SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ / પડિલેહા ખંડના મધ્ય ભાગમાં વિચરી રહ્યા હતા ત્યારે દેવતાઓએ સમવસરણની રચના કરી. એમાં આવેલા આ પાંચે દેવા પેાતાના ભાવિ કલ્યાણુ વિશે ધર્મનાથ જિનેશ્વરને પ્રશ્ન પૂછે છે. ત્યાર પછી તેમાંથી પદ્મપ્રભદેવ યુવીને મનુષ્યલેાકમાં સાગરદત્ત વેપારી બને છે અને પછી દીક્ષા લઈ સાગદત્ત મુનિ બને છે. એ સાગરદત્ત મુનિ તેઓ પોતે છે. તેઓ કુવલયચંદ્રને આ બધા વૃત્તાન્ત કહી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે માનભટ્ટને જીવ કુલયચંદ્રકુમાર પાતે છે અને માયાત્યિના જીવ દેવલાકમાંથી ચ્યવી દક્ષિણ દેશના રાજાની પુત્રી કુમારી કુવલયમાલા તરીકે અવતર્યા છે. તેને પ્રતિમાધ પમાડવાના હેતુથી કુવલયયદ્રકુમાર ત્યાંથી જ દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. માર્ગમાં યક્ષ જિનશેખર, વનસુંદરી એણિકા, રાજપુત્ર દ કૃલિહ વગેરેના વૃત્તાન્તા જાણે છે. પછી દક્ષિણ દેશમાં વિજયાનગરી જઈ, પાદપૂર્તિ કરી કુમારી કુવલયમાલાને પરણે છે. તેને સાથે લઈ સ્વદેશ પાછા કરે છે. માર્ગોમાં ભાનુકુમાર મુનિનાં દન કરી સંસારચક્રના ચિત્રપટને વૃત્તાન્ત જણે છે. કુવલયચંદ્રના આગમન પછી દૃઢવ રાજ દીક્ષા લે છે. કુલલયમાલા કુંવરને જન્મ આપે છે. પૂર્વભવનેા મેહદત્તનેા જીવ પદ્મક્રેસર દેવ થયા પછી આ કુવર તરીકે અવતરે છે. એનું નામ પૃથ્વીસાર રાખવામાં આવે છે. સમય જતાં કુવલયચંદ્રકુમાર અને કુવલયમાલા દીક્ષા લે છે. ત્યાર પછી કેટલેક સમયે પૃથ્વીસાર પણ દીક્ષા લે છે. તેઓ કાળધર્મ પામી ફરીથી દેવ બને છે. સાગરદત્ત મુનિ અને સિંહ પણ દેવ બને છે. એ રીતે એ પાંચે ફરીથી દેવલેાકમાં દેવ થઈ પાતાના કાળ સુખમાં પસાર કરે છે. ત્યાર પછી છેલ્લા તી કર શ્રીમહાવીરસ્વામીના સમયમાં કુવલયચંદ્રદેવને જીવ કાઢી નગરીમાં કંચનરથ રાજાનેા શિકાર-વ્યસની પુત્ર મણિરથકુમાર થાય છે. કંચનરથ રાજાની વિનંતીથી મહાવીર પ્રભુ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy