SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતમાં વાદ | ૧૫ સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ નથી. પરંતુ ભિન્નભિન્ન ગ્રંથમાં જે છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે તે ઉપરથી આપણને તે વિશે કેટલીક માહિતી મળે છે. કેટલાક વાદનાં તે માત્ર નામનિર્દેશ મળે છે. એ વાદ શું કહેવા માગે છે અને તેના સ્થાપક અને પુરસ્કર્તા કોણ હતા તેની વિશેષ માહિતી મળતી નથી. સૂત્રકૃતગ, આચારાંગ, ભગવતીસૂત્ર, નંદિસૂત્ર ઇત્યાદિ જૈન આગમગ્રંથોમાં જુદા જુદા વાદને ઉલેખ થયેલો છે. એ સમયે એવા ભિન્નભિન્ન ૩૬૩ વાદો પ્રચલિત હતા એવો નિર્દેશ મળે છે. આ બધા વાદેનું ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ એમ ચાર મુખ્ય વાદમાં વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે અને એમાં ૧૮૦ ક્રિયાવાદ, ૮૪ અક્રિયાવાદ ૭, અજ્ઞાનવાદ અને રવિનયવાદ ગણાવવામાં અ વ્યા છે જે બધા મળીને ૩૬૩ જેટલા થયા છે. આ જુદા જુવા વાદના પુરસ્કર્તાઓ કોણ કોણ હતા તેનાં કેટલાંક નામ નોંધાયેલાં છે, જેમકે કૌતકલ, કાંડેવિદ્ધિ, કૌશિક, હરિસ્મથુ, માંછયિક, રોમસ, હારિત, મુંડ, અશ્વલાયન વગેરે ક્રિયાવાદીઓ હતા. મરીચ, કુમાર, કપિલ, ઉલ્ક, ગાર્ગ્યુ, વ્યાધ્રભૂતિ, વાધ્વલિ, મઠર, મૈદંગલાયન વગેરે અયિાવાદીઓ હતા, કલ્ય, વાત્કલ, કૌષમિ, નારાયણ, માધ્યદિન, મદ, પિગ્લાદે, બાદરાયણ, આંબષ્ટિ, વસ, જૈમિની વગેરે અજ્ઞાનવાદીઓ હતા અને પારાશર જતુકણિ, વાલ્મીકિ, રોમષિી, સવદત્ત, વ્યાસ, એલાપુત્ર, ઔપમન્વય, ચંદ્રદત્ત વગેરે વિનયવાદીઓ હતા. ક્રિયાવાદઃ જે વાદ એમ માને છે કે આત્મા ક્રિયા કરે છે અથવા અમુક ક્રિયા કરવાથી આત્મા બંધન પામે છે અને અમુક ક્રિયા કરીને તે બ ધનમાંથી મુક્તિ પામે છે તે ક્રિયાવાદ. તે વાદ કહે છે કે માણસ જે સુખ-દુઃખ પામે છે, શક કે પરિતાપ અનુભવે છે તે બધું તેનાં પિતાનાં કરેલાં કર્મનું ફળ છે. સંસાર શાશ્વત છે. જન્મમરણનું ચક્ર ચાલ્યા કરે છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરેને કારણે જીવ આ જન્મ-મરણના ચક્રમાંથી છૂટી શકતો નથી. પરંતુ જે જીવ પિતાનાં કર્મોને અંત લાવે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy