SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ | પડિલેહા લઈ જઈ બાળી નાંખે છે અને ત્યાં તેનાં હાડકાં પડી રહે છે. તેણે દાન, યજ્ઞ, કે બીજી જે કંઈ ક્રિયા કરી હોય તેનું છેવટનું પરિણામ આ રાખ અને હાડકાં છે. માટે દાન, હેમ વગેરે મૂખ માણસે ધી કાઢેલી નિરર્થક ક્રિયાઓ છે. સારાં ખોટાં કર્મનું ફળ જેવું કશું નથી કે આ લેક, પરલક, દેવદેવીઓ વગેરે જેવું પણ કશું નથી. મૃત્યુ પામ્યા પછી ડાહ્યા અને મૂર્ખ બધાને ઉકેદ થાય છે. અને તેમનું કશું જ બચતું નથી. જે કેઈ અસ્તિવાદની વાત કરે છે તે બધા જૂઠા માણસે છે. અજિત કેશકુંબલીના આ ભૂતવાદને ઉછેદવાદ અથવા નાસ્તિકવાદ પણ કહેવામાં આવે છે. તે ચાર્વાકના મતને પુરસ્કર્તા હશે એમ મનાય છે, છતાં એ આત્મવાદી શ્રમણ હતો. અલબત્ત આત્મા વિશેની તેની કલ્પના આ જીવનપૂરતી મર્યાદિત હતી. સંજય બેલડીપુત્ર વિક્ષેપવાદી કહેવાત. તે એમ કહે કે પરલક છે એવું પણ નથી અને પરલેક નથી એવું પણ નથી. કર્મનાં ફળ હોય છે એવું પણ નથી અને કર્મના ફળ નથી એવું પણ નથી. તેના આ વિક્ષેપવાદને અજ્ઞાનવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. ભગવાન મહાવીરને સમકાલીન મખલિ ગોશાલક આજીવક સંપ્રદાયને સંસ્થાપક હતે. એને વાદ નિયતિવાદ તરીકે અથવા સંસારદ્ધિવાદ તરીકે ઓળખાતું હતું. તે એમ માનતા હો કે માણસમાં સારું અથવા ખોટું કરવાનું કંઈ પણ બળ, વીર્ય અથવા પરાક્રમ નથી. પ્રાણીઓની અપવિત્રતાનું કંઈ પણ કારણ નથી. કંઈ પણ કારણ વગર પ્રાણીઓ શુદ્ધ અને પવિત્ર થાય છે, આ સંસારમાં સુખદુઃખ પરિમિત અને નિયત છે. તેમાં કંઈ પણ ફેરફાર કરાવી શકાય એમ નથી, બધું નિયતિ પ્રમાણે બન્યા કરે છે. નિયતિને કારણે જ છે જન્મે છે, જુદી જુદી અવસ્થાઓ ભેગવે છે અને શરીરથી વિખૂટા પડે છે, મૃત્યુ પામે છે. પ્રાચીન સમયના જે બધા વાદ પ્રચલિત હતા તે બધા વિશે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy