SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુંદર | ૧૭૩ વિજય, મેઘકીર્તિ, મહિમા સમુદ્ર વગેરે શિષ્યોએ પણ કેટલીક વિદ્વતાપૂર્ણ કૃતિઓની રચના કરી છે. સમયસુંદરે સુદીર્ઘ આયુષ્ય ભેગવ્યું હતું. દીક્ષા પછી નાની વયથી જ એમનું જીવન સંયમી અને તેજસ્વી બન્યું હતું. સાધુ તરીકે અને સાહિત્યકાર તરીકે એમણે એક પછી એક સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને પિતાના ચારિત્ર્યને તથા વ્યક્તિત્વને ખૂબ ખીલવ્યું. પિતાની વિદ્વતા, ગુણગ્રાહકતા અને ઉદારતાને લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના જ નહિ, પણ સમગ્ર જૈન સમાજના સર્વમાન્ય સાધુ બની ગયા હતા. આમ છતાં, તેમને ઉત્તરાવસ્થાનાં છેલ્લાં થોડાંક વર્ષોમાં વૃદ્ધાવસ્થાની પરાધીનતાને લીધે માનસિક પરિતાપ વેઠવો પડયો હતો. એનું એક કારણ સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલે ભયંકર દુકાળ હતું. આ કાળનું સમયસુંદરે પિતે ‘સત્યાસીયા દુકાળવર્ણન છત્રીસી'માં આબેહૂબ વર્ણન કરી, તત્કાલીન પરિસ્થિતિને સાચે ચિતાર આપી, એથી પિતાના જીવન પર પડેલી અસર પણ બતાવી છે. અન્નને ખાતર, પાપી પેટને ખાતર માણસને સગાઈ, શરમ અને ધર્મને પણ ત્યાગ કરાવે એવી એ સમયની પરિસ્થિતિ હતી. પતિ પત્નીને મૂકીને ખાય, પત્ની પતિને મૂકીને ખાય, માતા પિતે ખાય પણ પુત્રને ન આપે, અને પુત્ર માતા વિના એકલે ખાય એવી તે સમયની સ્થિતિ હતી. અન્ન વિના ટળવળી મરેલા માણસના મૃતદેહે ઘેર ઘેર પડ્યા હતા. એ વખતે સાધુઓની સ્થિતિ ઘણી જ કફોડી થઈ ગઈ હતી. પહેલાં જે લેકે ખૂબ ભક્તિભાવ અને આગ્રહપૂર્વક સાધુઓને પિતાને ઘેર અન્ન વહેરવા લઈ જતા હતા, તે હવે પાંચ-છ ધક્કા ખાવા છતાં કશું આપતા નહિ. જ્યાં માણસે સાધુને જોઈને જ બારણું બંધ કરી દેતા, ત્યાં અન્ન વહેરાવવાની તે વાત જ ક્યાંથી ? આવા દુકાળમાં સાધુઓ પિતાના ગ્રંથ, પાત્ર અને વસ્ત્ર વેચીને પણ ખાવાનું મેળવે એવી પરિસ્થિતિ સાધારણુ બની ગઈ હતી. અલબત્ત, સાધુઓ માટે એ અનાચરણ જ કહેવાય, તેમ છતાં એકમાત્ર જીવવાની ઇરછાને કારણે કેટલાય સાધુઓ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy