SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ | પડિલેહા છે તે જીવ આ ચક્રમાંથી મુક્તિ પામે છે. કર્મો પિતાના આત્માને કેવી રીતે લાગે છે અને તેમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય એનું જ્ઞાન થાય અને એ માટે ભવ્ય પુરુષાર્થ આદરી છેવટે તેમાંથી જે મુક્ત થાય તે જીવ મોક્ષને અધિકારી બને છે અને તેને ફરીથી જન્મમરણના ચક્રમાં આવવાનું રહેતું નથી. અક્રિયાવાદઃ જે વાદ આત્માના અસ્તિત્વમાં માનતો નથી, અથવા આત્માના અસ્તિત્વમાં માનવા છતાં આત્મા કંઈ ક્રિયા કરતા નથી, આત્મા કઈ ક્રિયાથી એટલે કે પાપપુણ્યથી લેપતે. નથી, માણસે પોતે કરેલાં કર્મો માટે અથવા એનાં ફળ માટે પોતે જવાબદાર નથી, ઈશ્વર જ માણસ પાસે સારાં કર્મ અથવા ખરાબ કર્મ કરાવે છે, આત્મા તે તદન નિષ્ક્રિય છે ઇત્યાદિ માને છે તેને અક્રિયાવાદ તરીકે ઓળખાવાવમાં આવે છે. ઈશ્વરવાદ, આત્મવાદ, નિયતિવાદ, સ્વભાવવાદ, યદરછાવાદ, કાલવાદ વગેરેને અક્રિયાવાદમાં સમાવેશ કરવામાં આવે છે. અજ્ઞાનવાદ : આ વાદ એમ માને છે કે લેકવ્યવહાર એ જ સાચું પ્રમાણ છે, માટે એને અનુસરીને જ લેકેએ પિતાને વ્યવહાર ચલાવવું જોઈએ. વ્યવહાર ચલાવવા માટે શાસ્ત્રોની કંઈ જ જરૂર નથી. વળી, શાસ્ત્રોમાં પણ અંદર અંદર ઘણા વાદવિવાદ અને ઝઘડા છે, જેથી શાસ્ત્રોને આધારે કોઈ નિર્ણય થઈ શકતું નથી. શાસ્ત્રોના જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. શબ્દને જે અર્થ વ્યવહારમાં પ્રચલિત હોય તે માનીને જ વ્યવહાર ચલાવ જોઈએ, કારણ કે કોઈપણું શાસ્ત્રના આધાર પરથી શબ્દાર્થને નિર્ણય થઈ શકતું નથી. વસ્તુને તેના યથાર્થ સ્વરૂપમાં ક્યારેય સંપૂર્ણપણે જાણી શકાતું નથી. માટે તે જાણવાને વૃથા પ્રયત્ન કરવો ન જોઈએ. વિનયવાદ: વિનય એટલે આચાર વિશેના નિયમેજે લેકે એમ માને છે કે આચારના કેટલાક નિયમો પાળવાથી શીલશુદ્ધિ થાય છે અને મેક્ષ કે નિર્વાણની પ્રાપ્તિ માટે આ શીલશુદ્ધિ જ પર્યાપ્ત છે તેઓ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy