SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલયમાલ | પ૧ વિપારીઓ એકઠા થયા હતા. વર્તમાન સમયેમાં પણ જેમ દરેક દેશની પ્રજાની પોતાની ભાષાકીય લઢણુ હોય છે અને કેટલાક શબ્દનું ઉચ્ચારણ એ એમની ખાસિયત હેય છે તેમ કવિના સમયમાં પ્રાકૃત ભાષાના ઉરચારણમાં પણ દેશદેશના લેકેની જુદી જુદી ખાસિયત હતી. વળી, એ દરેક દેશના લેકે માટે લેકમાન્યતા કેવી હતી તેને પણ નિર્દેશ કવિએ કર્યો છે. અહીં કવિએ લેકેનું જેવું લાક્ષણિક શબ્દચિત્ર આપ્યું છે તેવું આપણું પ્રાચીન સાહિત્યમાં ક્યાંય જોવા મળતું નથી. એથી અતિહાસિક દૃષ્ટિએ પણ આ શબ્દચિત્ર ઘણું ઉપયોગી છે. કવિ લખે છેઃ (1) કાળા, નિષ્ફર વચન બેલનારા, બહુ તકરાર કે મારામારી કરનારા, લજજા વગરના અને “અડડે' એવા શબ્દો બોલનારા ગૌલ દેશના વેપારીઓ જોયા. (૨) ન્યાય, નીતિ, સંધિ, વિગ્રહ કરવામાં કુશળ, બહુ બોલવાન. સ્વભાવવાળા, અને “તેરે મેરે આઉ” એવા શબ્દો બોલનારા મધ્યદેશના વેપારીઓને જોયા. (૩) બહાર નીકળેલા મેટા પેટવાળા, ખરાબ વર્ણવાળા, ઠીંગણું, કામક્રીડાના રસિક, * અંગે લે” એવા શબ્દો બેલનારા મગધ દેશને વેપારીઓ જોયા. (૪) ભૂરી માંજરી આંખવાળા, આખો દિવસ ફકત ભજનની જ વાતે કરવાવાળા અને “કિતા કિમ્મો એવા પ્રિય શબ્દ બોલનારા અંતર્વેદી (ગંગાજમનાની વચ્ચેનો પ્રદેશ) દેશના વેપારીઓને જોયા. (૫) ચા અને જાડા નાકવાળા, સુવર્ણ જેવા વર્ણવાળા, ભાર વહન કરનારા અને “સરિ પારિ’ એવા શબ્દો બોલનારા કીર (એટલે કાશ્મીર) દેશના વેપારીઓને જોયા.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy