષેણુ, હરિભદ્રસૂરિ વગેરેની સ્તુતિ કરી છે તથા ગૌરવશાલી ગ્રંથરચના વડે ‘· અભિમાન', સાહસ ' અંકવાળા કવિઓનુ પણ સ્મરણ કર્યું.
"
'
‘ પરાક્રમ ’ અને
છે. એ પરથી એ મહાકિવઓની કૃતિએથી પોતે પરિચિત હોય એ સ્વાભાવિક છે. તદુપરાંત, સામુદ્રિકવિદ્યા, વૈદ્યક, અશ્વપરીક્ષા, ધાતુવાદ, ભાષાલક્ષણ વગેરે ઘણા ભિન્નભિન્ન વિષયોના અભ્યાસ એમણે કર્યા હશે, એમ ‘ કુવલયમાલા ' વાંચતાં જણાય છે.
*
'
ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા 'માં એના રચનાસમયના સ્પષ્ટ
'
નિર્દેશ કર્યા છે. તેએ પ્રાન્ત ભાગમાં લખે છે
सगकाले वोलणे वरिसाण सएहिं सत्तहिं गएहिं । ા-વિમેનૂળહિં રા અવરજ્-વેજાણ્ ||
*
*
तत्थ ठिएणं अह चोद्दसीए चेत्तस्स कण्ह - पकखम्मि | णिम्मविया बोहिकरी भव्वाण' होउ सव्वाण |
*
એટલે કે શક સંવત ૭૦૦ પૂર્ણ થવામાં એક દિવસ બાકી હતા ત્યારે ચૈત્ર વદ ૧૪ને દિવસે ત્રીજા પહેારે આ ગ્રંથની રચના તેમણે પૂર્ણ કરી હતી. આ સમય એટલે વિક્રમ સંવત ૮૩૫ના ચૈત્ર વદ ૧૪ ને દિવસે, ઈ. સ. ૭૭૯ના માની ૨૧મી તારીખે આ ગ્રંથની રચના પૂર્ણ થઈ છે.
‘ કુવલયમાલા 'ની રચના અંગે કવિએ જેને વારંવાર નિર્દેશ ગ્ર ંથસમાપ્તિની કંડિકામાં કર્યો છે તે હી. દેવીએ પેાતાને કરેલી સહાય
Page #36
--------------------------------------------------------------------------
________________
કુવર્ણમાલા / ૨૭
વિશે છે. પેાતાને આ ગ્રંથ રચવાની સૂચના, પ્રેરણા અને પ્રસાદ એ દેવીએ આપ્યાં છે, એટલુ જ નહિ, સ` આખ્યાનક પણુ એ દેવીએ જ કહ્યું છે અને પોતે તેા નિમિત્તમાત્ર છે એમ કર્તાએ જણાવ્યું છે.
આ દેવીની સહાયથી જ તેઓ પ્રહર માત્રમાં સે। જેટલી ગાથાની રચના કરી શકયા છે એવો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે.
પેાતાને દર્શન આપનાર તથા પેાતાના ચિત્તમાં આવીને વસનાર આ દેવીનું વર્ષોંન કરતાં કવિએ લખ્યુ છે કે તે કમળના આસન ઉપર બેઠેલી, કમળ જેવી કાંતિવાળા તથા હાથમાં કમળવાળી છે. એ દેવીની સહાયથી પે।તેગ્રથની રચના કરી છે. છતાં જો કાઈ દોષ હાય તા તે પેાતાના જ છે એમ પણ કવિએ નમ્રતાપૂર્વક જણાવ્યું છે.
ગ્રંથના આર'ભમાં કર્તાએ પેાતાની કથારચનાની વિશિષ્ટતા વિશે કેટલુંક જણાવેલું છે.` તેએ કથાના પાંચ પ્રકાર જણાવે છે. સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા, પરિહાસકથા, વરાકથા અને એ સર્વ પ્રકારની કથાઓના સમન્વયવાળી પેાતાની આ કથાને સંકાકથા તરીકે તેમણે ઓળખાવી છે.
આ કથામાં કાઈક સ્થળે રૂપક રચનાથી, કાઈક સ્થળે મનેાહર લાંબાં વાકયોથી, કાઈક સ્થળે ઉલ્લાપથી, કાઈક સ્થળે કુલકાંથી, કાઈક સ્થળ ગાથામાં, કાઈક સ્થળે ગીતિકા સહિત દ્રુપદ છંદમાં, કાઈક સ્થળે દંડક તથા નારાચ છંદથી, કાઈક સ્થળે ત્રાટક છંદુથી રચના કરેલી છે. કોઈક સ્થળે તરંગથી પણ રચના કરેલી છે. વળી આ કથામાં કાઈક સ્થળે હાસ્યવચનથી તથા કાઈક સ્થળે માળાવચાથી એમ વિવિધ પ્રકારે રચના કરેલી છે.
કથાની ભાષા અંગે નિર્દેશ કરતાં કવિ ગ્રંથના આરંભમાં ૭મી કંડિકામાં કથા શરૂ કરતાં પહેલાં જણાવે છે. કે તાપસેા અને જિનસમુદાય જેને વ્યવહાર કરે છે તે પ્રાકૃત-ભાષામાં, મહારાષ્ટ્રી તથા
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮ / પડિલેહા
દેશી ભાષામાં પેાતે આખી કથાની રચના કરેલી છે. વળી કાઈક સ્થળ કુતૂહલથી તથા ક્રાઈક સ્થળે પરવચનવશથી સંસ્કૃત ભાષામાં, અપભ્રંશમાં, દ્રાવિડમાં કે પૈશાચી ભાષામાં પણ રચના કરવામાં આવી છે.
પાઠ્ય-મસા રા મરહદય ફેસિ-વાય-વિદા । સુદ્ધા સય∞ હૈં ષ્ક્રિય તાવસ-જ્ઞિળ-સત્ય-વાહિ∞ા || को ऊहले कत्य पर - वयण- વસેળ સજ્ય-વિદ્યા | વિત્તિ અવમ્મસ-યા દ્વાત્રિય-પેસાય-માસિા ||
આ કથાને કવિ સર્વગુણુયુક્ત, શૃંગાર રસથી મનેાહર, સુચિત અંગવાળી અને સકલાગમથી સુભગ એવી સી કથા તરીકે ઓળખાવે છે. વળી અન્ય રીતે કથાના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમકે ધર્માંકથા, અકથા અને કામકથા. જે કથા આ ત્રણે વર્ગને સાધી આપનારી હાય તેને સંકીણું કથા કહેવાય છે. ‘કુવલયમાલા'માં પણ ધર્મકથા ઉપરાંત કામ અને અર્થની કથા આવતી હાવાથી તેને સંકી કથા તરીકે કર્તાએ આળખાવી છે. વળી, જે અમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે સમરાઇચકહા 'ને સકલકથા તરીકે ઓળખાવી છે, તે અમાં · કુવલયમાલા 'ની કથાને પણ સકલકથા તરીકે ઓળખાવી શકાય છે. આ કથા ગદ્ય અને પદ્યમાં વીગતપ્રચૂર વના તથા વિવિધ રસેાના આલેખન સાથે રચવામાં આવી છે અને તેથી સ્વરૂપની દૃષ્ટિએ આ કૃતિને ચમ્પૂ કાવ્યના પ્રકારની કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
:
6
‘કુવલયમાલા'ની કથાની રચનામાં કર્તાએ પેાતાની અસાધારણ શક્તિ દાખવી છે. આ આખીયે કથા ઉત્પાદ્ય એટલે કે મૌલિક પ્રકારની, કર્તાએ પેાતાની કલ્પનાથી સજેલી છે, એમાં એક મુખ્ય કથાની અંદર ખીજી ઘણી અવાંતર કથાએ આવે છે. એમાંની કેટલીક વાંતર કથાઓ તા મુખ્ય પાત્રાના જન્માંતરની કથારૂપે આવે છે. આ બધી કથાઓનુ પૌર્વાપ કર્તાએ એવી ખૂખીથી ગાઠવી કાઢયું છે કે
Page #38
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા / ૨૯
તેથી તે દરેક અવાંતર કથા સ્વત ંત્ર રીતે પણુ આસ્વાદ્ય ખની શકી છે. એવી કેટલીક કથાનુ પૌર્વાપ તા જેમ જેમ કથા આપણે આગળ વાંચતાં જઈએ તેમ તેમ સ્પષ્ટ થતું જાય છે. કથાવસ્તુ અને સંકલનાની દૃષ્ટિએ ઔકય, વૈવિધ્ય, વ્યવસ્થિતતા, સંવાદિતા, ઔચિત્ય, સુશ્લિષ્ટતા વગેરે ગુણલક્ષણે! આ કથાની રચનામાં જોવા
મળે છે.
.
અયેાધ્યા નગરીના દૃઢવ રાજા અને પ્રિય ગુસ્યામા રાણીને દેવીની ઉપાસનાથી પુત્ર કુવલયચંદ્રની પ્રાપ્તિ થાય છે. સ`કલાગુણુસંપન્ન એ કુમાર સાથે રાજ એક દિવસ અન્નક્રીડા માટે જાય છે ત્યારે કુમારનુ અશ્વ સાથે દિવ્યહરણ થાય છે. આકાશમાર્ગે જતાં જતાં કુમાર અશ્વના પેટમાં છરી ભેાંકે છે. એથી અશ્વ સાથે તે નીચે આવે છે. તે સમયે કાઈક અદૃશ્ય અવાજ એને કહે છેઃ ‘ કુમાર કુવલયચંદ્ર, દક્ષિણ દિશામાં એક ગાઉ દૂર જા, ત્યાં કાઈ વખત ન જોયેલું એવું કઈક તારે જોવાનું છે. ' કુમાર ત્યાં ગયા. ત્યાં એણે એક સાગરદત્ત મુનિવરને જોયા. તે સિ ંહને સલેખના કરાવતા હતા. અશ્વ સાથે થયેલા પેાતાના હરણુ વિશે પૂછતાં મુનિવરે એક વૃત્તાન્ત કહ્યો. તે વૃત્તાન્ત પ્રમાણે એક વખત કૌશાંખી નગરીના પુરંદરદત્ત રાજા પેાતાના મંત્રી સાથે ઉદ્યાનમાં જાય છે, ત્યાં આચાર્ય ધનદન ચાર ગતિ સ્વરૂપ સંસાર વિશે પેાતાના શિષ્યાને ઉપદેશ આપી રહ્યા છે. રાજ ત્યાં ખેઠેલા કેટલાક દીક્ષિતે—ચડસામ, માનભટ્ટ, માયાદિત્ય, લાભદેવ અને માહદત્ત વિશે પ્રશ્ન કરે છે અને ધર્મનંદન આચાય તેમના વૃત્તાન્તા જણાવે છે.
ધર્મીનંદન મુનિવર ત્યાંથી વિહાર કરીને જાય છે. ચડસામ વગેરે પાંચે પરસ્પર ધર્માનુરાગવાળા દીક્ષિતા કાળધ પામી એક જ દેવલાકમાં ઉત્પન્ન થાય છે અને પરસ્પર ધર્મ ખાધ કરવાના સકેત કરે છે. ત્યાર પછી એક વખતે ધર્માંનાથ તીર્થં કર દક્ષિણ - ભરત
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦ / પડિલેહા
ખંડના મધ્ય ભાગમાં વિચરી રહ્યા હતા ત્યારે દેવતાઓએ સમવસરણની રચના કરી. એમાં આવેલા આ પાંચે દેવા પેાતાના ભાવિ કલ્યાણુ વિશે ધર્મનાથ જિનેશ્વરને પ્રશ્ન પૂછે છે.
ત્યાર પછી તેમાંથી પદ્મપ્રભદેવ યુવીને મનુષ્યલેાકમાં સાગરદત્ત વેપારી બને છે અને પછી દીક્ષા લઈ સાગદત્ત મુનિ બને છે. એ સાગરદત્ત મુનિ તેઓ પોતે છે. તેઓ કુવલયચંદ્રને આ બધા વૃત્તાન્ત કહી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે માનભટ્ટને જીવ કુલયચંદ્રકુમાર પાતે છે અને માયાત્યિના જીવ દેવલાકમાંથી ચ્યવી દક્ષિણ દેશના રાજાની પુત્રી કુમારી કુવલયમાલા તરીકે અવતર્યા છે. તેને પ્રતિમાધ પમાડવાના હેતુથી કુવલયયદ્રકુમાર ત્યાંથી જ દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. માર્ગમાં યક્ષ જિનશેખર, વનસુંદરી એણિકા, રાજપુત્ર દ કૃલિહ વગેરેના વૃત્તાન્તા જાણે છે. પછી દક્ષિણ દેશમાં વિજયાનગરી જઈ, પાદપૂર્તિ કરી કુમારી કુવલયમાલાને પરણે છે. તેને સાથે લઈ સ્વદેશ પાછા કરે છે. માર્ગોમાં ભાનુકુમાર મુનિનાં દન કરી સંસારચક્રના ચિત્રપટને વૃત્તાન્ત જણે છે.
કુવલયચંદ્રના આગમન પછી દૃઢવ રાજ દીક્ષા લે છે. કુલલયમાલા કુંવરને જન્મ આપે છે. પૂર્વભવનેા મેહદત્તનેા જીવ પદ્મક્રેસર દેવ થયા પછી આ કુવર તરીકે અવતરે છે. એનું નામ પૃથ્વીસાર રાખવામાં આવે છે. સમય જતાં કુવલયચંદ્રકુમાર અને કુવલયમાલા દીક્ષા લે છે. ત્યાર પછી કેટલેક સમયે પૃથ્વીસાર પણ દીક્ષા લે છે. તેઓ કાળધર્મ પામી ફરીથી દેવ બને છે. સાગરદત્ત મુનિ અને સિંહ પણ દેવ બને છે. એ રીતે એ પાંચે ફરીથી દેવલેાકમાં દેવ થઈ પાતાના કાળ સુખમાં પસાર કરે છે.
ત્યાર પછી છેલ્લા તી કર શ્રીમહાવીરસ્વામીના સમયમાં કુવલયચંદ્રદેવને જીવ કાઢી નગરીમાં કંચનરથ રાજાનેા શિકાર-વ્યસની પુત્ર મણિરથકુમાર થાય છે. કંચનરથ રાજાની વિનંતીથી મહાવીર પ્રભુ
Page #40
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા / ૩૧
એના એક પૂર્વભવની વાત કહે છે, જે સાંભળી વૈરાગ્ય પામેલે મણિરથકુમાર પ્રભુ પાસે દીક્ષા લે છે. માહદત્તદેવનેા જીવ રણુગજેન્દ્રને પુત્ર કામગજેન્દ્ર બને છે. તે પાતાને થયેલા અનુભવની સત્યતા મહાવીર પ્રભુ પાસેથી જાણીને દીક્ષા લે છે. લાભદેવને જીવ દેવલાકમાંથી ચ્યવી ઋષભપુર નગરના રાજા ચંદ્રગુપ્તના પુત્ર વજ્રગુપ્ત થાય છે. પ્રાભાતિકના શબ્દથી પ્રતિખાધ પામી મહાવીર પ્રભુ પાસે એ દીક્ષા લે છે. ચંડસામને જીવ દેવલાકમાંથી ચ્યવી યજ્ઞદેવ નામના બ્રહ્મણને સ્વયંભૂદેવ નામને પુત્ર થાય છે અને ગરુડ પક્ષીના વૃત્તાન્તથી પ્રતિખાધ પામી મહાવીર પ્રભુ પાસે આવી દીક્ષા લે છે. માયાદિત્યદેવને જીવ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાના પુત્ર મહારથ થાય છે. પાતાના સ્વપ્નને ખુલાસા મહાવીર પ્રભુ પાસેથી સાંભળી વૈરાગ્ય થતાં તે દીક્ષા લે છે. અંતમાં, એ પાંચે અંતિમ સાધના કરી અંતકૃત કેવલી થઈ મેક્ષે જાય છે.
કુવલયમાલા 'ની કથા એટલે મુખ્યત્વે માહનીય કની કથા. મેાહનીય કર્મી એટલે રાગ અને દ્વેષ. તેમાં પણુ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયા અત્યંત બળવાન અને દુય હાય છે. અને જે જીતે અને રાગદ્વેષથી મુક્ત થાય તે જ અંતે મેક્ષગતિને પામી શકે.
6
'
કુવલયમાલા 'ની કથા એટલે જન્મજન્માંતરની કથા. જૈન કથાની એ વિશેષતા હાય છે, કારણ કે કર્મના સિદ્ધાન્ત એમાં પ્રધાનપણે અંતગ ત રહેલા ઢાય છે. · કુવલયમાલા 'ની કથા એટલે પાંચ ભવની કથા (કુમાર કુવલયચંદ્રની તા કુલ છ ભવની કથા છે). કર્તાએ માત માટે માનભટ્ટ, ક્રોધ માટે ચંડસામ, માયા માટે માયાદિત્ય, લાભ માટે લેાભદેવ અને માહ માટે મેહદત્ત એવાં રૂપકશૈલીનાં નામેા પાત્રા માટે પ્રયેાજીને કથાની રચના કરી છે.
કર્તાએ દરેકની પાંચ ભવની કથામાંથી રાષ્ટ્રર વચલા ભવની
*
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨ / પડિલેહા. કથાને વ્યાપક બનાવી અને ત્યાંથી કથાને આરંભ કર્યો છે. લભદેવને જીવ સાગરદત્ત મુનિ બને છે. ચંડસોમદેવને જીવ સિંહ બને છે. માનભટ્ટદેવને જીવ કુવલયચંદ્ર બને છે. માયાદિત્યદેવને જીવ કુવલયમાલા બને છે અને મેહદત્તદેવને જીવ કુવલયમાલાને પુત્ર બને છે. આમ, આ પાંચ પાત્રમાં ત્રણ પાત્રને ગૌણ બનાવાયાં છે અને કુવલયચંદ્ર તથા કુવલયમાલા એ બંનેને મુખ્ય પાત્રો બનાવી, કથાનાં નાયક અને નાયિકા બનાવી તથા તેમની સાથે બાકીનાં પાત્રોની કથાને સાંકળી લઈ આ કથાની રચના કરવામાં આવી છે. એમ કરવામાં લેખકે પાત્રોની ભવાન્તરની કથા દ્વારા સારું કથાવૈવિધ્ય આપ્યું છે.
કથાવસ્તુમાં પાત્રોની દષ્ટિએ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. એમાં રાજાઓ, રાણીઓ, મુનિભગવંતે, બ્રાહ્મણે, વેપારીઓ, વિદ્યાધરે, તાપસે, સાર્થવાહ, પ્લે છે, ધાતુવાદીઓ, તાલે, યક્ષ, દેવો, રાક્ષસ, બાલિકાઓ, છાત્રો, ગણધરો, વિહરમાન જિનેશ્વર, વનકન્યાઓ, શબરો વગેરે ભિન્નભિન્ન પ્રકારનાં પાત્રો છે. ઘટનાની દષ્ટિએ પણ એમાં સારું વૈવિધ્ય નજરે પડે છે. દુશ્મન રાજ્ય પર ચડાઈ, દેવીની ઉપાસના, અપહરણ, અશ્વડા, સિંહનું અનશન, આત્મહત્યા, ભાઈ-બહેનની હત્યા, ચિતાપ્રવેશ, કૂવામાં પતન, મિત્રવંચના, સમુદ્રગમન, વહાણને વિનાશ, પિશાચોને વાર્તાવિદ, રાજાની રાત્રિચર્યા, જલક્રીડા, વચન માટે પ્રાણત્યાગ, ગાંડા હાથીને વશ કરે, સ્મશાનમાં શબ સાથે રહેવું, શિરચ્છેદ, ખન્યવાદ, ગરુડ પક્ષીને વૈરાગ્ય વગેરે વિવિધ પ્રકારની ઘટનાઓ આ કથામાં બનતી આલેખાઈ છે. અટવી, નગરી, ઉદ્યાન, પર્વત, પલ્લી, સ્મશાન, ચૌટું, વૃક્ષકટર, ખેતર, વાપિકા, અરણ્ય, સરોવર, નદી, સમુદ્ર, આકાશ, મહાવિદેહક્ષેત્ર, દેવલોક, નારકી વગેરે ભિન્નભિન્ન પ્રકારનાં સ્થળામાં આ બધી ઘટનાઓ બને છે. એ દૃષ્ટિએ સ્થળવિય પણ આ કથામાં સારું જોવા મળે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા | ૩૩ આમ આ કથામાં પાત્ર, ઘટના, ઇત્યાદિની દષ્ટિએ કર્તાએ. સારી વિવિધતા આણુને કથાને રેચક અને રસિક બનાવવા પ્રયત્ન કર્યો છે. મુખ્ય કથા અને અવાંતર કથાઓની પરસ્પર ગૂંથણમાં પણ કર્તાએ અસાધારણ શક્તિ દર્શાવી છે. વાચકને ઉત્તરોત્તર લૂક્ય થાય એ રીતે કથાની સંકલન કરવામાં આવી છે.
કથાને આરંભ કરીને કર્તા તરત જ કથાને ભૂતકાળમાં લઈ જાય છે અને ઘણું પ્રકરણ પછી તેને કથાના વર્તમાન સમય સાથે સાંકળી લઈ ભવિષ્યમાં ગાંત કરાવે છે. કથાને અંત જૈન કથાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવો, પાંચે પાત્રોની મેક્ષગતિને છે.
ગ્રંથનું નામ લેખકે કથાની નાયિકા કુવલયમાલાના નામ પરથી આપ્યું છે. આવી રીતે નાયક કે નાયિકાના, વિશેષતઃ નાયિકાના નામ પરથી કથાનું નામ આપવાની પ્રણાલિકા કવિઓમાં પ્રાચીન સમયથી રૂઢ થયેલી છે. બાણની “કાદંબરીમાં જેમ નાયિકા કાદમ્બરીને પ્રવેશ મોડે કરાયો છે તેમ આ કથામાં નાયિકા કુવલયમાલાને પ્રવેશ પણ મોડે થાય છે. કથાના અંત ભાગમાં પાંચે પાત્રોની અંતિમ આરાધના સપ્રયજન ઘણી વિગતે અપાઈ છે અને એથી ત્યાં કથાપ્રવાહ સ્થિગિત થઈ જતું લાગે છે. પરંતુ કથાને સમેટી લેવાની કથાકારની ઉતાવળ છે તેથી પણ પૂર્વે મહારથકુમારની કથામાં જોઈ શકાય છે. દરેક પાત્રની કથાને વિસ્તારથી અવાંતર કથાઓ સાથે વર્ણવવામાં આવી છે, પરંતુ મહારથકુમારની કથા તદ્દન સીધી, સરળ અને માત્ર બે ટૂંકી કંડિકા જેટલા સંક્ષેપમાં રજૂ કરવામાં આવી છે. (એવું પણ કદાચ બન્યું હોય કે કર્તાએ આ કથા વિસ્તારથી આલેખી હાય, પરંતુ સમય જતાં તે હસ્તપ્રતોમાંથી લુપ્ત થઈ હોય.) મુખ્ય કથાને પ્રવાહ ઘણું વળાંક લઈ કયાંથી ક્યાં આગળ વધતો જતે. હોય છે. એટલે એ લેખકને સ્પષ્ટ હોય તેટલે વાચકને ન હોય એ સ્વાભાવિક છે. એમાં કર્તા એવી રીતે વાચકને કથાના રસપ્રવાહમાં
Page #43
--------------------------------------------------------------------------
________________
જ | પડિલેહ ઘસડી જાય છે કે અચાનક વચ્ચે તેને છોડી દેવા હેય તે તે ગાઢ વનમાં ભૂલા પડેલા પથિક જેવી સ્થિતિ અનુભવે.
ચપૂસ્વરૂપની આ કૃતિમાં વર્ણને વિવિધ પ્રકારનાં જેવા મળે છે. સ્ત્રીઓ, પુરુષ, નગરીઓ, અટવીઓ, પર્વત, સમુદ્રનાં તેફાને, દુષ્કાળ, રાત્રિ, સંધ્યા, પ્રભાત, ઋતુઓ, દેવક, મુનિઓ, નારકી, તિર્યંચગતિનાં દુઃખો, આકાશમાર્ગમાંથી પૃથ્વીલેક, અંતપુર, શબર, વિદ્યાધરો, છાત્રાલય, હાથી, ઘોડા, વાઘણ, પિપટ, વૃક્ષ, કર્ણપૂરક સાથે જલક્રીડા વગેરે ઘણી વસ્તુઓનાં વિગતે વર્ણન કવિએ જુદી જુદી કથાઓના સંદર્ભમાં કર્યા છે. ક્યારેક સમાસયુક્ત તે ક્યારેક સરળ ભાષામાં, ક્યારેક શ્લેષાત્મક તે ક્યારેક રૂપક શૈલીથી,
ક્યારેક ઉપમાઓની હારમાળા વડે તે કયારેક અવનવી ઉપેક્ષાઓ વડે કર્તાએ વર્ણને કર્યા છે. નારી જાતિની ઉપમાઓ વડે દુકાનની હારનું કવિએ કરેલું વર્ણન જુઓ :
એ નગરીને દુકાનમાર્ગોમાં કેટલીક દુકાનેની હાર જાણે ચતુર કામીજનેની લીલાની જેમ કેસર, કપૂર, અગર, કસ્તૂરી, સુગંધી, પટવાસની ગોઠવણીવાળી છે. કેટલીક વળી કિનારા પરની વનરાજિ હેય તેમ એલચી, લવિંગ, કંકાલના ઢગલાઓ જેના મધ્યભાગમાં છે
એવી છે. બીજી કેટલીક દુકાનેની હાર શેઠની પુત્રીની માફક મેતી, રન, સુવર્ણથી ઉજજવલ છે. કેટલીક નેતરની દુકાને કુલટા સ્ત્રીઓની જેમ પરપુરુષને દેખવા માટે તામ્રવર્ણ, શ્યામ, ઉજજ્વલ અણિયાળી બે આંખે પ્રસારી છે એવી છે. બીજી કેટલીક ખલપુરુષની ગેષ્ઠીમંડળી જેવી બહુવિધ વ્યસનો(લેષથી બીજો અર્થ વ)થી ભરેલી છે. કેટલીક ગ્રામયુવતીઓ જેવો પિત્તળના ચળકાટવાળી, શંખનાં બલેયાં તથા કાચમણિની શોભાવાળી અને જેના મુખમાંથી કચૂરોની દુર્ગધ નીકળે છે એવી છે. બીજી કેટલીક રણભૂમિ જેવી છે, જેમાં બાણ, ધનુષ્ય, તરવાર, ચક્ર, ભાલાના સમૂહો દેખાય છે. કેટલીક
Page #44
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલ્ય | ૩૫
મત્ત હાથીઓની ઘટાઓ જેવી છે, જે લટકાવેલાં શંખ, ચામર, ઘંટની શોભાવાળી તથા સિંદૂરવાળી દેખાય છે. વળી કેટલીક મલયવનરાજિ જેવી છે, જેમાં જુદી જુદી ઔષધિઓ અને પુષ્કળ ચંદન વગેરે ગોઠવેલાં છે. કેટલીક સજજનની પ્રીતિ જેવી નિરંતર સ્નેહવાળી (શ્લેષથી ઘણું સ્નિગ્ધ પદાર્થોવાળી) છે, જેમાં ઘણું મનેહર ખાદ્ય-પદાર્થો અને પીણુઓ છે. કેટલીક મરાઠી સ્ત્રી જેવી એકદમ પીળા રંગવાળી, હળદરની રજથી પ્રગટ રીતે પીળાં કરવામાં આવ્યાં છે સ્તન (શ્લેષથી દુકાનના અર્થમાં “પધર' એટલે માટલાં) એવી મનહર છે. કેટલીક નંદનભૂમિની જેમ દેવતાઓવાળી (શ્લેષથી દુકાનના અર્થમાં “સસુરા' એટલે મદિરાવાળી) અને જ્યાં હમેશાં વસંતઋતુ છે (લેષથી દુકાનના અર્થમાં જ્યાં “મધુમાસ' એટલે મધુ અને માંસ વેચાય છે) તેવી છે.'
વિનીતાનગરીનું પરિસંખ્યા અલંકાર પ્રજી કવિએ કરેલું વર્ણન જુઓ :
“આ નગરીમાં લેકોને વ્યસન હોય તે તે જ્ઞાન અને વિજ્ઞાનનાં છે, ઉત્સાહ હોય તે તે ધનમાં અને રણગણમાં છે, પ્રીતિ હોય તે તે દાન અને માનમાં છે. અભ્યાસ હોય તે તે ધર્મ વિશે છે. બેમુખ હોય તો તે મૃદંગમાં છે (અર્થાત નગરમાં કઈ બે-વચની નથી), ખલ (શ્લેષથી ખેળ) હોય તે તે તલના વિકારમાં છે, સૂચક (સેય અથવા એવી અણીદાર વસ્તુ) હોય તે તે કેતકીના ફૂલના ખીલવામાં છે (અર્થાત સૂચક એટલે ચાડિયે નગરમાં કોઈ નથી), કઠોરતા હોય તે તે પથ્થરમાં છે, તીણતા હોય તે તે તરવારની ધારમાં છે, અંદર મલિનતા હોય તે તે ચંદ્રમામાં છે, ભટકવાના સ્વભાવવાળા હોય તે તે ભમરે છે, પ્રવાસે જનાર હોય તે તે હંસ છે (અર્થાત
કેને પ્રવાસથી થતા વિયેગમું દુઃખ નથી), ચિત્રયુક્ત હેય ને તે મોરનાં પીછાં છે (અર્થાત લેકે વિચિત્ર સ્વભાવના નથી), લોહી
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬ ] પડિલેહા પનાર હોય તો તે જળ છે, અજાણ્યાં હેય તે તે બળ છે. બીજાને તપાવનાર હોય તે તે અગ્નિ છે.”
અહીં પરકની ચિંતા કરવામાં રત હેાય . તે કેવળ સાધુ ભટ્ટારકે છે. મેટા વૃક્ષની ડાળી ભાંગવાની ક્રિયા (કરભગ) ફક્ત હાથીએની સૂંઢ વડે કરાય છે (અર્થાત કરભાગ એટલે રાજ્ય તરફથી કરેને બે લેકેને નથી), દંડ, પગ ઠેકવા એવા શબ્દ ફક્ત છત્ર અને નૃત્ય વિશે બોલાય છે (અર્થાત લેકેને રાજ્ય તરફથી દંડ. કરવો પડે તેવી સ્થિતિ નથી), કપટ માત્ર ઇન્દ્રજાલમાં છે (અર્થાત
કેમાં છેતરપિંડી નથી), વિસંવાદ માત્ર સ્વપ્નમાં બેલવામાં જણાય છે. ખંડિતતા ફક્ત કામિનીના હેઠમાં દેખાય છે, દઢપણે બાંધવાનું માત્ર સનીએ વડે મહારત્નનું થાય છે.”
ધર્મ અને તત્વજ્ઞાનના કઠિન વિષયનાં વર્ણને પણ કવિએ શાસ્ત્રીય ચક્કસાઈ સાથે ઉપમાદિ અલંકારો વડે રસિક બનાવ્યાં છે. આત્મતત્વ એટલે કે જીવન સ્વરૂપ વિશે સમજાવતાં તેઓ લખે છે :
“સ્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ વડે કરીને પિતાનું સર્વ છે. પર દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ વડે કરીને સર્વ પિતાનું નથી એ પણ ખરું. જો કે શરીરમાં અપ્રત્યક્ષ એવો જીવ પકડી શકાતું નથી, તે પણ આ ચિઠ્ઠો વડે કરીને અનુમાનથી જાણી શકાય છે. અવગ્રહ,
હા, અપહ, બુદ્ધિ, મેધા, મતિ, વિતર્ક, વિજ્ઞાન, ભાવના, આવા ઘણું પ્રકારના વિક, લિંગ, ચિલો વડે અનુમાનથી આભા જાણી શકાય છે. આ હું કરું છું, આ હું કરીશ, આ મેં કર્યું એમ ત્રણે કાળ આ જે જાણે તે જીવ. તે જીવ નથી ઉજજવળ, નથી શ્યામ, નથી લાલ, નથી નીલ, કે નથી કાપતરંગને; માત્ર પુદ્ગલમય દેહમાં વર્ણકમ પ્રાપ્ત કરે છે. તે નથી લાબે, નથી વાંકે, નથી ચેરસ, નથી. ગે. નથી ઠીંગણે; દેહમાં રહેલે જીવ કર્મથી આકાર પામે છે. જીવ ઠંડ, ગરમ, કઠોર કે કોમળ સ્પર્શવાળો નથી પણ કર્મથી ભારે,
Page #46
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા | ૩૭ હલકે કે સિનગ્ધભાવ દેહને વિષે પામે છે. જીવ ખાટે નથી, મધુર નથી, કડો કે તીખ નથી, કષાય કે ખારે નથી; શરીરમાં રહેલે કહેવાથી દુર્ગધી છે સુગંધી ભાવને તે પામે છે. તે શરીરની અંદર
ઘટ-પટ રૂપ નથી, તેમ જ સર્વવ્યાપી કે માત્ર અંગૂઠા જેવડો પણ -જીવ નથી. પિતાના કર્મોનુસાર ગ્રહણ કરેલા દેહ પ્રમાણે અને નખ દાંત કેશવજિત બાકીના શરીરમાં વ્યાપેલે છે. જેમ તલમાં તેલ અથવા રૂપમાં સુગંધ અ ન્ય વ્યાપેલાં છે તેમ દેહ અને જીવ પરસ્પર એકબીજાની અંદર વ્યાપીને રહેલા છે. જેમ શરીર ઉપર તેલ કે ચીકાશ લાગેલ હોય અને આપણી જાણ બહાર ધૂળ લાગી જાય તેમ રાગદેષ રૂપી સ્નિગ્ધ કર્મ લાગી જાય છે. જેમ જીવ કેઈ જગ્યા પર જાય તે શરીર પણ સાથે જાય છે તેવી રીતે મૂર્ત કર્મ પણ જીવની નિશ્રાએ સાથે જ જાય છે. જેમ મોર પીછાંઓ સાથે ઊડીને જાય છે તેમ જીવ પણ કર્મસમૂહથી પરિવરેલે જ જાય છે. -જેમ કોઈ પુરુષ રઈ કરી પોતે જ તેને ખાય છે તેમ જીવ પણ પિતે જ કર્મ કરી સ્વયં ભગવે છે. જેમાં વિશાળ સરોવરમાં ગુંજારવ કરતા વાયરાથી હડ નામનું ઘાસ આમ તેમ હાલે છે તેમ સંસારસમુદ્રમાં કર્મ વડે પ્રેરિત છવ ભ્રમણ કરે છે. જેમ કોઈ માણસ જીર્ણ ઘરમાંથી નીકળી નવીન ઘરમાં જાય છે તેમ જીવ પણ જૂને દેહ છોડી -નવીન દેહમાં પ્રવેશ કરે છે. જેમ મીણમાં છુપાવેલું રત્ન અંદરથી
સ્કુરાયમાન કાંતિવાળું છતાં કઈક જ જાણે છે તેમ ગૂઢ કર્મસમૂહને કેઈક જ જ્ઞાની જીવ જાણી શકે છે.'
જેમ દીવ ઊંચા, વિશાળ અને લાંબા ઉત્તમ ઘરમાં હોય તે પ્રકાશ ફેલાવે છે અને બે શકેરાં વરચે રાખેલે હેય તે તેટલા જ ભાગમાં પ્રકાશ કરે છે, તેમ જીવ પણ લાખ જોજન ઊંચે દેહ હેય તે તેને પણ સજીવન કરે છે અને કુંથુના શરીરમાં પ્રવેશ કરે તે. તેટલા જ માત્ર દેહથી સંતુષ્ટ રહે છે. જેમ આકાશતલમાં જ પવન
Page #47
--------------------------------------------------------------------------
________________
26 / હિલેન્ડા માણસ દેખી શકો નથી તેમ ભવમાં ભમતો જીવ પણ આંખથી દેખી શકાતું નથી. જેમ ઘરમાં દ્વારથી પ્રવેશ કરતે વાયુ રોકી શકાય છે. તેમ જીવ રૂપી ઘરમાં પાપ આવવાનાં ઇન્દ્રિય-કારે રોકી શકાય છે.. જેમ ઘાસ અને લાકડાં મરી જવાળાવાળા અગ્નિ વડે બળી જાય છે. તેમ છવનાં કમલ ધ્યાન યોગ વડે બળીને ભસ્મ થાય છે. જેમ. બીજ અને અંકુરનાં કારણ અને કાર્ય જાણી શકાતાં નથી તેમ અનંત કાળને જીવ અને કર્મને સહભાવ જાણી શકાતું નથી. જેમ ધાતુ, અને પથ્થર જમીનમાં સાથે ઉત્પન્ન થયા હોય અને પછી અનિમાં પથ્થર અને મલ બાળીને સુવર્ણ ચેખું કરાય છે તેમ જીવ અને કર્મને અનાદિકાળને સંબંધ હોય છે છતાં ધ્યાન નથી કર્મરૂપી. કીચડની નિર્જરા કરીને જીવ તદ્દન નિર્મળ કરાય છે. જેમાં નિર્મળ ચંદ્રકાન્ત મણિ ચંદ્રકિરણને વેગથી પાણી ઝરે છે તેમ જીવ પણ સમ્યક્ત્વ. પામીને કર્મમલ નિઝરે છે. જેમ સૂર્યકાન્ત મણિ સૂર્યથી તપતાં અગ્નિ. છેડે છે તેમ જીવ પણું તપ વડે કરી પોતાને શેષતા જ્ઞાન પ્રાપ્ત કરે છે. જેમ કાદવના લેપથી રહિત તુંબડું એકદમ સ્વાભાવિકપણે પાણી. ઉપર રહે છે તેમ સમગ્ર કર્મ લેપરહિત જીવ પણ કાગ્રે સિદ્ધશિલા. ઉપર શાશ્વતપણે રહે છે.”
આ ગ્રંથમાં કવિએ જુદી જુદી કથાઓના પ્રસંગમાં કેટલીક નગરી એનું વર્ણન કર્યું છે. એમાં કેટલેક સ્થળે પ્રથમ મુખ્ય દેશનું અને ત્યાર પછી તેની મુખ્ય નગરીનું વર્ણન કર્યું છે. કુવલયકુમારની. કથામાં વિનીતા અધ્યનું, પુરંદરરાજાની કથામાં વસદેશની કૌશાંબી. નગરીનું, ચંડમની કથામાં દમિલાણ દેશની કંચી નગરીનું, માનભટ્ટની કથામાં અવંતી દેશની ઉજજયિની નગરીનું, માયાયિની કથામાં કાશદેશની વારાણસી નગરીનું, લેભદેવની કથામાં ઉત્તરાપથની તક્ષશિલા નગરીનું, મહદત્તની કથામાં કૌશલ દેશની કૌશલા નગરીનું. સાગરદત્તની કથામાં ચંપા નગરીનું, યક્ષ જિનશેખરની કથામાં માર્કદી.
Page #48
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા / ૩૯ નગરીનું, દલિહની કથામાં રત્નાપુરી નગરીનું, કુમારી કુવલયમાલાની કથામાં વિજયા નગરીનું, સંસારચક્રની કથામાં લાટ દેશની દ્વારિકા નગરીનું, મણિરથકુમારની કથામાં કાકંદી નગીનું સુંદરીની કથામાં સાકેત નગરનું, કામગજેન્દ્રની કથામાં અરુણુભ નગરનું, વજગુપ્તની કથામાં ઋષભપુરનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉજજયિની અને અયોધ્યાનું વર્ણન મુખ્ય કથાના પ્રસંગોમાં વિકાસ અનુસાર એક કરતાં વધારે વખત કરાયું છે.
નગરીઓનાં વર્ણનેમાં નગરનું નામકિલ્લે, દુકાનમાર્ગો, ઉપવન, સન્નિવેશ, આવાસ, સરોવર, તળાવો, મંદિરે, વાવડીઓ, જુદા જુદા વર્ણના લેકે, યુવક અને યુવતીઓ, પશુ, પક્ષીઓ, અને ત્યાં પ્રવર્તતી ભિન્ન ભિન્ન ઋતુઓનું અલંકારયુક્ત વર્ણન કરીને કવિએ તેમાં ઘણું મનહર વૈવિધ્ય આપ્યું છે. કેટલેક સ્થળે વર્ણન સંક્ષેપમાં કર્યું છે, તે કેટલેક સ્થળે વિસ્તારથી પણ કર્યું છે. વિનીતાનગરીનું વર્ણન કરતાં ગ્રંથકારે ભિન્નભિન્ન વસ્તુઓમાં ચોમાસાની અનેક વસ્તુઓની ઉપેક્ષા કરી છે. જેમકે “નિર્દય કરતલ વડે વગાડાતાં તબલાં અને વાજિંત્રો સાથે ગવાતાં ગીતથી જાણે મેઘનાદ ન થતું હોય !” એ નગરીમાં જાણે બારે માસ નવા ચેમાસાને સમય પ્રવર્તતે હોય તેવી મનહરતાનું સૂચન કર્યું છે.
રાપુરી નગરીની શ્રેષ્ઠતા બતાવવા માટે કવિ કહે છે તે નગરીમાં જે કંઈ પદાર્થ પરાભવ પામવાથી અધમ કે હલકે ગણાય છે તે પદાર્થ બીજી નગરીમાં જાય છે ત્યાં તે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગણાય છે. - કવિએ આ ગ્રંથમાં બધી જ સસ્તુઓનું વર્ણન કર્યું છે પરંતુ તેમાં શરદ, વર્ષા, વસંત અને ગ્રીષ્મ એ ચાર તુનું વધારે વિગતે આલેખન કર્યું છે. ચંડમની કથામાં કવિએ શરદ ઋતુનું વર્ણન કર્યું છે. કાસ જાતિનાં ફૂલ જેવો ઉજજ્વલ નિર્મળ જલના તરંગની
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦ / પડિલેહા
શેભાવાળા, સ્ફટિક હાય તેવો, શરદકાળ ચંદ્રની જયેાસ્ના, ખીલેલાં પુષ્પાની સુગ ંધ, નવપલ્લવિત લીમડા, ઊગેલા અનાજના છેાડ, બળદોના અવાજ વગેરે વડે મનેાહર લાગે છે. કવિએ સમાસયુક્ત ભાષામાં રચેલી ચાર કડીમાં આ શરદઋતુનું વર્ણન કર્યું છે,
દ કલિહની કથામાં કવિએ વર્ષાઋતુનું વર્ણન કર્યું છે. ઉપમા અલંકાર વડે કરાયેલ! આ વનમાં કવિ લખે છે કે કાઈક જગ્યાએ સરાવરનાં કાદવ અને ઘાસ શરીરે ચાંટેલાં હેાય તેવા, વનની ભેંસા જેવા મેઘ ઉતાવળથી વિચરતા હેાય તેમ જણાતા હતા. ભયંકર અને ભમરાના અંગ જેવી કાંતિવાળા મેઘ કામી અસુરની જેમ વિચરતા હતા. વળી નવીન પાકતા આંબાની ગંધવાળા ફેલાતા પવન ધમધમ કરતા વનમાં વાઈ રહ્યો હતા. પ્રથમ વર્ષા થવાના યોગે પૃથ્વી અને જળના સંગમ થવાથી માટીની સૌરભવાળા અને ભેંસાને મદ કરાવનાર સુગંધી પવન વાઈ રહ્યો હતા. તે વખતે નવીન કામળ અંકુરા જમીનમાંથી બહાર ફૂટવા લાગ્યા. પર્વતનાં શિખર અને ગુફાઓમાં માર નૃત્ય કરવા લાગ્યા. પતિ પરદેશ ગયા હોય તેવી ગૃહિણીએ દીન અને ઉદાસીન રહેવા લાગી. નવા ઊગેલા અંકુરાથી પૃથ્વી શોભવા લાગી. લૈકા આકુળવ્યાકુળ બનવા લાગ્યા. પાણીની પરખેાના મંડપા છેડાવા લાગ્યા. ખેડૂતા હળ અને ખેતીનાં સાધના તૈયાર કરવા લાગ્યા. મુસાફરી ઘેર પાછા ફરવા લાગ્યા. ગામેામાં ઘરનાં છાપરાં સરખાં કરાવા લાગ્યાં.'
વર્ષાનું આ વન કવિએ અત્યંત મનેાહર કર્યું છે. તેમાંનું કેટલુંક પદ્યમાં સમાસયુક્ત શૈલીથી કરેલુ છે અને કેટલુંક ગદ્યમાં લયયુક્ત નાની નાની ગદ્યપ તિથી કરેલું છે. વર્ષાના વનમાં કવિની અવલોકનક્તા આપણુંને સરસ પરિચય થાય છે.
માનભટ્ટની કથામાં કવિએ કરેલુ. વસંતઋતુનું વન વર્ષાઋતુના વનની અપેક્ષાએ ટૂંકું છે, ભ્રાકિલાના મધુર શબ્દોવાળુ, ભમરાના
Page #50
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા | ૪૧
ગુંજારવથી વાચાળ, કામબાણથી દુપ્રેક્ષ્ય, નવીન પુષ્પોને કળારૂપ અંજલિ કરીને નમ્ર બનેલા સામે માફક વસંતકાળ આવે છે. વસંતઋતુનું આગમન થતાં સ્વાધીન પતિવાળી સ્ત્રીઓ હર્ષથી પ્રફુલ્લિત બને છે. પ્રષિતભર્તૃકા દીનમુખવાળી બને છે. બાળકે એકઠાં થઈ મેટા અવાજ કરે છે. યુવક-યુવતીઓની મંડળીઓ રાસડા ગાય છે. મદિરાપાન કરાય છે. ગીતે ગવાય છે અને ઋતુમાં મદત્સવ પણ rઊજવાય છે.
પ્રકૃતિવર્ણનમાં કવિએ દિવસ અને રાત્રિના જુદા જુદા પહેરનું ‘પણ મને હર વર્ણન કર્યું છે સંધ્યાનું વર્ણન કરતાં કવિ લખે છે, બાળક જળાશયમાં તરવા કૂદકે મારે ત્યારે હાથ નીચા કરેલા હેય, મુખ નીચે હોય અને પગ ઊંચે ગયેલા હોય તથા મસ્તક ઊછળતું હેય તેવી રીતે સૂર્ય અસ્તગિરિ પર ફરવા લાગ્યા. પોતાનાં કિરણરૂપી દેરડાથી બાંધેલે સૂર્યરૂપી ઘડો સંધ્યારૂપી પત્ની વડે આકાશમાંથી સમુદ્રરૂપી કૂવામાં ઉતારાયો. જેને પ્રતાપ ઓછું થઈ ગયું છે, આંખમાં પડલ આવવાથી તેજ ઘટી ગયું છે અને હાથ સંકેચાઈ ગયા છે એવા વૃદ્ધની જેમ સૂર્ય થયું હતું. જન્મેલાનું નક્કી મૃત્યુ હોય છે અને રિદ્ધિ પણ આપત્તિરૂપ નક્કી થાય છે એ પ્રમાણે કહેતે હોય તેમ સૂર્ય અસ્તગિરિના શિખરથી નીચે પડ્યો. અત્યંત આકરા કર નાખીને અનુક્રમે સમગ્ર ભુવનને ખલ રાજા ત્રાસ પમાડી પછી એકદમ વિનાશ પામે છે તેમ સૂર્ય અસ્ત પામ્યો. સૂર્યરૂપી નૃપતિ અસ્ત પામતાં કમળરૂપી મુગ્ધ રાણુઓ અશ્રુજળથી મલિન નીચું મુખ કરીને જાણે રુદન કરતી હતી અને રુદન કરતી માતાએને દેખી બાળકે જેમ લાંબા સમય સુધી રુદનનું અનુકરણ કરે તેમ રુદન કરતાં કમળને દેખી મુગ્ધ ભ્રમરે પણ ગુંજારવ દ્વારા રુદનનું અનુકરણ કરતા હતા. સૂર્યરૂપી મિત્રના વિયેગમાં હંસાએ કરેલા શબ્દરૂપી રુદનને લીધે કમળના હઠ્ય માફિક ચક્રવાકનું યુગલ
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨ / પડિલેહા
વિખૂટુ" પડયું", જેમ પતિ પાછળ લાલ કસુંબા પહેરી કુલબાલિકા સતી થાય છે તેમ સૂરૂપી નરેન્દ્રના અસ્ત થયેલા જાણી કુસમ સરખું લાલ આકાશ ધારણ કરનારી સજ્યા સૂય પાછળ સમુદ્રમાં મૃત્યુ પામી. વળી, ખલ-ભાગી અને પત્નીના પિયરનાં માણસા યાચના કરે તે સમયે તેમનાં મુખ ઘેાડાં ઝાંખાં પડે તેમ થેડા: અંધકારસમૂહ વડે દિશાપત્નીઓનાં મુખ શ્યામ બની ગયાં. મિત્ર-વિયેાગરૂપી અગ્નિમાં બળતાં હૃદયાવાળાં પક્ષીએ વ્યાકુળ બની. વિલાપ કરવા લાગ્યાં અને ઈર્ષ્યાળુ રાજાની રાણીઓની જેમ દૂર નજર કરતી દૃષ્ટિએ રાકાઈ ગઈ. ત્રિભુવનના ગૃહસ્વામી કાળધ પામે તેવી રીતે સૂર્યં અસ્ત થતાં સ ંધ્યા સમયે લેાકેાના શારબંકારના ઉદ્દામ અવાજરૂપી રુદન જાણે દિશાપત્નીઓ કરતી હતી.’
‘તે સમયે ભુવનતલમાં કયા વૃત્તાન્ત પ્રવા` રહ્યો હતા ? જંગલ-માંથી ગોધન ચરીને પાછું ઘર તરફ આવી રહ્યું હતું. ચારનાં ટાળાં બહાર નીકળ્યાં હતાં. મુસાફરોના સમુદાય મુકામ નાખતા હતા. વ્યભિચારી, વેશ્યા વારાંગનાઓ ઉત્કંઠિત થયાં હતાં, મુનિવા સધ્યેાપાસનાના કાર્ટીમાં રાકાઈ ગયા હતા, ચક્રવાકી વિરહદુઃખ અનુભવતી હતી. સ્ત્રીપુરુષોનાં હૃદય ઉચ્છ્વાસ લઈ રહ્યાં હતાં, બ્રાહ્મણાનાં ગૃહેામાં ગાયત્રીને જાપ ચાલી રહ્યો હતા. કાકાકૌઆ મૌન બની ગયા હતા, ઘુવડ કરવા માંડયાં હતાં. પિગલિક પક્ષીઓ ચિલ ચિલ શબ્દ કરતાં હતાં. પક્ષીએ કૂજન કરતાં હતાં, કાકિણીએ નાચવા લાગી હતી. ભૂતા કરવા લાગ્યાં હતાં. શિયાળા રડવા લાગ્યાં હતાં. વળી વૃક્ષેાની અંદર પક્ષીએ નિદ્રાધીન બન્યાં હતાં. અને ખા ક જેમ માતાની સેાડમાં સૂઈ જાય તેમ વનરાજિ સૂઈ ગઈ હતી.’
આવા સંધ્યાસમયે કેવા કેવા શબ્દો કઈ કઈ જગ્યાએ સંભળાવા લાગ્યા ? મંત્રજાપ કરવાના મંડપેાની અંદર હવનમાં ઘી, તલ અને સમિધની આકૃતિના તાતા શબ્દો, બ્રાહ્મણેાની પાઠ–
Page #52
--------------------------------------------------------------------------
________________
કુવલસાલા | ૪૩ શાળામાં ગંભીર વેદપઠનના શબ્દો, રુદ્રમંદિરમાં મનહર ચિત્તાકર્ષક ગીતનાદે, ધાર્મિક મઠમાં ગળું ફાટી જાય તેવા શબ્દ, કાપાલિકાના ઘરમાં ઘંટા ડમરૂકના શબ્દ, ચૌટા વચ્ચે આવેલા શિવમંદિરમાં વાર્જિવ અને પકારના શબ્દ, મકાનેમાં ભગવદ્ગીતાનાં પારાયણ અને ધૂનના શબ્દો, જિનમંદિરમાં સદભૂત યથાર્થ ગુણની રચનાવાળાં સ્તુતિસ્તંત્રના શબ્દો, બુદ્ધમંદિરમાં એકાંત કરુણ રસવાળાં અર્થ ગર્ભિત વચને, નગરગૃહમાં વગાડેલા મોટા ઘંટનાદે, કાર્તિકસ્વામીના મંદિરમાં એર કૂકડા અને ચકલાંના શબ્દો અને ચાં દેવમંદિરોમાં મને હર કામિનીઓનાં ગીતેના તેમ જ મૃદંગ મધુર સ્વરો સંભળાય છે. વળી–
bઈ જગ્યાએ ગીતને અવાજ, કઈ જગ્યાએ તબલાંને અવાજ તથા કઈ જગ્યાએ એક સાથે બેલતાં ભજનઆરતીને અવાજ રાત્રિ શરૂ થતી હતી તે સમયે સંભળાતું હતું.'
વળી કામિનીગૃહમાં કેવા કેવા શબ્દો સંભળાતા હતા ? અરે પલ્લવિકા, શયનગૃહ બરાબર તૈયાર કર, ચિત્રામણવાળી ભિતિઓ ઝાપટી નાખ, મંદિરામાં કપૂર નાખ, પુપમાળાનું ગૃહ તૈયાર કર, ભૂમિ ઉપર પલની ભાત અને રંગોળીની રચના કરે, પુછપની પથારી બનાવ, ધૂપઘટકા સળગાવે, મધુર શબ્દ બોલનારાં પાળેલાં પક્ષીએના સંગ કરે, નાગરવેલનાં પાનનાં બીડાં તૈયાર કરો, કપૂર એલચી વગેરેની પેટી મૂકે, કલક(સુગંધી ફળ)ની ગોળીઓ નાખે, ગવાક્ષમાં શમ્યા તૈયાર કરે, શિંગડાં આપો, ગળાનું આભૂષણ મૂકજે, ચાકળ નાખજે, દીપક પ્રગટાવજે, મદિર અંદર લાવજે, વાળ સરખા કરી વધારે વખત સુધી સ્માનભાજનમાં સ્નાન કરજે, મદિરાની પ્યાલી પાછી માગી લે, દારૂ ભરેલા પ્યાલા હાથમાં આપ અને શયન પાસે જુદા જુદા મેવા, મીઠાઈ અને પીણું ગોઠવજે.” - કવિએ પ્રકૃતિનાં વિવિધ પ્રકારનાં વર્ણને કર્યા છે. તેવી રીતે
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪ | પડિલેહા પશુપંખીઓ અને જુદાજુદા વર્ગનાં માનવીઓનાં વર્ણને પણ રસિક તથા વિગતપૂર્ણ કર્યા છે. જૈન મુનિઓની દિનચર્યાનું વર્ણન કરતાં કવિએ જૈન શાસ્ત્રોનાં નામ એના વિષય સાથે સાંકળી લીધાં છે. કવિ લખે છેઃ
ધર્મ કરવામાં સમુદ્ર જેવા, કર્મરૂપી મહાપર્વતને ચૂર્ણ કરવા માટે વજ જેવા, ક્ષમાને ગુણ મુખ્યત્વે ધારણ કરનાર, ઉપસર્ગ સહન કરવામાં વૃક્ષ સમાન, પંચ મહાવ્રતરૂપી ફળસમુદાયથી શોભતા, ગુપ્તિપુષ્પથી સુશોભિત, શીલાંગરૂપી પત્રથી યુક્ત, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન જેવા તે મુનિઓ છે. કેટલાક જીવ-અજીવના
ભેદે, કાર્યાકાર્યના ફળવિચારે, સાધુની સમાચારી અને આચારના વિચાર કરી રહ્યા છે. કેટલાક સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને પરમાર્થ સૂચવતા “સૂત્રકૃતાંગ' સૂત્રનું અનુગુણને કરે છે, કેટલાક અહીં સંયમમાં સારી રીતે રહેલા ઠાણાંગસૂત્રનું શ્રવણ કરે છે, કેટલાક બીજા ભાગ્યશાળી સાધુઓ “સમવાયાંગસૂત્ર' અને સર્વ વિદ્યાઓ ભણે છે, સંસારસ્વરૂપ સમજનાર બીજા કેટલાક મુનિએ “વિવાહપ્રાપ્તિ અથવા ભગવતીસૂત્ર'નાં અમૃતરસ મિશ્રિત વચનને મુખ દ્વારા પાન કરી હદયમાં ધારણ કરે છે, કેટલાક “જ્ઞાતાધર્મકથાનું અને બીજા કેટલાક ‘ઉપાશક દશા”, “અંતકૃત દશા, “અનુતર દશા' સૂત્રોનું પરાવર્તન કરે છે, કેટલાક જાણકારને પ્રશ્ન પૂછે છે અને ત્રણ લેકના ગુરુ આચાર્ય સ્પષ્ટ પૂછેલા પ્રશ્નના ઉત્તર સ્વરૂપ પ્રશ્ન વ્યાકરણ' સૂત્ર ભણાવે છે. સકલ ત્રિભુવનને જેમાં વિસ્તૃત અર્થ કહેલ છે, પ્રશસ્ત શાસ્ત્રોને અર્થ જેમાં છે એવાં સેંકડો શાસ્ત્રવાળા “દષ્ટિવાદ' (બારમું અંગોને કેટલાક કૃતાર્થ સાધુઓ અભ્યાસ કરે છે. જેની પ્રજ્ઞાપના સમજણ જેમાં આપી છે એવા “પ્રજ્ઞાપના' સૂત્રનું, “સૂર્યપ્રાપ્તિ તેમ જ “ચન્દ્રપ્રસાપ્તિ' સૂત્રનું પરાવર્તન કેટલાક કરે છે, તેમ જ બીજ કેટલાક મહર્ષિ ગણધરોએ રચેલાં, સામાન્ય કેવળીએ કરેલાં, પ્રત્યેક
Page #54
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા / ૪૫
બુદ્ધોએ વિરચેલાં શાસ્ત્રોના અભ્યાસ કરે છે. કાઈક જગ્યાએ કેટલાક સાધુએ પાંચ અવયવ, દસ હેતુઓ, પ્રત્યક્ષ પરાક્ષ અનુમાન પ્રમાણુ એ ચારેના વિચાર કરે છે. વળી કેટલાક ભવસમુદ્રમાં વહાણુ જેવા રાગ-મેાહની ખેડીને તાડનાર, આઠ ક*ની ગાંઠને ભેદવામાં વ સમાન ધર્મોપદેશ આપે છે. વળી, માહાંધકાર દૂર કરવામાં સૂ જેવા, પરવાદીરૂપ હરણને મારવામાં સિંહ જેવા, નયવાદરૂપી. તીક્ષ્ણ નખવાળા વાદીઓ પણ ત્યાં છે. લેાકાલેાક પ્રકાશિત કરનાર, અતિ સૂક્ષ્મ પદાર્થીને પ્રગટ કરનાર, કેવળીએએ સૂત્રરૂપે જેની રચના. કરેલા છે એવા નિમિત્તશાસ્ત્રના કેટલાક વિચાર કરે છે. જુદા જુદા જીવની ઉત્પત્તિ અને સુવ, મણિ, રજત, ધાતુના સંયાગ જેમાં રહેલા છે તે ‘ ચેાનિપ્રાભૂત ’ના કેટલાક અભ્યાસ કરે છે. જેમનાં લાડી અને માંસ તપસ્યાથી સુકાઈ જવાને કારણે હાડકાંના બનાવેલા પાંજરા જેવા દેખાતા અને જેએ ચાલે ત્યારે હાડકાંના કડકડ શબ્દો થાય છે તેવા સેંકડા તપસ્વીઓને રાજા જુએ છે. મને હર વચનયુક્ત અર્થગંભીર અને સર્વ અલંકારયુક્ત હેાવાથી સુંદર અને અમૃતના પ્રવાહ જેવાં મધુર કાવ્યાની રચના કરતા, કેટલાક જ્યોતિષીઓએ ભણાવેલુ પરાવર્તન કરતા, કેટલાક સિદ્ધાંતના સારને યાદ કરતા, કેટલાક મન વચન અને કાયાને ગેાપવતા, કેટલાક શ્વાસેારાસને રોકતા, કેટલાક આંખને સ્થિર કરતા, કેટલાક જિનવચનનુ ધ્યાન ધરતા, કેટલાક પ્રતિમાને વહન કરતા એવા અનેક મુનિવરોને રાજાએ જોયા. ’
• કાઈ જગ્યાએ પ્રતિમાની જેમ સ્થિર બેઠેલા, કોઈ જગ્યાએ નિયમ લઈને રહેલા, કોઈ જગ્યાએ વીરાસન કરીને બેઠેલા, કાઈ. જગ્યાએ ઉત્કટાસને રહેલા, કાઈ ગાય દાહવાની જેમ આસને રહેલા. અને ક્રાઈ જગ્યાએ પદ્માસને રહેલા સાધુઓને જોયા. '
કુવલયમાલા'માં કુવલયકુમાર અને કુમારી કુવલયમાલાની મુખ્ય કથામાં ખીજી ઘણી કથાઓ કર્તાએ સંકલિત કરી લીધી છે. આ આખા
'
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬ | પડિલેહા ગ્રંથમાં એમણે શંગાર, વીર, કરુણ, હાસ્ય, બીભત્સ, શાંત વગેરે રસોનું આલેખન કરેલું છે. અહીં શંગારરસનું જે આલેખન કરવામાં આવ્યું છે તે જોઈ કેઈકને પ્રશ્ન થાય છે કે એક જૈનાચાર્યે કરેલી આ ધર્મકથાની રચનામાં શંગારસને સ્થાન કેમ હોઈ શકે? આ દષ્ટિબિંદુથી જોતાં કેઈકને કદાચ આ કથામાં નિરૂપાયેલ શંગારરસ ટીકારૂપ પણ લાગે પરંતુ લેખક પોતે આ વસ્તુસ્થિતિથી અનભિજ્ઞ નથી. તેમણે શૃંગારરસનું જે આલેખન કર્યું છે તે સપ્રયજન છે અને પિતાને માથે આ અપવાદ કદાચ આવે એમ સમજીને તેમણે ગ્રંથને અંતે એ બાબતને ખુલાસો પણ કરેલું છે. ,
ગ્રંથના આરંભમાં તેમણે બતાવ્યું છે કે જુદા જુદા પ્રકારના જીવ, પરિણામ ભાવ જાણવા માટે સર્વ ઉપાય કરવામાં નિપુણ જિનેશ્વર ભગવંતે ચાર પ્રકારની કથા કહી છે, જેમકે ૧. આક્ષેપણું, ૨. વિક્ષેપણ, ૩. સંવેગજનની, ૪. નિર્વેદજનની. આક્ષેપણ કથા તે વાચકને પ્રથમ શ્રવણ તરફ આકર્ષી અને અંતે ધર્મ તરફ આકર્ષનાર બને છે. વિક્ષેપણ કથા તેને સંસારથી દૂર લઈ જનાર બને છે. સંવેગજનની કથા વાચકને મોક્ષાભિલાષી બનાવે છે અને નિર્વેદજનની કથા તેનામાં સંસાર પ્રત્યે નિવેદ જન્માવે છે. આ કથાપ્રકાર જણાવ્યા પછી કવિ કહે છે એમ અહીં પણ ચાર પ્રકારની ધર્મકથા શરૂ કરી છે, તેમાં કઈ કઈ કામશાસ્ત્રને સંબંધ પણ કહેવાશે માટે તેને નિરર્થક ન ગણશો, પરંતુ ધર્મપ્રાપ્તિ કરાવવામાં તે આકર્ષણ કરનાર છે એમ ગણીને તેનું બહુમાન કરશે. ગ્રંથના અંતે પણ કવિ કહે છે કે અમારા પર ઈર્ષા કરનાર ખલ, પિશુન, રાગી, મૂઢ વગેરે ન બોલવા યોગ્ય બેલશે અને કહેશે કે આમાં રાગ બહુ વર્ણવે છે. તે રાગબંધન ઉત્પન્ન થાય તેવી રચના શા માટે કરવી? તેના ઉત્તરમાં કર્તા કહે છે કે રાગવાળું ચિત્ત હોય તેને પ્રથમ રાગ દેખાડવાથી પછીથી વૈરાગ્ય થાય છે. આ રાગ વૈરાગ્યને હેતુ બને છે. વળી કઈ પ્રશ્ન
Page #56
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા / ૪૭
કરે કે ધર્મની આ વાર્તામાં પુરુષોનાં લક્ષણા શા માટે કહેવાય છે ? તેના જવાબમાં કર્તા કહે છે કે શ્રોતાઓનુ` આકĆણુ કરવું એ કવિઆને ધર્મ છે. વળી, આવી રીતે ધર્મ કથામાં રાગ વવાયા હેાય એવી પેાતાની પુરાગામી કથા તરીકે વસુદેવહિડી અને સ્મિલહિડીના એ સદમાં ક્રવિએ નિર્દેશ પણ કરેલા છે.
શ્રી ઉદ્યોતનસૂરિએ આ કથાની રચના એવી રીતે કરી છે અને એમાં અવાંતર કથા એવી રીતે ગૂંથી લીધી છે, કે જેથી તેમાં જુદા જુદા પ્રસંગે પ્રસંગેાચિત ધર્માંતત્ત્વની વિચારણા પેાતાના દ્વારા કે કાઈ પાત્ર દ્વારા કરવામાં આવે, ચંપૂપ્રકારની આ રચના હેાઈને તેમાં કથાતત્ત્વના પ્રવાહ વચ્ચે વચ્ચે મંદ બને અને વર્ણન કે વિવેચન પ્રધાનસ્થાન લે એ સ્વાભાવિક છે. વળી અહીં તેા કર્તાના ઉદ્દેશ એક સંકી` `ધ કથા કહેવાના છે અને તેથી કથા કે કવિતા કરતાં ધર્મવિચારણા અને ધર્મોપદેશ તેમાં પ્રાધાન્ય ભાગવે એ પણ સ્વાભાવિક છે. કવિ પાતે જૈન છે. પાતાનાં ધર્મશાસ્ત્રાના તેએ મહાન જ્ઞાતા પશુ છે એની પ્રતીતિ આ ગ્રંથ વાંચતાં વારંવાર આપણને થાય છે. જૈન ધર્મની બધી જ મહત્ત્વની વિચારણા તેમણે આમાં પ્રસંગેાપાત્ત ગૂંથી લીધી છે એટલું જ નહિ સ્થૂળ ધાર્મિક ક્રિયાઓનાં વર્ણના પણ તેમણે વચ્ચે વચ્ચે મૂકયાં છે. સમ્યક્ત્વનાં લક્ષણા, ખાર ભાવના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દેશવિરતિ, સર્વવિરતિ, કર્મ મીમાંસા, નારકી અને તિર્યંચ ગતિનાં દુ:ખા, કષાયનું સ્વરૂપ, લેસ્યા વિચારણા, મુનિચર્યા, મહાવિદેહક્ષેત્ર, મનુષ્ય જન્મની દુર્લભતા, દેવગતિ અને ચ્યવન સમય, ખાલમરણુ, અને પંડિતમરણુ, જીવનના જન્મમરણની અનંતતા, પંચપરમેષ્ઠિને નમસ્કાર, ચારશરણુ વગેરે વિશે આમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કવિનું તત્ત્વચિંતન અત્યંત વિશુદ્ધ છે; વળી ભાષા ઉપરનું પ્રભુત્વ અસાધારણ છે અને છ ંદ પરનું પ્રભુત્વ પણુ અપ્રતિમ છે. એટલે આવા શાસ્રોપદેશ તેમણે ઘણુ ખરુ' પદ્યમાં અને તે પણ સરળ
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮ / પડિલેહા
।।
પ્રવાહી ગાથાની પ્રાસાદિક પ`ક્તિઓમાં આપ્યા છે. આ ઉપદેશ તેમĖ રૂપક, ઉપમા કે દૃષ્ટાંત દ્વારા અત્યંત સચોટ અને વાંચનારને તરત ગળે ઊતરી જાય તેવી રીતે રજૂ કર્યો છે. આથી તત્ત્વજ્ઞાનની શુષ્ક વાતા. પણ કવિતાની ઉચ્ચ ક્રેટિએ પહેાંચેલી આ ગ્રંથમાં અનેકવાર આપણને જોવા મળે છે. વિમળમ ́ત્રીને પતંગિયું અને ગરુડના પ્રસંગ કહી રાજિ ભગવ ંત ધર્મીનું સ્વરૂપ વિસ્તારથી સમાવે છે. મણિરથકુમારની કથામાં બાર ભાવનાએ સમજાવવામાં આવી છે, અને ત્યાર પછી સ્ત્રી,. પુરુષ, નપુંસક, આંધળા, બહેરા, અપ ંગ, જ્ઞાની કે અજ્ઞાની વગેરે ભેદે કયા કર્મફળને કારણે થાય છે તે સમજાવવામાં આવ્યું છે. સંસારચક્રના ચિત્રપટ દ્વારા ચારે ગતિનાં દશ્યો, કર્મીની વિષમતા, પરિગ્રહનુ· પાપ વગેરે સમજાવીને પ્રયેક વ્યવસાયને આધ્યાત્મિક અર્થ કેવી રીતે ઘટાવવા તે સચોટ રીતે સમજાવ્યું છે. વળી કવિએ તત્કાળે ભારતમાં પ્રવતા જુદા જુદા ધર્મના સંપ્રદાયમાં કેવી કેવી ત્રુટિઓ રહેલી છે તે સ ંક્ષેપમાં સમજવા માટે ધર્મવાદીને ખેાલાવે છે અને તે દરેક ધર્મવાદી. પેાતાના ધર્મનાં ઉત્તમ તત્ત્વા ગાથાની એક પંક્તિમાં રજૂ કરે છે અને એના વિશે રાજા જે ચિંતન કરે છે તે પણ ગાથાની એક પંક્તિમાં રજૂ કરાયું છે. એ બધાને અંતે યથા ધર્મની ચકાસણી કરી રાજા. જિનધર્મની દીક્ષા અંગીકાર કરે છે. આવા દરેક પ્રસંગે ગ્રંથકારે શાસ્ત્રમીમાંસા કરવાની સારી તક ઝડપી છે. વસ્તુતઃ કર્તાએ તે જણાવ્યું છે તે પ્રમાણે કવિતાના ઉદ્દેશથી પ્રેરાઈને નહિ પણ ધર્માનુરાગથી પ્રેરાઈને પાતે આ ધર્મકથાનું સ`ન કર્યું છે અને માટે જ આ કથામાં કાઈ કાઈ સ્થળે એવા પ્રસંગેા રજૂ કરવામાં આવ્યા છે અને એવા સચાટ ધર્મોપદેશ અપાયા છે કે તે વાંચીને સુજ્ઞ વાંચનારના. ચિત્તમાં તત્કાળ વૈરાગ્યના અંકુર ફૂટે તો નવાઈ નહિ. જીવનપરિવર્તન કરાવવાના સંભાર અને શક્તિ આ ગ્રંથમાં પડયાં છે, એ નિઃસશય છે. એટલે લેખકે એને ધર્મકથા તરીકે એળખાવી છે એ એટલું જ સાચું છે. અલબત્ત, એને ધર્મ કથા કહેવાથી શ્રેષ્ઠ કૃતિ તરીકેનું એનુ ગૌરવ
Page #58
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા | ૪૯
જરા પણ ઓછું થતું નથી.
આ ગ્રંથમાં મુખ્ય કથાના અને તેની અવાંતર કથાઓના પ્રસંગેમાં કવિએ જીવનની ઘણું ભિન્નભિન્ન બાજુઓનું આલેખન કરીને તેમાં પુષ્કળ વૈવિધ્ય આપ્યું છે. એ સર્વને આસ્વાદ માણતાં કથાકારે જગતનું અને જીવનનું કેટલું સૂક્ષ્મ અવલોકન કર્યું હશે તેની આપણને પ્રતીતિ થાય છે. આ ઉપરાંત, કવિએ ભિન્નભિન્ન શાસ્ત્રો, જાતિઓ, વ્યવહાર, ધર્મ, ભાષાઓ વગેરેને કેટલે અભ્યાસ કર્યો હશે તેને પણ વખતોવખત આપણને પરિચય થાય છે. રાશિફળાદેશ, ઘેડાની જાતિઓ, વિવિધ કળાઓ, ધાતુવાદ, ખન્યવાદ, શકુનવિચાર, સામુદ્રિક લક્ષણે, પ્રહેલિકાઓ વગેરે સંબંધવાળાં લક્ષણે લેખકની બહુશ્રુતતાની પ્રતીતિ કરાવે છે.
કુવલયમાલા "માં તત્કાલીન લેકજીવનનું સુંદર પ્રતિબિંબ પડયું છે. કુવલયકુમાર વિજયાનગરીમાં જાય છે, ત્યારે રાજકન્યા કુવલયમાલા વિશે સમાચાર મેળવવા માટે પનિહારીઓની વાત સાંભળે છે, છાત્રાલયમાં જાય છે અને બજારમાં જાય છે. તે પ્રસંગે કેવા કેવા કેને કેવી કેવી વાત કરતાં તે સાંભળે છે તેનું વિગતે, તાદશ અને ચિત્રાત્મક વર્ણન કવિ કરે છે. છાત્રાલયમાં જે વિદ્યાર્થીઓ હતા તે લાટ દેશના, કર્ણાટકના, માલવાના, કનોજના, ગોલદેશના, મહારાષ્ટ્રના, સૌરાષ્ટ્રના, ઢwદેશના, કાશ્મીરના, અંગદેશને અને સિંધદેશના હતા. છાત્રાલયમાં છાત્રોના જુદા જુદા વર્ગો ચાલતા હતા. તેમાં જુદાં જુદાં શાસ્ત્રોના વર્ગોનું વર્ણન કરતાં કવિ લખે છે :
“એક વર્ગમાં પ્રકૃતિ, પ્રત્યય, લેપ, આગમ, વર્ણવિકાર, આદેશ, સમાસ, ઉપસર્ગ વગેરે વિભાગ કરવામાં નિપુણ એવા વ્યાકરણની વ્યાખ્યા ચાલતી હતી. બીજા વર્ગમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દના સંગ માત્ર કલ્પનાના છે, રૂપમાં ક્ષણભંગુરતા છે, ક્ષણેક્ષણે વિનાશ પામવાના સ્વભાવવાળું છે એવી બૌદ્ધદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦ | પડિલેહા જગ્યાએ ઉત્પત્તિ, વિનાશ, પરિહાર, અવસ્થિત, નિત્ય, અપાય, સ્વરૂપ, પ્રકૃતિ, વિશેષ, ઉપનિીત, સુખદુઃખાનુભવનું સ્વરૂપ વગેરે સાંખ્યદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક મંડળીમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ સમવાય, પદાર્થ, રૂપનિરૂપણ, અવસ્થિત, ભિન્નગુણ અવયવ વગેરેની પ્રરૂપણું કરનાર વૈશેષિક દર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ પ્રત્યક્ષ, અનુમાન, પ્રમાણુ, છ નિરૂપિત નિત્ય જીવાદિ નથી, સર્વસવાદ પદ, વાક્ય, પ્રમાણદિવાદી મીમાંસાદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક જગ્યાએ પ્રમેય, સંશય, નિર્ણય, છલ જાતિ, નિગ્રહ સ્થાનવાદી તૈયાયિકદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ જીવાજીવાદિક પદાર્થમાં રહેલા દ્રવ્યથિત પર્યાય, નવ નિરૂપણ, વિભાગ, નિત્ય, અનિત્ય વગેરે જૈનદર્શન અનેકાન્તવાદની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક જગ્યાએ પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, આકાશ, સંગ વિશેષથી ઉત્પન્ન થયેલ ચૈતન્ય વગેરે વિશે વાદ કરનાર લકાયતિકવાદની વ્યાખ્યાઓ ચાલતી હતી.'
એક બાજુ જેમ શાસ્ત્રચર્ચા કરનાર બુદ્ધિશાળી છાત્રાનું ચિત્ર કવિએ દેર્યું છે તેમ બીજી બાજુ ઠોઠ છાત્રાનું ચિત્ર દોરતાં કવિ લખે છે,
માત્ર ખાવાપીવામાં રસ ધરાવનાર તે છાત્રો કેવા હતા ? વાંકા વાળને હાથથી સરખા કર્યા કરનાર, નિષ્ફરપણે પગ ઠેકીને ચાલવાવાળા, પહોળા શરીરવાળા, ભુજાઓની ઉન્નત ટચવાળા, પારકાને ત્યાંથી ભોજન મેળવી હષ્ટપુષ્ટ માંસપૂર્ણ શરીરવાળા, મેટી મૂછવાળા, ધર્મ, અર્થ અને કામથી રહિત, કંઈક બાળવયમાં અને કંઈક યૌવનવયમાં આવેલા, બંધુ મિત્ર તથા ધનથી દૂરથી ત્યજાયેલા, પારકી યુવતીઓ સામે જોવાને મનવાળા, પિતે સ્વરૂપવાન અને સૌભાગ્યવાળા છે એ ગર્વ ધરાવનારા, ઊંચું મુખ અને ઊંચી આંખે કરવાની ટેવવાળા હતા.'
જેમ છાત્રાલયમાં દેશદેશના છાત્રો હતા તેમ બજારમાં દેશદેશના
Page #60
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલ | પ૧ વિપારીઓ એકઠા થયા હતા. વર્તમાન સમયેમાં પણ જેમ દરેક દેશની પ્રજાની પોતાની ભાષાકીય લઢણુ હોય છે અને કેટલાક શબ્દનું ઉચ્ચારણ એ એમની ખાસિયત હેય છે તેમ કવિના સમયમાં પ્રાકૃત ભાષાના ઉરચારણમાં પણ દેશદેશના લેકેની જુદી જુદી ખાસિયત હતી. વળી, એ દરેક દેશના લેકે માટે લેકમાન્યતા કેવી હતી તેને પણ નિર્દેશ કવિએ કર્યો છે. અહીં કવિએ લેકેનું જેવું લાક્ષણિક શબ્દચિત્ર આપ્યું છે તેવું આપણું પ્રાચીન સાહિત્યમાં ક્યાંય જોવા મળતું નથી. એથી અતિહાસિક દૃષ્ટિએ પણ આ શબ્દચિત્ર ઘણું ઉપયોગી છે. કવિ લખે છેઃ (1) કાળા, નિષ્ફર વચન બેલનારા, બહુ તકરાર કે મારામારી
કરનારા, લજજા વગરના અને “અડડે' એવા શબ્દો બોલનારા
ગૌલ દેશના વેપારીઓ જોયા. (૨) ન્યાય, નીતિ, સંધિ, વિગ્રહ કરવામાં કુશળ, બહુ બોલવાન.
સ્વભાવવાળા, અને “તેરે મેરે આઉ” એવા શબ્દો બોલનારા મધ્યદેશના વેપારીઓને જોયા. (૩) બહાર નીકળેલા મેટા પેટવાળા, ખરાબ વર્ણવાળા, ઠીંગણું,
કામક્રીડાના રસિક, * અંગે લે” એવા શબ્દો બેલનારા મગધ
દેશને વેપારીઓ જોયા. (૪) ભૂરી માંજરી આંખવાળા, આખો દિવસ ફકત ભજનની જ
વાતે કરવાવાળા અને “કિતા કિમ્મો એવા પ્રિય શબ્દ બોલનારા અંતર્વેદી (ગંગાજમનાની વચ્ચેનો પ્રદેશ) દેશના વેપારીઓને
જોયા. (૫) ચા અને જાડા નાકવાળા, સુવર્ણ જેવા વર્ણવાળા, ભાર વહન
કરનારા અને “સરિ પારિ’ એવા શબ્દો બોલનારા કીર (એટલે કાશ્મીર) દેશના વેપારીઓને જોયા.
Page #61
--------------------------------------------------------------------------
________________
પર | પડિલેહ (૬) દાક્ષિણ્ય, દાન, પરુષ, વિજ્ઞાન, દયા વગેરેથી વર્જિત શરીર
વાળા, “એહં તેહ એવા શબ્દ બોલનારા ઢક્ક દેશના વેપારી
ઓને જોયા. (૭) મનહર, મૃદુ, મંદ ગતિવાળા, સંગીતપ્રિય અને સુગંધપ્રિય, પિતાના દેશ તરફ જવાના ચિત્તવાળા, દેખાવડા “ચીય મેં'
એવા શબ્દ બેલનારા સિંધ દેશના વેપારીઓને જેયા. (૮) વાંકા, જડ, જાડા, બહુ ભજન કરનારા તથા કઠણ પુષ્ટ અને
મુક્ત શરીરવાળા, “અપ્યાં તુ પાં” એવા શબ્દો બોલનારા મરુ
દેશને (મારવાડના ) વેપારીઓને જોયા. (૯) ઘી અને લવણવાળાં ભજન કરનાર, પુષ્ટ અંગવાળા, ધર્મ
પરાયણ, સંધિવિગ્રહમાં નિપુણ “ણુઉ રે ભલઉ” એવા શબ્દ
બેલનારા ગુર્જર દેશના વેપારીઓને જોયા. (૧૦) સ્નાન કરનાર, તેલ ચાળનાર, વિલેપન કરનાર, વાળમાં સેંથે.
પાડનાર, સુશોભિત ગાત્રોવાળા “અહ કાઉ તુમ્હ ' એવા શબ્દ
બેલનાર લાટ દેશના વેપારીઓને જોયા. (૧૧) સહેજ કાળા, નીચા શરીરવાળા, કેપ કરવાના સ્વભાવવાળા,
માનથી જીવનારા, રૌદ્ર સ્વરૂપના અને “ભાઉય ભઈણી તુમહે”
એવા શબ્દો બેલનારા માલવદેશના વેપારીઓને જોયા. (૧૨) ઉટ, અભિમાની, પ્રિયાને મેહ પમાડનાર, રૌદ્ર સ્વભાવવાળા,
પતંગિયા જેવી વૃત્તિવાળા “અડિ પાંડી મરે” એવા શબ્દો
બેલનાર કર્ણાટક દેશના વેપારીઓને જોયા. (૧૩) સુતરાઉ વસ્ત્ર પહેરનાર, માંસાહારની રુચિવાળા, મદિરાપાન
કરવાવાળા અને કામવાસનાવાળા “ઈસિ કિસિ મિસિ” એવા
શબ્દો બેલનાર તાઈ (થાઈ કે તામિલ?) દેશના વેપારીઓ જોયા. (૧૪) સર્વ કળામાં નિપુણ, માની, પ્રિયા તરફ કેપ કરવાવાળા,
Page #62
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા / ૫૩
કઠણુ શરીરના અને ' જલ તલ લે ' એવા શબ્દો ખેલનારા કાશલદેશના વેપારીઓને જોયા.
(૧૫) મજબૂત, નીચા, શ્યામ શરીરવાળા, સહન કરનાર, અભિમાની અને તકરાર કરવાના સ્વભાવવાળા · દિણ્ડુલે ગહિયલે ' એવા શબ્દો ખેાલનાર મહારાષ્ટ્ર દેશના વેપારીઓને જોયા.
(૧૬) મહિલા અને સંગ્રામ વિશે અનુરાગવાળા, સુંદર અવયવવાળા, ભાજનમાં રૌદ્ર, અટિ પુટ રિટ ' એમ ખાલનારા આંધ્રદેશના વેપારીઓને જોયા.
'
આમ વિવિધ દેશના લેાક્રેા દેખાવ અને સ્વભાવે કેવા હતા અને તેમના કેટલાક લાક્ષણિક શબ્દોચ્ચારા કેવા હતા તેનું સુંદર વર્ણન કવિએ અહીં કર્યું છે. કવિની સૂક્ષ્મ નિરીક્ષણુશક્તિ અને બહુશ્રુતતાની આમ આ ગ્રંથમાં ઘણે સ્થળે પ્રતીતિ થાય છે.
ચ’પૂસ્વરૂપની આ કૃતિમાં અલંકારસમૃદ્ધિ અપાર હેાય એ સ્વાભાવિક છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં એ પ્રકારની લખાયેલી કૃતિઓમાં આ કૃતિને અવશ્ય અગ્રસ્થાન સોંપડે છે, અલ કારસમૃદ્ધિની દૃષ્ટિએ આ કૃતિ બાણભટ્ટની ‘ કાદંબરી 'ની સરસાઈ કરવાને પણ શક્તિમાન જણાશે. ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા જેવા અલ કાર તે એમાં પદેપદે છે. એમ કહેવામાં અત્યુક્તિ નહિ થાય. અલંકારશાસ્ત્રને અનેકવિધ અલંકારાનાં ઉત્તમ ઉદાહરણ પૂરાં પાડી શકે એવા આ ગ્રંથ છે. નમૂનારૂપ થાડા જુએ :
લક્ષ્મી માટે જુદા જુદા પ્રકારની નાયિકાઓની ઉપમાએ ૧૩૦મી કડિકામાં આપવામાં આવી છે, જેમકે :
आलिंगियपि मुंचइ लच्छी पुरिसं ति साहस - विहूणं । गोत्त-क्खलण-विलक्खा पियव्व दइया ण संदेहो ||
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪ | પડિલેહ
વ્યતિરેક અલંકારનું ઉદાહરણ ૧૧ મી કંડિકામાં જુઓ : हूं, बुज्झइ, वट्टइ खलु खलो ज्जि जइसउ,
तहेव खलो वि वराओ पीलिज्जतो विमुक्क-णेहु
अयाण तो य पसूहिं खज्जइ ॥ અને પરિસંખ્યાનું ઉદાહરણ કંડિકા ૧૭મી માં જુઓ :
जत्थ य जणवये ण दीसइ खलो विहलो व। दीसह सज्जणो समिद्धो व । वसण णाणाविण्णाणे व, उच्छाहो धणे रणे व, पीई दाणे माणे व, अब्भासा धम्मे धम्मे व त्ति । जत्थ य दो-मुहउ णवर मुइंगो वि । खलो तिल विचारो वि।
લેષાલંકારની રચના તે કવિએ ઘણે સ્થળે કરી છે. ઉદાહરણ તરીકે ૧૫મી કંડિકા જુઓ:
अण्णा णदण-भूमिओ इव ससुराओ संणिहिय-महुमासाओं त्ति ।
આમ, અલંકારોનાં ઉદાહરણ તે આ ગ્રંથમાં સ્થળે સ્થળે જોવા મળે છે અને એમાં કવિએ દાખવેલી અપ્રતિમ શક્તિને કારણે જ આ કથાગ્રંથ ઉત્તમ કાવ્યકટિમાં બિરાજે છે.
સંવાદ એ પણ આ કથાગ્રંથનું એક આગવું લક્ષણ છે. કથાના નિરૂપણમાં લેખકે વખતોવખત નાટ્યતત્વ આપ્યું છે અને તેમાંયે સંવાદ દ્વારા કથાને રસિક અને વાસ્તવિક બનાવી છે. લેખકના સંવાદ સચોટ, માર્મિક, ધારદાર, અને ક્યારેક હાસ્યરસિક બન્યા છે. કુમાર કેના જેવો છે તે વિશે યુવતીઓની વાતચીત, છાત્રોની વાતચીત, દર્પફલિહ અને કુવલયકુમાર વચ્ચેની વાત, ધર્મવાદીઓ સાથે દઢવર્મા રાજાને વાર્તાલાપ, મહેન્દ્રકુમાર અને કુવલયકુમાર વચ્ચે સંવાદ, પિશાચીન વાર્તાવિનોદ વગેરેમાં લેખકની અસાધારણ સંવાદકલા નિહાળી શકાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા | પપ
કુમાર કુવલ્યચંદ્રનાં ગુણલક્ષણોનું જુદે જુદે પ્રસંગે જુદી જુદી રીતે વર્ણન કવિએ કર્યું છે તેમાંથી યુવતીઓના વાર્તાલાપ દ્વારા કરાયેલું વ્યતિરેકના પ્રકારનું વર્ણન પણ રોચક છે. જુઓ :
એક યુવતીએ કહ્યું, “સખી રૂપથી તે કુમાર કામદેવ જેવો દેખાય છે.”
બીજી યુવતીએ કહ્યું, ભાળી, એમ ન બેલ. જે તે કામદેવ હાય તે યુવતીઓના સમુદાય ઉપર પ્રડાર કરે. આ તે શત્રુઓના મોટા હાથીઓના દાંત તેઓ એવે છે.'
વળી, એક યુવતીએ કહ્યું, “સખી, જે જે વક્ષસ્થળ જોવાથી તે તે નારાયણ જણાય છે.'
બીજી યુવતીએ કહ્યું, “જો તે શ્યામ કાજળની જેવી કાંતિવાળા હોય તે. પ્રગટ નારાયણ જેવો હોય; પરંતુ કુમાર તે તપાવેલા. સુવર્ણની કાંતિવાળો છે.'
વળી, એક યુવતીએ કહ્યું, “સખી, કાંતિથી તે તે પૂર્ણિમાના ચંદ્ર જેવો જણાય છે. '
બીજી યુવતીએ કહ્યું, “હા ચંદ્રનો કાંતિ ઘટી શકે, પરંતુ જો ચંદ્રની અંદરથી મૃગનું શ્યામ કલંક નીકળી જાય તે. આ તે કલંકરહિત સકલ સપૂર્ણ કળવાળો છે.” વળી, કેઈ એક યુવતીએ કહ્યું, શક્તિમાં તે તે ઇન્દ્ર જેવો જણાય છે.'
બીજી યુવતીએ કહ્યું, “જે તે ઇન્દ્ર હોય તે તેને હજાર આંખ હેવી જોઈએ; પરંતુ આ તે કઠોર, કસાયેલ, પુષ્ટ, દઢ અને મને હર શરીરવાળા છે.”
વળી, એ યુવતીએ કહ્યું, “શરીરે તે તે મહાદેવ જેવો દેખાય છે.” બીજી યુવતીએ કહ્યું, “જો મહાદેવ જેવો હોય એનું ડાબું
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬ | પડિલેહા અડધું અંગ સ્ત્રીનું અને નીચું લેવું જોઈએ. પરંતુ આ તે સમગ્ર રીતે પૂર્ણ અને ચતુરસ્ત્ર સંસ્થાનવાળે છે.”
વળી, એક યુવતીએ કહ્યું, “તેજમાં તે તે સૂર્ય જેવો છે.'
બીજી યુવતીએ કહ્યું, “જે તે ખરેખર સૂર્ય જેવો હોય તે તે પ્રચંડ અને ભુવનતલને તપાવનાર હેય. આ તે લેકનાં મન અને નયનને શીતળતા આપનાર અમૃતમય છે.”
વળી એક યુવતીએ કહ્યું, “ મુગ્ધપણુમાં તે કાર્તિકસ્વામી જણાય છે.'
બીજી યુવતીએ કહ્યું, “જે તે ખરેખર કાર્તિકસ્વામી હોય તે ઘણું ટુકડાથી સાંધેલા શરીરવાળો જણાય પરંતુ રૂપમાં પણ ચડિયાતા રૂપવાળે આ તે ઘણો જ શોભી રહેલે છે.'
ખરેખર, જેણે ઘણો અભ્યાસ કર્યો હશે એવા દેવતાઓની મુગ્ધ દેવીઓએ કાળજીપૂર્વક થોડો થોડો કરીને આ કુમારને ઘડ્યો હશે.”
કુવલયમાલા 'ના કર્તાને ઉદ્દેશ ચપૂ સ્વરૂપની રચના કરવાને હેઈ એ સ્વરૂપ માટે સ્વાભાવિક એવી પાંડિત્યભરી ભાષા અને શૈલીનાં દર્શન આ ગ્રંથમાં કરી શકાય છે. સંસ્કૃત અને પ્રાકૃત ઉભય ભાષા ઉપરનું લેખકનું અસાધારણ પ્રભુત્વ છે એવી પ્રતીતિ આ ગ્રંથ વાંચતા સહેજે થશે. તેમની ચંપકવિની શૈલી વિગતોમાં રાચતી હેઈ દીર્ધ સમાસપ્રચુર વાકયોમાં સરી પડે એ સ્વાભાવિક છે. વળી, પ્રસંગેપ્રસંગે રૂઢ શબ્દને નવીન અર્થમાં પ્રજતી અને નવીન શબ્દ રૂઢ અર્થમાં પ્રયોજતી કવિની ભાષાશૈલી કવિત્વને સાધવાનું લક્ષ્ય પણ રાખતી હોય છે, ક્યારેક સરળ ભાષામાં પણ તે વહે છે અને ક્યારેક આત્મકથનાત્મક, ક્યારેક નાટ્યાત્મક, ક્યારેક સુભાષિતાત્મક, ક્યારેક ઉપદેશાત્મક, ક્યારેક પ્રાસાદિક, કયારેક ઓજસવંતી એવાં વિવિધ સ્વરૂપ તે ધારણ કરે છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
કુવલયમાલા / પ૭
ગદ્યની જેમ પદ્ય ઉપર પણ શ્રી ઉદ્યોતનસૂરિનું પ્રભુત્વ જેવા મળે છે. તેમની પદ્યપંક્તિઓ પાણીના રેલાની જેમ વહેતી હોય છે. ગાથા ઉપર આ કવિનું જેવું પ્રભુત્વ છે તેવું પ્રાકૃતમાં બહુ ઓછા કવિઓનું જોવા મળશે.
આમ, “કુવલયમાલા ' એ માત્ર પ્રાકૃત ભાષાનું જ અનેરું આભૂષણ નથી, જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું અણમોલ રત્ન છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્ય : એમનું જીવન અને કવન
ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ અને સંસ્કારિતાની દૃષ્ટિએ મહાન કહી શકાય એવો યુગ તે સોલંકી યુગ. આ યુગમાં મૂળરાજ, ભીમ, કર્ણ, સિદ્ધરાજ, કુમારપાળ એમ એક પછી એક પરાક્રમી, પ્રજાવત્સલ અને દૂરંદેશી રાજાએ રાજ્ય કરી ગયા અને ગુજરાતની કીતિને એની ટોચે પહોંચાડી. લગભગ ત્રણ વર્ષને આ જમાને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાવા લાગે. આ સુવર્ણયુગને એની પરાકાષ્ઠાએ પહોંચાડનાર સિદ્ધરાજ અને કુમારપાળ હતા. અને એ બન્ને રાજવીઓને મહાન બનાવનાર કલિકાલસર્વજ્ઞ, યુગપ્રવર્તક હેમચન્દ્રાચાર્ય હતા. જે સ્થાન વિક્રમાદિત્યના રાજ્યમાં કવિ કાલિદાસનું હતું, જે સ્થાન હર્ષના રાજમાં બાણભટ્ટનું હતું, તે સ્થાન સિદ્ધરાજ અને કુમારપાળના વખતમાં હેમચન્દ્રાચાર્યનું હતું. ઈતિહાસમાંથી હેમચન્દ્રાચાર્યને જે આપણે ખસેડી લઈએ તે એ સમયનું અપૂર્ણ અને અંધકારમય ચિત્ર આપણી સામે ખડું થવાનું. હેમચન્દ્રાચાર્ય ન હોત તે તત્કાલીન પ્રજા અને એ પ્રજાનાં ભાષા અને સાહિત્ય આટલાં સમૃદ્ધ ન હેત.
Page #68
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્ય | ૫૯ હેમચન્દ્રાચાર્યના જીવન વિષે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ગ્રંથમાંથી પુષ્કળ માહિતી મળે છે. પ્રદ્યુમ્નસૂરિને “પ્રભાવકચરિત્ર', મેરૂતુંગાચાર્યના “પ્રબંધચિંતામણિ, રાજશેખરના “પ્રબંધકેશ” અને જિનમંડન ઉપાધ્યાયના “કુમારપાળચરિત્ર' નામના ગ્રંથમાંથી હેમચન્દ્રાચાર્ય વિષે પુષ્કળ માહિતી મળી આવી છે. જેમ નરસિંહ અને મીરાં, તુકારામ અને જ્ઞાનેશ્વર, કબીર અને ચૈતન્ય જેવા સંતના જીવન વિષે તેમ જ કાલિદાસ અને ભવભૂતિ જેવા કવિઓ કે વિક્રમ અને ભેજ જેવા રાજવીઓ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે, તેમ હેમચન્દ્રાચાર્ય વિશે પણ ઘણી દંતકથાઓ પ્રચલિત છે. હેમચન્દ્રાચાર્યે પિતાના યુગના પ્રભાવ વડે અમાસની પૂનમ કરી નાખી હતી, મહમ્મદ ગઝનીને વિમાનમાં પોતાની પાસે આ હતું કે તાડપત્રી ખૂટતાં નવાં ઝાડ ઉગાડ્યાં હતાંએવી એવી દંતકથાઓ હેમચન્દ્રાચાર્ય વિશે પ્રચલિત છે. | હેમચન્દ્રાચાર્યને જન્મ સંવત ૧૧૪પમાં કારતક સુદિ પૂનમને દિવસે ધંધૂકામાં થયો હતો. એમના પિતાનું નામ ચાચ અને માતાનું નામ ચાહિણી (અથવા પાહિણી) હતું. હેમચન્દ્રાચાર્યનું બાળપણનું નામ ચંગ હતું. એમ કહેવાય છે કે એક વખત ધંધૂકામાં દેવચન્દ્રસૂરિ પધારેલા તે સમયે ચાહિણી એમને વંદન કરવા જાય છે અને પોતે સ્વપ્નમાં એક રત્નચિંતામણિ જે હતું તેની વાત કરે છે. જોતિષના જાણકાર દેવચન્દ્રસૂરિ ચાહિણીના ચહેરાની રેખાઓ પારખી કહે છે કે તું એક રત્નચિંતામણિ જેવા પુત્રને જન્મ આપીશ. ત્યાર પછી દેવચન્દ્રસૂરિ વિહાર કરતા ચાલ્યા ગયા. ફરી કેટલાંક વર્ષો જ્યારે દેવચન્દ્રસૂરિ પાછા ધંધૂકામાં આવ્યા ત્યારે ચાહિણ એમને વંદન કરવા ગઈ. સાથે પાંચેક વર્ષને ચંગ હતું. ચાહિણ જ્યારે વંદન કરતી હતી ત્યારે ચંગ મહારાજની પાટે ચઢી એમની પાસે બેસી ગયા હતા. તે સમયે દેવચન્દ્રસૂરિએ ચાહિણીને પેલા રનચિંતામણિની યાદ આપી, અને પુત્ર પોતાને સોંપવા કહ્યું. ચાહિણને
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦ | પડિલેહ પતિ તે સમયે બહારગામ વેપારાર્થે ગયો હતો એટલે એને પૂછ્યા વિના પુત્ર કેવી રીતે આપી શકાય? દેવચન્દ્રસૂરિએ ચાહિણીને ખૂબ સમજાવી અને કહ્યું કે પતિ બહારગામ છે એ કદાચ ઈશ્વરી સંકેત હશે. અંતે ચાહિણીએ પોતાને પુત્ર દીક્ષાથે દેવચન્દ્રસૂરિને સોંપી દીધો, અને દેવચંદ્રસૂરિ વિહાર કરતા ખંભાત પહોંચ્યા. દરમ્યાન ચાચ બહારગામથી પાછા આવ્યા. પુત્રને ન જોતાં તુરત ગુસ્સે થઈ, ખાધાપીધા વિના પગપાળા ખંભાત આવી પડે અને મેલાઘેલા વેશે ઉદયન મંત્રી પાસે જઈ એણે ફરિયાદ કરી. ઉદયન મંત્રીએ દેવચન્દ્રસૂરિ પાસેથી એનો પુત્ર મંગાવી એને પાછો સોંપ્યો, અને પછી સમજાવ્યું કે “આ પુત્ર તમારી પાસે રાખશો તે બહુ બહુ તે એ ધંધૂકાને નગરશેઠ બનશે અને દેવચન્દ્રસૂરિને સોંપશે તે એક મહાન આચાર્ય થશે અને આખી દુનિયામાં નામ કાઢશે.” ઘણું સમજાવ્યા પછી ચાચે પિતાને પુત્ર દેવચન્દ્રસૂરિને પાછા સાં.
ત્યાર પછી નવમે વર્ષે ચ ગને દીક્ષા આપવામાં આવી અને એનું નામ પાડવામાં આવ્યું સેમચન્દ્ર નાના સમચન્દ્ર ત્યાર પછી સંસ્કૃત, પાકૃત અને અપભ્રંશ ભાષાને અભ્યાસ કર્યો. સાથે સાથે વ્યાકરણ, કાવ્યાલંકાર, યોગ, ન્યાય, ઈતિહાસ, પુરાણ, તત્ત્વજ્ઞાન વગેરે ભિન્ન ભિન્ન શાખાઓને પણ ઊંડો અભ્યાસ કર્યો. વિદ્યામાં પારંગત બનતાં આ સંયમ, અલ્પભાષી, તેજસ્વી યુવાન સાધુને વધુ અભ્યાસાથે કાશ્મીર જવાની ઈચ્છા થઈ. ગુરુએ એને સમજાવ્યું કે તારું સ્થાન ગુજરાતમાં છે, ગુજરાત બહાર જવાનાં સ્વપ્ન સેવવાની જરૂર નથી. ઉત્તરોત્તર ગુરુને પણ પ્રતીતિ થતી જાય છે કે સેમચન્દ્રની દૃષ્ટિને ઘણે વિકાસ થયો છે, એની પ્રજ્ઞા પરિણુત બનવા લાગી છે, એની તેજસ્વિતા વધતી જ ચાલી છે. એટલે એમણે પોતાની પાટે આચાર્યપદે સેમચન્દ્રને સ્થાપવાનો નિશ્ચય કર્યો. અને વિ. સં. ૧૧૬માં સેમચન્દ્રને એકવીસમે વર્ષે દેવચન્દ્રસૂરિએ ખંભાતમાં
Page #70
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્ય / ૬૧ વિધિપૂર્વક આચાર્ય પદે સ્થાપ્યા અને એમનું નામ પાડવામાં આવ્યું હેમચન્દ્ર. એ સમયે હેમચન્દ્રાચાર્યની માતા, જેમણે પણ પાછળથી દીક્ષા લીધેલી છે તે હાજર હોય છે. માતાપુત્ર બંને આ રીતે સાધુ
જીવનમાં એકબીજાને નિહાળી પ્રસન્નતા અનુભવે છે. હેમચન્દ્રાચાર્ય પિતાની માતાને એ વખતે પ્રવતિનીનું પદ અપાવે છે.
અહીંથી હવે હેમચન્દ્રાચાર્યને કીર્તિકાળ શરૂ થાય છે. પાટણમાં તે સમયે સિદ્ધરાજ(કેમાં જાણીતા સધરા જેસંગ)નું રાજ્ય ચાલતું હતું. એ સમયે હેમચન્દ્રાચાર્ય દેવસૂરિ સાથે પાટણમાં આવે છે અને બનારસથી આવેલ કુમુદચન્દ્ર સાથે ધર્મચર્ચામાં ભાગ લે છે. ત્યારથી સિદ્ધરાજને હેમચન્દ્રાચાર્યની પ્રતિભાને પરિચય થાય છે. તે સમયે સિદ્ધરાજની વિદ્વત્સભામાં રાજકવિ તરીકે શ્રીપાલને સ્થાન હતું, અને રાજપંડિત તરીકે દેવબોધિને સ્થાન હતું, એ બન્નેને એકબીજા પ્રત્યે તેજેષ હતું અને એકંદરે રાજાને એ બંનેથી અસંતોષ હતે. એટલે સિદ્ધરાજે પોતાની વિસભામાં એ બંનેને બદલે હેમચન્દ્રાચાર્યને સ્થાન આપ્યું.
ત્યાર પછી સિદ્ધરાજે માલવા પર ચઢાઈ કરી. એમાં એમને ફત્તેહ મળી. માલવાની અઢળક સમૃદ્ધિ ગુજરાતમાં લાવવા સાથે એના માણસે માલવાથી ગાડાંનાં ગાડાં ભરી હસ્તપ્રત પણ લાવ્યા. એમાં સિદ્ધરાજે ભજવ્યાકરણની પ્રત જોઈ પંડિતોને પૂછયું ગુજરાતમાં ક્યાંક “ભેજ વ્યાકરણ, ક્યાંક ક્યાંક કા તંત્રનું વ્યાકરણ ચાલતું હતું. ગુજરાત પાસે પોતાનું કહી શકાય એવું વ્યાકરણ રચવાને માત્ર હેમચન્દ્રાચાર્ય સમર્થ છે એમ પંડિતોએ જણાવ્યું અને સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યને એવું વ્યાકરણ રચવાની વિનંતિ કરી. એ માટે કાશ્મીરથી અને હિંદના બીજા ભાગમાંથી ભિન્ન ભિન્ન વ્યાકરણની પ્રતે સિદ્ધરાજે મંગાવી આપી. એને સતત અને ઊંડે અભ્યાસ કરી હેમચન્દ્રાચાર્યે એક ઉત્તમ વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનતિથી એ લખાયું માટે
Page #71
--------------------------------------------------------------------------
________________
દર | પડિલેહા એમની યાદગીરી રહે એટલા માટે હેમચન્દ્રાચાર્યો વ્યાકરણનું નામ આપ્યું “સિદ્ધહેમ.” આ વ્યાકરણની પંડિતાએ મુક્ત કંઠે પ્રશંસા કરી. સિદ્ધરાજે એની પહેલી હસ્તપ્રત હાથી પર અંબાડીમાં મૂકી નગરમાં ફેરવી અને એને ઢંઢેરો પિટાવ્યો. ત્યાર પછી વિકસભામાં એનું વિધિસરનું પઠન થયું. એ વ્યાકરણની હસ્તપ્રત તૈયાર કરવા માટે ગુજરાતમાંથી ૩૦૦ જેટલા લહિયાઓને બેલાવવામાં આવ્યા. હસ્તપ્રત તૈયાર થતાં હિંદુસ્તાનમાં ઠેર ઠેર મોકલવામાં આવી. એની એક સુંદર હસ્તપ્રત રાજભંડારમાં પણ મૂકવામાં આવી અને ત્યારથી ગુજરાતમાં “સિદ્ધહેમ' શીખવવાનું શરૂ થયું. કાકલ નામના એક વિદ્વાન પંડિતની પાટણમાં વ્યાકરણ શીખવવા માટે નિમણૂક કરવામાં આવી. આમ, સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યના વ્યાકરણનું બહુમાન કર્યું.
સિદ્ધરાજ હેમચન્દ્રાચાર્યની પ્રતિભાથી એટલા બધા પ્રભાવિત થયા કે ત્યારથી હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજના મિત્ર અને માર્ગદર્શકનું સ્થાન લીધું. એને પરિણામે, સિદ્ધરાજને જૈન ધર્મ પ્રત્યે અનુરાગ વધ્યો; એને પરિણામે, હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજના જીવન અને સેલ કી યુગ વિશે સંસ્કૃતમાં “યાશ્રય” મહાકાવ્ય લખ્યું, એને પરિણામે, સિદ્ધરાજ હેમચન્દ્રાચાર્ય સાથે જૈન દેરાસરમાં દર્શન કરવા જતા અને હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજ સાથે સોમનાથની યાત્રાએ ગયા. ધાર્મિક સંકુચિતતા અને અસહિષ્ણુતાના એ જમાનામાં હેમચન્દ્રાચાર્ય ધર્મના સાંપ્રદાયિક સ્વરૂપથી પર હતા, અને માટે જ સોમનાથના શિવલિંગને બ્રહ્મા વા વિષ્ણુ મહેશ્વરો વા નમસ્તા કહીને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા હતા. સિદ્ધરાજને સર્વધર્મસમન્વયનું માહાસ્ય સમજાવનાર પણ હેમચન્દ્રાચાર્ય જ હતા. કોઈ પણ ધર્મ માત્ર પોતે જ સાચે છે એવું મિથ્યાભિમાન ધરાવી ન શકે. દરેક ધર્મમાં કંઈક અવનવું રહસ્ય સમાયેલું છે; અને માટે જ સંજીવની ન્યાય પ્રમાણે બધા ધર્મને સમભાવપૂર્વક અભ્યાસ કરનાર જ સાચો ધર્મ પામી શકે છે એમ હેમચન્દ્રાચાર્ય માનતા હતા અને એ પ્રમાણે માનતા સિદ્ધરાજને કર્યા હતા.
Page #72
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્ય | ૬૩ સિદ્ધરાજને સંતાન ન હોવાથી એમની ગાદીએ આવે છે એમના ભત્રીજા કુમારપાળ; અને અહીંથી હેમચન્દ્રાચાર્યના જીવનને ત્રીજો તબક્કો શરૂ થાય છે. જ્યોતિષના જાણકાર હેમચન્દ્રાચાર્યને અગાઉથી ખબર પડી ગઈ હતી કે નહિ તે વાત બાજુ પર રાખીએ, પણ એટલું તો જરૂર કહી શકાય કે હેમચન્દ્રાચાર્યે સાધુબાવાને વેશે ભટકતા કુમારપાળને, સિદ્ધરાજના માણસે એમનું ખૂન કરવા ફરતા હતા ત્યારે માત્ર માનવતાથી પ્રેરાઈને ઉપાશ્રયમાં તાડપત્રી નીચે સંતાડી દીધા હતા. આ ઉપકાર કુમારપાળ ભૂલ્યા ન હતા. રાજ્યારોહણ પછી કુમારપાળનાં શરૂઆતનાં પંદરેક વર્ષ રાજ્ય સ્થિર કરવામાં અને વિસ્તારવામાં ગયાં. હેમચન્દ્રાચાર્યની ઇચ્છા મુજબ રાજ્યમાં પશુવધ, જુગાર, શિકાર, માંસભક્ષણ, દારૂ વગેરે પર કુમારપાળે પ્રતિબંધ ફરમાવ્યું. રાજ્યની કુલદેવી કંટેશ્વરીને અપાતું બલિદાન બંધ કરાવ્યું. પુત્રરહિત વિધવાનું ધન જમા થતું બંધ કરાવ્યું. જૈન ધર્મ પ્રત્યેના અનુરાગને લીધે ઠેરઠેર જૈન મન્દિર બંધાવ્યાં અને પરમાહતનું બિરુદ લે કે તરફથી મેળવ્યું. સિદ્ધરાજની જેમ કુમારપાળને પણ પુત્ર ન હોવાથી જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં એમની નિરાશા વધી ગઈ હતી. તે સમયે એમના મનનું સમાધાન કરાવવા માટે હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રની રચના કરી.
હેમચન્દ્રાચાર્યનું આખું જીવન સતત ઉદ્યોગપરાયણ હતું. એકદરે દીર્ધાયુષ્ય એમને સાંપડયું હતું. પોતાની આયુષ્યમર્યાદા પૂરી થવા આવેલી જાણું તેમણે અનશનવ્રત શરૂ કર્યું. શિષ્યોને પણ અગાઉથી સૂચના આપી દીધી હતી. એમ કરતાં સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની વયે તેઓ કાળધર્મ પામ્યા.
સાહિત્યના ક્ષેત્રમાં પણ હેમચન્દ્રાચાર્યનું અર્પણ જેવુંતેવું નથી. માત્ર હિંદુસ્તાનની અન્ય ભાષાઓના સાહિત્યમાં જ નહિ, વિશ્વસાહિત્યમાં જેને મૂકી શકાય એવી સર્વતોમુખી પ્રતિભાવાળા હેમચન્દ્રાચાર્ય હતા. એમની કીર્તિ દેશવિદેશના પ્રાચીન ભાષાસાહિત્યના અભ્યાસીઓમાં
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪ | પડિલેહ પ્રસરેલી છે. આશ્ચર્ય થશે કે અર્વાચીન સમયમાં એમના જીવન અને સાહિત્ય ઉપર સૌ પ્રથમ સુંદર સમીક્ષા કરનાર એક જર્મન પંડિત ડ, બુર છે. શ્રી કનૈયાલાલ મુનશીએ હેમચન્દ્રાચાર્યને યોગ્ય રીતે રીતે જ ગુજરાતના મહાન તિર્ધર તરીકે ઓળખાવ્યા છે. હેમચન્દ્રચાયની સાહિત્યસેવાને સુંદર, સચેટ અને સંક્ષિપ્ત પરિચય સોમપ્રભસૂરિએ એક લેકમાં આવે છે:
क्लुप्तं व्याकरण नवं विरचित छन्दे। नवं व्याश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्री योगशास्त्र नवम् । तर्कः सजनितो नवो जिनवरादीनां चरित्र नव बद्धं येन न केन विधिना माहः कृतो दूरतः ॥
અર્થાત–“નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, દ્વયાશ્રય મહાકાવ્ય, નવું અલંકારશાસ્ત્ર, નવું યોગશાસ્ત્ર, નવું તર્ક શાસ્ત્ર અને જિનવરોનાં નવાં ચરિત્ર–આ સઘળું જેમણે રયું તે હેમચન્દ્રાચાર્યો લેકેન મેહ કઈ કઈ રીતે દૂર નથી કર્યો?”
એમણે સિદ્ધહેમશબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી. એ વ્યાકરણની એ સમયથી તે અત્યાર સુધી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એક આધારભૂત વ્યાકરણ તરીકે ગણના થાય છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના બંધારણ વિષે આપણને હેમચન્દ્રાચાર્યના વ્યાકરણ જેવું આધારભૂત વ્યાકરણ બીજું એ કે મળતું નથી, એટલે ભવિષ્યમાં પણ વર્ષો સુધી એમનું આ વ્યાકરણ જ આધારગ્રંથ તરીકે રહેશે. હેમચન્દ્રાચાર્યો આ વ્યાકરણમાં–વિશેષતઃ અપભ્રંશ ભાષાના વ્યાકરણના નિયમમાં_ઉદાહરણ તરીકે વ્યવહાર, પ્રેમ, શૌર્ય અને ગંગારના જે દુહાઓ આપ્યા છે તે વ્યાકરણના ઉદાહરણ તરીકે જાણીતા છે તેના કરતાં ઉત્તમ કવિતા તરીકે વધુ જાણીતા થયા છે. એ દુહાઓ એ જમાનાને આપણને ખ્યાલ આપે છે અને સાથે સાથે સાધુ હેમચન્દ્રાચાર્ય સાંસારિક બાબતને પણ અલિપ્ત રહી કેટલી ઝીણવટથી.
Page #74
--------------------------------------------------------------------------
________________
હેમચના | જ નિહાળતા હશે તેને પણ ખ્યાલ આપે છે.
આ ઉપરાંત, એમણે અનેકાર્થ સંગ્રહ, અભિધાનચિંતામણિ અને દેશીનામમાલા જેવા શબ્દસંગ્રહે તૈયાર કર્યા. એ જમાનામાં એમણે એક નહિ, પણ ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુથી ત્રણ ત્રણ શબ્દકેક તૈયાર કર્યા સિદ્ધહેમશબ્દાનુશાસન પછી એમણે લિંગાનુશાસન, છંદાનુશાસન અને કાવ્યાનુશાસન એમ ત્રણ બીજાં શાસનની રચના કરી. વ્યાકરણના નિયમના ઉદાહરણ તરીકે પણ રજૂ થઈ શકે એવા શ્લોકની રચના વડે એમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં “યાશ્રય” નામનું મહાકાવ્ય લખ્યું. “ગશાસ્ત્ર', “મહાવીરચરિત્ર અને પુરાણોની તેલ મૂકી શકાય એવા “ત્રિપછી શલાકાપુરુષચરિત્ર” જેવા મહાન ગ્રંથ લખ્યા. એટલે સાહિત્યના ક્ષેત્રે પણ ભિન્નભિન્ન શાખાઓમાં એમણે પિતાને વિશિષ્ટ મૂલ્યવાન ફાળે નેધાવ્યો. હેમચન્દ્રાચાર્ય મહાન વિદ્વાન હતા, મહાન છેષકાર હતા, મહાન કવિ હતા અને મહાન વૈયાકરણ પણ હતા. એમની અજોડ પ્રતિભા વ્યાકરણ જેવા શુષ્ક ગણાતા વિષયમાં અને કવિતા જેવા રસિક ગણુતા વિષયમાં એકસરખી આસાનીથી વિહરતી. જ્ઞાનની ઉપાસનામાં એમણે પોતાની જિંદગીનાં લગભગ ૬૪ જેટલાં વર્ષ આપ્યાં. એમણે પોતાના સમયમાં સાહિત્યને એક વિશિષ્ટ યુગ પ્રવર્તા. લેકાએ એમને “કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ આપ્યું. | હેમચન્દ્રાચાર્ય એક જૈનાચાર્ય અને પ્રખર સાહિત્યકાર તરીકે તે મહાન હતા, પણ માનવ તરીકે પણ તેઓ મહાન હતા. તેઓ અત્યંત તેજસ્વી અને વિનમ્ર હતા. હૃદયની વિશાળતા અને ઉદારતા વડે એમણે દેવબંધ કે શ્રીપાલ જેવા વિરોધી કે પ્રતિસ્પધીને છતી લીધા હતા. તેઓ સાધુ હતા, તેમનું સમગ્ર જીવન સાધુતાથી સભર હતું. સંસારના રંગથી રંગાયા વિના તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને પિતાને સાધુત્વના રંગથી રંગી દેતા. તેઓ હમેશાં સંપ્રદાયથી પર જ રહ્યા હતા. પિતાના જીવન દરમ્યાન એક નહિ પણ બે રાજાઓને
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬ / પડિલેહા
પેાતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કર્યા હતા અને દક્ષતા, કાક | કુશલતા અને સમભાવ વડે પેાતાની ઇચ્છા મુજબ તેમની પાસે મહાન કાર્યા કરાવી શકયા હતા. લાખાની સંખ્યામાં એમના અનુયાયીએ હતા અને છતાં જુદો પંથ પ્રવર્તાવવાની એમણે કદી મહત્ત્વાકાંક્ષા સેવી નહેાતી. એમના િ । શિષ્યા તે એમનાં ગુણગાન ગાતાં થાકતા જ નહિ. કેટલાક તા વિદ્યામોનિધિમંથમદ્રગિરિ શ્રીહેમચન્દ્રો ગુહઃ । જેવી પંક્તિએ ઉચ્ચારી વર્ષોનાં વર્ષો સુધી પ્રાતઃકાળમાં એમનું સ્મરણ કરતા.
હેમચન્દ્રાચાય માત્ર ગુજરાતનું કે ભારતનું નહિ, જગતનું અનુપમ ગૌરવ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનનું પગેરું
- ભાલણે “નળાખ્યાન' લખ્યું હતું એ વાત જાણીતી હતી, પરંતુ એણે “નળાખ્યાન' બે વાર લખ્યું હતું એ ' પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદિકે પાસેથી જ આપણને પહેલી વાર જાણવા મળ્યું હતું. પ્રા. કા.માં આ બીજું “નળાખ્યાન' છપાયું ત્યાં સુધી ભાલણના આ બીજ નળાખ્યાન' વિશે કોઈને માહિતી ન હતી. ભાલણને બીજી વાર નળાખ્યાન લખવાનું પ્રયોજન શું? એ પ્રશ્નનો જવાબ સંપાદ આપણને બીજીવારના નળાખ્યાનની પંક્તિઓ ટાંકીને આપે છે: -
“આ નળાખ્યાન કવિની બીજી વારની કૃતિ છે. પ્રથમ તેમણે જે નળાખ્યાન લખ્યું હતું તે કઈ લઈ ગયું અને તેણે પાછું ન -આપ્યું ત્યારે આ ફરી લખી કાઢયું છે. કવિની પ્રથમ કૃતિ આના કરતાં કદાચ વધારે સુંદર હશે એમ અનુમાન થાય છે. કેમકે ઉત્સાહના પહેલા તરંગનું એ કાર્ય હતું. આ વિશે કવિ નળાખ્યાનને છેવટે લખે છે કે:
નાગરકાજે શ્રમ દુવેળા, કવિને કરમે લાગ્યું છે, ધ્રુવાખ્યાન ને નળાખ્યાન બે, પુનધિ કરી અનુરાગે છે,
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૮ | પડિલેહા
ગાંધીને કેવું મરી માટે, મૂર્ણ જાણે નહિ મરીની ખેટ, ગુરુકૃપાએ કવિતાસાગરમાં, આ ગ્રંથરૂપી ભરતીઓટછે.”
પ્રાચીન કાવ્યમાળા 'માં આ નળાખ્યાન પાયા પછી ઈ. સ૧૮૯૫ માં તે “બૃહતકાવ્યદેહન”ના ગ્રંથ પમાં છપાયું. પરંતુ “પ્રાચીન કાવ્યમાળા' કરતાં તેમાં સ્થળે સ્થળે પાઠફેર જોવા મળે છે. અને કેટલીક કડીઓ ઓછી જોવા મળે છે. આમ, આ બે ગ્રંથમાં આ નળાખ્યાન' છપાયા પછી પાંત્રીસેક વરસ સુધી તે ભાલણની. કૃતિ તરીકે જ સ્વીકારાયું અને આપણું સાહિત્યના ઈતિહાસમાં. અને અન્ય ગ્રંથમાં ભાલણની અસંદિગ્ધ કૃતિ તરીકે જ તે ઉલ્લેખ પામ્યું. આ સમય દરમિયાન ભાલણનું કહેવાતું પહેલું નળાખ્યાન અનુપલબ્ધ હેવાનું જ મનાતું હતું.
ભાલણના આ બીજા કહેવાતા નળાખ્યાનનું સંપાદન સ્વ. રામલાલ મોદીએ હાથ ધર્યું ત્યારે કેવી આકસ્મિક રીતે એમને ભાલણનું પહેલું નળાખ્યાન મળી આવ્યું તે એમણે બે “નળાખ્યાને 'ની. પ્રસ્તાવનામાં બતાવ્યું છે. વળી, આ કહેવાતા બીજા “નળાખ્યાન'ની એક પણ હસ્તપ્રત એમને મળી નહિ એ પણ એમણે નોંધ્યું છે. ઈ. સ. ૧૯૨૪માં આ બંને નળાખ્યાને તેમણે પ્રગટ કર્યા ત્યારે આ બીજા નળાખ્યાન વિશે તેમણે થોડીક શંકા વ્યક્ત કરી અને તે માટે કેટલાંક કારણો આપ્યાં. * બીજી બાજુ, એમણે ભાલણની ઉતાવળમાં લખાયેલી એ કૃતિ હેવા વિશે શક્યતા પણ વિચારી જોઈ છે. ભાલણની. આ કૃતિ નથી એ બેધડક અભિપ્રાય એમણે આપ્યો નથી. વળી, આ અર્વાચીન કૃતિ છે એ પણ સ્પષ્ટ અને નિશ્ચિત અભિપ્રાય એમણે આપ્યું નથી કારણ કે આ કૃતિ પ્રાચીન કાળના કેઈ કવિએ રચીને ભાલણના નામે ચઢાવી હેવાને સંભવ પણ તેઓ વિચારે છે. કે “ બે નળાખ્યાન” પ્રસ્તાવના, ૫. ર૨ "
Page #78
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૯ સ્વ. રામલાલ સેદીએ વ્યક્ત કરેલી આ શંકાને ત્યાર પછી કંઈ વેગ મળ્યું નથી. એટલું જ નહિ, ઈ. સ. ૧૯૩૮માં શ્રી કે. કા -શાસ્ત્રી તરફથી “કવિચરિત ભાગ -૧ માં એને સ્વીકાર પણ થયે છે. શ્રી. કે. કા. શાસ્ત્રીએ ભાલણને કહેવાતા આ નળાખ્યાનમાંથી અવતરણ આપી તેમાં મધ્યકાલીન ભાષાની પ્રથમ અને દ્વિતીય ભૂમિકાને અંશે અત્રતત્ર છૂટાછવાયા હોવાનું પણ બતાવ્યું.
આમ, ૧૯૨૪માં સ્વ. રામલાલ મોદીએ આ નળાખ્યાન વિશે -શંકા વ્યક્ત કરી, ત્યાર પછી એ શંકાને દઢ કરે એવાં કઈ વધુ પ્રમાણે હજુ રજૂ થયાં નથી. પરંતુ શ્રી કે. કા. શાસ્ત્રીએ ભાલણના સમય અંગે અને એના આ નળાખ્યાનના અનુસંધાનમાં કર્તવ અંગે પિતાને અભિપ્રાય હવે બદલ્યું છે. તેઓ લખે છે, “મૃદુ પ્રકૃતિના સ્વ. મેદી આમ શંકાની નજરે જુએ એ જ આ કૃતિનું ભાલણનું કર્તવ નથી એ પુરવાર કરવા પૂરતું છે. વસ્તુસ્થિતિએ એની કોઈ હાથપ્રત મળી જ નથી અને મજા તે એ છે કે સાલવાળી કડી માત્ર પ્રા. કા. માળાની વાચનામાં જ છે. જ્યારે ગુજરાતી પ્રેસની બુ. કા. ની વાચનામાં નથી.આ પરિસ્થિતિમાં નરસિંહ મહેતાને નામે ચઢાવેલાં “સુરતસંગ્રામ' અને ગોવિંદગમન ની ભાષામાં તે ભળતાં, અને કેટલીક વાર ખેટાં મધ્યકાલીન શબ્દસ્વરૂપ દાખલ કરી એ બેઉ કાવ્યને જુનવાણું હેવાનું કહેવામાં આવ્યું છે તેવું જ આ બીજા નળાખાનના વિષયમાં પણ બન્યું હોવા વિશે મને તે શંકા હવે રહી નથી.”
આમ શ્રી કે. કા. શાસ્ત્રીને અભિપ્રાય હવે બદલાય છે. પરંતુ તેમણે આ બીજા નળાખ્યાનના કર્તુત્વ વિશે વિશેષ કંઈ સ્વતંત્ર વિચાર કર્યો નથી. ભાલણના પહેલા નળાખ્યાન સાથે એમણે આ બીજુ -નળાખ્યાન સરખાવી જોયું નથી અને સ્વ. રામલાલ મોદીએ વ્યક્ત કરેલી શંકા ઉપરાંત તેમણે એક પણ નવું પ્રમાણ પોતાના અભિપ્રાયના
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦ / પડિલેહા
સમર્થનમાં આપ્યું નથી. સ્વ. રામલાલ મેાદીએ પણુ આ નળાખ્યાનના કતૃત્વ વિશે શંકા વ્યક્ત કરીને તેનાં કારણેા આપ્યાં છે, પરંતુ, લાક્ષણિક ઉદાહરણા લઈ એ કારણેાની વિગતે ચર્ચા કરી નથી અને આ બંને નળાખ્યાનેાને વિગતે સરખાવ્યાં પણ નથી.
અહીં આપણે પ્રથમ આ બંને નળાખ્યાનાને સરખાવીને એનાં આંતરપ્રમાણોના વિચાર કરીશું અને પછી એનાં ખાદ્યપ્રમાણેના વિચાર કરી એના કર્તૃત્વના નિર્ણય બાંધીશું.
સૌથી પહેલી મહત્ત્વની દલીલ તા એ છે કે કાઈ પશુ કવિ પેાતાની કૃતિની ત્રીજી વાર રચના કરે અને તે ગમે તેટલી ઉતાવળથી કરે તાપણુ ૪૦૦ કરતાંયે વધારે કડીઓમાં એની એક પશુ. પક્તિ અથવા અડધી પંક્તિ પણ મળતી ન આવે એવું સામાન્ય. રીતે બને જ નહિ. ભાલણુના ‘ નળાખ્યાન 'ની એક પણુ પ ંક્તિ એના કહેવાતા આ બીજા નળાખ્યાન 'માં જોવા મળતી નથી.
"
બીજી મહત્ત્વની દલીલ એ છે કેકવિએ પેાતાની પહેલી કૃતિમાં જે મનેાહર, મૌલિક કલ્પનાએ કરી હેાય તે બીજી કૃતિમાં ઉતાર્યાં. વગર રહી શકે ખરો ? ઉતાવળને લીધે પહેલાં જેટલી સારી રીતે અને સરસ ભાષામાં તે કદાચ ન ઉતારે, અથવા બધી જ કલ્પનાઓ. ન ઉતારે, પર ંતુ બિલકુલ એક પણ કલ્પના ન ઉતારે એ કેવી રીતે ને? અને ઉતાવળ હાય તા જે કલ્પના એણે પહેલી કૃતિમાં આછા. શબ્દામાં રમતાં રમતાં ઉતારી ઢાય તેને માટે બીજી કૃતિમાં તે નિરાંતે વધુ પંક્તિએ કેવી રીતે લખી શકે? ભાલણુના નળાખ્યાનની એક પણ મૌલિક કલ્પના આ બીજા નળાખ્યાનમાં જોવા મળતી નથી એ ઘણી આશ્ચર્યની વાત છે. બીજી બાજુ, આ ખીજી કૃતિમાં એ જે મૌલિક કલ્પના બતાવે છે તેમાંની એક પણુ એ પહેલી કૃતિમાં ન બતાવે એ પણુ આછી આશ્ચની વાત છે ? (સિવાય કે એ બધી
'
જ કલ્પનાએ પાછળથી એને સૂઝી હાય ) અને પહેલી કૃતિમાં ઉચ્ચ
Page #80
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૭૧ પ્રકારની કવિત્વમય અને સુરુચિપૂર્ણ કલ્પનાઓ રજૂ કરે અને પાછળથી લખાયેલી કૃતિમાં નિકૃષ્ટ પ્રકારની, કવિત્વહીન, સુરુચિને ભંગ કરે એવી કલ્પનાઓ રજૂ કરે તે કઈ રીતે સંભવી શકે? ભાલણે પિતાના નળાખ્યાનમાં સરોવરની, દે નળનું સ્વરૂપ ધારણ કરે છે તે પ્રસંગની, દમયંતીએ દેનાં બતાવેલાં કલંકની, દેવોના યાચકપણ વિશે નળના વિચારની જે મૌલિક ક૯૫ના બતાવી છે તેનું આ નળાખ્યાનમાં નામનિશાન નથી. બીજી બાજુ, બીજા નળાખ્યાનમાં આવતી “રતિયુદ્ધ'ની, “વિહાર વૃક્ષના ફળની ” કે “માખણ તાવવા'ની મૌલિક કલ્પનાનું ભાલણના પહેલા નળાખ્યાનમાં કયાંય નામનિશાન મળતું નથી. આ થઈ મૌલિક કલ્પનાની વાત. નૈષધીયચરિત માંથી ભાલણે પિતાના નળાખ્યાનમાં જે સંખ્યાબંધ ક૯પનાઓ લીધી છે તેમાંની એક પણ કહ૫ના બીજા નળાખ્યાનમાં જોવા મળતી નથી. પહેલી વારની કૃતિમાં “નૈષધીયચરિત 'ની આટલી બધી છાપ હેય અને બીજી વારની કૃતિમાં તે બિલકુલ ન હોય એ કઈ રીતે સંભવી શકે ?
આ ઉપરાંત, ભાલણે પિતાના “નળાખ્યાન માં મહાભારતની મૂળ કથામાં ન હોય એવા જે કેટલાક નાના મૌલિક પ્રસંગે ઉમેર્યા છે તેમાંને એક પણ આ બીજ નળાખ્યાન'માં નથી. અગ્નિશર્મા નામના બ્રાહ્મણ-પથિકને પ્રસંગ, પુષ્કર બળદ લઈ ઘત રમવા આવે છે તે પ્રસંગ, દમયંતી હંસ ઉપર ઓઢણું નાખે છે તે પ્રસંગ, નળને શોધવા માટે દમયંતી સખીઓ સાથે હાથાજોડી કરે છે તે પ્રસંગ – આવા કેટલાક પ્રસંગે ભાલણે નળાખ્યાનમાં જે મૂક્યા છે તે આ બીજ નળાખ્યાન'માં નથી.
વળી, મૂળ મહાભારતની કથા સમજવામાં ભાલણે પોતાના નળાખ્યાન'માં ભૂલ ન કરી હોય તે આ બીજી વારના નળાખ્યાનમાં કરે ખરો? પહેલી વાર યમ, વરુણ અને હુતાશન એ ત્રણ દેવ ઇન્દ્ર
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨ / પડ઼િલેહા
પાસે આવ્યા એમ લખનાર ભાલણુ બીજી વારના નળાખ્યાનમાં યમ, વરુણુ અને ચંદ્ર લખે ખરા? પહેલી વારના નળાખ્યાન 'માં ‘ દશ સહસ્ર વેતન પરઠિયું' લખનાર ભાલણુ બીજી વારના ‘નળાખ્યાન ’માં દૃશ સહસ્ર નિષ્ણુ તુજને રે, હું આપુ' પ્રતિ માસ ' એમ લખે ખરા ? મહાભારતના તો નહિ, પણ ખુદ ભાલણુના પેાતાના સમયમાં પણ માસિક પગાર આપવાના રિવાજ નહોતા ત્યારે મા કઈ રીતે લખી શકે ? પહેલી વાર, મડાભારત પ્રમાણે, ઋતુપ ની પાસાની અને ગણિતની વિદ્યાને એક ગણનાર ભાલણુ બીજી વારના ‘ નાખ્યાન'માં ભૂલથી એ વિદ્યા કઈ રીતે ગણાવી શકે ?
આ ઉપરાંત, ભાલણુના ‘ નળાખ્યાન ' અને આ કહેવાતા ખીન્ન નળાખ્યાન વચ્ચે નીચેની કેટલીક બાબતામાં તફાવત જોવા મળે છે ઃ
ભાલણે પેાતાના નળાખ્યાનમાં ગુરુ અને સરસ્વતીને પ્રણામએક જ ૫ક્તિમાં કર્યો છે. આ ઉતાવળે લખાયેલા કહેવાતા ખીન નળાખ્યાન ' માં પાર્વતી, શંકર, ગણપતિ અને સરસ્વતીને બાવીસેક જેટલી પ`ક્તિમાં કવિ પ્રણામ કરે છે.
"
સામાન્ય રીતે આખ્યાનકારો આખ્યાનનું કથાવસ્તુ કયાંથી લીધુ છે તેના નિર્દેશ કરે છે. ભાલણ, નાકર અને પ્રેમાનંદ આરણ્યક પર્વ ના ઉલ્લેખ કરે છે. આ ખીન્ન નળાખ્યાનમાં આવે કઈ નિર્દેશ કર્યા વિના જ સીવી કથા ચાલુ થાય છે.
ભાલણુના ‘નળાખ્યાન 'માં નળ અને દમય ́તીનાં પાત્રાનું આલેખન જેવુ' થયું છે તેની સરખામણીમાં આમાં તે તદ્દન ફિક્કુ થયું છે. તેવી રીતે હંસને પકડવાનાં નળના અને પછી દમયંતીના પ્રસંગ ભાલણે જેવી સારી રીતે આલેખ્યા છે તેની સાથે આ ખ્યાન'ના પ્રસ ંગો સરખાવવા જેવા જ નથી.
6
.
-1001
મહાભારતમાં દમયંતીની સખીએ એની આ વિરહવ્યથાની વાત ભીમ રાજાને કરે છે. ભાલણે પેાતાના નળાખ્યાનમાં લખ્યું છે કે
Page #82
--------------------------------------------------------------------------
________________
....નળાખ્યાનનું પગેરું / ૭૪
*
પુત્રીની વિરહવ્યથાની વાત ભીમરાજાને કાને આવી, એને બદલે આ ખીજ નળાખ્યાનમાં લખ્યું છે કે દમયંતીની વિરહવ્યથા જોઈ દાસી– એ ભીમરાજાને કહ્યુ` કે દમયંતીને નળ પ્રત્યે પ્રેમ થયા છે. માટે એને એની સાથે પરણાવા ! ’
ભાલણે પેાતાના નળાખ્યાનમાં દેવાની વાત આવતાં બે ત્રણ સ્થળ રંભા, ઉશી, મેનકા, ધૃનાચી, પુલેમિ, પદ્મદ્રારા વગેરે અપ્સરાઓના ઉલ્લેખ કર્યા છે. આ ખીજા નળાખ્યાનમાં તેના કયાંયે ઉલ્લેખ નથી.
'
ભાલણુના ‘નળાખ્યાન’માં દેવાના દૂત તરીકે નળ જાય છે એ પ્રસંગનું મૌલિક નિરૂપણ થયું છે. આ ખીન્ન · નળાખ્યાન ' માં તે મહાભારતને અનુસરીને આપવામાં આવ્યું છે. ભાલણના નળાખ્યાનમાં નળ પેાતાનું કે પેાતાના પિતાનું નામ તરત આપતા નથી. આ નળાખ્યાન'માં તે મહાભારત પ્રમાણે તરત નામ આપે છે.
ભાલણના ‘નળાખ્યાન'માં સ્વયંવરમાં દમયંતીને રાજાના પરિચય એની સખી આપે છે. આ નળાખ્યાન'માં ભાટ આપે છે. ભાલણુના ' નળાખ્યાન'માં કિલ નળની વાડીમાં આવેલા એક -મેહેડાના વૃક્ષમાં આશ્રય લે છે. આ નળાખ્યાન'માં તે પ્રમાણે નથી. ભાલણના નળાખ્યાન 'માં પુષ્કરને દ્યુતમાં રાજેરાજ જીતેલું ધન લઈને રાતના પોતાના આશ્રમે જતા બતાવ્યા છે. આ ખીન્ન નળાખ્યાન 'માં તે પ્રમાણે બતાવ્યું નથી.
'
ભાલણના - નળાખ્યાન 'માં
6
ઋતુપર્ણ જે ફળ અને પત્રની સંખ્યા બતાવે છે તેના કરતાં આ નળાખ્યાન 'માં બતાવેલી સા -જુદી છે.
ભાલણના ‘નળાખ્યાન 'માં પુનર્મિલન પછી નળ ભીમ રાજાને ત્યાં એક સ ંવત્સર રહે છે, આ ‘નળાખ્યાન' પ્રમાણે તે ઘણાં વ રહે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪ | પડિલેહા
ભાલણનું “નળાખ્યાન ત્રીસ કડવાંનું છે. આ ઉતાવળે લખાયેલું કહેવાતું નળાખ્યાન ૨૮ કડવાંનું છે. એમાં ખરેખર જે ક્યાંય ઉતાવળ કરવામાં આવી હોય તે ૨૬માં કડવાને અંતે : અને ૨૭મા. કડવામાં. ૨૮મા કડવામાં નહીં. ઋતુપર્ણની ગણિતવિદ્યાના પ્રસંગ પછી ત્યાંથી આગળની કથાનું નિરૂપણ ભાલણે ૧૧૫ જેટલી કડીમાં કર્યું છે તે આ બીજા નળાખ્યાનના કવિએ માત્ર દસ કડીમાં કર્યું છે.
આખ્યાનના સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તે એક મહત્વને તફાવત એ જણાય છે કે ભાલણના પિતાના “નળાખ્યાનમાં કે એના બીજા કેઈ આખ્યાનમાં આખું કડવું સળંગ દેહરામાં લખાયેલું નથી. આ બીજા “નળાખ્યાન માં ૨૬મું આખું કડવું દેહરામાં લખાયેલું છે. વળી, ભાલણ પિતાનાં આખ્યામાં ક્યાંય રયાસંવતઃ આપતા નથી. આ બીજા “ નળાખ્યાન'ની પ્રા.ક. માળાની વાચનામાં. તેની સાલ આપી છે.
આમ, આ બંને “નળાખ્યાન' જો ભાલણે જ રયાં હયા તે આટલા મોટા પ્રમાણમાં ભાષાફેર, શૈલીફેર, વિગતફેર, વસ્તુફેર અને સ્વરૂપફેર કઈ રીતે હોઈ શકે? અને ગમે તેટલી ઉતાવળમાં. લખ્યું હોય તે પણે બંને કૃતિઓની ગુણવત્તામાં આટલે બધે ફેર કઈ રીતે પડે કે જેથી પ્રથમની કૃતિને જરા સરખોયે કાવ્યગુણા બીજી કૃતિમાં આવે જ નહિ? આ પરથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે આ બંને “નળાખ્યાને'નું કર્તવ ભિન્ન ભિન્ન વ્યક્તિઓનું છે એટલે કે બીજ “નળાખ્યાન'નું કર્તવ ભાલણનું નથી જ,
તે આ બીજું “નળાખ્યાન' મધ્યકાલીન કેઈ કવિએ પોતે રચીને ભાલણને નામે ચડાવી દીધું કે અર્વાચીન સમયની કઈ બનાવટ છે? નીચે આપેલા એક વિશેષ નવા પુરાવાથી પુરવાર થાય છે કે ભાલણનું કહેવાતું આ બીજું નળાખ્યાન એ અર્વાચીન સમયની એક બનાવટ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૭૫ આ બીજુ ‘નળાખ્યાન મણિશંકર મહાનંદ ભટ્ટ ભાઈશંકર નાનાભાઈ સેલિસિટરની સહાયથી તૈયાર કરાવેલ અને ત્રિપાઠી ઍન્ડ કંએ ઈ. સ. ૧૮૮૮માં પ્રગટ કરેલ મહાભારતના ગુજરાતી ભાષાંતર પરથી રચવામાં આવ્યું છે. એ મૂળ સંસ્કૃત મહાભારતની નલકથા, એનું ગુજરાતી ભાષાંતર અને “નળાખ્યાન'ની કડીઓ સરખાવતાં અચૂક પુરવાર થયેલું જણાશે. અહીં આપણે આખું નળાખ્યાન સરખાવી શકીએ એટલે અવકાશ નથી માટે તેમાંથી થોડીક અત્યંત મહત્ત્વની પંક્તિઓ સરખાવી જોઈશું. તેમાં પ્રથમ, લઈશું મહાભારતની પંક્તિઓ, પછી ગુજરાતી ભાષાંતરની પંક્તિઓ, અને પછી ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનની પંકિતઓ:
(१) एवमुक्त : स शक्रेण नलः प्राग्जलिरब्रवीत् ।
एकार्थ समुपेतं मां न प्रेषयितुमर्हथ. ॥ ५५-७ कथं नु जातसंकल्प स्त्रियमुत्सहते पुमान् ।। परार्थमीदर्श वक्तुंतत् क्षयन्तु महेश्वराः ॥ ५५-८
(મહાભારત)
એ પ્રમાણે ઇન્ડે કહ્યું ત્યારે નળ રાજાએ હાથ જોડીને કહ્યું કે, હે દેવતાઓ! જે તમારા મનમાં મતલબ છે તે જ મારા મનમાં પણ મતલબ છે. માટે તમે મને મોકલે નહિ. પુરુષ જે સ્ત્રીની સાથે પિતાને વિવાહ કરવાની ઈચ્છા રાખ હેય તેને ત્યાગ કેમ કરે? પારકા સારુ તેની પાસે જઈને, તમારા કહેવા પ્રમાણે કેમ કહે ? હે દેવતાઓ તમે મારો અપરાધ ક્ષમા કરે.'
(ભાષાંતર)
.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬ / પડિલેહા
સુણી નળરાય બેલીઓ, હાથ જોડી ત્યાંહિ; વાંછના જે દેવ ધરતા, તે છિ મમ મનમાંહિ. ૯-૧૪ વળી જે નારીતણું ઇચ્છા કરે પુરુષ જાત; ત્યાગ તિને કિમ કરે ? એહ વિપરીત વાત. ૯-૧૬ વળી દૂત થઈ અવરને, કિમ કહે જઈ કુણ; અપરાધ ક્ષમા કીજિયે, હે ઇન્દ્રરાય સુખદેણ, ૯-૧૭
(નળાખ્યાન) (१) य ईमां पृथिवीं कृत्स्नां संक्षिप्य ग्रसते पुनः ।
हुताशमीशं देवानां का तं न वरयेत् पतिम् ॥ ५६-९ यस्य दण्ड्भयात् सर्वे भूतग्रामाः समागताः । धर्ममेवानुरुध्यन्ति का त न वरयेत् पतिम् ॥ ५६-१० धर्मात्मानं महात्मानं दैत्यदानवमर्दनम् । महेन्द्रं सर्वदेवानां का तं न वरयेत पतिम् ॥ ५७-११ क्रियतामविशंङकेन मनसा यदि मन्यसे । वरुणं लोकपालानां सुहृद्वाक्यमिदं शृणु ॥ ५७-१२
(મહાભારત)
જે સર્વ પૃથ્વીને ગ્રાસ કરવા સમર્થ છે એવા અગ્નિને તથા જેને દંડના ભયે કરીને મળેલા સર્વ ભૂતપ્રાણી પોતપોતાના ધર્મમાં રહે છે એવા યમરાજાને અને ધર્મયુક્ત અંતઃકરણવાળા મહાત્મા, દૈ તથા રાક્ષસોને નાશ કરનાર અને દેવતાઓના રાજા ઇન્દ્રને તથા લેકપાલમાં મુખ્ય વરણને પતિરૂપે ન વરે એવી કઈ કન્યા છે? હે દમયંતી ! તું મનથી શંકારહિત થઈ મને કરીને મારા પ્રમાણે કર.'
(ભાષાંતર)
Page #86
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૭૭ સર્વને સંહાર કરતા, વરે અગ્નિ ભગવાન; નિયમ રાખે સર્વને ને, ધર્માધર્મ લખે જેહ. એવા યમને વર શ્યામા, કહું નિઃસંદેહ. ૧૧-૧૧ ધર્મ ધારે ધ્યાનમાં ને, સુર અસુરને રાય, વરે મહિલા તેહને તે કાર્ય સિદ્ધ થાય. ૧૧-૧૨
કપાલમાં અગ્રણી વરુણ એવું નામ; વર કન્યા તેહને થાયે સહુ શુભ કામ. ૧૧-૧૩ એવી કન્યા કેણુ જે દેવ મૂકી વરે નર; અજ્ઞાન જાણે તેહને, લહું નહિ ખાળ ને માનસસર. ૧૧-૧૪ મારામાં જે સ્નેહ તુંને, કહ્યું માને મારું; શંકા સહુ નિવ કિજે, રૂડું તેમાં ધારું. ૧૧-૧૫
(નળાખ્યાન) (3) તતો વપૂરું વા સમયન્તી સુસ્મિતા |
प्रत्याहरन्ती शनकैनल राजानमब्रवीत् ॥ ५६-१८ उपायोऽयं मया दृष्टो निरपायो नरेश्वर । येन दोषो न भविता तव राजन् कथंचन ॥ ५६-१९
" (મહાભારત) “દમયંતી નેત્રમાં અશ્રુ આવવાથી વ્યાકુળ વાણીએ નળરાજાને ઉત્તર આપતાં આસ્તેથી બેલી કે, “હે મનુષ્યોના રાજા ! મેં તમને પરણવાને ઉપાય જાણે છે જેને કરીને તમને કશે દેષ લાગશે
- - -
- (ભાષાંતર)
ધીમેથી તવ નારી બેલી, કરું સ્વામી ઈમ, . વ્યાકુળ ચિત્તથી શું કહ્યું, પણ સર્વ થાશે ક્ષિમ ૧૧૩
Page #87
--------------------------------------------------------------------------
________________
'७८ / डिवा
हे प्रापति, मभि सखयो छ, ५२वातQ! उपाय; .. દેષ ન લાગે આપને, કાજ સહુ સિદ્ધ થાય. ૧૧-૨૪
(नगाभ्यान) (४) ततः सकीर्त्यमानेषु राज्ञां नामसु भारत ।
ददर्श भैमी पुरुषान पञ्चतुल्याकृतीनथ ॥ ५७-१० तान् रामीक्ष्य ततः सर्वान् निर्विशेषाकृतीन् स्थितान् । संदेहादथ वैदभी नाम्यजानान्नलं नृपम् ॥ ५७-११ यं यं हि दद्दशे तेषां तं तं मेने नल नृपम् । सा चिन्तयन्ति बुद्धयाथ तर्कयामास भाबिनी. ॥ ५७-१२ कथं हि देवाजानीयां कथं विद्या नलं नृपम् । एवं संचिन्तयन्ती सा वैदभी भृश दुःखिता ॥ ५७-१३ शृतानि देवलिङ्गानि तर्कयामास भारत । तानीहं तिष्ठता भूमावेकस्यापि न लक्ष्यते ॥ ५७-१४ -सा विनिश्चित्य बहुधा विचार्य च पुनः पुनः । शरणं प्रति देवानां प्राप्तकालममन्यत ॥ ५७-१५ वाचा च मनसा चैव नमस्कार प्रयुज्य सा । देवेभ्यः प्राञ्जलिर्भूत्वा वेपमानेदमब्रवीत् ॥ ५७-१६ हंसानां वचनं श्रुत्वा यथा मे नैषधी वृत्तः । पतित्वे तेन सत्येन देवास्तै प्रदिशन्तु मे ॥ ५७-९७ वचसा मनसा चैवयथा नाभिचराभ्यहम् । तेन सत्येन मे विबुधास्तमेव प्रदिशन्तु मे ॥ ५७-१८ ।। यथा देवैः स मे भर्ता विहितो निषधाधिप । तेन सत्येन मे देवास्तमेव प्रदिशन्तु मे ॥ ५७-१९ यथेदं व्रतमारब्धं नलस्याराधने मया । . .. तेन सत्येन मे देवास्तमेव प्रदिशन्तु मे ॥ ५७-२०
Page #88
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૭૯ स्वं चैव रूपं कुर्वन्तु लोकपालामहेश्वराः । यथाहमभिजानीयां पुण्यश्लोकं. नराधिपम् ॥ ५७-२१
' (મહાભારત) જ્યારે સ્વયંવરના મંડપમાં બેઠેલા સર્વ રાજાઓનાં નામનું વર્ણન થવા લાગ્યું ત્યારે દમયંતી તે સભામાં સૌની સરખી જ આકૃતિવાળા પાંચ પુરુષોને જોઈને, તેઓની સામું વારંવાર જોવા લાગી. પણ તેણે તેમાંથી જેની સામું જોયું તેને નળરૂપ માનવાને લીધે નળને ઓળખ્યો નહિ. પછી નળનું ચિંતવન કરતી અને તેમાં જ પ્રીતિમાન દમયંતી પોતાની બુદ્ધિએ કરી તર્ક કરવા લાગી કે હું દેવતાઓને તથા નળરાજાને કેમ ઓળખું? એ પ્રમાણે ચિંતવન કરતી દમયંતી અત્યંત દુઃખયુક્ત થઈ પોતે દેવતાઓનાં જે ચિહ્નો સાંભળ્યાં હતાં તેને પોતાના મનમાં વિચાર કરવા લાગી કે મેં વૃદ્ધ પુરુષો પાસેથી દેવતાઓનાં જે ચિહ્નો સાંભળ્યાં છે તે આ પૃથ્વી ઉપર ઊભેલા પાંચે જણાઓથી કોઈને વિશે દેખાતાં નથી ! હે રાજન! પછી દમયંતીએ મનમાં નિશ્ચયયુક્ત વારંવાર ઘણો વિચાર કરી દેવતાઓને શરણે જવું એમ માની, વાણી તથા સને કરીને તેમને નમસ્કાર કરી, દેવતાઓની સામે હાથ જોડીને, થરથર કાંપતાં કહ્યું કે, “હે દેવતાઓ, હું જેવી રીતે હંસ પક્ષીઓના વચન સાંભળીને નળરાજને વરી છું, જેમ મારી વાણી તથા મને કરીને બીજા પતિની ઇચ્છા કરતી નથી, જેમ દેવતા
એ મારે પતિ નિષધ દેશને રાજા નળ નિર્માણ કર્યો છે તથા જેવી રીતે મેં નળરાજાની પ્રાપ્તિ થવા સારુ સ્વયંવરરૂપી વ્રતપ્રારંભ કર્યું છે, તે મારા સત્યપણુએ કરીને, તમે મને નળરાજાની પ્રાપ્તિ કરા, હે મેટા ઈશ્વરે ! જેમ હું પવિત્ર, યશવાન નળરાજાને જ ઓળખું તેમ તમે પોતપિતાનાં સ્વરૂપ ધારણ કરો.”
(ભાષાંતર)
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૦ | કિલેહ
નામ ગુણનું વર્ણન કરતા, ભાટ સાથે જેહ રે ૧૩-૧૪ દમયંતીએ નિરખિયા, પંચાકૃતિ નળ એક રે; વારંવાર અવલોકિયું, નવિ રૂપમાં મીનમેખ રે. ૧૩-૧૩ નળરાય ન ઓળખ્યો નારી પામી દુઃખ રે; નળતણું ચિંતવન કરે, દેવ પમાડે સુખ રે. ૧૩-૧૪ દેવ નળ હું કિમ લહું, ઈમ કરે તર્ક અપાર રે; ચિતવન કરતી ચતુરા વળી વળી, ગ્રહે ન સાચે સાર રે. ૧૩–૧પ. વૃદ્ધ સાધુ મુનિ થકી, સુણ્યાં સુરનરનાં ચિહ રે; પંચમાં તિ નવિ જણાઈ નહિ કેઈ ભિન્ન રે. ૧૩-૧૬ વારંવાર નિશ્વાસ મૂકી કર્યો ઘણો વિચાર રે, શરણ જાવું દેવને ધરી, કર્યો છિ નમસ્કાર રે. ૧૩-૧૧ થરથર કંપે કામિની, દીન સ્વરે બેલી બાળ રે, હે દેવના સહુ દેવ આવ્યા દેખાડો નળ ભૂપાળ રે. ૧૩-૧૮ હંસપક્ષીએ જે કહ્યું હું વરી નળ નિઃસંદેહ રે; મનવાણુથી ન અન્ય ઇરછું સત્ય કરે ઉજેહ રે. ૧૩-૧૯ સ્વયંવરનું વ્રત કીધું, પામવા નળ ભૂપ રે; પૂજન કરી હું દેવ પ્રણમું પ્રસન્ન થાઓ અનુપ રે. ૧૩–૨૦ વ્રત કરી પ્રાપ્તિમાં આપે નળ નરેશ રે; નળરાયને હું ઓળખું ઈમ કરો સર્વેશ ર. ૧૩-૨૧. સ્વરૂપ રહે સ્વયં સ્વયંતણું, તે થાય મન પ્રસન્ન રે; બૃહદ મુનિ ઉચ્ચરઈ, સુણે ધર્મ રાજન રે. ૧૩–૧ર.
(નળાખ્યાન)
(૬) નિશવ
મયાસ્ત
વિત્તમ ૨૭-૨
Page #90
--------------------------------------------------------------------------
________________
....नाभ्यान पो / ८१ यथाक्तं चक्रिहे देवाः सामर्थ्य लिङ्गजधारणे ५७-२३
એ પ્રમાણે સર્વ દેવતાઓએ દમયંતીને કરુણાયુક્ત વિલાપ સાંભળી શાસ્ત્રમાં કહેલાં પોતાનાં ચિહ્ન પિતાને વિશે ધારણ કર્યા.”
___(भाषांतर) દીનવાણી સુણી દેવ, થયા મન રળિયાત રે; શાસ્ત્રમાં જિ વિવ કહ્યાં તેવાં રૂપ ધરાઈ તત્કાળ રે. ૧૩–૨૩
(
नयान) (६) प्रत्यक्षदर्शन यज्ञे गति चानुत्तमां शुभाम् ।
नैषधीय ददौ शक्रः प्रीयमाणः शचीपतिः ॥ ५७-३५ अग्निरात्मभवं प्रादाद यत्र वाग्-छति नैषधः ।। लोकानात्मप्रभाश्चैव ददौ तस्मै हुताशनः ॥ ५७-३६ यमस्त्वन्नरसं प्रादाद् धर्मे च परमा स्थितिम् । अयांपतिरयां भावं यत्र वार-छति नैषधः ॥ ५७-३७ स्नजश्चोत्तमगन्धाढया सर्वे च मिथुनं ददुः ।। वरानेव प्रदायास्य देवास्ते त्रिदिवं गताः ॥ ५७-३८ पार्थिवाश्चानुभूयास्य 'विवाहं विस्मयान्विताः । दमयन्ताश्च मुदिताः प्रतिजग्मुर्यथागतम् ॥ ५७-३९ गतेषु पार्थिवेन्द्रेषु भीमः प्रीतो महामनाः । विवाहं कारयामास दमयन्त्या नलस्य च ॥ ५७-४० उष्य तत्र यथाकाम नैषधो द्विपदां वरः । भीमेन समनुज्ञातो जगाम नगरं स्वकम् ॥ ५७-४१ अवाप्य नारीरत्नं तु पुण्यश्लोकोऽपि पार्थिवः । रेमे सह तया राजन् शच्येव वलवृत्रहा ॥ ५७-४२ अतीव मुदितो राजा भ्राजमानोऽशुमानिव । अरग्-जयत् प्रजा वी। धर्मेण परिपालयन् ॥ ५७-४३
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨ / પડિલેહા
ईजे चाप्यश्वमेधेन ययातिरिव नाहुषः । अन्यैश्च बहुभिर्धीमान् क्रतुश्चाप्त दक्षिणैः || पुनश्च रमणीयेषु वनेषूपवनेषु ના दमयन्त्या सह नला विजहारामरोपमः ॥ जनयामास च नलेा दमयन्त्यां महामनाः । इन्द्रसेन सुतं चापि इन्द्रसेनां च कन्यकाम् ॥ एवं स यजमानश्च विहरंश्च नराधिपः । रक्षवसुसपूर्णां वसुधां वसुधाधिपः ॥
५७-४४
५७-४५
५७-४६
५७-४७
(મહાભારત)
• દેવતાઓએ નળરાજાને આઠ વરદાન આપ્યાં તે એવી રીતે કે ઇન્દ્રે યજ્ઞમાં પેાતાનું પ્રત્યક્ષ દેખાડવું તથા પરમ શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ. અગ્નિએ નળરાજા જ્યાં ઈચ્છા કરે ત્યાં પેાતાને ઉત્પન્ન થવું અને પેાતાના સરખા પ્રકાશમાન શ્રેષ્ઠ લેાકની પ્રાપ્તિ યમરાજાએ અન્નરૂપી રસ તથા ઉત્કૃષ્ટ ધર્મમાં સ્થિતિ અને જળના રાજ વરુણુ દેવતાએ જ્યાં નળ ઇચ્છા કરે ત્યાં પાતાએ જળરૂપ થવું તથા 'ઉત્તમ સુગંધવાળા પુષ્પની માળા આપી. એ પ્રમાણે ચારે દેવતાઓ નળ રાજાને ખુબ્બે વરદાન આપીને સ્વર્ગ પ્રત્યે ગયા ત્યારે સર્વ
રાજએ પણ નળ તથા દમયંતીના વિવાહ થયા તે જાણી હયુક્ત થઈને જેવી રીતે આવ્યા હતા. તેવી રીતે પાછા પાતાતાના દેશ પ્રત્યે ગયા. મેટા મનવાળા ભીમરાજાએ નળ અને દમયંતીને વિધિપૂર્વક વિવાહ કર્યો ત્યાર પછી બે પગવાળાં મનુષ્યામાં શ્રેષ્ઠ પેાતાના મનમાં અત્યંત હર્ષીયુકત થયેÀા અને સૂર્ય સરખા પ્રકાશમાન નિષધ દેશને રાજા નળ પેાતાની ઇચ્છા પ્રમાણે ભીમરાજાની પુરીમાં રહ્યા પછી રાજાની રજા લઈને પેાતાના શહેર પ્રત્યે ગયા. ધર્મકરીને પ્રજાનું પાલન કરતા તેમને પાતામાં પ્રીતિયુક્ત કરતે હતા. નળ, યયાતિ તથા નહુષ રાજાની પેઠે અશ્વમેધ અને ખીજા પણ ઘણી દક્ષિણુએ
Page #92
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૮૩ વાળા યજ્ઞ કરીને દમયંત સહિત રમણીય વન તથા બગીચાઓમાં પ્રવેશ કરી વિહાર કરતે હતે. હે રાજન, એ પ્રમાણે વિહાર કરતા એવા મોટા મનવાળા નળરાજાએ દમયંતીને વિષે ઇન્દ્રસેન નામને એક પુત્ર તથા ઈન્દ્રના નામની એક કન્યા ઉત્પન્ન કરી. એ પ્રમાણે પૃથ્વીને પતિ નળ ય તથા વિહાર કરતાં દ્રવ્ય કરીને પરિપૂર્ણ સર્વ પૃથ્વીનું પાલન કરતા હતા.
(ભાષાંતર)
ઇન્ડે આપ્યાં બે વરદાનજી, યજ્ઞમાં પ્રત્યક્ષ આવું માનજી; પરમ શ્રેષ્ઠ ગતિને પામેજી, વર સુણ દુ:ખને વમેજી. ૧૪-૬ અગ્નિએ આપ્યાં બે વરદાનજી, પ્રગટ થઉં ઇચ્છે જ્યાં રાજનજી;
યં શા પ્રકાશકની પ્રાપ્તિજી, થાય દેહની જ્યારે સમાપ્તિજી. યમરાજાએ આપ્યાં વરદાનજી અન્નરસ જાણે રાજન; ધમાં રહે મન સ્થિરછ કેવાય મહાબળિ વીરજી. જળરાય વરૂણે આપ્યા બેયજી સુણે શ્રેતા દાખું તેયજી; નળ ઈરછાએ ઉત્પન્ન થાવું જી, માળ આપી ન જાણે કુમળાવુંછ. ધર્મનંદન એણી વિધેજી, નળરાયના મનોરથ સિધજી; બબે વર આપી ગયા દેવજી અન્ય રાજા કરતા પણે સેવજી. ગયા પિત પિતાને દેશછે, ત્યાં રહ્યું નહિ કાઈ શેષજી; વિધિપૂર્વક વિવાહ કીધોજી, ભીમ નરપતિએ જશ લીધેછે. નરશ્રેષ્ઠ રહ્યો નળ ત્યાંયજી, સ્વેચ્છાએ ગયો નઝમાંયજી; જઈ ધર્મ પાળે પ્રજાયછે, જોઈ દંપતી સુખ સહુને થાયછે. યયાતિએ કીધા વાગજી તે નળ ધરે પુષ્યમાં રાગજી; નહુષે મેળવી કીર્તિ જેવી છે નળરાય મેળવર્તે તેવી છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૪ | પડિલેહા
કર્યા અશ્વમેધને બીજા યાગજી દક્ષિણમાં આપ્યા ભૂમિભાગજી; વન ઉપવનમાં નારિ સાથિજી, કર્યો વિહાર નિષધ નાથિજી. વિહારવૃક્ષ તે ફળિયુંજજી, ફળ ઇન્ડસેન સહુએ કળિયું જી; ઇન્દ્રસેન પુત્રીની વધાઈ છે, વાચકજન નળગુણ ગાઈજી. થઈ ઇન્દ્રસેના એક પુત્રીજી, પસરી કીતિ સહુ સૂત્રીજી; ભાલણ પ્રભુ રઘુનાથજી, પુયલેકને શોભે સાથજી.
(કડવું ૧૪૦ કડી ૬થી૧૬)
(નળાખ્યાન) (૭) રવૈ વિવસ્ત્રો વિજો મરિન gશુતિઃ | મયના સહં આન્તઃ સુષ્ય ઘરળત. || ૬૨-૬
(મહાભારત) વસ્ત્ર વગરને, પાથરવા ઘાસની સાદડી પણ જેની પાસે હતી નહિ એ, મેલ તથા ધૂળયુક્ત શરીરવાળા, અને દમયંતી સહિત થાકી ગયેલે નળ પૃથ્વી ઉપર સૂતે.
(ભાષાંતર)
એવે એક શૂન્ય આવ્યું સ્થાન બેઠા ત્યાંહિ રાણુ રાજાન; ઘાસની નથી સાદડી, બેસવા આપદા આવી આવડી. સૂતો પૃથ્વી ઉપર ભૂપાળ, સુતી દમયંતી ત્યાં તતકાળ. ૧૯-૫
- (નળાખ્યાન) હવે વનનાં વૃક્ષોની યાદી સરખાવો(८) शालवेणुधवाश्वत्थतिन्दुकेङ गुदकिंशुकैः ।
अर्जुनारिष्टसंच्छन्नं स्यन्दनैश्च सशाल्मलौः ॥ ६४-३ जम्बाम्रध्ररवदिरशालवेत्रसमाकुलम् । मझकामलकप्लक्षकदम्बोदुम्बरावृतम् ॥ હ૪–૪
Page #94
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૮૫ बदरी बिल्वसंच्छन्नंन्यग्रोघेश्च समाकुलम् । प्रियालतालखजूरीहरीतक विभीतक : ॥ ६४-५
“..સાગ, વાંસ, ધાવડી પિપળા, ભુરણી, ઇંગઠિયા, ખાખરા, અર્જુન, કડવા લીંબડા સાવરી, કસ્તૂરી, મોગરા, જાંબુ, આંબા, લેધા, ખેર, નેતર, દેવદાર, આંબલી, પીપળી, કદંબ, ઉમરા, બેરડી, બીલી, વડ, ચારોળી, તાડ, ખજૂરી, હરડાં તથા બહેડાંનાં વૃક્ષવાળા વનમાં આગળ ચાલી ત્યારે...
| (ભાષાંતર) સાગ, અર્જુન, વાંસકેરાં, ઝાડ છે વનમાંય રે; પીપળી, ધાવડી, ભુરી ઈંગળી દરશે ત્યાંય. ૨૧-૫ નિલ, ખાખર, સાવરી, કસ્તુરી, મગર જાંબ રે; દેવતરુ, ચિંચુ પીપળી, ખેર, નેતર, આંબ. ૨૧-૬ તાડ, ખજુરી, ચારોળકેરાં, કદંબકેર વૃક્ષ રે; બીલી બોરડી, ત્રિફળા છે ઉમરા પશ્યતિ સમક્ષ. ૨૧-૭
(નળાખ્યાન) અહીં ભાષાંતરકારે જે વૃક્ષોનાં નામ વધારાનાં આપ્યાં છે તે ‘નળાખ્યાન/કારે પણ આપ્યાં છે. બાકીનાં નામે પણ “નળાખ્યાનકારે ભાષાંતરને આધારે જ આપ્યાં છે એ પણ સ્પષ્ટ જોઈ શકાશે. (९) उत्सृज्य दमयन्ती ते नलो राजा विशांपते ।
ददर्श दावं दह्यन्त महान्त गहने वने ॥ ६६-१ तत्र शुश्राव शब्द वै मध्ये भूतस्य कस्यचित् । अभिधाव नलेत्युच्चैः पुण्यश्लोकेति चासकृत् ॥ ६६-२ मा भैरिति नलश्लोकत्वा मध्यमग्ने प्रविश्य तम् । ददर्श नागराजानं शयान कुंडलीकृतम् ॥ ६६-३
Page #95
--------------------------------------------------------------------------
________________
८६ / पाउasi
स नागः प्रज्जिलि त्वा वेषमानो नल तद।। उवाच मां विद्धि राजन् नागं कर्कोटक नृप ॥ ६६-४ मया प्रलब्धो ब्रह्मर्षिनारद सुमहातपाः ।। तेन मन्युपरीतेन शप्तोऽस्मि मनुजाधिप ॥ ६६-५ तिष्ठ त्वं स्थावर इव यावदेव नल क्वचित् । ईतो नेता हि तत्र त्वं शापान्मोक्ष्यसि मत्कृतात् ॥ ६६-६ तस्य शापेन्न शक्तोऽस्मि पदाद्विचलितु पदम् । उपदेक्ष्यामि ते श्रेयस्रातुमर्हति मां भवान् ॥ ६६-७ सखा च ते भविष्यामि मत्समो मत्समो नास्ति पन्नगः । लघुश्च ते भविष्यामि शीघ्रमादाय गच्छमाम् ॥ ६६-८ एवमुक्त्वा स नागेन्द्रो बभूवाङ्गुष्ठमात्रक । त गृहीत्वा नलःप्रायाद् देश दावविवर्जितम ॥ ६६-९ आकाशदेशमासाद्य विमुक्त कृष्णवर्मना । उत्स्रष्टुकाम त नागः पुनः कर्कोटकोऽब्रवीत ॥ ६६-१० पदानि गणयन् गच्छ स्वानि नैषध कानिचित् । तत्र तेऽहं महाबाहो श्रेयो धास्थामि यत् वरम् ॥ ६६-११
(भाभारत) युधिष्ठिर, वे न मयताना त्य. शन गयो सारे વનમાં મોટે દાવાનળ બળને હતે. તે જોયે પછી તેણે તેમાં કેઈએ હે પવિત્ર યશવાળા નળ, તું જલદીથી દોડ એમ મેટે શબ્દ કર્યો. તે સાંભળી તું કંઈ ભય પામતે નહિ એમ સામે ઉત્તર આપી તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. તેમાં ગુંછળું વળીને સૂતેલા નાગને છે. તે વખતે થરથર કાંપતા એવા તે નાગે હાથ જોડીને કહ્યું કે હે રાજન હું કર્કોટક નામે નાગ છું. મેં પરમ તપસ્વી નારદજીને છળ કર્યો તેથી તેમણે કેધિયુક્ત થઈ મને શાપ આપ્યો કે હે નાગ, તું જ્યાં
Page #96
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું પગેરું / ૮૭ સુધી નળ રાજા આવે ત્યાં સુધી વૃક્ષની પેઠે સ્થિર રહીશ. જ્યારે તને ઉપાડીને અહીંથી બીજે ઠેકાણે લઈ જશે ત્યારે મારા શાપથી મુકાઈશ. એવી રીતે મને નારદજીએ શાપ આપે છે માટે હું એક પગલું પણ ચાલવા સમર્થ નથી. વાસ્તે તમે આ અગ્નિથી મારી રક્ષા, કરો. હે નળરાજા હું તમને તમારું શ્રેય થાય એવો ઉપદેશ કરીશ, તથા સખા થઈશ. મારા સરખે કેઈ પણ સપ નથી. માટે હું તમારાથી ઊપડી શકે એવું નાનું સ્વરૂપ ધારણ કરીશ. વાતે મને જલદીથી આ અગ્નિની બહાર લઈ જાઓ, હે યુધિષ્ઠિર, એ પ્રમાણે કહી કટક નાગે અંગૂઠાના પ્રવર જેવડું નાનું સ્વરૂપ ધારણ કર્યું.. નળ રાજા તેને લઈ ત્યાંથી અગ્નિ વગરના સ્થાનક પ્રત્યે ગયો. પછી
જ્યારે તેણે અગ્નિથી મુકાવેલા નાગને ત્યાગ કરવાની અરજી કરી ત્યારે કકોટ ફરીથી બે કે હે નિષધ દેશના રાજા નળ, તું પૃથ્વી ઉપર થોડેક સુધી પોતાનાં પગલાં ગણતાં ગણિત કર જેથી હું તારું શ્રેય થાય એમ કરીશ.”
(ભાષાંતર)
સુણ યુધિષ્ઠિર મહારાજ છે, કહે નળરાજાનું કાજ છે, કાજ કહું નળ પતણું સુણે છે ભૂપાળ; તજી વનમાં તાણી ગયો ક્યાંહી નૃપાળ. ઈક વનમાં ગયે રાજા, દવ બળને ત્યાંહી; ‘નળદેડ' એવો શબ્દ સુણિયો ભય પામીશ નહિ મનમાંહિ એમ કહીને અગ્નિમાં પડ્યો નળ ભૂપાળ; ફણાવાળો નાગ કંપે કહે કાઢ હે દયાળ. કર્કોટક છે નામ મારું મેં છ નારદ મુન્ય; શાપ દીધે તેમણે હયું મારું સુખ પુણ્ય. સ્થિર રહીશ એમ ભાખિયા, અટકે તળને હાથ;
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮ | પડિલેહા
ઉંચકીને લઈ જશે નળરાય તુંને સાથ. ત્યારે મુક્ત થઈશ તું શાપથી ઈમ નારદે કહ્યું વચન; ચાલવા સમર્થ નથી હું ઉંચક હે રાજન, અગ્નિથી રક્ષા કરે, અહે નળ નૃપાળ; હું શ્રેય કરીશ કઈ તાહરું વળી મિત્ર થઈશ ભૂપાળ, મુજ સમા કે સર્પ નહિ, જે લઘુરૂપ કરું હું રાય; અગ્નિથી લઈ બાર મૂકે કાર્ય મારું થાય. અજાતશત્રુ સાંભળો, થયે કર્કોટક લઘુરૂપ; પ્રવર જેવડું સ્વરૂપ જોઈ, હરો મનમાં ભૂપ. વન્તિ વિનાને સ્થાન ચાલ્યું લઈ કરમાં નાગ; મૂકવા મન કરે રાજા, કર્કોટક બે હે મહાભાગ, નિષધ દેશના રાયજી છેડી ગતિ કરે દયાળ; શ્રેય થાશે તાહરું ઈમ કરીશ હું ભૂપાળ.
(કડવું ૨૩ કડી ૧-૧૨) (નળાખ્યાન) અહીં બીજા સામ્ય ઉપરાંત પ્રવર’ શબ્દ ઘણું મહત્વને છે. મહાભારતમાં એ નથી. ભાષાન્તરકારે એ ખેટ શબ્દ વધારાને મૂક્યો છે તેને અનુસરી “નળાખ્યાન 'કારે પણ મૂક્યો છે. (१०) यानि शिल्पानि लोकेऽस्मिन् यच्चैवान्यत् सुदुष्करम् ।
सर्व यतिष्ये तत्कर्तुमुतुपर्ण भरस्व माम् ॥ ६७ ४ वस बाहुक भद्र ते सर्वमेतत् करिष्यामि । शीघ्रयाने सदा बुद्धिर्धियते मे विशेषतः ॥ ६७-५ स त्वमातिष्ठ योग त येन शीघ्रा हया मम । भवेयुरश्रवाध्यक्षोऽसि वेतन ते शतं शताः ॥ ६७-६
(મહાભારત) “હું આ જગતમાં જેટલી જાતનાં શિલ્પકામો છે તે બીજા
Page #98
--------------------------------------------------------------------------
________________
....નળાખ્યાનનું પગેરું / ૮૯
કાઈથી ન બની શકે એવાં કામ વિશે પણ તમારે ત્યાં રહીને યત્ન કરીશ. માટે તમે મારું ભરણુપેાષણ કરે. ' ઋતુપર્ણે કહ્યું કે, હે બાહુક ‘તારું કલ્યાણ થાઓ ને હું તારા કહેવા પ્રમાણે સ` કરીશ એમ મને ભરાસા છે. પણ મારા રથના અશ્વો ઘણા જલદીથી ચાલે એવી મને બુદ્ધિ સદૈવ રહે છે. માટે તું જેવી રીતે મારા અશ્વો ઘણા જલદીથી ચાલે એવા ઉપાય કર. હું તને એક માસના દશ હજારના સિક્કા પ્રમાણે પગાર આપીશ. ’
( ભાષાંતર )
*
શિલ્પકામ જાણું અમિ રે, ખીન જાણુ ઘણાં હું કામ; ભરણુપેાષણ કરી રાખશે રે, તે હું રહું આ ઠામ ઋતુપર્ણ કહે સુખે રહેા રે, મનગમતું કરીશ કાજ; પણ અશ્વ રથના ચાલે ઘણા રે ઈમ કરજો કહે રાજ. ૨૪-૬ દશ સહસ્ર નિષ્ઠ તુજને રે, હું આપું પ્રતિ માસ; વાણૅય આદિ સારથી રે, સહુ થાશે તારા
દાસ, ૨૪-૭
( નળાખ્યાન )
૨૪–૧
"
'
અહીં ભાષાન્તરકારે ભાષાન્તરમાં એક માસના ' એવા શબ્દો પોતાના તરફથી ઉમેર્યા, તેને અનુસરી · નળાખ્યાન 'કારે પણ ‘પ્રતિ માસ ' શબ્દ મૂકો.
'
આ પછી ઋતુપણું બાહુકને અક્ષવિદ્યા આપે છે ત્યાંથી તે અંત સુધી ‘ નળાખ્યાન 'કારે દસેક કડીમાં કથા આટાપી લીધી છે એટલે તેમાં ભાષાન્તર સાથે કશું' સરખાવવાનું રહેતુ નથી,
આ પુરાવા. પછી ‘નળાખ્યાન'કારે પોતાની કૃતિની રચના મહાભારતના આ અર્વાચીન સમયના ભાષાન્તર પરથી કરી છે એ વિશે કાઈને જરા સરખી પણુ શંકા રહેશે નહિ. ‘નળાખ્યાન'કારે કૃતિને
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૦ / પડિલેહા
પ્રાચીન બનાવવાના સભાન પ્રયત્ન કર્યા છે ( અથવા એમાં ખીજા કાઈની મદદ લેવાઈ પણુ હાય ) એ માટે સ્થળસ્થળે સાચાંખાટાં જૂનાં શબ્દરૂપા મૂકયાં છે. દરેક કડવાને અંતે ‘ભાલણ પ્રભુ રઘુનાથ' એવા શબ્દો મૂક્યાં છે. એકાદ સ્થળે લીટી મૂળ પ્રતમાં નથી (૧૦-૧૫ ) એમ પણ બતાવ્યું છે એટલુ' જ નહિ, બૃહત્ કાવ્યદોહન' ને માટે તૈયાર કરી આપેલી નકલ તે ખીજી હસ્તપ્રત પરથી છે એવું બતાવવા પાઠાંતરો પણ ઉપજાવી કાઢયાં છે અને ૨ કડવાં સુધી મહાભારત પ્રમાણે બરાબર કથા આપ્યા પછી આગળ કથા લખાવવા જતાં ખીજાં છ-સાત કડવાં રાકવાં પડે અને ભાલણુના સમયમાં ભાલણુ કે એના સમકાલીન ખીા કવિએ એટલી લાંખી રચના કરી નથી માટે દસેક કડીમાં કથા આટેાપી કડવાંની સંખ્યા વધતી અટકાવી છે. આમ, ઉતાવળ કરવાને માટે કદાચ ખીજું બહારનું પણ કાઈ કારણ હાઈ શકે પર ંતુ આવી છેલ્લે કરેલી ઉતાવળ તથા એકંદરે પેાતાની સામાન્ય કક્ષાની કૃતિ છે તેને કારણે ભાલણને નામે આ રચના કરતી વખતે ભાલણે ‘ નળાખ્યાન 'ની રચના કરી છે એવી માહિતી આ નળાખ્યાનકાર અને સંપાદાને હેવી જ જોઈએ અને એટલા માટે આ ભાલણનું ખીજુ નળાખ્યાન છે એવી વાત વહેતી મૂકવામાં આવે અને ખીજી વારની રચના કરવા માટે કારણુ કલ્પી કાઢવામાં આવે તે જ આ કૃતિ વિશે બહુ શંકા ઊભી થાય નહિ એવા તર્ક તેમણે દેાડાવ્યા લાગે છે. અને એ તર્ક પોતે રજૂ કરે તેનાં કરતાં કવિની કૃતિમાં જ, કવિના શબ્દોમાં જ આવી જાય તેા તે વધારે પ્રમાણભૂત લેખાય માટે તેમણે તે માટે છેલ્લા કડવામાં એવી પક્તિએ ચાજી કાઢી. આથી જ ઉતાવળથી કથા પૂરી કર્યા પછી આ છેલ્લા કડવાની રચનામાં નિરાંત બતાવાઈ છે. આ નળાખ્યાન 'નાં આગળનાં બધાં કડવાંની શૈલી કરતાં આ કડવાની શૈલીમાં પ્રૌઢી વધારે જોવા મળે છે એ પરથી લાગે છે કે આ છેલ્લુ ફલશ્રુતિનું કડવુ. કદાચ ખીજી કઈ વ્યક્તિને હાથે લખાયું હોય. આ છેલા કડવામાં ભાલણનાં અને પ્રેમાન*દનાં
<
6
Page #100
--------------------------------------------------------------------------
________________
....નળાખ્યાનનું પગેરું / ૯૧
આખ્યાનોની ફલશ્રુતિના કેટલાક શબ્દો ગાઠવીને ૫ક્તિએ યેાજવામાં આવી છે એવું લાગે છે.
આમ, ભાલણના કહેવાતા ખીન્ન નળાખ્યાન 'નું કર્તૃત્વ ભાલણનું નથી પણ અર્વાચીન સમયનું છે એમ આથી સિદ્ધ થાય છે. ‘ પ્રાચીન કાવ્યમાળા ' માં પ્રગટ થયેલાં પ્રેમાન દનાં કહેવાતાં નાકાની બનાવટમાં સડાવાયેલી વ્યક્તિઓમાંની એક વ્યક્તિ તે ાટાલાલ નરભેરામ ભટ્ટ છે. ત્રિપાઠી ઍન્ડ કું.એ ઈ.સ. ૧૮૮૮માં પ્રગટ કરેલ ‘મહાભારત'ના ગુજરાતી ભાષાંતરમાં ભાષાન્તરકાર તરીકે છેટાલાલ નરભેરાય ભટ્ટનું નામ છે. ભાલના કહેવાતા ખીજા નળાખ્યાનની રચના કરનાર અર્વાચીન કવિ-લેખÝ આ ભાષાંતર પે।તાની નજર સમક્ષ રાખ્યુ છે. બલ્કે એકમાત્ર એને જ આધાર લીધે છે. આથી એક સભવ એવા છે કે ખુદ છેટાલાલ નરભેરામ ભટ્ટે પોતે જ પેાતાના ભાષાંતરના આધારે આ બનાવટી નળાખ્યાનની રચના કરી હેાય !
]
"
Page #101
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી અને એમને જંબુસ્વામી રાસ
(૧) યશોવિજયજી “લઘુ હરિભદ્રસૂરિ', “દ્વિતીય હેમચન્દ્રાચાર્ય,' “રમારિત શ્રુતકેવલી,' “કુર્યાલી શારદ', “મહાન તાકિક', “ન્યાયવિશારદ',
ન્યાયાચાર્ય', “વાચકવર્ય ', “ઉપાધ્યાયજી' ઇત્યાદિ તરીકે જેન સંપ્રદાયમાં જેઓ સુપ્રસિદ્ધ છે એ મહેપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમા અઢારમાં શતકમાં ગુજરાતમાં થઈ ગયેલી એક મહાનભારતીય વિભૂતિ છે, કવિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય પછી અત્યાર સુધીના સમયમાં તેમના જેવી મહાન વિભૂતિ જૈન શાસનમાં થઈ હેય તે માત્ર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી છે એમ કહેવાય છે.
મહેપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે છેલ્લાં થોડાં વર્ષોમાં વધુ માહિતી મળી છે. લગભગ ૪૦ વર્ષ પહેલાં પાટણમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન વિશે એમના સમકાલીન શ્રી કાંતિવિજયજીએ રચેલી કૃતિ “સુજસવેલી ભાસ' વિશે ભાળ લાગી ત્યાર પછી શ્રી યશેવિજયજીના જીવન ઉપર થોડો વધુ પ્રકાશ પાડ્યો છે. તદુપરાંત એ
Page #102
--------------------------------------------------------------------------
________________
યશોવિજયંછ | 8 ભાસે ઉપાધ્યાયજી મહારાજના જન્મ અને સ્વર્ગવાસનાં વર્ષો વિશે ચાલુ માન્યતામાં કેટલીક વિષમતા જગાડી એ વિશે આપણને ગંભીરપણે વિચારતા કર્યા છે.
“સુજસવેલી ભાસ'માં જણાવ્યા પ્રમાણે ગુર્જર દેશમાં કડું નામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતે. તેની પત્નીનું નામ ભાગદે. તેઓને જસવંત નામે ગુણવાન પુત્ર હતા. કુણગેરમાં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નવિજયજી કને ગામમાં પધાર્યા. માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુ પુરૂષનાં ચરણોમાં વંદન કર્યું, અને સદ્દગુરુના ધર્મોપદેશથી જસવંતકુમારને વૈરાગ્યને પ્રકાશ થયે. અણહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જસવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જસવિજય (યશોવિજય) રાખવામાં આવ્યું.
વળી, સભાગદેના બીજા પુત્ર, જસવંતના નાના ભાઈ પદ્મસિંહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું.
આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય શ્રી દેવવિજ્યસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી.
અહીં ભાસકારે શ્રી યશોવિજયજીના જન્મસ્થળને સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નવિજ્યજી ગુરુનાં સૌ પ્રથમ દર્શન શ્રી યશોવિજ્યજીને કનડું માં થયો હતો, અને તે સમયે તેમનાં માતાપિતા કનેjમાં રહેતાં હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયજીને જન્મ કાર્ડ માં થયો હોય અને તેમનું બાળપણ પણ કનડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિશે અન્ય કઈ પ્રમાણે ન મળે ત્યાં સુધી એમની જભૂમિ કડું હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી*
& કનેડું ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઇલને અંતરે આવેલું છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪ / પડિલેહા
મહેાપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા × માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણેા મળે છે અને એથી એમના જન્મસમય વિશે હજુ છેવટને સમાન્ય નિશ્ચિત નિર્ણય થઈ શકયો નથી. આ એ પ્રમાણો તે ( ૧ ) વિ.સ’. ૧૯૬૩ માં વસ્ત્ર પર આલેખાયેલા મેરુ પર્વતને ચિત્રપટ, અને (૨) ઉપા૦ શ્રી યશેાવિજયજીના સમકાલીન મુનિ શ્રી કાંતિવિજયજીકૃત ‘સુજસવેલી ભાસ'. આ બંનેમાં અલબત્ત, એમના જન્મ-સમય વિશે કશે ચાક્કસ નિર્દેશ નથી, પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મ-સમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે.
વિ. સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ તે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું... હતું. આ ચિત્રપટ આજ દિન સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્ટિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નયવિજયજીએ આચાર્ય શ્રી વિયસેનસૂરિના સમયમાં કણસાગર નામના ગામડામાં રહીને સં. ૧૬૬૩માં પેાતાના શિષ્ય શ્રી જસવિજયજી માટે આ પટ આલેખવાના પ્રયાસ કર્યા છે. પુપિકા પ્રમાણે શ્રી નયવિજયજી તે સમયે ગણુ અને પન્યાસનું પદ ધરાવતા હતા. તે શ્રી કલ્યાણુવિજયજીના શિષ્ય હતા અને જેમને માટે આ પટ બનાવવામાં આવ્યા તે શ્રી જસવિજયજી પણુ · ગણુિ' નું પદ ધરાવતા હતા.
હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તેા સ ૧૬૬૩માં શ્રી યશેાવિજયજી fળ હતા. સામાન્ય રીતે દીક્ષા પછી આછામાં ઓછાં દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (ક્રાઈ
:
× એ વિશે જુએ શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથ'માં મુનિશ્રી પુણ્યવિજયજીના આમુખ તથા વિદ્યમાન મુનિ શ્રી ચાવિજયકૃત લેખ, ઐતિહાસિક ચિત્રપટનો પરિચય અને મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીની સાલમીમાંસા’( જૈનયુમ, જાન્યુઆરી, ૧૯૫૯ ).
Page #104
--------------------------------------------------------------------------
________________
યશે વિજયજી | પ
અપવાદરૂપ પ્રસંગામાં એથી આછાં વષે પણુ ગણિપદ અપાય છે.) તે મુજબ, સ. ૧૬૬૩ માં જ જો શ્રી યશેાવિજયજીને ગણિપદ અવાયું હેાય તે સં. ૧૬૫૩ની આસપાસ એમને દીક્ષા અપાઈ હાય એમ માની શકાય. અને જો તે ખાલદીક્ષિત હાય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તેા સ. ૧૬૪૫ની આસપાસ તેમના જન્મ થયા હેાવા જોઈએ એમ માની શયાય. તેમના સ્વ - વાસ સં. ૧૭૪૩–૪૪માં થયા હતા. એટલે સં. ૧૬૪૫ થી ૧૭૪૪ સુધીનું, લગભગ સેા વર્ષનુ... આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માની શકાય.
ખીજી બાજુ ‘સુજસવેલી ભાસ 'માં લખ્યું છે સંવત સાલ અઠયાસિયેળ, રહી કુગિરિ ચામાસિ; શ્રી નયવિજય પ`ડિતવરૂજી, આવ્યા કહૅડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે
વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; સંવત સાલ અચાસિયે જી, કરતા યાગ અભ્યાસ,
આમ ‘સુજસવેલી ભાસ' પ્રમાણે સ. ૧૯૮૮માં શ્રી નવિજયજી કન્હાડું પધારે છે અને એ જ સાલમાં પાટણમાં શ્રી યશેાવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે લઘુ દીક્ષા અને વડી દીક્ષા એક જ વર્ષોંમાં સ. ૧૯૮૮ માં અપાઈ છે. વળી, દીક્ષા-સમયે એમની ઉંમર નાની હતી એમ ‘લઘુતા પણુ યુદ્ધે આગળા જી, નામે કુ ંવર જસવંત' એ પૉંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠનવ વર્ષીની હાવી જોઈએ. જો તે પ્રમાણે હેાય તે તેમના જન્મ સ ૧૬૭૯-૮ માં થયા હાવે! જોઈએ, અને તેમના સ્વર્ગવાસ સ ૧૭૪૩-૪૪માં થયા હતા તે પ્રમાણે ગણતરી કરીએ તા ૬૪-૬૫ વસ્તુ તેમનુ આયુષ્ય હાવુ જોઈએ એમ નક્કી થાય,
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬ / પડિલેહા
આમ, ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમને જન્મ થયા હેાવા જોઈએ અને ‘મુજસવેલી ભાસ' પ્રમાણે સ ૧૬૭૯-૮૦માં થયા હેાવા જોઈએ. આ બન્ને પ્રમાણામાંથી કયા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું? ચિત્રપટની બાબતમાં એ મૂળ વસ્તુ આપણને મળે છે અને ‘મુજસવેલી ભાસ'ની બાબતમાં કર્તાના હસ્તાક્ષરની નહિ, પણુ પાછળથી થયેલી એની નકલની હસ્તપ્રત મળે છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા ખીજા કારણે દીક્ષાની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હેાય. વળી, 'સુજસવેલી ભાસ'કાર શ્રી યશોવિજયજીના સમકાલીન હતા, જયારે શ્રી નયવિજયજી ગણિ તે શ્રી યશેાવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય, છતાં આ બાબતમાં અત્યારે નિર્ણય બાંધવાની ઉતાવળ કરવા કરતાં વધુ પ્રમાણેા મળવાની રાહ જોવી સારી એમ કહી શકાય.
ઉપાધ્યાયજી મહારાજના બાળપણુ વિશે આપણને ખાસ કંઈ માહિતી મળતી નથી. એમના બાળપણના દિવસે વિશે એક એવી દંતકથા પ્રચલિત છે કે એમની માતા સૌભાગ્યદેવીને એવા નિયમ હતા કે જ્યાં સુધી તે • ભક્તામરસ્તાત્ર ન સાંભળે ત્યાં સુધી અન્નપાણી લેતાં નહિ. તે સાંભળવા માટે તે રાજ ગુરુ મહારાજ પાસે જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મુશળધાર વર્ષા થઈ અને તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ ‘ભક્તામરસ્તાત્ર’ સાંભળી શકત્યાં નહિ. એવી રીતે ત્રણ દિવસ સુધી એમને ઉપવાસ થયા. ચેાથે દિવસે પણ વરસાદ ધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જ્યારે ઉપવાસ કર્યા ત્યારે બાળક જસવંતે એનું કારણ પૂછ્યું, અને માતાએ તેનું કારણ કર્યું. એ વખતે બાળક જસવંતે માતાને · ભક્તામર સ્તાત્ર' સંભળાવ્યું અને અઠ્ઠમનું પારણું કરાવ્યું. રાજ પાતે માતા સાથે ગુરુમહારાજ પાસે જતા અને ભકતામર સ્તાત્ર સાંભળતા, તે
Page #106
--------------------------------------------------------------------------
________________
યશવિજયજી | ક૭
એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અદભુત સ્મરણશક્તિ જોઈ માતાને સાનંદાશ્ચર્ય થયું અને એ વાત ગુરુ મહારાજે જ્યારે જાણું ત્યારે તેમને પણ તે પ્રમાણે સાનંદાશ્ચર્ય થયું.
દીક્ષા પછી ગુરુ શ્રી નયવિજય ગણિ સાથે વિહાર કરતા કરતા શ્રી યશોવિજયજી અમદાવાદ નગરમાં પધાર્યા હતા. તે સમય દરમિયાન તેમણે અમદાવાદમાં ગુરુમહારાજની હાજરીમાં આઠ અવધાનને પ્રવેગ કરી બતાવ્યું. એમના આ પ્રગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયે. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા થવા લાગી. એમાંના એક શ્રેષ્ઠી ધનજી સૂરાને શ્રી યશેવિજયની આવી અદ્દભુત સ્મરણશકિત પ્રત્યે આદર થશે અને તેમણે ગુરુમહારાજ શ્રી નવિજયજીને વિનંતી કરી કે “આ શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જે ભણાવવામાં આવે તે તે બીજા હેમચન્દ્રાચાર્ય થાય. જે કાશી જઈ બીજાં છ દર્શનેને અભ્યાસ કરે છે તે વડે જૈન દર્શનને તેઓ વધારે ઉજજવળ બનાવે.” ગુરુમહારાજે કહ્યું, “કાશી જઈ અભ્યાસ કરવામાં લક્ષ્મીની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિત પૈસા વગર શીખવતા નથી ” ધનજી સૂરાએ ઉત્સાહપૂર્વક કહ્યું,
બે હજાર દીનારનું ખર્ચ હું આપીશ અને પંડિતને પણ યથાયોગ્ય વારંવાર સત્કાર કરીશ."
આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં ગુરુએ કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરએ ખર્ચ માટે દંડી લખી આપી જે કાશી એકલવામાં આવી કાશીમાં વડું દર્શનેના રહસ્યના જ્ઞાતા એવા એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે સાતસે શિષ્ય દર્શનેને અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિને ત્રણ વર્ષ સુધી સતત પરિશ્રમપૂર્વક શ્રી યશોવિજ્યજીએ અભ્યાસ કર્યો. તેમની તરફથી ભટ્ટાચાર્યને
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮ | કિલેહ
વિદ્યાભ્યાસ કરાવવા માટે રોજ એક રૂપિયા આપવામાં આવત
તેમણે ચિંતામણિ જે ન્યાયગ્રંથને અભ્યાસ કરી વાદીઓના : સમૂહથી ન જીતી શકાય એવા.પંડિતમાં શિરેમણિનું સ્થાન મેળવ્યું,
તે વખતે કાશીમાં આવેલા એક સંન્યાસીએ શ્રી યશોવિજયજી સાથે વાદ-શાસ્ત્રાર્થ શરૂ કર્યો. પરંતુ શ્રી યશોવિજ્યજીનું અદ્દભુત જ્ઞાન - જોઈને તે સંન્યાસી પિતાનું અભિમાન છેડી ચાલ્યા ગયા. શ્રી યશોવિજ્યજીએ, મેળવેલી આ જીતને પ્રસંગ ત્યાં વાજતેગાજતે ઊજવવામાં આવ્યા હતા, અને ભારે સત્કાર સાથે તેમને પિતાના સ્થાને
લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગથી શ્રી યશોવિજયજીની “ન્યાય- વિશારદ' તરીકે ગણના થવા લાગી. એમણે કાશીમાં ત્રણ વર્ષ રહી
અભ્યાસ કર્યો, ત્યારથી તેઓ “તાકિક શિરોમણિ'ના નામથી પણ ઓળખાવા લાગ્યા હતા. આ છે કાશીમાં અભ્યાસ પૂરો કરી તેઓ પોતાના ગુરુ મહારાજ સાથે આગ્રામાં આવ્યા. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસે રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેને 'ઉગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યું અને પછી તે ગ્રંથ વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા.
ત્યાર પછી આગ્રાથી વિહાર કરી, સ્થળે સ્થળે વાદ કરી, વાદીઓને પરાજિત કરી, તેઓ ગુજરાતના રાજનગર અમદાવાદમાં પધાર્યા. " એ સમયે અમદાવાદમાં મહોબતખાન નામનો મુસલમાન સૂબો રહેતા હતા. તે સગુણની કદર કરનાર ઉદાર દિલને હતે. એની રાજસભામાં એક વખત શ્રી યશોવિજયજીનાં અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અદ્ભુત સ્મરણશકિતની પ્રશંસા થઈ. તે સાંભળીને મહેબતખાનને આવા મુનિ મહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેણે શ્રાવકો મારફત શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની
Page #108
--------------------------------------------------------------------------
________________
ચશેવિજયજી | ૯ વિનંતી કરી. ગુરુ મહારાજની આન મળતાં શ્રી યશોવિજયજીએ ને વિનંતીને સ્વીકાર કર્યો; એથી મહોબતખાનને ઘણે આનંદ થયે. તેણે રાજસભામાં જૈન મુનિ મહારાજ માટે બેસવાની યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી યશોવિજયજી મહારાજ -અગ્રગણ્ય શ્રાવકે સાથે મહોબતખાનની સભામાં ગયા અને ત્યાં -સભાજને સમક્ષ ૧૮ અવધાનને પ્રયોગ કરી બતાવ્યો. તેમની આવી -શક્તિ અને વિદ્વત્તાથી મહોબતખાન પ્રભાવિત અને આનંદિત થશે. તેણે ઉત્સાહપૂર્વક અને ઉત્સવપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. જૈન ધર્મમાં પણ આવા મહાન વિદ્વાન મુનિઓ છે એની તેને ખાતરી થઈ.
આ પ્રસંગ પછી અમદાવાદના શ્રી સંઘે તે સમયના ગરછનાયક આચાર્ય શ્રી વિજયદેવસૂરિ આગળ એવી વિનંતી કરી કે, “મુનિ શ્રી જસવિજયજીએ જૈન ધર્મની જે સેવા બજાવી છે અને બહુશ્રતતા પ્રાપ્ત કરી છે તે માટે તેમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે.શ્રી સંઘની વિનંતીને માન આપી, અને શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જાણ આચાર્ય મહારાજે તેમને ઉપાધ્યાયની પદવી આપવાનું નક્કી કર્યું. તે પછી શ્રી યશોવિજયજીએ “વસ
સ્થાન'ના તપની આરાધના કરી. તપને અંતે શ્રી વિજયદેવસૂરિની -આજ્ઞાથી તેમના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિએ શ્રી સંઘના મોટા ઉત્સવ સાથે વિ.સં. ૧૭૧૮માં અમદાવાદમાં ઉપાધ્યાયની પદવી આપી. ત્યારથી શ્રી યશોવિજયજી મહારાજ “ઉપાધ્યાય શ્રી યશોવિજયજી' બન્યા.
શ્રી યશોવિજયજીના વિદ્યાગુરુ વિશે આ પ્રમાણે એક દંતકથા છે : એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં ઉપાશ્રયમાં કઈ એક વયેવૃદ્ધ માણસ આબે અને વ્યાખ્યાન સાંભળવા બેસી ગયે, મહારાજની તરત તેના પર નજર કરી અને તેમને ઘણું
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦ | પડિલેહા ' ' આશ્ચર્ય થયું. તેમણે તે વ્યક્તિને વંદન કર્યું. એથી સૌ તે વૃદ તરફ જોવા લાગ્યા, અને તે વ્યક્તિ કેણ હશે એ વિશે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજીએ કહ્યું કે “આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્ય ન્યાયનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ પ્રત્યે હું અત્યંત ઋણી છું. તમારે એમને યોગ્ય સત્કાર કરે. જોઈએ.” એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર: હજારની રકમ એકઠી કરી અને તે બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણમાં આપી. પોતાના શિષ્યને આ પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી.
- શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પિતે જ રચેલી વૃત્તિમાં પિતાની ગુરુપરંપરાને પરિચય આપે છે. તેમાં તેમણે અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી શરૂઆત કરી છે.. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરિના શિષ્ય શ્રી કલ્યાણવિજય, તેમના શિષ્ય શ્રી લાભવિજય અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજય અને શ્રી નયવિજયનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નયવિજય ગણિ શ્રી યશોવિજયના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયના ભાઈએ પણ શ્રી નયવિજય પાસે જ દીક્ષા લીધી હતી. આ રીતે શ્રી યશોવિજયજીની ગુરુપરંપરા નીચે પ્રમાણે દર્શાવી શકાય?
Page #110
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | ૧૦૧
શ્રી હીરવિજયસરિ
ઉપ. કલ્યાણવિજય શ્રી વિજયસેનસૂરિ શ્રી કીર્તિવિજય ઉપાધ્યાય
ચં. લાભવિજય ગણિ શ્રી વિજયદેવસૂરિ શ્રી વિનયવિજય ઉપાધ્યાય
શ્રી વિજયસિંહસૂરિ
શ્રી વિજયપ્રભસૂરિ
શ્રી જીતવિજય
શ્રી નવિજય ગણિ
પં. શ્રી સત્યવિજ્યજી
શ્રી પદ્મવિજય ઉપા. યશોવિજય ભિન્નભિન્ન કૃતિઓમાં મળતા ઉલ્લેખ અને અન્ય પ્રમાણે પરથી અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે શ્રી યશોવિજયજીની શિષ્યપરંપરા નીચે મુજબ દર્શાવવામાં આવે છે?
- શ્રી યશોવિજય ગણિ
શ્રી ગુણવિજય ગણિ શ્રી તત્ત્વવિજય શ્રી લક્ષ્મીવિજય ગણિ
શ્રી કેસરવિજય ગણિ શ્રી સુમતિવિજય શ્રી વિનીતવિજય ગણિ શ્રી પ્રતાપવિયે શ્રી દેવવિજય ગણિ
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨ / પડિલેહા
શ્રી યશાવિજયજી મહારાજ અને શ્રી આનદઘનજી મહારાજ સમકાલીન હતા અને શ્રી યશેાવિજયજી શ્રી આન ધનજીનાં દર્શન માટે અત્યંત ઉત્સુક હતા તથા તે બંનેનું મિલન થતાં શ્રી યશો-વિજયજીને ઘણા આનંદ થયા હતા. એ ઘટના અતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ આન ધનજીની સ્તુતિરૂપ રચેલી ‘અષ્ટ-પદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની ‘ જસવિય કહે આનધન હમ તુમ મિલે હજૂર’, ‘જસ કહે સાહી આનંદધન પાવત,. અંતરજ્યેાત જગાવે’, ‘આનંદકી ગત આનંદન જાણે', ‘એસી દશા જળ પ્રગટે ચિત્ત અંતર, સાહી આનંદધન પિછાને', ‘ એહી આજ આનંદ ભયે મેરે, તેરા મુખ નીરખ નીરખું રામરામ શીતલ ભચે ગાગ' ઇત્યાદિ પંક્તિએ શ્રી યશે વિજયજીને શ્રી આન ધનજી - પ્રત્યે કેટલા બધા ઉચ્ચાદર હતા તે દર્શાવે છે. આન ધનજીનાં દર્શનના પેાતાના જીવન ઉપર કેટલા બધા પ્રભાવ પડયો છે તે નમ્રતાપૂર્વક દર્શાવતાં તેઓ લખે છે:
· આન ંદધન} સંગ સુજસહી મિલે જળ, તા આનંદસમ ભયેા સુજસ,
પારસ સોંગ લાહા જો ફરસત,
કાંચન હસ્તકી તાકે કસ. આનંદ' મહેાપાધ્યાયજીને આનંદઘનજી કારે મળ્યા હશે, કચારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતુ નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશેાવિજયજી આબુ તરફ વિહાર કરતા. હતા. તે સમયે તેએ સાધુએમાં બહુશ્રુત ગણાતા હતા. ખીજી બાજુ,. આન ધનજી પણ અધ્યાત્મજ્ઞાનમાં ઘણાં ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુની આસપાસના પ્રદેશમાં વિચરે છે એમ જાણી શ્રી યશેાવિજયજી તેમને મળવા માટે ઉત્સુક હતા. ખીજી બાજુ, શ્રી યશાવિજયજી આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણી શ્રી આન ધનજી પણ
Page #112
--------------------------------------------------------------------------
________________
યશેાવિ૭ / ૧૦૩
તેમને મળવા ઉત્સુક હતા. એક દિવસ શ્રી યશવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને ખેડેલા ખીજા યતિએ સાથે આન ધનજી પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશેોવિજયજીનું અધ્યાત્મ વિશેનું વ્યાખ્યાન સાંભળીને સૌ પ્રસન્ન બન્યા હતા ત્યારે એક જીર્ણવેધારી સાધુના ચહેરા પર એટલા હર્ષ જણાતા નહાતા. શ્રી યોવિજયજીએ એમને પૂછ્યું, “ અરે વૃદ્ધ સાધુ ! તમને વ્યાખ્યાનમાં ખરાબર સમજણુ પડી કે નહીં ? ' તેમનો સાથે વાતચીત કરતાં શ્રી યશોવિજયજીને જાણવા મળ્યું કે તેઓ તે આન ધનજી છે. પછી ઉપાધ્યાયજીએ પેાતે જે ક્લાક પર વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતુ. તે લેાક પર વ્યાખ્યાન આપવા માટે આન ધનજીને આગ્રહ કર્યો. આન ધનજીએ એ એક શ્લાક પર ત્રણ કલાક વ્યાખ્યાન આપ્યું. એ સાંભળી સૌ શ્વેતાજનેા ડેાલવા લાગ્યા, અને શ્રી યશોવિજયજીએ પશુ એચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત હર્ષ અનુભવ્યા, અને આ પ્રસંગથી શ્રી આન દઘનજી પ્રત્યે તેમને ઘણા પૂજ્યભાવ થયા.
આ પછી, દંતકથા પ્રમાણે, ખીજી એક વાર શ્રી યશેાવિજયજીને શ્રી આનંદઘનજીને મળવાની ઇચ્છા થઈ. બાવાઓને પૂછતા પૂછતા આજી પરની એક ગુફા પાસે તેઓ આવી પહેાંચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર નીકળ્યા હતા અને સ્વરચિત આધ્યાત્મિક રચના ગાતા હતા. શ્રી યશેોવિજયજીને જોતાં જ તે સામા જઈ તેમને ભેટચા હતા. કહેવાય છે કે આ પ્રસંગ પછી શ્રી યશોવિજયજીએ શ્રી આન ધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી બનાવી હતી.
શ્રી યશોવિજયજીના સ્વવાસ ડભાઈમાં થયેા હતેા તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના જન્મવર્ષની જેમ તેમના સ્વવાસના સમય પણ આપણને સુનિશ્ચિતપણે જાણવા મળતા નથી. તેમ છતાં, તેમના જન્મવર્ષ વિશેની જુદીજુદી શકયતાએ વચ્ચેના ગાળા જેટલે
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪ / પડિલેહા
માટેા છે તેટલા ગાળા તેમના સ્વર્ગવાસના વર્ષની બાખતમાં નથી. સ્વર્ગવાસની બાબતમાં મતભેદ માત્ર એક-બે વર્ષ જેટલા જ અત્યારે તા છે. તેમાં પણ માસ અને તિથિ નહિ, પણુ વ વિશે ચાક્કસ અનુમાન પર આવવું બહુ અઘરું નથી.
અત્યાર સુધી સં. ૧૭૪૫ (શકે ૧૬૧૧)ના માગશર સુદ ૧૧ એમની કાળધની તિધિ મનાતી અને કેટલાંક જૈન પચાગામાં એ પ્રમાણે આપવામાં આવતી. ડભાઈના ગુરુમ ંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યુ હેાવાના સંભવ છે. પરંતુ એમાં આપેલાં સાલ-તિથિ ઉષાયજીના કાળધનાં નથી, પરંતુ પાદુકાની અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવ્યાનાં છે.
‘સુજસવેલી ભાસ'ની નીચેની કડી હવે તે વિશે વધારે પ્રકાશ પાડે છે :
સત્તર ત્રયાલિ ચામાસુ` રહ્યા, પાઠક નગર ડભાઈ રે; તિહાં સુરપદવી અણુસરી, અણુણિ કરિ પાતક ધોઈ રે. આમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશેાવિજયજી સં. ૧૭૪૩માં ડભાઈમાં ચામાસુ` રહ્યા અને ત્યાં અનશન કરી સ્વર્ગવાસી થયા. આમાં, અલબત્ત, ચોક્કસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જૈન સાધુઓનું ચોમાસુ` અષાડ સુદ ૧૪થી શરૂ થઈ કાર્તિક સુદ ૧૪ને દિવસે પૂ થાય. એટલે કે ચામાસા દરમિયાન જ નવું સંવત વર્ષ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાયજીએ સ. ૧૭૪૩નુ ચેમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમને સ્વવાસ ચોમાસા દરમિયાન થયે કે ચોમાસા પછી, અને ચેામાસામાં પણ સ. ૧૭૪૩માં થયા કે સ ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી.
ઉપાધ્યાયજી મહારાજે પેાતાની કેટલીક કૃતિઓમાં એની રચનાસાલ જણાવી છે, તેમાં મેાડામાં માડી સં. ૧૭૩૯માં ખ ભાતમાં જમ્મૂસ્વામી રાસની કરેલી રચના મળે છે. આ ઉપરાંત,
Page #114
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | ૧૦૫
સૂરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલી પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય અને “અગિયાર અંગ સ્વાધ્યાય” એ બે કૃતિઓમાં એની રચનાતાલ યુગ યુગ મુનિ વિધુ વત્સરઈ' એ પ્રમાણે જણાવી છે. તેમાં યુગની સંખ્યા ૪ લઈએ તે સં. ૧૭૪૪ થાય અને તેની સંખ્યા ૨ લઈએ તે સં. ૧૭૨૨ થાય. પરંતુ અહીં સં. ૧૭૪૪ લેવી સર્વ રીતે સુસંગત જણાતી નથી.* એટલે જ્યાં સુધી બીજાં કંઈ વધુ પ્રમાણે ન મળે ત્યાં સુધી સં. ૧૭૪માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહેપાધ્યાયને સ્વર્ગવાસ થયે એમ માનવામાં ખાસ બાધ નથી.
મહેપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિદ્રોગ્ય કૃતિઓની રચના કરી છે, તેવી જ રીતે, તેમણે પોતાના સમયની બેલાતી ગુજરાતી ભાષામાં પણ ઘણી કૃતિઓની રચના કરી છે. લેકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરી પિતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી, -શ્રી યશોવિજયજી મહારાજ પાસેથી સઝાય સાંભળવાની ઈચ્છા દર્શાવી. જવાબમાં શ્રી યશોવિજયજીએ જણાવ્યું કે “મને કઈ સક્ઝાય કંઠસ્થ નથી'. એ સાંભળી તે શ્રાવકે કહ્યું, “ત્યારે શું બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું?” એ સમયે મહેપાધ્યાયજી મૌન રહ્યા. તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત લેકભાષામાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લેકે બોધ પામી શકે. તરત નિશ્ચય કરી તેમણે તે અમલમાં મૂક્યો. તેમણે સમક્તિના ૬૭ બોલની સઝાય બનાવી અને તે મોઢે પણ કરી લીધી અને બીજે દિવસે પ્રતિક્રમણમાં તે બેલવા માટે આદેશ માગે.
* જુએ મુનિશ્રી યશોવિજયજીકૃત લેખ “મહો. પૂ. વિજ્યજીની સ્વર્ગવાસ સાલ અને તિથિ કઈ?—જેનયુગ, ફેબ્રુઆરી, ૧૫૯.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬ / પરિવહા .
'
આદેશ મળતાં સજ્ઝાય ખાલવી તેમણે શરૂ કરી, સજ્ઝાય ઘણી લાંખ હતી એટલે શ્રાવકા પૂછવા લાગ્યા, હવે કેટલી બાકી રહી?' ઘાસ કાપ વાનું કહેનાર તે શ્રાવકે પણ અધીરા બની એમ પૂછ્યું. એટલે મહેાપાધ્યાયજીએ કશું, ‘બાર વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા છ્યુંધાય છે, એટલે વધારે સમય લાગે એમાં નવાઈ શી ?' શ્રાવક તરત વાત સમજી ગયા અને પોતે કહેલ વચન માટે માફી માગવા લાગ્યા.
મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીએ પ્રાચીન તથા નવ્યન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યાગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયેા પર સંસ્કૃત પ્રાકૃત, અને ગુજરાતી તથા હિંદી. અને મારવાડી ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિમાં નાનું ખાળક પણ સમજી શકે એટલી સફ્ળ કૃતિ છે અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી ગૂઢ રહસ્યવાળી કૃતિ પણ છે. એમણે રચેલી સાંસ્કૃત પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ કૃતિઓ નીચે પ્રમાણે છે. એમાંની કેટલીક કૃતિઓ છપાયેલી પશુ છે.
૧. અધ્યાત્મ મતપરીક્ષા : આ ગ્રંથનું ખીજું નામ ‘અધ્યાત્મ મતખ ડન ' છે. કર્તાએ મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાના લખ્યા છે અને તેના ઉપર પાતે જ ૪૦૦૦ શ્લાકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવલી ભગવાને કવલાહાર હાય જ નહિ એ દિગબર માન્યતાનું ખંડન કર્યું' છે અને કેવલીને કવલાહાર હેાઈ શકે એમ સાબિત કર્યુ છે. ગિ ખરાની ખીજી માન્યતા કે પ્રભુને ધાતુરહિત પરમૌદારિક શરીર હાય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડને કરવામાં આવ્યું છે.
૨. અધ્યાત્મસાર : સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૧૩૦૩ શ્લોકેાપ્રમાણુ આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ,
Page #116
--------------------------------------------------------------------------
________________
યશવિજ્યજી | વિજ ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યક્ત્વ, મિથ્યાત્વત્યાગ, ગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયાનું નિરૂપણ કર્યું છે.
૩અધ્યાત્મપનિષદ : સંસ્કૃતમાં અનુટુપ છંદના ૨૩૧ કલેકમાં આ ગ્રંથની રચના થઈ છે. તેના ચાર અધિકાર – શાસ્ત્ર -- શુદ્ધિ અધિકાર, જ્ઞાનગાધિકાર, ક્રિયાધિકાર અને સાચ્ચાધિકારમાં ર્તાએ ને તે વિષયની છણાવટ કરી છે.
૪. અનેકાંતવ્યવસ્થા: કર્તાએ ૩૩૫૭ લેકમાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ છપાય છે.
૫. દેવધર્મપરીક્ષા: ૪૨૫ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવ સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તે દેવોને અધમી કહે છે, તે વાત બેટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે.
૬. જેને તક પરિભાષાઃ કર્તાએ ૮૦૦ લેકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (1) પ્રમાણ, (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામને ત્રણ પરિચ્છેદમાં તેમણે તે તે વિષયનું વિગતે તર્ક યુકત નિરૂપણ કર્યું છે. - ૭. ગુરુતત્વવિનિશ્ચય: કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૯૫
કપ્રમાણને ર છે અને તેને ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં ૭૦૦૦ શ્લોકમાં ટીકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્વના. યથાર્થ સ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે.
૮. ત્રિપદુદ્ધાત્રિશિકા: આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશના. માર્ગ, ભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, વેગ, સમ્યમ્ દષ્ટિ ઇત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩ર વિભાગ પાડયા છે અને તે દરેક વિભાગમાં બત્રીસ શ્લેકની રચના કરી છે. આમ, ૧૦૨૪ શ્લેકમાં આ ગ્રંથની રચના થઈ છે, અને તેના ઉપર પતે જ રચેલી ટીકાની
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮ / પડિલેહા લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે.
લ, યતિલક્ષણસમુચ્ચય: આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે.
૧૦, નયરહસ્ય: આ ગ્રંથમાં નૈગમાદિ સાત નનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે.
૧૧, નયપ્રદીપઃ સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લેકયુક્ત ગદ્યમાં રચાયેલે આ ગ્રંથ “સપ્તભંગીસમર્થન” અને “નયસમર્થન” એ નામના એ સર્ગમાં વહેંચાયેલું છે.
૧૨. નપદેશઃ કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧૩. જ્ઞાનબિંદુ: સાડા બારસે લેકમાં રચયેલા આ ગ્રંથમાં કિર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે.
૧૪. જ્ઞાનસાર આઠ લેકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે બાલાવબોધ(ટ)ની રચના કરી છે. આત્મસ્વરૂપ સમજવાને માટે જે જે સાધનની જરૂર પડે તે તે સાધનનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
૧૫, ન્યાયખંડનખંડખાઇઃ ૫૫૦૦ લેકમાં રચાયેલ આ ગ્રંથ નન્યાયની વિશિષ્ટ કેટિને, અર્થગંભીર અને જટિલ છે, અને કર્તાના ઉરચ કેટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એ છે.
૧૬. ન્યાયલેક: આ ગ્રંથમાં ન્યાય-દષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
૧૭, પ્રતિમાશતક કર્તાએ મૂળ સે લોકમાં આ ગ્રંથની રચના કરી પછી તે ઉપર પિતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે
Page #118
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | ૧૦૯ જિન-પ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતા મતનું ખંડન કર્યું છે અને જિન-પ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે.
આ ગ્રંથે ઉપરાંત, એન્દ્રસ્તુતિઓ, ઉપદેશ-રહસ્ય, આરાધકવિરાધક, ચતુર્ભગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિડવ્યેક્તિ, ધર્મ પરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશદ ગતિવાદ, પંચનિગ્રંથી પ્રકરણ, પરમતિ પંચવિંશિકા, પરમાત્મપંચવિંશિકા, પ્રતિમા સ્થાપનન્યાય, ફલાફલવિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્યા પ્રકરણ, વૈરાગ્યકલ્પલતા, શ્રી ગોડી પાર્શ્વત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વર પાર્થસ્તોત્ર, સમીકાપાર્શ્વસ્ત્રોત્ર, સામાચારી પ્રકરણ, તેત્રાવલિ ઈત્યાદિ મિલિક ગ્રંથની રચના શ્રી યશોવિજય મહોપાધ્યાયજીએ કરેલી છે. આ ઉપરાંત, તેમણે અષ્ટસહસ્ત્રી વિવરણ, કર્મ પ્રકૃતિ-બૃહદ ટીકા, કર્મપ્રકૃતિ–લઘુ ટીકા, તત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચક્રોદ્ધાર વિવરણ, ધર્મ સંગ્રહ ટિપ્પણ, પાતંજલ યોગસૂત્રવૃત્તિ, વેગવિશિક વિવરણ, શાસ્ત્રવાર્તા સમુરચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્તવપરિણા. પદ્ધતિ ઇત્યાદિ ટીકાગ્રંથની રચના કરી છે.
શ્રી યશોવિજ્યના કેટલાક ગ્રંથે હજુ પણ અનુપલબ્ધ છે. આવા અનુપલબ્ધ ગ્રંથમાંથી, અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિટીકા, ન્યાયબિંદુ, મંગલવાદ, વેદાંતનિર્ણય વગેરે પચીસ કરતાંયે વધુ ગ્રંથને ઉલ્લેખ મળે છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ મલિક ગ્રંથ અને ટીકા ગ્રંથે મળીને લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથની સંસકૃત પ્રાકૃતમાં મહેપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વત્તા અને પ્રતિભાને સારો પરિચય આપણને મળી રહે છે.
ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ. કરી છે, જે એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦ | પડિલેહ
મહત્વનું સ્થાન અપાવે છે. * ગુજરાતીમાં એમણે સ્તવન, સઝાય, પદગીત, બાલાવબોધ, હરિયાલી, સંવાદ, રાસ ત્યાદિ પ્રકારે ખેડ્યા છે અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવી ગુજરાતી સાહિત્યને અનેખું પ્રદાન કર્યું છે.. .
સ્તવનમાં એમણે વીસ તીર્થંકરનાં વીસ સ્તવનની એક ચોવીસી એવી ત્રણ ચોવીસીઓની રચના કરી છે, અને વિહરમાન વીસ જિનેશ્વરનાં વીસ સ્તવનેની એક વીસીની રચના કરી છે. તદુપરાંત, એમણે કેટલાક વિશિષ્ટ પ્રાચીન પવિત્ર તીર્થોન તીર્થ કરેની પ્રતિમાની સ્તુતિ કરતાં સ્તવનેની પણ રચના કરી છે. એમનાં મેટાં સ્તવમાં સવાસે ગાથાનાં, દઢ ગાથાનાં અને સાડી ત્રણસો ગાથાન એમ ત્રણ સ્તવને મળે છે, જે અનુક્રમે શ્રી સીમંધર સ્વામીની વિનતિરૂપ નવરહસ્યગર્ભિત સ્તવન' (૧૨૫ ગાથા), “કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ દૂડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને “સિદ્ધાંતવિચારરહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન' (૩૫૦ ગાથા) એ પ્રમાણે છે. એમનાં બીજાં મોટાં સ્તવમાં મૌન એકાદશીનું દોઢસે કલ્યાણકનું સ્તવન (બાર ઢાળની ૬૩ ગાથા) નિશ્ચયવ્યવહારગભિત શ્રી શાંતિજિન સ્તવન (૬ ઢાળની ૪૮ ગાથા) અને નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન (૪ ઢાળની ૪૧ ગાથા) એ ત્રણ છે. - વીસીઓમાંની એકમાં કવિએ વિશેષતઃ તીર્થ કરીનાં માતાપિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેને પરિચય આપ્યો છે અને બીજી બેમાં તીર્થકરોના ગુણેનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કર્યું છે અને પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનતિ કરી છે. કવિની
જ એમની ગુર્જર ભાષાની લગભગ ઘણીખરી કૃતિઓ ગુજર સાહિત્ય સંગ્રહ ભાગ ૧ અને ૨ (શ્રી ભદ્રકવિજયજીએ સંપાદિત કરેલ)માં પ્રગટ થઈ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | જ આ રચનાઓમાં સ્થળે સ્થળે. આપણને એમની ચી. કવિત્વશક્તિનાં દર્શન થાય છે. ઉ. ત. શ્રી ભદેવની સ્તુતિ કરતાં કવિ લખે છેઃ
આંખડી અંબુજ પાંખડી, અષ્ટમીશશિસમ ભાલ; વદન તે શારદ ચાંદલ, વાણી અતિહિ રસાળ. લા.
منم
من
من
مم
منم
ઇન, ચંદ્ર, રવિ, ગિરિ તણા, ગુણ લેઈ ઘડિયું અંગ,
ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉરંગ. લા શ્રી અજિતનાથની સ્તુતિ કરતાં એમણે એક પછી એક કડીમાં કેવાં નવાં નવાં કાવ્યોચિત દષ્ટાને આપ્યાં છેઃ
અજિત જિર્ણ દર્મ્યા પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંગ કે; માલતી ફૂલે મહીયે, કિમ બેસે હે બાવળ ત૨ ભંગ કે. ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલ્લર હે રતિ પામે મરાળ કે; સરોવર જળ જળધર વિના, નવિ ચાહે હે જગ ચાતકબાળ કે. કિકિલ કલકજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે; આછાં તરુઅર નવિ ગમે, ગિરુઆણું હે હેયે ગુણને પ્યાર કે. કમલિની દિનકર કર પ્રહે, વલી કુમુદિની હે ધરે ચંદ શું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના નવિ ચાહે હે કમળા નિજચિત્ત કે. શ્રી સુમતિનાથના સ્તવનમાં કવિ લખે છેઃ
સુમતિનાથ ગુણસ્ડ મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહિ ભલી રીતિ. સેભાગી. જિનશું, લાગે અવિહડ રંગ. સજજન શું જે પ્રીતડીજી, છાની તે જ રહાય; પરિમલ કસ્તૂરી તણાજી, મહી માંહિ મહકાય. અંગુલીયે નવિ મેર ઢંકાયે, છાબડી રવિતેજ, અંજલિમાં જિમ ગગ ન માએ, મુજ મને તિમ પ્રભુ હેજ.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨ / પડિલેહા
હુએ છિપે નહિ અધર અરુણુ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણુ પ્યાલા, તિમ મુજ પ્રેમ અલગ. ઢાંકી ઈક્ષુ પરાળશું, ન રહે લહી વિસ્તાર; વાચક જશ કહે પ્રભુ તાજી, તિમ મુજ પ્રેમ પ્રકાર.
આમ, જોઈ શકાશે કે શ્રી યશાવિજયજીનાં સ્તવના એ માત્ર સ્તુતિના પ્રકારની સામાન્ય રચના નથી પરંતુ ઊંચા પ્રકારની કાવ્યરચનાઓ છે. કવિ પાસે ઉપમા, ૩૫ક, દૃષ્ટાંતાદિ અલ કાર। પુષ્કળ છે અને એ વડે તથા એમની ભાષાની પ્રાસાદિકતા વડે એમની. રચના ખરેખર શાભી ઊઠે છે.
વિહરમાન વીસ જિનેશ્વરાનાં વીસ સ્તવનેમાં એમણે જિનેશ્વરા પ્રત્યેની પેાતાની ચાલ મજીઠના રંગ જેવી પાકી પ્રીત વ્યક્ત કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે જિનેશ્વરીનાં માતાપિતા, લાંછન ઇત્યાદિનુ સ્મરણ કરે છે. કવિની બાની કેટલી સચોટ છે તે જુએ :
મસિ વણિ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે; ઈએ તિમ તિમ ઊધડે, ભગતિ જલે તેડુ નિત્ય રે.
Xx
X
X
ચખવી સમક્તિ સુખડી રે, ડેળવીએ હું બાળ રે; કેવળરત્ન લહ્યા વિના હૈ, ન તજુ ચરણુ ત્રિકાળ રે.
X
ઊગે ભાનુ દેખી ચંદ
( શ્રી વીરસેન જિનસ્તવન )
X
( શ્રી સ્વયં પ્રભ જિનસ્તવન )
X
આકાશ, સરવર કમલ
ચકાર
પીવા
અમીઅ
હસેરી;
ધસેરી.
Page #122
--------------------------------------------------------------------------
________________
યશવિજયજી / ૧૧૩
દૂર થકી પણ તેમ, પ્રભુશુ ચિત્તમિળ્યુરી; શ્રી નયવિજયસૂશિષ્ય, કહે ગુણ ડેરે હિન્સુરી, (શ્રી સુન્નત જિનસ્તવન )
કવિએ કેટલાંક સામાન્ય જિનસ્તવનાની રચના કરી છે. એ સ્તવના જુદીજુદી રાગરાગિણીઓમાં રચાયેલાં છે, અને તેની ભાષા વ્રજ છે. આ સ્તત્રનેામાં કવિની વાણી મા અને પ્રસાદદ્ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનેામાં તે તે સ્થળ-વિશેષને પણુ કવિએ નિર્દેશ કર્યો છે.
શ્રી સીમંધર સ્વામીના સવાસે ગાથાના સ્તવનમાં આરભમાં કવિએ શ્રી સીમ ંધર સ્વામીને વિન ંતિ કરી ક્રુગુરુનાં અનિષ્ટ આચરણા પર પ્રહાર કર્યો છે. આવા ક્રુગુરુના વચનમાં લેકા ફસાયા છે તેમને એક સદ્ગુરુ સાચા ખેાધ આપે છે. તે ગુરુ લક્રાને કહે છેઃ
પર ઘર જોતાં રે ધર્મ તુમે ફરા, નિજ ઘર ન લડે. રે ધ; જેમ વિ જાણે રે મૃગકસ્તૂરીએ, મૃગમદ પરિમલ મ. જેમ તે ભૂલા ૨ મૃગ દિશિ દિશિ કરે, લેવા મૃગમદ ગધ; તેમ જગ ઢૂંઢે રે બાહિર ધને, મિથ્યા-દૃષ્ટિરે અધ. જાતિઅ ંધને! રે દોષ ને આકરો, જે નવ દેખે રે અં; મિથ્યા દષ્ટિ ૨ે તેહથી આકરો માને અ અન
પછી આત્મદ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ સમજવા અને એળખવા માટે કહેવામાં આવે છે, અને સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ બતાવવામાં આવે છે. આગળ જતાં શિષ્યની શંકાનુ` સમાધાન કરતાં ગુરુ નિશ્ચય અને વ્યવહાર બ તેનાં સ્વરૂપ અને મહત્ત્વ સમજાવે છે. કવિએ આ પ્રસ`ગે ઉપમા આપી છેઃ
નિશ્ચય—દષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પુણ્યવત તે પામશેજી, ભવસમુદ્ર
પાર.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪ / પડિલેહા
તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરનેા પથ; મા` તેમ શિવને લહેજી, વ્યવહારે નિન્ય. મહેાલ ચઢ ́તા જેમ નહી...જી, તેહ તુરંગનું કાજ; સલ નહિ નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ,
એ પછી કવિએ મેાક્ષ-મા` અને દ્રશ્ય-ભાવ સ્તવનનુ નિરૂપણુ કરી, જિનપૂજા અને તેમાંયે સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરુ કર્યુ છે.
.
શ્રી વીરસ્તુતિરૂપ દોઢસા ગાથાના દૂડીના સ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજ કરવા વિશે આગમ ગ્રંથામાંથી પ્રમાણે આપી સમજાવ્યું છે, અને જિનપ્રતિમાની પૂજા ન કરવામાં માનવાવાળાના મતને પમ્હિાર કર્યા છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાને લગતાં પ્રાચીન વ્યક્તિઓનાં ઘણાં દૃષ્ટાન્તા આપ્યાં છે. આ સ્તવનની રચના એમણે સ. ૧૭૩૩માં ઇંલપુરમાં કરી છે.
શ્રી સીમધર સ્વામીના સિદ્ધાન્ત-વિચાર-રહસ્ય ગર્ભિત સાડા ત્રણસા ગાથાના સ્તવનમાં કવિ શ્રી સીમંધર સ્વામીને વિનતિ કરે છે કે “ હે ભગવન્ ! કૃપા કરીને મને શુદ્ધ મા બતાવે. આ કલિયુગમાં લોકા અંધશ્રદ્ધાપૂર્વક વતી રહ્યા છે, સૂવિરુદ્ધ આચારે ચાલી રહ્યા છે અને છતાં પાતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભેાળા લાકને ભાળવી રહ્યા છે. માટે મારી વિનતિ તમે સાંભળેા.' કવિ લખે છે : ચાલે સૂત્ર વિરુદ્વાચારે, ભાખે સૂત્ર વિરુદ્ધા; એક કહે અમે મારગ રાખુ. તે કેમ માનુ` શુદ્ધારે. આલંબન ફૂડાં દેખાડી, મુગધ લેકને પાડે; આણાભંગ તિલક તે કાળુ, થયે આપ નિલાડે રે...જિનજી૦ આજે એક સ્થળે કવિ લખે છેઃ
મારા મોટાઈમાં જે મુનિ, ચલવે ટાકડમાલા;
શુદ્ધ પ્રરૂપણું ગુણ વિષ્ણુ ન ધરે, તસ ભત્ર અરટ્ટમાલા...ધન્ય૦
Page #124
--------------------------------------------------------------------------
________________
યશવિજયજી | ૧૧૫
નિજ ગુણ સંચે. મન નવિ પંચે, ગ્રંથ ભણી જનચે; ઉંચે કેશ ન મુચે માયા, તે ન રહે વ્રત પચે...ધન્ય
કવિએ અજ્ઞાની લેકેની અંધશ્રદ્ધા પર અને કુગુરુના વર્તન પર સખત પ્રહાર કર્યા છે. જેઓ કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું માને છે તેને માટે કવિ લખે છેઃ
જે કષ્ટ મનિ મારગ પાવે, બળદ થાય તે સારે;
ભાર વહે જે તાવડે ભમત, ખમતિ ગાઢ પ્રહારે. આવા મુનિઓ અને તેમનાં આચરણે ઉઘાડાં પાડી કવિ ઉત્તમ મુનિઓનું ચિત્ર દોરે છેઃ
ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે, ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પેરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શરા, ત્રિભુવન જન આધારા. જ્ઞાનવંત જ્ઞાની શું મળતા, તન મન વાચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા.
વિવિધ દેશીઓમાં રચાયેલા સત્તર ઢાલના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકે અને મુનિઓનાં આચરણે, ખ્યાલો ઇત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈ પણ યુગના મુનિઓએ અને લોકેએ ઘણે બેધ લેવા જેવું છે.
શ્રી યશોવિજયજીએ સમ્યક્ત્વના સડસઠ બોલની સઝાય, અઢાર પાપ-સ્થાનકની સઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભની સઝાય, અગિયાર અંગની સઝાય, આઠ યુગદષ્ટિની સજઝાય, સુગુરુની સજઝાય, પાંચ કુગુરુની સજઝાય, ચડ્યા-પડયાની સઝાય, અમૃતવેલીની સજઝાય નાની અને મેટ), જિનપ્રતિમાસ્થાન સજઝાયે, ચાર આહારની સજઝાય, સંયમણિ વિચાર સુઝાય-ઇત્યાદિ સઝાની રચના
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬ / પડિલેહા
કરી છે. સજ્ઝાય(સ્વાધ્યાય)ના રચનાપ્રકાર જ એવા છે કે જેમાં કાઈ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યુ` હાય અને આત્મખાધ આપવામાં આવ્યા હેાય. શ્રી યશેાવિજયજીની સજ્ઝાયોમાં ધર્મનું પારિભાષિક જ્ઞાન ઠીકઠીક આપવામાં આવ્યું છે. સમ્યકૂના સડસઠ ખાલ', ‘ અઢાર પાપસ્થાનક ' અને · પ્રતિક્રમણ હેતુગર્ભ ' એ ત્રણ એમની મેડટી સજ્ઝાયેા છે.
:
*
,
સમ્યક્ત્વના સડસઠ ખેાલની સજ્ઝાય ખાર ઢાલની અડસઠે ગાથામાં લખાયેલી છે. તેમાં ચાર સત્તુણુા, ત્રણ લિંગ, દશ પ્રકારના વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠે પ્રભાવક, પાંચ ભૂષણુ, પાંચ લક્ષણ, છ યત્ના, છ આગાર, છ ભાવના અને છ સ્થાનક એમ મળી સડસઠ ખાલ સમજાવવામાં આવ્યા છે. સઝાયના આરંભમાં કવિ એને નિર્દેશ કરતાં લખે છે;
ચઉ સહૃણા તિ લિંગ છે, દવિધ વિનય વિચારા રે; ત્રિણિ શુદ્ધિ પશુ દૂષણાં, આઠ પ્રભાવક ધારો રે, પ્રભાવક અઠ, પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ; ષટ્ જયણા ષટ્ આગાર ભાવના, છવ્વિતા મન આણીએ; ષટ્ ઠાણુ સમકિત તણા સડસઠ, ભેદ ઐહુ ઉદાર એ; એહના તત્ત્વવિચાર કરતાં, લડીજે ભવપાર એ.
એ પછી સદ્ભા, લિંગ, વિનય, શુદ્ધિ ત્યાદિ એક એક ઢાલમાં સમજાવવામાં આવ્યાં છે.
અઢાર પાપસ્થાનકની સજ્ઝાય અઢાર ઢાલની ૧૩૮ ગાથામાં લખવામાં આવી છે. એમાં જૈન ધર્મ પ્રમાણે હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્યાં, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, લઉં, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિઅતિ, પરપરિવાદ, માયાષાવાદ અને મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાના ગણાય છે તે સમાવવામાં
Page #126
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | ૧૧૭ આવ્યાં છે, અને તે બધાંથી મુક્ત રહેવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. આ સજઝાયમાં ધર્મની પારિભાષિક બાબતે ઓછી આવતી હેવાથી અને એ પાપસ્થાને રોજિંદા જીવનમાં જાણતાં હોવાથી જૈન જૈનેતર સૌ કોઈને આ સઝાય સહેલાઈથી સમજાય એવી અને ગમે એવી છે. એમાંની થેડીક પંક્તિઓ જુઓ :
મર' કહેતાં પણ દુઃખ હવે રે, મારે કિમ નવિ હેય? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેમ રે.
રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાથ: તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બલાય રે.
(હિંસા પાપસ્થાનક)
સ્વયંભૂરમણ સમુદ્ર, કેઈ જે અવગાહી શકે; તે પણ લેભસમુદ્ર, પાર ન પામે બલ થકે. કઈક લેભને હેત, તપ-શ્રુત જે હારે જડા; કાગ ઉડાવણહેત, સુરમણિ નાંખે તે ખડા.
(લેભ પાપસ્થાનક) ચાડી કરતાં હે કે વાડી ગુણ તણું.
સૂકે ચૂકે છે કે ખેતી પુણ્ય તણું.
(પશુન્ય પાપસ્થાનક) પ્રતિક્રમણ હેતુગર્ભની સઝાય ઓગણીસ ઢાલની ૨૧૮ ગાથામાં લખાયેલી છે. એમાં પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર, બાર અધિકાર, અતિચારશુદ્ધિ અને આઠ પર્યાય સમજાવવામાં આવ્યાં છે. તે પછી પ્રતિક્રમણ(દેવસી, રાઈ, પખી, ચઉમાસી)ની વિધિ સમજાવ્યા પછી પ્રતિકમણને અર્થ બતાવવામાં આવ્યો છે અને પ્રતિકરણ', “પતિ હરણા,
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮ | મહિલેહા “વારણ', નિવૃત્તિ,” “નિંદા,” “ગહ,” “શુહિશોધન’ એ પ્રતિક્રમણના બીજા સાત પર્યાયે દુષ્ટાન્તકથાઓ સાથે સમજાવવામાં આવ્યા છે. કવિએ સૂરતમાં ચાતુર્માસ દરમિયાન આ સજઝાયની રચના કરી હતી. એની રચનાસાલ વિષે – “યુગયુગ મુનિ વિધુ વત્સરે ' એ શબ્દની સંખ્યા વિષે – વિદ્વાનોમાં મતભેદ છે.
શ્રી યશોવિજયજીની અન્ય કૃતિઓમાં ગીત, પદે વગેરેના પ્રકારની લઘુ રચનાઓ ઉપરાંત રાસ, સંવાદ ઇત્યાદિના પ્રકારની મેટી રચનાઓ પણ છે. એમની અત્યાર સુધીમાં મળી આવતી આવી કૃતિઓમાં (૧) દ્રવ્યગુણપર્યાય રાસ (૨) જંબુસ્વામી રાસ (૩) સમુદ્રવહાણ સંવાદ (૪) સમતાશતક (૫) સમાધિશતક (૬) પંચપરમેષ્ઠિ ગીતા (૭) સમ્યફત્વનાં છ સ્થાનની પાઈ (૮) જંબુસ્વામી બ્રહ્મગીતા (૯) દિફપટ
રાશી બેલ (૧૦) યતિધર્મ બત્રીસી (૧૧) આનંદઘન અષ્ટપદી (૧૨) જયવિલાસ-આધ્યાત્મિક પદ (૧૩) ઉપદેશમાલા (૧૪) અધ્યાત્મમત પરીક્ષાને બે (૧૫) જ્ઞાનસારને બે (૧૬) તત્ત્વાર્થસૂત્રને ટબ (૧૭) વિચારબિંદુ અને એને બે (૧૮) શઠ-પ્રકરણ બાલાવબોધ (૧૮) લેકનાલિ બાલાવબેધ (૨૦) જેસલમેરના પત્રો (૨૧) શ્રી વિનયવિજયજીકૃત અપૂર્ણ રહેલ “શ્રીપાલરાસીને ઉત્તર ભાગ (૨૨) સાધુવંદના (૨૩) ગણધર ભાસ (૨૪) નેમરાજુલનાં ગીત ઇત્યાદિ કૃતિઓ ગણાય છે.
દ્રવ્યગુણુપર્યાય રાસ સત્તર ઢાલની ૨૮૪ ગાથામાં લખાયેલી એક અત્યંત મહત્વની કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશવિજયજીના ગુરુ શ્રીનવિજયજીએ સિદ્ધપુરમાં લખેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૦ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાને પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ કૃતિ છે. એમાં વ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણે,
Page #128
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી / ૧૧૯ સ્વરૂપે ઇત્યાદિનું વર્ણન અનેક મતમતાંતર અને દષ્ટા તથા આધારના ઉલેખ સાથે કરવામાં આવ્યું છે. કવિની સમર્થ શક્તિનું આ સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. આ રાસનું પછીના કાળમાં સંસ્કૃતમાં ભાષાંતર થયું છે એ જ એની મહત્તા સમજાવવા માટે બસ છે.
“સમુદ્રવહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાલ તથા દૂહાની મળીને ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરી વહાણે સમુદ્રને ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે. નાની વસ્તુ પણ કેટલું મહત્ત્વનું કાર્ય કરે છે તે સમજાવતાં વહાણ સમુદ્રને કહે છે:
હલુઆ પિણ અહે તારેજી, સાયર ! સાંભ. બહુ જનને પાર ઉતારજી, સાયર ! સાંભલે,
કિજે તુહ મેટાઈઝ? જે બોલે લેગ લગાઈજી. તડે નામ ધરાવો છો મેટાજી, પણિ કામની વેવાઈ બેટા. તુહે કેવલ જાણ્યું વાળ્યાજી, નવિ જાણ્યું પરહિત સાધાજી. તુ મોટાઈ મત રાઇ, હીરો માને પણિ હેઈ જાઓ. વધે ઊકરડે ઘણું મેટેજી, તિહાં જઈએ લઈ લેટેજી.
આપણું સંવાદકાવ્યમાંનાં ઉત્તમ કાવ્યોમાં સ્થાન પામે એ પ્રકારની આ કૃતિ છે. સૌ કઈ સહેલાઈથી આસ્વાદી શકે એવી અને કવિની સંવાદશક્તિ અને જ્ઞાનને સારો પરિચય કરાવે એવી આ કૃતિ છે. - કવિએ જુદી જુદી દેશીઓમાં પાંત્રીસેક અધ્યાત્મનાં પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, અમદર્શન સામે ધર્મ, સાચા સુનિ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦ | પંડિલેહા વગેરે વિષયે લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહેચે એવી છે.
આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સહિત્ય આપણને આપ્યું છે, જે વડે આપણું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે “શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ,
“વાણુ વાચક જસ તણું કેઈ નયે ન અધૂરી છે.'
મહેપાધ્યાયજી મહારાજે પોતે જે જે ગ્રંથની રચના કરી તેમાંના કેટલાક ગ્રંથની પ્રતિએ તેમના પિતાના હસ્તાક્ષરમાં મળે છે. એમાંની કેટલીક પ્રતિએ મૂળ ખરડારૂપે પણ છે. આવી પાંત્રીસેક જેટલી હસ્તપ્રતે આપણને જુદાજુદા ભંડારોમાં મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રત એને પિતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે. આવી હસ્તપ્રતિ મેળવવામાં સૌથી વધુ ફાળે મુનિ શ્રી પુણ્યવિજયજીને છે; તથા સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા તેમના પરિવારને ફાળે તથા વિદ્યમાન મુનિ શ્રી યશોવિજયજીને ફાળે પણ પ્રશંસાપાત્ર છે. મહાપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથે એમના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છે:
૧. આભીય મહાકાવ્ય (અપૂર્ણ) ૨. તિડન્વયેક્તિ (અપૂર્ણ) ૩. નિશામુક્તિપ્રકરણ ૪. વિજયપ્રભસૂરિ ક્ષામણુક વિજ્ઞપ્તિપત્ર, પ. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ટીકા (અપૂર્ણ) ૬. જંબુસ્વામી રાસ ૭. આરાધક-વિરાધક ચતુર્ભગ-પ૪ ટીકા સહ ૮. અધ્યાત્મસાર ૯. પ્રમેયમાલા (અપૂર્ણ) ૧૦. દ્રવ્યગુણપર્યાય રાસ બાલાવબોધ ૧૧. ધર્મપરીક્ષા પજ્ઞ ટીકામાં ઉમેરણ ૧૨. આત્મખ્યાતિ ૧૩. ગુરુતત્વ
Page #130
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | ૧૨૧ વિનિશ્ચય ગ્રંથને અંતિમભાગ ૧૪ ન રહસ્ય ૧૫. ભાષારહસ્ય ૧૬. વાદમાલ (અપૂર્ણ) ૧૭. સ્યાદવાદરહસ્ય ૧૮. માર્ગ પરિશુદ્ધિ ૧૯. વૈરાગ્યકલ્પલતા ૨૦. યોગબિંદુ અવચૂરી ૨૧. યોગદષ્ટિ સમુરચય અવચૂરી (અપૂર્ણ) ૨૨. સ્વાદ્વાદરહસ્ય બહદુ (અપૂર્ણ) ૨૩. તત્વાર્થવૃતિ ૨૪, વૈરાગ્યરતિ (અપૂર્ણ) ૨૫. સ્તોત્રત્રિક ૨૬. ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ ટીકા (અપૂર્ણ) ૨૭. ન્યાયાલેક ૨૮.ગવિશિંકાવૃત્તિ ૧૯. વિષયતાવાદ ૩૦. તેત્રાવલી-તેત્રત્રિક ૩૧. અષ્ટસહસ્ત્રી ૩૨. કાવ્યપ્રકાશટીકા (અપૂર્ણ).
આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથ પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈ નષ્ટ પામ્યાં છે. કચરા તરીકે માની સાબરમતી નદીમાં પધરાવવા માટે લઈ જવાતાં પાનાંના સંગ્રહમાંથી “ગવિંશિકાવૃતિ' જેવા ગ્રંથે મળી આવ્યા છે.
શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં એમણે બીજા ગ્રંથકારના ગ્રંથની પિતાના ઉપયોગ માટે કરેલી નકલ પણ ઠીકઠીક સંખ્યામાં મળે છે. બીજી બાજુ, એમણે પોતે રચેલા ગ્રંથોને એમના ગુરુ શ્રી નયવિજયગણિએ કરી આપેલી નકલે પણ આપણને મળે છે એ પણ એક આનંદગૌરવની વાત છે.
પંડિત સુખલાલજીને અભિપ્રાય શ્રી યશોવિજયજી મહારાજે મહાન જૈન પર્વાચાર્યોની ઘણી કૃતિ ને, મહત્ત્વની ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓને, ઊંડો અભ્યાસ કર્યો હતે. તદુપરાંત, એમણે અન્ય દર્શને પણ ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમના જેટલી અને જેવી બહુશ્રુતતા બહુ જ વિરલ વ્યક્તિઓમાં આપણને જોવા મળે છે. પૂ. પંડિત સુખલાલજીએ શ્રી યશોવિજયજીકૃત પાત-જલ ગદર્શનવૃત્તિ', તથા હારિભળી યોગ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨ / ડેલહા
વિયંશિકા ટીકા'ના હિંદીમાં સારસહિત કરેલા સાંપાદનમાં શ્રી યશવિજયજી માટે નીચે મુજ્બ અભિપ્રાય દર્શાવ્યા છે
'वाचक यशोविजयका परिचय इतनेहीमें कर लेना चाहिए कि उनकी सी समन्वय शक्ति रखनेवाला, जैनजैनेतर मौलिक ग्रंथोका गहरा दोहन करनेवाला, प्रत्येक विषयकी तहतक पहुँचकर उस पर समभावपूर्वक अपना स्पष्ट मन्तव्य प्रकाशित करनेवाला, ज्ञास्त्रीय व लौकिक भाषामें विविध साहित्य रचकर अपने सरल और कठिन विचारोंको सब जिज्ञासु तक पहुँचानेकी चेष्टा करनेवाला और संप्रदायमें रहकर भी संप्रदाय के बंधनकी परवा न कर जो कुछ उचित जान पड़ा उस पर निर्भयतापूर्वक लिखनेवाला केवल श्वेताम्बर, दिगंबर समाजमें ही नहीं बल्कि जैनेतर समाजमें भी उनका सा कोई विशिष्ट विद्वान अभी तक हमारे ध्यानमें नहीं आया । पाठक स्मरणमें रक्खे, यह अत्युक्ति नहीं हैं । हमने उपाध्यायजी के और दूसरे विद्वानों के ग्रंथो का अभीतक जो अल्प मात्र अवलोकन किया है उसके आधार पर तोल-नाप कर उपरके वाक्य लिखे हैं । निःसन्देह श्वताम्बर और दिगंबर समाजमें अनेक बहुश्रुत विद्वान हो गये हैं । वेदिक तथा बौद्ध सम्प्रदाय में भी प्रचंड विद्वानोंकी कमी नहीं' रही है; खास कर वैदिक विद्वान तो सही से उच्च स्थान लेते आये हैं; विद्या मानो उनकी बपोती ही है; पर इसमें शक नहीं कि कोई बौद्ध या कोई वैदिक विद्वान आजतक औसा नहीं हुआ है जिसके ग्रन्थके अवलोकनसे यह जान पडे कि वह वैदिक या बौद्धशास्त्र के उपरांत जैन शास्त्रका भी वास्तविक गहरा और सर्वव्यापी ज्ञान रखता हो । इसके विपरीत उपाध्यायजी जैन थे इस लिए जैनशास्त्रका गहरा ज्ञान उनके लिए सहज था पर उपनिषद, दर्शन आदि वैदिक ग्रन्थोका तथा बौद्ध ग्रन्थोका इतना वास्तविक परिपूर्ण और स्पष्ट ज्ञान उनकी अपूर्व प्रतिभा और काशी सेवनका ही परिणाम है । '
ખીજે એક સ્થળે. એમણે લખ્યું છે : ‘તેઓ મસંસ્કારસંપન્ન,
-
Page #132
--------------------------------------------------------------------------
________________
યશવિજ્યજી | ૧૨૩ શ્રુતસંપન્ન અને આજન્મ બ્રહ્મચારી ધુરંધર આચાર્ય હતા. સામાન્ય રીતે પોતાના બધા ટીકાગ્રંથમાં તેમણે જે જે કહ્યું છે તે બધાનું ઉપપાદન પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથની સમ્મતિ દ્વારા કર્યું છે, ક્યાંયે કઈ ગ્રંથને અર્થ કાઢવામાં ખેંચતાણ નથી કરી... માત્ર અમારી દષ્ટિએ નહિ, પણ હરકોઈ તટસ્થ વિદ્વાનની દષ્ટિએ. જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન વૈદિક સંપ્રદાયના શંકરાચાર્ય જેવું છે.” *
ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયના પારદ્રષ્ટા હતા. તેમણે જૈન દર્શનેને નવ્યન્યાય શૈલીમાં રજૂ કર્યા છે. તેમના આ મહાન કાર્ય વિશે શ્રી દલસુખભાઈ માલવણિયાએ લખ્યું છે, “...એ સાડાચારસો વર્ષના વિકાસને સમાવેશ એકલે હાથે વાચક યશોવિજ્યજીએ જૈનશાસ્ત્રમાં કર્યો છે. તેમના આ મહાન કાર્યને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેમની પ્રતિભાને નમન કર્યા વિના છૂટકે નથી થતું. તેમણે અનેક વિષયેના અનેક ગ્રંથો લખ્યા છે, પણ તે ન જ લખ્યા હેત તે પણ તેમણે જે જૈન દર્શનને નવ્યન્યાયની શૈલીમાં મૂકીને અપૂર્ણ કાર્ય કર્યું છે તેને લઈને તેઓ અમર થઈ ગયા છે. આધુનિક દર્શનશાસ્ત્રમાંથી ગ્રાહ્યું કે ત્યાયને વિચાર કરનાર હજુ કાઈ જૈન દાર્શનિક પાક્યો નથી. એ જ્યાં સુધી નહિ પાકે ત્યાં સુધી વાચક યશોવિજયજી જૈન દર્શન વિશે અંતિમ પ્રમાણ રહેશે.”+
જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ . મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા ગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા ક્રિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને મહાન પૂર્વાચાર્યોનાં સ્મરણ કરાવે છે. ડે. ભગવાનદાસ મહેતા લખે * યશોવિજયજીના “ગુરુ તરવવિનિશ્ચય' નામના ગ્રંથની પ્રસ્તાવના. શ્રી યશોવિજ્ય સ્મૃતિગ્રંથમાં “અમર યુરોવિત્રનામ લેખ, પૂ. ૬૦
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪ | પડિલેહા છે, “આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હાય, દાર્શનિક અભ્યાસમાં જાણે લઘુ હરિભદ્ર હાય, શ્રુતજ્ઞાનમાં જાણે બીજા હેમાચાર્ય હાય, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદઘનજીના અનુગામી હેય એમ આપણને સહેજે પ્રતિભાસે છે. * શ્રી ભયંકરવિજયજી ગણિ લખે છે, વાચક યશોવિજયમાં હરિભદ્રાચાર્ય જેવી મધ્યસ્થ બુદ્ધિ અને પરીક્ષક શક્તિ તથા હેમચન્દ્રાચાર્ય જેવી સન્માર્ગ દેશક અને સન્માર્ગ રક્ષક વૃત્તિ તરી આવે છે. તદુપરાંત, પૂર્વના મહાન આચાર્યોની જેમ ગુરુભક્તિ, તીર્થભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રેમ, ધર્મપ્રેમ, સંસારજુગુપ્સા, સંગરસ, નમ્રતા, લઘુતા, સરળતા, દઢતા, ઉદારતા, ધીરતા, ગંભીરતા, પરોપકારરસિકતા ઇત્યાદિ અગણિત ગુણે જણાઈ આવે છે. અને એ બધા અપૂર્વ ગુણના કારણે તેમની કૃતિઓ એક નાનું બાળક પણ સમજી શકે એટલી હદ સુધીની સરળ અને એક પ્રૌઢતમ વિદ્વાન પણ ન સમજી શકે એટલી હદ સુધીની ગંભીર મળી શકે છે.*
આમ, અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણું મહાન
જ્યોતિર્ધર છે. તાકિકશિરોમણિ, સ્મારિત શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચન્દ્ર, યોગવિશારદ, સત્યગષક, સમયવિચારક, જૈ બીજમંત્ર પદના પ્રસ્થાપક, “કુલી શારદ' (પુરુષરૂપે અવતરેલ મૂછવાળી સરસ્વતી)નું વિરલ બિરુદ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર તૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચાર ક્રિયાપાલક, દ્રવ્યાનુયેગને દરિયે ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દ વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર શ્રી યશોવિજયજીને આપણું કોટિશ વંદન હે!
(૨) જબૂસ્વામી રાસ સંસ્કૃત અને પ્રાકૃતિમાં અનેક ગ્રંથની રચના કરનાર મહો
. * શ્રી યશોવિજેય સ્મૃતિગ્રંથે પૃ. ૭ * શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ ૫. ૨૬
Page #134
--------------------------------------------------------------------------
________________
યશવિજ્યજી / ૧૨૫ પાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે. જે બૂસ્વામી રાસ એમના જીવનની ઉત્તરાવસ્થાની, સં. ૧૭૩૯ માં રચાયેલી કૃતિ છે. આ રાસ એમની સમગ્ર ગુજરાતી કૃતિઓમાં કદની દષ્ટિએ મેટામાં મોટી કૃતિ છે. આ પૂર્વે એમણે ગુજરાતીમાં બીજી ઘણી નાનીમોટી કૃતિઓની રચના કરેલી છે. એટલે જ બૂસ્વામી, રાસમાં એમનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ ઘણું સારું જોઈ શકાય છે.
' જંબુસ્વામી રાસ પૂર્વે શ્રી યશોવિજ્યજીએ સ્તવન, સજઝાય, સંવાદ વગેરે પ્રકારની કેટલીયે રચનાઓ જુદીજુદી દેશીઓમાં કે રાગરાગિણીઓમાં લખાયેલી ઢાળમાં કરી હતી. તદુપરાંત, એમણે શ્રી વિવિજ્યજીના અપૂર્ણ “શ્રીપાલ રાસ’ના ઉત્તર ભાગની રચના કરેલી હતી અને દ્રવ્ય ગુણપર્યાય રાસ’માં તથા “ષટ્રસ્થાનક પાઈ'માં ત્તત્ત્વજ્ઞાન જેવા કઠિન વિષયને કવિતામાં–રાસના પ્રકારની રચનામાં ઉતારવાને પ્રયત્ન કર્યો હતો. એટલે જ બુસ્વામી રાસની રચના એમને માટે હસ્તામલક જેવી વાત હતી. દ્રવ્યગુણપર્યાય રાસની રચના માત્ર ઢાળામાં થઈ છે અને તેનું વસ્તુ પણ માત્ર તત્વજ્ઞાનનું છે. જ્યારે જબૂસ્વામી, રાસ પ્રાચીન જૈન રાસાપદ્ધતિએ ઢાળ અને દૂહાની કડીઓમાં લખાયેલું છે અને એમાં વસ્તુ તરીકે શ્રી જબૂસ્વામીની કથા લેવામાં આવી છે.
સં. ૧૭૩૮-૩૯માં શ્રી ઉપાધ્યાયજી મહારાજ ખંભાતમાં ચોમાસું રહ્યા હતા. એ અરસામાં સં. ૧૭૩૮માં એમણે “શ્રી જંબૂ સ્વામી બ્રહ્મગીતા' નામની એક નાની કૃતિની રચના કરી હતી. * અને ત્યાર પછી એ જ ચોમાસા દરમિયાન એમણે, આ જંબુસ્વામી રાસની રચના એમના ગુરુ શ્રી નવિજ્યજીના સાનિધ્યમાં રહીને જ ખંભ નયરે પુણ્ય ચિત્તિ હર્ષે જંબૂ વસુદ, ભુવન, મુનિ, ચંદવર્ષે : , શ્રી નયવિજય બુધ સુગુરુ સીસ, કહે અધિક પૂરો મન જમીસ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨ | પડિલેહ કરી છે. એટલે જ બૂરવાની વિશે એ લઘુકૃતિ પરથી આ મેટી કૃતિ રચવા તરફ તેઓ પ્રેરાયા હોય એમ લાગે છે. લઘુકૃતિ ફાગ અને દૂહાની ૨૯ કડીમાં લખાયેલી છે. એમાં જબૂસ્વામીના ચરિત્રની મુખ્ય મુખ્ય ઘટનાઓને માત્ર નિર્દેશ જ છે અને મદન ઉપર તેઓ કે વિજય મેળવે છે તેનું નિરૂપણ છે. રચનાની દૃષ્ટિએ એમાં બ્રહ્મગીતા અને રાસ બંને ભિન્નભિન્ન છે, એટલે કલ્પના, અલંકાર, તર્ક કે ભાષાની દૃએિ એમાં સામ્ય ન હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં બ્રહ્મગીતાની નીચેની પંક્તિઓ જેવી પંક્તિઓ રાસમાં પણ આપણને અન્ય સંદર્ભમાં જોવા મળે છે?
આઠ તે કામિની ઓરડી, ગોરડી ચેરડી ચિત્ત; મોરડી પરેિ મદિ માચતી, નાચતી રાચતી ગીત.
આની સાથે સરખા જંબુસ્વામી રાસના ચોથા અધિકારની ૧૩પમી કડી:
મદન ગુણ ઊરડી ગારડી, ચેરડી તરૂણ મન તેહ રે; કામી પાબંધન દેરડી, લવણિમાલિંગિત દેહ રે.
શ્રી યશોવિજયજી મહારાજે આ “જબૂસ્વામી રાસની રચના માટે શ્રી હેમચંદ્રાચાર્યક્ત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પરિશિષ્ટ પર્વમાં આપેલા જબૂસ્વામીના ચરિત્રનો મુખ્યત્વે આધાર લીધે છે. શ્રી જબૂસ્વામીના ચરિત્ર વિશે સંસ્કૃતપ્રાકૃતમાં રચનાઓ થયેલી છે અને તેમાં શ્રી હેમચંદ્રાચાર્યની રચના વધુ વિસ્તૃત અને સમર્થ છે, એટલે તેને આધાર આ રાસની રચના માટે લેવાય એ સ્વાભાવિક છે.
શ્રી અંબૂસ્વામીનું ચરિત્ર પ્રાચીન ગ્રંથમાં આપણને ઈ.સ.ના છઠ્ઠા સૈકાના “વસુદેવહિંડી (સંયદાસણિત)માં જોવા મળે છે. તેમાં જંબુસ્વામીનું ચરિત્ર વિઝિશહાપુરુષત્રિની સરખામણીમાં ઘણું જ ટૂંકમાં આપવામાં આવ્યું છે. વસ્તુતઃ વસુદેવની કથાને આરંભ
Page #136
--------------------------------------------------------------------------
________________
યશવિજયજી | ૧૨૭ બતાવવાના નિમિત્તે જ તેમાં જંબુસવામીની કથા આપવામાં આવી છે. વસુદેવહિંદીમાં જણાવ્યા પ્રમાણે થી સુધર્માસ્વામીએ શ્રી અંબૂસ્વામીને વસુદેવચરિત કહેલું હતું તેથી “વસુદેવહિંડી'માં માત્ર “કથાની ઉત્પત્તિ' તરીકે જંબુસ્વામીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. જંબુસ્વામી વિશે અત્યાર સુધીમાં મળતી આ જૂનામાં જૂની કથા હેવાથી તેની મુખ્ય મુખ્ય ઘટનાઓ આપણે જોઈ લઈએ.
મગધા નામે જાનપદમાં, રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એ નગરમાં ઋષભદત્ત નામે શાહુકાર રહેતો હતો. એની પત્ની ધારિણીને એક વાર પાંચ સ્થાને આવેલાં. એ પરથી રૂષભદત્ત આગાહી કરી હતી કે, “ભગવાન અરહંતે આવાં સ્વપ્નનું ફળ દર્શાવ્યું છે તે પ્રમાણે, તને પ્રભાવશાળી પુત્ર થશે. ત્યાર પછી બ્રહ્મલોકથી આવેલે દેવ તેની કુખે અવતર્યો. ધારિણીએ સ્વપ્નમાં જાંબુફળનું દર્શન કર્યું હતું એટલે પુત્રનું નામ જંબુમાર રાખવામાં આવ્યું. - જંબૂકુમાર યુવાવસ્થામાં આવ્યા તે સમયે શ્રી સુધર્માસ્વામી ગણધર રાજગૃહ નગરના ચિત્યમાં પધાર્યા હતા. જે બુકમાર તેમને વંદન કરવા જાય છે અને તેમની પાસેથી ઉપદેશ સાંભળી દીક્ષા લેવા પ્રેરાય છે. દીક્ષા માટે તે માતાપિતાની આજ્ઞા માગવા જાય છે, પરંતુ નગરમાં પ્રવેશવા જાય છે ત્યાં યુદ્ધની તૈયારી નિહાળે છે અને કમરણનો ભય જાણુતાં ગુરુ પાસે જઈ પહેલાં આજીવન બ્રહ્મચર્યનું વ્રત લે છે અને પછી ઘરે પહોંચી માતાપિતાને વાત કરે છે. માતાપિતા જંબુ કુમારને દીક્ષા ન લેવા માટે સમજાવે છે. જવાબમાં જંબૂકુમાર શ્રી સુધર્માસ્વામીએ કહેલ ઈભ્યપુત્રની કથા, દુર્લભ વનપ્રાપ્તિના વિષયમાં મિની કથા અને ઇન્દ્રિય વિષયની આસકિત સંબંધે વાંદરાની કથા માતાપિતાને કહી, ત્યાર પછી, માતાપિતાના આગ્રહને લીધે દીક્ષા લેતા પહેલાં પાણિ પણ કરવાનું જકમાર
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮/ પડિલેહા સ્વીકારે છે, કારણ કે તેમને વિવાહ આઠ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે તે પહેલાં કરવામાં આવ્યા હતા. આ જંબૂ કુમારનાં લગ્ન થાય છે. લગ્નને દિવસે સાંજે ભોજન પછી જ બકુમાર આઠ પત્નીઓ સાથે વાસઘરમાં જાય છે, તે સમયે પ્રભાવ નામને ચેર પોતાના સાથીઓ સાથે ત્યાં આવી, પિતાની અવસ્થાપિની વિદ્યા વડે બધાને ઉઘાંડી વસ્ત્રાભરણ ચોરી જવા પ્રયત્ન કરે છે. તે સમયે જંબૂ કુમાર જાગ્રત હોય છે અને એમના શબ્દોથી તે ચરે 'નિશ્રેષ્ટ થઈ જાય છે. પ્રભવ ચેર આથી આશ્ચર્ય પામી આવી ‘સ્તભિની અને મેચની' વિદ્યા પિતાની અવસ્થાપિની વિદ્યાના બદલામાં આપવા માટે જબ કુમારને કહે છે. પરંતુ જે બૂકુમાર પ્રભવને જણાવે છે કે પોતે સંસારને ત્યાગ કરી આવતી કાલે શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાના છે. પ્રભવ તેમને દીક્ષા ન લેવા માટે કહે છે. તેના જવાબમાં જંબૂકુમાર તેને મધુબિંદુની કથા કહે છે અને પ્રભવની બીજી દલીલના ઉત્તરમાં લલિતાંગકુમારની, કુબેરદત્તની, ગેપ યુવકની, મહેશ્વરદત્તની અને વણિકની કથા કહે છે.
ત્યાર પછી જંબૂ કુમારે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. તેમની સાથે તેમનાં માતાપિતા, પનીઓ અને પ્રભવે પણ દીક્ષા લીધી. ગુરુ સાથે વિહાર કરતા જંબુસ્વામી ચંપાનગરીમાં પધાર્યા તે સમયે શ્રેણિક રાજાના પુત્ર કેણિકે સુધર્માસ્વામીને જંબુસ્વામી વિશે પૂછયું, ભગવાન ! આ સાધુ આટલા બધા તેજસંપત્તિવાળા દેખાય છે તે તેમણે કેવા પ્રકારનું તપ કર્યું હતું?” ગુરુએ કહ્યું, “હે રાજન !
જ્યારે તારા પિતાએ શ્રી મહાવીર પ્રભુને પૂછયું ત્યારે તેમણે જે કહ્યું હતું તે સાંભળ.” એમ કહી ગુરુએ શ્રી મહાવીર પ્રભુએ કહેલી પ્રસન્નચન્દ્ર અને વકલચીરીની કથા કહી. ત્યાર પછી જંબુસ્વામીની પૂર્વભવની કથામાં શ્રી મહાવીર પ્રભુએ કહેલી ભવદેવ અને ભવદત્તના સંબંધની તથા સાગરદન અને શિવકુમારના સંબંધની અને અનાઢિય
Page #138
--------------------------------------------------------------------------
________________
યશેવિજયજી / ૧૨૯
દેવની કથા ગુરુએ કહી.
ત્યાર પછી શ્રેણિક રાજાના પ્રશ્નના જવાબમાં શ્રી મહાવીર પ્રભુએ કહેલું વસુદેવનું ચરિત્ર વદેહિ’ડી'માં આપવામાં આવ્યું છે
આમ ‘વસુદેવહિંડી'ની શ્રી જખૂસ્વામીની કથા આપણે જોઈ. એ પછી હેમચન્દ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં એ કથા આપણને આ પ્રમાણે જોવા મળે છે :
શ્રેણિક રાજા પેાતાના નગરમાં શ્રી મહાવીર પ્રભુ સમેાવસર્યો છે જાણી તેમને વંદન કરવા જાય છે. રસ્તામાં તેના સૈનિક પ્રસન્નચંદ્ર રાજર્ષિને જુએ છે અને તેમના વિશે વાત કરે છે. રાજા તે વિશે વીરપ્રભુને પૂછે છે અને વીરપ્રભુ તેમને પ્રસન્નચંદ્રના જીવન વિશે કહે છે. ત્યાર પછી રાજા છેલ્લા કેવળજ્ઞાની કાણુ થશે એ વિશે પૂછે છે અને ભગવાન એમને ચરમ કેવળ શ્રી જખૂસ્વામી વિશે કહે છે. તે સમયે અનાઢિય દેવ ત્યાં આવી પેાતાના કુળની પ્રશ ંસા કરે છે; અને એને વિશે રાજાએ કરેલા પ્રશ્નના જવાબમાં શ્રી વીરપ્રભુ ઋષભદત્ત અને જિનદાસની કથા કહે છે. પછી રાજા વિઘુન્માલી દેવ વિશે પૂછે છે અને તેના જવાબમાં પ્રભુ એમને ભવદત્ત અને ભવદેવના ભવની અને પછી સાગરદત્ત અને શિવકુમારના ભવની કથા કહે છે. ત્યાર પછી વિદ્યુન્ગાલી દેવ આવીને જકુમાર તરીકે અવતરે છે.
પછી પ્રભવ ચારના પ્રસંગ આવે છે. તેને ઉપદેશ આપવા માટે અને તેની લીલાના જવાબ આપવા માટે જ ખૂસ્વામી અને મધુબિંદુની, કુબેરદત્તની અને મહેશ્વરદત્તની કથા કહે છે. ત્યાર પછી જ ખૂસ્વામી આઠ પત્નીઆને સમજાવે છે, અને તેમણે કથારૂપે કરેલી દલાલીના કથારૂપે જવાબ આપે છે. તેમાં સમુદ્રશ્રી ખક ખેડૂતની કથા કહે છે, જવાબમાં જબ્રૂસ્વામી કાગડાની કથા કહે છે; પદ્મશ્રી વાનરની કથા કહે છે, જવાબમાં જંબૂ સ્વામી અંગારકાની થા કહે છે; પદ્મસેના પુરપંડિતાની કથા કહે છે, જવાબમાં
ઢ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦ | પડિલેહ જંબુસ્વામી વિવુમાલીની કથા કહે છે; કનકસેના શંખધમકની ક્યા કહે છે, જવાબમાં જંબુસ્વામી વાનરની કથા કહે છે; નભસેના બુદ્ધિસિદ્ધિની કથા કહે છે, જવાબમાં જંબુસ્વામી જાતિવંત ઘોડાની કથા કહે છે; કનકશ્રી મુખીના પુત્રની કથા કહે છે, જવાબમાં જંબૂસ્વામી સોલ્વકની કથા કહે છે; કમલવતી “મા સાહસ” પક્ષીની કથા કહે છે, જવાબમાં જંબુસ્વામી ત્રણ મિત્રોની કથા કહે છે; જયશ્રી “નાગશ્રીની કથા” કહે છે, જવાબમાં જંબુસ્વામી લલિતાંગકુમારની કથા કહે છે.
આમ, “વસુદેવહિંડીમાં ગણિકા અને ઈભ્યપુત્રની કથા તથા દુર્લભ ધનપ્રાપ્તિના વિષયમાં મિત્રોની કથા જે જંબુસ્વામી પિતાના માતાપિતાને કહે છે તે, તથા પ્રભવની સાથે દલીલમાં જંબુસ્વામી ગેપ યુવકની કથા અને વણિકની કથા કહે છે તે કથા “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં નથી. ત્રિષષ્ટિશલાકા'માં માતાપિતાને સમજાવવા માટે જંબુસ્વામી તરફથી કઈ કથા રજૂ થતી નથી એ નેધપાત્ર છે. પ્રસન્નચન્દ્ર અને વરકલચીરીની કથા વસુદેવહિંડીમાં જંબૂસ્વામીની દીક્ષા પછી, આગળ બની ગયેલી ઘટનારૂપે કહેવામાં આવી છે, ત્યારે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં એ કથા આરંભમાં મુકવામાં આવી છે અને ત્યાર પછી જ બુસ્વામીની કથા કહેવામાં આવી છે.
આમ, “વસુદેવહિંડી'ની જંબુસ્વામીની કથા પછીના સમયમાં વિકાસ પામે છે અને તેમાં નવી દષ્ટાન્ત-કથા પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષરૂપે ઉમેરાતી જાય છે. હેમચન્દ્રાચાર્યના “ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર'માં આપણને તેનું નવું વિકસેલું સ્વરૂપ જોવા મળે છે. એમાં વસુદેવહિડીની કેટલીક દષ્ટાન્ત-કથાઓ છોડી દેવામાં આવી છે અને બીજી ઘણી નવી દૃષ્ટાન્ત-કથાઓ ઉમેરવામાં આવી છે. વસુદેવહિંડીમાં - જંબૂ સ્વામી અને આઠ કન્યાઓ વચ્ચે દલીલેરૂપે દૃષ્ટાન્ત-કથાઓ આપવામાં આવી નથી. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં એવી કથાઓ આપવામાં આવી છે અને એ રીતે આઠ કથાઓ આઠ કન્યાઓ તરફથી
Page #140
--------------------------------------------------------------------------
________________
ચશેાવિજયજી / ૧૩૧
:
કહેવામાં આવે છે અને તેના જવાબમાં આઠ કથાએ જ ખૂસ્વામી તરફથી કહેવામાં આવે છે. એ રીતે તેમાં સાળ કથાઓ ઉમેરાયેલી આપણને જોવા મળે છે. પરંતુ તે સેાળમાંથી કનકસેનાની દલીલના જવાબમાં જ ખૂસ્વામીએ કહેલી · વાનરની કથા ', અને નાગશ્રીની દલીલના જવાબમાં એમણે કહેલી ‘લલિતાંગકુમારની કથા' વસુદેવહિ'ડીમાં આવી જાય છે. એટલે કન્યાઓ સાથેની દલીલમાં બંને પક્ષની મળી ચૌદ વધુ કથાએ ઉમેરાય છે. આ ચૌદ કથાએનાં મૂળ પૂર્વેની કઈ કૃતિઓમાં રહેલાં છે એ સંશોધનના એક રસિક પ્રશ્ન છે.
.
ઉપાધ્યાય શ્રી યશેાવિજયજીએ શ્રી હેમચન્દ્રાચાય ના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ને બરાબર અનુસરી જ ંબૂસ્વામીની કથાનું નિરૂપણુ આ રાસમાં કર્યું છે. કેટલીક નાની નાની વિગતામાં પણ એમણે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ના આધાર લીધો છે અને કાઈ કાઈ સ્થળ તેા ( ઉ.ત., પહેલા અધિકારની ચેાથી ઢાલ, કડી ૯૪; ચોથા અધિકારની પહેલી ઢાલ, કડી ૧૫-૧૬, અને ૧૮-૧૯ ) કલ્પના, તર્ક કે અલંકાર પણ એમણું - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માંથી લીધાં છે. આમ છતાં, એક ંદરે રાસનું નિરૂપણ એમણે પેાતાની સ્વતંત્ર, મૌલિક શક્તિ અને દૃષ્ટિથી કર્યું છે. તેમ કરવામાં કેટલેક સ્થળે તે માત્ર મૂળ કથા પદ્યમાં આપે છે અને કેટલેક સ્થળે પ્રસંગ કે પાત્રને અડુલાવી નિરૂપણને કાવ્યની ઊંચી ક્રેાટિ સુધી પહેાંચાડે છે. પાંચમા -અધિકારમાં લલિતાંગકુમારની કથા પછીની કથાસામગ્રીનું આલેખન એમણે ત્રિષ્ટિશલાકાપુરુષચરિત્ર' કરતાં ઘણું વધારે વિગતે આપ્યું છે અને તેમાં આઠ કન્યાએની જ બ્રૂકુમાર સાથે દીક્ષા લેવાની તત્પરતા, પ્રભવને જમ્મૂ કુમારે આપેલી શિખામણુ, સાથ વાડ જ ખ્કુમારના સંધનું રૂપક, જંબૂ કુમારનું દીક્ષા લેવા માટે નીકળવુ, અને ન્ને સમયે એમને જોવા ઉત્સુક બનેલી સ્ત્રીઓનું ચિત્ર ઇત્યાદિનું કવિએ અત્યંત હૃદયંગમ આલેખન કર્યુ છે.
-6
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨ / પબ્લેિહા
જંબુસ્વામીની કથાનું સ્વરૂપ એવું છે કે તેમાં એક સળંગ કથામાં નાનીનાની કથાઓની હારમાળા સમાવી લેવામાં આવી છે. આ નાનીનાની કથાઓ મુખ્ય કથામાં પ્રયોજન આવે છે. જંબુસ્વામીએ દીક્ષા લેવી. કે ન લેવી એ વિશે બંને પક્ષની દલીલેના સમર્થનમાં દષ્ટાંતકથાઓ. રજૂ થાય છે. એમાં એક પક્ષે જંબુસ્વામી છે અને બીજે પક્ષે એમનાં માતાપિતા, પ્રભવ ચેર અને જબૂસ્વામીની આઠ પત્નીઓ છે. આટલી બધી વ્યક્તિઓ સાથેના વિવાદમાં બંને પક્ષ તરફથી રજૂ થયેલી. કથાઓની સંખ્યા ઠીકઠીક હોય એ સ્વાભાવિક છે. આવી કથાઓથી. મુખ્ય કથાને પ્રવાહી સ્થગિત થઈ જવાને કદાચ ભય રહે, પરંતુ અહીં તે મુખ્ય કથાનું સ્વરૂપ જ એવું છે કે જેથી આ ભય રહે. નથી; એટલું જ નહિ, બંને પક્ષમાંથી કયો પક્ષ વધુ સબળ રીતે રજૂ થાય છે અને બંને પક્ષ તરફથી પોતપોતાની દલીલેના સમર્થન-- માં કેવી કથા રજૂ થાય છે, અને અંતે કેને વિજય થાય છે એ વિશે રસિક કુતૂહલ જાગે છે. સચોટ કથાથી પિતાની દલીલ સચોટ રીતે સમજાવી શકાય છે અને પરસ્પર વિરુદ્ધ એવાં કોઈ પણ વસ્તુ કે વિચાર માટે એને અનુરૂપ કંઈક ને કંઈક કથા મળી આવે છે. એ બંને વસ્તુ અહીં આપણે જોઈ શકીએ છીએ.
આ રાસમાં એક બાજુ ભેગવિલાસની અને બીજી બાજુ સંયમ-- ઉપશમની કથાઓ જોવા મળે છે. આથી શૃંગાર અને શાંત એ બે રસેના આલેખનને, અને તેમાંયે અંતે વૈરાગ્ય અને સંયમને વિજય બતાવ્યો હોવાથી તેના આલેખનને વધુ અવકાશ રહે એ સ્વાભાવિક છે. તેમ છતાં, કવિએ પિતાની ઉચ્ચ કવિત્વશક્તિ વડે, પિતાના કલ્પનાવૈભવ અને અલંકારસમૃદ્ધિ વડે આ રાસને ઊંચી કક્ષાની કૃતિ બનાવ્યું છે. અલબત્ત, કેટલેક પ્રસંગે માત્ર કથા જ નિરૂપાતી હાય. એવું પણ લાગશે, કારણ કે નાનીનાની કથાઓ આમાં ઘણું આવતી હેવાથી કથાતત્ત્વનું પ્રમાણ થોડું વધે એ સ્વાભાવિક છે. પરંતુ એકંદરે
Page #142
--------------------------------------------------------------------------
________________
યશેાવિજયજી / ૧૩૩
જોતાં, આ રાસમાં કવિએ જુદેજુદે સ્થળે પ્રસંગ કે પાત્રનુ` જે નિરૂપણ કર્યું." તેમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિનાં વારંવાર આપણને દર્શન થાય છે. કવિ માત્ર પદ્યમાં કથા રજૂ કરનાર નહિ, પણ ઊંચી કક્ષાના કવિ છે એની આપણને ખાસ પ્રતીતિ થાય છે. કવિનાં એવાં આલેખનામાંથી ઘેાડાંક આપણે જોઈએ. રાસની શરૂઆતમાં જ ‘ભવદેવની વિરહની પીડાનું આલેખન કવિએ કેટલું સચોટ કર્યું. છે તે જુએ :
જન જાણુÛ કાંઈં દુબલા, પણિ વિરહની પીડ ન જાણુઇ રે; ખાધું પીધું નવિ ગમð, નિદ્રા પણિ નાવઈ ટાણુઇ રે. સાહલી સહવી આગિની, પશુ દાહિલી વિરહની જાલા રે. તે ઉલ્હાઈ નીરથી, એ તા નયન જલŪ અસરાલા રે. અંક ન છાઁ એ ચંદનઇ, ક્રાઇ વિરહ” 'રિય છઇ દાધુ રે; વિરહ લિખિત લાલઈ જવલÛ, હરનઈ ન ત્રિલેાચન ખાધું રે, અધર સુધા મુખ ચન્દ્રમા, વાણી સાકર ખાંડુ મૃણાલી રે; તે પછઠી મુજ ચિત્તમાં, તેણીğ કાયા કહેા કિમ ખાલી રે.
આવી જ રીતે, રાજગૃહ નગરીનું વન પણ થેાડીક પ"ક્તિઓમાં કેટલુ મનારમ કર્યુ છે તે જુઓઃ
જિહાં જિનચૈત્યમાં ધૂપના, દ્વેષી ધૂમ આગાસિ રે; મલ ગતિ ધન ભ્રમ”, શિખિ નિતિ નૃત્ય ઉલ્લાસિ`રે; જેહમાં સૌધ ક્રેટિક વ્રુતિ, છબિ મરકતની લાધી રે; માનું ગંગા આવી ઝીલવા, યમુના વિંક દાધી રે; જેણી હરી માનું જલનિધિ, દુખભર લંકા મુખ નિવદાઈ અમરાવતી, અલકા- નામાઁ જચાવી રૂ.
ઝંપાવી રે;
કુમાર લગ્ન માટે સજ્જ થાય છે તે પ્રસંગનું તાદૃશ વન કવિએ કર્યું છે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪ | પડિલેહાગંધકારી અધિવાસઈ રે, જબ કેશ ઉલ્લાસ રે,
ધરઈ ધૂપ કપૂર અગર ઉત્તસતા રે. બસ્મિલ તે બાંધે રે, સુમદામ પ્રસાધે રે;
શૃંગાર આરાધ્ય માનું દઈ રૂપથી. મુખકમલ જઈ પાસઈ રે, હંસયુગલ વિલાસઈ રે;
સેહઈ કુંડલ મોતીનાં જંબૂ પહરિયાં રે. ચંદન શુચિ અંગે રે, મૌક્તિક સર્વ રે;
જાયે તારારૂં રંગાઈ ચંગમાં શશિ બ રે... દોઈ વસ્ત્ર તે પહાઈ રે, વિવાહ મંગલ ગહરાઈ રે;
દસ વાવડ પડવડ અંગજ ઋષભને રે. અને હવે જંખકુમારના વરઘોડાનું વર્ણન જુઓ: જાત્ય અશ્વ આરોહઈ રે, છત્ર મયુર સેહઈ રે;
જન મેહઈ જગિ કે હઈ બીજો તાસ સમે રે. ગાઈ જઈ મંગલ રે, વાજઈ ભેરી ભુગલ રે;
સરણાઈ તે સરલી, સઘલઈ ચહચહી રે. ઝાલરિ ઝંકારાઈ રે, માદલ દેકારઈ રે;
વર સુડિઆ પ્રકારિ ગગન રવ પૂરિઉ રે. લૂણ ઉતારઈ પાસઈ રે, દેઈ વધૂએ ઉલાસઈ રે;
બંદી બિરુદ ભણું તે મંડપ આવિયા રે. સુવાસિણિ દિઈ અષ્પો રે, દધિ આદિ મહમ્પો રે;
તિહાં જ કુમાર કુમાર સમાનઈ રે. મન શુભ સંદર્ભિત રે, પગ અગનિં ગર્ભિત રે;
ભાંજી સંપુટ શરાવ તે માતગૃહિં ગયે રે. પશ્રીએ કહેલી વાનરની કથામાં વાનરી સ્ત્રી બને છે, તેના સૌન્દર્યનું બેએક કડીમાં અત્યંત સચેટ અને લાઘવયુક્ત ભાષામાં કવિએ નિરૂપણ કર્યું છેઃ
Page #144
--------------------------------------------------------------------------
________________
યશવિજયજી | ૧૩૫ કોકિલકંઠી, શશિમુખી, સુણે રજિઆ રે,
ઉરુ કુચ કેસરિ મધ્ય કઈ, બહુ ગુણ ગાજિયા રે; પીન જઘન કરચરણથી, સુણે રજિઆ રે, - છતઈ કમલની ઋદ્ધ કઈ, બહુ ગુણ ગાજિયા રે. ગંગાકૃત્તિકા તિલકર્યું, સુણે રજિઆ રે,
સેહતી સંયત કેશ કંઈ, બહુ ગુણ ગાજિયા રે; વન તક સેહર કુમલ બન્યા, સુણે રાજિઆ રે, કુંડલ તાલ નિવેશ કઈ, બહુ ગુણ ગાજિયા રે.
(તૃતીય અધિકાર, ઢાલ ૩) દુગિલા નદીમાં સ્નાન કરવા જાય છે તે સમયનું તાદશ ચિત્ર ખડું કરતાં કવિ વર્ણવે છેઃ
પહિરણ અર્ધ કુચઈ કવી, જલિ પઈડી ક્રીડા હેત; મનમથ દગધ છવાડતી, સરસ મધુરાલાપ સંકેત. આલિંગઈ તેહનઈ નદી, વિસ્તારી વર કરવીચિ, સ્નિગ્ધ સખી પરિ દેઈ મિલઈ, તે હિયડઈ હિયર્ડ ભીચિ. નીર વિદારી કરઈ ઠરઈ, તિહાં જિમ ન દંડઈ નાવ, હંસ ચક્રવાક ઊસરઈ, માનું ગતિ કુચ કૃત લઘુભાવ, નાહતાં નીર વિષેરતાં, વલિ કેલિ કરત ચિરકાલ; ચંચલ કર તેહના કરઈ, વર કમલ નૃત્ય અનુકાર. શ્લથ ઇક વસન સપયૂ, વરિ ઘૌત અધર મૃત કેશ; જલક્રીડા કરતી તે બની, રત ઉસ્થિત સંગત વેસ.
જંબૂ કુમાર દીક્ષા લેવા તૈયાર થાય છે તે સમયે એમની આઠે પત્નીઓ કહે છે કે પતિ કરતાં પોતે કઈ પણ રીતે ભિન્ન નથી. પતિની સાથે તેઓ આઠે દીક્ષા લેવા તૈયાર છે. એમ બતાવી કવિ એક પછી એક અવનવાં રૂપકેની જે લાંબી હારમાળા પ્રોજે છે તે એમની કવિત્વશક્તિને સારે પરિચય કરે છે?
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩ / પડિલેહક ---
થે સિદ્ધ તે હે સિદ્ધિ હાં રે, હર તે મૂરતિ આઠ; થે અંબર હે દિસિ ભલી રે, વાસ જે ચંદન કાઠ. થે ચાંદા હે ચાંણી રે, થે તરુઅરિ મહે વેલિ; સૂકાં પણિ મુકાં નહી રે, લાગી રહું રંગ રેલિ. થે વન તે હે કેતકી રે, થે દીપક હે તિ; થે યેગી હે ભૂતિ છો રે, અધિકારી તે દેતિ. થે આંબા ડે માંજરી રે, થે પંકજ મહે બાગ; થે સૂરય મહે પદ્મિની રે, થે રસ તે મહે રંગ. થે ધરણીધર હે ધરા રે, ક્ષેત્ર ફળ્યા તે વાડિ; થે પુણ્ય તે હે વાસના રે, ભાગ્ય તે રેખા નલાડિ. થે સાયર તે હે નદી રે, થે ઘન તે હે વીજ; શત શાખાઈ વિસ્તર્યા રે, થે વડ તે હે બીજ. થે કંચન મહે વણિકા રે, નંગ તે મુદ્રા સાર; થે ચંપક હે પાંખડી રે, મણિ આ જ થે હાર. જે પ્રાસાદ તે વેદિકા રે, સૌધ તે ધ્વજ લહમંત; દ્વીપ હતાં જગતી હસ્યાં રે, મેલખ્યું રસના દંત. જે સંયમ તે ધારણું રે, જે રૂપી તે રૂપ; સાકારઈ સાકારતા રે, અનુભવમાંહિ અનુપ.
જંબૂ કુમાર દીક્ષા લેવા માટે નીકળે છે તે સમયે એમને જોવા માટે દેડી જતી સ્ત્રીઓનું કવિએ દેરેલું ચિત્ર કાલિદાસે રઘુવંશમાં દરેલા એવા ચિત્રની યાદ અપાવે છે; ઉત્સુક બનેલી સ્ત્રીઓ કેવું ભાન ભૂલે છે તેનું રસિક ચિત્ર કવિના શબ્દોમાં જ જોઈએ ?
ગાજાં વાજ સુણી નઈ અર્ધ તિલક કરિ એક, અજિત દગ ઈક જોવા ચાલી છેક; એક નેઉર પહરઈ એક જ ચરણ પખલાઈ, આધી કંચુકી પહેરી. જેવા કાંઈક ચાલી
Page #146
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી./ ૧૩૭
ધસમસતી કાઈક કજજલ ગલઈ ઘાલઈ, કસ્તૂરી લેચન ઠવતી આથી ચાલ; બાવના ચંદન રસ પાઈ લગાવઈ બાલા, અલ રિદય સ્થલિ લાઈ કરઈ ચકચાલા. કટિમેખલ કંઠઈ ઘાલી ઉતાવલિ દેડઈ, ઈક હાર એકાવલિ શ્રેણ તટઈ નિજ જોડ; ભુજવલિં નેઉર કંકણું ઘાલઈ પાઈ, પહરણ ઊઢણુનાં વસ્ત્ર વિપર્યય થાઈ. ઢલતા ઘીના ગાડુઆ મુંકઈ તે પાડુઓ લાગઈ, લાડુઆ સમ નારી નઈ જોવાનો રસ જાગઈ; બાલ રેતાં મુકાઈ મારગિં, પરનાં બાલ, રતાં નિજ બાલક ભ્રાંતિ લિઈ સુકમાલ, પરિધાન શિથિલ હુ ગાઢ - બંધન ન કરાઈ વાયુ વેગિં મસ્તક ઢણ ઊડી જાઈ; ઇમ જોતાં વધૂજન હુ કુમારી રૂપ, કૌતુકનઈ પણિ તવ કૌતુક લાગું અનુપ. કવિએ શ્રેણિકરાજા, ઋષભદત્ત અને ધારિણીનું પાત્રાલેખન ડીક પંક્તિઓમાં કેટલું સચોટ અને સુંદર કર્યું છે :
જેહનઈ તેજઈ પરાભવ્ય, ભાનું ભમઈ માનું ગગનિં રે; ઉsણ હુઓ તસ કિરણ તે, તાસ અમર્ષની અગનિ રે. તાસ સભામાંહિ શોભતા, ઋષભદત હુઉ સેઠિ રે; ધનદ તે હજ ધનપતિ, બીજે કુબેર તે હેઠિ રે. પથ તરુફલ સર જલ પરિ, તસ ધન સવિહિત આવઈ રે; જેહસ્ય સુરતરુ તેલિશ, ઊંચો ગયો લઘુ ભાવઈ રે. ઈદ તે જેહનઈ નિતિ રહઈ, કર અગ્નિ-શત કાટિ રે; ચંદ તે વ્હકલકલા વરિષ, પદવીતસર સવિ મોટી રે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮ | પડિલેહા --
ધારિણી સધરમચારિણી, ચિત ઠારિણી હુઈ તાસ રે; કારણી સુખ દુઃખ વારણ, મને હારિણિ સુવિલાસ રે. રૂપઈ તે રંભા હરાવતી, ભાવતી ચિતિ જિન વયણું રે, સુલલિત સીલ સેહામણી, સહજ સલુણડાં નયણું રે. મિલિઆ રહઈ નખમાંસ જિઉં, તિ દંપતી સસને રે; નવનવા રંગ ભરઈ રમઈ, એક જ જીવ દઈ દેહ રે.
સુધર્માસ્વામીની મહત્તા એક જ કડીમાં ચાર જુદાં જુદાં રૂપકે. યોજીને કવિએ કેવી સરસ રીતે બતાવી છેઃ
ક્રોધ જલન શમ જલધરૂ, માન મહાતરુ હસ્તી રે; દંભ ઉરગવિષ જાંગુલી, લોભ સમુદ્ર અગસ્તી રે.
બુદ્ધિ અને સિદ્ધિની કથામાં બુદ્ધિની બે અવસ્થા વચ્ચેના તફા-- વતનું કેટલું લાક્ષણિક અને વાસ્તવિક ચિત્ર કવિએ આલેખ્યું છેઃ
સુહgઈ પણિ જેણઈ નવિ દીઠા, વેસ વિભૂષણ સાર. હુઈ પહરતી તે નવનવલા, રાણી જેમ ઉદાર. પહલાં જેહની કદિઈ ન પૂગી, આછણની પણિ આસ; હુઈ હજાર ધેનું ઘરિ તેહનઈ, દેવઈ લેક તમાસા. તૃણ કુટિર છરણજે રહતી, જનમ થકી પણિ દુહ લઈ; તે પુહુઢતી હુઈ સુખશય્યા, સાત ભૂમિઈ મહલઈ. જે જીવતી હતી પરઘરમાં, છાણું પૂજે બહુ કરતી; હુઈ સેવતી તેહનઈ દાસી, કર સિત ચામર ધરતી. હુઈ પ્રાસ ચિંતાઈ જે દુખિણી, માંડા સત્રકાર; તેણઈ પોષ્યા યાચક સઘલા, વિરચી દીનહાર અશન ઉત્તર જેણઈ નવિ પામે, પૂગીને પણિ કટકે; દીસઈ તસ મુખિ મૃગમદ વાસિત, લાલ બલઈ લટકે. કવિની પાત્રાલેખનની શક્તિને વિશેષ પરિચય આપણને થાય
Page #148
--------------------------------------------------------------------------
________________
યશવિજયજી | ૧૩૯ છે લલિતાંગકુમારના પાત્રાલેખનમાં. કવિની અલંકૃત ગૌરવયુક્ત વાણું. ઊંચી સપાટી પર રહેવા છતાં કેવી સરળતાથી વહી જાય છેઃ
ધમિલ મસ્તક ધિક ધાર, મૃગમદ પંકિલ મંછિ ઉદાર; જાણે મદ ઝરત હાથિ, લીલાઈ ધનપતિ સાથિ. વૃષભ અંધ ઉર વિકટ વિશાલ, ચરણ પાણિ પંકજ સુકુમાલ; ગ્રીવા કર ચરણે વિન્યસ્ત, કંચન ભૂષણ અતિહિ પ્રશસ્ત. નવ કપૂર સહિત તંબોલ, અરુણિત મુખ સૌરભ રંગરોલ; ભાલતિલક માનું મદન પતાક, અંગરાગ છલ લવણિમ પાક. ધૂપાયિત અંશુક આમોદ, મેદુર મારગ વિહિત વિદ; પ્રથમ અનંગ અદશ્ય નીમડો, શ્રીસુત મન બીજે વિધિ ઘડિ. શંકર ભાલ હુતાશનિ કાય, સ્માર હેમઈ તિણિ એ ભવ થાઈ; સી સી નવિ ઉપમા સંભવઈ, તે દેવી લલિતા ચિંતવઈ.
કવિ પાસે અલંકારની સમૃદ્ધિ ઘણી સારી છે. ઉપમા, રૂપક, ઉપ્રેક્ષા, દષ્ટાન્તાદિ અલંકારે તેઓ પૂરી સાહજિકતાથી પ્રયોજે છે. અને એ વડે પાત્રો, પ્રસંગે વગેરેના આલેખનને રસિક બનાવે છે. ઋષભદત્ત અને જિનદાસ બંને ભાઈઓ વચ્ચે કેટલું બધું અંતર. હતું તે બતાવતાં કવિ લખે છે:
ન્યાય અન્યાય ચરિત્રઈ તેહ, પ્રથમ ચરમ યુગ માનું સદેહ; એક જનિતનઈ અંતર તે તું, અમૃત હલાહલનઈ હુઈ જતું.
ભવદેવની નવોઢાના શણગારનું કવિએ ઉàક્ષા અલંકાર વડે. કેવું મનહર વર્ણન કર્યું છે તે જુઓ :
કેશ પાશ સુત્ર પુરિત બાંધિ, ચરિત ધનયુત જેર; નાંઠે દેવી ઊગે રે મુખશશી, અંધકાર માનું ચર. તિલક બનાવ્યું રે કેસરનું ભલું, સેહઈ લાલ વિશાલ; અંકુર ઉગ્યો રે માનું મદન તણે, જે દગધ હરભાલ.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૭ | પડિલેહ
અમલ કલઈ રે પત્ર લતા કરી, કસ્તૂરીની વિચિત્ર, માનું એ પ્રશસ્તિ મદનતણ, જગ જયકારિ ચરિત્ર.
જંબૂ કુમારને લગ્ન માટે સજ્જ કરવામાં આવે છે તે સમયે પીઠી ચોળ્યા પછી એમણે સ્નાન કર્યું ત્યારે એમના વાળમાંથી પાણી - ટપકી રહ્યું હતું તે જાણે ભવિષ્યમાં પિતાને કેચ નજીક આવેલ જોઈને વાળ રડી ન રહ્યા હોય એવું લાગતું હતું, એવી ઉઝેક્ષા કરીને કવિએ ભવિષ્યમાં જંબૂકુમાર જે દીક્ષા લેવાના છે તેનું સૂચન -અલંકાર દ્વારા કરી દીધું છેઃ
નીચેઈનું પાણી રે, ન્હાયા જંબૂ શિર જાણી રે; લેચ ટૂકડો માનું એ કેશ આંસ ઝરઈ રે.
સ્ત્રીઓ વિલાસનું કારણ હોવા છતાં પોતાની આઠ પત્નીઓ આગળ જંબૂકમાર નિર્વિકાર રહી શક્યા એ એમની લેકેત્તરતા બતાવવા માટે કવિ લખે છેઃ
અહો રહઈ જંબૂ તિહાં, નિર્વિકાર પ્રિયા પાસ; ગેરે કેરો કુણ રહઈ, મસિ ઊરે કરિ વાસ.
કવિએ અલંકારશાસ્ત્ર અને વ્યાકરણમાંથી પણ કેટલાક અલંકાર પ્રજ્યા છે. આત્માને સાંસારિક બંધનેમાંથી છોડાવે તે જ સાચે "બંધુ, બીજા બંધુઓ બંધનí છે. એ માટે કવિ પૃષોદર સમાસને ' દાખલે આપે છેઃ
બંધુ છોડવઈ જે બંધુ તે, ગણુ પ્રદરનું એ રૂપ કંઈ;
બંધુ સુજસ ગુરુ તે ભલે, બીજા બંધ સ્વરૂપ. કવિતા કેવી હોવી જોઈએ તે માટે કવિએ ઉપમા આપી છેઃ
પ્રગટ ન ગુજરી કુચ પરિ, છન ન અંધિ સંકાસ, સુભગ અર્થ હુઈ મરહડી, કુચ - પરિ છન્ન પ્રકાસ.
Page #150
--------------------------------------------------------------------------
________________
યશેવિજયજી -૧૪૧
કવિની વાણી સામાન્ય માણસાની વાણીથી કેવી જુદી પડીય છે તે બતાવતાં તેઓ કહે છે કે કવિ અને સામાન્ય માણસની ભાષા એક જ છે, પરંતુ કવિની પાસે શબ્દો ગાઠવવાની જે કલા છે તે સામાન્ય માણુસ પાસે નથી. અહીં ભીલડી અને નગરમાં વસનારી સ્રોનું દૃષ્ટાંન્ત આપવામાં આવ્યુ છે. વનમાં વસનારી ભીલડી આખી આંખ ઉઘાડીને સીધી જોશે, જ્યારે નગરની સ્ત્રી નયનકટાક્ષથી જોશે. ભીલડી ભાવ વગર જોશે, જ્યારે નગરની સ્ત્રી આંખ દ્વારા જ પેાતાના ભાવ વ્યક્ત કરશે.
અક્ષર તેહજ, તેહજ પદ, કવિ રચના કાંઈ અન્ય; દંગ ત્રિભાગ નાગરિજીĐ, પામરી લેઅણુ પુન્ન. કવિતા વિશે ખીજે એક સ્થળે કવિ લખે છે :
મુગધા પ્રૌઢા પરિ હુઈ, અથવા સર્વિ સુવિલાસ, હૃદય ગમ પતિ સમ મિલઇ, તે કવિ ઉચિત અસાસ. તર્ક વિષમ પણ સુકવતું વયણુ, સાહિત્યÛ સુકુમાર; અરિ ગજ ગંજન પણ યિત, નારી મૃદું ઉપચાર. નાના દુહામાં રહેલા ગહન અર્થ વિશે કવિ લખે છે :
છોટી તુકમ અરથ બહુ, દુહા કવિતા રાય; વિસ્તર પદ બલિ ખૂલનકું, માનું વામન કાય. છેટી તુમઇ અરથ બહુ, દુહા કરઇ કવિ રાય; પંચાલી કે ચીર જિ, ભાવ વઢત વિઢ જાઇ.
લલિતાદેવીનું વર્ણન કરતાં કવિએ લખ્યું છેઃ
સહસ નેત્રનું પણ મન હરઇ, નેત્ર ત્રિભાગ પ્રસાદ જુ કરઇ; કલા ચેઠે તસ અંગ વસઇ, ચ્યાર ચંદ સેવઇ તે મિસઇ.
જ ખૂસ્વામીની કથા એટલે વૈરાગ્યના અને સયમ–ઉપશમના મેાધની કથા; એટલે આ રાસમાં એવા મેધ આવે એ અત્યંત
Page #151
--------------------------------------------------------------------------
________________
“૧૪ર | પડિલેહા
સ્વાભાવિક છે. કવિએ એવી પંક્તિઓ કેટલેક સ્થળે, ખાસ કરીને દૂહામાં પ્રિય છે, અને તેમાં પણ અવનવા અલંકારો વડે તેને રોચક અને મનેરમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કવિએ આવી પ્રયોજેલી પંક્તિએમાંથી નમૂના લેખે થોડી જોઈએ ?
વામાં વયણ વિલાસથી, ચૂકા ચતુર અનેક; તસ ચિત આગમ વાસિવું, તેહની ન ટલી ટેક. મૃગતૃષ્ણ જલ સમ વડિ, વનિતા વયણ વિલાસ; પહલાં લાલચ લાઈ કઈ, પછઈ કરઈ નિરાસ. નવામાં વયણે વેધિયા, વીસાઈ જે સથ્થ; , તે મૃગ પરિ પાસઈ પડ્યા, પામઈ બહુલ અણુથ્થ. વહઈ પૂરનઈ પાછલિ, દીસઈ તેહ અનેક સાહમાં પૂરઈ વિષયનઈ, ઉતરઇ તે સુવિવેક.
(ત્રીજો અધિકાર)
બહુ અંતર વિષ વિષયમઈ, ઈક ખાયો દુઃખકાર, ઈક થાય હી દુખ દિઈ, પંડિત કરે વિચાર; બહુ અંતર વિષ વિષયમઈ, વરણું અધિક અધિકાત, એક મરણ દિઇ વિષ વિષય, વિષય મરણ બહુ જાત.
(ત્રીજો અધિકાર)
હંસ ન ખેલઈ ખાલ જલિં, ગંગા ઝીલણ-હાર; જેણિ ચાખ્યું પીયૂષ તે, ઈચ્છઈ જલ કિમ કાર પગઈ ફલ સહકારની, આંબિલિઈ કિમ હેસિ;
બરિ વલિ વરકુરની, ઠાઠું ભરિઉં ઠુસિ કેડીઈ કિમ કેડિની, મણિની પાહણુઈ કેમ; ઈચ્છા પૂગઈ ભવસુખઈ, શિવની મુજ નવિ તેમ.
Page #152
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | ૧૪૩
સેજાનું જિમ જડપણ, વધ્યનું મંડન જેમ, ભવ ઉનમાદ વિષય વિષમ, ભાસઈ મુજ મન તેમ. મીઠું લાગઈ તેલ તસ, ધૃત નવિ દીઠું જેણ; ભવસુખ તિમ રાઈ ન કે, શિવસુખ સંભારણ, દુખથી વિરચઈ જનસકલ, સુખથી વિરચઈ બુદ્ધ, સુખદુખ સરખાં લેખવઈ, ભવનાં તે મનિ શુદ્ધ
| (ચતુર્થ અધિકાર) ચેથા અધિકારને અંતે જ કુમાર ધર્મની મહત્તા બતાવતાં જે કહે છે તે કડીઓ પણ સુંદર અને સચોટ છે. તેમાં છેલ્લી કડીમાં તે કહે છે:
પડતે રાખ તાત પરિ, અખઈ મિત્ર પરિ મગ; પિષઈ નિજ માતા પરિ, ધર્મ તે અચલ અભ....
પાંચમા અધિકારમાં વ્રત લેવા માટે પોતાનાં માતાપિતાને પૂછવા જનાર પ્રભવને જંબુકુમાર જે ઉપદેશ આપે છે તેમાં એક પ્રકારનું ગૌરવ અને ગાંભીર્ય રહેલું છે. કવિની આ દીર્ધ લયની પંક્તિઓની આખી ઢાલમાં આપણને શાંત રસની સરિતાનાં દર્શન થાય છે. એમાંની થોડીક કડીઓ જુઓ:
જંબૂ ભાષઈ સુણો સાચા મિત્ત, ચારિત્ર તે જગતારૂ છઈ જે; ધર્મઈ ઢીલ ન કીજઈ સાચા મિત્ર, વિલંબ તે ન વારૂ છઈ જે. કીધું ગાંઠિ બાંધ્યું સાચા મિત્ર, ઉધારોને સાંસ છઈ જે; કાલિ તણો દિન ભર સાચા મિત્ર અણદાતાને ફાંસે છઈ જે. ચઢતઈ ભાવઈ આવઈ સાચા મિત્ર, શ્રદ્ધા તે વષાણ છઈ જે, ધણ્યું સોનું વાઈ જાઈ સાચા મિત્ર, ધર્મઈ શ્રદ્ધા ભાજઈ છઈ જો. બંદીખાણઈ પડિ સાચા મિત્ર, લગન ન જેસન જેવઈ છઈ જે; સંધિ જે વેલા પામઈ સાચા મિત્ર, નીસરવું તવ હેવઈ છઈ જે. નેહ તિલ પીલાઈ સાચા મિત્ર, વેલ નવિ પિલાઈ છઈ જે; સસનેહું દધિ મથિઈ સાચા મિત્ર, યંત્ર ઈફખ-ગલાઈ છઈ જે.
Page #153
--------------------------------------------------------------------------
________________
- ૧૪૪ / -પડિલેહા
નેહ ન કીજઇ ક્રાઇસ્· · સાચા મિત્ર, કજઇ તેા ઇક સાહસ જો; સાયર તરિ” નાવઈ સાચા મિત્ર, કિમ તરિઇ નિજ બાહુસું ો.
સમયસુંદરની જેમ કવિ શ્રી યશોવિજયજી પણ સંગીતના સારાષ્ટ જાણકાર હેાવા જોઈએ, એમ એમણે આ રાસમાં તેમજ અન્ય સ્તવન, સજ્ઝાય વગેરે કૃતિમાં ભિન્નભિન્ન રાગરાગિણીએ અને લોકપ્રચલિત દેશીઓમાં પ્રયેાજેલી ઢાળ કે લઘુકૃતિએ પરથી જોઈ શકાય છે. કવિ પાસે દેશીઓનું વૈવિધ્ય ધણું સારું છે. આ જ ખૂસ્વામી રાસ'માં એમણે એક પણ દેશીના ખીજી વાર ઉપયાગ કર્યો નથી. રાસમાં બધી મળી ૩૬-૩૭ ઢાળ છે અને તે દરેક માટે તેમણે નવી જુદી દેશી પ્રયાજી છે. એમાંની ઝાંઝરિયાની, વીંછિયાની, ખટાઉની, તુર્ક બાવનીની, જયમાલની વગેરે દેશીએ એ સમયે એ નામથી લેાકપ્રચલિત બની ગઈ હતી. ખીજી દેશીઓમાંથી ઘણીખરી – સીમ ંધર જિન,બાહુ જિજ્ઞેસર, ઋષભદેવ, ચંદનબાલા, જિનવર પૂજો રે, શ્રેણિક રહવાડી ચડવો, નાભિરાયાં અે ભાર, સતીય સુભદ્રા, સુરતિ મંડન પાસ જિણુિંદા, વગેરે – તે સમયે જૈનામાં ખાસ પ્રચલિત ઢાય એવી લેવામાં આવી છે. રામપુરા ખાન્તરમાં’, ‘અહે। મતવાલે સાજનાં', ‘જવહરી સાચેા રે અકબર રાયજી’, વહુઅર વીનવઈ હૈ, અલગી રહીઅ ઉદાસ’, ‘ચંદન... ુ` ભરિ પાઉ' રે પિઉં રંગપ્યાલા', 'બેડલષ ભાર ઘણા છઇ રાજિ, વાતાં કેમ કરી છે. ' ઇત્યાદિ જનસામાન્યમાં પ્રચલિત હેાય એવી કેટલીક દેશીએ પણ આ રાસમાં જોવા મળે છે. એક દરે અવનવી અને સુમધુર દેશીએમાં રાસની ઢાળાની રચના કરી, કવિએ આ રાસમાં સંગીત્તનું ઘણું સારું વૈવિધ્ય આણ્યુ છે.
શ્રી યશેાવિજયજીના પેાતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી ‘જમ્મૂસ્વામી રાસ' ની પ્રતિ આપણને મળે છે એ પરથી કવિના સમયમાં દેવી ભાષા મેાલતી હશે એના સૌથી વધુ પ્રમાણુભૂત ખ્યાલ આપણને મળે છે. કવિએ આ રાસની રચના સં. ૧૭૩૯માં કરી છે, એટલે
Page #154
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી | ૧૪૫
તેઓ પ્રેમાનંદના સમકાલીન છે એમ કહી શકાય છે. પ્રેમાનંદના સમયથી અર્વાચીન ગુજરાતી ભાષા શરૂ થઈ એમ સામાન્ય રીતે મનાય છે; તેમ છતાં, આ રાસ જોતાં આપણને જણાશે કે તેમાં જૂની ગુજરાતીનાં ઘણું રૂપે હજુ જળવાઈ રહ્યાં છે, જે પ્રેમાનંદની કૃતિઓમાં, તેની હસ્તપ્રત એથી વધુ ઉત્તરકાલીન હેઈને, જોવાં મળતાં નથી. એટલે પ્રેમાનંદનાં આખ્યાનોમાં જે ભાષા આપણને જોવા મળે છે તેના કરતાં સહેજ જૂના સ્વરૂપની, આ રાસમાં છે તેવી, ભાષા પ્રેમાનંદ અને એના સમયની પ્રજા બેલતી હશે એમ આપણે કહી શકીએ. શ્રી યશવિજય મહારાજ વિદ્યાભ્યાસાથે કાશીમાં અને ત્યાર પછી આગ્રામાં રહ્યા હતા એટલે અને જૈન સાધુઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ઘણું ખરું વિહાર કરતા હેઈને આ રાસમાં હિંદી અને મારવાડી ભાષાની છાંટ પણ કોઈ કાઈ સ્થળે આવી છે. એમની આ રાસકૃતિ તત્કાલીન ભાષાના પ્રમાણભૂત સ્વરૂપને ઓળખવા માટે ઘણી જ ઉપયોગી થઈ પડે તેમ છે.
લાઘવ એ શ્રી યશોવિજયજીની ભાષાનું એક મહત્વનું લક્ષણ છે. તેઓ પોતાનું વક્તવ્ય અત્યંત મિત ભાષામાં કુશળ અને સચોટ રીતે રજૂ કરે છે. એમને ભાષામાં ગૌરવ, મામિકતા, પ્રસાદ અને માધુર્ય જોઈ શકાય છે. ક્યારેક એમની ભાષા સંસ્કૃતપ્રચુર બને છે. એમની વાણીને પ્રવાહ અનાયાસ, સરળ ખળખળ કરતે વહ્યા કરે છે. અનુપ્રાસયુક્ત એમની પંક્તિઓ રાગ કે દેશના ગ્ય માપમાં એટલી જ સાહજિક્તાથી એક પછી એક આવ્યા કરે છે. શબ્દ પરનું એમનું પ્રભુત્વ પણ કવચિત તે આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલું સારું છે. એમની સર્જકપ્રતિભાની સાથે એમની વિદ્વત પ્રતિભાનાં દર્શન પણ આ રાસમાં આપણને ઘણું સારી રીતે થાય છે.
આમ, એકંદરે જોતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જીવનની ઉત્તરાવસ્થામાં આ એક સુંદર રાસકૃતિ આપીને આપણું મધ્યકાલીન રાસાકવિઓમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
૧૦
Page #155
--------------------------------------------------------------------------
________________
વિનયપ્રભરચિત ગૌતમસ્વામીને રાસ
શસકૃતિઓના સર્જન માટે જૈન સાધુકવિઓએ જે ભિન્નભિન્ન એતિહાસિક કે કાલ્પનિક કથાનકે પસંદ કર્યા છે તેમાં ગૌતમસ્વામીનું અતિહાસિક કથાનક પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ગૌતમસ્વામી વિશે જૂની ગુજરાતીમાં લખાયેલી રાસકૃતિઓમાં આરંભના સમયની જે એક રાસકૃતિ આપણને સાંપડે છે તે પરંપરાની દષ્ટિએ તેમજ તેની સર્જનાત્મક મૂલ્યવત્તાની દૃષ્ટિએ સવિશેષ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ખરતરગચ્છીય શ્રી જિનકુશલસૂરિના શિષ્ય ઉપધ્યાય શ્રી વિનયપ્રભ સં. ૧૯૧૨માં ખંભાતમાં કરી હતી.
અન્ય રાસકૃતિઓ કરતાં આ રાસકૃતિ જેમાં વધુ પ્રચલિત છે એની એક પરંપરાને કારણે જેનેના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના પહેલા ગણધર તે શ્રી ગૌતમસ્વામી, મહાવીર સ્વામી દિવાળીને દિવસે રાતને સમયે નિર્વાણ પામ્યા અને નવા વર્ષના દિવસે પરોઢિયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ રીતે, એ -બે મહત્વની ઘટનાઓને કારણે દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર દિવો સાથે અનુક્રમે ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનું નામ
Page #156
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીને રાસ / ૧૪૭
સંકળાયેલું છે. આથી જ પુણ્યશ્લોક શ્રી ગૌતમસ્વામીનું નામ પ્રાતઃસ્મરણીય બન્યું છે અને દર નૂતન વર્ષ વડેલી પ્રભાતમાં એમનું સ્મરણ કરવાની પરપરા જૈનામાં ચાલી આવી છે.
એ પરંપરામાં છેલ્લા દાઢક સૈકાથીયે વધુ સમયથી જે એક ઉમેરો થયા છે તે આ રાસકૃતિના વાચન-શ્રવણુને છે. દર નૂતન વર્ષ વડેલી પ્રભાતમાં જૈન ઉપાશ્રયમાં એકત્ર થાય છે અને સાધુમહારાજ તેઓને આ રાસ વાંચી સભળાવે છે અને ત્યાર પછી તે તે દિવસે પેાતાની ઇતર પ્રવૃત્તિને આરંભ કરે છે. ગૌતમસ્વામીના નામનું સ્મરણુ શ્રવણુ, સ્તવન-કીર્તન, એમના નામનેા જાપ ઇત્યાદિ શ્રદ્ધાળુ જૈનેામાં ચમત્કારિક અને લાભદાયક મનાતાં આવ્યાં છે. કવિ લાવણ્યસમયે ‘ ગોતમસ્વામીનેા છંદ ’ નામની પેાતાની કૃતિમાં આ પ્રકારને મહિમા વર્ણવતાં લખ્યું છે :
ગૌતમ નામે ગિરિવર ચડે, મનવાંછિત ઘેલા સ’પડે; ગૌતમ નામે નાવે રાગ, ગૌતમ નામે સર્વ સંજોગ.
ગૌતમ પ્રણમ્યાં પાતિક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન.
રાસકૃતિને મહિમા વધવાનું એક કારણ, દંત
વિનયપ્રભની કથા પ્રમાણે, એમ પણ મનાય છે કે કવિના પેાતાના એક સંસારી ભાઈ હતા તે નિધન થઈ જતાં કવિએ તેમને માટે આ આ મત્રગર્ભીિત રાસની રચના કરી આપી હતી અને તેનુ' શ્રદ્ધાપૂર્વક પાન રાજ કરવાની ભલામણ કરી હતી અને તેમ કરતાં કરતાં એ ભાઈ પાછા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮ | પડિલેહા
ધનવાન બની ગયા હતા.*
છ ઢાલમાં લખાયેલ આ રાસ આરંભ કવિ કરે છે મુક્તિરૂપી સરોવરમાં જેનાં ચરણરૂપી કમળને વાસ છે એવા શ્રી મહાવીર જિનેશ્વરને પ્રણામ કરીને.
વીર જિણેસર ચરણકમલા કમલાકર વાસે, પણુમવિ પણિ સામિ સાલ ગેયમ ગુરુ પાસે.
ગૌતમસ્વામી જન્મે બ્રાહ્મણ હતા અને તેમનું નામ ઇન્દ્રભૂતિ હતું, પરંતુ તેઓ ગૌતમગેત્રીય હતા અને તેથી ગૌતમ'ના નામથી વિશેષ પ્રસિદ્ધ હતા, ભગવાન મહાવીર તેમને હમેશાં “યમ” (ગૌતમ) કહીને સંબોધતા.
રાસની પહેલી ઢાલમાં કવિ ઇન્દ્રભૂતિને પરિચય કરાવે છે. જ્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા તે મગધ દેશના ગુબ્બર નામના ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણની પુહી (પૃથ્વી) નામની પત્નીની કૂખે ઇન્દ્રભૂતિ ગૌતમને જન્મ થયો હતો. આ પ્રાથમિક માહિતી સાથે કવિએ ઇન્દ્રભૂતિની તેજસ્વિતાનું વ્યતિરેકથી સંક્ષિપ્ત અને મનહર કરેલું આલેખન જુઓઃ નયણુ વયણ કરચરણ જિવિ
પંકજ જલ પાડિય, તેજે તારા ચંદ સુર
આકાશ માડિયા, રૂ મયણ અનંગ કરવિ
મેલ્યો નિરધાડિય; ધીરમેં મેરૂ ગંભીર સિંધુ
ચંગિમ ચયચાડિય. • જુઓ જૈન ગુર્જર કવિઓ' – ભાગ ૧, પૃ. ૧૫૧૬
Page #158
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીને !! રાસ / ૧૪૯
(જેમણે પેાતાનાં નયન, વદન અને હાથપગ રૂપી કમળા વડે કમળાને પાણીમાં નાખી દીધાં છે, જેમનુ` તેજ એટલું બધું ચિઢયાતું છે કે જે વડે એમણે તારા, ચંદ્ર અને સૂરજને આકાશમાં ભમતા કરી દીધા છે, પેાતાના રૂપ વડે જેમણે કામદેવને શરીરરહિત કરી નાખ્યા છે, અને ધીરતામાં મેરુપર્યંતની અને ગાંભીયમાં સિંધુની સુંદરતાને આછી કરી નાખી છે. )
ચૌદ વિદ્યાના જાણકાર, ઉત્તમ ગુણ્ણાના સમૂહથી મનેાહર, રૂપમાં જાણે ખીજા ઇન્દ્ર ડાય એવા ઇન્દ્રભૂતિની તેજસ્વી આકૃતિ જોઈને લોકા ખેાલતા કે જાણે કલિની ખીકથી બધા ગુણા એમનામાં એકત્ર થયા ન હેાય |
પિપ્બવિ નિરૂવમ રૂવ જાસ
જપે કિચિય, કલિભીત ઈત્ય
હેલ્યા સચિય.
જણ
એકાકી
ગુણ
ઇન્દ્રભૂતિની વિદ્યાનું તેજ એટલુ બધુ` હતુ` કે એની આગળ કાઈ વિદ્વાન, દેવાના ગુરુ બૃહસ્પતિ કે અસુરાના ગુરુ કવિ શુક્રાચાય પણ ટર્કી ન શકતા. ઇન્દ્રભૂતિ પેાતાના પાંચસે ગુણવાન શિષ્યાના પરિવાર સાથે ચાલે છે. તેએ હમેશાં પેાતાની મિથ્યાબુદ્ધિથી માહિત થઈ યજ્ઞકા કરે છે, પણ ભવિષ્યમાં એમની એ છલપ્રવૃત્તિ દૂર થશે અને તે એમનાં ચારિત્ર્ય, જ્ઞાન અને દર્શનને વિશુદ્ધ કરશે.
નહિ બુધ
નહિ
ગુરુ કવિ ન કાઈ જસુ આગલ રહિએ,
પચસયા ગુણુપાત્ર છાત્ર
હિડ પરવરિ;
કરે નિરાંતર યજ્ઞકર્મ
મિથ્યામતિ માહિય,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦ | પડિલેહા
ઇસુ છલ હશે ચરણ નાણ
દંસણહ વિસેહિય. બીજી ઢાલમાં કવિ, ભગવાન મહાવીર સ્વામી પાવાપુરી પધારે છે તે સમયે દેવો ત્યાં સમવસરણ*ની રચના કરે છે તે પ્રસંગનું આલેખન કરે છે. સમવસરણમાં સિંહાસન ઉપર ભગવાન બિરાજે છે તે જ ક્ષણે મેહ અદશ્ય થઈ જાય છે તથા કૅધ, માન માયા, મદ, દિવસ ઊગતાં જેમ ચાર નાસી જાય છે તેમ, નાસી જાય છે. જુઓ :
ત્રિભુવન ગુરુ સિંહાસન બઈ, તતખિણ મેહ દિગતે ઈઠ્ઠ. ફોધ માન માયા મદપુરા,
જાય નાઠા જિમ દિન ચીરા. ભગવાનની વાણી સાંભળવા માટે દેવ, મનુષ્ય, કિન્નર અને રાજાઓ સમવસરણ તરફ જઈ રહ્યા છે ત્યારે ઇન્દ્રભૂતિ મનમાં વિચારે છે કે એ બધા પિતાના યજ્ઞકાર્યના સમારંભમાં આવી રહ્યા છે. પરંતુ તેઓ બધા જ્યારે ભગવાનના સમવસરણમાં પહોંરયા અને યજ્ઞમાં ન આવ્યા ત્યારે ઇન્દ્રભૂતિ ક્રોધ અને અભિમાનથી તેઓને મૂખ અને અજ્ઞાની ગણવા લાગ્યા.
ત્રીજી ઢાલમાં કવિ મહાવીર સ્વામી અને ઇન્દ્રભૂતિને પ્રથમ મિલનને પ્રસંગ વર્ણવે છે. ઇન્દ્રભૂતિ અભિમાનથી ગર્જના કરતા જિનેશ્વર કેણ છે એ જેવા સમવસરણ તરફ આવે છે, પરંતુ ત્યાંનું દશ્ય જોઈને તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. તે વખતે જ્ઞાનથી જાણી લઈને ભગવાન મહાવીર સ્વામી અમૃતમય વાણીથી ઇન્દ્રભૂતિને
તીર્થકર જે સ્થળે પધારે તે સ્થળે તેમની દેશના (ઉપદેશ) સાંભળવા માટે દેવે તરફથી કરવામાં આવતી વિશિષ્ટ પ્રકારની રચના અને તે સમયે પરિષદરૂપે એકત્ર થયેલ સમુદાય એટલે “સમવસરણ.”
Page #160
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીને રાસ / ૧૫૧
એમનું નામ દઈ ખેલાવે છે. એમના મનમાં જે કઈ શંકાએ ચાલતી હતી તે પૂછ્યા વગર ભગવાને કડી બતાવી અને વેદનાં પદ્મા વડે જ શંકાઓનું નિરાકરણ કર્યુ. એથી ઇન્દ્રભૂતિ અત્યંત પ્રભાવિત થઈ ગયા અને તે જ સમયે અભિમાન મૂકી પેાતાના પાંચસે શિષ્ય. સાથે ભગવાન પાસે તેમણે વ્રત સ્વીકાર્યું.. આ પ્રસંગે વવતી. કવિની કેટલીક પ ́ક્તિએ જુએ :
તવ ચઢિએ ઘણુમાનગજે ઈંદસૂઈ ભૂદેવ તા, હુંકારા કિર સ ંચિર, કવણુસ જિવર દેવ તા.
સડુકિરણ સમ વીરજિષ્ણુ, પેખવ રૂવિશાલ તા,
એહ અસભવ સંભવે એ, સાચેા એ ઇન્દ્રાલ તા.
તા ખેલાવે ત્રિજગગુરુ ઇંદસૂઈ નામેણુ તા, શ્રીમુખે સંશય સામિ સત્રે, ફેડે વેદપએણુ તા.
માન મેલ્હી મદ ઢેલી કરી, ભગતે નામે સીસ તે,
પંચ સયાસુ` વ્રત લીયેા એ, ગાયમ પહિ! સીસ તે.
ઇન્દ્રભૂતિ હવે ભગવાનના પહેલા ગણધર ગૌતમસ્વામી બને છે. ચેાથી ઢાલમાં કવિ ગૌતમસ્વામીના જીવનની કેટલીક મહત્ત્વની ઘટનાઆનું નિરૂપણ કરે છે. ભગવાન મહાવીરનું જ્યાં જ્યાં સમવસરણુ.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫ર | પડિલેહા રચાતું ત્યાં ત્યાં ગૌતમસ્વામી અવધિજ્ઞાનથી લોકોનાં મનની શંકાએ જાણુને તે પ્રમાણે ભગવાનને પ્રશ્નો પૂછતા અને ભગવાનના ઉત્તર દ્વારા લેકની શંકાઓનું નિરાકરણ કરાવતા. કવિ લખે છેઃ
સમવસરણ મોઝાર જે જે સંસા ઉપજે એ, તે તે પરઉપગાર કારણ પૂછે મુનિપવરો.
ગૌતમસ્વામીને પોતાના ગુરુ ભગવાન મહાવીર પ્રત્યે દઢ અનુરાગ-ભક્તિ થઈ હતી પરંતુ તે જ તેમની કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયરૂપ બની હતી. એટલે એમના જીવનને મોટો વિરોધાભાસ એ હતું કે તેઓ જેને જેને દીક્ષા આપતા તેને તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હતું. પરંતુ ખુદ પિતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નહોતું,
જિહાં જિહાં દીજે દિખ તિહાં તિહાં કેવલ ઉપજે એ, આપ કહે અણુહુત ગાયમ દીજે દાન ઈમ. ગુરુ ઉપરે ગુરુભત્તિ સામી ગયમ ઉપનીય, ઈણ છલ કેવલનાણ,
રાગ જ રાખે રંગ ભરે. ભગવાનની દેશના સાંભળીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ગૌતમસ્વામી અષ્ટાપદગિરિની તીર્થયાત્રાએ જાય છે. ત્યાં તળેટીમાં પંદર તાપસે હતા જેઓ ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં પણ એ ઉત્તગ ગિરિ પર જઈ શક્યા નહોતા. એમણે ભારે શરીરવાળા ગૌતમસ્વામીને જોયા. ગિરિ ઉપર ગૌતમસ્વામી કેવી રીતે ચઢી શકશે એવી શંકા તેઓ કરવા લાગ્યા. ત્યાં તે સૂર્યનાં કિરણની સહાય વડે ગૌતમ
સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ગયા અને ત્યાં જિનેશ્વર ભગવાનેની પ્રતિમાઓની પૂજા કરી. પાછા ફરતાં એમણે પંદરસો તાપસને
Page #162
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીને રાસ | ૧૫૩ પ્રતિબોધ કર્યો અને પોતાને અમૃતઝરતે અંગૂઠ રાખી, ખીર, ખાંડ તથા ઘીવાળા એક જ પાત્રમાંથી બધા જ તાપને પારણું કરાવ્યું. એથી શુભ ભાવ ઉત્પન્ન થતાં તાપસને કેવળજ્ઞાન થયું, પરંતુ ભગવાન પ્રત્યેના અનુરાગને કારણે ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન થયું નહોતું. કવિ લખે છે : ખીર ખાંડ વૃત આણ,
અમિસ વૂઠ અંગુઠ્ઠ ઠવિ, ગાયમ એક પાત્ર,
કરાવઈ પારણું સવે.
નહોતા અનુરાગને કાર વાપસને કેવળ
પંચર્યા શુભ ભાવ,
ઉજજવલ ભરિયે ખીર મિસે સાચા ગુરુ સંજોગ,
કવલ તે કેવલ રૂપ હુઓ. એ કેવળજ્ઞાન ગૌતમસ્વામીને કેવી રીતે થાય છે તે કવિ વર્ણવે છે. પાંચમી ઢાલમાં મહાવીર સ્વામી પાવાપુરી પધાર્યા હતા ત્યારે તેમણે ગૌતમસ્વામીને દેવશર્મા નામના એક બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે હેતુપૂર્વક મોકલ્યા. એને પ્રતિબંધ પમાડી ગૌતમસ્વામી જ્યારે પાછા ફરતા હતા ત્યારે તેમણે રસ્તામાં જાણ્યું કે ભગવાન નિર્વાણ પામ્યા છે. કેવળજ્ઞાની ભગવાને પોતાને નિર્વાણ સમય જાણતા હોવા છતાં ગૌતમસ્વામીને એની વાત ન કરી, એટલું જ નહિ એ સમયે એમને દૂર રાખ્યા એથી ગૌતમસ્વામીને પ્રથમ ખેદ થયે, પરંતુ પછીથી તત્ત્વતઃ વિચારતાં એમને સમજાયું કે ભગવાન પ્રત્યેને દઢ અનુરાગ જ એ ખેદનું કારણ હતું. અનુરાગને કારણે જ પિતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું ન હતું. એ પ્રમાણે વિચારતાં વિચરતાં, અનુરાગરહિત સ્થિતિ પ્રાપ્ત થતાં, ગૌતમસ્વામી ઉરચતર આધ્યાત્મિક સ્થિતિએ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪ | પડિલેહા, પહેરવા અને વહેલી પરોઢમાં એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાનપ્રાપ્તિને એ પ્રસંગ ઊજવીને દેવોએ યજ્યકાર કર્યો.
ભગવાનને નિર્વાણના સમાચાર સાંભળી ગૌતમસ્વામીને પ્રથમ કેવો વિચાર આવે છે તે વર્ણવતાં કવિ લખે છેઃ
કણ સમે એ સામિય દેખી
આપ કહે હું ટાલિઓ એ, જાણુ એ તિહુઅણનાહ
કવિવહાર ન પાલિઓ એ. અતિ ભલું એ કીધલું સામી
જાણ્યું કેવલ માગશે એ, ચિંતવયું એ બાલક જિમ
અહવા કેડે લાગશે એ. આ રાસની છેલી છઠ્ઠી ઢાલ આખી રાસકૃતિના શિરમોર સમી બની છે. કવિની કવિત્વશક્તિની વિશેષ પ્રતીતિ આ ઢાલ કરાવે છે. રાસના રચયિતા કવિ કથાને માત્ર પરંપરાગત પદ્યદેહ આપીને જ અટકી જતા નથી, પરંતુ તેને કાવ્યમય બનાવે છે, ગૌતમસ્વામી-- ના મહિમાનું અલંકારમંડિત આલેખન કરતાં કવિ જે ઉલ્લાસ અનુભવે છે તેની સાક્ષી ઉપમાઓની હારમાળાયુક્ત આ પંક્તિઓ. પૂરે છે:
જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વન પરિમલ મહકે,
જિમ ચંદન સેગંધનિધિ; જિમ ગંગાજલ લડેરે લહેકે, જિમ કયાચલ તેજે ઝલકે,
તિમ ગાયમ સૌભાગ્યનિધિ.
Page #164
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીને રાસ / ૧૫૫
જિમ માનસરોવર નિવસે હુંસા, જિમ સુરવરસિર યવત સા, જિમ મહુયર રાજીવ વને;
જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણુ વિકસે, તિમ ગાયમ ગુણ કેલિ વને,
પુનમનિશિ જિમ શશિહર સાહે, સુરતરૂ મહિમા જિમ જગમેાહે,
પૂરવ દિસિ જિમ સહસક રી;
પંચાનન જિમ ગિરિવર રાજે, નરવરઘર જિમ મયગલ ગાજે
તિમ જિનશાસન મુનિપવા.
જિમ સુરતરૂવર સાહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા,
જિમ વનકેતકી મહમહેએ;
જિમ ભૂમિપતિ ભુયબલ ચમકે, જિમ જિનમદિર ઘંટા રણકે, તિમ ગાયમ લખ્યું ગહગહેએ.
આ સાથે ગીતમસ્વામીના નામસ્મરણ-મહિમાના લૌકિક પ્રભાવ વવી, કૃતિની રચના સાલાના નિર્દેશ કરી, કૃતિની ફલશ્રુતિ જણાવી કવિ આ રાસ પૂરી કરે છે.
આપણા રાસાસાહિત્યના વિકાસકાળમાં આ રાસકૃતિ એના આરંભકાળની લાક્ષણિકતાઓવાળી છે. માત્ર ૬૧ કડીની આ રચના કદની દૃષ્ટિએ દીર્ઘ નથી. એની સઘનતાની ની છાપ વાંચતાંની સાથે જ વાચકના ચિત્ત પર પડે છે. ઉત્તરકાલીન રાસાઐમાં સામાન્ય રીતે એ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬ / પડિલેહા
ઢાલની વચ્ચે દુહાની પંક્તિ યાજવામાં આવતી, જેમાં આગળની ઢાલમાં નિરૂપાઈ ગયેલી અને પછીની ઢાલમાં વર્ણવવામાં આવનાર ઘટનાઓને સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવતા. પૂર્વકાલીન કેટલીક કૃતિઓમાં દુહાને સ્થાને વસ્તુછંદ”ની પંક્તિઓ મૂકવામાં આવતી, એ લયબદ્ધ ગદ્યપ`ક્તિઓમાં આગળપાછળની ઢાલમાં નિરૂપાયેલ ઘટનાઆના નિર્દેશ કરવામાં આવતા. આ રાસકૃતિમાં ‘વસ્તુછંદ’માં માત્ર પૂર્વની ઢાલનેા વૃત્તાંત કહેવામાં આવ્યા છે; જોકે છઠ્ઠી ઢાલ પછી વસ્તુછંદ'ની પંક્તિ નથી. કવિની વસ્તુ ંંદ 'ની અનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓમાંથી નમૂનારૂપ થાડી પક્તિએ જુએ :
:
ઇંસૂઈએ ઈંફ્લૂઈએ ચઢે ય બહુમાન હુંકારા કરી કંપતા સમવસરણુ પહેાતા સુરત. ઈહુ સંસા સામિ સર્વે, ચરમનાહ ફેડે કુરત, ખેાધિ ખીજ સંજાય મને, ગાયમ ભવહ વિત્ત. દિક્ષા લેઈ સિક્ક્ખા સહિય ગણુહરપય સંપત ’
કવિ વિનયપ્રભે આ લઘુ રાસકૃતિમાં ગૌતમસ્વામીના જન્મથી માંડીને કેવળજ્ઞાન સુધીના મહત્ત્વના પ્રસ ંગાનું સચોટ, રસિક અને ચમત્કૃતિયુક્ત નિરૂપણ કર્યું છે. ભાષાનું લાઘવ, પ્રસંગાનુરૂપ પદાવલિ, પ્રાસાનુપ્રાસ તથા ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેકાદિ અર્થાલંકાર, દેશીઓની વિવિધતા, પંક્તિની લયબદ્દતા ઇત્યાદિ વડે આ રાસકૃતિ કાવ્યગુણુથી સ ંપન્ન અને સભર બની છે અને તેથી આપણે મહત્ત્વની રાસકૃતિઓમાં તે અમગણ્ય સ્થાન ધરાવે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપકપ્રબંધ
વિક્રમના પંદરમા શતકના કવિ શ્રી જયશેખરસૂરિની પ્રતિભા ખરેખર એક મહાકવિની છે. મધ્યકાળના ગણનાપાત્ર ઉત્તમ કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે. એમણે ગુજરાતી ભાષા કરતાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં પિતાનું લેખન વિશેષ કરેલું છે, અને તેમાં જ મહાકવિની તેમની પ્રતિભાનાં આપણને દર્શન થાય છે. એમણે બાર હજાર શ્લેકથી અધિક પ્રમાણવાળા “ઉપદેશચિંતામણિ' નામને ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે. આ ઉપરાંત એમણે “ધમિલચરિતમહાકાવ્ય' અને “જેન કુમારસંભવ' નામનાં બે મહાકાવ્યો લખ્યાં છે. એ મહાકાવ્ય જ એમની મહાકવિ તરીકેની સિદ્ધિનાં દર્શન કરાવવાને બસ છે. આ મહાકાવ્યો ઉપરાંત એમણે “પ્રબંધચિંતામણિ', “શત્રુંજયતીર્થાત્રિશિકા', “ગિરનારગિરિદ્વાત્રિશિકા ', “મહાવીરજિનહાનિંશિકા', “આત્માવબેધકુલક' ઇત્યાદિ ગ્રંથની રચના કરી છે. ગુજરાતીમાં એમણે પિતાના સંસ્કૃત રૂપકકાવ્ય “પ્રબંધચિંતામણિ પરથી. ત્રિભુવનદીપકપ્રબંધ'ની રચના કરી છે.
જયશેખરસુરિ અંચલ ગમછના હતા. તેમના ગુરુ મહેનપ્રભસૂરિ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮ | પડિલેહ
હતા. મેરૂતુંગરિ અને મુનિશેખરસૂરિ તેમના ગુરુબંધુઓ હતા. જયશેખરસૂરિ પિતાના “જૈન કુમારસંભવ” ના અંતિમ લેકમાં પિતાને “વાણુંદરવર ' તરીકે ઓળખાવે છે. એમની સમર્થ કવિપ્રતિભાની કીર્તિ એમના જમાનામાં ચારે બાજુ એટલી બધી પ્રસરેલી હતી કે બીજા કેટલાયે કવિઓ તેમની પાસે પ્રેરણા મેળવતા. માણિક્યસુંદરસૂરિ, ધર્મશેખરસૂરિ, માનતુંગગણિ ઇત્યાદિ કવિઓની પ્રતિભા એમની છાયા નીચે જ ઘડાઈ હતી.
ત્રિભુવનદીપક પ્રબંધ” જયશેખરસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં રચેલી એક અત્યંત મહત્ત્વપૂર્ણ કૃતિ છે. નરસિંહ પૂર્વેની ગુજરાતી કાવ્યકૃતિઓમાં અને વિશેષતઃ રૂપકના પ્રકારની કૃતિઓમાં ત્રિભુવનદીપકપ્રબંધ'નું સ્થાન ઘણી ઉચ્ચ કક્ષાનું છે. જયશેખરસૂરિએ “પ્રબંધચિંતામણિ” નામનું રૂપક કાવ્ય સંસ્કૃત ભાષામાં લખ્યું અને સંસ્કૃત જાણનાર લેકેને એ એટલું બધું ગમી ગયું કે જેથી પ્રોત્સાહિત થઈ સંસ્કૃત ન જાણનાર સામાન્ય વર્ગ માટે એમને ગુજરાતી ભાષામાં એ કાવ્ય ઉતારવાનું મન થયું. મૂળ સંસ્કૃત કાવ્યની એકેએક ખૂબી એમણે આ ગુજરાતી કાવ્યમાં ઝીણવટથી ઉતારી છે.
રૂપકગ્રંથીને પ્રકાર આપણું સાહિત્યમાં અન્ય કાવ્યપ્રકારના મુકાબલે એટલે જોઈએ તેટલે ખીલ્યા નથી. આમ છતાં જે થોડીક સંસ્કૃત કૃતિઓનું સર્જન થયું છે તે નોંધપાત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં પંડિત કૃણમિશ્ર કૃતનાટક “પ્રબોધચન્દ્રોદય' રૂપકગ્રંથીને એક ઉત્તમ નમૂને છે. આ ઉપરાંત મોહરાજ-પરાજય નાટક', “જ્ઞાનચંદ્રોદય', “માયાવિજય', “જ્ઞાનસૂર્યોદય', “છવાનંદન”, “પ્રબંધચિંતામણિ' ઇત્યાદિ કૃતિઓ રૂપકગ્રંથીના પ્રકારની છે. અંગ્રેજી ભાષામાં કવિ બનિયનનું “Pilgrims Progress'એ રૂ૫કગ્રંથીના પ્રકારનું એક સુપ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષામાં “ત્રિભુવનદીપકપ્રબંધ' ઉપરાંત પ્રેમાનંદકૃત કાવ્ય “વિવેકવણઝારે', જીવરામ ભટ્ટ કૃત “જીવરાજશેઠની મુસાફરી',
Page #168
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપકપ્રમ’ધ / ૧૫૯
કવિ દલપતરામકૃત ‘ હુન્નરખાનની ચડાઈ' વગેરે કૃતિઓ રૂપકગ્રંથી તરીકે સુપરિચિત છે. આ ઉપરાંત જેમાં તન, મન, આત્મા ઇત્યાદિને માટે રૂપક યેાજવામાં આવ્યાં હેાય એવા નાનાં નાનાં રૂપકકાવ્યા તે ગુજરાતીમાં સંખ્યાબંધ લખાયાં છે.
રૂપકગ્રંથી અ ંગ્રેજી એલેગરીને મળતા પ્રકાર છે, એમાં માણસનાં ગુણુ, અવગુણુ, સ્વભાવ, વિચારા, પ્રવ્રુત્તિ ઇત્યાદિને હરતીફરતી જીવંત વ્યક્તિ તરીકે કલ્પવામાં આવે છે અને એના સ્વાભાવિક વન પ્રમાણે એની વાર્તા ગૂંથવામાં આવે છે. આમાં રૂપકકારે મહુત્ત્વની વસ્તુ ખ્યાલમાં રાખવાની હાય છે તે એ છે કે દરેક પાત્રનું વન એની સ્વાભાવિક ખાસિયત પ્રમાણે જ બતાવવામાં આવ્યું હાય. એટલે કે ઔચિત્યપૂર્ણ આલેખન એ જ એની મેટામાં મેટી ખૂબી, મોટામાં મેાટી સિદ્ધિ અને મેટામાં માટી કસેાટી હાય છે. જે રૂપક ઔચિત્યપૂર્ણ આલેખન ધરાવતું નથી હાતું તે વાંચવામાં વાચકને રસ પડતા નથી હેાતા, રૂપકગ્રંથીમાં જેમ વધારે પાત્રા અને જેમ એની કથા વધારે લખાતી જાય તેમ તેના કવિની કસેાટી વધારે. એટલે જ દી સાતત્યવાળી રૂપકગ્રંથીઓનુ` સર્જન કરવું એ એક કપરુ` કા` મનાય છે. સામાન્ય વ્યવહારમાં · સંસારસાગર ’, માનવ મહેરામણુ’, જીવનનાવ', ‘ કાલગંગા ' ઇત્યાદિ શબ્દરૂપા આપણે પ્રયાજીએ છીએ. પરંતુ એક આખી રૂપકગ્રંથીની વાર્તાસૃષ્ટિ ધ્રુવી હૈાય છે તે - ત્રિભુવનદીપકપ્રબંધ 'ની કથા પરથી વધારે સ્પષ્ટ રીતે સમજાશે. એ કથા આ પ્રમાણે છે :
(
પરમહંસ નામના એક અત્યંત તેજસ્વી રાજા ત્રિભુવનમાં રાજ્ય કરે છે. એની રાણીનું નામ ચેતના છે. રાજા અને રાણી બન્ને આન પ્રમાદમાં પેાતાના સમય પસાર કરે છે. કવિ લખે છે :
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦ / પડિલેહ
તેજવંત બિહુભુવન-મઝારિ પરમહંસ નરવર અવધારિ જેહ જપતાં નવિ લાઈ પાપ, દિનિ દિનિ વાધઈ અધિક પ્રતાપ બુદ્ધિમહેદધિ બહુ બલવંત અકલ અજેઉ અનાદિ અનંત ક્ષણિ અમરગણિ ક્ષણિ પાયાલિ, ઈરછાં વિલસઈ તે ત્રિદુકાલિ રાણું તાજુ ચતુર ચેતના કેતા ગુણ બલઉં તેહના? - રાઉ રાણું બે મનનઈ મેલિ,
ફિરિ ફિરિ કરઈ કુતૂહલ કેલિ. એક વખત રાજા પરમહંસનું મન માયા નામની રમણના. રૂપમાં લપટાય છે. એ વખતે રાણું ચેતના રાજાને માયાને સંગ ના કરવા સમજાવે છે અને ચેતવે છે કે માયાના મેહમાં પડવાથી તેઓ પિતાનું રાજ્ય ગુમાવી સંસારમાં પડશે. પરંતુ રાજા તે માનતું નથી. એટલું જ નહિ માયાના મોહમાં રાજા પોતાની રાણું ચેતનાને પણ ત્યાગ કરે છે. પરિણામે રાજાનું ત્રિભુવનનું રાજ્ય ચાલ્યું જાય છે. છેવટે રાજ કાયાનગરી વસાવી તેમાં રહીને સંતોષ માને છે.
રાજા પોતે પોતાની આ કાયાનગરીને વહીવટ પોતાના મન નામના અમાત્યને સેપે છે. દુષ્ટ વૃત્તિવાળા મન રાજાને બંધનમાં નાખી, જેલમાં પૂરી પિતે સજા થઈ બેસે છે અને આખા રાજ્યને ધૂળધાણું કરી નાખે છે. હવે રાજા પરમહંસને રાણી ચેતનાની કઈ શિખામણ ન માનવાને લીધે પશ્ચાત્તાપ થાય છે. પરંતુ એને હવે કઈ છેડાવનાર નથી.
મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે પત્ની છે. પ્રવૃત્તિને પુત્ર
Page #170
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપકપ્રબંધ | ૧૬૧ તે મોહ અને નિવૃત્તિને પુત્ર તે વિવેક. પ્રવૃત્તિ મનને વશ કરી લે છે. એને સમજાવી નિવૃત્તિ તથા એના પુત્ર વિવેકને દેશવટો અપાવે છે અને પિતાના પુત્ર મહિને રાજ્ય અપાવે છે. મનને પુત્ર મોહ હવે અવિદ્યા નગરી સ્થાપી ત્યાં રાજ કરે છે. આ આવવા નગરી કેવી. છે? કવિ વર્ણવે છેઃ
અવિદ્યા-નગરી, ગઢ અજ્ઞાન, તૃષ્ણ ખાઈ, મહું માન; કદાચારુ કોસીસાંઉલિ, ચારિઈ દુગતિ વહિતી પિલિ; વિષયવ્યાપ વાર આરામ, મંદિર અશુભાં મન પરિણામ. કામાસન જે કહિયાં પુરાણિ, ચીરાસી ચહટાં તે જાણિ; ભૂરિ ભવંતર સેરી હુઈ, ફૂડબુદ્ધિ તે ઘર ઘર કઈ. મમતા પાદ્દતણી રખવાલિ, કુમત સરોવર મિથ્યા પાલિક નિર્વિચારુ નિવસઈ તિહાં લોક થઈ ઉચ્છવ ડઈ શક.
મેહની રાણીનું નામ દુર્મતિ છે. એના પુત્રો તે કામ, રાગ અને ઠેષ છે. એની પુત્રીઓ તે નિદ્રા, અધૃતિ અને મારિ (હિંસા) છે.
મોહનઈ રાણી દુર્મતિ નામ, બેટ બલવંત જેઠઉ કામ, રાગદેષ બે બેટા લય, નિદ્રા અધૃતિ મારિ એ ધૂઅ.
પિતાને રહેવા માટે અનુકૂળ સ્થળ ન મળતાં મનની પત્ની નિવૃત્તિ અને તેને પુત્ર વિવેક પ્રવચનપુરીમાં શમ અને દમ નામના વૃક્ષની છાયામાં બેસે છે. ત્યાં કુલપતિ વિમલ બેધને વંદન કરી પોતાના સુખને પ્રશ્ન કરે છે. વિમલબોધ પિતાની પુત્રી સુમતિને વિવેક સાથે પરણાવવાની વાત કરે છે, અને પ્રવચન નગરીના રાજા અરિહંતરાયને પ્રસન્ન કરીને એમની પાસેથી કંઈ કાર્યસિદ્ધિ મેળવવા સૂચવે છે. નિવૃત્તિ અને વિવેક તે પ્રમાણે કરે છે. વિવેક પ્રવચન નગરીમાં વસી અરિહંતરાયની આજ્ઞા મુજબ કાર્ય કરી તેમને પ્રસન્ન કરે છે. અરિહંતરાય વિવેકને પુણ્યરંગ-પાટણ નામની નગરીને રાજા બનાવે છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨ | પડિલેહા વળી સાથે સાથે એને એમ પણ સમજાવે છે કે જે વિવેક પોતાની પુત્રી સંયમશ્રી સાથે લગ્ન કરશે તે દુશ્મનદળને સહેલાઈથી નાશ કરી શકશે. પરંતુ વિવેક બે સ્ત્રીના પતિ થવાની પોતાની ઇરછા નથી એમ
હઉં કિમ પણ સંયમસિરિ?
ઈક છઈ આગઈ અંતેકરી; નીદ્ર ન સૂઈ ભૂષ ન જિમઈ,
કલિ–ભાગઉ ઘર બાહિર ભમઈ; જીણઈ નારી દઈ પરિગ્રહી,
દઈ ભવ વિણઠા તેહના સહી. બિ કીજઈ જઈ કિમઈ કલત્ર,
મનસા હેઈ સહી વિચિત્ર ઈક આવી ઈક પાછી કરઈ,
તિણિ પાપિ નર ગૂડા ભરઈ. એક ધરણિ તાં ઘરની મેઢિ,
બીજી દૂઈ તક વધી વેદિક બિહૂનઉ મન છોચરતું ફુલઈ
પચ્છઈ પછાતા બલઈ. દિવસે દિવસે વિવેકના રાજ્યને જેમ જેમ વિસ્તાર અને પ્રભાવ વધતું જાય છે તેમ તેમ એના સમાચારથી મેહ રાજા ક્ષોભ અનુભવે છે. તે પોતાના દંભ નામના એક ગુપ્તચર મારફત વિવેકની પોતાના રાજ્ય ઉપર આક્રમણ કરવાની ઈચ્છા જાણી લે છે. એટલે તે પાતાના પુત્ર કામને પુણ્યરંગ નગરી ઉપર આક્રમણ કરી વિવેક સાથે યુદ્ધ કરવા મોકલે છે. કામ જાય ત્યાં દરેકમાં કામવાસના જાગૃત કરતા બધાને વશ કરવા લાગે છે. આ વખતે જે પિતે સંયમશ્રી સાથે
Page #172
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપકપ્રબંધ / ૧૬૩
લગ્ન નહિ કરી લે તેા કામ પાતાને પણ વશ કરી લેશે એવા ભય લાગવાથી વિવેક પેાતાની નગરી છેાડી પ્રવચન નગરીમાં જાય છે. જે લેાકેા પુણ્યરંગ નગરીમાં રહ્યા હતા તે બધા કામવશ બની ગયા. એ રીતે કામે પાતે વિજય મેળવ્યો, પર ંતુ વિવેક પર વિજય ન મેળવાયે.. એટલા એના વિજય અપૂર્ણ હતા.
વિવેક પ્રવચન નગરી જઈ સંયમશ્રી સાથે લગ્ન કરે છે. એ પ્રસંગે ત્યાં મોટા ઉત્સવ થાય છે. કવિ વર્ણન કરે છે :
પહિલ્લું થિરુવન થિર ક્રૂ
એ,
જણુ દીજઈ ખીડાં જૂજૂ એ,
લેઇ લગન વધાવિઉ એ,
વિષ્ણુ તેડા સઈ આવિ એ,
ગેસિંહ ગેારડી એ,
પકવાને રિઈ આરડીએ;
ફલકે ફિરઈ એ,
વરવણિ અમીરસ નિતું ઝરઈ એ.
સયમસર જગદ્ગુહલીએ,
પ્રિય પેખી ગુણનિધિ ગહગહીએ;
પુહતઉ મંડપ સાસરઈ એ,
વર બઈઠઉ પ્રવચન-માહરઈએ,
સંયમશ્રી સાથે લગ્ન કરીને, તપ નામનાં હથિયારો સાથે માટું સૈન્ય સજજ કરીને વિવેક મેાહરાજ ઉપર આક્રમણ કરે છે. બન્ને વચ્ચે યુદ્ધ થાય છે. તેમાં માહનું સૈન્ય હારી જાય છે અને મેહુ પોતે યુદ્ધમાં માર્યો જાય છે. પોતાના પુત્ર માહના અવસાનથી મન અને એની પત્ની પ્રવૃત્તિને ઘણું દુઃખ થાય છે, પરંતુ પેાતાના ખીન્ન વિવેકના સમજાવવાથી મન ઇન્દ્રિયાને જીતી, ધ્યાનરૂપી અગ્નિમાં
પુત્ર
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪ / પડિલેહા
પ્રજવલિત થાય છે. વિવેકે પેાતાના પિતા મનને આપેલે ઉપદેશ આ પ્રમાણે છેઃ
પાઈ લાગિય પાઈ લાગિય વધિ સુવિવેક;
છ
સીખામણુ દિ ઈસી, તુમ્હી તાત ! એ કિસિઉ મિડ3* ? પરમેશ્વર અણુસરઉ, મેાહતણુઉ અદાવ્ડ ડિઉ, સમતા સઘલી આદરઉ, મમતા મુ`ક રિ; યારિ હણી, પાંચઈ જિણી, ખેલઉ સમરસ પૂરિ એક અક્ષર એક અક્ષર અઈ ૐ કાર; તિણિ અક્ષરિ થિર થઈ રહઉ, પામઉ પરમાનંદ.
( મેાહના દાહ છેાડી પરમેશ્વરને અનુસરો, સઘળે સમતા આદર, મમતા દૂર કરા, ચાર કષાયેાને હણી, પાંચ ઇન્દ્રિયાને છતી સમરસના પૂરમાં ખેલે અને એક કાર અક્ષરમાં સ્થિર થઈ રહી પરમાનંદ
પામેા ).
વિવેક આમ, જ્યારે મેાહના પરાજય કરી રાજ્ય પાછું મેળવે છે ત્યારે ચેતના રાણી અજ્ઞાતવાસમાંથી બહાર આવી વિવેકની મદદ વડે પરમહંસ રાને કાયા નગરીના અને માયાના બંધનમાંથી મુક્ત કરાવે છે, એ રીતે પરમહંસ રાજા ત્રિભુવનનું રાજ્ય ફરીથી કરવા લાગે છે.
આમ, આ રૂપકકાવ્યમાં જયશેખરસૂરિએ રૂપક દ્વારા આત્મા, ચેતના, માયા, પ્રવૃત્તિ, નિવૃત્તિ, મેાહ, વિવેક, સુમતિ, સંયમશ્રી, કામ, રાગ, દ્વેષ વગેરેનાં સ્વરૂપ અને રહસ્ય સુ ંદર રીતે સમજાવ્યાં છે. આખી રૂપક–વાર્તામાં સાતત્ય, સુસંગતિ અને ઔચિત્ય પૂરેપૂરાં જળવાયાં છે. સારાં અને નરસાં એમ ભય પ્રકારનાં ગુણુતત્ત્વને પાત્ર તરીકે કલ્પી, તેમના પરસ્પર સ`વાદમય કે સંઘર્ષમય વ્યવહારને આધારે કથાવસ્તુની ગૂંથણી કવિએ એવી રીતે કરી છે કે જેથી કથા રસિક બની છે અને વાચકનું ઉત્તરોત્તર વધતું જતુ· કૌતુક સાદ્યંત જળવાઈ રહે છે. વ્યાવહારિક આધ્યાત્મિક ભય દષ્ટિએ રૂપકની
Page #174
--------------------------------------------------------------------------
________________
| ત્રિભુવનદીપકપ્રબંધ | ૧૫ બીલવણીને કવિએ ક્ષતિરહિત ચમત્કૃતિ સહિત બનાવી છે. જેના સાધુ કવિને હાથે આ કૃતિની રચના થઈ હોવાથી તે વાચકને તત્ત્વજ્ઞાનની ઉચતર ભૂમિકા પર લઈ જાય છે. પ્રચારલક્ષી નહિ પણ પ્રસારલક્ષી કહેવાય એવી આ કૃતિમાંથી વાચક ઇચ્છે તે કાવ્યરસની સાથે જ્ઞાનગર્ભિત ઉબેધ પણ પામી શકે છે, કારણ કે તેમાં કવિતા અને તત્ત્વજ્ઞાનને સુભગ સમન્વય થયો છે.
આપણું મધ્યકાલીન રૂપકકાવ્યોમાં “ત્રિભુવનદીપકપ્રબંધ' એક કોષ્ઠ કાવ્ય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ
(૧) કવિવર સમયસુંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈનકવિઓમાં સમયસુંદરનું સ્થાન વિશિષ્ટ છે. ઈ.સ.ના સેળમાં શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુકવિએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારને ફાળો આપે છે. વિદ્વાન સાહિત્યકાર તરીકે તેમ જ તપસ્વી સાધુ તરીકે તેમણે ઉરચ પ્રકારની પ્રતિષ્ઠા પિતાના સમયમાં મેળવી હતી.
સમયસુંદરના જીવન વિશે, એમણે પોતે રચેલા ગ્રંથોના આધારે, તેમ જ એમના શિષ્યોએ રચેલી કૃતિઓને આધારે કેટલીક માહિતી. મળે છે. સમયસુંદરને જન્મ મારવાડમાં સારની પ્રાગ્વાટ (પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયું હતું. એમની માતાનું નામ લીલાદેવી હતું. એમના પિતાનું નામ રૂપસિંહ હતું. પોતાના જન્મસ્થાન વિષે કવિએ પોતે પિતાની એક કૃતિ “સીતારામ ચોપાઈના છઠ્ઠા ખંડની ત્રીજી ઢાલમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :
Page #176
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર ૧૬૭ “મુજ જનમ શ્રી સાચેરમાંહી, તિહાં યાર માસ રહ્યાં ઉછાહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી છેજ.”
કવિન કવનકાળ તેમજ કાળધર્મ(અવસાન)ના સમય વિશે જેવાં નિશ્ચિત પ્રમાણે મળે છે તેવાં તેમના જન્મસમય કે બાલ્યકાળ વિશે મળતાં નથી. પરંતુ અન્ય ઉલ્લેખ પરથી એ વિશે કંઈક અનુમાન કરી શકાય છે. સમયસુંદરને સૌથી પહેલું ગ્રંથ તે “માવતિ". વિક્રમ સંવત ૧૬૪૧માં રચાયેલા આ સંસ્કૃત ગ્રંથમાં તેમણે મમ્મટના કાવ્યપ્રકાશનું અધ્યયન કરી વનિ વગેરે સૂક્ષ્મ વિષયની ૧૦૦ લેકમાં ચર્ચા કરી છે, વળી આ ગ્રંથમાં કવિ પોતાને “ગણિ સમયસુંદર” તરીકે ઓળખાવે છે. ગહન વિષય, સંસ્કૃતમાં રચના અને ગણિ'નું પદ બતાવે કે આ ગ્રંથની રચના તેમણે પુખ્ત ઉંમરે પહેયા પછી જ કરી હશે. સં. ૧૯૪૧ માં તેઓ “ગણિ હતા, અને આપણે જાણીએ છીએ કે દીક્ષા લીધા પછી “ગણિ પદ પ્રાપ્ત કરવા માટે ચાર-પાંચ વર્ષ નહિ, પણ ઓછામાં ઓછાં અઠ-દસ વર્ષની અખંડ સાધનાની અને અવિરત અભ્યાસની આવશ્યકતા છે. તેમાં પણ “ભાવશતક' જેવા ગ્રંથની રચના કરવા માટે તે અલબત્ત ઊંડા અભ્યાસ અને તલસ્પર્શી જ્ઞાનની અપેક્ષા રહે જ છે. એટલે સમયસુંદરે દીક્ષા સં. ૧૬૩૦ની આસપાસ લીધી, હોય તે જ આ શક્ય બને છે.
બાળવયે દીક્ષા લઈ પંદર-વીસ વરસની ઉમરે સાધુ તરીકે, તેમ જ સંસ્કૃત-પ્રાકૃતના અઠંગ અભ્યાસી અને પ્રખર સાહિત્યકાર તરીકે ઉરચા પ્રકારની સિદ્ધિ દાખવનારી કેટલીક વિરલ વિભૂતિઓ આપણને જેવા મળે છે. જે એ પ્રમાણે સમયસુંદરની બાબતમાં હોય તે તેમણે પણ વીસ-બાવીસ વર્ષની ઉંમરે “ભાવશતક'ની રચના કરી હોય અને સાધુ તરીકે “ગણિ’નું પદ મેળવ્યું હોય એમ માની શકાય. પરંતુ એમની બાબતમાં તેમ બન્યું હોય એમ માનવું સંભવિત લાગતું નથી, કારણ કે તેમણે દીક્ષા બાળવયે નહિ, પણ પંદર-વીસ વર્ષની ઉમ્મરે લીધી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮ | પડિલેહા હતી. સમયસુંદરના જ શિષ્ય વાદી હર્ષનંદને લખ્યું છે તે પ્રમાણે સમયસુંદરે “નવયૌવન ભર સંયમ સંગ્રહો છે, સઈ હથે શ્રી જિનચંદ.” વાદી હર્ષનંદને જ્યારે “નવયૌવનને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ત્યારે સમયસુંદરે આઠદસ વર્ષની બાળવયે નહિ, પણ અઢાર-વીસ વર્ષની તરુણાવસ્થામાં દીક્ષા લીધી હશે એવું અનુમાન કરીએ તે ખોટું નથી. એ પ્રમાણે દીક્ષાના સમયે એમની ઉમ્મર ઓછામાં ઓછી ૨૦ વર્ષની કપીએ, તે એમને જન્મ સં. ૧૬૧૦ની આસપાસ થયા હશે એમ માની શકાય. દીક્ષા સમયની એમની ઉમ્મર પ્રમાણે આ જન્મસમય આગળપાછળ મૂકી શકાય. યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પિતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પિતાના પ્રથમ શિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી એમનું “સમયસુંદર' નામ રાખ્યું હતું.
પિતાની કૃતિઓમાં સમયસુંદરે કે એમને અંજલિ અર્પતાં ગીતમાં એમના શિષ્યએ એમના જન્મનામને ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. એટલે સાધુતાને અંગીકાર કરી સમયસુંદર બનતાં પહેલાં એમનું બાળપણનું નામ શું હતું એ વિશે કશું જાણવા મળતું નથી. વસ્તુતઃ એક વખત દીક્ષા લઈ સંસારીપણાને ત્યાગ કરનાર જૈન સાધુઓને પિતાનું મૂળ નામ જણાવવાની ભાગ્યે જ ઈચ્છા રહે છે. દીક્ષા લેતાં પહેલાં સમયસુંદરે કંઈ અભ્યાસ કર્યો હતો કે નહિ એ વિશે પણ કઈ ચોક્કસ નિર્દેશ મળતું નથી. મારવાડ, અને તેમાંયે સાચોર જેવા પછાત ગામમાં અભ્યાસ માટે તેમને બહુ અનુકૂળતા મળી હોય એ સંભવિત નથી. દીક્ષા પછી અભ્યાસ માટે તેમને ઘણું તક મળી હતી એમ એમના લખાણ પરથી જાણી શકાય છે.
સમયસુંદરે પિતાને અભ્યાસ વિશેષતઃ વાચક મહિમરાજ (પછીથી જેઓ શ્રી જિનહર્ષસૂરિ તરીકે ઓળખાતા હતા) અને સમયરાજ ઉપાધ્યાય પાસે કર્યો હતે. એટલે જ તેઓ તેમને બંનેને
Page #178
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૬૯ પિતાના વિદ્યાગુરુ તરીકે ‘ભાવશતક અને અષ્ટલક્ષી' નામની પોતાની -કૃતિઓમાં ઓળખાવે છે. જુઓઃ
श्री महिमराजवाचक-वाचकवर-समयराजपुष्यानाम् । मद्विद्येक गुरूणां प्रसादता सूत्रशतकमिदम् ॥ (भावशतक)
श्रीजिनसिंहमुनीश्वर-वाचकवर-समयराज-गणिराजाम् ।
मदविद्यैकगुरूणामनुग्रहो मेऽत्र विज्ञेयः ॥ (अष्टलक्षी) ‘ભાવશતક', “અષ્ટલક્ષી” અને એવા બીજા વિદ્વત્તાભર્યા ગ્રંથ જોતાં લાગે છે કે કવિએ વાચક મહિમરાજ અને સમયરાજ ઉપાધ્યાય પાસે બેસીને કાવ્ય, ટીકાઓ અને ધર્મશાસ્ત્રોને ઘણે ઊંડો અભ્યાસ કર્યો હશે, કવિનાં ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તથા સંયમી સાધુજીવન જઈને આચાર્યશ્રી જિનચંદ્રસૂરિએ તેમને સં. ૧૬૪ના મહા સુદ પાંચમને દિવસે ગણિીનું પદ આપ્યું હતું.
ત્યાર પછી સમ્રાટ અકબરના નિમંત્રણને માન આપી જ્યારે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ સં. ૧૬૪૮માં લાહેર ગયા ત્યારે તેમની સાથે ગયેલ બીજા ૩૧ સાધુઓમાં સકલચંદ્રગણિ, મહિમરાજ, સમયસુંદર વગેરે પણ હતા. તે સમયે સમયસુંદરે “રાનાને તે સૌથ' આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, પોતાની
અષ્ટલક્ષી' નામની કૃતિ વડે અકબર બાદશાહને પ્રસન્ન કર્યા હતા. સં.૧૬૪૯માં ફાગણ સુદ બીજને દિવસે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને લાહેરમાં વાચનાચાર્યનું પદ આપ્યું હતું. એ જ વખતે આચાર્યશ્રીએ વાચક મહિમરાજને આચાર્યની પદવી આપી શ્રી જિનહર્ષ સૂરિ એવું નામ આપ્યું હતું.) એટલે જ આ સમય પછી લખાયેલી સાંબપ્રઘુનરાસ”, “ચાર પ્રત્યેક બુદ્ધને રાસ', “મૃગાવતીચરિત્ર વગેરે કૃતિઓમાં સમયસુંદર પિતાને વાચક સમયસુંદર' તરીકે ઓળખાવે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૪ | પડિલેહા છે. આ સમય દરમ્યાન સમયસુંદર ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ.. ગીત, સ્તવને, છત્રીસી વગેરે પ્રકારની કાવ્યકૃતિઓ લખવી શરૂ કરી દીધી હતી.
વાચનાચાર્યની પદવી પછી વીસ કે એકવીસ વર્ષે સમયસુંદરને પાઠક એટલે કે ઉપાધ્યાયની પદવી મળી હતી. આચાર્યશ્રી જિનસિંહસૂરિએ લવેરા મુકામે એમને આ પદવી આપી હતી એમ રાજસોમ કવિ નેધે છે. પરંતુ કઈ સાલમાં આ પદવી એમને આપવામાં આવી એને ઉલ્લેખ કર્યો નથી. જોકે સમયસુંદરની કૃતિઓ પરથી એ સાલ નક્કી કરવામાં બહુ મુશ્કેલી નડતી નથી. સં. ૧૬૭૨ અને ત્યાર પછી રચાયેલી બધી જ કૃતિઓમાં કવિ પિતાને પાઠક કે ઉપાધ્યાય તરીકે ઓળખાવે છે. જેમકે, સં. ૧૬૭૨માં રચાયેલા સિંહલસૂત પ્રિયમેલક રાસને અંતે તેઓ લખે છે :
જયવંતા ગુરુ રાજીયા રે, શ્રી જિનસિંહસૂરિ રાય; સમયસુંદર તસુ સાનિધિ કરી રે, ઈમ પભણઈ વિઝાય રે” સં. ૧૬ ૭૩માં લખાયેલા “નલ દવદંતી રાસને અંતે કવિ લખે છે: “ઉવઝાય ઈમ કહઈ સમયસુંદર, કીય આગ્રહ નેતસી; ચઉપઈ નલદવદંતી કરી, ચતુર માણસ ચિતવસી.”
સંવત ૧૬૭ર પહેલાંની કોઈ પણ કૃતિમાં સમયસુંદરે પોતાને માટે પાઠક કે ઉપાધ્યાય પદને ઉલ્લેખ કર્યો નથી. એટલે સં. ૧૯૭૧ માં એમને ઉપાધ્યાયની પદવી મળી હશે એમ માની શકાય.
એમના કેટલાક શિષ્યોએ એમને મહાપાધ્યાય તરીકે ઉલ્લેખ કર્યો છે. આચાર્ય શ્રી. જિનહર્ષસૂરિના કાળધર્મ પામ્યા પછી (સં. ૧૬૮૦ પછી), એમના ખરતરગચ્છમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને આટલા * જુગપ્રધાન જિનચંદ સ્વયંહસ્ત વાચક હ પદ લાહોરે દિ શ્રીજિનસિંહસૂવિંદ સહેરે કરે છે, પાઠક પદ દીયે.
રાજસમકૃત “સમયસુંદરજી ગીતમ્ *
Page #180
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૭૧ લાંબા દીક્ષા પર્યાયવાળા ફક્ત તેઓ જ હતા. એટલે ગચ્છની પરંપરા પ્રમાણે ઉપાધ્યાયપદમાં તેઓ મેટા હોવાથી તેમને મહેપાધ્યાયનું પદ આપવામાં આવ્યું હોય એ અત્યંત સ્વાભાવિક છે.
સાધુ તરીકે સમયસુંદરને જુદે જુદે સ્થળે ફરવાનું અને ચાતુર્માસ દરમ્યાન સ્થિર થવાનું બનતું, એમણે પોતે પિતાની કેટલીક કૃતિઓમાં એનાં રચનાસ્થળાને ઉલેખ કર્યો છે અને કેટલાંક તીર્થોમાં ત્યાં ને ત્યાં જ એની સ્તુતિ માટે ગીત, સ્તવનેની રચના કરેલી છે. આ પરથી તેઓ ક્યાં ક્યાં વિચરેલા હતા અને ચાતુર્માસ નિમિત્તે ક્યાં કયાં સ્થિર થયેલા હતા તેની કેટલીક સ્પષ્ટ માહિતી મળી રહે છે. તેમણે સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધર્મોપદેશ અર્થે વિચરણ કર્યું હતું. તેમાં યે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેઓ વિશેષ રહ્યા હતા અને જીવનનાં અંતિમ વર્ષોમાં તે તેઓ ગુજરાતમાં જ સ્થિર થયા હતા.
જુદા જુદા પ્રદેશોમાં ફરવાને લીધે તેમણે તે તે પ્રદેશની ભાષા પર સારે કાબૂ મેળવી લીધું હતું. વળી, તેમનામાં પોતાના ગ૭ની કે ધર્મની સંકુચિતતા બિલકુલ નહેતી. એથી એમને ઉપદેશની અનેક લોકોના જીવનમાં સારી અસર થઈ હતી. એમના તેજસ્વી જીવનને પ્રભાવ હિંદુ અને મુસલમાન અધિકારી વર્ગ ઉપર પણ ઘણો સારો પડ્યો હતો. એમના કેટલાક શિષ્યો નોંધે છે તે પ્રમાણે તેમણે અહિંસાને કેટલેક સ્થળે અસરકારક પ્રચાર કરી પ્રાણહિંસા અટકાવી હતી. તેઓ જ્યારે સિંધમાં હતા ત્યારે ત્યાંને અધિકારી મખનમ મુહમ્મદ શેખ કાજી તેમની પવિત્ર વાણીથી મુગ્ધ અને પ્રભાવિત થયો હતો. સમયસુંદરના ઉપદેશથી એણે આખાય સિંધ પ્રાંતમાં ગૌવધની, પંચનદીમાં જલચરની અને અન્ય પ્રાણીઓની હિંસા ને કરવા માટે અભયની ઉલ્લેષણ કરી હતી. એવી જ રીતે, જેસલમેર કે
જ્યાં સાંઢને વધ થતા હતા ત્યાં એમણે એના અધિપતિ રાવલ ભીમજીને સદુપદેશ આપી વધ બંધ કરાવ્યા હતા. મંડોવર અને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨ | પડિલેહા મેડતાના અધિપતિઓને પણ એવી રીતે અહિંસાને ઉપદેશ આપી તેમણે હિંસા અટકાવી હતી.*
સમયસુંદરને શિષ્ય પરિવાર વિશાળ હતા. એમણે પોતે પોતાના ગ્રંથની પ્રશસ્તિમાં કે પિતાના કેટલાક શિષ્યોના કરેલા ઉલેખે પરથી અને બીજા કેટલાક ગ્રંથમાં મળતા અન્ય ઉલ્લેખો પરથી માનવામાં આવે છે કે એમના લગભગ ૪ર શિષ્ય હતા. વળી, એ શિષ્યોને પણ શિવે સાથે એ સમુદાય એથીય વધારે વિશાળ બન્યા હતા. કેટલાક શિષ્ય અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા. કેટલાક શિષ્યએ સમયસુંદરને ટીકા લખવામાં કે સંશોધન કરવામાં સહાય પણ કરેલી. વાદી હર્ષનંદન એમના મુખ્ય શિષ્ય હતા. એમણે નાનામોટા બારેક ગ્રંથોની રચના, બહુધા સંસ્કૃતમાં કરેલી છે. ૧૮ અધ્યાયમાં લખેલી “મધ્યાહનવ્યાખ્યાનપદ્ધતિ' કે ચાર વિભાગમાં આપવામાં આવેલી સંખ્યાબંધ કથાઓને લીધે કથાકેષ જેવી બનેલી
ઋષિમંડળટીકા” એમની મહત્વપૂર્ણ કૃતિઓ છે. સહજવિમલ, મેઘજ શીતપુર માંહે જિણ સમઝાવિયે,
મખનમ મહમદ સેજી; જીવદયા પર પડહ ફેરાવિયે, રાખી ચિહું ખંડ રેઇ.
-કવિ દેવીદાસકૃત ગીત સિદ્ધપુર માંહે શેખ મહમ્મદ મટે છે,
જિર્ણ પ્રતિબધીયે, સિંધુ દેશ માટે વિશેષ ગાયાં છોડાવી
હે તુરક મારતી.
-રાજ સમકૃત ગીત સિંધુ વિહારે લાભ લિયઉ ઘણે રે
રંજી મખનૂમ શેખ પાંચે નદિયાં જીવદયા ભરી રે,
રાખી ધેનુ વિશેષ”. –હર્ષવદનકૃત ગીત
Page #182
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર | ૧૭૩ વિજય, મેઘકીર્તિ, મહિમા સમુદ્ર વગેરે શિષ્યોએ પણ કેટલીક વિદ્વતાપૂર્ણ કૃતિઓની રચના કરી છે.
સમયસુંદરે સુદીર્ઘ આયુષ્ય ભેગવ્યું હતું. દીક્ષા પછી નાની વયથી જ એમનું જીવન સંયમી અને તેજસ્વી બન્યું હતું. સાધુ તરીકે અને સાહિત્યકાર તરીકે એમણે એક પછી એક સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને પિતાના ચારિત્ર્યને તથા વ્યક્તિત્વને ખૂબ ખીલવ્યું. પિતાની વિદ્વતા, ગુણગ્રાહકતા અને ઉદારતાને લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના જ નહિ, પણ સમગ્ર જૈન સમાજના સર્વમાન્ય સાધુ બની ગયા હતા. આમ છતાં, તેમને ઉત્તરાવસ્થાનાં છેલ્લાં થોડાંક વર્ષોમાં વૃદ્ધાવસ્થાની પરાધીનતાને લીધે માનસિક પરિતાપ વેઠવો પડયો હતો. એનું એક કારણ સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલે ભયંકર દુકાળ હતું. આ કાળનું સમયસુંદરે પિતે ‘સત્યાસીયા દુકાળવર્ણન છત્રીસી'માં આબેહૂબ વર્ણન કરી, તત્કાલીન પરિસ્થિતિને સાચે ચિતાર આપી, એથી પિતાના જીવન પર પડેલી અસર પણ બતાવી છે. અન્નને ખાતર, પાપી પેટને ખાતર માણસને સગાઈ, શરમ અને ધર્મને પણ ત્યાગ કરાવે એવી એ સમયની પરિસ્થિતિ હતી. પતિ પત્નીને મૂકીને ખાય, પત્ની પતિને મૂકીને ખાય, માતા પિતે ખાય પણ પુત્રને ન આપે, અને પુત્ર માતા વિના એકલે ખાય એવી તે સમયની સ્થિતિ હતી. અન્ન વિના ટળવળી મરેલા માણસના મૃતદેહે ઘેર ઘેર પડ્યા હતા. એ વખતે સાધુઓની સ્થિતિ ઘણી જ કફોડી થઈ ગઈ હતી. પહેલાં જે લેકે ખૂબ ભક્તિભાવ અને આગ્રહપૂર્વક સાધુઓને પિતાને ઘેર અન્ન વહેરવા લઈ જતા હતા, તે હવે પાંચ-છ ધક્કા ખાવા છતાં કશું આપતા નહિ. જ્યાં માણસે સાધુને જોઈને જ બારણું બંધ કરી દેતા, ત્યાં અન્ન વહેરાવવાની તે વાત જ ક્યાંથી ? આવા દુકાળમાં સાધુઓ પિતાના ગ્રંથ, પાત્ર અને વસ્ત્ર વેચીને પણ ખાવાનું મેળવે એવી પરિસ્થિતિ સાધારણુ બની ગઈ હતી. અલબત્ત, સાધુઓ માટે એ અનાચરણ જ કહેવાય, તેમ છતાં એકમાત્ર જીવવાની ઇરછાને કારણે કેટલાય સાધુઓ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪ પઢિલેહા
એ પ્રમાણે આચરણ કરતા થઈ ગયા હતા, અને સમયસુ ંદર પણ પેાતાના કેટલાક શિષ્યાને તેમ કરતાં અટકાવી શકયા નહિ.
દુકાળને કારણે સાધુએમાં આવેલા આવા અનાચરણથી કવિને ઘણું દુ:ખ થયું. સાધુજીવનમાં એક વખત પ્રવેશેલી શિથિલતા ચાલુ રહે કે વધે નહિ એ માટે એમણે પાતે મન મક્કમ કર્યું અને સ ૧૬૯૧માં એમણે ‘ક્રિયાધાર' કરી પેાતાનું સાધુજીવન પરિશુદ્ધ કર્યું.
સમયસુંદરના ઉત્તરાવસ્થાના માનસિક પરિતાપનું ખીજું કારણ એમના શિષ્યા હતા. સત્યાસીના દુકાળ વખતે એમના કેટલાક શિષ્યો એમનાથી વિમુખ બની ગયા હતા. કેટલાક તેમને છેડીને ચાલ્યા ગયા હતા. શિષ્યમાં પણ અંદર અંદર કલહ થવા લાગ્યા હતા. પેાતાની લગભગ એંસી વર્ષ જેટલી ઉંમર થવાને લીધે દરેક વાત તેમને પેાતાના શિષ્યા પર આધાર રાખવા પડતા. જે શિષ્યાને તૈયાર કરવામાં એમણે અસાધારણ ભેગ આપ્યા હતા તે જ શિષ્યા હવે એમની આજ્ઞાનું પાલન રાજીખુશીથી કરવા તૈયાર નહેાતા, અને કવિને પાકટ ઉંમર અને જરિત દેહને કારણે લાચારીથી શિષ્યા કહે તેમ કરવુ પડતું હતું. સમયસુંદરનું આ માનસિક દુઃખ જેવુંતેવુ' નહેાતું. એમણે પાતે એક કાવ્યમાં પેાતાનુ આ દુઃખ નિખાલસપણે વર્ષોંળ્યું છે. *
*
ધેલા નહી. તઉ મ કરઉ ચિંતા દીસઈ ણે ચલે પણ દુઃખ સંતાન કર ́મિ હુઆ શિષ્ય બહુલા, પણિ સમયસુંદર ન પાચ સુખ.
*
*
જોડ ઘણી વિસ્તરી જગત મઈ, પ્રસિદ્ધિ થઈ પાતસાહ પત પણ એકકણ વાત રહી અણુતિ ન ક્રિયઉ કિણ શૈલઈ નિશ્ચન્ત.
સમયસુંદર
Page #184
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુ ંદર / ૧૭૫
સમયસુંદરને પેાતાની વૃદ્ધાવસ્થાને લીધે તથા શારીરિક નબળાઈને લીધે હવે વધારે વિહાર કે સ્થળાંતર કરવાનું ફાવે તેમ નહેતું. તેઓ તે સમયે ગુજરાતમાં વિહાર કરતા હતા. સં. ૧૬૯૬થી તે અમદાવાદમાં સ્થિર થઈ ગયા, આ સમય દરમ્યાન તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ જ હતી. પણ હવે તે ક'ઈક મંદ પડી ગઈ હતી. સં. ૧૭૦૦માં ‘દ્રૌપદી ચાપાઈ'ની રચના કર્યા પછી છેલ્લાં ત્રણેક વર્ષ માં તેમણે કેાઈ મેાટી કૃતિની રચના કરી નથી. લગભગ જીવનના અંત સુધી આત્મકલ્યાણ અને સાહિત્યની ઉપાસના કરતાં કરતાં પેાતાના અંતસમય સમીપ જણાતાં અનશન કરીને સં. ૧૭૦૩ના ચૈત્ર સુદી તેરસને દિવસે, મહાવીર જયંતીને દિવસે તેએ કાળધર્મ પામ્યા. એમના એક પ્રશિષ્ય કવિ રાજસામે એમના અવસાનના ઉલ્લેખ એમને અલિ આપતા એક ગીતમાં કર્યો છે
“અણુસણુ કરી અણુગાર, સંવત સત્તર હે! સય ખીડાત્તરે અહમદાવાદ મઝાર, પરલેાક પહુંતા હૈ। ચૈત્ર સુદિ તેરસે
,,
આમ સમયસુ ંદરે લગભગ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું, કદાચ બે-ત્રણ વર્ષ વધારે હશે, પશુ આછાં નહિ. અવસાનનાં ત્રણેક વર્ષોં પહેલાં એમણે દ્રૌપદી ચોપાઇ' જેવા સુદી' કાવ્યની રચના કરી હતી, એ બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ એમણે લેખનપ્રવૃત્તિ ચાલુ
રાખી હતી.
સમયસુ ંદરની સાહિત્યસેવા વિપુલ તથા ઉચ્ચક્રોટિની છે. તેમણે સ’સ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં કૃતિની રચના કરી છે, તેમણે વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણુ, છંદ, ન્યાય, જ્યાતિષ, શાસ્ત્રચર્ચા, સિદ્ધાંતચર્ચા, અનેકાર્થ સાહિત્ય, ઇતિહાસ, પ્રબંધ, રાસ, ચેાપાઈ, સંવાદ, ખાલાવખાધ, ચાવીસી-છત્રીસી, સ્તવન, સઝાય, ગીત વગેરે તે સમયના સાહિત્યપ્રકારા ઠીકઠીક પ્રમાણમાં ખેડયા છે. ગીત, સજાય, સ્તવનાદિ સેકડા નાની નાની કૃતિઓ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં લગભગ વીસેક
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬ / પડિલેહ
અને ગુજરાતીમાં ત્રીસેક મોટી કૃતિઓ લખેલી છે. અલબત્ત, આ બધું જ સાહિત્ય એકસરખી ઉચ્ચ કક્ષાનું તે ન જ હોઈ શકે. તેમ છતાં જ એમણે જે સાહિત્યનું સર્જન કર્યું છે તે જોતાં એક વિદ્વાન અને સમર્થ પંડિત તરીકે અને ઉચ્ચ કક્ષાના એક સાહિત્યકાર તરીકે તે એમની પ્રતીતિ અવશ્ય થાય છે જ.
સંસ્કૃત ભાષામાં કવિએ ભાવશતક(સં. ૧૬૪૧), રૂપકમાલ અવચૂરિ (સં. ૧૬૬૩), કાલિકાચાર્ય કથા (સં ૧૬૬૬), સમાચારશતક (સં. ૧૬૭૨), વિશેષશતક (સં. ૧૬૭૨), વિચારશતક (સં. ૧૬૭૬), વિસંવાદશતક (સં.૧૬૮૫), વિશેષસંગ્રહ (સં. ૧૬૮૫), ગાથાસહસ્ત્રી (સં. ૧૬૮૬), જ્યતિયણવૃત્તિ (સં. ૧૬૮૭), દશવૈકાલિકટીકા (સં. ૧૬૯૧), રઘુવંશીકા (સં. ૧૬૯૨), વૃત્તરનાકરવૃત્તિ (સં. ૧૬૯૪) અને બીજી કેટલીક નાની મોટી કૃતિઓની રચના કરી છે. કવિની આ પ્રવૃત્તિ એમના સમગ્ર સર્જનકાળમાં વિસ્તરેલી હતી એ તે કૃતિઓની રયનાસાલ પરથી જોઈ શકાય છે.
ગુજરાતી ભાષામાં સમયસુંદરે વિશેષતઃ રાસ-ચોપાઈ, સ્તવન, સજ્ઝાય, વીસી-છત્રીસી, ગીત વગેરે પ્રકારે ખેડડ્યા છે. ગુજરાતીમાં પણ એમનું સર્જન અત્યંત વિપુલ છે અને એમને એક ઉત્તમ રાસકાર અને ગીતકાર તરીકે પ્રતિષ્ઠા અપાવે છે. એમણે સં. ૧૬૪માં સંસ્કૃતમાં ભાવશતકની રચના કરી ત્યાર પછી લગભગ દેઢ દાયકા સુધી એમણે મેટા ગ્રંથરૂપે ખાસ કંઈ વિશિષ્ટ સર્જન કર્યું હોય એમ લાગતું નથી, અથવા જે કંઈ સર્જન કર્યું હોય તે તે ઉપલબ્ધ નથી. ગુજરાતીમાં એમની મોટી કૃતિઓ વહેલામાં વહેલી સં. ૧૬૫૦ની આસપાસ રચાયેલી મળી આવે છે. એમણે સાંબપ્રદ્યુમ્નરાસ (સં. ૧૬૫૯), ચાર પ્રત્યેકને બુદ્ધ-રાસ (સં. ૧૬૬૫), મૃગાવતીરાસ (સં૧૬૬૮), સિંહલસુતપ્રિયમેલક રાસ (સં. ૧૬૭૨), પુણ્યસાર રાસ (સં. ૧૬૭૩), નલદવદંતીરાસ (સં. ૧૬૭૩), સીતારામચોપાઈ
Page #186
--------------------------------------------------------------------------
________________
- કવિવર સમયસુંદર / ૨૭૭ સં. ૧૬૭૭), વકલચીરી રાસ (સં. ૧૬૮૧), વસ્તુપાલ જપાલરાસ (સં. ૧૬૮૨), શત્રુંજયરાસ (સં. ૧૬૮૩), બારવ્રતરાસ (સં. ૧૬૮૫), થાવરચા પાઈ સં. ૧૬૯૧), સુલકકુમાર રાસ (સં. ૧૬૯૪), ચંપક શ્રેિષ્ઠી ચોપાઈ (સં. ૧૬૯૫), ગૌતમપૃછા ચોપાઈ (સં. ૧૬૯૫),. ધનદત્તોપાઈ (સં. ૧૬૮૫), પુંજાઋષિ રાસ (સં. ૧૬૯૮), દ્રૌપદી.
પાઈ (સં. ૧૭૦૦) વગેરે રાસ અથવા ચેપાઈ લખ્યાં છે. રાસ. અને પાઈ એ બે શબ્દ ઘણી વાર એકબીજાના પર્યાય તરીકે પ્રજાતા હેવાથી એમણે કઈક કૃતિને રાસ તરીકે ઓળખાવી હોય છે, તે કઈક કૃતિને પાઈ તરીકે ઓળખાવી હોય છે. એમણે વીસ કરતાં વધુ રાસ લખ્યા છે. એમાં વસ્તુપાલ-તેજપાલ રાસ, ક્ષુલ્લકકુમાર રાસ, પંજાઋષિને રાસ વગેરે કેટલાક રાસ-સવાસે પંક્તિના નાના કદના છે, તે કેટલાક હજાર-બે હજાર પંક્તિના મોટા કદના રાસ પણ છે. તેમાં “સીતારામ ચેપાઈ' નામને રાસ મોટામાં મોટે છે. જે નવખંડમાં લગભગ ૩,૭૦૦ પંક્તિમાં લખાયેલે છે. | સર્જનાત્મક સાહિત્યમાં સમયસંદરે રાસ અને ગીતમાં ઉચ્ચ પ્રકારની સિદ્ધિ મેળવી છે. ભાષાની સુકુમારતા, વર્ણનેની તાદશતા. અને આલેખનની સચોટતા સાથે એમણે રાસનું સર્જન કર્યું છે. એમાં એમની ઉરચ કાવ્યપ્રતિભા પ્રસંગે પ્રસંગે ઝળકી ઊઠે છે. સીતારામ ચેપાઈ ' અને દ્રૌપદી પાઈ' જેવા એમના રાસ તે મહાકાવ્યની કાટિ સુધી પહોંચે એ પ્રકારના થયેલા છે.
સમયસંદરે લખેલાં ગીતની સંખ્યા હજાર કરતાંયે વધારે છે. જુદે જુદે સમયે, જુદે જુદે સ્થળે લખેલી આ નાનીનાની રચનાઓ બધી જ હજુ એકત્રિત થઈ શકી નથી. જે મળે છે એમાં કેટલીક તે સમયસંદરના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલી મળે છે. ગીતામાં પણ એમણે ભાસ, સ્તવન, સોહલા, ચંદવલા પર્વગીત, મહિમાગીત, વધાઈ વગેરે ઘણું પ્રકારો ખેડ્યા છે. ગીતમાં લવિંધ્ય, શબ્દમાધુર્ય, ૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮ | પડિલેહ અભિનવ પ્રાસસંકલન, ભિન્નભિન્ન રાગરાગિણી અને લોકપ્રિય ઢાળ તથા કવિની ઉત્કટ સંવેદનશીલતાની આપણને પ્રતીતિ થાય છે. કવિનાં ગીતનું વૈવિધ્ય એટલું અપાર છે કે “સમયસુંદરનાં ગીતડાં, તે પરના ચીતરા” એવી કોક્તિ પ્રચલિત થયેલી, કુંભારાણાએ બંધાવેલાં બેનમૂન મંદિર અને મકાનનાં શિલ્પ-સ્થાપત્યને પાર પામ એ જેમ અઘરું છે તેમ સમયસુંદરનાં ગીતને પાર પામવો એ પણ અઘરું છે એમ કહેવાતું. એમાંનાં કેટલાંક ગીત, સજઝાયે, સ્તવને વગેરે તે અત્યાર સુધી જેન લેકમાં પ્રચલિત રહ્યાં છે. આ
સમયસુંદરની વિદ્વત્તાની અને બહુશ્રુતતાની પ્રતીતિ એમના અનેકાર્થjથે અને ટીકાગ્રંથો પરથી થાય છે. એમને અષ્ટલક્ષી' * ગ્રંથ અનેકાર્થ સાહિત્યમાં અદિતીય છે. એમ કહેવાય છે કે એક વખત સમ્રાટ અકબરની વિદ્યાસભામાં કઈ કે જૈન આગમ વિશે કટાક્ષમાં કહ્યું : “giાસ સુતસ્ત અનંતે ” એટલે કે એક સૂત્રને અનંત અર્થ થાય છે. આ કટાક્ષને જવાબ આપવા માટે સમયસુંદરે અકબર બાદશાહ પાસેથી થોડો સમય માગ્યું અને “રાજાને તે સૌથ” એ આઠ અક્ષરોના આઠ લાખ અર્થ કરીને “અર્થ રત્નાવલી ' નામના ગ્રંથની રચના કરી અને સં, ૧૬૪૯ના શ્રાવણ સુદ ૧૩ની સાંજે કાશ્મીરવિજય માટે અકબરે જ્યારે શ્રીરાજ શ્રી રામદાસની વાટિકામાં પ્રથમ પ્રવાસ કર્યો ત્યારે રાજાઓ, સામજો અને વિદ્વાનોની સભા સમક્ષ સમયસુંદરે આ ગ્રંથ અકબર બાદશાહને એ વાટિકામાં વાંચી સંભળાવ્યો અને બતાવી આપ્યું કે પિતાના જેવો એક સામાન્ય ચાણસ પણ જે એક અક્ષરના એક લાખ અર્થ કરી શકે છે તે સર્વજ્ઞની વાણુના અનંત અર્થ થાય એમાં નવાઈ શી? સમયસુંદરની આ કૃતિથી અકબર બાદશાહ તથા બીજા રાજાઓ, સામંત અને
જ આ ગ્રંથનું સંપાદન પ્ર. હીરાલાલ કાપડિયાએ કર્યું છે. એ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી અને કાર્યરત્નમંજવાના નામે ૧૯૩૬માં પ્રગટ થયું છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૭૯
વિદ્વાના ખૂબ પ્રભાવિત થયા. અકબરે પોતે એ ગ્રંથને પ્રમાણુભૂત કરાવી સમયસુંદરના હાથમાં મૂકયો. પાછળથી આ ગ્ર ંથનુ ં નામ સમયસુંદરે ‘અષ્ટલક્ષી' રાખ્યું હતું.
સમયસુ ંદરને ઘણી ભાષા આવડતી હતી. તેએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર હિંદ, સિંધ અને પજાબમાં કરેલા હતા. એટલે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત ગુજરાતી, મારવાડી, હિંદી, સિ ંધી અને પુ ́ાખી ભાષા પર એમણે સારું પ્રભુત્વ મેળવ્યું હતું. મુસલમાનાના સપર્ક ને લીધે ફારસીભાષાને પરિચય પણ તેમણે હસ્તગત કરી લીધા હતેા. એમનું તે ભાષાએ ઉપર પ્રભુત્વ એવું હતુ કે તેઓ એ બધી ભાષામાં કવિતા લખવાની પણ શક્તિ ધરાવતા હતા. સિંધી અને પુજાની ભાષા કરતાં ગુજરાતી, મારવાડી અને હિંદી ભાષામાં તેમણે વધારે કૃતિએ લખી છે. કેટલીક કૃતિઓમાં પ્રયાગ ખાતર તેમણે સ’સ્કૃત અને પ્રાકૃત, ગુજરાતી અને સ ંસ્કૃત, ગુજરાતી અને સિંધી ભાષાનું મિશ્રણ કર્યું` છે. મૃગાવતી ચેાપાઈના ત્રીજા ખંડની નવમી ઢાલ એમણે સિંધી ભાષામાં લખી છે. અડધુ ચરણુ ગુજરાતી અને અડધુ સૌંસ્કૃતનું તેમણે કરેલું મિશ્રણ પણ જુએ :
भलू आज भेट्युं प्रभो पादपद्म ं । फली आस मोरी, नितान्त विपद्यम् ॥ यू दुःख नासी, पुनः सौम्यदृष्ट्या । थयुं सुख यथा मेघवृष्टया ||
રાત્રિણી ઉપરાંત તત્કાલીન લેાકપ્રિય દેશીઓને પણ એમણે ખહેાળા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. એમણે પાતે પણ કેટલાક નવા ઢાળા પ્રચલિત કર્યા હતા. આનંદઘનજી, ઋષભદાસ, નયસુંદર વગેરે કવિઓએ સમયસ દરની કેટલીક દેશીઓના અને વપ ક્તિઓના ઉપયાગ કર્યો. છે એ પરથી તે પ્રતીત થાય છે.
સમયસુંદરના સમકાલીન કવિ ઋષભદાસે સ’, ૧૬૭૦માં રસેશ્વ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦ / પડિલેહ . . “કુમારપાલ રાસ' માં સમદરની પ્રશંસા કરતાં લખ્યું છે:
સુસાધુ હંસે સમયે સુરચંદ, શીતલ વચન જિમ શારદ ચંદ એ કવિ મેટી બુદ્ધિ વિશાલ, તે આગલિ મુરખ બાલ,
જે સમયે સમયસુંદરનું સાહિત્ય હજુ સજઈ રહ્યું હતું તે સમયે ઋષભદાસે કરેલા આ ઉલ્લેખ પરથી ખાતરી થાય છે કે સમયસુંદરે એમના પિતાના સમયમાં જ કવિ તરીકે ઘણી મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હતી.
સમયસુંદર એમના યુગના અસાધારણ પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, ઉચતમ કવિ અને તેજસ્વી સાધુ હતા.
(૨) મૃગાવતીચરિત્ર પાઈ કવિવર સમયસુંદર ૧૭ મા સૈકાના એક સમર્થ રાસકવિ છે. તેમણે જે ભિન્નભિન્ન રાસકૃતિઓની રચના કરી છે તેમાં “મૃગાવતીચરિત્ર ચોપાઈ એ પણ એક અત્યંત મહત્વની કૃતિ છે. આ કૃતિની રચના કવિએ સં. ૧૬૬૮માં સિંધમાં મુલતાનનગરમાં કરી હતી. કવિએ પોતે રાસની અંતિમ ઢાળમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તે સમયે મુલતાનનગરમાં બે ભવ્ય જિનાલયે હતાં. તેમાં એકમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનાં અને બીજામાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી બિરાજમાન હતાં. કવિ લખે છેઃ
સિહર બડા મુલતાણ વિસેષા, કાન સુણ્યા અબ દેખ્યા છે, સુમતિનાથ શ્રીપાસ જિર્ણોદા મૂળનાયક સુખકંદા બે.
એ સમયે સિંધનું મુલતાનનગર ઘણું સુપ્રસિદ્ધ હતું. ત્યાં જિનેની વસતિ પણ સારા પ્રમાણમાં હેવી જોઈએ. તે સમયે ત્યાં વસતા એક શ્રેષ્ઠી જેસલમેરા શ્રાવક, કરમચંદ રીહડના આગ્રહથી કવિએ પોતે આ રાસની રચના કરી છે એવો નિર્દેશ પણ તેમણે રાસમાં કર્યો છે. જુઓ :
Page #190
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૮૧ સિંધૂ શ્રાવકે સદા સેભાગી ગુરુ ગચ્છકા બહુ રાગી બે, જાણું શ્રાવક તે જેસલમેરા મરમ લહઈ ધમ કેરા બે, કરમચંદ રીહડ જાણીતા સાહે સદા વદીતા બે, તસુ આગ્રહ કરિ એ ગ્રંથ કીધા, નામ મેહણવેલ દીધા છે.
કવિએ આ કૃતિની રચના કરીને એને મેહનવલ' એવું અમરનામ પણ આપ્યું છે. આ રાસની રચના કરતાં પહેલાં કવિએ બીજી કેટલીક રાસ-કૃતિઓની પણ રચના કરી છે, જેમાંથી “સાંબપ્રદ્યુમ્ન રાસ” અને “ચાર પ્રત્યેક બુદ્ધને રાસીને નિર્દેશ કવિએ પોતે આ રાસના આરંભમાં જ કર્યો છે. આ પરથી જોઈ શકાય છે કે આ રાસકૃતિના સર્જન માટે કવિ સિદ્ધહસ્ત બની ચૂક્યા હતા.
કવિવર સમયસુંદરે આ રાસની રચના ત્રણ ખંડમાં, ઢાલ અને દુહામાં કરી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાલ, દ્વિતીય ખંડમાં ૧૩ ઢાલ અને તૃતીય ખંડમાં ૧૨ ઢાલ કવિએ પ્રજી છે.
આ રાસનાં કથા-વસ્તુ માટે મૃગાવતીનું જેમાં સુપ્રસિદ્ધ અતિહાસિક ચરિત્ર કવિએ પસંદ કર્યું છે. મૃગાવતી ભગવાન મહાવીરના સમયમાં શતાનીક રાજાનાં રાણુ હતાં. ભગવાન મહાવીર પાસે એ દીક્ષા લઈ સાધી થયાં છે. ભગવાન એમને પ્રવર્તિની ચંદનબાલાની શિષ્યા બનાવે છે. મૃગાવતીનું સ્થાન સતીઓમાં મોખરે છે. પ્રાતઃ સમરણીય સોળ સતીઓમાં એમની ગણના થાય છે. સૂર્યાસ્ત થઈ ગયા છતાં ભગવાન મહાવીરની પર્ષદામાં વધુ સમય રોકાવાને કારણે ચંદનબાળા, તરફથી ઠપકે મળતાં મૃગાવતી પશ્ચાત્તાપ અને આલોચના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પિતાનાં ગુરણી કરતાં પોતે વહેલું કેવળજ્ઞાન પામે છે અને એની ખબર પડતાં જૈન પ્રણાલિકા અનુસાર ગુરણ ચંદનબાલા શિષ્યા મૃગાવતીને વંદન કરે છે, કેવલીને નમસ્કાર કરે છે.
મૃગાવતી ચેટક રાજાની દીકરી હતાં. શતાનીક રાજા સાથે એમનાં
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨ / પડિલેહ - લગ્ન થયાં હતાં. લગ્ન પછી સગર્ભાવસ્થામાં વિચિત્ર દોહદને કારણે એમને વિયોગનું કેટલું દુઃખ સહન કરવું પડે છે! વનમાં પુત્ર ઉદયનકુમારને જન્મ આપે છે અને કેટલાંક વર્ષ પછી શતાનીક સાથે એમને મેળાપ થાય છે એની ઘટના રસિક છે. એક ચિતાર ઉપર વહેમ આવતાં શતાનીક ચિતારાને કેવી સજા કરે છે અને વેર લેવા ચિતાર ચંડપ્રદ્યોત રાજાને કેવી રીતે ઉશ્કેરે છે અને પરિણામે કેવી કેવી ઘટનાએ બને છે તેનું પણ રસિક આલેખન આ રાસમાં કવિએ કર્યું છે. - પાસના ત્રીજા ખંડમાં મૃગાવતીની દીક્ષાનું, એમને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનું અને નિર્વાણનું વર્ણન છે. સમાન્ય રીતે જૈન કથાઓમાં કથાનાયક કે કથાનાયિકાના નિર્વાણપ્રાપ્તિના પ્રસંગથી કથાનું સમાપન થાય છે તેમ અહીં પણ મૃગાવતીને નિર્વાણના પ્રસંગ સાથે કથાનું સમાપન થાય છે.
કવિ સમયસુંદર પોતાની રાસકૃતિઓમાં માત્ર કથાકાર તરીકે જ નહીં પણ એક કુશળ સિદ્ધહસ્ત કવિ તરીકે કથાપ્રસંગોનું નિરૂપણ કરે છે, અને તેમાં જ્યાં જ્યાં અવકાશ મળે ત્યાં ત્યાં પોતાના આલેખનને રસિક બનાવે છે. નગરનું વર્ણન હેય, ઉત્સવનું વર્ણન હેય, નાયક કે નાયિકાનું વર્ણન હોય કે સુખદુઃખના પ્રસંગોનું વર્ણન હેય, તેમાં કવિ પિતાની કલ્પનાના રંગે પૂર્યા વગર રહી શક્તા નથી. - શતાનીક રાજા અને કૌશામ્બી નગરીનું વર્ણન કરતાં કવિ લખે
તિણ દેસ કોસંબી પુરી, જાણે ઇન્દ્રપુરી અવતરી; વિબુધ લેક ગુરૂનઈ ઘઈ માન, જ્યોભિત બહુ સુખ સંતાનજમુના નદી વહઈ જસુ પાસિ, જાણિ જલધિ મુકી (ક) હઈ તાસ રતન માહરા લીધા મથી, ઘઉ મુજ તુજઝ અમૂરતિ નથી. પ્રાસાદ સંગ ઉપરિ પૂતલી, કમલ નેત્ર નઈ કટિ પાતલી જાણિ નગર રિધિ જોવા ભણું, અમર સુંદરી આવી ઘણ.
Page #192
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૮૩ રાસની નાયિકા મૃગાવતીનું શબ્દચિત્ર કવિએ એક પછી એક એમ બારેક કડીમાં સુંદર, મનહર દેવું છે! વસ્તુતઃ કવિએ એ માટે એક આખી ઢાલ (પ્રથમ ખંડની બીજી ઢાલ) છ છે, એટલું જ નહીં એ ઢાલનું નામ પણ નાયકાની ઢાલ એવું પ્રખ્યું છે. મૃગાવતીના વર્ણનમાં કવિએ જે ઉપમાદિ અલંકારે પ્રયોજ્યા છે. તે જુઓ :
સ્પામ વેણી દંડ સંભત રે. ઉપરિ રાખડિ એપ રે મૃગાવતી. અહિ રૂપ દેખણ આવિયઉ રે લાલ, મસ્તકિ મણિ આટોપ રે. બિંદું ગમ ગુંથી મીલી રે, બાંધ્યઉ તિમર મિથ્યાત રે, મુગાવતી, વિચિ સમથઉ સિંદરીયલ રે લાલ, પ્રગટય ધરમ પ્રભાત રે. સસિ દલ ભાવિ છતઉ થકઉ રે, સેવઈ ઈસર દેવ રે મૃગાવતી ગંગા નદિ તપસ્યા કરઈ રે લાલચિંતાતુર નિતમેવ રે મૃગાવતી, નયન કમલની પાંખડી રે અણિઆલી અનુરૂપ રે હઠિ વધતી હટકી રહી રે લાલ, દેખિ શ્રવણ દે કૂપ રે નિરમલ ત્રિીની નાસિકા રે, જાણે દીવા ધાર રે, કાલિમા કિહાં દીસઈ નહીં રે લાલ, નબલઈ સ્નેહ લગાર રે. મુખ પૂનિમ કઉ ચંદલઉ રે, વાણું અમૃત સમાન રે કલંક દેષ દૃરિ ટલ્યઉ રે લાલ, સીલ તણુઉ પરભારિ રે કંઠ કિલથી રુડ્યઉ રે, તે તલ એક વસંત રે એ બારે માસ સરિખઉં રે લાલ, રૂપઈ ફેર અનંત રે. કુયલી બાંહ કલાવિહા રે, કમલ સુકોમલ હાથ રે રિદ્ધિ અનઈ સિદ્ધિ દેવતા રે લાલ, નિત્ય વસઈ બે સાથ રે. હૃદય કમલ અતિ સુયડું રે, ધર્મ બુદ્ધિ આવાસ રે કટિ લંક જતહ કેસરી રે લાલ, સેવઈ નિત વનવાસ રે.
મૃગાવતીનું જ્યારે ભારંડ પક્ષીએ અપહરણ કર્યું ત્યારે મૃગાવતી જે વ્યથા અનુભવે છે અને વિલાપ કરે છે તેનું વર્ણન કરતાં કવિએ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪ / પડિલેહા
મૃગાવતીના મુખમાં મૂકેલા શબ્દો ‘નળાખ્યાન'ની દમયંતીના વિલાપનું સ્મરણ કરાવે છે.
કરઈ રે વિલાપ મૃગાવતી, રાય, કેા છેડાવઈ; હું જીવન પ્રાણ સમી હતી રાય.
ભારડ પ`ખી હું અપહરી રાય, ચરણુ બિહુ` મહિ લે ધરી; નખ પ્રહાર બહુ વેદના રાય, વિરહ વ્યથા એ વેદના; કુટુ બ થકી હું વીજીડી રાય, હું અમલા સંકટ પડી, સીહમુખઈ પડી મિરગલી રાય, સીચાઈ મુખ ચિડકલી મંજાર સુખિ છન્નુંદરી રાય, સાપ સુખઈ મુદ્ધિ ઉંદરી,
મૃગાવતીરાણીની ભાળ લાગ્યા પછી શતાનીક રાજ પેાતાની રાણી અને પુત્ર સાથે જ્યારે નગરમાં પ્રવેશ કરે છે ત્યારે એ પ્રસ ંગને નગરના લોકેા ઉત્સવ તરીકે મનાવે છે, એ ઉત્સવનું સુંદર વિગતપ્રચુર વર્ણન કવિ પ્રથમ ખંડની છેલ્લી ઢાલમાં કરે છે. કવિ લખે છેઃ
વાગા જાગી ઢાલ, હેસિખ, વાગ જાગી ઢાલ આયઉ ક્રાસ`ખી કરણે રાજીયઉ;
વાગા ભુંગલ ભેરિ, હે ખિ, વાગા ભુંગલ ભેર,
વાગા વેણુ મૃદંગ, હે
વાગા તાલા ક`સાલ, હું
નાઈ જાણે કરિ અંબર ગાજીયઉ; ખિ, વાગા વેણુ મૃદંગ
સંખ તણા વિદ્ સબદ સુહામણા. ખિ, વાગા તાલા કે સાલ
ધિર ધિર ઉચ્છવ રંગ વધામણા;
સિષ્ણુગાર્યા સવિ હાટ, હે સખિ, સિગાર્યા
લાલ પટેબર અંબર છાઈયા;
બાંધ્યાં તારણુ બારિ હૈ સખિ, ખાંધ્યા
સઘલી ગલીએ ફૂલ વિદ્ધાઈયા;
Page #194
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુ ંદર / ૧૮૫
પારિયા પાટડ હું ખિ, પાખરિયા
તાન તુરગમ તેજી હીં સતા
મદ ઝરતા માતંગ હૈ સિખ, મદ ઝરતા
ઉંચા જાણે કરિ પરબત દીસતા. શતાનીક રાજાના મહેલમાં ચિત્રા ચીતરવા માટે એક નિપુણ્ નામના ચિતારા આવે છે. એ જે વિધવિધ ચિત્રા દ્વારે છે તેનું વર્ષોંન સમયસુ ંદરે રસિક રીતે કર્યું... છે. કવિ લખે છે : - ઈસરનઉ રુપ ચીતર્યાં રે, અહિં આભ્રંણુ ઝુંડમાલ રે, ચંદ્રકલા ગંગા સિરઈ રે, વૃષભ વાહન કંઠે માળ રે; રુપ બ્રહ્મા તણુઉ ચીતલુ રે-ચતુર્મુ`ખ બૂઢઉ જટાલ રે, હાથ કમ`ડલ જલ ભર્યાં રે, જનાઈ જય માલ રૂ. મુગલ કાબિલી સુધા ચીતર્યાં રે, સુખ રાતા ચૂચી આંખિ રે માથઈ મેાટા પાધડ ૢમણુા રે, તે જાણુઈ તીર નાંખરે રૂપ ક્રંગી કીધા કૂટરા રે, માડઈ માથઈ ટાપ રે, ઢીલા પહિરઈ સૂંથણુ કાથલા હૈ, છેડયા કરઈ વહુ કાપ ૨ હબસી ચીતર્યા કાલા અતિ ઘણું રે, પાંડુર વરણું પઠાણુ ગરઢા કાજી ચીતર્યા રે ખાંચતા તેમ પુરાણુ રે. ’ અહી કવિએ ચિતારા પાસે જે વિવિધ ચિત્રા, આકૃતિ, પ્રસ ંગાનું આલેખન કરાવ્યુ` છે તેમાં કાલવ્યતિક્રમના દોષ જણાય છે. અહીં મૃગાવતીને! સમય તે ભગવાન મહાવીરને સમય છે એટલે કે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાંનેા સમય છે, જે સમયે ભારતમાં હજુ મેાગલા, કાબુલી, ફ્રિગી, હબસીઓને પ્રવેશ થયેા નહાતા. કવિએ અહીં પેાતાના સમયમાં જોવા મળતી આ બધી જાતિઓને નિર્દેશ કર્યો છેજેમાં વસ્તુતઃ કાલવ્યતિક્રમના દોષ જણાય છે. અલખત્ત, કવિના બચાવપક્ષે જે કહેવું હેાય તા એમ કહી શકાય કે આ નિપુણ્ ચિતારાને દૈવી પ્રસાદને કારણે એવી શક્તિ સાંપડી હતી કે જેને લીધે
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬ | પડિલેહ ભવિષ્યમાં બનનારી ઘટનાઓને પણ તે આલેખી શકો હતા, એથી. મેગલ, ફિરંગીઓ વગેરેને કવિએ કરેલું નિર્દેશ અગ્ય નથી. અલબત્ત, આ પ્રકારને બચાવ બહુ સામર્થ્યવાળા ન ગણું શકાય. - કવિ સમયસુંદર જેમ ઉપમાદિ અર્થાલંકાર સહજ રીતે પ્રયોજી શકે છે તેમ પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકાર પણ સહજ રીતે પ્રયોજી શકે છે. રાસની રચનામાં અંત્યાનુપ્રાસ ઘણો મહત્વને છે, અને આ રાસની પ્રત્યેક કડીમાં કવિએ અંત્યાનુપ્રાસની સહજ સંકલન કરી છે. કવિનું શબ્દો પરનું પ્રભુત્વ અસાધારણ છે અને તેથી તેમની શબ્દાલંકારયુક્ત પંક્તિઓમાં કયાંય આયાસ દેખાતું નથી. શબ્દાલંકારમાં પણ કવિ એકના એક શબ્દ જવલ્લે જ પ્રયોજે છે, એટલું જ નહિ, કવિ કેટલીક વખત તે શબ્દોને યથેચ્છ રમાડતા હોય તેવું પણ જોવા મળે છે. પ્રથમ ખંડની નવમી હાલમાં કવિએ કેટલીક કડીઓમાં અનુનાસિકનો ઉપયોગ કરીને અંત્યાનુપ્રાસને કે મધુર કર્ણપ્રિય બનાવ્યો છે ! એમાંની થોડીક પંક્તિઓ જુઓ :
નૃપ આગલિ નિરખઈ વનતીર, તાપસ આશ્રમ ગુહિર ગંભીર; અંબ કદંબ ચંપક કણવીરં, અગર તગર નાર અંબી.. નાગ પુનાગ સાગ જમીરે તાલ તમાલ અસેક ઉસીરં, વૃક્ષ મૂલ સિંચિત બહુ નીરં, કોકિલ નાદ અને પમ કરે. મધ્યભાગ મઠ ઉટજ કુટીર, બઈઠા તાપસ વૃદ્ધ શરીર, મસ્તકિ કેશ જટા કેટી, તપ જપ કિરિયા સાહસ ધીરે. રાખઈ નહિ કે ઘાત કથીર, પરિવહન ધરઈ એક કસીર, વનફલ ભક્ષ કરવા નીરંકે ચીભડ કાલિંગ મતીરં, રિષિ ચાલઈ નહિ જિહાં વહઈ સીરં, હરિ મૃગ અહિ નકુલાણ
ન પીર, પાડઈ નહીં કરુકુલ સમીર, તાપસ સબલ હટક નઈ હી. અર્થાલંકાર અને શબ્દાલંકાર પ્રયોજવામાં કવિ સમયસુંદર
Page #196
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૮૭ સિદ્ધહસ્ત છે, તેમ તત્કાલીન પ્રચિલત લેક્તિઓ, રૂઢ પ્રયોગો, કહેવતો ઇત્યાદિને પણ રાસની પંક્તિઓમાં વણી લેવામાં કવિની કુશળતા જોઈ શકાય છે. કવિએ આ રાસમાં પ્રસંગે પ્રસંગે એવી સુંદર પંક્તિઓ પ્રયોજી છે. ઉદાહરણ તરીકે નીચેની પંક્તિખંડે જુઓઃ
બાલિ સેનઉ જે કાનનઈ ડઇ;
જલ બિન કિમ રહઈ માછલી
છેડચી ધાન ઘણું ઘુરઘુરઈ;
ખીલી કાજ મ ઢાઈ આવાસ
પાગલઉ મેરુ પર્વતિ પુઉગઈ;
સુતઉ સિંહ જગાડજે,
રયણાયર મિત્ર જેહ નઈ તેહણ દારિદ્ર જાય તતકાલ
સુખ સરસવ દુખ મેરુ સમાન;
કનક મુંડી નંગ વિહણી
રસવતી જેમ અલૂણી બે કંત વિના જ્યમ નારિ વિરંગી રાગ વિના ઢાલ ન રંગી છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮ / પડિલેહા
'
'
કવિ સમયસુ ંદર સંગીતના ઘણા સારા જાણકાર હતા. તેમણે રચેલી જુદીજુદી રાસકૃતિઓમાં ઢાળાની જે જુદાજુદા રાગમાં રચના કરી છે તેના પરથી આની પ્રતીતિ થાય છે. મૃગાવતીચિરત્ર ચેપાઈ'માં એમણે ત્રણ ખંડમાં બધુ મળીને આડત્રીસ ઢાલની રચના કરી છે, એમાં એમણે ભૂપાલ, કેદારો, ગૌડી, આસાવરી, ધન્યાસી, મલ્હાર, રામગ્રી મારુણી, સિંધૂડા, સારંગમલ્હાર, જઈતશ્રી, પરજિયો, સારઠી વગેરે રાગરાગિણી પ્રયોજ્યાં છે જે બતાવે છે કે સમયસુંદર વિવિધ રાગરાગિણીમાં ઢાળની રચના કરવામાં ઘણા કુશળ હતા. સમયસુંદરે એ સાથેસાથે પેાતાના સમયમાં પ્રચલિત અને લેાકપ્રિય બની ચૂકેલી ગેય પંક્તિઓ અર્થાત્ તત્કાલીન લે:કપ્રચલિત દેશીઓના ઉપયાગ પણ આ રાસમાં કર્યો છે. કારણ કુણુ સમા રઈ દેહા', ‘ધન ન અવંતી સુકમાલ,' ‘ સગુણ સનેહી મેરે લાલા', ‘ હરિયા મન લાગઉ, * ઋષભદેવ મારા સનેહી મેાહના', 3ડી રે ભારણિ રામલા પદ્મિની રે, મેરી નત્થ ગઈ મેરી નત્થ ગઈ', મૂંઝનઈ ચાર સરણા હુયે ', - સીમંધર સામી સાંભલઉ વીતિ અવધારઉ', હું માલિશુ રાજા રામકી ', ‘ સુશુ મેરી સજની રજની ન જાવઈ રે ', - પિડા માનઉ ખેલ હમારઉ રે', · જિનજી તુમ દરસણુ મુઝ નઈ વાલહુ રે ’, · નિંદા મરિયે। કાઈ પારકી ૨', ' સાધુનઈ વિહરાવ્યું કડવું તૂ બઙૂ" રૈ' ઇત્યાદિ દેશીએ સમયસુઉંદરના સમયમાં પ્રચલિત હશે તેના આ ઉપરથી આપણુને ખ્યાલ આવે છે. એની સાથેસાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સમયસુંદરે આ રાસની રચનામાં ગેયતાની દૃષ્ટિએ શકય એટલું વૈવિધ્ય આણુવાનેા પ્રયત્ન કર્યાં છે.
*
.
ચતુર
'
નત્થ ગઈ
:
'
"
"
હૈ। ',
6
જૈન સાધુકવિઓને હાથે લખાતી રાસકૃતિઓમાં ધર્માંદેશનુ તત્ત્વ સીધી કે આડકતરી રીતે આવ્યા વિના રહે નહિ. સામાન્ય રીતે કવિએ પાતાની રાસકૃતિ માટે જે કથાનકા પસંદ કરે તે પણુ એવાં હાય કે જેમાં ધર્મપદેશ માટે ઠીકઠીક અવકાશ રહે.
Page #198
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૮૯ સમયસુંદરે મૃગાવતીનું ચરિત્ર આ રાસકૃતિ માટે પસંદ કર્યું છે. મૃગાવતી એ ભગવાન મહાવીરના સમયમાં વિદ્યમાન એવાં એક તેજસ્વી સતી ગણાયાં છે, જે સંયમધર્મ પાળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષપદ પામે છે. મૃગાવતીનું જીવન સુખદુઃખથી સભર છે. દુઃખના સમયમાં પણ તેઓ પિતાના ધર્મને ચૂકતાં નથી. વિષમ કટીમાંથી એ પાર પડે છે અને સતી તરીકે પંકાય છે.
આ રાસમાં મૃગાવતીને માથે જ્યારે સંકટ આવી પડે છે ત્યારે સતી સ્ત્રીઓને માથે કેવાં કેવાં સંકટ આવી પડે છે અને તેમાંથી તેઓ કેવી રીતે પાર ઊતરે છે તેનું તેમને મરણ થાય છે. કવિએ. આ પ્રસંગે દસમી ઢાલમાં એકએક કડીમાં, એકએક સતીને પ્રસંગ વર્ણવ્યો છે. એ પ્રમાણે સીતા, મદનરેખા, પદ્માવતી, દમયંતી, દ્રૌપદી, નર્મદાસુંદરી, કલાવતી, અંજનાસુંદરી, રતિસુંદરી, ઋષિદરા, કમલા, સુભદ્રા વગેરે સતીઓનાં શીલને મહિમા કવિએ વર્ણવ્યો છે.
મૃગાવતી વિશે આ રાસ લેઈ એમાં શીલના મહિમાના નિરપણને કવિ દ્વારા મહત્વ અપાય એ સ્વાભાવિક છે. રાસના પ્રારંભમાં જ કવિ શીલને મહિમા દર્શાવે છે. કવિ કહે છે :
દાન સીલ તપ ભાવના ત્યારે ધરમ પ્રધાન; સલ સરીખઉ કે નહી, ઈમ બેલઈ વધમાન. કનક કેડિ કે દાન ઘઈ, કનક તણે જિન ગેહ; સીલ અધિક એ બિહું થકી, ઈહાં કે નહિ સદેહ. સહસ ચઉરાસી સાધનઈ પડિલાભ્યાં ફલ જેહ, સુકિલ કસિણ પખિ દંપતી, જમાડ્યાં ફલ નેહ, ચઉસઠિ ઇચરણ નઈ, જે પાલઈ સુધ સીલ; ઈહ ભવિ પૂજા પદ લહઈ પરભવિ પામઈ લીલ. પ્રહ ઉડી સહુ કે જપઈ એલર્વતના નામ, બ્રક્વામી ચંદનબાલિકા ઇત્યાદિક અભિરામ.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦ { પડિલેહા - રાસકૃતિઓમાં કેટલીક વાર એના કર્તા કવિઓ રાસમાં વચ્ચે વચ્ચે પ્રગટપણે સીધે ઉપદેશ આપવા લાગતા હોય છે. પરંતુ આ રાસમાં સમયસુંદરે કચય એ રીતે પ્રગટપણે સીધે ઉપદેશ આપ્યો. નથી. અલબત્ત, પ્રસંગાનુસાર એમણે કેટલેક સ્થળે ધર્મની વાત સાંકળી લીધી છે. ઉદાહરણ તરીકે, મૃગાવતી અને શતાનીક રાજાનું મિલન થાય છે અને તેઓ કૌશામ્બીનગરી પાછા ફરે છે એ પ્રસંગે મૃગાવતી કેટલુંક ધર્મ કાર્ય કરે છે તેનું વર્ણન કરતાં કવિ લખે છે:
મૃગાવતીના કરું વખાણ, પ્રથમ છેડાવ્યા બંદીવાણ; લાખણ લીધઉ સોભાગ, સાચલ જીવ દયા સૅ રાગ. હીન દીન દુખિયા ઉધરાઈ, દાન પુણ્ય પણિ અધિક કર દુષ્કર તપકિરિયા આદરઈ, પાલઈ સીલ સદા મન ખરઈ. આરાધઈ એક અરિહંત દેવ, સૂધા સાધુ તણી કરઈ સેવ;
આપઈ ગુપ્ત સુપાત્રઈ દાન. પણિ લિગાર ન કરઈ અભિમાન. સાહમ નઈ બલિ સાહમિણિ તણું, ભગતિ જુગતિ રાણી કરઈ ઘણી;
ધરમ કરઈ સુધ શ્રાવક તણઉ, પણિ વઈરાગ ધન અતિ ઘણુઉ. રિદ્ધિ દેખી નઈ ન કરઈ ગર્વ, જાણઈ અથિર અનિત્ય એ સર્વ; કુટુંબ સંબંધ કારિમલ તિસઉ, તરુ પંખી ન મેલઉ તિસઉ. કેધ માન માયા વિલિ લેભ, અધિક કરતા ન ચઢાઈ સભ ઈમ જાણું વારઈ તેડનઈ, ધન્ય તિકે પઈ એહનઈ.
ચંડઅદ્યતને આક્રમણ સમયે શતાનીક રાજા અત્યંત અસ્વસ્થ અને ક્ષુબ્ધ બની જાય છે, અને આક્રમણને આઘાત ન જીરવાતાં એને અંત સમય જ્યારે પાસે આવી પહોંચે છે ત્યારે તે સમયે પિતાના પતિને આશ્વાસન આપતાં મૃગાવતી જે શબ્દ કહે છે તે જુઓ :
અહ તણી ચિંતા મત કરઈ, તું સમરિ શ્રી વીતરાગ; સંસારની માયા તજી, તું વાલિ મન વયરગેજી. જગમાંહિ કે કેહનઉ નહીં, કારિયઉ સગપણ એહ,
Page #200
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૯૧ વિહડતા વેલા ખિણ નહીં, તડકઈ પડઈ જિમ હેજી દેહિલઉ આહિજ ખેત્ર એ, હિલઉ માણસ જમ; સંજોગ ગુરુનઉ દેહિલઉ, દેહિલઉ વલિ જિણ ધમેજી રાગદ્વેષ ના કેહસું, ખામન આણિ સમતા ભાવ, વયર વિરુયા છઈ ઘણું, ખામિયઈ ઈણ પ્રસ્તાવેજી, જિન શાસનઈ જિનવર કહ્યા એ, જીવ ચીરાસી લાખોજી; ખામજે ત્રિકરણ સુદ્ધનું, વીતરાગ દેવની સાખોજી, સંસારના કારણ કહ્યા, પાડુયા પા૫ અઢાર, મિચ્છા દુક્કડ દીજિયઈ, ચીતાર નઈ ચીતારાજી; નઉકાર મનમાંહિ રાખિજે, જિહાં પંચ શ્રી પરમિઠ પ્રિયુ દેખિ ચેર સલી ચઢ૦ઉ, દેવ(તા) તણું સુખ દિઠે છે. ધન નારી એહ મૃગાવતી, નિજરાવિય નિજ કંત, વયરાગ ઢાલ ઈગ્યારમી, કહઈ સમયસુંદર તંતજી.
મૃગાવતી જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે તે સમયે ભગવાન મહાવીર એમને જે બોધ આપે છે, તેમાં સાધુ-સાધ્વીઓનાં પંચમહાવત તથા સાધુ-સાધ્વીઓની સામાચારીને નિર્દેશ જેવા મળે છે. ત્રીજા ખંડની છઠ્ઠી ઢાલની ડીક પંક્તિઓ જુઓ : જ્ઞાન શું કિરિયા સિવસુખદાઈ રે,
અંધ શું પંગુ નગરી પાઈ રે, ગુરુ ગુણ નઉ વચન ન લે રે
સીખ દેતાં તું મત કેપે છે, પંચમહાવત સુધા પાલે રે
આહાર બઈતાલીસ દષણ ટાલે છે ઘેડા પણિ તું ગૃહસ્થપ્રસંગ ૨ -
મ કસિસ ઇણથી ચારિત ભંગ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨ / પડિલેહા
કુટુંબ ઉપર તું નાણે માયા રે,
કે કેહની માતા કેહની જાયા રે.
મિત્ર નઈ સત્રુ ગિણુજે સરિખ 3,
મત તું ખેાલે ભાષા મિરષા ૨.
ત્રિષ્ણુ મણુિ કંચન સરખા જાણે રે
સમતા ભાવ તૂ' સૂઈ આણે રે.
વિનય વૈયાવચ સહુની કરજે રે
દસ વિધ સમાચારી ધિરજે રે.
મૃગાવતી જ્યારે ભગવાન મહાવીરની પદામાંથી મેાડાં આવે છે અને એથી એમનાં ગુરુણી ચંદનબાળા તે માટે જે ઠપક્રેા આપે છે તે પ્રસંગે પેાતાની ભૂલ માટે મૃગાવતી જે પશ્ચાત્તાપ કરે છે તથા એ પશ્ચાત્તાપના સાચા અને ઉત્કટ ભાવથી સવ પ્રત્યે જે ક્ષમાપના કરે છે અને એથી કેવળજ્ઞાન પામે છે એ પ્રસંગનુ આલેખન કરતી વખતે કવિ ધર્મતત્ત્વને વણી લે છે.
આમ, આવા થાડાક પ્રસંગે સમયસુંદરે ધર્મોપદેશના તત્ત્વને ગૂ થી લીધું છે, પરંતુ રાસમાં તે એટલું સહજ રીતે વણુાઈ ગયેલુ છે કે જેથી કાંય રસક્ષતિ થતી હૈાય તેવું જણાતુ નથી,
સમયસુંદરના સમયમાં ગુજરાત અને રાજસ્થાનમાં ખાલાતી લેાકભાષામાં બહુ ઝાઝા ફરક ન હતા. જૈન સાધુકવિની એક વિશિષ્ટતા એ હાય છે કે તેઓ કાઈપણ એક સ્થળે સતત લાંબા સમય સુધી રહેતા નથી હાતા. તેએ એક સ્થળેથી ખીજે સ્થળે હમેશાં વિચરતા હૈાય છે. પરિણામે, તેઓની પેાતાની ખાલવાની અને લખવાની ભાષામાં વિવિધ પ્રાદેશિક છાંટનું સ ́મિશ્રણ થતું રહે છે. તેના વિચરવાના પ્રદેશ સામાન્ય રીતે ગુજરાત અને રાજસ્થાનને વધુ હાય છે એટલે તેમની ભાષામાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાનાં લક્ષણા અવારનવાર જોવા મળે છે. સમયસુંદર રાજસ્થાનના વતની હતા અને
Page #202
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૯૩ઃ
ગુજરાતમાં પણ અમદાવાદ વગેરે સ્થળે ધણે સમય વિચર્યાં હતા. આ. ઉપરાંત એમના સમયમાં રાજસ્થાનની સરહદ ઉપર સિંધ પ્રદેશમાં. જૈનેાની ઘણી વસ્તી હતી.
આ રાસની રચના સમયસુંદરે સિંધ પ્રદેશના મુલતાન નગરમાં રહીને કરી હતી. એથી સહજ રીતે એમણે આ રાસમાં એક ઢાલની. રચના સિંધુ ભાષાની છાંટવાળી કરેલી છે. સમયસુંદર પાતે ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. સંસ્કૃતમાં એમણે એક વાકયના આઠ લાખ અર્થ થાય એવા ગ્રંથની રચના કરી છે, જે ગ્રંથ પ્રકાશિત પણ થયેલા છે. વળી સમયસુંદર તેજસ્વી કવિ પણુ હતા. એટલે સિ ંધુભાષાની છાંટવાળી ઢાલની રચના કરવી એ એમને માટે સહજ વાત હતી.
આ ઢાલ આ રાસનું એક અનેરુ લક્ષ્ણુ બની રહે છે. કવિની નીચેની ૫ક્તિએ જોવાથી તેની પ્રતીતિ થશે :
૧૩
ચેલી બે તઈ કીતા અપરાધ, રાતિ આઈ કયુ' એકલી, મર્શડી ચેલી છે.
તું ચંગીથી ાણું હુણુ કયુ શું તું એકલી; તૂ ઈ મંદા કીતા એહુ સમવસરણુ બિચિ બહુ રહી ચેલી તઈ કીતા પરમાદ, અસા નાલિ આઈ નહી. ચેલી સાધા નહીં આચાર, તિ િવસાઈ હું આખદી ચેલી મઈ જાણી ગઈ ચલ્લિ, નહિ ત તખ઼કુ' ન રાખહી ચેલી મષ્ઠિા અસાડી સિક્ખ ગુનહ તુસાડા માર્ક હઈ ચેલી મિચ્છાદુક્કડ દેહ, રાતિ ચલ્યાંકા પાપ હઈ ચેલી નવમી ઢાલ રસાય, સિ ંધુ ભાષા સાહદી ચેલી સમયસુંદર કહઈ સચ, ભણુ અસાડા મેાહદી, કવિવર સમયસુંદરે મા રાસકૃતિમાં એક ઐતિહાસિક
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪ / પડિલેહ
ને આલેખ્યું છે. રાસમાં પ્રસંગાનુસાર કવિએ દુહા અને ઢાલની રચના કરી છે અને ૭૪૫ જેટલી કડીમાં કથાનકનું નિરૂપણ કર્યું... છે. દુહા અને ઢાલનુ આયોજન કવિએ સપ્રમાણુ કર્યું છે અને રાગરાગિણીની દૃષ્ટિએ એને વૈવિધ્યસભર બનાવ્યુ` છે. મૃગાવતી રાણી, શતાનીક રાજા, જુગ ધર મંત્રી, ઉદયનકુમાર, નિપુણ ચિતારા, ચંડ. પ્રદ્યોત રાજા, ભગવાન મહાવીર સ્વામી, ચંદનબાલા ઇત્યાદિનાં પાત્રોને પણ કવિએ યોગ્ય રીતે વર્ણવ્યાં અને વિકસાવ્યાં છે. આલેખનમાં કવિએ સામાન્ય રીતે કાંય બિનજરૂરી વિસ્તાર થવા દીધા નથી. મૃગાવતીના દેહદને પ્રસંગ, ભાર ડપક્ષીએ કરેલા અપહરણનેા પ્રસંગ, ચિતારાના પ્રસંગ, ચંડપ્રદ્યોતના આક્રમણને પ્રસંગ, ભગવાન મહાવીર સ્વામીના સમવસરણને પ્રસંગ. ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાના પ્રસંગ અને ક્ષમાપના કરતાં મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનના પ્રસંગ ઇત્યાદિ પ્રસ ંગે કવિએ રસિક રીતે નિરૂપ્યા છે.
કવિએ રાસમાં ધર્મપદેશની બાબતને પણ સહજ રીતે, રસક્ષિત ન થાય એ રીતે, બલ્કે, કથાવસ્તુના નિરૂપણને પાષક બને એ રીતે ગૂથી લીધી છે.
ભાષાની દૃષ્ટિએ કવિએ પેાતાના સમયની ગુજરાત-રાજસ્થાનમાં પ્રચલિત તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અ ંદર એક ઢાલ પ્રયાજીને રાસની વિશિષ્ટતા વધારી દીધી છે. આમ સમગ્ર દષ્ટિએ જોતાં ‘મૃગાવતી ચિરત્ર ચેાપાઈ' એ આપણા એક સિદ્ધહસ્ત જૈન સાધુકવિને હાથે લખાયેલી, આપણા રાસસાહિત્યમાં અનેાખી ભાત પાડતી એક મહત્ત્વની કૃતિ છે,
(૩) વલ્કલચીરી રાસ
ઈ. સ. ના સાળમાસત્તરમા શતકના જૈનકવિએમાં કવિવર સમયસુંદરનું સ્થાન અનેખું છે. સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી
Page #204
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૫
ભાષામાં વ્યાકરણ, ન્યાય, તિષ, ઈતિહાસ, પ્રબંધ, રાસ-ચોપાઈ, બાલાવબેધ, સ્તવન, સઝાય, ગીત ઇત્યાદિ સાહિત્યપ્રકારોમાં પિતાની વિપુલ અને ઉચ્ચ કોટિની સેવા આપનાર આ વિદ્વાન કવિએ મધ્યકાળમાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર કવિઓમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે સાંબપ્રદ્યુમ્ન એપાઈ, મૃગાવતીચરિત્ર પાઈ, નલદવદતી રાસ, પુણ્યસાર રાસ, વસ્તુપાલ-તેજપાલ રાસ, ક્ષુલ્લક કુમાર રાસ, પુજા ઋષિ રાસ, ચંપક શ્રેષ્ઠી પાઈ, ધનદત્ત શ્રેષ્ઠી પાઈ, વકલચીરી રાસ, સીતારામ ચોપાઈ, દ્રૌપદી ચોપાઈ વગેરે રાસ-પાઈના પ્રકારની ઘણું રચનાઓ કરી છે. સ્તવન, ગીતાદિ લધુ રચનાઓમાં પણ એમનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.
સમયસુંદરે “વકલચીરી રાસ ની રચના સંવત ૧૬૮૧માં જેસલમેર નગરમાં મુલતાનના શાહ કરમચંદની આગ્રહભરી વિનંતીથી કરી છે. એમાં કવિએ જૈનેમાં સુપ્રસિદ્ધ એવી પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને વકલચીરીની કથા આલેખી છે. સામાન્ય રીતે કવિ સમયસુંદર કથાને આધાર પોતે ક્યા ગ્રંથમાંથી લે છે એ પોતાની રાસરચનાઓને અંતે નેધે છે. પરંતુ આ રાસને અંતે એમણે એ કઈ નિર્દેશ કર્યો નથી. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના પરિશિષ્ટ પર્વમાં જંબુસ્વામીના ચરિત્ર પૂર્વે હેમચંદ્રાચાર્યો વલ્કલચીરીની કથા વિગતે આપી છે. પરંતુ એની સાથે સમયસુંદરની આ કૃતિ સરખાવતાં, મુખ્ય મુખ્ય ઘટનાઓને તે બરાબર અનુસરતી હોવા છતાં, કવિએ તેને આધાર લીધે હોય એમ લાગતું નથી.
કવિએ આ રાસની રચના દુહા અને જુદી જુદી દેશીઓમાં લખાયેલી ઢાલમાં કરી છે. કદની દૃષ્ટિએ જોતાં આ રાસ કવિના સીતારામ ચોપાઈ, નલદવદંતી રાસ, દ્રૌપદી ચોપાઈ વગેરે કરતાં નાને અને પ્રિયમેલક પાઈ, ચંપક શ્રેષ્ઠિ પાઈ, ધનદ શ્રેષ્ઠી ચેઈ, પુણ્યસાર રાસ વગેરેની કક્ષામાં મૂકી શકાય એ છે. મધ્યકાળમાં
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬ | પડિલેહ રચાયેલા જૈન રાસાઓમાં મધ્યમ કદના રાસ તરીકે જેને ઓળખાવી શકાય એવી આ રચના છે. કવિએ એ માટે કથાવસ્તુ પણ એને અનુરૂપ પસંદ કર્યું છે. દસ ઢાલની અને વચ્ચે વચ્ચે દુહાની કડીઓ મળી કુલ ૨૨૬ ગાથામાં આ કવિએ રચના કરી છે. - રાસના આરંભમાં દુહાની કડીઓમાં કવિએ, ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે, સરસ્વતી દેવીને, સદ્દગુરુને અને પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને એમની કૃપાની યાચના કરી છે. વળી, અહીં જ એમણે આ રચના પાછળને પિતાને હેતુ પણ દર્શાવી દીધું છે. અલબત્ત, આ હેતુ, તત્કાલીન ધાર્મિક માન્યતાનુસાર ફલશ્રુતિના પ્રકારને, કૃતિનું માહાસ્ય દર્શાવનાર જ હેય છે. કવિ લખે છે :
ગુણ ગિઆના ગાવતાં, વલિ સાધના વિશેષ; ભવ માંહે ભભિય નહીં, લહિયાં સુખ અલેખ. મઈસંયમ લીધઉ કિમઈ, પણિ ન પલઈ કરું કેમ; પાપ ઘણું પિતઈ સહી, અટકલ કી જઈ એમ. તક પણિ ભવ તરિવા ભણી, કરિવઉ કોઈ ઉપાય; વલકલચીરી વરણવું, જિમ મુઝ પાતક જાય.
રાસની પહેલી ઢાલમાં કવિ કથાને આરંભ મગધ દેશની રાજગૃહ નગરીના વર્ણનથી કરે છે. આ નગરીનું માહાત્ય વર્ણવતાં કવિએ ભગવાન મહાવીર, ધના, શાલિભદ્ર, નન્દન મણિયાર, યવના શેઠ, જંબુસ્વામી, મેતાર્ય મુનિ, ગૌતમ સ્વામી વગેરેનાં નામ એ નગરી સાથે કેટલી ગાઢ રીતે સંકળાયેલાં છે તે સચોટ રીતે દર્શાવ્યું છે. એ રાજગૃહ નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એક વખત ભગવાન મહાવીર સમવસર્યા હતા. વનપાલક પાસેથી આ વધામણી સાંભળી શ્રેણિક રાજા તેમને વંદન કરવા માટે નીકળ્યા. રસ્તામાં એમણે એક મુનિવરનાં દર્શન કર્યા, જે એક પગ પર ઊભા રહી, સૂર્ય સમક્ષ
Page #206
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૯૭
બે હાથ ઊંચા કરી કાઉસગ્ગ કરી રહ્યા હતા. જુએ : મારગમઈ મુનિવર મિલ્યા, હુવારીલાલ,
રઘુઉ કાસગિ રિષિરાય રે,
એક પગ ઊભઉ રઘઉં, હુંવારીલાલ,
પગ ઉપર ધરી પાય રે.
સૂરજ સાહની નજિર ધિર, હુંવારીલાલ,
ખે ઉંચી ધરી બાંહ રે.
સીત તાવડ પરીસા સહઇ, હુંવારીલાલ,
મેાહ નહીં. મન માંહુ રે.
શ્રેણિક રાજાની સાથે એના સેવા, દૂતા, સૈનિકા વગેરે પણ હતા. એમાં સુમુખ અને ક્રુમુખ નામના રાજાના બે દૂત વચ્ચે આ મુનિવરની તપશ્ચર્યા અંગે વિવાદ થયા. સુમુખે મુનિવરના ત્યાગવૈરાગ્યની ઘણી પ્રશંસા કરતાં વચને ઉચ્ચાર્યાં :
ધન માતા જિષ્ણુ ઉર ધંઉ, ધન્ન પિતા ધન વંશ રે; એહવઉ રતન જિહાં ઉપનઉ, સુરનર કરઈ પરસસ રે, દરસણુ તાર દેખતાં, પ્રણમતાં તારા પાય રે; આજ નિહાલ અમ્હે હુઆ, પાપ ગયા તે પુલાઈ રે. તૂ જ ંગમ તીરથ મિલ્યઉ, સુરતરુ વૃક્ષ મનવાંછિત ફળ્યા માહરા, પેખ્યઉ પુણ્ય પરંતુ દુમુખે મુનિવરને ધિક્કારતાં વચનેા ઉચ્ચાર્યાં ઃ
સમાણુ રે; પ્રમાણુ રે.
ક્રુમુખ દંત મુનિ દેખિનઈ, અસમ જસ કહુઇ એમ; પાખંડી ફિટ પાપીયા, કહિ વ્રત લીધઉ કેમ. ગૃહિ વ્રત ગાઢઉ દાહિલઉં, નિરવાહ્યઉ વિ જાય; કાયર ફિટ તÛ સુ કીયઉ, સર્દૂ પૂઈિ સીદાય.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮ | પડિલેહ
બાલકથાપ્ય બાપડ, નાહક ઘણુ નિપટ્ટ; વછરી વહિલા વિટિસ્ય, નગરી ઘણું નિક, બઈયર થારી બાપડી, પડિસ્કઈ બંદિ પ્રગટ્ટ, નંદન મારી નાંખિસ્યુઈ, દલ મુહડ દહવટ્ટ.
અરે, આ તે પાખંડી છે, પાખંડી. પુત્રને ગાદી આપી પોતે તપશ્ચર્યા કરવા નીકળ્યા છે, પણ એમને ખબર નથી કે શત્રુઓ વખત જોઈને એની નગરીને ઘેરે ઘાલશે, એની રાણીને કેદ પકડશે, એના પુત્રને મારી નાખશે, અને પુત્ર મરતાં આ નિઃસંતાન મુનિને કોઈ પિંડદાન દેશે નહિ અને તેથી તે દુર્ગતિ પામશે.” દુમુખનાં આવાં વચન તે મુનિને કાને પડ્યાં. પરંતુ રાજા શ્રેણિકને આ બંને દૂતના વિવાદની કંઈ ખબર ન હતી. તેઓ તે જેવા આ મુનિવર આગળથી પસાર થયા તેવા હાથી પરથી ઊતરી મુનિને પ્રણામ કરી આગળ ચાલો,
તેઓ ભગવાન મહાવીર પાસે પહોંરયા. ભગવાનની દેશના સાંભળ્યા પછી શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો, “હે ભગવન્! રસ્તામાં મેં એક મુનિવરને જોયા. ઉગ્ર તપશ્ચર્યા કરનાર તે મુનિવર જો હમણું કાળધર્મ પામે તે તેમની ગતિ કેવા પ્રકારની થાય ? ” ભગવાને કહ્યું, “તે સાતમી નરકે જાય.” આવી ઉગ્ર તપશ્ચર્યા કરનાર સાતમી નરકે જાય એ જવાબ સાંભળી શ્રેણિક રાજાને ઘણું આશ્ચર્ય થયું. તેમના મનમાં સંશય થયો. કંઈ સમજ ન પડી એટલે થોડી વાર પછી તેમણે ભગવાનને ફરીથી પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું, “હવે તે જે કાળધર્મ પામે તે સર્વાર્થ સિદ્ધિએ જાય.” ભગવાનના આવા ઉત્તરથી રાજાને વધારે સંશય થયે. ભગવાને ખુલાસો કરતાં કહ્યું, “દુમુખના વચનથી તે મુનિ રૌદ્રધ્યાનમાં આરઢ થયા હતા. તેમણે મનમાં ને મનમાં પોતાના શત્રુઓ સાથે સંગ્રામ માંડયો હતો. અને તે જ વખતે જો તે કાળધર્મ પામ્યા હેત તે નરકગામી થાત. પરંતુ મનમાં ને મનમાં શત્રુઓ પર એક
Page #208
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૧૯૯
પછી એક શસ્ત્ર વડે પ્રહાર કર્યા પછી શો ખૂટતાં પેાતાના મસ્તક પરને ટાપ લેવા માટે મસ્તક પર ખરેખર હાથ મૂકયો, અને પેાતાના. લોાચ કરેલા મસ્તકના ખ્યાલ આવતાં તેઓ તરત જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને શુભ ધ્યાનમાં આરૂઢ થઈ ગયા, એટલે હવે જો તે કાળધમ પામે તેા સર્વા સિદ્ધિએ નય.' કવિ સમયસુ ંદર વર્ણવે છે :
ધ્યાન ભલઉ હ્રીયડઇ ધર્યાં, લાચથી પ્રતિખેાધ વાધઉજી; પાપ આલેયા આપણા, સૂધ થય વલિ સાધેાજી.. સૂવું થયઉ વિલ સાધ ત િખણુ, કરમ બહુલ ખપાવિયા; જિમ પડયઉ તિમ વલિ ચડયઉ ઉંચઉ, ઉત્તમ પરણામ આવિયા. ભાવના બાર અનિત્ય ભાવી, અતિ વિરુદ્ધ આતમ કર્યાં; મૂલગી પિર મુનિ રહ્યુ કાઉગિ, ધ્યાન ભલઉ હ્રીયડઈ ધઉ
શ્રેણિક રાજ્યએ મુનિની પ્રવજ્યાનું કારણ પૂછ્યું. ભગવાને વિગતે વાત કહી :
પેાતનપુર નામના નગરમાં સામચંદ્ર નામે રાન હતા. એની રાણીનું નામ ધારિણી. એક વખત રાજરાણી મહેલમાં બેઠાં હતાં તે વખતે રાજાના મસ્તકમાં સફેદ વાળ જોઈ રાણીએ કહ્યું, દૈવ, જુએ કાઈ દૂત આવ્યે છે,' રાજાએ આમતેમ જોયું પણ કાઈ દૂત જણાયા નહિ. પછી રાણીએ સફેદ વાળ બતાવી કહ્યું, જુએ, આ યમના દૂત.' એ જોઈ રાજાએ કહ્યું, ‘અરે ! મારા પૂર્વજો તા માથામાં સફેદ વાળ આવે તે પહેલાં રાજગાદીને ત્યાગ કરી વનમાં જતા. પરંતુ હુ' તા હજુ મેાહમાયામાં જ ફસાયેલા છું. શું કરું ? કુમાર પ્રસન્નયંદ્ર હજુ બાળક છે. તું જો એની સંભાળ રાખવાનું માથે લે તા હુ' વનવાસી થાઉં.' રાણીએ કહ્યું, ‘હું તા તમારી સાથે જ વનમાં આવવા ઇચ્છું છુ. કુમાર ભલે નાને રહ્યો. રાજપુરુષો એની સમાળ લેશે અને એ રાજસુખ ભાગવશે.’
તરત તેઓએ નિશ્ચય કર્યો અને રાજ અને રાણી પુત્રને
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦ | પડિલેહ
રાજગાદી પર સ્થાપી, તાપસી દીક્ષા ધારણ કરી વનમાં જઈ તાપસાશ્રમની ઝૂંપડીમાં રહેવા લાગ્યાં. રાણું ઈધણ લાવતી, ગાયના છાણથી ઝૂંપડી લીંપતી, ઘાસની શય્યા તૈયાર કરતી; રાજા વનમાંથી ચોખા વગેરે અન્ન લઈ આવતા. આ રીતે તેઓ બંને તપ કરતાં કરતાં પિતાના દિવસે પસાર કરવા લાગ્યાં. કવિ લખે છેઃ
આણુઈ રાણું ઈધણી, વનફલ ફૂલ વિશાલે છે, કેમલ વિમલ તરણે કરી, સેજ સાજઈ સુકમાલે છે. સેજ સજઈ સુકમાલ રાણ, ઇંગુદી તેલઈ કરી, ઉટલા ઉપરિ કરઈ દીવ, ભગતિ પ્રિીની મનિ ધરી. એટલે લિંઈ આણિ ગેબર, ગાઈ છઈ તિહાં વન તણી, વન વીહિ આણઈ આપતાપસ, આણુઈ રણ ધણી. તપસ્યા કરઈ તાપસ તણી, નિરમમ નઈ નિરમાય , સૂવું સીલ પાલઈ સદા, ધ્યાન નિરંજન ક્યા છે.
વનમાં ગયા પછી થોડા વખતમાં જ રાજાએ રાણી ધારિણીને ગર્ભવતી થયેલી જોઈ. રાજાએ રાણને કારણ પૂછ્યું. રાણુએ કહ્યું, “ગૃહસ્થાવસ્થામાં જ હું ગર્ભવતી હતી, પરંતુ દીક્ષા લેવામાં અંતરાય થાય એટલે મેં એ વાત તે વખતે અપ્રગટ રાખી હતી. ત્યાર પછી, ગર્ભકાળ પૂરો થતાં રાણીએ એક પુત્રને જન્મ આપે. પરંતુ પતિ પ્રસવમાં જ માંદી થઈ મૃત્યુ પામી. જન્મેલા બાળકને વકલના વસ્ત્રમાં લપેટવામાં આવ્યું હતું એટલે પિતાએ એનું નામ “વલચીરી રાખ્યું. વનમાં દૂધ, વનફળ વગેરે વડે “વલ્કલચીરી' મોટો થયો. પશુઓ સાથે એ રમતે, પિતા પાસે ભણત અને પિતાની સેવાચાકરી કરતે. ક્રમેક્રમે એ યુવાનીમાં પ્રવેશ્યા, પરંતુ તે તદ્દન ભેળે બ્રહ્મચારી જ રહ્યો હતો. સ્ત્રી એટલે શું એની પણ એને ખબર નહતી.
આ બાજુ પિતાની ગાદીએ આવેલ પ્રસન્નચંદ્ર માટે થયે અને સુખેથી રાજ્ય કરવા લાગ્યું. એણે એક વખત સાંભળ્યું કે
Page #210
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુ ંદર | ૨૦૧
પેાતાની માતાએ વનમાં ગયા પછી એક પુત્રને જન્મ આપ્યા છે અને એ પણ હવે મોટા થઈ ગયા છે. ત્યારે પેાતાના એ ભાઈને મળવા માટે એનું હૃદય ભ્રાતૃસ્નેહથી ઉત્કંઠિત થઈ ગયું. એણે ચિત્રકારાને માલાવી જંગલમાં જઈ પેાતાના ભાઈનું ચિત્ર તૈયાર કરી લાવવાની આજ્ઞા કરી. ચિત્રકારો તે પ્રમાણે ચિત્ર બનાવી લાવ્યા. એ જોઈ પ્રસન્નચંદ્રને ધણા આનંદ થયો. પેાતાના ભાઈના ચિત્રને છાતીએ વળગાડી તે વિચાર કરવા લાગ્યા કે, ‘પિતાજી તે। વૃદ્ધાવસ્થામાં વનમાં વૈરાગ્ય ધારણ કરી ઉત્સાહપૂર્વક તપ કરે છે, પરંતુ મારા નાના ભાઈ તરુણ અવસ્થામાં આવું કષ્ટ ઉઠાવે અને હું રાજ્યસુખ ભાગવું એ યેાગ્ય નથી.' એટલે પ્રસન્નચંદ્ર રાજાએ કેટલીક કુશળ વેશ્યાઓને એલાવી કહ્યું, ‘તમે મુનિના વેશ ધારણ કરી વનમાં જાએ અને વિવિધ કળાએ વડે મારા ભાઈનું મન આકષી એને અહીં લઈ આવે.'
વેશ્યાએ બિલ, ફલ વગેરે લઈ વનમાં તાપસાશ્રમમાં ગઈ. વલ્કલચીરીએ ઊઠીને એમનું સ્વાગત કર્યું. અને પૂછ્યું, તમે કચાંથી આવા છે ? ' વેશ્યાએ કહ્યુ', ‘પેાતનપુરના આશ્રમમાંથી.' વકલચીરીએ એમને આશ્રમનાં ફળ ખાવા આપ્યાં. વેશ્યાએએ પેાતે લાવેલાં ફળ વલ્કલચીરીને ચખાડવાં અને કહ્યું, ‘તમારું કુળ સાવ નીરસ છે. અમારાં ફળ કેટલા સ્વાદિષ્ટ છે !' વલ્કલચીરીએ વેશ્યાઓની છાતી પર સ્પર્શી કરી કહ્યું, ‘તમારી છાતી પર આ ફળ શું છે ? ” વેશ્યાએએ કહ્યું, અમારા આશ્રમમાં રહેનારને પુણ્યદયથી આવુ ફળ પ્રાપ્ત થાય છે. તમે અમારા આશ્રમે ચાલો. ' વલ્કલચીરીએ કહ્યું, “હા, જરૂર મને લઈ જાઓ. ’
,
"
વલ્કલચીરી વેશ્યા સાથે જવા માટે સ' કેતાસ્થાને ગયા. ત્યાંથી વેશ્યાઓ સાથે થાડેક ગયે ત્યાં સામેથી સામચંદ્ર ઋષિ આવવાના સમાચાર મળતાં વેશ્યાએ આમતેમ નાસી ગઈ. વલ્કલચીરી તેમને શેાધતા શોધતા વનમાં ભટકવા લાગ્યા, પશુ કાઈ વેશ્યા તેને દેખાઈ
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨ / પડિલેહ નહિ. એવામાં વનમાં એક રથી તેના જેવામાં આવ્યું. એણે રથીને પૂછ્યું, “તમે ક્યાં જાઓ છો?' રથીએ કહ્યું, “હું પતનપુર જાઉં છું.” રથીએ વહકલચીરીને લાડુ ખાવા આપ્યા. એથી તે તે પિતનપુરના આશ્રમ જવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. તે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યા. રસ્તામાં કેટલાક ચેરે રથી ઉપર હુમલો કર્યો. ઝપાઝપીમાં ઘાયલ થયેલા ચોરે પિતાનું બધું ધન રથને આપી દીધું. પિતનપુરમાં પહોંચતાં રથીએ તે ધનમાંથી કેટલુંક વલ્કલચીરીને આપતાં કહ્યું, “આ લે તારે ભાગ. એ વિને અહીં તને કયાંય રહેવા કે ખાવાપીવા કશું મળશે નહિ.”
વકલચીરી પિતનપુરમાં આશ્ચર્ય મુગ્ધ બની આમતેમ ભમવા લાગ્યો અને કેને “તાત ! તાત!' કહી બોલાવવા લાગ્યો. લેકે એના ભોળપણ પર હસવા લાગ્યા. એમ કરતાં સાંજ પડી ગઈ, પરંતુ વકલચીરીને રહેવા માટે કયાંય આશ્રય મળ્યો નહિ. કવિ લખે છે :
આપકે નહિ આસરલ, રહિવા રિષિ નઈ ઠામ; વહતે વેશ્યા ઘરિ ગયઉં, એ ઉટજ અભિરામ. દ્રવ્ય ઘણુઉ દેઈ કરી, રઘઉ મુનીસર રંગ; વેશ્યા આવી વિલસતી, ઉત્તમ દીઠા અંગ.
આમ, વેશ્યાને ત્યાં પૈસા આપીને વલ્કલચારી રહ્યો. વેશ્યાએ હજામને બોલાવી એના લાંબા લાંબા વાળ અને નખ ઉતરાવ્યા, સ્નાન વગેરે વડે એના શરીરને નિર્મળ, સુગંધિત કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરવા આપ્યાં અને પોતાની દીકરી સાથે એનું પાણિગ્રહણ કરાવી ઉત્સવ મનાવ્યું. વકલચીરીને આ બધા નો અનુભવ ઘણે આશ્ચર્ય જનક લાગે.
આ બાજુ, વક્લચીરીને લેવા માટે ગયેલી વસ્યાઓએ પિતનપુર આવી પ્રસન્નચંદ્ર રાજાને બધે વૃત્તાન્ત કહ્યો. એ સાંભળી રાજાને પોતાના ભાઈની ચિન્તા થવા લાગી. તેણે નાટક, ગીત, વિનોદ વગેરેને નિષેધ
Page #212
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૦૩ કર્યો. રાત્રે તેને ઊંઘ પણ આવી નહિ. તે શેકમાં રાત્રિ પસાર કરતે હતો તે વખતે તેણે ગીત વાજિંત્રોને નાદ સાંભળ્યો, એણે રાજપુરુષને કહ્યું, “મારા આવા શેકમય પ્રસંગે કોને ત્યાં ઉત્સવ થઈ રહ્યો છે? તપાસ કરે.' તરત રાજપુરુષો પેલી વેશ્યાને પકડી લાવ્યા. વેશ્યાએ કહ્યું, “રાજન ! મારા ઘરે એક ઋષિપુત્ર આવ્યું છે, તેની સાથે મારી દીકરી મેં પરણાવી છે. માટે મારે ત્યાં વાજિંત્રો વાગતાં હતાં. તમારા શોકપ્રસંગની મને ખબર નહિ, માટે મને ક્ષમા કરો.”
આ સાંભળી ઋષિપુત્ર માટે રાજાને સંશય થશે. ઋષિપુત્રને ઓળખવા માટે એણે પેલા ચિત્ર સાથે કેટલાક માણસોને મોકલ્યા. તે પરથી જણાયું કે ઋષિપુત્ર તે પિતાને ભાઈ જ છે. એટલે એણે પિતાના ભાઈને હાથી પર બેસાડી રાજમહેલમાં બોલાવી લીધે રાજાએ એને નાગરિક સંસ્કાર અને શિષ્ટાચાર શીખવ્યા અને એને કેટલીક સુંદર કન્યાઓ પરણાવી.
આ બાજુ, આશ્રમમાં વલ્કલચીરીને ન જોતાં સેમચંદ્ર ઋષિને ઘણું દુઃખ થયું અને એની ચિંતામાં ને ચિંતામાં તેઓ અંધ થઈ ગયા. બીજા તાપસે વનફળ વગેરે લાવી આપી તેમની સેવા કરતા. હતા. પાછળથી જ્યારે કેટલાક તાપસ મારફત એમને સમાચાર મળ્યા. કે વલ્કલચીરી પિતનપુરમાં પિતાના ભાઈની સાથે જ છે ત્યારે તેમને કંઈક સાંત્વન મળ્યું.
પિતનપુરમાં આવીને રહે વકલચીરીને જોતજોતાંમાં બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ રાત્રે તે અચાનક જાગી ગયું અને પોતાના આશ્રમજીવનને વિચાર કરવા લાગ્યો. પિતાના પિતાનું સ્મરણ થતાં, તેમની સ્થિતિ વિશે ચિંતાતુર થતાં તે પિતાની જાતને ધિક્કારવા લાગે. તેણે વનમાં જઈ ફરી પિતાની સેવા કરવાની પિતાની ઈચ્છા પ્રસન્નચંદ્ર આગળ વ્યક્ત કરી. પ્રસન્નચંદ્ર પણ તૈયાર થઈ ગયે બંને ભાઈઓ આશ્રમમાં સેમચંદ્ર પાસે આવી પહોંચ્યા, અને રાજર્ષિના ચરણમાં
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪ | પડિલેહા. પોતાનું મસ્તક નમાવ્યું. પોતાના બંને પુત્રોને મળવાથી સેમચંદ્રને અત્યંત હર્ષ થયું. તેમની આંખમાંથી હર્ષાશ્રુઓ વહેવા લાગ્યાં અને તેની સાથે જ તેમને અંધાપે પણ ચાલ્યા ગયા.
વલ્કલચીરી એક કુટિરમાં ગયે તે ત્યાં તાપસનાં ઉપકરણો જોઈ એને જાતિસ્મરણ જ્ઞાન થયું. એને પિતાના મનુષ્યભવ અને દેવભવનું સ્મરણ થયું. તરત ત્યાં ને ત્યાં સાધુપણાના આદર્શનું ધ્યાન ધરતાં ધરતાં અને આત્માની ઉચ્ચ ભાવના ભાવતાં ભાવતાં એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ વખતે દેવતાઓએ પ્રગટ થઈ એને સાધુવેશ આપે. વિકલચીરી કેવળીએ સોમચંદ્ર અને પ્રસન્નચંદ્રને પ્રતિબંધ આપે. અને પછી પોતે બીજે વિહાર કરી ગયા.
પિતાના નાના ભાઈની આવી ઉરચ દશા જોઈ પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તે પિતનપુર પાછા આવ્યા. તે રાજ્ય કરતા હતા પરંતુ એના હદયમાં સંસારના ત્યાગની ભાવના પ્રબળ બનતી જતી હતી. એક વખત ભગવાન મહાવીર પિતનપુરના ઉદ્યાનમાં સમવસર્યા હતા ત્યારે તેમને વંદન કરવા આવેલા પ્રસન્નચંદ્ર ભગવાનને ઉપદેશ સાંભળી, પિતાના બાલપત્રને રાજગાદી સોંપી. ભગવાન પાસે દીક્ષા લીધી અને ત્યાર પછી તેઓ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.
આમ, ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રવજ્યાનું કારણ કહ્યું. એટલામાં આકાશમાં દેવદુંદુભિ સંભળાવા લાગી અને દેવતાઓનું આગમન થવા લાગ્યું. શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો, “આ શું થઈ રહ્યું છે?” ભગવાને કહ્યું, “પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે માટે દેવતાઓ મહેસવા માટે આવી રહ્યા છે. એ જોઈ શ્રેણિક રાજાને સાનંદાશ્ચર્ય થયું. તેમણે રાજર્ષિ કેવળીને ફરી ફરીને વંદન કર્યા.
Page #214
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર / ૨૦૧
આમ, લગભગ સવા ખસેા ગાથામાં આ નાનકડા કથાનકને કવિ. સમયસુ ંદરે સુભગ રીતે આલેખ્યું છે. આવી લઘુરચનામાં કવિત્વવિલાસને બહુ અવકાશ હાય નહિ એ સ્વાભાવિક છે. વળી, તેમ કરવા જતાં તત્કાલીન શ્રોતાઓને પ્રિય એવે! સાદ્યંત કથા સાંભળવાના રસ કવિત્વવિલાસમાં અટવાઈ ન જાય, આવી નાની રચનામાં ખાસ, તેની તકેદારી પણ રાખવી પડતી. આમ છતાં સમયસુ ંદરે જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં ઉપમાદિ અલકારા પ્રત્યેાયા છે અને રસિક આલે ખન કર્યુ” છે, નીચેની કેટલીક પંક્તિએ એની પ્રતીતિ કરાવશે :
હીયડ કોણિક હરખીયઉ, મેધ આગઈ જિમ મેાર; વસ ́ત આગમ જિમ વનસપતી, ચાહઇ ચંદ ચકાર.
*
*
તૂ. જંગમ તીરથ મિયઉં, સુરતરુ વૃક્ષ સમાણુ રે, મનવાંછિત ફલ્યા માહરા, પેપ્યં પુણ્ય પ્રમાણ રે.
*
માંડયઉ સમવસરણ મંડાણુ, ભગવંત ખેઠા જાણે ભાણુ.
વલ્કલચીરીને લઈ આવવા માટે પ્રસન્નચંદ્ર રાજાએ માકલેલી વૈશ્યાઓનું વર્ણન કરતાં કવિ લખે છે:
*
*
*
વેશ્યાની ટાલી ૨ મિલી વિલસતી રૂપ રૂડી રે,
હાં કંચન વરણ તનુ
રે વાર્ ચતુર ચઉઠિ કલા જાણુ, કામિની, રૂપ રૂડી રૂ,
હાં રે ખેલત અમૃત વાણી.
રંગીલી રે વ’ગીલી રે, હાં રે વાર જોવન લહરે જાઈ. ગજગતિ ચાલઈ ગારી મલપતી, વિશ્વમ લીલ વિલાસ, લેાચન અણિયાલા લેાભી લાગણુા, પુરુષ બંધણુ મૃગ પાસ. વલ્કલચીરી પાતનપુરમાં વેશ્યાને ત્યાં આવે છે ત્યારે એને
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬ / પડિલેહ સ્નાન વગેરે કરાવવામાં આવે છે તેનું મનેહર ચિત્ર કવિએ આલેખ્યું
સખર સુગંધ પાણી કરી, સહુ વેશ્યા કરાય સ્નાન રે; વાર વસ્ત્ર પહિરાવીયા, પીલા ખવરાવ્યા પાન રે. સીસ વણાયઉ સેહરઉ, કાનિ દેય કુંડેલ લેલરે; હીયાઈ હાર પહિરાઉ, દીપતી દીસઈ આંગુલી ગેલ રે. બંધ્યા વિહું બાંહે બહરખા, મોતી તણી કંઠે માલ રે; હાથે હથસાંકલી, ભલઉ તિલક કયઉ વલિ ભાલ રે. ચેવા ચપેલ લગાવીયા, ફૂટડા પહિરાયા ફૂલ રે; આરિમ કારિમ કીયા, કાઇક કીધઉ અનુકૂલ રે.
પિતાને ભાઈ વેશ્યાઓની સાથે આવતાં આવતાં કયાંક ગુમ થઈ ગયાના સમાચાર મળતાં પ્રસન્નચંદ્ર રાજા જે શેક અનુભવે છે તેનું આલેખન પણ અસરકારક થયું છેઃ
વાત સુણે રાજા વિલખાણ, ભૂય કરઈ દુઃખ ભારી; મુઝ બાંધવ કોઈ મિલાયાં, બાંધવ માહરઉ બિહુથી ચૂકઉ, વાત કીધી અવિચારી. મુઝ૦ મનવંછિત માંગઈ તે આપું, સઘલઈ વાત સુણાવઈ. મુઝ૦ તાત થકી તેહનઈ મઈ ટાલ્યઉ, ઇહાં પણ તેહ ન આયઉ.મુઝo હા ! બાંધવ કિમ કરતે હાસ્યઈ, મુઝન મિલ્યઉમા જાઉં. ભાઈ મિલઈ ઈવડઈ ભાગ કિહાંથી, વલકલચીરી વીર. આંખે દડ દડ આંસૂ નાખઈ, દુખ કરઈ દિલગીર. મુઝ૦ નાટક ગીત વિનોદ નિષેધ્યા, જીવણ થયઉ વિષ જેમ, નિસ સૂતાં પણ નીદ્ર ન આવઈ, કહ હિવષે કિજઈ કેમ. મુઝ
પ્રસન્નચંદ્ર અને કલચીરી પોતાના પિતાને મળવા માટે વનમાં જાય છે તે વખતે વનમાં એક પછી એક વસ્તુઓ જોઈ પિતાના
Page #216
--------------------------------------------------------------------------
________________
કવિવર સમયસુંદર ! ૨૭
બાળપણનાં સંસ્મરણે તાજાં થતાં વકલચીરી તે વિશે કેવી સ્વાભાવિક રીતે પિતાના ભાઈને બધી વાત કરે છે !
આશ્રમ દીઠું અભિરામ, ઊતર્યા અશ્વથી તા. સર દેખિ સાથી મેલિ, કરતઉ હું હંસ જુ કેલિ. એ દેખિ તરુ અતિ ચંગ, રમતઉ ઉપરિ ચડિ રંગ. ફૂટડા ફલ નઈ ફૂલ, એહના આણિ અમૂલિ. ભાઈ એ ભસિનું દેખિ, વલકલચીરી નઈ હું વેષિ. દેહેનઈ આણઉ દૂધ પીતા પિતા અહે સૂધ. મિરગલ એ રમણીક, નિત ચરઇ નિપટિ નિજીક. રમતઉ હું ઈણ શું રંગિ, બાલ તણ પરિ બહુ ભંગિ.
નવમી ઢાલમાં અને ત્યાર પછી દુહાની કડીઓમાં કથાનું સમાપન થઈ ગયા પછી દસમી ઢાલમાં કૃતિનું સમાપન કરતાં કવિ કથાનાયકને વંદન કરી એમના કેવળજ્ઞાનનું ફરી એક વાર સ્મરણ કરતાં લખે છેઃ
શ્રી વલકલ રે ચીરી સાધુ વાંદિયઈ રે, હાંરે ગુણ ગાવતાં અભિરામ, અતિ આણંદિઈ રે. તાપસને ઉપગ્રહણ તિહાં, પડિલેહતાં, હાંરે નિરમલ કેવલ ન્યાન, અતિ ભલું ઉપનું, શિવરમણ રે, સંગમનું સુખ સપનું રે.
આમ, કવિની આ કૃતિમાં સ્થળે સ્થળે આપણને રસિક, કાવ્યમય પંક્તિઓ લાધે છે. તેઓ સંગીતના સારા જાણકાર હતા. એટલે આવી નાની રાસરચનામાં પણ એમણે પ્રત્યેક ઢાલ જુદા જુદા રાગ કે દેશમાં પ્રયોજી છે. એમની પંક્તિઓમાં પ્રાસસંકલના પણ સ્વાભાવિક અને સુભગ હોય છે. મારવાડીની છાંટવાળી એમની જૂની ગુજરાતી ભાષામાં એક પ્રકારનું પ્રસાદગુણયુકત માર્દવ અને માધુર્ય અનુભવાય છે. અલબત્ત, આ રાસમાં હજુ કેટલાંક રસસ્થાને ખીલવી
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮ | પડિલેહ શકાય એવાં છે પરંતુ રાસના કદની નિશ્ચિત કરેલી મર્યાદાને કારણે તેમ થઈ શકયું નહિ હોય તેમ જણાય છે; કારણ કે કવિ તરીકેની સમયસુંદરની શક્તિનું એમની રાસકૃતિઓમાં આપણને દર્શન થાય છે.
આમ છતાં સમગ્રપણે જોતાં સમયસુંદરની આ લઘુરાસકૃતિઠીકઠીક આસ્વાદ્ય છે એમ કહી શકાય.
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રેમાનંદના “નળાખ્યાન'નું કથાવસ્તુ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથાવિષયક કૃતિઓમાં ઉરચાસન પામેલા અને પ્રેમાનંદની કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ ગણાયેલા એના “નળાખ્યાને ” નલકથાના વિકાસમાં ઘણું મહત્ત્વનો ફાળો આપે છે. જૈનેતર કવિઓમાં ભાલણ અને નાકર પછી નલકથાને ગુજરાતીમાં ઉતારવાને પ્રેમાનંદને આ પ્રયાસ, એની ટલીક ત્રુટિઓ હોવા છતાં, સૌથી વધુ સફળ અને સૌથી વધુ સમર્થ છે. પ્રેમાનંદે પિતાના આ આખ્યાનમાં મૂળ મહાભારતની પરંપરાપ્રાપ્ત કથા લઈ પિતાના પુરોગામી કવિઓએ તેમાં કરેલા કેટલાક ફેરફારે ઉમેરી લઈ, પિતાની કલ્પનાથી કેટલાક નવા પ્રસંગે ઉમેરી તથા કેટલાક મૂળ પ્રસંગેની રજૂઆત પિતાની મૌલિક દષ્ટિ અને પ્રતિભાથી કરી નલકથાને વધુમાં વધુ રસિક બનાવવાને પ્રશસ્ય પ્રયાસ કર્યો છે.
પ્રેમાનંદે આ આખ્યાનનું મુહૂર્ત સુરતમાં કર્યું હતું અને એની પૂર્ણાહુતિ સં. ૧૭૪રના પોષ સુદિ બીજને દિવસે ગુરુવારે નંદરબારમાં કરી હતી.*
પ્રેમાનંદના નળાખ્યાનની હસ્તપ્રતેમાં ત્રણ જુદી-જુદી રચનાતાલ જેવા: ૧૪.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦ / પડિલેહા
મુ કીધું સુરત મધ્યે, થયુ. પૂરણ નંદરબારજી; કથા નળદમયંતીજીની, સંસાર માંહા સારજી. સંવત ૧૭૪૨ વર્ષે, પાષ સુદી ખીજ ગુરુવારજી, દ્વિતીયા ચંદ્રદરશનની વેળા, થઈ પૂરણ કથા વિસ્તારજી.
નંદરબારના તે સમયના રાજાની રાણીનું અવસાન થવાથી રાજાને દુ:ખમાં આશ્વાસન આપવાના આશયથી પ્રેમાનă આ આખ્યાન લખ્યું હતું.. એમ કહેવાય છે. વળી, એમ પણુ કહેવાય છે કે એણે એક વાર આખ્યાન લખ્યા પછી પાછળનાં કેટલાંક કડવાં ફરીથી લખી આખ્યાનને વધારે રસિક બનાવવાને પ્રયત્ન કર્યા હતા.
'
પ્રેમાનંદના ‘ નળાખ્યાન 'તું કથાવસ્તુ આપણે અહીં એમાં એણે મહાભારતની કથામાં કરેલા ફેરફારોની દૃષ્ટિએ ક્રમવાર તપાસીએ,
- નળાખ્યાન'ના પહેલા કડવામાં યુધિષ્ઠિરના દુઃખનું વર્ણન પ્રેમાનદે કર્યુ છે. યુધિષ્ઠિરને આશ્વાસન આપવા માટે ખૂઘ્ધ મુનિ નળદમયંતીનું ઉદાહરણ આપે છે. ભાલણે મહાભારતને બરાબર વાદાર રહી એને આખા અધ્યાય સંક્ષેપમાં આપ્યા છે; જેમાં ભીમની કાપવાણી પણ આવી જાય છે. નાકરને અનુસરી પ્રેમાનંદે પણ ભીમની કાપવાણી આપી નથી. જોકે કથાના ઉપક્રમ માટે એ જરૂરી પણ નથી. મહાભારત પ્રમાણે રાજ્ય હારી પાંડવા કામ્યક વનમાં ગયા. પ્રેમાન ંદે કામ્યક વનને બદલે દ્વૈતવન લખ્યું છે. મહાભારતમાં યુધિષ્ઠિર બૃહદક્ષ મુનિને સીધેસીધી પેાતાના દુઃખની વાત કરે છે. પ્રેમાનન્દે, નાકરને અનુસરી, મુનિનાં ચરણુ તળાંસતી વખતે યુધિષ્ઠિરની આંખમાંથી આંસુ ટપકી મુનિનાં ચરણ પર પડે છે અને મુનિ બેઠા થઈ યુધિષ્ઠિરને તેનું કારણ પૂછે છે એ પ્રમાણે આલેખન કર્યું છે
મળે છે. સ. ૧૭૩૩, સ. ૧૭૪૨ અને સં. ૧૯૬૨. સંવત ૧૭૩૩ વાળી હસ્તપ્રતમાં વાર નથી અપાયા. તિથિ ત્રણેમાં જુદી જુદી છે અને વાર પણ અંતેમાં જુદાજુદા છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૧
બૃહદગ્ધ મુનિએ યુધિષ્ઠિરના પ્રશ્નના મહાભારતમાં જે રીતે જવાબ આપેલા છે, તેના કરતાં થેકડી જુદી રીતે · નળાખ્યાન 'માં તે જવાબ આપ્યા છે. મહાભારતમાં યુધિષ્ઠિર પેાતાના ખીન્ન ત્રણે ભાઈઓની વાત કરતા નથી, પ્રેમાનંદૈ, નાકરને અનુસરી, તેનું આલેખન કર્યુ છે, પણ નાકર કરતાં તેને વધારે હાસ્યરસિક બનાવ્યું છે. દાતણ માટે ઝાડ કાપી લાવનાર ભીમ, વરણાગી કરનાર નકુલ, અને દ્વેષ જોઈજોઇને ઘરમાંથી નીકળનાર સહદેવનું, પ્રેમાન દે દોરેલું ચિત્ર, યુધિષ્ઠિરની દુ:ખની વાતમાં પણ આપણને હસાવી જાય છે.
બીજા કડવામાં પ્રેમાનંદે નળના ભૌતિક ' અને પુષ્કરના • માનસી ' રાજ્યનું વર્ણ ન કર્યું છે. નળ અને પુષ્કર પિતરાઈ ભાઈ હતા એવુ પ્રેમાનંદે કરેલું નિરૂપણ મહાભારતમાં નથી. ત્યાં તા બંને વીરસેન રાજાના જ પુત્રો છે, અહીં પુષ્કર નળના કાકા સુરસેનને પુત્ર છે. મહાભારતમાં નળના કાકાના ઉલ્લેખ નથી. એક માણિકયદેવસૂરિષ્કૃત ‘ નલાયન' સિવાય, નળના કાકાને ખીજે કાંય ઉલ્લેખ જોવામાં નથી આવ્યા. · નલાયન 'માં પણ કાકાનું નામ વજ્રસેન છે, અને ત્યાં નળ અને પુષ્કરને વીરસેનના પુત્રો તરીકે બતાવ્યા છે. પ્રેમાનંદે પુષ્કરને જુલપતિ-સેનાપતિ તરીકે ઓળખાવ્યા છે, અને પછી નળ પ્રત્યે અદેખાઈ થતાં, વૈરાગ આણી, માનસી રાજ્ય ’ માંડતા બતાવ્યા છે. મહાભારતમાં આવું કશું આવતુ' નથી. પુષ્કરના માનસી રાજ્યનું પ્રેમાનંદે સચોટ વર્ણન કર્યું છે. ( જુએ કડવું ૨, કડી ૧૨–૧૫. )
6
C
6
ત્રીજા કડવાથી છઠ્ઠા કડવા સુધી પ્રેમાનંદે, નારદમુનિએ નળ આગળ કરેલુ. દમયંતીનું વર્ણન અને એથી નળના ચિત્તમાં વ્યાપેલી વિરહ-વ્યથાનું, વર્ણન કર્યું છે. આવા પ્રસંગ મહાભારતમાં નથી, તેનાં નારદમુનિનું પાત્ર આવે છે, અને તે દેશના ચિત્તમાં દમયંતી માટે આકણુ જન્માવવાનું કામ કરે છે. પ્રેમાન ંદે નારદમુનિને એ ઉપરાંત,
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨ | પડિલેહ--
અહીં આટલું કામ આખ્યાનના આરંભમાં સોંપ્યું છે. નારદમુનિ નળને એની પટરાણી વિષે પૂછે છે અને એ રીતે દમયંતીની પતે વાત કરે છે એનું પ્રેમાનંદે સ્વાભાવિક, રસિક અને તર્કયુક્ત નિરૂપણ કર્યું છે.
આ પ્રસંગે પ્રેમાનંદે નળના પ્રશ્નના ઉત્તરમાં નારદ મુનિ પાસે દમન મુનિએ આપેલા વરદાનને પ્રસંગ રજૂ કરાવ્યો છે, જે મહાભારતમાં તે બૃહદ મુનિ પોતે કહે છે. મહાભારતમાં દમયંતીના ભાઈઓનાં નામ દમ, દમન અને દાન્ત છે. પ્રેમાનંદે તે દમન, દંતુ અને દુર્દમન એ પ્રમાણે આપ્યાં છે.
નારદ મુનિએ દમયંતીના કરેલા વર્ણનમાં પ્રેમાનંદની રસિકતા અને એની ઉરચ કવિત્વશકિતનાં આપણને દર્શન થાય છે. દમયંતીના રૂપવર્ણનને વધારે સચોટ બતાવવા, નળ અને નારદ મુનિનાં પાત્રોને વધારે જીવંત બનાવવા, અને પ્રસંગને નાટયાત્મક અને સ્વાભાવિક આલેખવા પ્રેમાનંદે આ પ્રસંગે, વચ્ચે વચ્ચે નળની પાસે પ્રશ્ન કરવી નારદ મુનિ પાસે એને જવાબ અપાવ્યો છે.
અતિશયોક્તિ, વ્યતિરેક, ઉઝેક્ષાદિ અલકાયુક્ત દમયંતીના રૂપવર્ણનમાં, કેટલેક સ્થળે પ્રેમાનંદે ભાલણ દ્વારા સીધી કે ભાલણ દ્વારા નાકર પાસેથી, શ્રી હર્ષના સંસ્કૃત “નૈષધીયચરિત'ની કેટલીક અસર ઝીલી છે; અને કેટલેક સ્થળે પ્રેમાનંદે એમાં પોતાની મૌલિક કલ્પના પણ ઉમેરી છે.
નારદ મુનિએ કરેલું દમયંતીના રૂપનું આવું મને હર વર્ણન નળના હૃદયમાં કામ જવર પ્રગટાવે છે; અને એ શમાવવા માટે નળ વનમાં જાય છે. પ્રેમાનંદે વનનું વર્ણન પરંપરા પ્રમાણે વૃક્ષોની યાદી આપીને કર્યું છે. વનમાં નળની કામચેષ્ટાનું વર્ણન પ્રેમાનંદનું મૌલિક છે, પણ તેમાં ઊંચી ઔચિત્યદષ્ટિ નથી.
હંસને નળ કેવી રીતે પકડે છે તેનું ચિત્ર મહાભારતમાં નથી. ષિધીયચરિત'કારે તે સરસ દોર્યું છે. ભાલણે પણ નૈષધચરિત અને
Page #222
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૩
અનુસરી, એવું ચિત્ર આપ્યું છે. પ્રેમાનન્દે તેમાં વધારે ર ંગા પૂરી, તેને તાદશ અને સચોટ બનાવ્યું છે :
તેને દેખી નળ મન હરખ્યા, મેાણે મેણે પરવિરયા; નીલાંબર ઓઢીને અંગ સર્કાડયું, શ્વાસ રોધન કરિયા. (૬-૧૯.) ક્રમ થડ પૂછે નળ ભડ આવ્યા, ખેસીને આધા ચાલ્યા ; લાંખા કર કરી લઘુલાઘવીમાં, પંખીના પગ ઝાલ્યો, (૬-૨૦) નળ હુંસને પકડે છે, અને હંસ નળ તરફથી દમયંતી પાસે જઈ નળનુ દૂતકા કરે છે, અને પાછા આવે છે –એ ઘટનાનું નિરૂપણુ, પ્રેમાનă વિસ્તારથી સાતમા કડવાથી તે પંદરમા કડવા સુધીમાં કર્યું છે. જે પ્રસંગ મહાભારતકારે માત્ર ચોઢેક શ્લોકમાં રજૂ કર્યા છે અને જેનુ નિરૂપણું ભાલણે બેએક કડવામાં કર્યું" છે તે પ્રસંગને, નૈષધીય ચરિત' કારની જેમ, પ્રેમાનંદ વિકસાવી, રસિક બનાવી, નવ જેટલાં કડવાંમાં આલેખે છે.
નળ હુંસને પકડે છે એ પ્રસંગે ‘હંસના વિલાપ ’ ’માટે, કવિએ એક આખું કડવુ" યેાજ્યું છે. એ સમયે હંસણીએ નળને ‘ તાહરી નાર એમ કરજો વિલાપ | ' એવા આપેલા શાપની કલ્પના પ્રેમાનંદની મૌલિક છે; અને તેમાં ભવિષ્યમાં બનનાર ઘટનાનુ` અગાઉથી સૂચન કરી દેવાની વૃત્તિ પ્રગટ થાય છે. પાતાને છેડવા માટે હુંસ આજીજી કરે છે અને પોતાની ‘ માતા કાઈ રાઈ મરશે' એમ જણાવી તે આગળ કહે છે
વહાલી સ્ત્રીએ પુત્ર પ્રસન્યેા છે, મેં તેહનુ' મુખ નથી જોયું; અરે નળરાજા, તે હું રાંકનુ સુતનું સુખ કાં ખાયું ? (૮–૧૦)
હંસે અહીં રજૂ કરેલાં કારણેા મહાભારતમાં નથી તેમ પ્રેમાનંદની મૌલિક કલ્પનાનાં પણુ એ નથી. નૈષધીયચત'માં એ છે. એ પરથી ભાલણે તે આપ્યાં છે. પણ સ્ત્રીએ પુત્ર પ્રસન્યાની વાત ભાલણે મૂકી નથી. પ્રેમાન`દે સીધી નૈષધીયચરિત'માંથી એ લીધી હશે ? હાઈ શકે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪ | પડિલેહા /
પણ બીજી એક શકયતા પણ છે. નયસુંદરે પિતાના “નળદમયંતીરાસ'માં એ વાત “નૈષધીયચરિત માંથી લીધી છે. પ્રેમાનંદે પોતાના પુરેગામી આ જૈન કવિમાંથી એ કહપના લીધી હોય એમ પણ બની શકે.
નળ હસ સાથે જોડા પર બેસી પિતાને ઘેર આવે છે, અને નળને લેવા આવેલું સૈન્ય તે હંસને જોઈ વિસ્મય પામે છે. પ્રધાનને પણ હંસ વિશે જાણવાનું કુતૂહલ થાય છે. એ પ્રસંગનું, અને ત્યાર પછી હંસ અને નળની ગાઢ મૈત્રીનું સચોટ અને ઉત્કટ આલેખન પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. આ રીતે એમણે હંસનું મહત્વ વધારી દીધું છે. હંસમાં માનવભાવનું આરોપણ એમણે કેટલું સરસ અને છતાં કેટલી સ્વાભાવિકતાથી કર્યું છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ.
એકઠા બેસી બને જમેઘતક્રીડા બજે જન રમે; અન્ય લે કાઢી તંબેળ, મુખે વાણીને કરે કલેલ. (૮-૪)
હંસ નળને એની રાણી વિશે પૂછે છે એ પ્રસંગે “ભાભી' બ્દ મૂકી, પ્રેમાનંદે પંખી હંસ અને માનવ નળ વચ્ચેની કૌટુંબિક નિકટતા અને આત્મયતાનું હૃદયંગમ ચિત્ર ખડું કર્યું છે. વળી, નળના મદુ ઉપાલંભમાં અને હંસના જવાબમાં અહીં તળ ગુજરાતનું વાતાવરણ પણ ખડું થાય છે. પ્રેમાનંદની સ્વતંત્ર સજનશક્તિનું, અને આલેખનમાં ગુજરાતીપણુના અંશે આણવાની એમની શક્તિનું, અહીં આપણને અછું દર્શન થાય છે.
નળનું દૂતકાર્ય કરવા માટે હંસ, દમયંતી પાસે જાય છે અને દમયંતી એને પકડવા માટે ઝાંઝર કાઢી દોડે છે એનું પ્રેમાનંદે તાદશ. નજર સમક્ષ રમ્યા કરે એવું ચિત્ર દોર્યું છે. મહાભારતની કથા પ્રમાણે, ઘણુ હંસે દમયંતીના આવાસ પાસે આવે છે અને દમયંતી તથા એની સખીઓ એક હંસની પાછળ દેડે છે અને તેમાં દમયંતી જેની પાછળ દેડે છે તે હંસ નળનું દૂતકાર્ય કરે છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૫. પ્રેમાનંદે હંસને નળના મહેલમાં રહે અને તેની સાથે અદ્દભુત મૈત્રી ધરાવતે બતાવ્યો છે; અને નળ હંસને પકડે છે ત્યાર પછી કેટલેક સમયે હંસને દમયંતી પાસે જતે બતાવ્યું છે. એટલે એની. દષ્ટિએ એક જ હંસ દમયંતી પાસે જાય એમાં જ ઔચિત્ય રહેલું છે. પ્રેમાનંદમાં અને મહાભારતના આલેખનમાં અહીં આટલે તફાવત છે.
“નૈષધીયચરિત માં માત્ર એક જ હંસ દમયંતી પાસે જાય છે; પરંતુ ભાલણે મહાભારત પ્રમાણે આલેખન કર્યું છે. એટલે એક હંસની કલ્પના એ પ્રેમાનંદની જો મૌલિક ન હોય તે “ૌષધીયચરિત'ની એ અસર હશે એમ કહી શકાય. પણ તે પ્રેમાનંદે સીધી એ “નૈષધીયચરિત માંથી લીધી હશે? પણ “નૌષધીયચરિત'માં હંસ અને નળની દૃઢ મૈત્રીની વાત આવતી નથી. માણિક્યદેવસૂરિકૃત
નલાયન માં અને એને અનુસરી નયસુંદરના “નળદમયંતી રાસ માં. દમયંતી પાસે એક જ હંસ જાતે બતાવાય છે. વળી નયસુંદરના. રાસમાં, હંસ અને નળની દૃઢ મૈત્રીનું નિરૂપણ પણ છે. અલબત્ત, પ્રેમાન દ જેવું નહિ. એટલે પ્રેમાનંદના આ નિરૂપણમાં એના પુરોગામી. જૈન કવિ નયસુંદરની થેડી અસર પડી હોય તે નવાઈ નહિ. - દમયંતી હંસને પકડવા માટે કોઈ યુક્તિ કરતી હેય એ. ઉલ્લેખ મહાભારતમાં નથી. ત્યાં તે હંસને દમય તીએ હાથમાં પકડયાને. પણ ઉલ્લેખ નથી. નિષધીયચરિત'માં પણ તે નથી. ભાલણે દમયંતી. પિતાની ઓઢણી નાખી હંસને પકડવાનો પ્રયત્ન કરે છે એમ લખ્યું છે. પ્રેમાનંદે દમયંતી પાસે હંસને પકડવા માટે ઘણે શ્રમ લેવડાવ્યા છે. એ માટે દમયંતીએ કરેલી યુકિત પ્રેમાનંદની સ્વતંત્ર રસિક કલ્પનાનું સર્જન છે. જુઓ :
પિતાનાં વસ્ત્ર દાસીને પહેરાવી, પઠી ચહેક્યામાં આવી; ૧૧-૩/૪ મસ્તક મૂકયું પલાશનું પાન, વિકાસી હથેળી કમળ સમાન;
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬ / પડિલેહા
મધ્યે મૂકયું જાંબુનું ફળ, જાણે ભ્રમર લે છે પ્રીમળ. ૧૧-૪ પાતે નાસિકાએ ગણગણતી, ભામા ભમરાની પેઠે ભણતી. હંસે હિરવદની જાણી, હિ પંકજ, પ્રેમદાના પાણુ, ૧૧-૫ ખેસ જઈને થઈ અજ્ઞાન, પરણાવવેા છે નળરાજાન ૧૧-૬/૧
હંસ દમયંતી આગળ નળનું જે વર્ણન કરે છે તેમાં આગળ થયેલા દમયંતીના વ નનુ" કેટલું ક મળતાપણું આવે છે. બાકીનુ વન કવિનું મૌલિક છે. નળનું રૂપ જોઈ દેવા પેાતાની સ્ત્રીઓની રક્ષા કરવા માંડે છે અને નારદઋષિ આગળથી ચેતી બ્રહ્મચારી રહે છે એનું વર્ણન પ્રેમાનન્દે રસિકતાથી કર્યું છે. હંસ નળનું વન કરી, દમયંતીને એને માટે અનુરાગ મેળવી, દમયંતીને શિખામણ આપે છે કે સ્વયંવરમાં નળનું રૂપ ધારણ કરી, મેાટા મેાટા દેવતાઓ આવશે. ભવિષ્યમાં બનનારી ઘટનાનું પ્રેમાનન્દે ફરી અહીં હુંસ દ્વારા સૂચન કર્યુ છે.
દમયંતી પાસે જઈ આવી હંસ નળ આગળ પ્રથમ ડિનપુરનું પરિસંખ્યા અલંકાર' વડે વન કરે છે; પછી ત્યાંના વનનું (જૂની પરંપરા પ્રમાણે ગાઢ વનનું વાતાવરણ સૂચવવા વૃક્ષાની યાદી આપીને) વર્ણન કરે છે; પછી, પંદરમાં કડવામાં ઉપમા, રૂપક, ઉત્પ્રક્ષાદિ અલંકારો વડે દમય ́તીનાં અંગાંગાનું કવિત્વમય વર્ણન કરે છે. દમયંતીનું બે વાર વર્ણન કરવા છતાં, ન ધરાયેલા કવિ પ્રેમાન દે પ્રત્યક્ષ જોઈ તરત પાછા ફરેલા હંસ પાસે આગળનાં બે વ ના કરતાં પણ અધિક ચડિયાતું અને વિગતે ત્રીજી વાર વણુ ન કરાવ્યુ છે, તેમાં પ્રેમાનંદનાં ઊંચાં કલ્પનયનાની અને એના કવિત્વવિલાસની આપણને સબળ પ્રતીતિ થાય છે. આમાં એણે પ્રયાજેલા કેટલાક અલંકાર, સ ંસ્કૃત મહાકવિઓની હરાળમાં એને બેસાડે તેવા છે. એની આરંભની ખે ઈંદુ'ની કલ્પના જુએ :
"
Page #226
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ | ૨૧૭ વિલ જાણે હેમની, અવફૂલે ફૂલી; ચક્તિ ચિત્ત થયું માહરું, ને ગયા તત્વ ભૂલી. ૧૫-૨ સામસામી હતી શોભા, એમ ભેમે સમ; ઈંદુમાં બિંદુ બિરાજે, જાણે ઉડુગણ ભોમ ! ૧૫-૩ ઊભે અમીનિધિનાં કિરણ મળિયાં, કળા થઈ પ્રકાશ;
તે જ્યાં તે સ્તંભ પ્રગટયો, શું એથી રહ્યું આકાશ ! ૧૫-૪ ૧૬માં કડવામાં, દમયંતીની વિરહવ્યથા અને સ્વયંવરની તૈયારીનું કવિએ વર્ણન કર્યું છે. વિરહવ્યથા અનુંભવતી દમયંતી ચંદ્રને માટે જે વેણ કહે છે તેની કલ્પના પ્રેમાનંદે ભાલણ મારફત કનૈષધીયચરિત'માંથી લીધી હોય એમ લાગે છે. દમયંતીની વિરહવ્યથા જોઈને એની માતા જે ભાવ વ્યક્ત કરે છે, અને દમયંતીને જે કોઈની નજર લાગી હોય તે તે ઉતારવાનો વિચાર કરે છે, તેમાં સમકાલીન ગુજરાતણ માતાના વાત્સલ્યનું પ્રતિબિંબ પડયું છે. એ પ્રસંગે “ઘરડાં માણસ ઢોર', “પરણ્યાં કુંવારાં કાંઈ ન પ્રીછે' વગેરે જે વચને દમયંતી પિતાની માતાને કહે છે તેમાં પ્રેમાનંદે ઔચિત્ય જળવ્યું નથી.
દમયંતીની સ્થિતિ વિશે જાણ, ભીમકરાજા સ્વયંવરની તૈયારી કરે છે. સ્વયંવર માટે નળને નિમંત્રણ આપવા માટે ભીમકરાજાએ સુદેવને મોકલ્યો એવું પ્રેમાનંદે લખ્યું છે. મહાભારતમાં સુદેવને ઉલ્લેખ નથી. દમયંતીએ સુદેવ મારફત પોતાને છાને પત્ર નળને મેકલાવ્યો છે. પાંચેક પંક્તિમાં લખાયેલા આ પત્રમાં કેટલું લાઘવ, કેટલું ગૌરવ, કેટલું ઔચિત્ય અને કેટલી સચોટતા પ્રેમાનંદે આણ્યાં છે! ( કડવું ૧૭ – કડી ૨, ૩ ).
સ્વયંવર માટે નળ નીકળે છે તે સમયે સંવત્સી ગાય અને કુરંગકુરંગીના શુકન એને થાય છે એવું પ્રેમાન દે કરેલું નિરૂપણ અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. આમાં પણ પ્રેમાનંદના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પડયું છે એમ ગણી શકાય.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮ | પડિલેહા
સ્વયંવર માટે નળ વિદર્ભ જાય છે ત્યારે હંસ નળને ઘત ન રમવા માટે, અને સ્ત્રીને વિશ્વાસ ન રાખવા માટે જે સલાહ આપે છે તેમાં ભવિષ્યમાં બનનાર ઘટનાનું પ્રેમાનંદે હંસ દ્વારા અગાઉથી સૂચન મૂકયું છે. આમાં સ્ત્રીને વિશ્વાસ ન કરવા માટે અપાયેલી સલાહ નિરર્થક અને નિષ્કારણ લાગે છે.
આ કડવામાં આ પ્રસંગે હંસ પોતાના અને નળના પૂર્વ ભવની વાત કરે છે. આ ઘટના નળાખ્યાનની કેટલીક હસ્તપ્રતમાં છે અને કેટલીકમાં નથી. આમેય, આ પ્રસંગ જે પ્રેમાનંદે લખેલે હેય તે. પણ પાછળથી ઉમેરેલું હોય એમ લાગે છે, કારણકે આટલા વખતથી નળ પાસે રહેનાર હંસ નળ જ્યારે સ્વયંવરમાં જવા નીકળે છે ત્યારે રસ્તામાં છૂટા પડતી વખતે પૂર્વભવની કથા કહેવા બેસે એ બરાબર બંધબેસતું લાગતું નથી. તેમ છતાં, પ્રેમાન દે આ પ્રસંગને આ સ્થળે બને તેટલે તર્કયુક્ત, સુસંગત કરવાનો પ્રયત્ન કર્યો છે. હંસ અને નળના પૂર્વભવની વાત મહાભારતમાં, “નૈષધીયચરિત માં કે ભાલણ, નાકરનાં નળાખ્યાનોમાં નથી. જૈનપરંપરાની નલકથામાં નળના પૂર્વ ભવની વાત આવે છે અને “નલાયન'માં તથા નયસુંદરકૃત ‘નળદમયંતી રાસ'માં હંસની પૂર્વ કથા પણ આવે છે.
અલબત્ત, પ્રેમાનંદે નિરૂપેલી પૂર્વ ઘટના અને જૈન કૃતિની પૂર્વ ઘટના ભિન્ન ભિન્ન છે. અને નળને પૂર્વજન્મની કથા પણ ભિન્ન ભિન્ન છે, તેમ છતાં નળના પૂર્વજન્મની કથાને અને હંસના સપ્રયજન દૂતકાર્યને વિચાર પ્રેમાનંદે પોતાના આ પુરગામી જૈન કવિમાંથી લીધે હોય અને પછી, તેને અનુરૂપ પ્રસંગ પિતાની કલ્પનાથી ઘડી કાઢ્યો હેય એમ બનવા સંભવ છે.
નળ વિદર્ભ દેશમાં પહોંચે છે. બીજા પણ ઘણું રાજાઓ ત્યાં આવી પહોંચ્યા છે. સત્તરમાં કડવામાં, કવિ હંસના પૂર્વવૃત્તાન્ત પછી, ભીમકરાજાના નગરનું, ચીજવસ્તુઓના વધેલા ભાવોનું, સ્વયંવર
Page #228
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૯ મંડપનું સચોટ અને લાક્ષણિક ચિત્ર આપે છે, અને એ જ કડવાના અંતભાગમાં, દેવોના પ્રસંગની શરૂઆત કરી દે છે અને તે, ૨૩મા. કડવામાં નળ દેવોનું દૂતકાર્ય કરી પાછા ફરે છે ત્યાં સુધી ચાલે છે. પ્રેમાનંદે આ પ્રસંગે પોતાના પુરોગામી કવિઓ કરતાં ઘણું સારી. રીતે ખીલ છે અને કેટલેક અંશે એને બગાડ્યો પણ છે.
એણે નારદને “કલહની ટેવવાળા” બતાવ્યા છે. મહાભારતમાં નારદ દેવોને માત્ર દમયંતીના સ્વયંવરના સમાચાર આપે છે. ભાલણને અનુસરી, પ્રેમાનંદે દેવાંગનાઓને ઉતારી પાડતા નારદને બતાવ્યા છે. દેવે સ્વયંવરમાં જવા માટે નીકળે છે એ પ્રસંગને વધારે રસિક બનાવવા, પ્રેમાનંદે મહાભારત કરતાં થોડું ભિન્ન નિરૂપણ કર્યું છે. મહાભારતમાં દેવ એકબીજાથી છાનામાના જતા નથી, જૂજવાં રૂપ ધારણ કરતા નથી, એકબીજાથી મનમાં ચોરી રાખી, ખોટા કામનું બહાનું બતાવતા નથી. પ્રેમાનંદે તે પ્રમાણે નિરૂપણ કર્યું છે. નળ પાસે દે વિપ્રને વેશ ધારણ કરીને આવ્યા, નળ પાસે પિતાના કાર્ય માટે “હા” પડાવી લીધી અને પછી પોતે પ્રગટ થયા એવું પ્રેમાનંદે કરેલું નિરૂપણ, મહાભારતમાં કે અન્યત્ર નથી. દેવે પોતાના દૂતકાર્ય માટે નળને જોગીને વેષ લેવડાવે છે, એ પણ પ્રેમાનંદની પિતાની કલ્પના છે.
નળ જ્યારે દમયંતીના આવાસમાં જાય છે ત્યારે દમયંતી દાસી. પાસે હિંડોળા પર બેસી, માથામાં તેલ નંખાવી વાળ ઓળાવે છે. એ ચિત્ર પણ પ્રેમાનંદનું પોતાનું છે. એ સમયે દમયંતી અને દાસી વચ્ચે જે વાતચીત થાય છે, પ્રતિબિંબમાં પુરુષને જોતાં તેઓ નાસી. જાય છે, ફરી પાછાં એ જ જગ્યાએ બેસી ફરી પ્રતિબિંબ જુએ છે. અને પછી “આડો અંતરપટ ધરી ' નળને પ્રગટ થવા માટે તે સ્તુતિ કરે છે, તથા નળ દાસી સાથે બેસવાની ના પડે છે અને દમયંતી એનું કારણ સમજાવે છે–એ આખી કલ્પના પણ પ્રેમાનંદની પિતાની છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૦ / પડિલેહા
દેવાને વરવા માટે દમયંતી આગળ દેવા અને માનવે વચ્ચે અંતર બતાવી નળ જે લીલા કરે છે તે, પ્રેમાનંદે વિસ્તારથી આપી છે. મહાભારતમાં એટલા વિસ્તાર નથી. પ્રેમાનંદના આ નિરૂપણમાં ઘેાડીક ભાલણની, થેાડીક નાકરની અને થેાડીક નયસુંદરના દમયંતી રાસ 'ની અસર પડેલી જણાય છે.
6
નળ
નળ દંતકા કરવા જાય છે ત્યારે દેવા એની પાછળ પેાતાના એક ગુપ્ત દૂત માકલે છે – એવું પ્રેમાન હૈં કરેલું નિરૂપણુ મહાભારતમાં, ♦ નૈષધીયચરિત 'માં કે ભાલણમાં નથી. તેમ એ પ્રેમાનંદની મૌલિક કલ્પના પણ નથી. - નલાયન 'માં અને એને અનુસરીને નયસુ ંદરના ‘ નળદમયંતી રાસ'માં ગુપ્ત દૂતની વાત આવે છે. નાકરમાં પણ એ આવે છે. પ્રેમાનન્દે આ કલ્પના ‘નળદમયતી રાસ'માંથી લીધી હાય, અથવા એ નાકરમાંથી લીધી હાય એમ પણ બને,
પ્રેમાનંદે નળના દૂતકાયના પ્રસંગ વિસ્તારથી વર્ણન્મ્યા છે. પરંતુ એ પ્રસ ંગે એણે નળ અને દમયંતીનાં પાત્રા મહાભારત જેવાં ઉચ્ચ ગૌરવવાળાં ટ્વાર્યા નથી.
આ પછી પ્રેમાન દે સ્વયંવરની તૈયારી, સ્વયંવરમ’ડપની રચના અને સ્વયંવરમાં પધારેલા રાજાઓના યુવાન અને આકર્ષક દેખાવા માટેના વૃથા પ્રયત્નાનુ હાસ્યરસિક આલેખન કર્યું છે. એમાં પ્રેમાનંદના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પડયુ છે. પાતાના શ્રોતાએના મનેારંજન માટે જ એણે રાજાઓની લગ્નત્સુકતાનું આવું અતિશયોક્તિભયુ : આલેખન કર્યુ છે.
સ્વયંવરમડપમાં નળ આવે છે એનું વર્ણન કરવા માટે, એક આખું જુદું કડવું પ્રેમાન હૈં રાકવું છે, અને તે પછી સ્વયંવરમંડપમાં દમયંતીના આગમન માટે બીજું એક કડવુ" રેકર્યું છે. કથાનાં નાયક અને નાયિકાનું, અગાઉ એમનું મુક્ત હાથે અલંકારયુક્ત વર્ણન કરીને, પ્રેમાનંદે, એ પાત્રોનું ગૌરવ વધાર્યું છે, અને પેાતાની
Page #230
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ/ ૨૨૧
કવિત્વકલાની ઊઁચી દૃષ્ટિ અને શક્તિની આપણને પ્રતીતિ કરાવી છે. બંને કડવાં માટે એણે પસંદ કરેલા ‘ઢાળ' પણ કેટલા પાત્રોચિત છે ! નળના આગમનની મહત્તા દર્શાવવા માટે એ નળ આવ્યેા રે, તે નળ આવ્યા રે ' એવી ધ્રુવપંકિત એણે યેજી છે. દમયંતીનું વર્ણન એણે હરગીતની ચાલમાં, પ ંક્તિને અ ંતે ‘ પૂરણુ` ' ‘ ચૂરણું ’ શોભય ‘લેભય` ' એવા અનુનાસિક પ્રાસ અને વધુ વિન્યાસ, કડવાની છેલ્લી કડી સુધી ચેાજી, છટાદાર ગૌરવયુક્ત અને અસરકારક કર્યું છે.
"
"
૨૮મા કડવામાં કવિએ સ્વયંવરમાં આવેલા દેવાના પ્રસંગ વર્ણવી, દમયંતીનળને વરદાન આપે છે એ પ્રસ ંગનું નિરૂપણ કર્યું છે. આ નિરૂપણુ એણે હાસ્યરસિક કર્યું છે અને શ્રેતાઓના મનેારજનને અથે પૌરાણિક પાત્રોનું ગૌરવ ખંડિત કર્યું છે. પ્રેમાનંદે આ પ્રસ ંગે દેવાને પ્રાકૃત માણસા જેવા, ખલકે, એથી પણ ખરાબ રીતે વર્તાતા બતાવ્યા છે, અને પરસ્પર શાપ આપતા દેવાની તેણે હાંસી ઉડાવી છે.
દેવા નળનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે, તેમને ઓળખવા માટે દમયંતી, તે દેવાને એમના પિતાનું નામ પૂછે છે. પણ એ ચારે લાભી દેવા પેાતાના પિતા તરીકે ‘ વીરસેન 'નું નળના પિતાનુ` નામ– જણાવે છે. બરાબર એ જ વખતે નારદમુનિ અંતિરક્ષમાં દેવાની પત્નીઓને લઈ આવે છે, અને એ જોઈ દૈવે! શરમાઈ જાય છે. દમયંતીની યુક્તિ અને દેવાની આ ફજેતી પશુ પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. પ્રમાણષુદ્ધિવાળા પ્રેમાનન્દે અહી સરસ રીતે અંત આણ્યા છે.
ત્યારપછી, દેવા દમયતીને વરદાનેા આપે છે તેમાં પ્રેમાનન્દે વરદાનાની સંખ્યા મહાભારત પ્રમાણે આપી છે, પરંતુ એ આઠ વરદાનામાંથી અડધાં પણ એણે મહાભારત પ્રમાણે આપ્યાં નથી. ત્રણેક વરદાન મહાભારતનાં એણે છેડી દીધાં છે, અને એક-બે વરદાનની
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨./ પઢિલેહા
સેળભેળ કરી નાખી છે. પ્રેમાનંદને મુકાખલે ભાલણે, ખરાખર મહાભારત પ્રમાણે આઠ વરદાના આપ્યાં છે. વળી, મહાભારત કે ભાલણમાં દેવા દમયંતીને કંઈ પણુ વરદાન આપતા નથી. · નૈષધીયચરિત 'માં દમયંતીને વરદાન મળે છે. પ્રેમાન ંદે અમૃત સ્રાવિયા હાથ ’નુ વરદાન દમયંતીને અપાવ્યુ` છે, જેની કલ્પના એણે નાકરમાંથી લીધી હાય એમ લાગે છે. દેવાના વરદાન પછી પ્રેમાનંદ લખે છે :
"
સર્વં સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી; દમયંતી હરખી તત્કાળ, નળને કાંઠે આરાપી માળ ( ૨૮–૨૮) પ્રેમાન દનું આ નિરૂપણુ યેગ્ય નથી; કારણ અહીં', દેવતાઓ સ્વર્ગમાં ગયા પછી દમયતી નળના કંઠમાં માળા આરોપે છે. એના અર્થ એ થયેા છે કે દમયંતીએ નળને માળા પહેરાવી અને એને વરી તે પહેલાં જ દેવોએ તે બંનેને વરદાના આપી દીધાં. મહાભારતમાં તે દમય તી નળને માળા પહેરાવી વરે છે. તે વખતે, દેવતાએ ત્યાં હાજર હેાય છે અને તેએ તે સમયે જયધેાષ કરે છે તે સમયે નળ દમય'તીને કહે છે, ‘તું મને દેવતાઓના સાન્નિધ્યમાં વરે છે માટે મારા દેડમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી હું તારા પ્રત્યે પ્રીતિવાળા રહીશ.' એ જ પ્રમાણે દમયંતી પણ કહે છે. એ પછી નળદમયંતી દેવતાઓને શરણે જાય છે, ત્યારે દેવતાએ તેમને વરદાન આપે છે. મહાભારતનું ચિત્ર વધારે ઉતાવળિયું અને ત્રુટિઓવાળુ લાગે છે. વળી, મહાભારતમાં, ભાલણમાં તથા ખીજા કવિઓની કૃતિએમાં આ પ્રસ ંગે દમયંતી પાંચ નળને જોઈ, વિમાસણુ અનુભવી દેશને પ્રગટ થવા માટે જે કરુણા, આ વભરી પ્રાર્થના કરે છે તેનું નિરૂપણ પ્રેમાનંદે ખાસ કર્યું નથી.
પ્રેમાનન્દે દમયંતીના સ્વયંવર પછી આ જ કડવામાં, કિલને પ્રસંગ શરૂ કરી દીધે। છે. પ્રેમાનંદે આલેખ્યા પ્રમાણે કલિ અને દ્વાપરને મેાલનાર નારદ છે. મહાભારતમાં કે ખીજે કયાંય એવા નિર્દેશ
Page #232
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવતુ / રર૩ નથી. પ્રેમાનંદે એ રીતે નારદ પાસે મહાભારત કરતાં ઘણું વધારે કામ કરાવ્યું છે. વળી, એનું ચિત્ર પણ કપ્રિય બનાવવાના આશયથી મહાભારત કરતાં થોડું ભિન્ન દેર્યું છે.
મહાભારતમાં કલિ અને દ્વાપર આવતા હોય છે ત્યારે દેવે તેમને રસ્તામાં મળે છે, તેમની વચ્ચે સ્વયંવર વિશે વાતચીત થાય છે. પ્રેમાનંદે દેવ અને કલિ વચ્ચેના આ પ્રસંગને ઉલ્લેખ કર્યો નથી. એણે કલિનું ભયંકર ચિત્ર માત્ર બે જ પંક્તિમાં ખડું કરી દીધું છેઃ
બેઠો મહિષ ઉપર કળિકાળ, કંઠે મનુષનાં શીશની માળ; કરમાં કાતુ લેહ-શણગાર, શીશ સઘડી ધીકે અંગાર. (૨૮-૩૨)
કલિ નળના નગરમાં અને નળના દેહમાં પ્રવેશ કરવા ઇચ્છે છે; પરંતુ લેકના ધર્મપાલનને લીધે તે પ્રવેશી શકતા નથી, અને તેથી નગરમાં આમતેમ ભમ્યા કરે છે. મહાભારત પ્રમાણે, તે આ રીતે બાર વર્ષ સુધી ભમે છે. ભાલણે પણ તે પ્રમાણે લખ્યું છે. પ્રેમાનંદે એક હજાર વર્ષ ગણાવ્યાં છે. સાઠ હજાર વર્ષ બતાવનાર જૈન કવિઓ નલાયન કાર અને નયસુંદરની જેમ, પ્રેમાનંદે પણ મોટી સંખ્યા બતાવી છે.
નળ-દમયંતીને બે સંતાન થાય છે. પ્રેમાનંદ લખે છે: જુમ્બાલક સંગાથે પ્રસવ્યાં, પુત્રપુત્રી રૂપે અભિનવાં (૨૮-૩૮)
અહીં પુત્રપુત્રી સાથે જન્મ્યાં એવો ઉલ્લેખ મહાભારતમાં, નૈષધીયચરિતમાં કે ભાલણમાં નથી. પણ “નલાયન” કાર અને નયસુંદરે તે પ્રમાણે વર્ણન કર્યું છે. પ્રેમાનંદે નયસુંદરમાંથી એ વિચાર લીધે હોય એમ લાગે છે.
નળના દેહમાં કલિ પ્રવેશે છે એનું નિરૂપણ મહાભારત કરતાં ડું ભિન્ન પ્રેમાનંદે કર્યું છે. મહાભારત પ્રમાણે એક દિવસ નળે - લઘુશંકા કર્યા પછી પણ જોયા વગર સંધ્યાવંદન કર્યું એટલે કેલિએ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪ / પડિલેહા
એના શરીરમાં પ્રવેશ કર્યો. ભાલણે પણ બરાબર મહાભારત પ્રમાણે વન કર્યુ. છે. પ્રેમાનન્દે લઘુશંકાના ઉલ્લેખ કર્યો છે. · નલાયન'કારે અને નયસુ ંદરે લઘુશ'કાના ઉલ્લેખ કર્યો નથી, અને પગ ધાતાં આંગળી વચ્ચેની જગ્યા કારી રહી ગઈ અને ત્યાંથી કલિએ નળના શરીરમાં પ્રવેશ કર્યા એમ લખ્યું છે. પ્રેમાનંદનું આ નિરૂપણુ નયસુંદર અને ‘ નલાયન 'તે મળતુ આવે છે.
કલિ અને દ્વાપર વિપ્રને વેષ ધારણ કરીને પુષ્કર પાસે આવી એને નળ સાથે વ્રત રમવા પ્રેરે છે એ વર્ણન પ્રેમાનંદનું મૌલિક છે. ત્યારપછી પુષ્કરે વ્રતમાં વૃષભ પરઠચાનું વર્ણન એણે ભાલણુ અને નાકરને અનુસરીને કર્યું' છે. પણ ભાલણના આખ્યાનમાં કલિ વૃષભનું રૂપ લે છે અને દ્વાપર પાસાનું રૂપ ધારણ કરે છે. પ્રેમાન ંદના આખ્યાનમાં કલિ પાસા બને છે અને દ્વાપર પાડી બને છે. વળી, પુષ્કર વ્રતમાં આખલે હેડમાં મૂકે છે. માટે પ્રેમાનન્દે એને વનવાસી બતાવ્યા છે. ભાલણે એવું" બતાવ્યુ` નથી. ( જોકે રાજ રાતના દ્યૂત રમીને પુષ્કર પેાતાને ‘ આશ્રમે ' જાય છે એવું ભાલણે લખ્યુ છે. )
શ્રી રા. વિ. પાઠક લખે છે, “ ભાલણે અને પ્રેમાનંદે બંનેએ પુષ્કરે રમતમાં ‘વૃષ' મૂકયો વન ક" છે. હવે પુષ્કર રાજા હાય તા આખલા લઈને જાય અને ‘પણ 'માં માત્ર આખલા મૂકે, અને તેની સામે નળ પેાતાનું રાજ્ય મૂકે એ અસંભવિત છે. ભાલણને આ અસંભવિતતા જણાઈ નહિ, પ્રેમાનંદને જણાઈ, અને તેથી તેણે પુષ્કરને નિન અને વનવાસી કપ્ચા
"*
શ્રી પાઠકના આ અભિપ્રાય વિશે થાડીક સ્પષ્ટતા કરવાની જરૂર છે. પ્રેમાનંદ પ્રમાણે પુષ્કરે દાવમાં વૃષભ મૂકયો અને સામે, નળે આખું રાજ્ય મૂકયુ. અને એક જ દાવમાં તે હારી ગયેા. આવી રીતે એક વૃષભની સામે આખું રાજ્ય મૂકવામાં આવે એ
* કાવ્યની શકિત ( બીજી આવૃત્તિ) પૃ. ૧૨૩
Page #234
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવતું / રરર અસંભવિતતા માટે શ્રી પાઠક ભાલણને જવાબદાર ગણે છે અને. પ્રેમાનંદને બચાવ કરે છે.
પણ હકીકતમાં આ અસંભવિતતા માટે પ્રેમાનંદ પોતે જવાબ-- દાર છે. ભાલણે એવું અસંભવિત નિરૂપણ કર્યું જ નથી. ભાલણના નળાખ્યાનમાં પહેલા દાવમાં પુષ્કર વૃષભ મૂકે છે અને નળ એની સામે એટલું દ્રવ્ય મૂકે છે. નળ હારી જાય છે. ત્યાર પછી બીજા દાવમાં પુષ્કર વૃષભ અને જીતેલું દ્રવ્ય મૂકે છે અને એની સામે નળ એ બંનેના જેટલું દ્રવ્ય મૂકે છે. આમ ક્રમેક્રમે પુષ્કર હારતા જતા નળ પાસેથી બધું છતી લે છે. એટલે ભાલણનું નિરૂપણ અસંભવિત નહિ. પણુ પ્રતીતિકર છે.
પ્રેમાનંદના “નળાખ્યાન'માં પુષ્કર શરત કરે છે બેઠા બને પણ પરઠીને, બલ્ય પુષ્કર રાયજી; જે હારે તે રાજ્ય મૂકીને, ત્રણ વર્ષ વનમાં જાયછે. (૩૦-૪) ત્રણે વર્ષ ગુપતે રહેવું વેષ અન્ય કે ધરીજી;
જો કદાચિત પ્રીછ પડે તે, વન ભોગવે ફરીજી. (૩૦-૫)
ઘુતમાં આવી શરત કર્યાને ઉલ્લેખ મહાભારતમાં કે બીજી કઈ પણ કૃતિમાં આવતા નથી. પ્રેમાનંદે અહીં શકુનિ અને યુધિષ્ઠિરના બીજી વારના ઘતની શરત જેવી શરત મૂકી દીધી હોય એમ લાગે છે, અને તે પણ બરાબર એકસાઈ કર્યા વગર; કારણકે એના નિરૂપણ પ્રમાણે જોઈએ તે પણ, આ શરત બરાબર પળાતી નથી.
મહાભારતમાં નળ ઘતમાં ઉત્તરોત્તર વધારેને વધારે હારતે. જતા હતા, ત્યારે દમયંતી અગમચેતી વાપરી વાણ્યેય સાથે પિતાનાં બંને સંતાનોને પિતાને પિયર મોકલી દે છે. પ્રેમાનંદ પ્રમાણે, હતમાં હાર્યા પછી નળના કહેવાથી, દમયંતી પિતાનાં સંતાનોને પિયર મોકલે છે. મહાભારતમાં સંતાનોને વાર્ષેય સારથિ સાથે મોકલવામાં આવે છે. નળાખ્યાન'માં તે ગુરુજી સુદેવ સાથે એકલવામાં આવે છે.. ૧૫
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૬ / પડિલેહ
વ્રતના પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે ઉતાવળથી કર્યું છે, પરંતુ બાળકેની વિદાયને પ્રસંગ એણે હદયસ્પર્શી બનાવી વિકસાવ્યું છે, અને એ માટે એક આખું કડવું ૨કાયું છે. આ કરુણ રસના ગીતમાં દમયંતીના હૃદયની વ્યથા કવિએ સારી રીતે વ્યકત કરી છે. પિતાનાં સંતાનોને “નમાયાં થઈ વરતજે રે' કહેનાર માતા કેટલું દુઃખ અનુભવતી હશે ! “સહેજો મામીની ગાળ” લખીને પ્રેમાનંદે પિતાના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પાડી, પિતાના તાજનેને માટે એ નિરૂપણ વધારે વાસ્તવિક લાગે એવું બનાવ્યું છે.
૩૨મા અને ૩૩મા કડવામાં, કવિએ નળ-દમયંતીને વનમાં જવા માટે નીકળતાં વર્ણવ્યાં છે અને વનમાં પડેલાં કષ્ટોનું અને નળ દમયંતીના કરેલા ત્યાગનું નિરૂપણ કર્યું છે. દમયંતી નગરમાંથી નીકળે છે એ પ્રસંગે કવિ લખે છેઃ
એક અંજલિ જળની ન પામ્યાં, જે ભમ્યાં પુર આખે.
તરસી દમયંતી પાણી ન પામી, કંઠે પડિયે શેષ. એક રાત રહ્યાં નગરમાં, ચાલ્યાં વહાણું વાતે.
મહાભારત પ્રમાણે નળ-દમયંતી ત્રણ દિવસ નગર બહાર માત્ર પાણી પીને રહ્યાં, અને ત્યાર પછી વનમાં ગયાં. પ્રેમાનંદ નળને વિશે માપેલા વરદાનની વાત અહીં ભૂલી ગયો છે. માટે એમણે નળ અને દમયંતીને તરસ્યાં રહેલાં બતાવ્યાં છે. મહાભારતકારે પાણીને ઉલ્લેખ કર્યો છે.
આ પછી પ્રેમાનંદે મત્સ્યસંજીવનને પ્રસંગ મૂક્યો છે. આ પ્રસંગની કલ્પના એણે નાકરમાંથી લીધી છે. મહાભારતમાં કે ભાલણના નળાખ્યાનમાં કે જૈન કવિઓની કૃતિઓમાં એ નથી. પ્રેમાનંદ આ પ્રસંગ નાકર કરતાં વધારે વિકસાવે છે, પરંતુ એમ કરતાં, નળના પાત્રના ગૌરવને એણે ઘણું હાનિ પહોંચાડી છે. દમયંતીના
Page #236
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / રર૭ ત્યાગ માટે આવું કારણ મૂકવા કરતાં મહાભારતકાર કે ભાલણની જેમ તે પણ આના કરતાં વધારે સારું અને સ્વાભાવિક કારણ મૂકીને પિતાને અને નળને આ દેષમાંથી બચાવી શક્યો હોત.
વનમાં પંખીને પકડવા જતાં પિતાનું વસ્ત્ર નળ ગુમાવે છે એ પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે કેટલું તાદશ કર્યું છે ! નળ નગ્ન બને છે એ સમયે તે લખે છેઃ
લાન્યા પંખી ને લાયું વન, લા સર્ય, મીયાં લોચન; સ્વાદ ઈદ્રિયે પીડ મહારાજ, થયે નગ્ન મૂકીને લાજ.
વિહંગમ વસ્ત્ર ગયો રે હરી, “દમયંતી ! મા જે ફરી, પાછે ડગલે ગઈ સ્ત્રીજંન, આપ્યું અર્ધવસ્ત્ર, “સ્વામી ઢંકે તન.' એકેકે છેડે પહેર્યો ઊભે, જાણે તીરથ નાહ્યાં એવાં ભે! અન્ન વિના અડવડિયાં ખાય, સતને આધારે ચાલ્યાં જાય.
(કડવું ૩૪–૧૩, ૧૪) મહાભારતમાં બે પંખીઓ આવે છે; પ્રેમાનંદે અહીં એક જ પંખીને ઉલ્લેખ કર્યો છે, અને તે બગલે હવે એમ જણાવ્યું છે. મહાભારતમાં પંખી કયાં હતાં, પાસાઓએ કયા પંખીનું સ્વરૂપ ધારણ કર્યું હતું તે જણાવ્યું નથી.
નળ દમયંતીને ત્યાગ કરે છે એ સમયની એની દ્વિધા પ્રેમદે મહાભારતકારની જેમ સરસ વર્ણવી છેઃ
કળિ તાણે વાટ વન તણી, પ્રેમ તાણે દમયંતી ભણું; વિચારે વિચારનિધિમાં પડ્યો, આવતજવત હિંડોળે ચડયો. સાત વાર આ ફરી ફરી, તજી ન જાય સાધુ સુંદરી; પ્રબળ બળ કળિનું થયું, પ્રેમબંધન ત્રુટીને ગયું! (૩૩-ર૦)
ત્યાર પછી દયંતી એની માસીને ત્યાં જાય છે ત્યાં સુધીના પ્રસંગેનું સળંગ નિરૂપણ મહાભારતમાં, ભાલણમાં અને નોકરમાં
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮ | પડિલેહા, કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી નળને પ્રસંગ મૂકવામાં આવ્યું છે. પ્રેમાનંદે “નલાયન’કાર, નયસુંદર અને સમયસુંદરની જેમ, પહેલાં નળને પ્રસંગ મૂક્યો છે અને પછી દમયંતીની વીતકકથા રજૂ કરી છે. ૩૪માં કરવામાં પ્રેમાનંદે નળને વિલાપ રજૂ કર્યો છે જે એની નિરૂપણશક્તિને અને રસસ્થાનની એની પરખને આપણને સારે પરિચય કરાવે છે.
કર્કોટક નાગને પ્રસંગ પ્રેમાનંદે મહાભારત કરતાં થોડી ભિન્ન રીતે આલેખ્યો છે. મહાભારતમાં કર્કોટક નાગ નળ પિતાને ઊંચકી શકે એ માટે અંગૂઠા જેટલું નાનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રેમાનંદે એક તે નાગને એક જોજન જેટલું લાંબું અને મેટો બતાવ્યું છે. વળી, એણે કર્કોટકે નાનું સ્વરૂપ ધારણ કર્યાનું લખ્યું નથી. મહાભારતમાં નારદના શાપની વાત આવે છે; પ્રેમાનંદે સપ્તર્ષિના શાપની વાત કરી છે. પ્રેમાનંદે શાપનું જેવું કારણ જણાવ્યું છે તેવું મહાભારતમાં નથી.
પ્રેમાનંદ પ્રમાણે, નળ નાગને નીચે મૂકી દે છે પછી તે નળને કરડે છે. મહાભારતમાં નાગ નળને ખભે હાય છે ત્યારે જ કરડે છે. મહાભારતમાં નાગ નળને ક્યાં કરડે છે તેને ઉલ્લેખ નથી, પણ નાગે અંગૂઠા જેટલું સ્વરૂપ ધારણ કર્યું છે અને એ નળને ખભે છે એટલે નળને ખભે જ એણે દંશ માર્યો એમ માની શકાય. પ્રેમાનંદ પ્રમાણે તે નળને છાતીએ કરડે છે.
મહાભારતમાં નાગ કેટલા સમયથી વનમાં દાઝે છે તેને ઉલ્લેખ નથી. પ્રેમાનંદે તે સાત હજાર વર્ષ બતાવ્યાં છે. મહાભારતમાં નાગ નળ પાસે દસ ડગલાં ભરાવી, “દશ” એમ નળ બોલે છે ત્યારે “ડસ', દંશ માર' એવો અર્થ કરી તે કરડે છે. પ્રેમાનંદમાં તે પ્રમાણે “દશ” ડગલાં ગણવાની અને દશ”ને અર્થ “કરડવું” એ કરવાની કંઈ વાત જ આવતી નથી. મહાભારતમાં કર્કોટક નળને બે વસ્ત્ર આપે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવતુ / રર પ્રેમાનંદ પ્રમાણે તે ત્રણ વસ્ત્ર આપે છે. મહાભારતમાં નળ તે વસ્ત્રો લે છે, અને તરત કટક અંતર્ધાન થઈ જાય છે. પ્રેમાનંદ પ્રમાણે નળ તે વસ્ત્રો પહેરીને ખાતરી કરી જુએ છે, ત્યાર પછી કટક અંતર્ધાન થાય છે.
“બાહુક” નામ ધારણ કરી, નળ જ્યારે અયોધ્યા આવે છે ત્યારે તે પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે હાસ્યરસિક અને જનમનરંજન કરાવે એવું કર્યું છે.
૩૬મા કડવાથી, પ્રેમાનંદ દમયંતીના પ્રસંગે વર્ણવે છે. આ કડવામાં પહેલી ત્રણ કઠી કવિ દેહરાની આપે છે. સામાન્ય રીતે દોહરા' અને “દેશીઓ'ની કડીઓ, ભેગી આપવાની પ્રણાલિકા જૈનકવિઓમાં જોવા મળે છે. પ્રેમાનંદની રચના પર જૈન કવિઓની અસર પડી હોવાને સંભવ છે. વળી, આ ત્રણ કડીમાં દમયંતીના સ્વપ્નાની વાત આવે છે, જેમાં તે નળ પિતાને મૂકીને જાય છે એવું જુએ છે. આ પ્રસંગે દમયંતીને સ્વપ્ન આવતું મહાભારતમાં, ભાલણના કે નાકરના “નળા
ખ્યાનમાં બતાવવામાં આવ્યું નથી. પરંતુ “નલાયન’ અને નયસુંદરના રાસમાં તથા જૈન પરંપરાની - નલકથા વિશેની બધી જ કૃતિઓમાં દમયંતીના સ્વમની વાત આવે છે. અને એ સ્વપ્નમાં પણ દમયંતીને નળ છોડી જાય છે એવું રૂપકશૈલીથી બતાવવામાં આવ્યું છે. એટલે પ્રેમાનંદે અહીં મૂકેલા સ્વપ્નની કલ્પના એણે જૈન કવિઓ પાસેથી લીધી હોવી જોઈએ.
દમયંતી જાગે છે અને નળની તપાસ કરે છે. પરંતુ નળને ન દેખતાં, તે વિલાપ કરતી કરતી “એકલડી વનમાં ભમે છે. પ્રેમાનંદે એનું તાદશ ચિત્ર દેવું છે. આ પછી દમયંતી નળને માટે ચીતરાને, શાર્દૂલને અને વૃક્ષને પૂછી જુએ છે. ત્યાર પછી અજગર અને પારધીને પ્રસંગ બને છે. મહાભારતમાં અજગર અને પરાધીને પ્રસંગ પહેલાં આપે છે અને ત્યાર પછી શાર્દૂલ, પર્વત અને વૃક્ષનૈ સંબોધન આવે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦ | પડિલેહા
પારધીને પ્રસંગ પ્રેમાનંદે મહાભારત કરતાં વધારે વિકસાવીને મૂક્યો છે. નયસુંદરના રાસમાં પણ આ પ્રસંગ વિકસાવીને મૂકવામાં આવ્યા છે. પારધીને શાપ આપતી વખતે દમયંતી વિઠ્ઠલજીનું સ્મરણ કરે છે. આવું મહાભારતમાં, ભાલણમાં કે નાકરમાં નથી. “નલાયન'માં અને નયસુંદરમાં શાપ આપતી વખતે “ઈન્દ્રનું સ્મરણ દમયંતી કરે છે. પારધીને શાપ આપ્યા પછી પોતાના ઉપર ઉપકાર કરનારને આવી શિક્ષા કરવા માટે દમયંતીને કંઈ પરિતાપ કરતી મહાભારતમાં બતાવી નથી. “નલાયનકારે અને નયસુંદરે એ વિસ્તારથી વર્ણવ્યું છે, અને પ્રેમાનંદે પણ તેવી રીતે દમયંતીને પરિતાપ અનુભવતી બતાવી છે. સંભવ છે કે પ્રેમાનંદના આ નિરૂપણમાં નયસુંદરની અસર પડી હેય. આ પરિતાપને અંતે, દમયંતીને આપઘાત કરવા માટે ગળે ફાંસો ભરાવતી પ્રેમાનંદ બતાવી છે તે તેને પિતાને ઉમેરો હોય એમ લાગે છે.
પારધી પછી તાપસને પ્રસંગ કવિએ મૂક્યો છે. એણે આ આખે પ્રસંગ કળિની માયારૂપે મુક્યો છે, અને તાપસને “નગ્ન દિગંબર' બતાવ્યા છે. મહાભારતમાં આવું કંઈ આવતું નથી. અહીં તાપસ બનેલ કળિને આશય દમયંતીને નળ પ્રત્યે પ્રેમ ઓછો કરાવવાનું હોય છે, પણ તેમાં તે ફાવતું નથી.
આ પછી પ્રેમાનંદે દમયંતીને ફરી સ્વપ્ન આવતું બતાવ્યું છે, જેમાં એને નળનું દર્શન થાય છે. મહાભારતમાં સ્વનિની વાત આવતી નથી. જૈનકથામાં દમયંતીને બીજું સ્વપ્ન આવતું બતાવવામાં આવે છે, પરંતુ તે તે દમયંતી પોતાના ત્યાં પિતાને જાય છે ત્યારે. અલબત્ત, એ સ્વમમાં નળના સંગનું જ સૂચન રૂપકશૈલીથી દર્શાવવામાં આવ્યું છે.
૪૦મા, ૪૧મા અને કરમા કડવામાં, પ્રેમાનંદે વણઝારાને. પ્રસંગ વર્ણવ્યો છે. આ પ્રસંગમાં એણે મહાભારતમાં જે ઘટનાઓ સ્વાભાવિક રીતે બનતી બતાવવામાં આવી છે તે, કલિની માયાને કારણે બનતી બતાવી છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૩૧
વણુઝારાના પ્રસંગ પછી, દમયતી પેાતાની માસીને ત્યાં આવે છે. બાજુક ઋતુપના નગરમાં જાય છે તે વખતે એની જેવી સ્થિતિ થાય છે તેવી સ્થિતિ દમય'તી, આવા વેશે નગરમાં પ્રવેશે છે ત્યારે, થાય છે. પ્રેમાનંદે દમયંતીની માસીનુ નામ ભાનુમતી અને એની દીકરીનુ નામ ઇન્દુમતી આપ્યું છે. મહાભારતમાં માસીનું નામ આપવામાં આવ્યું. નથી અને માસીની પુત્રીનું નામ સુનંદા આપવામાં આવ્યું છે. નયસુંદરે અને ‘નલાયન'કારે માસીનું નામ ચ ંદ્રમતી અને દીકરીનું નામ સુનંદા આપ્યું છે. જૈનપરંપરાની નલકથામાં માસીનું નામ ચંદ્રયશા એની પુત્રીનુ` નામ ચંદ્રમતી આપવા આવ્યું છે.
મહાભારત પ્રમાણે દમયંતીને એની માસી ઓળખી શકતો નથી, અને દમયંતી પણ માસીને આળખી શકતી નથી, નયસુંદરે વળ્યા પ્રમાણે, દમયંતી પેાતાની માસીને એળખે છે, પણુ આવા સંજોગામાં તે એ ભેદ પ્રગટ કરતી નથી. પ્રેમાનંદે પણુ, દમયંતી પેાતાની માસીને ઓળખે છે, પણ ભેદ પ્રગટ કરતી નથી, એમ બતાવ્યું છે.
મહાભારત પ્રમાણે, દમયંતી પેાતાની માસીને ત્યાં રહે છે તે સમય દરમિયાન કાઈ ખાસ પ્રસંગ બનતા નથી. જૈન નલકથામાં દમય'તીની માસીની દીકરીનાં રત્નાની ચારીને પ્રસંગ બને છે. પ્રેમાનંદના નળાખ્યાન'માં પણ માસીની દીકરીના હારની ચેારીને પ્રસ ંગ બને છે. જૈનકથામાં રત્ન ચારનાર દમયંતી નથી, પણ પિંગળ નામના ચાર છે. પ્રેમાનંદના‘નળાખ્યાન'માં પણ હાર ચેરનાર દમયતી નથી, પણ હારચોરીને! આરાપ એને માથે આવ્યા છે. જૈનકથામાં દમયતીના સત્યના પ્રભાવથી પિંગળ ચારનાં બંધન તૂટી જાય છે, પ્રેમાન ના નળાખ્યાનમાં દમયંતીના સત્યના પ્રભાવથી હાર ગળનાર ટાડલા ફાટે છે અને કળિ ત્યાંથી નાસે છે. આટલું. સામ્ય, પ્રેમાનન્દ્વના નળાખ્યાન'ના અને જૈન નલકથાના આ પ્રસંગ્રા વચ્ચે, જોવા મળે છે. પ્રેમાનંદે આ પ્રસંગનું સૂચન કાર્ય જૈનકથામાંથી લીધું હોય
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨ / પડિલેહા
તાપણુ એનું નિરૂપણુ એણે પેાતાની વિશિષ્ટ કલાથી કર્યું છે. કદાચ પ્રેમાન દે કચાંયથી સૂચન ન લીધું. હાય અને આખા પ્રસંગ પેાતાની મૌલિક કલ્પનાથી યેાજી કાઢયો હાય એમ પણ બને. આ પ્રસંગે એણે દમયંતીને હાથે, કલિના અહી છેલ્લા પરાજય બતાન્યેા છે.
૪૩મા કડવામાં હારચોરીના પ્રસંગ મૂકયો છે અને ત્યાર પછી કવિએ ઇંદુમતી અને દમયંતી વચ્ચેને સંવાદ સચોટ અને કુશળતાથી રજૂ કર્યો છે. કવિએ સંવાદને ત્વરિત અને જાણે ભજવાતા હાય એવા નાટયાત્મક બનાવ્યા છે, પ્રસંગને નજર સમક્ષ તરવરતા કરવાની પ્રેમાનંદની કલા અહી કેટલી ખીલે છે તે આપણે જોઈ શકીએ છીએ.
આ પ્રસંગની અને પ્રેમાનંદની નિરૂપણુકલાની પરાકાષ્ઠા આ પછીના કડવામાં, દમયંતીએ પ્રભુને કરેલી આ હૃદયની પ્રાર્થનામાં આવે છે. ગુજરાતી સાહિત્યની આ ચિરસ્મરણીય પંક્તિના ‘ઢાળ’ પણ એવા જ ભાવાનુકૂળ છે. કવિ લખે છેઃ
ઢા હરિ, સત્ય તણા રે સંધાતી, હર ! હુ` કહીંયે નથી સમાતી; હિર, માહરાં કાણું કર્મોનાં કરતું, હર ! ચેરીથકી શું નરતું? હિર, હું શા માટે દુઃખ પામું? હિર, જુઓ હું−રાંકડી સાહમું, હરિ, ગ્રાહથા ગજ મુકાવ્યા, હરિ ! હું−પર રોષ શે` આવ્યું ?
પ્રેમાનંદની આ પ ક્તિએ એ જમાનામાં જ્યારે કરુણુ સ્વરે ગવાતી હશે ત્યારે કાનું હૃદય નહિ દ્રવ્યુ` હેાય? કેાની આંખ ભીની નહિ થઈ હૈાય ?
૪૬મા કડવાથી, કવિએ નળદમયતીની શોધ અને ત્યારપછી તેની મિલન-કથાનું નિરૂપણ શરૂ કર્યું છે. સુદેવ દમયંતીની શોધ માટે નીકળે છે એ પ્રસંગનું નિરૂપણ પ્રેમાન હૈ જીવંત અને ચિત્રાત્મક કર્યું છે. આ તાદશ ચિત્ર પછી પ્રેમાનંદના સંવાદકૌશલનેા, થાડા શબ્દામાં ઘણું કહેવાની એની શક્તિને અને એ દ્વારા એના શબ્દ
Page #242
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ર૩૩ પ્રભુત્વને પરિચય કરાવનારી પંક્તિઓ, સુદેવ અને દમયંતીના સંવાદમાં આપણને જોવા મળે છે. (કડવું ૪૮, ૧-૩). દમયંતીને ઓળખતાં એની માસી જે દુઃખની લાગણી અનુભવે છે તેના નિરૂપણમાં ગુજરાતના વાતાવરણનું કેટલુંક પ્રતિબિમ્બ પડયું છે. ઇન્દુમતી અને સુબાહુ તે સમયે જે લજજા અનુભવે છે તેનું પણ કવિએ સુંદર વાસ્તવિક ચિત્ર દેવું છે.
દમયંતી મુદેવ સાથે કુલિનપુર આવે છે ત્યારે નગરમાં પ્રવેશતાં એને નળ પણ યાદ આવે છે. માટે “પ્રભુ વિના પીહરિયું ગ્રસે’ એમ તે કહે છે. દમયંતી નગરમાં આવે છે. એનાં માતાપિતા, સંતાને અને સાહેલીઓ અને સામે મળવા માટે દોડે છે. પણ પતિ વિના એનું હૃદય હજુ અશાંતિ અનુભવે છે. જ્યાં સુધી પતિને મેળાપ ન થાય ત્યાં સુધી એ વ્રત-નિયમ પાળે છે. વર્ષાઋતુ આવે છે અને એનું વિગદુઃખ વધે છે. આ રીતે પિયરમાં આવ્યને એક વર્ષ થયું છતાં નળને મેળાપ નથી થયો માટે તે સુદેવને નળની શોધ માટે જવાનું કહે છે. મહાભારતમાં દમયંતી જે દિવસે એના પિતાને ત્યાં આવે છે તે જ દિવસે રાત્રે, તે પોતાની માતાને નળની તપાસ કરાવવા માટે કહે છે; અને માતાના કહેવાથી ભીમક રાજા બ્રાહ્મણોને એકલે છે. તેમાંથી પણુંદ નામને વૃદ્ધ બ્રાહ્મણ બાહુકની તપાસ કરી લાવે છે. ત્યાર પછી દમયંતીના સ્વયંવરને સંદેશ લઈને સુદેવ ઋતુપર્ણ રાજાને ત્યાં જાય છે. પ્રેમાનંદે આ બંને કામ સુદેવને જ સંપ્યાં છે, અને બીજા બ્રાહ્મણોને તેણે કશે જ ઉલ્લેખ કર્યો નથી.
દમયંતી સુદેવ મારફત જે શબ્દ કહેવડાવે છે અને બાહુક જે રીતે એને જવાબ આપે છે તેનું નિરૂપણ પ્રેમાનંદે મહાભારત કરતાં ડું ભિન્ન કર્યું છે. મહાભારતની ટહેલમાં, નળને મુદ્દે ઉપાલંભ છે, પરંતુ અહીં દમયંતી પોતાના માટે “અલભ્ય વસ્તુ' અને “રત્ન' જેવા શબ્દો કહેવડાવે છે; અને નળ પણ જવાબમાં
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪ /
ડેલહા
એને ‘કાચ' તરીકે ઓળખાવે છે તથા મત્સ્યના પ્રસ ંગને હજુ પણ સંભાર્યા કરે છે. તેમાં ખુંને પાત્રોનું ગૌરવ સચવાતું નથી, મહાભારતની અને તેને અનુસરીને ભાલણે આપેલી ટહેલ વધારે ગૌરવવાળી છે. પ્રેમાનંદની હેલ અને સુદેવે આવીને દમયંતીને આપેલા અહેવાલ એ બન્નેનું શ્રેતાઓના મનેાર...જન કરવાના હેતુથી જ નિરૂપણુ થયેલું વિશેષ લાગે છે.
૫૩ મા કડવામાં, કવિએ સુદેવ ઋતુપ ને ક કાત્રી આપે છે ત્યાંથી તે બાહુકના દેડમાંથી કલિ નીકળી જાય છે ત્યાં સુધીના પ્રસંગતું, વિગતે આલેખન કર્યું છે. ‘નળાખ્યાન’નું આ સૈાથી લાંબ્રુ ૧૨૬ કડીનું કડવુ છે. આખુ કડવુ. પાતાના શ્રોતાજનાના મનેારજનાથે પ્રેમાનંદે લખ્યુ` હેાય. એમ લાગે છે. એથી એમાં હાસ્યરસ ઠીકઠીક નિષ્પન્ન થયા છે. એમાં કવિના જમાનાના ગુજરાતનું પ્રતિબિમ્બ પણ ઠીકઠીક પડયું છે. મહાભારત કરતાં ઘણુ` ભિન્ન નિરૂપણ પ્રેમાનંદે અહીં કર્યું છે. એમાં એની રસનિરૂપણુની અને તાદશ ચિત્રો ખડાં કરવાની શક્તિનું આપણને અચ્છુ દર્શન થાય છે; પણ તેમ કરવા જતાં, એણે પેાતાની કવિતાને જે હાનિ પહેાંચાડી છે અને ઔચિત્યનું ભાન ગુમાવ્યું છે તે પણુ જોઈ શકાય છે.
ઋતુપર્ણની કામલેાલુપતાનું, બાજુક અને પજવે છે તેનું, સ્વયંવરમાં જતાં અટકાવવા માટે ઋતુપણુ રાણીઓને મારે છે એનું, ઋતુપના ધાડાઓનુ, બાહુક રથ હાંકતી વખતે જે વાંધા પાડે છે તેનુ, અને અંતે નગરમાંથી રથ નીકળે છે તેનું પ્રેમાનન્દે હાસ્યરસિક નિરૂપણુ કર્યું છે. અહી બાજુક ઋતુપર્ણનું અપમાન વારેવારે કરે છે, એને ‘નિલ'જ્જ', ‘ઝેરી', અને 'વિષયી' કહી, એને કાગડાની ઉપમા આપી ઉતારી પાડે છે તથા ધાડાને ગાળ આપી તે દ્વારા ઋતુપર્ણ ને ગાળ આપે છે—એવું પ્રેમાનંદનું નિરૂપણ શ્રોતાઓને તા ૫ક્તિએ પતિએ હસાવવાનું, પણ તેથી તે પ્રેમાન ંદને કવિ તરીકે, ચડાવવાને બદલે નીચે જ પાડે છે
Page #244
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવતુ ! ૨૩૫ ઋતુપર્ણ અને બાહુક રથમાં જાય છે તેની સાથે સુદેવને પણ બેસત પ્રેમાનંદ બતાવે છે. મહાભારતમાં કે બીજી કઈ કૃતિમાં ઋતુપર્ણની સાથે સુદેવને બેસતે બતાવવામાં આવ્યો નથી. આવે પ્રસંગે રાજા કહે તોપણ સુદેવ એની સાથે ન બેસે તે ઇષ્ટ છે, કારણ કે કુલિનપુર પહોંચતી વખતે સ્વયંવરની કંઈ તૈયારી ન જુએ તે રાજા સૈથી પહેલે પ્રશ્ન સુદેવને જ કરે. પ્રેમાનંદને એ ખબર નથી એમ નહિ. માટે જ એણે કુંડિનપુર આવ્યું ત્યારે સુદેવને યુક્તિપૂર્વક જવાબ આપતો બતાવ્યો છે.
રસ્તામાં ઋતુપર્ણનું વસ્ત્ર ઊડી જાય છે તે પ્રસંગનું નિરૂપણ પણ પ્રેમાનંદે મહાભારત કરતાં થોડું ભિન્ન કર્યું છે. તેમાં પણ શ્રેતાઓને હસાવવાની એની વૃત્તિ રહેલી છે. પરિણામે, ઋતુપર્ણ અને બાહુક નળ, બંનેનાં પાત્રના ગૌરવને એણે હાનિ પહોંચાડી છે. નળ અને ઋતુપર્ણની વિદ્યાને પ્રસંગ પણ પ્રેમાનંદે મહાભારત કરતાં ભિન્ન રીતે નિરૂપ્યો છે. ફલપત્રની સંખ્યા તે મહાભારત કરતાં તદ્દન જુદી છે જ; ઉપરાંત, મહાભારતમાં ઋતુપર્ણ પિતાની વિદ્યા, નળને આપે છે અને પોતે લેવાની વિદ્યા, નળ પાસે લેણ રાખે છે એને બદલે, પ્રેમાનંદે બંનેને એકબીજાની વિદ્યા ત્યાં આપતા અને લેતા બતાવ્યા છે. - નળ અક્ષવિદ્યા મેળવે છે કે તરત જ કવિ એના દેહમાંથી નીકળે છે. ૭૪ મી કડીથી આ કડવા અંત સુધી, કવિએ કલિને. જ પ્રસંગ વર્ણવ્યો છે. એમાં પ્રેમાનંદે કલિના ગુણ-અવગુણ વિગતે વર્ણવ્યા છે. પિતાના સમાજને લાગુ પડતી વાત કહેવાની અને એ રીતે કાને ધર્મ-અધર્મની વાત સમજાવવાની તક પ્રેમાનંદને અહીં ઝડપી છે. એને આ નિરૂપણમાં એના પિતાના જમાનાના લેકેના અનાચારનું પણ કેટલુંક પ્રતિબિંબ પડયું છે.
કલિના આ પ્રસંગ પાછળ રહેલું એક રહસ્ય પ્રેમાનંદે મૂકવું
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬ / પડિલેહછે. નળ અક્ષવિદ્યા મેળવે છે એટલે કલિ, જે વૃતના પાસાનું પણ એક રૂપ છે તે, નળનાં શરીરમાં રહી શકે નહિ, કારણ કે નળે હવે પાસા–અક્ષ’– ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. પાસા બેહેડાના વૃક્ષમાંથી બનતા એટલે કલિ તેમાં વાસ કરે એ સૂક્ષ્મ દૃષ્ટિએ ઉચિત ગણાય. પ્રેમાનંદે પણ કલિને બેહેડાના વૃક્ષમાં રહેતે બતાવ્યું છે. પણ આ પ્રસંગનું બીજું એક રહસ્ય પ્રેમાનંદે મહાભારત પ્રમાણે બતાવ્યું નથી,
કલિ નળના શરીરમાંથી નીકળે છે ત્યારે નાગનું વિષ વમતવખતે નીકળે છે. વળી, નાગ પણ નળને કરડે છે તે નળનું રૂપ બદલવા અને એ રીતે એના ઉપર પ્રત્યુપકાર કરવા તે ખરે જ, પણ તેની પાછળનું બીજું એક કારણ તે દમયંતીએ કલિને આપેલો શાપ પણ છે. આથી, નાગ નળને કરડે છે ત્યારે એની પીડા કલિને થાય છે. માટે જ કલિ જ્યારે બહાર નીકળે છે ત્યારે, મહાભારતમાં, એ કહે છે, “ઇસેનાની જનનીના શાપથી અને નાગના વિષથી હું રાત-દિવસ દાઝત રહ્યો છું.” મહાભારતનું આ રહસ્ય પ્રેમાનંદ જતું કર્યું છે.
દેવોને કલિ માર્ગમાં મળે છે ત્યાંથી તે આ પ્રસંગ સુધી, નળાખ્યાન'માં કલિ એક મહત્ત્વનું પાત્ર બની જાય છે. મહાભારત કે ભાલણ, નાકર કરતાં પ્રેમાનંદે કલિની માયાના પ્રસંગે વધારે બતાવ્યા છે. મહાભારતમાં જે કેટલાક પ્રસંગે સ્વાભાવિક રીતે બનતા વર્ણવાયા છે એવા પ્રસંગને પણ પ્રેમાનંદે કલિની માયા તરીકે વર્ણવ્યા છે. ક્યાંક એવા ચમત્કારે સપ્રયજન અને ઉપયોગી થયા છે, તથા ક્યાંક પાત્રના વર્તનના ગૌરવને પહોંચેલી હાનિમાંથી એણે બચાવી પણ લીધા છે; તે બીજી બાજુ ક્યાંક એવા ચમત્કારો બિનજરૂરી, અસ્વાભાવિક અને રસને હાનિકર્તા પણ બન્યા છે.
૫૪ થી ૫૮માં કડવા સુધીમાં નળની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરતી દમયંતીના હદયના ભાવોનું, ઋતુપર્ણના આગમનનું અને
Page #246
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ | ૨૩૭ બાહુકનળની કરવામાં આવેલી વિવિધ પરીક્ષાઓનું કવિએ નિરૂપણ કર્યું છે. | ઋતુપર્ણ અને બાહુક ભીમકરાજાને ત્યાં આવી પહોંચે છે એ પ્રસંગે પણ કવિએ બાહુક પાસે ગ્રામ્ય વર્તન કરાવ્યું છે. શ્રોતાઓનું મનોરંજન કરાવે એવા આ નિરૂપણમાં કવિ પ્રેમાનંદે ઔચિત્યભાને ગુમાવ્યું છે એમ કહેવું પડે. નળના દેહમાં કલિ હતું ત્યાં સુધી એવા વર્તન માટે કલિને જવાબદાર ગણીને, કવિને બચાવ કંઈક કરી શકાય; પણ કલિ નીકળી ગયા પછી પણ, નળ પાસે આવું ગ્રામ્ય વર્તન કરાવવામાં, કવિએ ઔચિત્યદેષ વહોરી લીધો છે. એક રીતે કહીએ તે પ્રેમાનંદે સભારંજન માટે બાહુકના પાત્રને વધારે પડતો લાભ ઉઠાવ્યો છે, અને તે પણ બેવડી રીતે, બાહુકના પોતાના ગ્રામ્ય વર્તન દ્વારા અને અન્ય લેકનાં બાહુક પ્રત્યેનાં કટાક્ષવચનો દ્વારા. વળી, બાહુકના વર્તનના નિરૂપણમાં જેમ કવિએ ઔચિત્યને
ખ્યાલ રાખે નથી, તેમ અન્ય વ્યક્તિઓનાં આવાં કટાક્ષવચનેમાં પણ એણે એ ખ્યાલ રાખે જણાતું નથી,
બાહુક એ નળ છે કે કેમ તેની કસોટી કરવાના વિચારે તેને અહીં બોલાવી આણવામાં આવ્યું છે. તેમ છતાં, તેના કદરૂપા દેહ વિશે આ પ્રસંગે સુદેવ, દમયંતીની સખીઓ, ભાભી, ભીમક રાજા પિતે અને ખુદ દમયંતી પણ કટાક્ષવચને બોલે છે, જે અહીં એકેના મુખમાં શોભતાં નથી.
બાહુકની “વાજિ, વૃક્ષ, જલ, અનલ” એ ચાર પરીક્ષાઓ કર્યા પછી, એની પાસે બંને બાળકને મોકલવામાં આવે છે. પ્રેમાનંદ એ પ્રસંગનું નિરૂપણ વાસ્તવિક, હૃદયસ્પર્શી અને અસરકારક કર્ય" છે. કદરૂપે બાહુક જે નળ હોય તે? અને એ છે તેવો જ જે રહેવાને હેય તે? તે એની સાથે જીવન કેવી રીતે પસાર થાય? -પ્રેમાનંદે આ પ્રશ્ન ભાભીઓ દ્વારા મૂકે છે અને ત્યાં દમયંતીના
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮ | ડિલેહણ સતીત્વની કસોટી થતી બતાવી છે.
બીજી બાજુ, આ પ્રસંગે બાહુકને જ્યારે દમયંતી પાસે લઈ જવામાં આવે છે ત્યારે પ્રેમાનંદે નિરપેલું તેનું વર્તન તદ્દન અનુચિત લાગે છે. “સાધુ પુરુષને સઘ પાડે,” “બાહુક ખૂંખારે, આળસ માંડે, માંડવાં વિયીનાં ચિહન'–વગેરે પંક્તિઓ આપણને ઘણી ખેંચે છે. કરંજનના પ્રવાહમાં તણાયેલી કવિની નિરૂપણકલા કવિને પિતાને અને નળદમયંતીનાં પાત્રોને કેટલે અન્યાય કરી બેસે છે તે અહીં જોઈ શકાય છે.
“બાહુક એ જ નળ છે' – એની પ્રતીતિ થતાં, દમયંતી જે કહે છે તેમાં નળ પ્રત્યેને એના ઉચતમ, અશારીર પ્રેમની આપણને પ્રતીતિ થાય છે. દમયંતી કહે છે :
તમ ચર્ણ વિશે મમ મન થતું તમ પાને પેટમાં રણ ઘાતું (૬૧–૫૫) અમે અબુધ્ય અબળામાં બુધ્ય થેડી; કરે વિનંતી પ્રેમદા, પણ જેડી. (૬૧-૫૬) નથી રૂપનું કામ રે ભૂપ! માહરા; થઈ કિંકરી અનુસરું ચર્ણ તાહરા. (૬૧–૫૭)
આ સાંભળી નળ તરત જ પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. અને
જેમ તમાલ પૂઠે વીંટાયે વેલી; તેમ કંથને વળગી રહી ગુણધેલી. (૬૧-૬૨)
નળ પ્રગટ થાય છે એના આનંદોત્સવનું નિરૂપણ કરી, કવિએ ઋતુપર્ણના દુઃખને અને નળે આપેલા સાંત્વનને પ્રસંગ નિરૂપ્યો છે. ઋતુપર્ણ આ દુ:ખને કારણે આપઘાત કરવા તૈયાર થાય છે એ તે પ્રેમાનંદની કલપના છે, નળ અને ભીમકરાજ ઋતુપર્ણને અટકાવે
Page #248
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું સ્થાવસ્તુ / ૨૩૯
છે, તે સમયે ઋતુપ પેાતાનુ દુઃખ વ્યક્ત કરી અપરાધ માટે ક્ષમા માગે છે, અને પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે.
નળ ઋતુપણુંનું દુ:ખ હળવું કરે છે. એણે પેાતાના ઉપર કરેલા ઉપકારનું સ્મરણ કરાવે છે. વળી, ઋતુપ ના ખલેા ખીજી એક રીતે પણ અહીં વાળી આપવામાં આવે છે. દમયંતીની ભત્રીજી સુàાચના, જે ખીજી દમયંતી જેવી જ છે તેને, ઋતુપ સાથે પરણાવવામાં આવે છે. આ કલ્પના પ્રેમાનંદની પેાતાની છે. મહાભારતમાં કે અન્યત્ર એ જોવા મળતી નથી, એમાં એક રીતે કવિ. ન્યાય ’ પણ રહેલા છે અને બીજી રીતે ગુજરાતનું વ્યવહારુ ડહાપણુ પણ રહેલુ છે.
*
આ પ્રસંગ પ્રેમાનંદની મૌલિક કલ્પનાના છે એ ખરું, પરંતુ આને મળતા પ્રસંગ નલાયન' અને નૈષધીયચરિત ’માં છે એ પ્રસ ંગ આ ખીન્ન નહિ, પણ પહેલા સ્વયંવરને અ ંતે આવે છે. ત્યાં દમયંતી નળને સ્વયંવરમાં વરી એથી નિરાશ થયેલા, નળના મિત્ર જેવા રાજાને દક્ષિણ દિશાના બીજા રાજાની કુંવરીએ, જે દમય`તીની સખીએ છે અને દમયંતીના હાથે તાલીમ પામેલી હાવાને કારણે - દમયંતી જેવી જ ' છે તેને દમયંતીની ભલામણુથી પરણાવવામાં આવે છે.
આ પ્રસંગ અને પ્રેમાનંદના પ્રસંગ તદ્દન જુદાજુદા જ છે. તાં, દમયતીના સ્વયંવર માટે આવેલી અને નિરાશ થયેલી, નળના મિત્ર જેવી વ્યક્તિને એમ ને એમ પાછી ન જવા દૈતાં, ' દ્રુમય'તી જેવી જ ' બીજી કન્યા પરણાવવામાં આવે એટલું સામ્ય આ બનેં પ્રસંગામાં રહેલુ જોઈ શકાય છે. એમાં પ્રેમાન દના પ્રસંગ વધારે મહત્ત્વના બને છે, કારણ એ યેાગ્ય સ્થાને, સારી રીતે મૂકવામાં આવ્યા છે. એમાં વિશેષ કવિન્યાય પણ રહેલા છે, કારણુ કે ઋતુપ દમયંતીના બીજા બનાવટી સ્વયંવર માટે આવેલ છે અને એ નિરાશ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦ | પડિલેહ થવા ઉપરાંત, ફજેત પણ થયેલ છે. પ્રેમાનંદે પિતાના આ પ્રસંગનું સૂચન “વૈષધીયચરિત” કે “નલાયન' માંથી લીધું હશે?
નળ મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે અને દમયંતીને મળે છે એ પછી પાંચ દિવસ ભીમકરાજાને ત્યાં રહી એ, પિતાનું સૈન્ય સજજ કરી પુષ્કરને જીતવા માટે આવી પહોંચે છે. આ પ્રસંગે પ્રેમાનંદ ભીમકરાજાના પુત્રોને પણ નળ સાથે આવતા બતાવ્યા છે. ભાલણમાં, નાકરમાં કે મહાભારતમાં એ પ્રમાણે નથી, માત્ર “નલાયન 'કારે અને નયસુંદરે ભીમકરાજાના પુત્રોને નળની સાથે જતા બતાવ્યા છે. પ્રેમાનંદે આ સૂચન એમાંથી લીધું હોય એ સંભવિત છે.
એકાદ-બે અપવાદ સિવાય લગભગ બધી જ કૃતિઓમાં નળ અંતે પુષ્કરને ઘતમાં હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવે છે. પ્રેમાનંદ પુષ્કરને ઘત રમત કે યુદ્ધ કરી બતાવ્યું નથી, કારણ કે પુષ્કરના હદયનું પરિવર્તન થાય છે અને એ પોતે જ સામેથી આવી, નળને એનું રાજ્ય પાછું સોંપી દે છે. પુષ્કરનું આ પરિવર્તન પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. શ્રી રામનારાયણ પાઠક લખે છે:
.. પ્રેમાનંદે એને પશ્ચાત્તાપ કરતે, સામે જઈ રાજ્ય સોંપત બતાવે છે, તે પણ મહાભારત કરતાં શુભતર અંત છે તેની ના નહિ કહી શકાય. મહાભારત કરતાં ગુજરાત એટલું મુલાયમ પ્રકૃતિનું અવશ્ય હતું” * શ્રી અનંતરાય રાવળ આ વિશે લખે છે,
પ્રેમાનંદને સુધારો જરાય વાંધાભર્યો નથી. “ રણયજ્ઞ માં રાવણ અને કુંભકર્ણનાં પાત્રોને રામાયણ કરતાં સુધારવામાં એણે જે કુશળતા દેખાડી છે તેવા જ પ્રકારની કુશળતા અને દૃષ્ટિ તેણે અહીં દેખાડ્યાં ગણાય નહીં ?” X
પ્રેમાનંદ આણેલે આ અંત શુભતર છે અને ગમી જાય એવે. * કાવ્યની શક્તિ ( બીજી આવૃત્તિ) ૫. ૧૫૨ ૪ નળાખ્યાન (બીજી આવૃત્તિ) પૃ. ૩૫૩
Page #250
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૩૪
છે એ ખરું. પર ંતુ મહાભારતકારને કે નલકથામાં આ ફેરફાર કરનાર ખીજા કેાઈ કવિને ન સૂઝે એટલા એ અસાધારણ નથી. વસ્તુતઃ આવા ફેરફાર ન કરવામાં બીજો એક સૂક્ષ્મ અ` રહેલા ખીન્ન કવિએ જે જોઈ શકયા છે તે પ્રેમાનંદ જોઈ શકયો નથી. એ અ` તે નળની અક્ષવિદ્યાપ્રાપ્તિનું પ્રયાજના એથી નળના દેહમાંથી કલિ નીકળે છે એ પણ એનું એક પ્રયેાજન છે. પણ એમાં તાસૂમ રહસ્ય રહેલું છે. નળની અક્ષવિદ્યાનુ વ્યાવહારિક અને મહત્ત્વનું પ્રયાજન તે પુરસ્કરના વ્રતમાં થતા પરાજયથી સિદ્ધ થાય છે. જો પુષ્કરને તમાં હારતા અને નળને દ્યૂતમાં જીતતા ન બતાવવા હાય તે નળની અક્ષવિદ્યાપ્રાપ્તિનું પ્રયાજન ખાસ રહેશે નહીં.
વળી, મહાભારતની કથામાં, નલકથાને અંતે બૃહદક્ષ સુમિ યુધિષ્ઠિરને અક્ષવિદ્યા આપે છે તે પણ લક્ષમાં લેતાં, આ ઘૃતથી પુષ્કરના પરાજયમાં સૂક્ષ્મ ઔચિત્ય રહેલુ જણાશે, માટે જ મહાભારતકાર કે બોન્ન કાઈ કવિએ, પુષ્કરનું આ હૃદયપરિવર્તન કરા-વવાનું ઉચિત ધાર્યું નહિ હાય.
નળ પુષ્કરને યુદ્ઘપતિ મનાવે છે અને અનેક યજ્ઞ કરી છત્રીસ હજાર વર્ષ તે પેાતાનુ રાજ્યસુખ ભોગવે છે. કવિએ નળના ધર્મ - રાજ્યનું પરિસંખ્યા અલંકારવાળું વન આ પ્રસ ંગે આપ્યું છે. ત્યાર પછી પુત્રને ગાદી સાંપી, નળ દમયંતી તપ કરી અનશન વ્રત લઈ, દેહ મૂકી, વૈકુંઠમાં પહેાંચે છે,
સામાન્ય રીતે જૈનેતર પરંપરાની ભાલણ, નાકર વગેરેન કૃતિઆમાં કથાનું સમાપન, મહાભારતની જેમ, નળદમયંતીના સુખમય જીવનના વર્ષોંન સાથે થાય છે. જૈન પરંપરાની કૃતિઓમાં વવ્યા પ્રમાણે નળદમયંતી પેાતાનું રાજ્ય પુત્રને સે પીવનમ જાય છે, દીક્ષા લે છે, તપ કરે છે અને અનશન કરી સ્વલાક જાય છે.. પ્રેમાનદનેા આટલા ઉમેરા જૈનકથાન અસર બતાવે, અગ્ નળનુ
૧૬
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૨ / પડિલેહા
રાજ્યસુખ ૩૬ હાર વર્ષનું ગણાવ્યું છે, એ આટલી મેટી સ ંખ્યા પણુ જૈનકથાની અસર બતાવે છે.
નળાખ્યાન 'ને અંતે કૃતિની ફલશ્રુતિ બતાવતાં કવિ લખે છે : કરકેાટક ને નળ દમયંતી, સુદેવ, ઋતુપર્ણ રાયજી;
*
એ પંચ નામ લે સૂતા ઊઠતાં, તેને ઘેરથી લિજુગ જાયજી. અહીં સદેવનુ નામ પ્રેમાન હૈ પાતે ઉમેયુ છે. મહાભારતમાં એ નથી. પ્રેમાનંદે આ આખ્યાનમાં સદેવના પાત્રને વધારે ગૌરવવાળુ · પવિત્ર ઋષિ' જેવું દાયું છે, મહાભારતના સદૈવ દમયંતી અને નળની તપાસ કરી લાવનાર એક બ્રાહ્મણમાત્ર છે. પ્રેમાન ંદે એને નળદમયંતીને આપત્તિકાળમાં મદદરૂપ અને મા દક થનાર વડીલ વ્યક્તિ-ગુરુજન તરીકે આલેખ્યા છે. આથી જ પ્રેમાન દે સુદેવને મહાભારત કરતાં ઘણુ વધારે કામ સોંપ્યુ` છે. શ્રી અનંતરાય રાવળે પ્રશ્ન કર્યો છે, પ્રેમાન દે સુદેવને ઘણી કામગીરી સાંપી છે. પાત્રની આટલી બધી કરકસરની પ્રેમાનંદ જેવા પ્રેમાનંદને કેમ જરૂર પડી હશે ?” એના જવાબ એ છે કે પ્રેમાનંદ સુદેવના પાત્રને ઉપસાવી એક ઋષિ જેવું ચીતરવા માગે છે. નળદમયતી જેવા પ્રાતઃસ્મરણીય નામ સાથે, એમના ઉપર ઉપકાર કરનાર કર્કોટક અને ઋતુપર્ણનાં નામ આવે, તા એ બંનેનું મિલન કરાવી આપનાર સદેવનું નામ કેમ ન આવે? માટે એ સુદેવને પણ તેની સાથે ગણાવી, મહાભારત કરતાં થાડુ વધારે કામ એને સાંપી, એના સ્થાનની યાગ્યતામાં ઉમેરાવધારા કરવા માગે છે. આ રીતે જોતાં, પ્રેમાનંદે પાત્રની કરકસર કરી છે એમ નહિ લાગે. વળી, પ્રેમાનંદે જે રીતે અને જે પ્રમાણે સુદેવના પાત્રને ઉપસાવ્યું છે અને ખીલવ્યું એ તથા એનાં કામ, ગૌરવ, પવિત્રતા, તત્પરતા, વાત્સલ્ય, દી - દૃષ્ટિ, આવડત વગેરેનું જે ચિત્ર દોર્યું છે તે જોતાં નળદમયંતી, કર્કોટક અને ઋતુપર્ણીના નામ સાથે પાંચમું નામ સુદેવનુ મૂકવાને આશય પહેલેથી એના હશે એમ લાગે છે. આ દૃષ્ટિએ જોતાં પ્રેમાનન્દે આમ કર્યું છે તેમાં સુદેવનુ નામ અસ્થાને છે એમ કાઈને પણ નહિ
Page #252
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ર૪૩ લાગે. છેલ્લી છ કડીમાં પ્રેમાનંદે કવિ પરિચય, કૃતિની રચના સાલ, સ્થળ વગેરે આપી, ફરી એકવાર કૃતિની ફલશ્રુતિ જણાવી આ આખ્યાનનું સમાપન કર્યું છે.
આમ પ્રેમાનંદના નળાખ્યાન'નાં કથાવસ્તુનું આપણે આવલેખન કર્યું. ભાલણ અને નાકર જેવા પોતાના પુરોગામી કવિની જેમ પ્રેમાનંદે પણ, મહાભારતના “ઉપાખ્યાન'ને આધારે સ્વતંત્ર કૃતિનું સર્જન કર્યું છે. પરંતુ ભાલણ ખાસ, અને કેટલેક અંશે નાકર, મહાભારતની કથાને વફાદાર રહે છે ત્યારે પ્રેમાનંદે તે માત્ર તેને આધાર જ લીધો છે, અને આખી કૃતિનું સર્જન પિતાની સ્વતંત્ર, મૌલિક પ્રતિભાશક્તિથી કર્યું છે. ભાલણનું નળાખ્યાન વાંચતાં મહાભારતની સંસ્કૃત નલકથા એણે બરાબર વાંચી હશે એવી સ્પષ્ટ પ્રતીતિ વારંવાર થાય છે. પ્રેમાનંદનું નળાખ્યાન વાંચતાં, સ્થળે સ્થળે નાની નાની વિગતેમાં જે ફેર જોવા મળે છે (અને એવા બધા જ ફેરફાર ભિન્ન, મૌલિક નિરૂપણ કરવાના આશયથી જ એણે કર્યા હોય એવું નથી ) તે લક્ષમાં લેતાં, એણે મૂળ સંસ્કૃત મહાભારતની “ નલકથા” વાંચી નથી એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે
પ્રેમાનંદના “નળાખ્યાન” ઉપર એના પુરોગામી કવિઓ ભાલણ અને નાકરની અસર થઈ છે. એટલું જ નહિ, જૈન-પરંપરાની નલકથાની, તેમાંયે વિશેષતઃ માણિજ્યદેવસૂરિત “નલાયન' મહાકાવ્યની સીધી કે આડકતરી અને તે પરથી રચાયેલ નયસુંદરકૃત “નળદમયંતી રાસની ઠિીકઠીક અસર પડી છે એમ સંખ્યાબંધ પ્રસંગેની વિગતે સરખાવવાથી લાગે છે.
પ્રેમાનંદ ઉપર એના પુરોગામી કવિઓની અસર પડી હોવા છતાં, એ ઉચ, મૌલિક સ્વતંત્ર પ્રતિભાવાળા કવિ છે, એમ એનું ‘નળાખ્યાન' વાંચતાં આપણે પષ્ટ જોઈ શકીએ છીએ. ભાલણ, નાકર વિગેરેની કૃતિઓ સાથે સરખાવતાં, શ્રેમાનંદનું “નળાખ્યાન' વધુ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪ પડિલેહ રસિક બન્યું છે અને એનું નિરૂપણ વધારે જીવંત બન્યું છે એમ લાગ્યા વગર રહેશે નહિ. ભાલણ, નેકરની કૃતિઓ વાંચતાં જાણે આપણે દૂરના ભૂતકાળની કઈ કથા વાંચતાં હોઈએ એવું લાગે છે, જ્યારે પ્રેમાનંદે નિરપેલી કથા જાણે આપણી નજર સમક્ષ અત્યારે બની રહી હોય એવી તરવરી રહે છે અને આપણે એમાં એકદમ ઓતપ્રોત બની જઈએ છીએ.
પ્રેમાનંદ સૌથી વધુ કુશળ વાર્તાકાર છે એટલે કથાવસ્તુની સંકલન કેવી રીતે કરવી, કથાપ્રસંગને ક્યાં મૂકો અને એને કેટલું મહત્તવ આપવું તે એ બરાબર જાણે છે; વળી દરેક પ્રસંગને માંડીને. રસિક રીતે કેમ ખીલવો એ પણ તે બરાબર જાણે છે. એ રસસ્થાનેને સાચે પારખુ છે; અને તેથી એમને ખીલવવાની એક પણ તક તે જતી કરતું નથી. અલબત્ત, રસના પ્રવાહમાં તણાઈને એ કેટલીકવાર અતિશક્તિભર્યું ઉત્કટ આલેખન કરે છે અને તેમ કરવા જતાં કેટલીક વાર ઔચિત્યનું ભાન ગુમાવે છે અને પાત્રોના ગૌરવને હાનિ પહોંચાડે છે.
આમ, પ્રેમાનંદના નળાખ્યાનના કથાવસ્તુની સંજનામાં ઘણું તને ભાગ ભજવ્યો છે. પ્રેમાનંદે મહાભારતની પરંપરાપ્રાપ્ત સાંભળેલી નળદમયંતીની કથામાં એક તરફ પોતાના પુરોગામી આખ્યાનકાર ભાલણ અને નાકરના નળાખ્યાનમાંથી લીધેલું કેટલુંક ઉમેરણ કર્યું છે તે બીજી બાજુ જૈન પરંપરાની નલકથા ઉપરાંત નલાયન' મહાકાવ્યને આધારે નયસુંદરે રચેલા “નળદમયંતી રાસ'માંથી લીધેલું ઉમેરણ પણ કર્યું છે. તેની સાથેસાથે પિતાની સ્વતંત્ર, મૌલિક કવિપ્રતિભા વડે કયારેક પાત્રાલેખનના નિમિરો, કયારેક રસનિરૂપણના નિમિત્તે, ક્યારેક સભારંજનને માટે, ક્યારેક ગુજરાતીકરણ કરવાના આશયે નળદમયંતીની મૂળ કથામાં સ્થળેથળે ફેરફારો કર્યા છે. કેટલાક ફેરફારો એવા પણ હશે જે ફેરફાર કરવાના સભાન
Page #254
--------------------------------------------------------------------------
________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૪૫ આશયથી એણે કર્યા નહિ હોય, પણ તે સહજ રીતે થઈ ગયા હશે. આ બધા ફેરફારાથી, કયારેક રસક્ષતિ કે પાત્રહાનિ થઈ છે છતાં, એકંદરે “નળાખ્યાન'નળદમયંતી વિશેની આખ્યાન કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ કૃતિ બની છે, અલબત્ત, આ સફળતા મેળવવાને યશ કથાકાર પ્રેમાનંદને જેટલું છે એથી વધુ કવિ પ્રેમાનંદને છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
જિન સાહિત્ય
(ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦ ) ઈ.સ. ના બારમા શતકમાં શરૂ થયેલા પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યને પ્રવાહ ઈ.સ.ના ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢ વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળે બને છે. આ ગાળામાં નાનામેટા બસે કરતાં વધુ જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારમાંથી રાસને કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. જૂની ધાટી પ્રમાણે સે કરતાંયે ઓછી કડીની, ઘણું ખરું એક જ રચનાબંધમાં લખાયેલી,
ડીક રાસકૃતિઓ પણ આપણને આ ગાળામાં મળે છે, તે ઠીકઠીક વિસ્તારવાળી, ભાષા, ઠવણિ, અધિકાર, કડવક કે પ્રસ્તાવમાં વિભક્ત થયેલી સુદીર્ઘ રાસકૃતિઓ, લગભગ ત્રણ હજાર કરતાંયે વધુ કડીમાં લખાયેલી, પણ આપણને સાંપડે છે. કવિઓ ક્યારેક કથાવસ્તુવિહીન, માત્ર ઉપદેશાત્મક રાસકૃતિઓની પણ રચના કરે છે, પણ એકંદરે તે સુરસિક અને સવિસ્તર કથાનકો તરફ હવે રાસકારોની નજર પહેાંચી છે. પ્રસંગોને તેઓ બહલાવે છે. વર્ણને, અલંકારે, સુભાષિતોને ઉપયોગ
Page #256
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ૨૪૭
વધ્યા છે અને કથાવસ્તુ પર નિĆર એવુ ઉપદેશનુ` ગાન તા એમની રચનાના મૂળમાં જ રહેલુ છે. આ દાઢસા વર્ષના ગાળામાં આપણને ખસા કરતાંયે વધુ રાસકૃતિએ જોવા મળે છે અને નષ્ટ થયેલી કૃતિઆની વાત બાજુ પર રાખીએ તાપણુ, ભંડારામાં કે વ્યક્તિએ પાસે સચવાઈ રહેલી અને નહિ નાંધાયેલી એવી કૃતિઓ પણ હજુ ઘણી હશે. જે નાંધાયેલી કૃતિઓ છે તેમાંથી પ્રકાશિત થયેલી કૃતિઓ તા જૂજ છે. ઘણી ધી કૃતિએ તા હજુ અપ્રકાશિત જ છે, અને એ બધી પ્રકાશિત થતાં ( જે થતાં અલબત્ત હજુ સહેજે એક સકા કરતાં પણ વધુ સમય જશે) એ કૃતિઓના સવિગત અભ્યાસ સાથે આ સમયના સાહિત્યના ઇતિહાસ નવેસરથી લખાવા જરૂરી બનશે..
આ ગાળામાં રાસનું કદ જેમ વિસ્તાર પામ્યું તેમ એના કથાવસ્તુનુ ફલક પણ ઠીકઠીક વિસ્તાર પામ્યું, તેમાં માત્ર ચુસ્ત ધાર્મિક વિષયાની મર્યાદા ન રહેતાં, ચરિત્ર ઉપરાંત ઈતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તાર પામે છે. એમાંનાં કેટલાંક કથાના જૈન ધ ગ્રંથમાંથી લેવાયાં છે, તેા કેટલાંક લોકકથામાંથી લેવાયાં છે અને તેને જૈન સ્વરૂપ અપાયું છે. અલબત્ત, આ બધાં કથાનાની પસંદગી પાછળ કવિનું ધ્યેય તેા ધર્મોપદેશ આપવાનું જ રહ્યું છે. આ ગાળામાં લખાયેલી રાસકૃતિઓમાં આ રીતે મદનરેખા, ત્રિવિક્રમ, શાલિભદ્ર, વિદ્યાવિલાસ, ધ દત્ત, દર્શાભદ્ર, ઋષભદેવ, ભરત- બાહુબલિ, મત્સ્યાદરકુમાર, જાવડ-ભાવડ, રાહિણીઆ ચાર, આર્દ્રકુમાર, ચંદનબાળા, સ્થૂલિભદ્ર, થાવસ્યાકુમાર, જ હ્યુસ્વામી, સુદર્શન શેઠ, રત્નચૂડ, નલદવદંતી, 'ધન્ના શેઠ, મંગલકલશ, કુમારપાલ, મલયસુંદરી, મૃગાંકલેખા, મૃગાવતી, મૃગાપુત્ર, ગૌતમસ્વામી, વિમલમ`ત્રી, યશાભદ્ર, દેવરાજવચ્છરાજ, સનતકુમાર સાગરદત્ત, કુલધ્વજકુમાર, સુંદરરાજા, લલિતાંગકુમાર, ગજસુકમાલ, ગજસિંહકુમાર, રાજા વિક્રમ, શ્રીપાળ રાજા, ઈલાતીપુત્ર, ઋષિદત્તા, રત્નસારકુમાર, યશેાધર, કલાવતી, કમલાવતી,
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પડિલેહણ
ચંપકમાલા, અગડદત્ત, શીલવતી, સુમતિ-નાગિલ, તેટલીપુત્ર, બાપા ખુમાણ, અંબા, મેઘકુમાર, હરિશ્ચન્દ્ર, સુકલકકુમાર, સુબાહુ, રાજસિંહ, શિવદર, માધવાનલ, ગોરો બાદલ, મારૂઢોલા, તેજસાર, શાંબપ્રદ્યુમ્ન, મહાબળ, શાંતિનાથ, કનક શેઠ, રૂપચંદકુંવર, પ્રભાવતી, સુરસુંદરી, રત્નકુમાર ઇત્યાદિનાં કથાનકે લેવાયાં છે.
રાસની અપેક્ષાએ ફાગુ, બારમાસી, વિવાહ, ઇત્યાદિ પ્રકારની કૃતિઓ આ ગાળામાં એટલી મોટી સંખ્યામાં નથી લખાઈ. બીજી બાજુ સ્તવન, સજઝાય, પૂજા, છંદ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના આ ગાળામાં સવિશેષ થવા લાગી હતી. સ્તવન એ ગેય પ્રકારની પાંચસાત કડીની લઘુ રચના છે. સ્તવન શબ્દ સૂચવે છે તે પ્રમાણે એ સ્તુતિના પ્રકારની કૃતિ છે. જૈન કવિઓ બહુધા પિતાનાં તીર્થકરની સ્તુતિ આ ગેય રચનામાં કરે છે. તીર્થકરના ગુણોની પ્રશંસા કરતાં કરતાં કેટલીક વાર કવિ પોતાનાં આત્માના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થે છે અને એમ કરતાં કેટલીક વાર પોતાના મનના ભાવ વ્યક્ત કરે છે. આથી સ્તવન એ ઊર્મિકાવ્યને પ્રકાર બને છે. પરંતુ બધાં જ સ્તવને શુદ્ધ ઊર્મિકાવ્યની ટિમાં બેસી શકે એવાં નથી. કેટલીક વાર કવિ વીસ તીર્થ કરે ઉપરાંત વીસ વિહરમાન જિનેશ્વરે અથવા કેટલાંક સુપ્રસિદ્ધ તીર્થો અને મહાન પર્વોને ઉદ્દેશીને પણ સ્તવનેની રચના કરે છે. સ્તવન એ દેરાસરમાં ચૈત્યવંદન કરતી વખતે અથવા કોઈ ધાર્મિક ક્રિયા કરતી વખતે ગાવાની રચના છે. ઉત્તરકાલીન કેટલાક કવિઓએ પ્રત્યેક તીર્થકર માટે એક સ્તવન એમ ચોવીસ તીર્થંકર માટે ચોવીસ સ્તવનના ગુચ્છની રચના કરી છે. એ પ્રકારનો સ્તવનગુચ્છ
ચોવીસી 'ના નામથી ઓળખાય છે. સત્તરમા-અઢારમા સૈકામાં છૂટક સ્તવન ઉપરાંત ચોવીસીની રચના પુષ્કળ થયેલી છે અને યશવિજયજી જેવા કવિએ તે એક નહિ પણ એવી ત્રણ વીસીની રચના કરી છે. એ સમયમાં તે સ્તવનના પ્રકારની કૃતિઓમાં તત્ત્વવિચાર
Page #258
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૪૯ ને પણ કેટલાક કવિઓએ ગૂંથી લીધી છે. અને કેટલીકવાર સ્તવન એક લઘુ રચના ન રહેતાં ૩૫૦ જેટલી કડીની સુદીર્ઘ રચના પણ બની છે.
સ્તવન ઉપરાંત “સઝાય” અથવા “સઝાય” (સ્વાધ્યાય પરથી)ના પ્રકારની રચનાઓ પણ આ સમયમાં ઠીકઠીક લખાઈ છે. જૈન મંદિરમાં સ્તુતિ માટે જેમ સ્તવનના પ્રકારની રચનાઓ થઈ તેમ જૈન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કે અન્ય ધાર્મિક વિધિ માટે, તે ક્યારેક કેવળ સ્વાધ્યાય માટે, આ પ્રકારની ગેય રચનાઓ લખાવા લાગી. એમાં એવા વિષયે પસંદ કરવામાં આવતા કે જેથી પાપની આલેચના થાય, કષાયને ક્ષય થાય, જીવન શુદ્ધ બને અને કર્મક્ષય થતાં આત્મા ઉન્નત દશા પ્રાપ્ત કરે. આથી સઝાને હેતુ કે ઉપદેશ આત્મચિંતનને રહે. અઢાર પાપસ્થાન, કેધ, માન, માયા, લેભ, નવતત્વ, બાર વ્રત, અષ્ટકર્મ, અગિયાર બેલ, ઇત્યાદિ ઘણું વિષયે. પર સઝા લખાયેલી છે. ક્યારેક કોઈ પ્રસંગ કે કથાનક પરથી કે આત્મચિંતનના હેતુથી લખાયેલી સઝામાં તેવા પ્રસંગ કે કથાનકનું સંક્ષેપમાં નિરૂપણ થયેલું હોય છે. પાંચ પાંડવની સઝાય', “સોળ સતીની સઝાય”, “અંધકરિની સજઝાય', વીરસેન સઝાય', દૃઢપ્રહારી સઝાય' ઇત્યાદિ સઝામાં એ પ્રમાણે નિરૂપણ જોવા મળશે.
જૈન મંદિરોમાં સવારસાંજ સ્તુતિ કરવાને અર્થે સ્તવને લખાયાં. ઘરે કે ઉપાશ્રયમાં સવારસાંજ પ્રતિક્રમણ અર્થે અને અન્ય સમયે સામયિક વગેરે ધાર્મિક ક્રિયા કરતી વખતે સ્વાધ્યાય અથે સઝા લખાઈ. પ્રભાતમાં ઊઠી તરત ગાવા માટે પ્રભાતિયાં અથવા છંદ લખાયાં. તદુપરાંત આ સમયમાં બીજો એક પ્રકાર વિકસ્યું તે
પૂજા કરે છે. તીર્થકર ભગવાનની પ્રતિમાને વિધિપૂર્વક સ્નાન (પ્રક્ષાલ) કરાવી પૂજા કરવા માટે “સ્નાત્ર પૂળ નામની કૃતિઓ લખાઈ.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦ | પડિલેહ, વળી ખાસ પ્રસંગે બપોરના સમયે તીર્થકર ભગવાનની સ્નાત્રપૂજા કરતા કરતાં ઉત્સવની જેમ વાજિત્રો સહિત ગાવા માટેની પૂજાના પ્રકારની રચનાઓ લખાઈ, જેની પરંપરા આજે પણ મૂર્તિપૂજક જેમાં ચાલુ છે. આ પૂજાઓમાં ઉત્તરકાલીન કવિ વીરવિજ્યની પૂજઓ ઘણું જ કપ્રિય બની ગઈ હતી અને આજે પણ ઘણે ભાગે વીરવિજયની પૂજાઓ ગવાય છે. પણ વીરવિજયે પહેલાં પણ, ઈ. સ. ૧૪૦થી ૧૬૦૦ના ગાળામાં કવિ દેપાળ, સકલચંદ્ર ઉપાધ્યાય સાધુકતિ, પ્રીતિવિમલ, ઇત્યાદિ કવિઓએ આ પ્રકારને ખેડો છે. દેઢસો વર્ષના આ ગાળામાં અને ત્યાર પછીના સમયમાં લખાયેલી સંખ્યાબંધ પૂજાકૃતિઓમાં “અષ્ટપ્રકાર', “પંચકલ્યાણક, “વીસસ્થાનક',
નવપદ”, “બારવ્રત', “અંતરાય” “ક”, “સત્તરભેદ', પિસ્તાલીસ આગમ, ચેસઠ પ્રકાર', “નવાણું પ્રકાર', “અષ્ટાપદ', “ઋષિમંડલ', પંચજ્ઞાન”, “૧૦૮ પ્રકાર', પંચમહાવત ઇત્યાદિ વિષય લેવાયા છે અને એની રચનાઓ વિવિધ રાગરાગિણીઓમાં થયેલી છે. કદમાં તે પચાસસાઠ કડીથી બસ કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે.
ઈ. સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના ગાળામાં લખાયેલી વિવિધ પ્રકારની આટલી બધી કૃતિઓનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સરળ નથી, કારણ કે તેમાંની ઘણીબધી હજી અપ્રકાશિત છે. એટલે શક્ય તેટલા કવિઓની અને તેમની કૃતિઓને પરિચય અહીં આપણે કરીશું. હરસેવક
- હરસેવક નામના (અગાઉના સમયગાળામાં થયેલા) કવિએ “મયણરેહાને રાસ' નામની એક રાસકૃતિની રચના સં. ૧૪૧૩માં (ઈ. સ. ૧૩૫૭) કરેલી જણાય છે. કવિએ એ કૃતિની રચના કુકડી ગામમાં ચાતુર્માસ દરમિયાન કરી છે. “ક ચોમાસો' શબ્દો પરથી જણાય છે કે આ કોઈ શ્રાવક-ગૃહસ્થ નહિ પણ સાધુ કવિ હેવા જોઈએ, જેક એમાં એમણે પોતાના ગુરુને કે પરંપરાને કંઈ નિર્દેશ
Page #260
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | રપ૧ કર્યો નથી. આ રાસની રચના કવિએ ૧૮૭ કડીમાં કરી છે. એમાં એમણે મદનરેખાને વૃત્તાંત વર્ણવે છે. આરંભમાં કવિએ પરનારીગમનના વ્યસનને નિર્દેશ કર્યો છે, અવંતિ દેશના સુદર્શન નામના. નગરના રાજા મણિરથની કુદષ્ટિ પોતાના નાના ભાઈ યુગબાહુની. પતિવ્રતા પત્ની મંદીરેખા પર પડે છે, એટલે મદનરેખાને મેળવવા માટે કામાસક્ત મણિરથ નાના ભાઈ યુગબાહુને મારી નાખે છે. મદનરેખાને તેની ખબર પડતાં તે નાસી છૂટે છે અને ચારિત્ર ધારણ કરે છે અને બીજી બાજુ મણિરથ રાજા સર્પદંશથી મૃત્યુ પામે છે. કવિની ભાષામાં રાજસ્થાની ભાષાની અસર વિશેષ જણાય છે. શાલિસૂરિ
પંદરમાં સૈકામાં ઈ. ૧૪રર પૂર્વે અક્ષરમેળ વૃત્તિમાં ૧૮૩ કેમાં આ કવિનું રચાયેલું વિરાટપર્વ આકર્ષક કથા ફેરફારથી, ઝડઝમકભર્યા યુદ્ધવર્ણનથી ને ચોટદાર લેક્તિઓથી જુદું તરી આવે. છે. કવિ જૈન છતાં કૃતિ જૈન મહાભારતકથા-પરંપરાને અનુસરતી નથી.
દેપાળ
- - ઈ. સ.ના પંદરમા શતકના અંતભાગમાં દેપાળ (દેવપાલ) નામના કવિએ રાસ, ફાગુ, ધવલ, હરિયાળી, પૂજા, ભાસ ઇત્યાદિ પ્રકારની તેર જેટલી કૃતિઓની રચના કરેલી મળે છે, જેમાંની ઘણુંખરી અપ્રસિદ્ધ છે.
દેપાળનું ટૂંકુ નામ દેપ હતું. તે ભોજક હતા. કવિ ઋષભદાસે ઈ.સ. ૧૬૧૪માં (સં. ૧૬૭માં) રચેલા પોતાના “કુમારપાળરાસમાં જે પિતાને પુરગામી કવિઓને ઉલ્લેખ કર્યો છે તેમાં દેપાળને. પણ નિર્દેશ કર્યો છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
રર | પડિલેહ ક"
હંસરાજ, વા, દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ,
સુસાધુ, સમરે, સુરચંદ, શીતલ વચન જિમ સારદચંદ કેચર વ્યવહારી રાસમાં નિર્દેશ થયો છે તે પ્રમાણે દેપાલ દિલ્હીના પ્રસિદ્ધ દેસલહર શાહ સમરો અને સારંગને આશ્રિત હતા. પરંતુ તે ગુજરાતમાં પણ પુષ્કળ ફર્યો હતો અને એણે ઘણુંખરું ગુજરાતમાં રહીને પિતાની કૃતિઓની રચના કરેલી જણાય છે. એણે (1) જાવડ ભાવડ રાસ (૨) રોહિણેય પ્રબંધ અથવા રોહિણુઓ ચેર રાસ (3) ચંદનબાલા ચરિત્ર ચેપાઈ (૪) આદ્રકુમાર ધવલ (૫) સ્નાત્રપૂજા (૬) જંબુસ્વામી પંચભવવર્ણન એપાઈ (૭) અભયકુમાર શ્રેણિક રાસ (૮) સમ્યકત્વ બારવ્રત કુલર ચોપાઈ (૮) પુણ્ય-પાપ ફલ ચોપાઈ (૧૦) વજસ્વામી ચંપાઈ (૧૧) સ્થૂલિભદ્રની કકાવાળી (૧૨) થાવરચાકુમાર ભાસ (૧૩) હરિયાળી ઇત્યાદિ કૃતિઓની રચના કરેલી છે. કવિ દેપાળ ભેજક હેવાને લીધે સંગીતના તત્વની એને સારી સૂઝ હોય એમ જણાય છે. એની કૃતિઓની ભાષામાં પ્રાસાનુપ્રાસ, પ્રાસાદિક્તા અને લયબદ્ધતાનું તત્વ તરત જ નજરે ચડે છે. ઉ.ત. “જિંબુસ્વામી પંચભવવર્ણન ચોપાઈમાં એ લખે છેઃ
ગોયમ ગણહર પય નમી આરાહિલ્સ અરિહંત હૃદયકમલ અહનિસ વસઈ ભવભંજણ ભગવંત. ભવભંજણ ભગવતનું આણ અખંડ વસિ, સીલ સિરામણિ ગુણ નિલઉ, જંબુ કુમર વણેસ,
કવિ દેપાળ સ્વભાવે ઘણે નમ્ર અને નિરભિમાની હતો. પિતાની કૃતિઓમાં એણે પિતાની લઘુતા દર્શાવી છે. “સમ્યકત્વ બારવ્રત કુલક પાઈમાં આરંભમાં એ કહે છેઃ
વીર જિસેસર પ્રણમું પાય, અહનિસિ આસ વહેં જિનરાય, મૂરખ કવિ એ જાણુઈ નહીં, પણ અણુબોલિઉન સકઈ રહી.
Page #262
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૫૩ અધિકું ઉછઉં કહઈ અસાધુ, તે શ્રી સંધ ખમઉ અપરાધ, તારા પસાઈ કૃત આધાર, પભણિય શ્રાવકના વ્રત બાર.
પૂજાના પ્રકારની કૃતિઓ રચનાર કવિઓમાં કવિ દેપાળનું નામ પ્રારંભના કવિઓમાં જોવા મળે છે. એની “સ્નાત્ર પૂજા' નામની એક જ કૃતિ રચેલી મળે છે. પ્રાકૃત ગાથાઓ સહિતની આ કૃતિ જૈન મંદિરમાં પ્રાતઃકાળમાં તીર્થકર ભગવાનની “સ્નાત્રપૂજા કરતી વખતે કેટલીક દ્રવ્યક્રિયા સાથે ગાવા માટે લખાયેલી છે. એમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કવિ વારાણસી નગરીનું સંક્ષેપમાં વર્ણન કરે છે. તેમાંની થોડીક પંક્તિઓ જુઓ!
તિહાં ગઢમઢ મંદિર દીસે અભિનવ, સુંદર પિલિ પ્રકાર કેસીસી પાખલ રિતિ ખાઈ, કેટ વિસામા ઘાટ, હાંરે જિનમંડળ શિખરબદ્ધ પ્રાસાદે દંડ કળશ બ્રહ્માંડ
અતિ ગિરુઆ ગુણસાગર બહુ સહે, દીસે પુછવી પ્રચંડ. ઋષિવર્ધન
કવિ ઋષિવર્ધન અંચલ ગરછના જયકાર્તિસૂરિના શિષ્ય હતા. તેમની માત્ર એક જ કૃતિ મળે છે “બલરાજ ચુપઈ. મધ્યકાળમાં નળદમયંતીની કથા (જૈન પરંપરા પ્રમાણે નલદવદંતીની કથા ) વિશે લખાયેલી રાસકૃતિઓમાં ઈ. સ. ૧૪૫૬ (સં. ૧૫૧ર)માં શ્રી ઋષિવર્ધને રચેલી રાસકૃતિ આ ગાળાની કૃતિઓમાં નેધપાત્ર છે. નલરાજચુપઈ” અથવા “નારાય-દવદંતીચરિત'ના નામની આ કૃતિની રચના કવિએ દુહા, ચોપાઈ અને ભિન્નભિન્ન દેશીઓમાં પ્રયોજેલી ઢાળોમાં કરી છે. કદની દૃષ્ટિએ આ રાસ માને છે. લગભગ સાડાત્રણસો જેટલી કડીની આ સળંગ રચનામાં કવિ શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરી રાસની શરૂઆત કરે છે. રાસના કથાવસ્તુ માટે કવિએ મુખ્યત્વે આધાર લીધે છે હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર'ને, એટલે કે જૈન પરંપરાનુસાર ચાલી આવતી નલદવદ તીની કથાને.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪ / પડિલેહા
-નલદવદંતીની જૈન કથા એના પૂર્વ ભવાના વૃત્તાન્તથી-વીરમતી અને મમણુના ભવની અને ધણુ ધૂસરીના ભવની કથાથી શરૂ થાય છે અને કવિએ પણ એ જ પ્રમાણે આલેખન કર્યું છે. પરંતુ કવિએ આરંભના ભાગમાં જ પ્રયેાજેલી નલદવદંતીના માહાત્મ્યને વર્ણવતી નીચેની કડી કેટલીક ઢાલાની ધ્રુવકડી તરીકે પણ પ્રત્યેાજેલી જણાય છે. કદાચ લહિયાએએ પણ એ પ્રમાણે કર્યું... હાય
પુણ્ય સિલેક નલહવિખ્યાત, મહાસતી ભીમી અવાત; જિમ જિમ શ્રવણે સુણીઈ છેક, તિમતિમ નગઈ ધર્મ વિવેક,
નલદવદંતીના પૂર્વભવના આલેખન પછી દુહામાં નળનું અને -‘ઉલાલાની ઢાલ”માં દેવદતીનું ચિત્ર કવિએ ખડું કર્યું છે. આછી છતાં કાવ્યગુણુયુક્ત પંક્તિઓમાં આ આલેખન થયું હાવાથી તે ક ંઈક વિશિષ્ટતાવાળું બન્યુ છે. નિષધ રાજાના રાજ્યની સમૃદ્ધિનું અને નળના જન્મમહેાત્સવનુ` કવિએ કરેલું વર્ણાનુપ્રાસયુક્ત વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે. યૌવન ચડીય સંપૂરઈ, તિરંભા મદ ચૂરઈ’ એવી દંતોનું સ્વયંવરમંડપમાં આગમન થયું, તે સમયનું કવિએ આલેખેલું ચિત્ર પણ મનેાહર છે. નલદવદંતીના લગ્નપ્રસંગના નિરૂપણમાં કવિના સમયની લગ્નવિધિનું પ્રતિબિમ્બ પડેલું. જણાય છે. નવરંગ ચૂંદડી. એઢી નળરાજાનું એની બહેને લૂણુ ઉતાર્યું” એવે અહી” કવિએ કરેલા નિર્દેશ સામાન્ય રીતે નળદમયંતી વિશેની અન્ય કૃતિમાં જોવા મળતા નથી. વનમાં નળદમયતી વિખૂટાં પડે છે તે ઘટના પછી નળની તપાસ માટે ભીમક રાજાએ મેકલેલા બ્રાહ્મણુ નળદમયંતીની કથાનુ નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે વિષે વધુ વેલી ઘટના જૈન પરંપરાની નલકથામાં નથી. પરંતુ કવિએ તે રામચન્દ્રસૂરિના નવિલાસ નાટક'માંથી લીધેલ જણાય છે. નળ છેવટે ભૌતિક સુખમાં જીવન પસાર કરે છે તે સમયે એને એના સ્વર્ગસ્થ પિતા નિષધ દેવલાકમાંથી આવીને
Page #264
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ૨૫૫
ઉપદેશ આપે છે તે પ્રસંગ કવિએ સંક્ષેપમાં સરસ મૂકવો છે: ચંચલ યૌવન, ધન સંસાર, વિષ જિમ વિષય દુઃખ ભંડાર, જીવન ભાગિ તૃપત ન થાઈ, પુણ્ય પાપ બે સાથિ જાઈ.
રાસની છેલ્લી બે કડીમાં કવિ પાતાની ગુરુપરંપરા, રાસની રચનાસાલ, રચનાસ્થળ અને ફલશ્રુતિ જણાવી રાસ પૂરા કરે છે. કવિના આ રાસ કદમાં નાનેા છે કારણકે એ સમયે હજુ લાંબા રાસ લખાતા નહિ, પરંતુ એથી કવિને પ્રસ ંગાના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે, કયાંક તા માત્ર નિર્દેશ કરીને પણુ ચલાવવુ પડયુ છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણુશક્તિ છે એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નલદવદંતી વિશેના કેટલાક ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે.
અાજિનદાસ
સકલકીતિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ. ના પંદરમા સૈકાના ઉત્તરા માં કેટલીક રાસકૃતિઓની રચના કરી છે. બ્રહ્મજિનદાસ દિગંબર સંપ્રદાયના બ્રહ્મચારી હાય એમ જણાય છે. તેઓ પેાતાની કૃતિમાં ‘બ્રહ્મજિષ્ણુદાસ,’ અથવા · જિષ્ણુદાસ બ્રહ્મચારી.' ના નામથી પેાતાના ઉલ્લેખ કરે છે. તેએ ધણા વિદ્વાન હતા અને સંસ્કૃતમાં એમણે ‘ રામચરિત' નામના ગ્રંથ લખ્યા છે, જેમાં દરેક સને અંતે ‘ ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસવિરચિત ’ એમ આપ્યું છે. દિગંબરામાં સાધુ થવા માટે પ્રથમ બ્રહ્મચારી થવું જોઈએ. જિનદાસ બ્રહ્મચારીની અવસ્થામાં હતા ત્યારે જ એમણે આ બધી કૃતિઓની રચના કરી છે. એમની રાસકૃતિમાં ‘ હરિવંશરાસ ’ (ઈ.સ. ૧૪૬૪), ‘ યશોધર રાસ' · આદિનાથ રાસ’, શ્રેણિક રાસ', કરકુંડ રાસ ', ' હનુમત રાસ' · સમકિત સાર’, સારાવાસાના રાસ' એટલા રાસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ધર્મ પચીર
""
"
'
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬ / પડિલેહા.
નામની ૨૭ કડીની એક લઘુકૃતિ પણ ઉપલબ્ધ છે. કવિની ભાષા સરળ છે અને ઉપમા દૃષ્ટાંત ઇત્યાદિ અલંકારા કવિ સહજ રીતે પ્રત્યેાજે છે. દા.ત.,
બાલ ગપાલ જિમ પઢ૪ જિષ્ણુ સાસણુ ગુણ નિર્મલ કઠીણુ નારીયલ દીજે ખાલક હાથિ તે સ્વાદ ન જાણે છેલ્યા કેલા દૃાખ દીજે તે ગુણુ બહુ માને, તિમ એ આદિ પુરાણુ સાર, ક્રેસ ભાષ વખાણુ પ્રગટ ગુણુ જિમ વિસ્તરે જિષ્ણુ સાસણ વાંનું (આદિનાથ રાસ) વચ્છ ભડારી
સુષુપ્ત જાણે બહુ ભેદ મિથ્યામત છેદ
'
વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના ભક્ત શ્રાવક વચ્છ ભોંડારીએ રચેલી ‘ જીવભવસ્થિતિ-રાસ, ' · મૃગાંકલેખા રાસ' અને ‘નવપલ્લવ પા કલશ ' એ ત્રણ કૃતિઓ મળે છે.
:
.
કવિએ પેાતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે એમણે ઈ.સ. ૧૪૬૭ના ફાગણુ સુદ ૧૩ને રવિવારે ‘જીવભવસ્થિતિ રાસ'ની રચના પૂ કરી છે. સિદ્ધાન્ત રાસ ' અથવા “ પ્રવચનસાર ' એવાં બીજા બે નામ ધરાવતી આ કૃતિની રચના બે હજાર કરતાંયે વધુ કડીમાં વિવિધ રાગ અને દેશમાં થયેલી છે. આ કૃતિમાં કવિએ જીવની ભવસ્થિતિનુ વન સૈદ્ધાન્તિક ચર્ચા સાથે કર્યું છે. કવિ લખે છેઃ
અણુિ પરિઈ જીવભવ સ્થિતિ, તે અતિ અલક્ષ અપાર, એક જીવ આસાન ભવ તરઈ, એક ફિરષ્ઠ અનંત સંસારિ
કવિની બીજી કૃતિ ‘ મૃગાંકલેખા રાસ ' પહેલા કરતાં કદમાં નાની છે. એમાં રચનાસાલના સ્પષ્ટ ઉલ્લેખ હાય એમ જણાયું નથી, પરંતુ તે આશરે ઈ.સ. ૧૪૮૮ પહેલાંની હાય એમ જણાય છે. ૪૦૨ જેટલી કડીમાં લખાયેલી આ રાસકૃતિમાં કવિત
ભાશય
Page #266
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ૨૫૭
'
મૃગાંકલેખા સતીનું ચરિત્ર આલેખવાના છે અને આ દ્વારા શીલને મહિમા દર્શાવવાને છે. કવિ ગૌતમ ગણધરને પ્રણામ કરીને ‘સીલ સિરાણિ' એવી મૃગાંકલેખાના વૃત્તાન્તના પ્રારંભ કરે છે, ઉજ્જૈની નગરીના અવતીસેન રાજાના મંત્રી મતિસારની રૂપગુણવતી ધનિષ્ઠા પુત્રી મૃગાંકલેખાનાં લગ્ન સાગરચંદ્ર નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થાય છે. પણુ કાઈક કારણે ગેરસમજ થવાથી તે મૃગાંકલેખાને ખેલાવતા નથી અને દેશાવર ચાલ્યા જાય છે. સાતેક વર્ષ એ રીતે વીત્યાં પછી ધર્મ ધ્યાનમાં સમય વિતાવતી મૃગાંકલેખાને સાગરચંદ્ર એક વાર દૈવી ગુટિકાની મદદથી રાતારાત લાંબું અંતર કાપી ગુપ્તપણે મળવા આવે છે અને પાછા ચાયા જાય છે. પરિણામે સગર્ભા બનેલી મૃગાંકલેખાતે અસતો ગણી કાઢી મૂકવામાં આવે છે. વનમાં તે પુત્રને જન્મ આપે છે અને કેટલેક સમયે એનેા પુત્ર પણ વનમાં ગુમ થઈ જાય છે. ત્યારપછી એક પછી એક સ`કટામાં આવી પડતી મૃગાંકલેખા એક યા બીજી યુક્તિથી પેાતાના શીલને બચાવે છે અને છેવટે પેાતાના સાગરચંદ્ર પુતિને અને પુત્રને મેળવે છે અને સુખમાં વર્ષો વીતાવે છે.
દુહા, ચાપાઈ, અને વિવિધ દેશીની ઢાલમાં રચાયેલી આ કૃતિમાં કવિ ઉપદેશપ્રધાન અદ્ભુતરસિક કથાવસ્તુ પ્રવાહી અને વેગવંતી શૈલીએ આલેખે છે. ‘નવપલ્લવ પાર્શ્વનાથ ફલશ ' નામની લઘુકૃતિમાં વિ વચ્છ ભંડારીએ સૌરાષ્ટ્રમાં આવેલા – મંગળપુર માંગરોળના પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે,
લાવણ્યસમય
કવિ લાવણ્યસમય ઈ.સ. પંદરમા સૈકાના એક સ કવિ થઈ ગયા. વીર જિનેશ્વર કા શિષ્ય ગૌતમ નામ જપે નિશિ’ • એ સંક્તિથી શરૂ થતા એમના ગૌતમ સ્વામીના છંદ' આજ દિવસ સુધી જૈનામાં રાજેશજ ગવાતા આવ્યા છે, એટલે કે સાધ રહ્યુ જૈન સ ૪ આજે પણ યશાવિજયજી, આન ંદઘનજી, જિનહ" ઉદયરત્ન,
૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮ / પડિલેહ પદ્મવિજય, દેવચક, વીરવિજય ઇત્યાદિ કવિઓથી જેમ સુપરિચિત છે તેમ લાવણ્યસમયથી પણ સુપરિચિત છે.
લાવણ્યસમયને જન્મ ઈ.સ. ૧૪૬પમાં અમદાવાદમાં અજદરપુરામાં થયું હતું. એમના પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ, ઝમકદેવી હતું. લાવણ્યસમયનું જન્મનામ લહરાજ (લઘુરાજ ) પાડવામાં આવ્યું હતું. એ સમયે અજદરપુરામાં જૈન મંદિરની પાસે આવેલા ઉપાશ્રયમાં મુનિ સમયરન બિરાજમાન હતા. શ્રીધરે એમને લહુરાજના જન્માક્ષર બતાવ્યા. તે જોઈ સમયરને કહ્યું, “આ બાળક મહાન તપસ્વી, કેઈ મોટે યતિ, મહાવિદ્વાન અને બહુ તીર્થયાત્રા કરનારે થશે.' મુનિ સમયરનના કહેવાથી માતા-પિતાએ લહુરાજને નવમે વર્ષે દીક્ષા આપવાનું નક્કી કર્યું અને તે મુજબ એને પારણુંમાં સમયરનના ગુરુ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેનું નામ “લાવણ્યસમય' રાખવામાં આવ્યું. મુનિ સમયરને લાવણ્યસમયને નાની વયથી જ અધ્યયન કરાવ્યું હતું. સોળમે વર્ષે તે લાવણ્યસમય કવિતાની રચના કરવા લાગ્યા હતા. એમણે લખેલા “વિમલપ્રબંધ'ની ચૂલિકામાં તેઓ પોતાને વિશે જણાવે છે:
નવમઈ વરસિ દિખવર દીધ, સમયરત્ન ગુરિ વિદ્યા દીધ, સરસતિ માત મયા તવ લહી, વરસ સેલમ વાણુ હુઈ, રચિયા રાસ સુંદર-સંબંધ, છંદ કવિત ચુપઈ પ્રબંધ, વિવિધ ગીત બહુ કરિયા વિવાદ રચી દીપસૂરિ સંવાદ, સરસ કથા હરીઆલી કવઈ, મેટા મંત્રીરાય રંજવાઈ,
કવિ લાવણ્યસમયે રાસ, પ્રબંધ, ચોપાઈ, સંવાદ, વિવાહ, સ્તવન, સઝાય, છંદ, હમચી, હરિયાળી વિનતી ઇત્યાદિ પ્રકારની અર જેટલી નાનીમોટ કૃતિઓની રચના કરી છે. એમના સમયમાં તેઓ એક પ્રભાવશાળી પંડિત કવિ હતા અને એમની કવિતા અને એમના
Page #268
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિય / ૯
ઉપદેશથી મેાટા મોટા રાજપુરુષો પણ પ્રભાવિત થયા હતા. એ સમયના મુસલમાન રાજ્યકર્તાએ પણ લાવણ્યસમયનુ ઘણું માન જાળવતા હતા. મેવાડના મહારાણા રત્નસિંહના મંત્રી કર્માશાહે શત્રુ ંજય તી ને! સાતમા [દ્ધાર કરાવ્યા તે આ લાવણ્યસમયના ઉપદેશથી કરાવ્યેા હતા એવા નિર્દે શ શત્રુ ંજય ઉપરના ઈ. સ. ૧૫૨૨ના શિલાલેખમાં આજે પણ જોઈ શકાય છે. લાવણ્યસમય કત્યારે કાળધ પામ્યા તે નિશ્ચિતપણે જાણી શકાતુ નથી, પરંતુ ઈ.સ. ૧૫૩૩માં એમણે અમદાવાદમાં ‘ યોાભદ્રસૂરિ રાસ'ની રચના કરી છે ત્યાં સુધી એટલે કે અડસઠ વર્ષની ઉં′′મર સુધી તેએ વિદ્યમાન હતા એમ કહી શકાય.
'
કવિ લાવણ્યસમયે રચેલી કૃતિઓ નીચે પ્રમાણે મળે છે : (૧) સિદ્ધાન્ત ચોપાઈ (૨) ગૌતમપૃચ્છા ચોપાઈ (૩) નેમિરંગરત્નાકર છંદ (૪) સ્થૂલિભદ્ર એકવીસેા (૫) નવપલ્લવપાર્શ્વનાથ સ્તવન (૬) આલેાયણુ વિનતી (૭) નેમિનાથ હમચડી (૮) સેરીસાપાર્શ્વનાથ સ્તવન (૯) રાવણુમ દાદરી સંવાદ (૧૦) વૈરાગ્ય વિનતી (૧૧) સુરપ્રિય કેવલી રાસ (૧૨) વિમલપ્રભંધ (૧૩) દેવરાજ વચ્છસજ ચેપાઈ (૧૪) કરસંવાદ (૧૫) અતિરક પાર્શ્વનાથ છંદ (૧૬) ચતુવિ શતિ જિનસ્તવન (૧૭) સૂ દીપવાદ છંદ (૧૮) સુમતિસાધુ વિવાહલા, (૧૯) અલિભદ્ર-યશાભદ્ર રાસ (૨૦) ગૌતમ રાસ (૨૧) ગોતમ છંદ (૨૨) ૫ંચતી સ્તવન (૨૩) સીત્ર છરાઉલ્લા પાર્શ્વનાથ વિનતી (૨૪) રાજિ મતી ગીત (૨૫) દઢપ્રહારીની સજ્ઝાય (૨૬) પંચવિષય સ્વાધ્યાય (૨૭) આઠમની સજ્ઝાય (૨૮) સાત વારની સજ્ઝાય (૨૯) પુણ્ડલની સજ્ઝાય (૩૦) આત્મબાધ સઝાય (૩૧) ચૌદ સ્વપ્નની સજ્ઝાય (૩૨) દાનની સજ્ઝાય (૩૩) શ્રાવક વિધિ સજઝાય (૩૪) ઓગણત્રીસ ભાવના (૩૫) મનમાંકડ સઝાય(૩૬) હિતશિક્ષા સજઝાય (૩૭) પાર્શ્વનાથ જિનસ્તવન પ્રભાતી (૩૮) આત્મપ્રમેધ (૩૯) નેમરાજુલ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦ / પડિલેહા
બારમાસા (૪૦) વૈરાગ્યેાપદેશ (૪૧) ગભવેલી (૪૨) ગૌરી સાંવલી ગીતવિવાદ.
એમની આ કૃતિમાંથી ઘણીખરી કૃતિએ પ્રકાશિત થઈ ચૂકી છે, પરંતુ એમની કેટલીક લઘુરચનાઓ, ખાસ કરીને ઘણીખરી સજ્ઝાયા હજુ પ્રકાશિત થઈ નથી. એમની કૃતિઓમાં સૌથી સમ અને યશદાયી કૃતિ તે વિમલપ્રબ`ધ ' છે,
"[
'
.
વિમલપ્રમધ – કવિ લાવણ્યસમયની કદની દૃષ્ટિએ મેટી અને ગુણવત્તાની દૃષ્ટિએ સૌથી ચડિયાતી કૃતિ તે વિમલપ્રબંધ ' છે. ઈ. સ. ૧૫૧૨માં કવિએ એની રચના કરી છે. ચૂલિકા સહિત નવ ખ’ડની ૧૩૫૬ જેટલી કડીમાં લખાયેલી આ કૃતિને કવિએ એમાં ‘પ્રબંધ' ઉપરાંત કેટલેક સ્થળે ‘રાસ' તરીકે અથવા રાસપ્રભુ ધ’ તરીકે ઓળખાવી છે, પરંતુ સ્વરૂપે તે પ્રબંધના પ્રકારની જ છે. અલબત્ત, એ જેમ પ્રબંધ છે, તેમ ચિરતાત્મક પદ્યકૃતિ પશુ છે, કારણ કે સાલંકી યુગમાં રાજા ભીમ પહેલાના સમયમાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈન મંત્રી વિમલનું ચરિત્ર એમાં આલેખાયું છે. વિમલ મંત્રીએ આબુ પર્વત પર દેલવાડામાં બંધાવેલ ‘વિમલવસહી’ નામનું જૈન મંદિર એની કલાકારીગીરીને કારણે આજે તા જગતભરમાં સુપ્રસિદ્ધ છે. કવિ લાવણ્યસમયના સમયમાં પણ એની કાતિ ચારે બાજુ પ્રસરેલી હતી જ અને વિમલમ ંત્રીનું જીવન આદરણીય અને અનુકરણીય હતું. એથી કવિએ એ દ્વારા ધર્મના મહિમા ગાવા અને ધર્મોપદેશ આપવાના હેતુથી આ કૃતિની રચના કરેલી છે. વિમલમંત્રીના સમય પછી લગભગ પાંચસા વષે કવિ લાવણ્યસમયે આ કૃતિની રચના કરી છે, જે સમયે અલબત્ત કવિને વિમલના જીવનની હકીકતા મેળવવા માટે ઉપલબ્ધ લેખિત સાધના ઉપરાંત દંતકથા ઉપર વિશેષ આધાર રાખવા પડચો હશે. વળી, એકદરે જોતાં પ્રબંધના પ્રકારની આ કૃતિ હાવા છતાં એમાં ઐતિહાસિક ધટનાઓના આલેખનના
Page #270
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૬૧ પ્રમાણ કરતાં સામાજિક અને ધાર્મિક બાબતનું નિરૂપણ વિશેષ થયું છે. ઇતિહાસ અને કવિતાની દૃષ્ટિએ નહિ એટલું સામાજિક પરિસ્થિતિની અને કાચારના નિરૂપણની દષ્ટિએ એનું મૂલ્ય છે. તેમ છતાં ઈતિહાસના સંશોધન માટે તે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે એમાં પણ શંકા નથી.
વિમલપ્રબંધમાં ‘કાન્હડદે પ્રબંધની સરખામણીએ કથાપ્રવાહ મંદ ગતિએ વહે છે. વળી એમાં પ્રસંગો પણ કૃતિનાં કદની અપેક્ષાએ ઓછા છે. આ પ્રબંધમાં વિમલ મંત્રીના જીવનને જ મુખ્યપણે આલેખવાને કવિને આશય હોવાથી તે પ્રશસ્તિકાવ્ય જે બની જાય છે. એમાં શ્રી, વીરમતી, રાજા ભીમદેવ, ઠડાનગરને રાજા, રામનગરના સુલતાને અને એમની બીબીએ, જૈન સાધુ ધર્મઘોષસૂરિ ઇત્યાદિ ગૌણ પાત્રોનું આલેખન પણ એટલું સુરેખ થયું છે. વિમલને પાત્રાલેખનમાં એનાં રાજદ્વારી કાર્યોને જેટલું પ્રાધાન્ય અપાયું છે, એના કરતાં એનાં ધાર્મિક કાર્યોને વિશેષ પ્રાધાન્ય અપાયું છે, પરંતુ જૈન સાધુકવિને હાથે તેમ બનવું સ્વાભાવિક છે. વસ્તુતઃ એ પ્રકારના નિરૂપણું માટે કવિએ વિમલમંત્રીના પાત્રની ગ્ય જ પસંદગી કરી છે એમ કહી શકાય.
આ પ્રબંધની રચના કવિએ મુખ્યત્વે ચોપાઈના પ્રબંધમાં કરી છે અને એમાં દુહા, વસ્તુ, પવાડુ, દેશીઓના ઢાળને પણ ઉપયોગ કર્યો છે. કવિની બાની ક્યારેક પ્રસાદમય તે ક્યારેક ઓજસવંતી બને છે. કવિએ આ પ્રબંધમાં અલંકારોમાં ઉપમા ઉપરાંત અર્થાન્તરન્યાસને પણ ઠીકઠીક ઉપયોગ કર્યો છે. પરિણામે, એમની કેટલીક પંક્તિઓ સુભાષિત કે કહેવત જેવી બની ગઈ છે. ઉત
એક વયરી, વિષવેલડી એ બિહું, ત્રીજી વ્યાધિ, જાઉ ઉગતી છેદીઈ, તુ સિરિ હુઈ સમાધિ.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૨ / ડિલવા
કહૂ લ નવિ લાગઈ અ’ત્રિ, સેાન કિન્હષ્ઠ ન લાગઇ સખિ, માણિક મલ ન ઇસઇ સાર, સીલ ન ચૂકઇ વિમલ કુંઆર.
*
નાહન સીદ્ધ તણુઉ બાચડુ, મેાટા મયગલથી તે વડુ.
*
ખેલઇ ખેલઇ વાધઇ રાઢિ, કાંટઇ કાંટઇ વાધઇ વાડિ.
કલિયુગનું વર્ણન, રામનગરના સુલતાનની ખીખીઆના પ્રસંગ, ભનિયાના રાજા સાથેના યુદ્ધપ્રસંગ, વિમલને ચંદ્રાવતીમાં સત્કાર ઇત્યાદિ પ્રસંગાના નિરૂપણુમાં કવિ લાવણ્યસમયની વનશકિતને સારા પરિચય મળી રહે છે. ધર્મપદેશપ્રધાન આ કૃતિ હેાવાને કારણે એના પ્રધાન રસ શાંત હાય એ સ્વાભાવિક છે. તેમ છતાં કેટલાક પ્રસંગાના આલેખનમાં વીરરસ અને હાસ્યરસનું પણુ અચ્છુ નિરૂપણ થયું છે. આમ સમગ્રપણે મૂલવતાં ‘વિમલપ્રબંધ' આપણા મધ્યકાલીન સાહિત્યની અને વિશેષતઃ આપણા પ્રખ’ધસાહિત્ય'ની એક મહત્ત્વની કૃતિ છે એમ અવસ્ય કહી શકાય.
કવિ લાવણ્યસમયની લઘુકૃતિઓમાંથી નીચેની કેટલીકને પરિચય
કરીએ ઃ
કરસ‘વાદ-જૈનેાના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ વરસીતપના પારણે શ્રેયાંસકુમારને ત્યાં પધારે છે એ પ્રસંગે શ્રેયાંસકુમાર ભગવાનને ઈક્ષુરસ વહેારાવે છે. તે પ્રસ ંગે ભગવાનના બે હાથમાંથી કયા હાથ ભિક્ષા માટે આગળ આવે એ વિશે બંને હાથ વચ્ચે વિવાદ થાય છે, અને જમણેા અને ડાખેા બંને હાથ પાતાતાની મહત્તા બતાવવાના પ્રયત્ન કરે છે. છેવટે ખ'નેની મહત્તા બતાવી ભગવાન તે વચ્ચે સંપ કરાવે છે. આ કલ્પિત સંવાદની રચના કવિએ દેહરા અને ચાપાઈની ૭૦ કડીમાં કરી છે, જેમાં ચાતુરી અને વિનેના
Page #272
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | જ તત્વ ઉપરાંત કવિની સૂમ નિરીક્ષણ શક્તિની અને જ્યોતિષના જ્ઞાનની પ્રતીતિ થાય છે. (આ સ્વતંત્ર કૃતિની રચના પછી કવિ સમયસુંદર અને નયનસુંદરે અનુક્રમે ઈ.સ. ૧૬૦૯ અને ઈ.સ. ૧૬૧૭માં રચેલા નલ–દવદતી રાસ'માં પણ દવદંતીના ત્યાગ સમયે વસ્ત્ર ફાડવાનું કામ નળને કર્યો હાથ કરે એ પ્રસંગે કરસંવાદની યોજના કરી છે.)
નેમિરંગરત્નાકર છંદ– આ કૃતિની રચના કવિ લાવણ્યસમયે ઈ.સ. ૧૪૯૦ માં કરી છે. એમાં જૈનેના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનના લગ્નને સુપ્રસિદ્ધ પ્રસંગ આલેખાય છે. સંસ્કૃત શ્લોકથી આરંભાયેલી અને એ અધિકારમાં લખાયેલી આ કૃતિના પહેલા અધિકારની ૭૦ કડીમાં અને બીજા અધિકારની ૧૧૭ કડીમાં નેમિનાથ અને રાજિમતીના વિવિધ પ્રસંગનું રસિક આલેખન કવિએ કર્યું છે. નેમિકંવરના વરઘોડાની રાહ જોતી રાજિમતી તથા નેમિનાથ પાછા ફરતાં આશાભંગ અને શૂન્યમનસક બનેલી રાજિમતીનાં સુંદર શબ્દચિત્રો કવિએ આલેખ્યાં છે.
નેમિનાથ હમચડી – કવિએ ઈ.સ. ૧૪૯૦માં નેમિનાથ વિશે એક કૃતિની રચના કર્યા પછી આ ૮૪ કડીની એ જ વિષય પર હમચડીનાં સ્વરૂપની એક લઘકૃતિની રચના ઈ.સ. ૧૫૦૮ માં કરી છે. આ કૃતિ સામકિ નૃત્ય સાથે ગાવા માટે ખાસ લખાયેલી હેઈ તેના હરિગીતિકા છંદની સંગીતની છટા પણ અનુભવી શકાય એમ છે. કવિએ આ નાનકડી કૃતિને મરમ ભાવચિત્રો, પ્રસંગચિત્ર તથા મનહર અલંકાર અને ભાષામાધુર્યથી મંડિત કરી છે. તત્કાલીન કાચાર પર સુંદર પ્રકાશ પાડતી આ કૃતિ છે.
સ્થૂલભદ્ર એક્વીસે- જૈનેમાં પ્રાતઃસ્મરણીય મનાતા આચાર્ય સ્થૂલિભવની સ્તુતિરૂપે કવિએ વારાફરતી યોજેલી એવી દેશી અને હરિગીતની એકવીસ કડીની આ રચના કરી છે. ઈ.સ. ૧૪૯૭માં દિવાળીમાં રચાયેલી આ કૃતિમાં પોતાની પૂર્વપ્રિયા ગણિકા કેશાને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪ / પડિલેહા
ત્યાં સાધુ થયા પછી તરત ચાતુર્માસ રહેવાની ગુરુની આજ્ઞા થતાં સ્થૂલિભદ્ર કાશાને ત્યાં એ પ્રમાણે સપૂર્ણપણે કામવિજેતા બનીને રહેવા ઉપરાંત કામવિજેતા થઈ કારાને પણ સંયમ માટે પ્રતિખેાધ પમાડે છે એ ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અંત મકની ચમત્કૃતિવાળી તથા પ્રાસની સ’કલનાવાળી તથા દેશીની કડીના છેલ્લા અર્ધા ચરણના ત્યાર પછીની કડીમાં આવનવાળી આ લઘુકૃતિ એના પ્રસંગનિરૂપણુની છટા તથા શબ્દમા ને લીધે આસ્વાદ્ય બની છે.
જ
નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને સેરિસા પાર્શ્વનાથ સ્તવ – કવિ લાવણ્યસમયે પેાતાની કૃતિઓમાં પેાતે જ નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ઈ.સ. ૧૫૦૬ માં નવપલ્લવ પાર્શ્વનાથ નામના તીની તથા ઈ.સ. ૧૫૦૬ માં સેરિસા પાર્શ્વનાથ નામના તીની એમણે યાત્રા કરી હતી અને એ બંને યાત્રા પ્રસ ંગે પાતે અનુક્રમે ૩૫ કડીની ‘નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ' અને ૧૫ કડીની, સેરીસા પાર્શ્વનાથ સ્તવ’ નામની સ્તુતિના પ્રકારની રચના કરી હતી. આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનનાં ખીન્ન ખે તીથ સ્થળેા તે અ ંતરીક્ષ પાર્શ્વનાથ અને જીરાઉલા પાર્શ્વનાથ વિશે પણ તેમણે રચનાઓ કરી છે.
જ્ઞાનચંદ્ર
સેારઠ ગચ્છના ક્ષમાચદ્રસૂરિની પર’પરામાં વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથાસાહિત્ય પર નિર્ભર એવી ત્રણ કૃતિએ મળી આવે છેઃ (૧) વંકચૂલનેા પવાડઉ રાસ (ઈ.સ. ૧૫૧૧), (૨) વૈતાલ પચવીસી (ઈ.સ. ૧૫૩૯) અને (૩) સિંહાસન બત્રીસી (ઈ.સ. ૧૫૪૫). આ ઉપરાંત કવિએ ૧૮ કડીમાં ‘મિ-રાજુલ બારમાસી' કૃતિની પણુ રચના કરેલી છે. કવિની કૃતિએમાં એમની સિહાસન બત્રીસી' સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. કવિની પાસે વાર્તાકથનની વેગવતી શૈલી છે. સ્થળે સ્થળ એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણન આપ્યાં છે અને એમાં
Page #274
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ૨૬૫
કહેવતા, સુભાષિતા પણ વણી લીધાં છે. ઇંદ્રસભાનુ વણું ન, નગર ફરતા બનાવેલા તાંબાના કાટનું વર્ણીન, ગણિકા અને ભર્તૃહરિના પ્રસંગનુ` વર્ણન, વિક્રમના ઉપવનવિહારનું વર્ણન, દેવીની શક્તિનું વન, લીલાવતીના ચારિત્ર્યનું વર્ણન ઇત્યાદિ વર્ણનોમાં કવિની વિશિષ્ટ શક્તિને પરિચય થાય છે. કવિએ અન્ય પદ્યવાર્તાકારોની જેમ નારીસ્વભાવ, દરિદ્રતા, જુગાર વગેરે વિષયેા ઉપર પ્રસ ંગે પ્રસંગે પેાતાનાં મંતવ્યા વ્યક્ત કર્યા છે અને વૈરાગ્યનેા ઉપદેશ આપ્યા છે.
એકંદરે, કવિ જ્ઞાનચંદ્રની આ કૃતિ ભાષા, છંદ, વનો, અલંકાર, સૂક્તિ ઇત્યાદિની દૃષ્ટિએ મહત્ત્વની બની રહે છે અને આ વિષયની જૈન કવિઓની કૃતિએકમાં તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી ચેાગ્યતા ધરાવે છે.
સહજસુર
ઈસવી સનના સેાળમા સૈકાના આરંભમાં થઈ ગયેલા કવિએમાં કવિ સહજસુ ંદર ગણનાપાત્ર છે. ઈ.સ. ૧૫૧૪થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. સહજસુ ંદરે ‘ઈલાતીપુત્ર સજ્ઝાય’, ‘ગુણુરત્નાકર છંદ’, ‘ઋષિદત્તારાસ’, ‘રત્નાકુમાર ચાપાઈ', ‘આત્મરાજ રાસ’, ‘પરદેશી રાજાના રાસ ’, ‘શુકરાજસાહેલી', ‘જ ખુઅંતર`ગ રાસ', યૌવનજરાસંવાદ’, ‘તેતલીમંત્રીના રાસ', ‘ આંખ-કાનસંવાદ', ‘સરસ્વતી છંદ', ‘આદિનાથ શત્રુ ંજય સ્તવન’, ‘શાલિભદ્ર સજ્ઝાય’, ‘જઈતવેલિ’ ઇત્યાદિ રાસ, સ્તવન, સઝાય, છંદ, સંવાદના પ્રકારની નાનીમેાટી કૃતિઓની રચના કરી છે.
:
સહજસુંદર ‘ઉપકેશ' ગચ્છના આચાર્ય સિદ્ધિસૂરિના શિષ્ય રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. તેઓ સ ંસ્કૃતના પણ પ્રકાંડ પંડિત હતા. એમણે સંસ્કૃતમાં વ્યાકરણે પ્રથમ પાદઃ’-નામના ગ્રંથની રચના ઈ.સ. ૧૫૨૫ માં કરી પાવાના ઉલ્લેખ મળે છે. સંસ્કૃત ભાષા ઉપરના તેમને પ્રભુત્વને કારણે તેના પ્રભાવ તેમની ગુજરાતી કૃતિએ ।
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૧૬ / પડિલહા
ઉપર પણ પડયો છે. એથી એમની કૃતિઓમાં કયારેક સ ંસ્કૃત તત્સમ શબ્દાના ઉપયાગ વધુ જોવા મળે છે. ચાર અધિકારમાં લખાયેલી ૭૬૫ ક્લાક પ્રમાણુ એવી કવિની ‘ગુણરત્નાકર છંદ' નામની કૃતિ કે જેમાં એમણે સ્થૂલિભદ્રના ચરિત્રને ભિન્નભિન્ન છ ંદમાં વધ્યુ છે, તેમાંની થોડીક પક્તિએ ઉદાહરણ તરીકે જુએ :
શશિકર નિકર સમુવલ મરાલમારુહ્દ સરસ્વતી દેવી, વિચરતી કવિજન હૈયે હૃદયે સંસાર ભયહરિણી, હસ્ત કમ`ડલ પુસ્તક વીણા, સહઝાણું નાણુ ગુણ છીણા, અપ્પઈ લીલ વિલાસ, સા દેવી સરસઈ જય.... આમાંની પ્રથમ એ ૫'કિત કવિએ ‘સરસ્વતી છંદ'માં પ્રયેાજેલી છે. ઋષિદત્તા રાસ (ઈ.સ. ૧૫૧૬)જેમાં કવિએ ઋષિદ્ધત્તાના શીલને મહિમા ગાયે છે, તેમાંની આર.ભની થાડી પ ક્તિએ જુએ, જે કવિના ભાષાપ્રભુત્વની પ્રતીતિ કરાવશે.
કઈ કવિત કરું મન ભવિ સારણ દેવ તણુઇ પરભાવિ, સિદ્ધિસૂરિ ગુરુપય નમીય સીલ શિરામણ ગુણુ સંયુતા, નમિ અનેાપમા શ્રી ઋષિદતા જલધિસુતા જિંગ તે સમીય સહજસુંદરની બધી જ કૃતિએ અદ્યપિ અપ્રકાશિત છે. એ બધી પ્રકાશિત થતાં કવિની પ્રતિમાને સવિશેષ પરિચય થશે.
લાવણ્યરત્ન
આ જ ગાળાના બીજા એક સમર્થ કવિ તેલાવણ્યરત્ન છે. તે તપગચ્છના સાધુપ`ડિત ધનદેવના શિષ્ય સુરહંસના શિષ્ય હતા.‘ વત્સરાજ દેવરાજ રાસ'માં કવિએ સુપ્રસિદ્ધ આચાર્યં સેામસુંદરસૂરિથી પેાતાની ગુરુપરંપરાના નિર્દેશ કર્યો છે. લાવણ્યરત્ને આ રાસ ઉપરાંત યશોધરચિરત્ર’ (ઈ. સ. ૧૫૧૯), ‘મત્સ્યેાદર રાસ,' ‘કલાવતી રાસ,' અને કમલાવતી રાસ'ની રચના કરી છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / Èછ
પા ચન્દ્રસૂરિ
વડતપગચ્છના પુણ્યરત્નના શિષ્ય સાધુરતના શિષ્ય પાર્શ્વ ચન્દ્રસૂરિએ રાસના પ્રકારની મે જ કૃતિની રચના કરેલી જણાય છે અને તે પણ કદમાં ઘણી નાની છે. આ બે કૃતિએ તે ઈ. સ. ૧૫૪૧માં રચેલી ૮૬ કડીની કૃતિ ‘વસ્તુપાલ તેજપાલ રાસ' અને ` ૪ર કડીની રચના જિનપ્રતિમા સ્થાપના રાસ'. પરંતુ તે ઉપરાંત એમણે સંખ્યાબંધ નાની નાની કૃતિઓની રચના કરી છે. નાની કૃતિઓમાં પેાતાના ગષ્ટ, ગુરુપરંપરા ઇત્યાદિના ઉલ્લેખને અવકાશ નથી. ખ‘ધકચરિત્ર સજ્ઝાય’માં એમણે પેાતાના ગચ્છ અને ગુરુના નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે.
વડતપ ગરિષ્ઠ ગુણરયણુ નિધાન, સાહુરયણુ પંડિત સુપ્રધાન, પા`ચન્દ્ર નામે તસુ સીસ, તિણિ કીધા નિ આણી જગીસ.
પાચન્દ્રસુરિ હમીરપુર નગરના પ્રાગ્નશના વેલ્ડંગશાહના પુત્ર હતા. એમનેા જન્મ ઈ.સ. ૧૪૮૧માં થયા હતા. એમની માતાનું નામ વિમલાદે હતું. પાર્શ્વ ચન્દ્રે નવ વર્ષોંની ઉંમરે દીક્ષા લીધી હતી, ઈ.સ. ૧૫૦૯માં તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. તે એક સમર્થ મહાન જૈનાચા હતા અને ઈ.સ.૧૫૪૩માં એમને ‘યુગપ્રધાન’નું બિરુદ આપવામાં આયુ` હતુ`. જોધપુરમાં તેએ કાળધર્મ પામ્યા હતા. એમણે ઘણા રાજવીઓને અને અન્ય રજપૂતાને ઉપદેશ આપ્યા હતા. એમના નામ પરથી પાચન્દ્ર ગચ્છ (પાયચંદ ગચ્છ) નીકળ્યા હતા.
પાર્શ્વ ચંદ્રસૂરિએ ‘વિવેકશતક', ‘દુહાશતક', ‘એષણાશતક' ઇત્યાદિ શતકના પ્રકારની અને ‘પાક્ષિક છત્રીશી’, ‘આગમ છત્રીશી', ‘ઉત્તરાધ્યયન છત્રીશી', ‘ગુરુ ત્રોશી’, ‘મુહપતિ છત્રીશી’, ભાષા છત્રીશી', ઇત્યાદિ છત્રીશીના પ્રકારની કૃતિઓની રચના કરી છે. તદુપરાંત, ‘સાધુવંદના’, ‘અતિચાર ચેાપાઈ’,‘ચરિત્ર મનેારથમાલા', ‘શ્રાવકમને રથમાલા’,‘આત્મશિક્ષા', ‘જિનપ્રતિભા’, ‘સ્થાપના વિજ્ઞપ્તિ', અમરદ્વાર', ‘સપ્તતિકા',
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૮ | પડિલેહ નિયતાનિયત, “પ્રશ્નોત્તરપ્રદીપિકા, બ્રહ્મચર્ય”, “દંશ સમાધિસ્થાન કુલ”, “સ્તર ભેદી પૂજા', “અગિયાર બેલ સક્ઝાય, “વંદનદેષ',
આરાધના મેટી', “આરાધના નાન”, “ઉપદેશરહસ્ય ગીત', વિધિવિચાર', વીતરાગ સ્તવન', “શાંતિજિન સ્તવન, રૂપકમાલા', “અંધકચરિત્ર', “કેશિ પ્રદેશિબંધ', “સંવેગબત્રીસી', “સંવરકુલક ઇત્યાદિ ઘણી નાનીનાની કૃતિઓની રચના કરી છે. એ બધી કૃતિઓમાં રાસ કે પ્રબંધ કે ચરિત્રના પ્રકારની કૃતિ કરતાં આરાધનાના વિષયની કેટલીક કૃતિઓ કદમાં મોટી છે. એમની એક કૃતિ ૪૦૬ કડી જેટલી મોટી છે. શ્રી પાર્ધચન્દ્રસૂરિએ આ રીતે ચરિત્રાદિ વર્ણનાત્મક કૃતિઓ કરતાં શાસ્ત્રીય નિરૂપણની ઉપદેશના પ્રકારની કૃતિઓનું સર્જન સવિશેષ કર્યું છે. “આત્મશિક્ષા'માં કવિ કહે છેઃ
રે અભિમાની છવડા, તું કિમ પામિસિ પાર, લઘુ છલ નિરખે પારકા, તું તિહનો ભંડાર
કવિની કેટલીક કૃતિઓની “કલશ'ની પંક્તિઓ-અંતિમ ચાર પંક્તિઓ-પ્રાસાનુપ્રાસયુક્ત અને કવિના ભાષાપ્રભુત્વના નમૂનારૂપ હેય છે. ઈ. ત. “સાધુવંદનાની “કળશ” ની પંક્તિઓ જુઓ :
ઇમ જનવાણ જોઈ હિયાં આણું મઈ ભણ્યા, ભવતરણ તારણ, દુઃખ વારણ સાધુ ગુરુ મુખિ જે સુણ્યા, ઈમ અછઈ મુનિવર જેય હાસ્ય, કાલિ અનંતઈ જે હુઆ,
તે સત દિહ શ્રી પાસચંદઈ મનિ સંયુઆ. અને આ જુઓ “એકાદશવચનદ્ધાતિં શિકાની કળશની પંક્તિઓ :
સેવા કરાઈ ભવજલ તરિયઈ ધરિયાઈ હિયડઈ ગુરુ વયણું, પરમારથ ગ્રહિયાં શિવમુખ લહઈ રહિયાં આદરિજિનશરણું ઈગ્યાર પદારથ ભાખ્યા સમરથ સાંભલિ ભવિયણ સદ્દવહિયે, જે થાઈ ઇકચિત પામઈ સમક્તિ શ્રી પાસચંદ્ર ઈણિ પરિ કહએ.
Page #278
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૬૯ વિનય દેવરિ
વિનયદેવસૂરિ રાજપુત્ર હતા. સોલંકી રાજા પદ્મરાયના તે પુત્ર હતા. એમની માતાનું નામ સીતાદે હતું. એમને જન્મ ઈ.સ. ૧૫૧રમાં માલવાના આજણોઠ ગામમાં થયો હતો. તેમનું નામ બ્રહ્મકુંવર હતું. એટલે જ તેઓ પિતાની કૃતિઓમાં પિતાને નામે લેખ “બ્રહ્મ'ના નામથી ઘણુ વાર કરે છે.
બ્રહ્મકુંવર પિતાના મેટા ભાઈ ધનરાજ સાથે દ્વારકાની જાત્રા કરી ગિરનાર ગયા ત્યાં તેમણે અને તેમના મોટા ભાઈએ રંગમંડણ ઋષિ પાસે દીક્ષા લીધી. તેઓ બ્રહ્મ-મુનિ (બ્રહ્મઋષિ) બન્યા. પાર્શ્વચન્દ્રસૂરિના ગુરુના ગુરુ પુણ્યરતન પાસે દીક્ષા લેનાર બરદરાજ ઋષિને (જે પાછળથી વિજયદેવસૂરિ થયા) મેળાપ બ્રહ્મઋષિને પાટણમાં થયો અને પછી તેઓ તેમની સાથે દક્ષિણમાં ઘણે સ્થળે ફર્યા અને ઘણે સ્થળે વાદમાં જીત્યા. આચાર્ય પદ મળ્યા પછી તે વિનયદેવસૂરિના નામથી ઓળખાયા. તેઓ એક મહાન આચાર્ય હતા અને એમણે કેટલાક સૈદ્ધાન્તિક મતભેદને કારણે સુધર્મગચ્છના નામથી પિતાને જુદે ગ૭ સ્થાપ્યો હતો. તેઓ ઈ. સ. ૧૫૯૦માં બરહાનપુરમાં કાળધર્મ પામ્યા હતા. એમના એક શિષ્ય મનજીત્રકષિએ ઈ.સ. ૧૫૯૦માં “વિનયદેવસૂરિ રાસની રચના કરી છે, જેમાં તેમના જીવન અને કાર્યની સવિગત માહિતી આપી છે.
વિનયદેવસૂરિએ રાસ, પાઈ, વિવાહલ, ધવલ, સ્તવન, ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમણે ઈ.સ.૧૫૩૭માં “સુસઢ એપાઈની ૨૪૩ કડીમાં રચના કરી છે, જેમાં સુસઢનું કથાનક વર્ણવવામાં બનાવ્યું છે. આ કથાનક મહાનિશીથ સૂત્રમાં આવે છે. સુસઢ એક બ્રાહ્મણીને પુત્ર હતું જન્મ સમયે જ માતા ગુમાવતાં તે એક કુંભારને ઘેર ઊઠ્યું હતું. એણે યુવાનવયે દીક્ષા લીધી હતી, પરંતુ તેનાથી સંયમનું પાલન થઈ શકતું નહોતું એટલે ગુરુએ એને ગરછ બહાર
Page #279
--------------------------------------------------------------------------
________________
કાઢયો હતો. રાસને અંતે કવિ ઉપદેશ આપતાં કહે છે કે રાજાની આજ્ઞાનું ઉલંઘન કરતાં કોઈક એક સજા થાય છે, પરંતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ભવભવ અનેક દુ:ખ ભોગવવાં પડે છે.
નરપતિ આણું ભંજતા, લમ્ભઇ નિગ્રહ એક, જિન આણું ભંઈ સહઈ, પરભવિ દુઃખ અનેક.
વિનયદેવસૂરિએ ૮૩૮ કડીમાં રચેલી “સુદર્શનશેઠ ચોપાઈમાં અનેક યાતના અને કસેટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શન મુનિનું કથાનક આલેખવામાં આવ્યું છે. ચંપાનગરીના શ્રેષ્ઠીના તેજસ્વી પુત્ર સુદર્શન શેઠ પ્રત્યે રાજ્યના પુરોહિતની પત્ની આકર્ષાઈ હતી. પરંતુ તે તેને મેળવવામાં નિષ્ફળ ગઈ એટલે એણે રાણુને ઉશ્કેરી. રાણી પણ સુદર્શનને આકર્ષવામાં નિષ્ફળ ગઈ એટલે એણે સુદર્શન પર ખેટું આળ ચડાવ્યું અને રાજાને ભંભેર્યો. એટલે રાજાએ સુદર્શનને શૂળીએ ચડાવવાનું નક્કી કર્યું. એ સમયે સુદર્શનની સતી જેવી પત્ની મને રમાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધર્યું. એવામાં રાજાને સાચી વાતની ખબર પડી ગઈ અને સુદર્શન શેઠને શૂળીએ ન ચડાવ્યા. પરંતુ આ ઘટનાથી સુદર્શન શેઠને વૈરાગ્ય થયું અને એમણે દીક્ષા લીધી. તેઓ સુદર્શન મુનિ બન્યા. સાધુ અવસ્થામાં પણ એમની ઘણી કસોટી થઈ, પણ તેમાંથી પણ તે પાર પડ્યા. છેવટે કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે સિધાવ્યા. આ પ્રસંગે શીલને ઉપદેશ આપતાં કવિ લખે છેઃ
સહ્ય પરીસમ અવિ ઘોર, સુદરશણ મહા મુનિ, કાયા કરમ કઠેર, શીલ પાલી શિવપુર ગયા.
એસ શીલ નિધાન, ભવિયણ હિત કરી આદરો, જે જઓ નિર્વાણ દેવલોક મેં સાંસે નહી, એ ખટ દરસણમાંહિ શીલ અધિકે વખાણ, તપ સંજમ ખેર થાય શીલ વિના એક પલકમાં.
Page #280
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ૨૦૧
વિનયદેવસૂરિએ તદુપરાંત ઈ. સ. ૧૫૪૧ માં ‘ચાર પ્રત્યેક બુદ્ધ ચેપાઈ’, ઈ. સ. ૧૫૫૬માં ‘નાગલ-સુતિ ચોપાઈ’, ઈ.સ. ૧૫૭૮માં ‘ભરત-બાહુબલિ રાસ' તથા ‘અન્નપુત્રરાસ'ની રચના કરી છે. એમની શ્વેતર કૃતિઓમાં સુધ ગછ પરીક્ષા', ' અઢાર પાપસ્થાન પરિહાર ભાષા’, ‘નેમિનાથ ધવલ', ‘ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન ગીત', ‘સુપા - જિન વિવાહલો', ‘સાધુવંદના', શાંતિનાથ વિવાહલા', ‘વાસુપૂજ્યસ્વામી ધવલ', ‘જિનરાજનામ સ્તવન', ‘અંતકાલ આરાધના ફલ', ‘પ્રથમ આસ્રવધર કુલક', ‘જિનપ્રતિમા સ્થાપના પ્રબંધ', ‘અષ્ટકમ્ વિચાર', ‘સૈદ્ધાન્તિક વિચાર’, ઇત્યાદિ સંખ્યાબંધ બીજી કૃતિઓ ગણાવી શકાય. વિનયદેવસૂરિએ આ ઉપરાંત સંસ્કૃતમાં ‘પ્રજ્ઞપ્તિસૂત્ર' ઉપર ટીકા અને પાખીસૂત્રવૃત્તિની રચના પણ કરેલી છે.
ઢાલતવિજય
તપગચ્છના સુમતિસાધુની પરંપરામાં પદ્મવિજયના પ્રશિષ્ય શાંતિવિજયના શિષ્ય દેાલતવિજયે ખુમાણુ રાસ'ની રચના કરી છે. રાસમાં કવિએ રચનાસાલનેા નિર્દેશ કર્યો હશે પરંતુ તેની એકમાત્ર મળતી પ્રત અપૂર્ણ હાવાથી તે સાલ ચાક્કસપણે જાણી શકાતી નથી. આ રાસમાં કવિએ ચિતાડના રાણા ખુમાણુ અને તેના વંશજોને ઇતિહાસ ચારણુશાહી પદ્ધતિએ વર્ણવ્યા છે. જૈન સાધુકવિઓએ કચારેક આવી પ્રશસ્તિના પ્રકારની રાસ કૃતિની પણ રચના કરી છે તે આ રાસ પરથી જોઈ શકાય છે. કવિનાં કેટલાંક વર્ષાંતેા જનમનરંજના થૈ થયેલાં હેાય એમ જણાય છે. આર ંભમાં કવિ ગણેશને પણ વંદન કરે છે, જે પ્રકારની સ્તુતિ સામાન્યપણે જૈન કવિઓની કૃતિએમાં જવલ્લે જ જોવા મળે છે.
શિવ સુત સુ ઢાલે સાલ, સેવે સરવ સુરેશ, વિધન વિદારણુ વરદીયણુ ગવરીપુત્ર ગણેશ.
Page #281
--------------------------------------------------------------------------
________________
ર૭ર | પડિલેહ અન્ય કવિઓઃ
ઈ.સ. ૧૪૫૦ થી ૧૫૫૦ સુધીના સે વર્ષના ગાળાના મહત્વના કેટલાક કવિઓ અને એમની કૃતિઓને પરિચય મેળવ્યો. આ ગાળામાં બીજા સંખ્યાબંધ કવિઓએ રાસ, ફાગુ, વિવાહ, પ્રબંધ, સ્તવન, સઝાય ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે, જેમાંની જ્વલ્લે જ થોડી કૃતિઓ હજુ પ્રકાશિત થઈ છે. આ કવિઓ અને એમની કૃતિઓમાં નોંધપાત્ર તે નીચે મુજબ છે –
(૧) સાધુમેરુકૃત-પુણ્યસાર રાસ (૨) સંઘવિમલ (અથવા શુભશીલકૃત) સુદર્શન શ્રેષ્ઠીને રાસ (3) સંઘકલશકૃત સમ્યકત્વ રાસ (૪) અજ્ઞાતકૃત ઋષિદત્તા રાસ (૫) આનંદ મુનિકૃત ધર્મલક્ષી મહત્તરાભાસ (૬) શુભશીલગણિકૃત પ્રસેનજિત રાસ (૭) ઉદયધર્મકૃત ઉપદેશમાલા કથાનક (૮) રશેખરકૃત રચૂડ રાસ (૯) કલ્યાણસાગરકૃત અગડદત્ત રાસ (૧૦) આણંદમેરુકૃત કાલકસૂરિ ભાસ (૧૧) અતિશેખરકૃત ધન્ન રાસ; કુરગડુ મહર્ષિ રાસ; મયણરેહા સતી રાસ; ઇલાપુત્ર ચરિત્ર (૧૨) જિનવર્ધનકૃત ધનારાસ (૧૩) આજ્ઞાસુંદરકૃત વિદ્યાવિલાસ ચોપાઈ (૧૪) વિનયચંદ્રકૃત જંબૂરવામીને રાસ (૧૫) લક્ષ્મીસાગરકત વસ્તુપાલ તેજપાલ રાસ (૧૬) રાજતિલકગણિત શાલિભદ્ર રાસ (૧૭) રતનસિહ શિષ્યવૃત જંબુસ્વામી રાસ (૧૮) મલયચંદ્રત સિંહાસન બત્રીસી (૧૮) ભક્તિવિજયકૃત ચિત્રસેન પદ્માવતી રાસ (૨૦) પથત પાર્શ્વનાથ દેશભવ વિવાહ (૨૧) લક્ષ્મરત્નસૂરિકૃત સુરપ્રિયકુમાર રાસ; આઠ કર્મ ચોપાઈ (૨૨) સોમચંદ્રકૃત કામદેવને રાસ; સુદર્શન રાસ (ર૩) જ્ઞાનસાગરકત સિદ્ધચક્ર રાસ (શ્રીપાલ રાસ) (૨૪) મંગલધર્મકૃત મંગલકલશ રાસ, (૨૫) જિનરત્નસૂરિકૃત મંગલકલશ રાસ (૨૬) પુણ્યનંદિકૃત રૂપકમાલ (૨૭) દેવપ્રભગણિકૃત કુમારપાલ રાસ (૨૮) ઉદયધર્મકૃત મલયસુંદરી રાસ; કથાબત્રીસી (૨૮) ખેમરાજકૃત શ્રાવકાચાર ચોપાઈ; ઈખકારી રાજા પાઈ (૩૦) સંગસુંદરત સા શિખામણ
Page #282
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૭૩ રાસ (૩૧) હેમવિમલસૂરિકૃત મૃગાપુત્ર ચોપાઈ (૩૨) જયવલ્લભકૃત શ્રાવક બારવ્રત રાસ; સ્થૂલભદ્ર બાસઠીઓ; ધના અણગારને રાસ (૩૩) સિંકુલશકૃત મુનિપતિ ચરિત્ર (૩૪) શાંતિસૂરિકૃત સાગરદત્ત રાસ (૩૫) જિનસાધુસૂરિકૃત ભરતબાહુબલિરાસ (૩૬) કીર્તિહર્ષત સનતકુમારપાઈ (૩૭) જયરાજક્ત મદર રાસ (૩૮)ક્ષમાકલશકૃત સુંદર રાજ રાસ; લલિતાંગ કુમાર રાસ (૩૯) નેમિકુંજરત ગજસિંહકુમાર ચોપાઈ (૪૦) લબ્ધિસાગરકૃત શ્રીપાલ રાસ; વજભુજંગકુમાર પાઈ (૪૧) હર્ષ કલશકૃત વસુદેવ ચોપાઈ (૪૨) લાવણ્યસિંહા ઢંઢણકુમાર રાસ (૪૩) સિંહકુલત નંદબત્રીસી; સ્વપ્નવિચાર ચોપાઈ (૪૪) હર્ષમુનિકૃત ચંદ્રલેખા ચેપાઈ (૪૫) ઈશ્વરસૂરિકૃત લલિતાગ ચરિત્ર; શ્રીપાલ પાઈ (સિદ્ધચક્ર પાઈ) (૪૬) ધર્મદેવકૃત હરિશ્ચન્દ્ર રાજાને રાસ; અજાપુત્ર રાસ, વયર સ્વામીને રાસ (૪૭) પદ્મશ્રીકૃત ચાદર ચરિત્ર (૪૮) ધર્મરુચિકૃત અાપુત્ર પાઈ (૪૯) કડઆકૃત લીલાવતી સુમતિવિલાસ રાસ (૫૦) રાજશીલકૃત વિક્રમખાપર ચરિત ચોપાઈ; અમરસેન વયરસેન ચોપાઈ (૫૧) જયવિજયકૃત મુનિપતિ
પાઈ (પર) પદ્મસાગરકૃત કયવન્ના એપાઈ (૫૩) ધર્મ સમુક્ત સુમિત્રકુમાર રાસ; પ્રભાકર ગુણકર એપાઈ; કુલધ્વજકુમાર રાસ; શકું. તલા રાસ; રાત્રિભેજન રાસ (૫૪) દેવકલશકૃત ઋષિદત્તા ચોપાઈ (૫૫) કુશળસંયમત હરિબળને રાસ; સંગમ મંજરી (૫૬) શુભવર્ધનશિવકૃત અષાઢભૂતિ રાસ (૫૭) રત્નસિંહસૂરિશિષ્યકૃત જંબુસ્વામી રાસ (૫૮) ભુવનકાર્તિકૃત કલાવતી ચરિત્ર (૫૮) અમીપાલકૃત મહીપાલને રાસ (૬૦) સૌભાગ્યસાગરસૂરિશિષ્યવૃત ચંપકમાલા ચરિત્ર (૬૧) ભીમકૃત અગડદા રાસ (૬૨) જયનિધાનકૃત ધર્મદત્ત ધનપતિ રાસ; સુરપ્રિય ચરિતરાસ (૬૩) સાધુરત્નસૂરિકૃત કયવના રાસ (૬૪) સેવકકૃત આદિનાથ દેવ રાસ, ઋષભદેવ વિવાહલુ સીમંધર સ્વામી શેભા તરંગ; આદ્રકુમાર વિવાહલ (૬૫) વિજયદેવસૂરિકૃત શીલ રાસ (૬૬) મહીચંદક્ત ઉત્તમ ચરિત્ર પાઈ (૭) સમરચંદ્રશિષ્યક્ત શ્રેણિક
૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________
ર૭૪ | પડિલેહારાસ (૬૮) કલ્યાણકૃત કૃતક રાજાધિકાર રાસ (૬૮) કમલમેરુકૃત કલાવતી એપાઈ (૭૦) મતિસાગરકૃત લઘુ ક્ષેત્ર સમાસ ચોપાઈ; સંગ્રહણ રાસ (૭૧) પુણ્યરત્નકૃત નેમિરાસ (યાદવ રાસ) (૨) વિનયસમુદ્રકૃત આરામશોભા એપાઈ; મૃગાવતી ચોપાઈ; ચિત્રસેન પદ્માવતી રાસ; પદ્મચરિત્ર; રોહિણેય રાસ (૭૩) કનકકૃત મેઘકુમાર રાસ (૭૪) રાજરત્નસૂરિકૃત હરિબલ માછી પાઈ (૭૫) ભાવકૃત હરિશ્ચન્દ્ર પ્રબંધ; અંબડ રાસ. સેમવિમલસૂરિ
સેમવિમલસૂરિ ઈ.સ. ના સેળમા સૈકાના એક પ્રતિભાશાળી આચાર્ય હતા. ઈ.સ. ૧૫૧૮માં તેમણે તપાગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સેમવિમલસરિના શિષ્ય આણંદમે ઈ.સ. ૧૫૬૩માં સેમવિમલસૂરિ રાસ ની રચના કરી છે, જેમાં સેમવિમલસૂરિના જીવન વિશેની માહિતી સચવાયેલી છે. સામવિમલસૂરિનું નામ દીક્ષા પૂર્વે જસવંત હતું અને તેઓ ખંભાતના સમધર મંત્રીના વંશજ રૂપવંતના એ પુત્ર. એમની માતાનું નામ અમરાદે. શિરોહીમાં પંડિતપદ, વિજાપુરમાં ઉપાધ્યાયપદ મેળવ્યા પછી ખંભાતમાં આચાર્ય પદવી સેમવિમમ રિએ મેળવી હતી અને ઈ.સ. ૧૫૮૧માં તેઓ કાળધર્મ પામ્યા હતા. :--
સેમવિમલસૂરિએ “શ્રેણિક રાસ,” “ધમ્મિલ રાસ,” “ચંપક શ્રેષ્ઠી રાસ,” અને “ક્ષુલ્લક કુમાર રાસ' એ ચાર રાસકૃતિઓ ઉપરાંત “કુમારગિરિમંડળ” “શ્રી શાંતિનાથ સ્તવન,” “દસ દષ્ટાંતનાં ગીત,”
પદાવલિ સઝાય, “ચસિમા શબ્દના ૧૦૧ અર્થની સજઝાય” ઇત્યાદિ પદ્યકૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત એમણે ગુજરાતી ગદ્યમાં “કલપસૂત્ર બાલાવબોધીની રચના પણ કરી છે.
શ્રેણિકરાસ–મવિમલસૂરિએ ઈ. સ. ૧૫૪૭માં કુમારગિરિનગરમાં “શ્રેણિક રાસની રચના કરી છે. એની કર્તાના હસ્તાક્ષરમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૭૫
લ્લખાયેલી હસ્તપ્રત ઉપલબ્ધ છે. આ રાસનું અપર નામ “સમ્યકત્વસાર -રાસ” છે. ચાર ખંડની ૬૮૧ કડીમાં કવિએ આ રાસની રચના કરી છે. સકલ જિનેશ્વર, સરસ્વતી દેવી અને ગૌતમ સ્વામીને પ્રણામ કરીને કવિ રાસની રચનાને પ્રારંભ કરે છે–
સકલ જિનવર સકલ જિનવર ચરણ વંદેવિ. દેવી શ્રી સરસતીતણા પાયકમલ બહુ ભક્તિ જુક્તિઓ, પ્રણમી ગયમ સ્વામિવર, સુગુરુપાય, કમલ સ્તઓ, શ્રેણિક રાજા ગુણ નિલુઓ, બુદ્ધિ વિશાલ, રચિસ રાસ હું તહતણે, સુણીઓ અતિહિ રસાલ.
આ રાસમાં કવિએ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરના સમયમાં વિદ્યમાન ધર્મપ્રેમી રાજા શ્રેણિકના વૃત્તાન્તનું આલેખન કર્યું છે. રાજગ્રહ નગરીના પ્રસેનજિત રાજાને પોતાના પુત્રોમાં શ્રેણિક સૌથી વધુ બુદ્ધિમાન હોવાથી વહાલ હતા. અને એથી તેઓ પિતાની ગાદી શ્રેણિકને સેપે છે. શ્રેણિક રાજ્ય કરે છે. જીવનનાં અંતિમ વર્ષોમાં એને પુત્રોમાંથી અજાતશત્રુ કુણિક શ્રેણિકને કેદ કરી ગાદીએ બેસે છે. પરંતુ એકવાર કુણિકને પશ્ચાત્તાપ થતાં પિતાને મુક્ત કરવા આવે છે. પરંતુ કુણિક પિતાને મારી નાખવા આવે છે એમ સમજી પુત્રને હાથે મરવા કરતાં શ્રેણિક આત્મઘાત કરે છે.
શ્રેણિક રાજા ભગવાન મહાવીરના સમકાલીન હતા અને - ભગવાનની ઘણું સભાઓમાં જઈ ઉપદેશ સાંભળતા અને ઘણું વાર પોતાને થતા અને ભગવાનને પૂછી સમાધાન મેળવતા
ઘસ્મિલ રાસ-સામવિથલસૂરિએ ઈ.સ. ૧૫૩૫માં ખંભાતમાં “ધમ્મિલ રાસ' નામની રાસકૃતિની રચના કરી છે. એમાં ઘમ્મિલ નામના શ્રેષ્ઠીપુત્રનું કથાનક વર્ણવવામાં આવ્યું છે. ધમ્મિલ કુશાગ્રપુરના સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી અને તેની પત્ની સુભદ્રાને પુત્ર હતું. એનાં લગ્ન યશોમતી નામની એક શ્રેષ્ઠીપુત્રી સાથે થયાં હતાં. પરંતુ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૬ / પડિલેહધમિલને યૌવનના સુખોપભોગમાં રસ ન હતું એટલે એનામાં એક માટે રસ જાગે એથી એની માતાએ એને જુગારીઓની સેબત કરાવી, અને તેમ કરતાં એ વેશ્યાઓની સેબતે પણ ચડ્યો. માતાપિતાના અવસાન પછી ધન હતું ત્યાં સુધી યશોમતી ધમિલને મેકલતી રહી. પણ એ ખલાસ થયું એટલે યશોમતી પિયર ચાલી ગઈ અને ધમિલને વેશ્યાએ બહાર કાઢો. એથી ધમિલની આંખ ઊઘડી. ફરી તે ગૃહસ્થ. જીવન તરફ વળે, પ્રગતિ સાધી, બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને ભોગવિલાસ ભેગવવા લાગ્યું. પરંતુ એથી સંતોષ ન થતાં એક વખત સાધુ પાસે ધર્મોપદેશ સાંભળતાં ફી એનામાં વૈરાગ્ય જાગે. અને છેવટે એણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. જ્યવંતસૂરિ
મમ્મટના “કાવ્યપ્રકાશ” પર ટીકા લખનાર સંસ્કૃતના પ્રખર પંડિત કવિ જયવંતરિ ઈ.સ.ના સેળમાં સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્ય-- માન હતા.
વડતપગચ્છના ધર્મરત્નસૂરિને બે મુખ્ય શિષ્ય તે વિદ્યામંડનસૂરિ અને વિનયમંડન ઉપાધ્યાય. ઈ. સ. ૧૫૩૧માં કર્મશાહે શત્રુજય તીર્થને ઉદ્ધાર કરાવ્યું ત્યારે ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા વિદ્યામંડનસૂરિના હસ્તે થઈ હતી અને તે ઉત્સવમાં વિનયમંડન ઉપાધ્યાયે પણ સારે ભાગ લીધો હતો. એ વિનયમંડનના શિષ્ય જયવંતસૂરિ પણ તે સમયે વિદ્યમાન હતા. જયંવંતરિએ “શંગારમંજરી, ઋષિદના રાસ,” “નેમરાજુલ બારમાસ,” “સીમંધરસ્તવન,
સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ,” “સ્થૂલભદ્ર મેહનલિ,” “સીમંધરના. ચંદ્રકલા,” “લેચનકાજલ સંવાદ' ઇત્યાદિ કૃતિઓની રચના કરી છે.
જયવંતરિની દીર્ઘકૃતિઓમાં “ગારમંજરી” અને “ઋષિદના રાસ” (ઈ.સ. ૧૫૮૭) છે. પ્રથમ કૃતિમાં સતી શીલવતીને અને બીજીમાં સતી ઋષિદત્તાના ચરિત્રનું આલેખન છે. “ગારમંજરી'ની
Page #286
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ર૭૭ રચના ૨૮૦૦ જેટલી કડીમાં છે, જ્યારે “ઋષિદરા રાસની રચના ૮૫૦ જેટલી કડીમાં થઈ છે. “શૃંગારમંજરી' કવિની સમર્થ કૃતિ છે. કવિનું આલેખન રસિક અને ટાદાર છે. પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકાર ઉપરનું કવિનું પ્રભુત્વ સહજ અને પ્રશસ્ય છે. જુઓ :
સેવિન ચૂડી કરિ ધરી, ઉરવરિ નવસરહાર, ખલકતિ સેવિન મેખલા, પય ઝાંઝર ઝમકાર. વેણીદંડ પ્રચંડ એ, જિસુ શેષ ભુયંગ, અંગ અભંગ અનંગનું નાગ સુરંગ સળંગ, પીન પયોધર ભાર ભર, કટિ તટિ ઝીલું લંક, વિકસત ખંજન નયણલાં, ઘણું જિસિઉ ભૂર્વક
| (શૃંગારમંજરી) હેમરત્નસુરિ
પૂનમ ગરછના દેવતિલકસૂરિના શિષ્ય જ્ઞાનતિલકસૂરિના પદ્મરાજગણિના શિષ્ય હેમરત્નસૂરિએ રચેલી પાંચેક રાસકૃતિઓ ઉપલબ્ધ છે, જે હજુ અપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ના સોળમાં શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે ઈ. સ. ૧૫૪૭ માં પાલી નગરમાં “શીલવતી કથાની રચના કરી છે. કથાના આરંભમાં કવિ લખે છે
પૂનિમ છમતિ ગુણની શ્રી ન્યાનતિલક સૂરીસ. જસ પયપંકય સેવતાં પૂજયે સયમલ જગીસ, તસ પય પંકજ સુર સમ શ્રી હેમરતન સૂરદ
સીલ કથા તણિએ કહી તમે જ રવિચંદ. હેમરત્નસૂરિએ એ જ વર્ષે “લીલાવતી' નામની બીજી એક રાસકૃતિની રચના કરી છે. ત્યારપછી (ઈ.સ. ૧૫૮૦) એમણે “મહીપાલ ચોપાઈ'ની રચના ૬૯૬ જેટલી કડીમાં કરી છે. ઈ.સ. ૧૫૯૧માં એમણે ગોરા -બાદલ કથા' (અપર નામ પદમણી પાઈ)ની રચના સાદડી નગરમાં કરી છે. આ કૃતિ ૯૧૭ જેટલી કડીમાં લખાયેલી છે. કથાની ફલશ્રુતિ
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૭૮ | પડિલેહ વર્ણવતાં કવિ લખે છેઃ
ગેરા બાદલની એ કથા, કહી સંણ પરંપરા યથા, સાંભળતાં મનવંછિત ફલે, રોગ સેગ દૂષ દેહગ ટલે. સાંમ ધરમ સા પુરસા હેઈ, સીલ દઢ ફુલવંતી જોઈ, હિંદુ ધમ સત પરમાણ, વાગા સુજસ તણું નિસાણ
શ્રી હેમરત્નસૂરિએ “સીતાચરિત્ર' નામની પણ એક કૃતિની રચના કરી છે. જેમાં જૈન પરંપરાનુસારી રામસીતાની કથાનું સાત સર્ગમાં આલેખન કરવામાં આવ્યું છે. પાઈ, દુહા અને જુદી જુદી દેશી-- એની ઢાલમાં આ કૃતિ લખાયેલી છે. ત્રીજા સને અંતે કવિ જૈન. રામાયણ “પદ્મચરિત્ર' (પઉમરિય)ને નિર્દેશ કરે છે–
પદમરાજ વાચક સુખસાઈ, પદ્મચરિત્ર ગ્રહી મનમાંહિ,
હેમસરિ ઇમ જંપઈ વાત, ત્રીજા સરગ તણે અવદાત. મહીરાજ
કવિ મહીરાજની અત્યાર સુધીમાં માત્ર એક જ કૃતિ ઉપલબ્ધ છે અને તે એમના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલી નલદવદંતી રાસ, એની રચના કવિએ ઈ.સ ૧૫૫૬માં કરી છે. દુહા, એપાઈ અને જુદી જુદી ઢાળાની બધી મળીને સાડાબારસો કડીમાં કવિએ કરેલી આ રચનામાં કથાવિકાસ પ્રમાણે ખંડ પાડવામાં આવ્યા નથી. રાસની શરૂઆત કવિએ નલદવદંતીના પૂર્વભવના પ્રસંગેથી કરી છે. કથા-- વૃતાન્ત માટે કવિએ હેમચંદ્રાચાર્યના “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રને અને દેવપ્રભસૂરિના “પાંડવચરિત્ર' ને આધાર લીધેલું જણાય છે. કવિએ પ્રસંગાલેખન, પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન અને દાનશીલાદિના. મહિમાના વર્ણનમાં નલ-દેવદતી વિશે રાસકૃતિની રચના કરનારા પિતાના પુરોગામી કવિઓ કરતાં વિશેષ શક્તિ દાખવી છે, જે કે: કેટલેક સ્થળે ઋષિવર્ધન જેવા કવિની આ રાસ ઉપર પડેલી છાયા પણું જોઈ શકાય છે. અલબત્ત, બીજી બાજુ કેટલેક સ્થળે કવિની
Page #288
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ૨૭૯
સ્વતંત્ર અને મૌલિક કલ્પનાશક્તિ પણ તેઈ શકાય છે. પ્રસંગે પ્રસંગે અનુકૂળતા પ્રમાણે દૃષ્ટાંતા અને સુભાષિતના પ્રકારની પ`ક્તિઓ પણ કવિએ વચ્ચે પ્રયાજી છે જે એક ંદરે રાસની ગુણવત્તામાં ઉમેરા કરે છે.
કુશળલાભ
વાચટ કુશળલાભ ઈ.સ.ના સેાળમા સૈકાના ઉત્તરામાં વિજ્ઞમાન હતા. એમણે પાતાની કૃતિઓમાં પેાતાની ગુરુપરંપરાના થોડાક નિર્દેશ કર્યો છે. તેજસાર રાસમાં' અને · અગડદત્ત રાસ'માં તે પેાતાના ગુરુ અભયધર્મ ઉપાધ્યાયના – ઉલ્લેખ કરે છે. કુશળલાભ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના હતા અને રાજસ્થાન તરફ તેમનેા વિહાર વિશેષ રહેલા જણાય છે. એમણે પેાતાની બે મહત્ત્વની રાસકૃતિઓનું સર્જન રાજસ્થાનમાં જેસલમેરમાં કર્યું હતું. તેમણે ખ ભાતના સ્થ ંભનક પાર્શ્વનાથની અને પારકરના ગાડી પાર્શ્વનાથની જાત્રા કરી હતી. કુશળલાભે રચેલા ‘નવકાર મંત્રને છંદ' આજે પણ જેનામાં ગવાય છે.
કવિ કુશળલાભે રચેલી અને હાલ ઉપલબ્ધ કૃતિએ આ પ્રમાણે છે : (૧) માધવાનલ ચાપાઈ (ઈ.સ. ૧૫૬૦), (૨) મારૂઢાલાની ચેાપાઈ (ઈ.સ. ૧૫૬૧), (૩) જિનરક્ષિત જિનપાલિત સંધિ (૧૫૬૫), (૪) તેજસાર રાસ (ઈ.સ. ૧૫૬૮), (૫) અગડદત્ત રાસ (ઈ.સ. ૧૫૬૯), (૬) સ્તંભન પાર્શ્વનાથ સ્તવન, (૭) ગાડી પાર્શ્વનાથ સ્તવન (૮) નવકાર મંત્રના છંદ.
માધવાનલ ચેાપાઈ–માધવાનલકામકલા ચાપાઈ (અથવા માધવાનલ પ્રબંધ)ની રચના કવિ કુશળલાભે ઈ.સ. ૧૫૬૦ (વિ.સં. ૧૬૧૬)માં ફાગણ સુદ ૧૩ને રવિવારે જેસલમેરમાં કરી હતી. તેમણે જેસલમેરના મહારાન યાદવ રાઉલ શ્રી માલદેવના પાટવી કુંવર રાજ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮. | પડિલેહરિરાજના કુતૂહલ અર્થે આ કૃતિની રચના કરી હતી એ નિર્દેશ એમાં કર્યો છે ,
રાઉલ માલ સુપાદ ધર, કુંવર શ્રી હરિરાજ, વિરરયા એહ સિણગાર રસ, તારા કુતૂહલ કાજ,
સંવત સેલ સોલેતર, જેસલમેર મઝારિ, ફાગણ સુદિ તેરમિ દિવસે, વિરચી આદિતિ વારિ, ગાહા દૂહા ને ચુપઈ, કવિત કથા સંબંધ, કામકંદલા કામની, માધવાનલ પ્રબંધ.
કવિ જણાવે છે તે પ્રમાણે દુહા અને પાઈમાં પોતે આ કુતિની રચના કરી છે અને એમાં પાઈની કડીઓ જ સવિશેષ છે. એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્લેક પણ મૂકવામાં આવ્યા છે, અને પ્રાત ગાથાઓ પણ આપવામાં આપી છે. ૬૬૬ કડીની આ કૃતિને કવિએ ઇવણિ કે કડવક ઇત્યાદિમાં વિભક્ત કરી નથી. તેમ જ તેમાં
પાઈ ઉપરાંત ભિન્ન ભિન્ન દેશીની ઢાળે પણ પ્રાજવામાં આવી નથી. માધવાનલ અને કામકંદલાની કથાનાં મૂળ લેકકથામાં રહેલાં છે અને કુશળલાભે પણ ઇતર કેટલાક જૈન કવિઓની જેમ કથામાંથી કથાનક પસંદ કરી પોતાની આ કૃતિની રચના કરી છે. આ અદ્ભુતરસિક કથામાં માધવ અને કામકંદલાના પ્રેમ અને વિરહના પ્રસંગમાં કવિએ શૃંગારરસનું પણ સારું નિરૂપણ કર્યું છે. કવિની આ કૃતિને એમના પુરોગામી કાયસ્થ કવિ ગણપતિએ ઈ.સ. ૧૫૧૮માં આઠ સર્ગમાં દુહાની ૨૫૦૦ કડીમાં રચેલ “માધવાનલકામકંદલાદગ્ધક સાથે સરખાવવા જેવી છે.
મારૂલની પાઈ-આ કૃતિની રચના કવિ કુશળલાલે જેસલમેરમાં કરી હતી. “માધવાનલકામકંદલા ચોપાઈ'ની રચના એમણે જેસલમેરના માલદેવના પાટવીકુંવર રાજા હરિરાજના કુતૂહલ અર્થે
Page #290
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૮૧ કરી હતી તે જ રીતે જેસલમેરમાં જ તે પછીના વર્ષે, ઈ.સ. ૧૫૬૧માં હરિરાજની વિનંતીથી “મારૂ ઢોલાની ચોપાઈની રચના કરી હતી.માધવાનલ પાઈની કથાની જેમ મારૂ-ઢોલાની કથા પણ કવિએ લોકકથામાંથી લીધેલી છે. રાજસ્થાનમાં મારૂઢેલાની કથા એ સમયે વિશેષ કપ્રિય હતી. દુહા અને ચોપાઈની કડીઓમાં રચાયેલી આ કૃતિમાં વચ્ચે વચ્ચે “વાત'માં, ગદ્યકંડિકાઓ આપવામાં આવી છે, જે પૂર્વકાલીન રાસાએામાંના “વસ્તુની કંડિકાઓ કરતાં મોટી છે. પુંગલ નગરીના રાજા પિંગલા અને એની રાણું ઉમાદેવીની પુત્રી મારવણનાં નાની ઉંમરમાં લગ્ન નલવરગઢના રાજાના પુત્ર સાલ્ડકુમાર સાથે થાય છે. સાલ્ડકુમારને એની માતા “ઢેલા” કહીને બોલાવે છે. ઢોલે મોટે થાય છે, પરંતુ મારવણી હજુ નાની હોવાથી એનાં માતાપિતા એને સાસરે મોકલતાં નથી. દરમ્યાન ઢોલ માલવણી નામની બીજી કન્યાને પરણે છે. મારવણું યૌવનમાં આવતાં ઢલા માટે ઝૂરે છે અને સંદેશાઓ મોકલાવે છે, પરંતુ માલવણી એ સંદેશાઓ ઢોલાને મળતા અટકાવે છે. છેવટે ઢોલાને સંદેશો મળે છે. તે મારવણના નગરમાં જાય છે અને એને મળે છે. પાછા ફરતાં મારવણીને સાપ કરડે છે. પરંતુ કોઈ યોગી એને સજીવન કરે છે. આમ છેવટે ઢોલે મારવણી અને માલવણું બંને સાથે સંપથી રહે છે અને સુખ ભોગવે છે. કવિએ સાતસો ગાથા પ્રમાણુ આ કૃતિમાં શૃંગાર અને અદૂભુત રસથી સભર કથાનું નિરૂપણ કર્યું છે. કવિએ કથાનું સમાપન લોકકથામાં આવે છે તે જ રીતે કર્યું છે, એટલે કે ધર્મોપદેશની દૃષ્ટિથી એને લંબાવી નથી અને ઢોલા-મારૂને દીક્ષા લેતાં બતાવ્યાં નથી. હરિકલશ
ખરતર ગચ્છના દેવતિલક ઉપાધ્યાયના શિષ્ય હર્ષ પ્રભના શિષ્ય - હીરલશ ઈ.સ. ના સેળમા શતકના ઉત્તરાર્ધ અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓને વિશ્વાસઘણું ખરું રાજસ્થાન તરફ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨ | પડિલેહ - રહેલે હતા, એમ એમની કૃતિઓનાં રચનાસ્થળ જોતાં જણાય છે.
એમણે ઈ.સ. ૧૫૫૮માં નાગર નગરમાં, “આરાધના ચોપાઈ,” ઈ.સ. ૧૫૬માં અઢાર નાતરાંની સઝાય, ઈ.સ. ૧૫૬૧માં કનકપુરીમાં
કુમતિવિધ્વંસન ચોપાઈ, ઈ.સ. ૧૫૬રમાં બિકાનેરમાં “મુનિપતિચરિત્ર ચોપાઈ', ઈ.સ. ૧૫૬૬માં રાજલદેસરમાં “સુપન સઝાય', ઈ.સ. ૧૫૬૮માં સવાલખ દેશમાં “સમ્યકત્વ કૌમુદી રાસ,” ઈ.સ. ૧૫૭૬માં વાસડે નગરમાં “જંબુચોપાઈ', ઈ.સ. ૧૫૮૭માં બિકાનેરમાં “જીભદાંત સંવાદ” આટલી કૃતિઓની રચના કરેલી મળે છે, જે હજુ અપ્રકાશિત છે. કવિ હીરકલશ જ્યોતિષના પણ સારા જાણકાર હતા અને એમની “જ્યોતિષસાર' નામની પદ્યમાં રચેલી એક કૃતિ પણ મળે છે. એમની રાસ સઝાઈ ઇત્યાદિ કૃતિઓમાં ક્યારેક કૃતિની રચના સાલ ઉપરાંત માસ-તિથિની સાથે નક્ષત્રને પણ ઉલ્લેખ થયેલું હોય છે. વળી, કવિ પોતાની કેટલીક કૃતિઓમાં પિતાની ગુરુપરંપરા સુપ્રસિદ્ધ દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિથી નામોલ્લેખો સાથે દર્શાવે છે.
કવિની કૃતિઓમાં ૬૮૩ કડીમાં રચાયેલી “સમ્યકાવ કૌમુદી રાસ', ૮૩ કડીમાં રચાયેલી “આરાધના ચેપાઈ” તથા “કુમતિવિવંશ ચોપાઈમાં કથાનિરૂપણ કરતાં તત્ત્વચર્ચા વિશેષ થયેલી છે. કવિની સુદીર્ઘ કૃતિ તે સિંહાસનબત્રીસી' છે, જે બે હજાર કરતાં વધુ કડીમાં લખાયેલી છે. વાચક નયસુંદર
ઈ. સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા જૈન કવિઓમાં વાચક નયસુંદર એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચછની પરંપરામાં શ્રી ધનરત્નસૂરિના બે શિષ્ય ભાનુમેરૂ ઉપાધ્યાય અને વાચક માણિક્યરન એ બે પૈકી ભાનુમેરૂના શિષ્ય હતા. તેઓ માણિક્યરત્નના લઘુ બંધુ હતા એ પોતે પોતાની રાસકૃતિઓમાં ઉલેખ કર્યો છે. નયસુંદરની એક શિષ્યા તે સાધ્વી શ્રી હેમશો-જેમણે “કનકાવતી,
Page #292
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૮૩ આખ્યાન' નામની રાસકૃતિની રચના કરી છે. જૈન સાધ્વીઓમાં હેમશ્રી એક વિરલ કવયિત્રી છે. '
કવિ નયસુંદર પંડિતકવિ હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ફારસી ઇત્યાદિ ભાષાઓના પણ સારા જાણકાર હતા. એમણે કાવ્ય-- શાસ્ત્રને પણ સારે અભ્યાસ કર્યો હશે એમ એમની કૃતિઓ પરથી જોઈ શકાય છે. કવિ નયસુંદરની કૃતિઓ આ પ્રમાણે ઉપલબ્ધ છે: (૧) યશોધરતૃપ ચોપાઈ (ઈ.સ. ૧૫૬૨), (૨) રૂપચંદકુંવર રાસ (ઈ.સ. ૧૫૮૧), (૩) શત્રુંજયમંડન તીર્થોદ્ધાર રાસ (ઈ. સ. ૧૫૮૨). (૪) પ્રભાવતી રાસ (ઈ.સ. ૧૫૮૪), (૫) સુરસુંદરી રાસ (ઈ.સ. ૧૫૯૦), (૬) નળદમયંતી રાસ (ઈ.સ. ૧૬૦૯), (૭) ગિરનાર ઉદ્ધાર રાસ, (૮) શીલરક્ષા પ્રકાશ રાસ (ઈ.સ. ૧૬૧૩), (૮). આત્મપ્રતિબંધ, (૧૦) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, (૧૧) શાંતિનાથ
સ્તવન. કવિની આ કૃતિઓમાં ‘નળદમયંતી રાસ” અને “રૂપચંદકુંવર રાસ’ એમની સમર્થ કૃતિઓ છે. | નળદમયંતી રાસ-કવિ નયસુંદર રાસકૃતિ “નળદમયંતી. રાસ' એ વિષયની જૈન પરંપરાની અન્ય રાસકૃતિઓ કરતાં જુદી જ ભાત પડે છે. કવિએ ઈ.સ.૧૬૦૮માં કરેલી આ રાસની રચના માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય “નલાયન ને આધાર લઈને કરી છે. જૈન પરંપરામાં “નલાયન’ મહાકાવ્ય એક વિલક્ષણ કૃતિ છે કારણ કે એમાં મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયને પ્રયાસ થયો છે. દશ સ્કંધના ૯૯ સર્ગના ૪૦ ૫૦ શ્લેકમાં લખાયેલા આ મહાકાવ્યને કવિ નયસુંદરે સોળ પ્રસ્તાવની લગભગ ૨૪૦૦ કડીમાં ઉતાર્યું છે. એથી. દેખીતી રીતે જ મૂળ કૃતિના શબ્દશઃ અનુવાદને આ રાસમાં અવકાશ. નથી. કેટલેક સ્થળે નયસુંદરે મૂળના પ્રસંગ જતા કર્યા છે, તે કેટલેક સ્થળે કલ્પનાને વિસ્તાર કર્યો છે, તે કેઈક સ્થળે પિતાની કલ્પના પ્રમાણે ઉમેરા પણ કર્યા છે. કત. “નલાયન’ મહાકાવ્યમાં.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪ | પડિલેહા કેઈ એક પથિક નળરાજા પાસે આવી દંડકારણ્યની ઉત્પત્તિની વાત કરે છે, પરંતુ નયસુંદરે એ પ્રસંગ છોડી દીધું છે. નળની વિરહાવસ્થાનું વર્ણન “નલાયન’કારે આ સ્થળે એક શ્લેકમાં પતંગિયું, ભમર, હાથી વગેરેનાં ઉદાહરણ આપી કર્યું છે, તે નયસુંદરે તે માટે આઠ કડી પ્રજી છે, જુઓ
એ મદન રંગે મહિયા, પ્રાણ ત્યજે નિજ પ્રાણ, જે પંડિત ગુણમંડિતા ક્ષણ થાય તે અજાણ, પડતાં રે અમદા જાળમાં જળજતુ ને શિંગાળા, અતિ પીવરા જે ધીવરાતેહું પડે તતકાળ, ઈન્દ્રિ એ કેકી મેકળે, પ્રાણ લહે દુઃખ દેખિ, આલાન બંધનિ જગ પડો, લલુપી સપર્શ વિશેષ.
ઇમ એકે આચર્યા, વિષય દેય પંચત્વ, પાંચે પરગટ પરવશે, કિમ સુખે રહેશે સત્વ.
હંસ નળની કીર્તિનું વર્ણન કરે છે તે પ્રસંગનું નિરૂપણ કરતાં કવિ નયસુંદર પિતાની કલ્પના પ્રમાણે ઉમેરે કરે છે. બારેક કડીમાં કરેલા એ વર્ણનમાંથી થોડીક પંક્તિ જુઓ:
તવ કરતિ કન્યા જગમાંહી, રાજન ખેલ કરે ઉછાંહિ, ક્રિીડા ભૂમિ હિમાચલ કર્યા, પૂર્ણચન્દ્ર કંદુક કર ધર્યા. ખડખલિ ખીરેધદિ તાસ, શિકયા દિગ્ગજ દંતનિવાસ, ઓઢણિ સુરગંગા શશિમુખી, દેવી તેહની પ્રિય સખી.
એ જ હંસ દમયંતી આગળ નળની કીર્તિની પ્રશંસા કરે છે તે પ્રસંગના નિરૂપણમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિની આપણને પ્રતીતિ થાય છે
નિર્મળ નળ-કીરતિની તુલા નાવિ શશિ સંપૂરણ કલા. તે ભણું મૃગ કલંક સે વહી, એ ઉપમા કારણ કવિ કહિ,
Page #294
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૨૮૫
નલનૃપ શત્રુતસુ આવાસ, પડ્યા ભૂમિ તેણે ઉગ્યા ઘાસ, તે ચરિવા મૃગ આવે સેઈ, તે શશિ નલકીરતિ સમ હોય.
એકંદરે સંક્ષિપ્ત ભાવાનુવાદ તરીકે વિચારીએ તે બાણભટ્ટની કાદંબરીના ભાલણે કરેલા અનુવાદની યાદ અપાવે એ, બલકે એથી પણ વિશેષ સમર્થ આ અનુવાદ છે.
આ રાસમાં નયસુંદરની પિતાની તરી આવતી વિશિષ્ટતા એ છે કે એમણે સ્થળે સ્થળે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી, ફારસી સુભાષિત મૂક્યાં છે, અને એમાંનાં કેટલાંકને ગુજરાતી પદ્યાનુવાદ પણ આપે છે. એ સુભાષિતે પણ કવિની વિદ્વત્તાની પ્રતીતિ કરાવે એવાં છે. કવિ પાસે જેમ ઉચ્ચ અનુવાદશક્તિ છે તેમા ઉચ્ચ કવિત્વશક્તિ પણ છે, જેની પ્રતીતિ આખે રાસ વાંચતાં વારંવાર થાય છે. કવિની વાણું અનાયાસ, અખલિત વહી જાય છે. કવિ પાસે. અસાધારણ ભાષાપ્રભુત્વ છે જે એમની પંક્તિઓને સઘન બનાવે છે અને એને સામાન્યતામાં કે બિનજરૂરી વિસ્તારમાં સરી પડતી અટકાવે છે. એમની ભાષામાં ઓજસ પણ છે અને માધુર્ય પણ છે, આડંબર છે અને શબ્દવિલાસ પણ છે.
કવિ નયસુંદરની આ રાસકૃતિ આપણું મધ્યકાલીન ઉત્તમ સાહિત્યકૃતિઓની હરોળમાં સ્થાન પામે એવી છે.
રૂપચંદકુંવર રાસ-કવિ નયસુંદરે વિજાપુર નગરમાં છ ખંડમાં આ રાસની રચના કરી છે. એમાં રૂપચંદકુંવરનું કથાનક આલેખાયું છે. ઉજજયિની નગરીમાં રાજ કરતા રાજા વિક્રમના રાજ્યમાં ધનદત્ત. કોષ્ઠી અને એની ભાર્યા ધનસુંદરીને થયેલા ચાર પુત્રોમાં છેલ્લે પુત્ર તે રૂપચંદ રૂપચંદ ભણીગણું મેટ થાય છે એટલે રૂપસુંદરી નામની કન્યા. સાથે એનાં લગ્ન થાય છે. ત્યાર પછી કનેજ નગરીના રાજા ગુણ-- ચંદની કુંવરી સૌભાગ્યસુંદરીને રૂપચંદ પ્રત્યે આકર્ષણ થાય છે. બંને એકાંતમાં મળે છે, સમસ્યાઓ દ્વારા સંત થાય છે અને ગાંધર્વ વિવાહથી.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬ | પડિલેહા. જોડાય છે. એ વાતની વિક્રમ રાજાને ખબર પડે છે. તે રૂપચંદ પાસેથી વાત કઢાવવાને, જુદી જુદી સમસ્યાઓને અર્થ જાણવાને પ્રયત્ન કરે છે, ખૂબ મારે છે, પરંતુ રૂપચંદ કશે જ ખુલાસો કે એકરાર કરતું નથી. છેવટે રાજા એને શૂળીએ ચડાવવાનો નિર્ણય કરે છે તે પણ રૂ૫ચંદ મક્કમ રહે છે. તે સમયે પ્રધાન રાજાને વચન આપે છે અને રૂપચંદને મુક્ત કરાવે છે. રૂપચંદ પાસેથી બધી સમસ્યાઓને અર્થ જાણવા હોય તે વિક્રમ રાજાએ પોતાની પુત્રી મદનમંજરીને રૂપચંદ સાથે પરણાવવી જોઈએ એવા પ્રધાનના સૂચનથી રાજાએ તે પ્રમાણે કર્યું. મદનમંજરી પિતાની કુશળતાથી અને પ્રેમથી રૂપચંદ પાસેથી બધી માહિતી મેળવી રાજાને કહે છે. રાજા એથી પ્રસન્ન થઈ સૌભાગ્યસુંદરી સાથે એનાં વિધિપૂર્વક લગ્ન કરાવે છે. આમ ત્રણ પત્નીઓ-રૂપસુંદરી, સૌભાગ્યસુંદરી અને મદનમંજરી-સાથે ભોગવિલાસ ભેગવતે રૂપચંદ, સુખમાં દિવસેનું નિર્ગમન કરતે હતે. એવામાં ઉજજયિનીમાં પધારેલા જૈન આચાર્ય સિદ્ધસેનસૂરિના ઉપદેશની રાજા ઉપર ઘણી અસર પડી. રૂપચંદ પણ ત્યાં ઉપસ્થિત હતા. સૂરિએ સંસારની અસારતા, મનુષ્ય ભવની દુર્લભતા, અજ્ઞાની જીવનાં કર્મો, મૃત્યુ પાસે સર્વની અધીનતા ઇત્યાદિ પર વિવેચન કરી ઉપદેશ આપ્યો. રૂપચંદે પૂછતાં બીજે દિવસે પોતાના જ્યોતિષજ્ઞાનના આધારે એને જણાવ્યું કે એનું આયુષ્ય હવે માત્ર છ માસનું છે. એ સાંભળી, વિચારી, માતાપિતા તથા પત્નીઓને સમજાવી રૂપચંદે સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી. એની સાથે એની પત્નીઓએ અને પાંચેક વડીલેએ પણ દીક્ષા લીધી. છ મહિના પૂરા થવા આવતાં મુનિવર રૂપચંદ સંલેખન કરી, આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા.
કવિએ આ કથાનકને રસિક બનાવવા વર્ણને, અલંકાર, સુભાષિત ઇત્યાદિ ઉપરાંત એમાં કેટલીક આડકથાઓ પણ નિરપી છે. આ કથા કવિની મૌલિક છે, પરંતુ કેટલાંક કથાઘટક કવિએ બીજેથી લીધેલાં જણાય છે. કવિએ રાસને અંતે પોતે કહ્યું છે:
Page #296
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ૨૮૭
કેતા ચિરત્ર માંહેલા ચરી, કેતા કહ્યો સ્વબુદ્ધે કરી, કેતી વાત સુણી તે કહી, અધિક આછું ખામું સહી,
લાકકથાના પ્રકારની આ કથા હેાવાથી એમાં અદ્દભુતરસિક ઘટનાએનું નિરૂપણુ થાય એ સ્વાભાવિક છે. વળી એમાં શૃંગારરસનું નિરૂપણુ પણ કવિએ ઠીકઠીક કર્યુ છે. તેમ છતાં કવિના આશય કૃતિને શાંતપર્યં વસાયી મનાવવાનેા છે એ સ્પષ્ટ છે. કવિ પાતે કહે છે : ‘પ્રથમ શંગાર રસ થાપિયા, છેડા શાંત રસ વ્યાપિયા'. કવિ નયસુંદરકૃત ‘રૂપચંદકુંવર રાસ આપણા સમગ્ર રાસ-સાહિત્યની એક મહત્ત્વની કૃતિ બની રહે છે.
9
મોંગલમાણિકચ
આગમ બિડાલંબ ગચ્છના મુનિરત્નસૂરિની પરપરાના ભાનુભટ્ટના શિષ્ય કવિ મૉંગલમાણિકયે રચેલી ખે રાસકૃતિઓ ઉપલબ્ધ છે, જે અને હજુ અપ્રકાશિત છે. એમણે ઈ. સ. ૧૫૮૨માં ઉજ્જયિની નગરીમાં વિક્રમરાજ અને ખાપર ચેારના રાસ'ની રચના કરી છે. વિક્રમ વિશે જે જુદીજુદી ગદ્યકથાઓ અને રાસ લખાયેલા છે. તેના અભ્યાસ કરી કવિએ આ વીરરસપ્રધાન કૃતિની રચના કરી છે એમ પેાત નિર્દેશ કર્યા છેઃ
વિક્રમ સિંહાસન છઈ ખત્રીસ, કથા વૈતાલીણી પાંચવીસ, પંચદ’ડ છત્રની કથા, વિક્રમચરિત્ર લીલાવઈ કથા, પ્રવેસપરકાયની વાત, સીલમતી ખાપરની ખ્યાતિ, વિક્રમપ્રબંધ અછઈ જે ઘણા, કહતા પાર નહી ગુણા, ઇતિ માહુ અંગિસ... ધરી ગુરુ કવિ સ ́ત ચરણુ અણુસરી, ગદ્યકથા રાસ ઉદ્ભર,રચિ પ્રશ્ન ધ વીરરસ સાર
આ રાસની રચના કર્યા પછી કવિએ એ જ વર્ષે ઉજ્જિયનીમાં ચાતુર્માસ દરમિયાન અંખડ કથાનક ચેપાઈ'ન્રી રચના પણ શરૂ કરી દીધી હતી, જે પછીના વર્ષમાં પૂર્ણ કરી હતી. ‘સાત આદેશમાં
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૮ | પડિલેહ રચાયેલી ભિન્ન ભિન્ન રસ નિરૂપતી આ રાસકૃતિ કવિએ પોતાના મિત્ર લાડજીને સંભળાવવા માટે રચી હતી, એ પિતે રાસમાં જુદે જુદે. સ્થળે નિર્દેશ કર્યો છે.
મિત્ર લાડજી સુણિવા કાજી, વાંચી કથા વિડાલંબી રાજી, કહઈ વાચક મંગલમાણિક્ય, અંબડ કથા રસઈ અધિક્ય,
તે ગુરુકૃપા તણે આદેશ, પૂરા સાત દૂઆ આદેશ. સકલચંદ્ર ઉપાધ્યાય
ઈ. સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન કવિ સકલચંદ્ર ઉપાધ્યાય પિતાની કૃતિઓમાં સુપ્રસિદ્ધ અકબર પ્રતિબંધક હીરવિજયસૂરિને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે, પરંતુ કોઈ વખત પિતાને વિજયદાનસૂરિના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. એટલે વિજ્યદાનસૂરિ એમના દીક્ષાગુરુ હેવાને સંભવ છે. કવિ સકલચંદ્ર ઉપાધ્યાયે “મૃગાવતી આખ્યાન', “વાસુપૂજ્ય જિન પુણ્યપ્રકાશ રાસ', ઉપરાંત “સાધુવંદના', “સતરભેદી પૂજા',
એકવીસ પ્રકારી પૂજા', “બાર ભાવના', “સક્ઝાય”, “વીર વર્ધમાન જિનેલિ', “ગણધરવાદ સ્તવન', “સાધુ કલ્પલતા ', “મહાવીર હીંચસ્તવન', “ઋષભ સમતા સરલતા સ્તવન', “વીરજિત સ્તવન, કુમતિષ વિજ્ઞાપ્તિકા', “શ્રી સીમંધર સ્તવન', ગૌતમપૃચ્છા', “વયરસ્વામી સઝાય”, “હીરવિજયસૂરિ દેશના સરવેલિ', “મુનિશિક્ષા સઝાય', “ચતુર્વિશતિ સ્તવન, પાર્શ્વનાથ સ્તવન' ઇત્યાદિ ઘણું બધુ કૃતિઓની રચના કરી છે.
કવિની મેટી કૃતિઓમાં ચેટક રાજાની પુત્રી સુપ્રસિદ્ધ સતી મૃગાવતીના ચરિત્ર વિશેની કૃતિ “મૃગાવતી આખ્યાન' છે. દુહા,ચોપાઈ, અને ભિન્નભિન્ન દેશીઓની ઢાળની ૭૨૫ જેટલી કડીમાં લખાયેલી આ રાસગૃતિ માટે કવિએ પોતે “આખ્યાન' શબ્દ પ્રયોજેલે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ર૮૯ મૃગાવતી સુરતી આખ્યાન, શીલ રપા કીજેજી, સતી સવે નિતુ સુ ભ, હીરવિજય ગુરરાજઈજી.
કવિની આ કૃતિ સિવાય બીજી કૃતિઓ જોતાં જણાય છે કે કવિએ રાસ કરતાં સ્તવન, સજઝાય, પૂજા, ઇત્યાદિ પ્રકારની લઘુ કૃતિઓની રચના વિશેષ કરી છે. કવિ પોતે સંગીતના સારા જાણકાર હતા અને આ પ્રકારની લઘુકૃતિઓમાં સંગીતની જાણકારી વિશેષ જરૂરી હોય છે. કવિની ભાષામાં લયમાધુર્વ અને પ્રાસાદિકતા જોઈ શકાય છે. “એકવીસ પ્રકારી પૂજાને અંતે કળશની પંક્તિઓ જુઓઃ
ગુણિયે ગુણિયો રે, પ્રભુ ચિત અંતરમેં યુણિયો,
ત્રણ્ય ભુવનમાં નહીં તુજ તેલ, તે મનમાં ધરિ રે. | વીર વર્ધમાન જિનલિ'માં આરંભની આશાવરી રાગની પંક્તિએ જુઓ : . .
! નંદકું તિસલા હલરાવંઈ પૂતઈ મહા ઈંડારે, તુઝ ગુણ લાડકડાના ગાવતિ, સુરમરિનારિને વૃંદા રે.
સકલચંદ્ર ઉપાધ્યાય સંસ્કૃતિના વિદ્વાન પંડિત હતા. એમણે સંસ્કૃતમાં “પ્રતિકાક૯૫'. નામની કૃતિની રચના કરી છે. એમની ગુજરાતી કૃતિઓમાં પણ ક્યાંક ક્યાંક એમણે સંસ્કૃતમાં લોક રચીને મૂકેલા છે.
' સાધ્વીશ્રી હેમશ્રી
જૈન સાધુ કવિઓએ ગુજરાતી ભાષામાં બારમાથી અઢારમા સૈકા સુધીમાં એટલું બધું સાહિત્ય લખેલું છે કે એ બધું મુક્તિ થઈ પ્રકાશમાં આવતાં પણ ઘણાં વર્ષો લાગશે. જૈન સાધુઓના પ્રમાણમાં સાધ્વીઓની કૃતિએ ખાસ જોવા મળતી નથી. ઈ. સ.ના સેળમા સૈકાના અંતભાગમાં રચાયેલી એક કૃતિ જોવા મળે છે અને તે છે સાધ્વીશ્રી હેમશ્રીકૃત કનકાવતી આખ્યાન', વડતપગચ્છના ધન્યરત્ન૧૯
Page #299
--------------------------------------------------------------------------
________________
| પડિલેહા સૂરિના શિષ્ય સુપ્રસિદ્ધ કવિવર નયસુંદરની શિષ્યા તે સાવિત્રી હેમશ્રીએ ઈ.સ. ૧૫૮૮ માં આ કૃતિની રચના કરેલી છે.
વૃધ તપાગચ્છ મંડન દિનકર, શ્રી ધનરત્ન સુરીરાય, અમરરત્ન સરિ પાટપટાધર, ભાનુમેરુ શિષ્ય કહેવાય, ગુણગણધર મંડિત વઈરાગી, નયસુંદર રષિરાય, વાચક માંહિ સુષ્ય ભણુજઈ, તસ સિખ્યણું ગુણ ગાય, કથામાંહઈ કહઈ રસાલુ, કનકાવતી સંબંધ, કનકાવતી આખ્યાન રચી માઈ, સૂઅણું સરસ સંબંધ.
૩૬૭ જેટલી કડીમાં રચાયેલી આખ્યાન નામની આ રાસકૃતિમાં કવયિત્રીએ સરસ્વતી દેવી અને જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી હનકાવતીના વૃત્તાન્તનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ હજુ અપ્રસિદ્ધ છે. રાજપુત્રી કનકાવતીને માથે બાલ્યકાળથી જ કેવાં કેવાં સંકટ આવી પડે છે, એક રાજપુત્ર અજિતસેનને એને કેવી રીતે મેળાપ થાય છે, બંને કેવી રીતે વિખૂટાં પડે છે અને ફરી પાછાં મળે છે, અને અનેક વર્ષ રાજ ભેગવી દીક્ષા લે છે એ કથાનું અદ્ભુતરસિક આલેખન આ રાસમાં કરવામાં આવ્યું છે. માલિકે
ઈ.સ. ના સેળમા સૈકાના અંતમાં માલદેવ નામના સમર્થ કવિ થઈ ગયા. વડગછના પુણ્યપ્રભસૂરિના શિષ્ય ભાવ દેવસૂરિના એ શિષ્ય હતા. કવિ ઋષભદાસે પોતાના પુરોગામી વિદ્વાન કવિઓના કરેલા નામોલ્લેખમાં માલદેવને પણ નિર્દેશ છે. માલદેવે રાસ, ફાગુ, પ્રબંધ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. માલદેવ અને એમના ગુરને વિહાર સિંધ, પંજાબ અને રાજસ્થાનમાં વિશેષ રહેલે જણાય છે. માલદેવની કૃતિઓમાં અત્યારે ઉપલબ્ધ છેઃ (૧) પુરંદરકુમાર
પાઈ, (૨) ભોજપ્રબંધ, (૩) વિક્રમચરિત્ર પંચદંડકથા, (૪) દેવદત ચોપાઈ, (૫) અગ્નિરથ પાઈ, (૬) સુરસુંદરી ચોપાઈ, (૭) વીરાંગદ
Page #300
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય | ૯૧ ચોપાઈ, (૮) માલદેવ શિક્ષા ચોપાઈ, (૯) સ્થૂલિભદ્ર ફાગ, (૧૦) રાજુલ-નેમિનાથ ધમાલ અને (૧૧) શીલબત્રીસી. આમાંની ઘણીખરી કૃતિઓ હજુ અપ્રસિદ્ધ રહી છે.
માલદેવની કૃતિઓ કદમાં મોટી છે. એની ભોજપ્રબંધ' અને “વિક્રમચરિત્ર પંચદંડકથા' નામની કૃતિઓ તે લગભગ પંદરસો કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે અને દેવદત્ત ચોપાઈ', “વીરાંગદ ચેપાઈ', ઇત્યાદિ કૃતિઓ પાંચ કરતાં પણ વધુ કડીમાં લખાયેલી છે. માલદેવ પાસે કથા-નિરૂપણની સારી શક્તિ જણાય છે. વળી ઉપમા અને દષ્ટાંત તેઓ વારંવાર પ્રોજે છે એટલે એમની વાણું પણ અલંકૃત બને છે. દડા સોરઠામાં પ્રયોજેલી એમની કેટલીક પંક્તિઓ તે સુભાતિ જેવી બની ગઈ છે. જયરંગ કવિએ સં. ૧૭૨૧માં પિતાના કયત્રના રાસમાં માલદેવની પંક્તિઓ ટાંકી છે, જે માલદેવની પંક્તિએની કપ્રિયતા દર્શાવે છે. માલદેવની એ પ્રકારની પંક્તિઓનાં થોડાં ઉદાહરણ જુઓ:
પ્રતિ નહિ જોબન વિના, ધન બિન નહીં ઘાટ, માલ ધર્મ બિનુ સુખું નહીં, ગુરુ બિન નહીં વાટ. (ભેજપ્રબંધ) મુએ સત ખિયું છક દહે, વિનુ જાયે કુનિ તેલ, દહે જન્મ લગુ મુઢ સુત, સૌ દુખ સહીઈ (પુરંદરકુમાર એપાઈ
ગુણસમુદ્ર સદ્દગુરુ વિના, શિષ્ય ન જાણઈ મર્મ, - બિનુ દીપકિ અંધાર માંહિ, કરિ સકિય કિ કર્મ. .
' (વિક્રમચરિત પથદંડકથા) વરત ભલી જઈ આપણી, ગ્રાહક તઉ જગુ હેલ, છે એટલે નાણઉ આપઉં, તલ તસ લેઈ ને કઈ (દેવદત્ત ચોપાઈ પક્વસુંદર
લિવંદણિકગછના માણિકયસુંદરને શિષ્ય પદ્મસુંદર ઉપાધ્યાય
- -
-
-
-
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૨ / પડિલેહા
:
ઈ. સ. સેાળમા શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે કેટલીક રાસકૃતિની રચના કરેલી મળે છે. ઈ, સ. ૧૫૮૬ થી ઈ.સ. ૧૫૯૧ સુધીના એમને રચનાકાળ, ઉપલબ્ધ કૃતિઓને આધારે, મનાય છે. એમણે ‘શ્રીસાર ચેપાઈ ’ ( ઈ. સ. ૧૫૮૬ ), · શ્રીપાલ ચાપાઈ’ ( ઈ. સ. ૧૫૮૮ ), ‘રત્નમાલા રાસ ’( ઈ. સ. ૧૫૮૮ ), ‘ કથાચૂડ ચોપાઈ’ ( ઈ. સ. ૧૫૮૮ ), · ઈશાનચંદ્ર વિજયા ચાપાઈ ’ (ઈ. સ. ૧૫૮૮ ) અને ‘ શ્રીત ચેાપાઈ ’ ( ઈ. સ. ૧૫૮૮ )ની રચના કરી છે. આ બધી કૃતિએ એમણે તારંગાજી તીર્થ ની પાસે આવેલા ચાડા નામના ગામમાં કરી છે એવા તે દરેક કૃતિમાં નિર્દેશ છે. શ્રીસાર ચેાપાઈની રચના કર્યા પછી ખીજી પાંચે રાસકૃતિની રચના એમણે એક જ વર્ષોંમાં ઈ. સ. ૧૫૮૮માં કરી છે. એટલે આ કવિએ આ પછી પણ ખીજી ઘણી કૃતિઓની રચના કરી હેાવાના સંભવ છે, જે કાં તેા લુપ્ત થઈ હાય અથવા વધુનેાંધાયેલી કચાંક રહી ડેાય. ગુણવિનય
"
ખતરગચ્છના ક્ષેત્રશાખાના જયસેામ ઉપાધ્યાયના શિષ્ય કવિ ગુણવિનય સંસ્કૃતના વિદ્વાન પંડિત અને સમર્થ ટીકાકાર હતા. એમણે ગુજરાતીમાં પણ સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. -૪ ચંદ્રવંશાવલી પ્રબંધ', ‘ અંજનાસુંદરી પ્રબંધ ', ‘ ગુણુસુંદરી ચેાપાઈ ', ‘ કયવન્ના ચોપાઈ', ‘ ઋષિદત્તા ચાપાઈ ’, ‘ જીવસ્વરૂપ ચોપાઈ ’, · નળ-દમયંતી પ્રશ્ન ધ ', ‘ જ બૂરાસ’, ‘કલાવતી ચેપાઈ’, • પ્રશ્નાત્તર માલિકા', ‘ ધન્નારાલિમદ્ર ચાપાઈ ', મૂલદેવકુમાર ચેાપાઈ ’, · અગડદત્ત રાસ’, ‘ લુંપકમત-તમેાદિનકર ચેાપાઈ, એકાવન ખાલ ચેાપાઈ’, ‘ રજ જિનર્સાવન', ‘દુમુહુ પ્રત્યેક બુદ્ધ ચેાપાઈ ’, ‘ ગુરુપટ્ટાવલી, ,' ખારવ્રત જોડી ', ' શત્રુ જય ચૈત્યપરિપાટી સ્તવન ', ' અંચલમત સ્વરૂપ વન', યાદિ એમની કૃતિએ! ઉપલબ્ધ છે. કવિએ ઘણીખરી કૃતિઓમાં પેાતાની ગુરુપર’પરા સુપ્રસિદ્ધ યુગપ્રધાન
6
"
"
તપા
'
C
"
Page #302
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય / ર૯૩
આચાર્ય. જિનચંદ્રસૂરિથી જણાવી છે, અને ઘણીખરી કૃતિએમાં એની રચનાસાલના નિર્દેશ પણ કર્યો છે. ઈ.સ. ૧૫૯૦માં શત્રુજય ચૈત્યપરિપાટી સ્તવનની રચના કરી ત્યારથી ઈ. સ. ૧૬૨૧માં લુ‘પક-મતતમેા-દિનકર ચાપાઈની રચના કરી તેટલા ગાળામાં એકવીસ જેટલી ગુજરાતી અને બારેક જેટલી સંસ્કૃતમાં એમણે રચના કરી છે.
ઈ. સ.ના સેાળમા સૈકાના ઉત્તરાર્ધમાં આ ઉપરાંત ખીજા સંખ્યાબંધ જૈન કવિઓએ રાસ, ફ્રાણુ, પ્રબંધ, સ્તવન, સજ્ઝાય, પૂજ ઋત્યાદિ કૃતિની રચના કરી છે, જેમાંની ઘણીખરી હજુ અપ્રસિદ્ધ રહી છે. એવી કૃતિઓમાંની કેટલીક મહત્ત્વની નીચે પ્રમાણે છેઃ
(૧) સુમતિ મુનિકૃત અગડદત્ત રાસ, (૨) દર્શીન કવિકૃત ચંદ્રાયણા રાસ, (૩) જગાઋષિકૃત વિચારમંજરી (૪) પુણ્યસાગરકૃત સુબાહુ સંધિ, (૫) વિમલચરિત્રકૃત રાજસિહ રાસ, (૬) રાજપાળકૃત જ બુકુમાર રાસ, (૭) હવિમલકૃત બારવ્રત સજ્ઝાય : (૮) પ્રમેાદશીલકૃત શ્રીસીમંધર જનસ્તત્ર; વીરસેના સજ્ઝાય; ખોંધસૂરિ સજ્ઝાય (૯) સહજરત્નકૃત વૈરાગ્યવિનતિ; વિહરમાન સ્તવન (૧૦) દેવગુપ્તસૂરિશિષ્યકૃત અમર મિત્રાનંદ રાસ (૧૧) હેમરાજકૃત ધન્નારાસ (૧૨) પ્રીતિવિજય કૃત આરવ્રત રાસ (૧૩) રાજકૃત સુરસેન રાસ (૧૪) લાવણ્યકીકૃિત -રામકૃષ્ણે ચોપાઈ; ગજસુકમાલ રાસ (૧૫) વિનયસાગરકૃત સામચંદ -રાજાની ચેાપાઈ; ચિત્રસેન પદ્માવતી રાસ (૧૬) માનકૃત કીર્તિધર સુકેાસલ પ્રશ્ન ધ (૧૭) સાધુકતિ કૃત સતરભેદી પૂજા; આષાઢભૂતિ પ્રબંધ (૧૮) દેવશીક્ષકૃત વૈતાલ ૫ંચવસી રાસ (૧૯) આણુ સામકૃત સામવિમલસૂરિરાસ (૨૦) ભીમ ભાવસારકૃત શ્રેણિક રાસ; નાગદત્તના રાસ (૨૧) સુમતિકીર્તિસૂરિષ્કૃત ધ પરીક્ષા; ધર્મ ધ્યાન રાસ(૨૨) રત્નસુંદરકૃત પંચેાપાખ્યાન ચતુષ્પત્તિ (૨૩) પુણ્યરત્નકૃત નમિ રાસ; યાદવ રાસ, -સનતકુમાર રાસ (૨૪) ભાવરત્નકૃત-કનકકોકીના સસ (૨૫, નકસામકૃત આર્દ્રકુમાર ચાપાઈ; મંગલકલશ ચેાપાઈ (૨૬) હીરકુશલકૃત કુમાર
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૪ | પડિલેહ પાલ રાસ (૨૭) ધર્મસ્તકૃત જયવિજય ચેપાઈ (૨૮) વછરાજા સમ્યકત્વ કૌમુદી રાસ, નીતિશાસ્ત્ર પંચાખ્યાન (૨૯) કલ્યાણદેવકૃત દેવરાજ વચ્છરાજ ચોપાઈ (૩૦) વિજયશેખરકૃત રત્નકુમાર રાસ, થશેભદ્ર ચોપાઈ (૩૧) પ્રીતિવિમલકૃત મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ (૩૨) દયાકુશલત લાભોદય રાસ; વિજયસિંહરિ રાસ (૩૩) વિવેકહર્ષકૃત હીરવિજયસૂરિને રાસ (૩૪) જયચંદ્રકૃત રસરના રાસ (૩૫) લલિતપ્રભક્ત ચંદરાજાને રાસ (૩૬) મતિસાગરકત ચંપકસેન. રાસ (૩૭) કમલશેખરકૃતિ નવતત્વ પાઈ; પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ (૩૮) ભાનુમંદિર શિષ્યકૃત દેવકુમાર ચરિત્ર (૩૮) સમયtવકૃત સીતા ચોપાઈ (૪૦) હેમરાજત ધનારાસ; બુદ્ધિરાસ (૪૧) મેઘરાજકૃત શાન્તિનાથ ચરિત્ર (૪૨) મલિદાસકૃત જંબુસ્વામી રાસ (૪૩) રંગવિમલકૃત કુપદી ચેપાઈ (૪૪) ભવાનકૃત વંકચૂલ રાસ (૪૫) રત્નવિમલકત દામનક રસ (૪૬) નવરત્નશિષ્યકૃત પ્રતિબંધ રાસ (૪૭) હર્ષ સાગરકૃત ધનકુમાર રાસ (૪૮) ધર્મભૂષણકૃત ચંપકવતી ચોપાઈ (૪૯) કમલહર્ષકૃત અમરસેન વયરસેન રાસ, નર્મદા સુંદરી પ્રબંધ (૫૦) વિનયશેખરસ્કૃત યશભદ્ર ચોપાઈ (૫૧) સિદ્ધિ સૂરિકૃત સિંહાસન બત્રીસી, કુલધ્વજકુમાર રાસ અને શિવદત્ત રાસ
Page #304
--------------------------------------------------------------------------
________________
१८
૨૧
२२
४3
શુદ્ધિપત્રક v... AY
-दर्शिभिः -दर्शिभिः સાહિત્યને સાહિત્યને દીક્ષિતે
દીક્ષિત વાર્નિવ
વાજિંત્ર સદભૂત અનુતર
અનુત્તર २४-२५ -प्रजाति
-प्रति १४ - स५५i हाप्यु केत १४.
માટે રાજા १८. કળવામાં
કળાવાળા माहः
मोहः -मीदर्श
-मीश
Ra -
'४३
સદ્ભુત
४४
४४
४८
४८
માટે
६४
'७५
195
ईमा
.. इमां
* * * * * • * * * * * ६ ६ ६ ६ ६ ६ ६ - * * .
दण्ड
७८८
७८
दण्ड वरयेत पुरुषान रामीश्य नाम्य भाबिनी विद्या नमस्कार वृत्तः देबास्त अयांपतिरयां दमयन्ता
'७८
वरयेत् पुरुषान् समीक्ष्य
नाभ्य भाषिनी
विद्यां नमस्कार
वृतः देवास्त अपापतिरपां दमयन्त्या
७८
७८
७८
१
Page #305
--------------------------------------------------------------------------
________________
પતિ
૧૮
न्यग्रोधे
नलश्चो
૬
-મૃદુપ
૮૮ ૧૫૬ ૧૬૮-૬૯-૭૦
यथाकाम
यथाकाम
न्यग्रोधे नललो शयान
शयानं वेषमानो
वेपमाना -नारद
-नारद
मत्सम ૧૪ વીત
ब्रवीत्. धास्थामि धास्यामि ૧૯
-मुतुपर्ण આપણે
આપણી ૨૫ રરરર જિનહર્ષસરિ જિનસિંહસૂરિ ખામન
મા ૯:૧૦; ૧૮ એમણે; એમની એણે; એની ૧૯ મહાભારતનું મહાભારત કરતાં
પ્રેમાનંદનું
પુષ્કર કવિઓની કવિઓને.
પિવાને ૮; ૧૧
-સુરિ વિચટ
: ૧૯૪
૨૧૪ ૨૨૨
૨૪૧ ૨૫૦ ૨૬૫ ૨૭૪; ૭૭ ૨૭૮
હેવાને
સૂરિ
વાચક
Page #306
--------------------------------------------------------------------------
________________ હૈ. રમણલાલ ચી. શાહનાં પુસ્તક એકાંકી શ્યામ રંગ સમીપે. જીવનચરિત્ર ગુલામોનો મુકિતદાતા પ્રવાસ - શેાધસફર એવરેસ્ટનું આરોહણ ( બીજી આવૃત્તિ ). ઉત્તરધ્રુવની શોધસફર ( હવે પછી ) સાહિત્ય - વિવેચન ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય. નરસિહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય પડિલેહા સંશાધન - સંપાદન નલ - દવદંતી રાસ (સમયસુંદરકૃત ) જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત ) કુવલયમાળા ( ઉદ્દઘોતનસૂરિકૃત ) સક્ષેપ સરસ્વતીચંદ્ર - ભાગ 1 ( પાઠ્ય સંક્ષેપ ) ધુમ - તત્ત્વજ્ઞા જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ ) જૈન વર્મ (હિંદી આવૃત્તિ) જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ ) બૌદ્ધધર્મ Shraman Bhagawan Mahavir and Jainism Buddhism - An Introduction. સંપાદન (અન્ય સાથે). મનીષા; શ્રેષ્ઠ નિબંધિકા; શબ્દક, ચિંતનયાત્રા; નીરાજના; અક્ષરા; અવગાહન; જીવનદર્પણ વગેરે. પ્રકીર્ણ એન. સી. સી.