SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલયમાલા / ૨૯ તેથી તે દરેક અવાંતર કથા સ્વત ંત્ર રીતે પણુ આસ્વાદ્ય ખની શકી છે. એવી કેટલીક કથાનુ પૌર્વાપ તા જેમ જેમ કથા આપણે આગળ વાંચતાં જઈએ તેમ તેમ સ્પષ્ટ થતું જાય છે. કથાવસ્તુ અને સંકલનાની દૃષ્ટિએ ઔકય, વૈવિધ્ય, વ્યવસ્થિતતા, સંવાદિતા, ઔચિત્ય, સુશ્લિષ્ટતા વગેરે ગુણલક્ષણે! આ કથાની રચનામાં જોવા મળે છે. . અયેાધ્યા નગરીના દૃઢવ રાજા અને પ્રિય ગુસ્યામા રાણીને દેવીની ઉપાસનાથી પુત્ર કુવલયચંદ્રની પ્રાપ્તિ થાય છે. સ`કલાગુણુસંપન્ન એ કુમાર સાથે રાજ એક દિવસ અન્નક્રીડા માટે જાય છે ત્યારે કુમારનુ અશ્વ સાથે દિવ્યહરણ થાય છે. આકાશમાર્ગે જતાં જતાં કુમાર અશ્વના પેટમાં છરી ભેાંકે છે. એથી અશ્વ સાથે તે નીચે આવે છે. તે સમયે કાઈક અદૃશ્ય અવાજ એને કહે છેઃ ‘ કુમાર કુવલયચંદ્ર, દક્ષિણ દિશામાં એક ગાઉ દૂર જા, ત્યાં કાઈ વખત ન જોયેલું એવું કઈક તારે જોવાનું છે. ' કુમાર ત્યાં ગયા. ત્યાં એણે એક સાગરદત્ત મુનિવરને જોયા. તે સિ ંહને સલેખના કરાવતા હતા. અશ્વ સાથે થયેલા પેાતાના હરણુ વિશે પૂછતાં મુનિવરે એક વૃત્તાન્ત કહ્યો. તે વૃત્તાન્ત પ્રમાણે એક વખત કૌશાંખી નગરીના પુરંદરદત્ત રાજા પેાતાના મંત્રી સાથે ઉદ્યાનમાં જાય છે, ત્યાં આચાર્ય ધનદન ચાર ગતિ સ્વરૂપ સંસાર વિશે પેાતાના શિષ્યાને ઉપદેશ આપી રહ્યા છે. રાજ ત્યાં ખેઠેલા કેટલાક દીક્ષિતે—ચડસામ, માનભટ્ટ, માયાદિત્ય, લાભદેવ અને માહદત્ત વિશે પ્રશ્ન કરે છે અને ધર્મનંદન આચાય તેમના વૃત્તાન્તા જણાવે છે. ધર્મીનંદન મુનિવર ત્યાંથી વિહાર કરીને જાય છે. ચડસામ વગેરે પાંચે પરસ્પર ધર્માનુરાગવાળા દીક્ષિતા કાળધ પામી એક જ દેવલાકમાં ઉત્પન્ન થાય છે અને પરસ્પર ધર્મ ખાધ કરવાના સકેત કરે છે. ત્યાર પછી એક વખતે ધર્માંનાથ તીર્થં કર દક્ષિણ - ભરત
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy