SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુંદર / ૧૭૧ લાંબા દીક્ષા પર્યાયવાળા ફક્ત તેઓ જ હતા. એટલે ગચ્છની પરંપરા પ્રમાણે ઉપાધ્યાયપદમાં તેઓ મેટા હોવાથી તેમને મહેપાધ્યાયનું પદ આપવામાં આવ્યું હોય એ અત્યંત સ્વાભાવિક છે. સાધુ તરીકે સમયસુંદરને જુદે જુદે સ્થળે ફરવાનું અને ચાતુર્માસ દરમ્યાન સ્થિર થવાનું બનતું, એમણે પોતે પિતાની કેટલીક કૃતિઓમાં એનાં રચનાસ્થળાને ઉલેખ કર્યો છે અને કેટલાંક તીર્થોમાં ત્યાં ને ત્યાં જ એની સ્તુતિ માટે ગીત, સ્તવનેની રચના કરેલી છે. આ પરથી તેઓ ક્યાં ક્યાં વિચરેલા હતા અને ચાતુર્માસ નિમિત્તે ક્યાં કયાં સ્થિર થયેલા હતા તેની કેટલીક સ્પષ્ટ માહિતી મળી રહે છે. તેમણે સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધર્મોપદેશ અર્થે વિચરણ કર્યું હતું. તેમાં યે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેઓ વિશેષ રહ્યા હતા અને જીવનનાં અંતિમ વર્ષોમાં તે તેઓ ગુજરાતમાં જ સ્થિર થયા હતા. જુદા જુદા પ્રદેશોમાં ફરવાને લીધે તેમણે તે તે પ્રદેશની ભાષા પર સારે કાબૂ મેળવી લીધું હતું. વળી, તેમનામાં પોતાના ગ૭ની કે ધર્મની સંકુચિતતા બિલકુલ નહેતી. એથી એમને ઉપદેશની અનેક લોકોના જીવનમાં સારી અસર થઈ હતી. એમના તેજસ્વી જીવનને પ્રભાવ હિંદુ અને મુસલમાન અધિકારી વર્ગ ઉપર પણ ઘણો સારો પડ્યો હતો. એમના કેટલાક શિષ્યો નોંધે છે તે પ્રમાણે તેમણે અહિંસાને કેટલેક સ્થળે અસરકારક પ્રચાર કરી પ્રાણહિંસા અટકાવી હતી. તેઓ જ્યારે સિંધમાં હતા ત્યારે ત્યાંને અધિકારી મખનમ મુહમ્મદ શેખ કાજી તેમની પવિત્ર વાણીથી મુગ્ધ અને પ્રભાવિત થયો હતો. સમયસુંદરના ઉપદેશથી એણે આખાય સિંધ પ્રાંતમાં ગૌવધની, પંચનદીમાં જલચરની અને અન્ય પ્રાણીઓની હિંસા ને કરવા માટે અભયની ઉલ્લેષણ કરી હતી. એવી જ રીતે, જેસલમેર કે જ્યાં સાંઢને વધ થતા હતા ત્યાં એમણે એના અધિપતિ રાવલ ભીમજીને સદુપદેશ આપી વધ બંધ કરાવ્યા હતા. મંડોવર અને
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy