SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ | પડિલેહા ઇસુ છલ હશે ચરણ નાણ દંસણહ વિસેહિય. બીજી ઢાલમાં કવિ, ભગવાન મહાવીર સ્વામી પાવાપુરી પધારે છે તે સમયે દેવો ત્યાં સમવસરણ*ની રચના કરે છે તે પ્રસંગનું આલેખન કરે છે. સમવસરણમાં સિંહાસન ઉપર ભગવાન બિરાજે છે તે જ ક્ષણે મેહ અદશ્ય થઈ જાય છે તથા કૅધ, માન માયા, મદ, દિવસ ઊગતાં જેમ ચાર નાસી જાય છે તેમ, નાસી જાય છે. જુઓ : ત્રિભુવન ગુરુ સિંહાસન બઈ, તતખિણ મેહ દિગતે ઈઠ્ઠ. ફોધ માન માયા મદપુરા, જાય નાઠા જિમ દિન ચીરા. ભગવાનની વાણી સાંભળવા માટે દેવ, મનુષ્ય, કિન્નર અને રાજાઓ સમવસરણ તરફ જઈ રહ્યા છે ત્યારે ઇન્દ્રભૂતિ મનમાં વિચારે છે કે એ બધા પિતાના યજ્ઞકાર્યના સમારંભમાં આવી રહ્યા છે. પરંતુ તેઓ બધા જ્યારે ભગવાનના સમવસરણમાં પહોંરયા અને યજ્ઞમાં ન આવ્યા ત્યારે ઇન્દ્રભૂતિ ક્રોધ અને અભિમાનથી તેઓને મૂખ અને અજ્ઞાની ગણવા લાગ્યા. ત્રીજી ઢાલમાં કવિ મહાવીર સ્વામી અને ઇન્દ્રભૂતિને પ્રથમ મિલનને પ્રસંગ વર્ણવે છે. ઇન્દ્રભૂતિ અભિમાનથી ગર્જના કરતા જિનેશ્વર કેણ છે એ જેવા સમવસરણ તરફ આવે છે, પરંતુ ત્યાંનું દશ્ય જોઈને તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. તે વખતે જ્ઞાનથી જાણી લઈને ભગવાન મહાવીર સ્વામી અમૃતમય વાણીથી ઇન્દ્રભૂતિને તીર્થકર જે સ્થળે પધારે તે સ્થળે તેમની દેશના (ઉપદેશ) સાંભળવા માટે દેવે તરફથી કરવામાં આવતી વિશિષ્ટ પ્રકારની રચના અને તે સમયે પરિષદરૂપે એકત્ર થયેલ સમુદાય એટલે “સમવસરણ.”
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy