________________
નિવેદન
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય, સાહિત્યકારો અને વિચારધારા વિશેના મારા કેટલાક અભ્યાસલેખોનો આ સંગ્રહ “પડિલેહા” પ્રગટ કરતાં મને આનંદ થાય છે.
પડિલેહી’ પ્રાકૃત ભાષાને શબ્દ છે. પડિલેહા એટલે પ્રતિલેખા. પડિલેહાને એક અર્થ છે વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો, વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. પડિલેહ – પડિલેહણ ( પ્રતિલેખા - પ્રતિલેખના ) જૈનેને પારિભાષિક શબ્દ છે. આજે પણ જૈનમાં, વિશેષતઃ જૈન સાધુઓમાં તે પ્રચલિત છે.
પડિલેહામાં ગ્રંથસ્થ થયેલા આ લેખે “પરબ', 'કવિલોક', ફાર્બસ ત્રૈમાસિક”, “રુચિ', “જૈનયુગ', “શ્રી મહાવીર જૈન વિદ્યાલય વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ', 'સાહિત્યકાર પ્રેમાનંદ', “ગુજરાતી સાહિત્યને ઈતિહાસ” વગેરેમાં પ્રગટ થયેલા છે, એ માટે તે તે સામયિકો, ગ્રંથસંપાદકો તથા પ્રકાશક સંસ્થાઓને આભારી છું. સવિશેષ આભારી છું ગુજરાતી સાહિત્ય પરિષદને, “જૈન સાહિત્ય' છાપવાની પરવાનગી આપવા માટે.
આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી સ્વીકારવા માટે પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયને – શ્રી કાન્તિભાઈ, શ્રી ઠાકોરભાઈ તથા શ્રી મનુભાઈને – પણ આભારી છું.
આ ગ્રંથના મુદ્રણ- પ્રકાશન કાર્યમાં સહાય કરવા માટે મારા મિત્ર ડૉ. ચિમનલાલ ત્રિવેદીને પણ આભારી છું.
મુંબઈ : તા. ૫-૧-૧૯૭૯
રમણલાલ ચી. શાહ