SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ | પડિલેહ અભિનવ પ્રાસસંકલન, ભિન્નભિન્ન રાગરાગિણી અને લોકપ્રિય ઢાળ તથા કવિની ઉત્કટ સંવેદનશીલતાની આપણને પ્રતીતિ થાય છે. કવિનાં ગીતનું વૈવિધ્ય એટલું અપાર છે કે “સમયસુંદરનાં ગીતડાં, તે પરના ચીતરા” એવી કોક્તિ પ્રચલિત થયેલી, કુંભારાણાએ બંધાવેલાં બેનમૂન મંદિર અને મકાનનાં શિલ્પ-સ્થાપત્યને પાર પામ એ જેમ અઘરું છે તેમ સમયસુંદરનાં ગીતને પાર પામવો એ પણ અઘરું છે એમ કહેવાતું. એમાંનાં કેટલાંક ગીત, સજઝાયે, સ્તવને વગેરે તે અત્યાર સુધી જેન લેકમાં પ્રચલિત રહ્યાં છે. આ સમયસુંદરની વિદ્વત્તાની અને બહુશ્રુતતાની પ્રતીતિ એમના અનેકાર્થjથે અને ટીકાગ્રંથો પરથી થાય છે. એમને અષ્ટલક્ષી' * ગ્રંથ અનેકાર્થ સાહિત્યમાં અદિતીય છે. એમ કહેવાય છે કે એક વખત સમ્રાટ અકબરની વિદ્યાસભામાં કઈ કે જૈન આગમ વિશે કટાક્ષમાં કહ્યું : “giાસ સુતસ્ત અનંતે ” એટલે કે એક સૂત્રને અનંત અર્થ થાય છે. આ કટાક્ષને જવાબ આપવા માટે સમયસુંદરે અકબર બાદશાહ પાસેથી થોડો સમય માગ્યું અને “રાજાને તે સૌથ” એ આઠ અક્ષરોના આઠ લાખ અર્થ કરીને “અર્થ રત્નાવલી ' નામના ગ્રંથની રચના કરી અને સં, ૧૬૪૯ના શ્રાવણ સુદ ૧૩ની સાંજે કાશ્મીરવિજય માટે અકબરે જ્યારે શ્રીરાજ શ્રી રામદાસની વાટિકામાં પ્રથમ પ્રવાસ કર્યો ત્યારે રાજાઓ, સામજો અને વિદ્વાનોની સભા સમક્ષ સમયસુંદરે આ ગ્રંથ અકબર બાદશાહને એ વાટિકામાં વાંચી સંભળાવ્યો અને બતાવી આપ્યું કે પિતાના જેવો એક સામાન્ય ચાણસ પણ જે એક અક્ષરના એક લાખ અર્થ કરી શકે છે તે સર્વજ્ઞની વાણુના અનંત અર્થ થાય એમાં નવાઈ શી? સમયસુંદરની આ કૃતિથી અકબર બાદશાહ તથા બીજા રાજાઓ, સામંત અને જ આ ગ્રંથનું સંપાદન પ્ર. હીરાલાલ કાપડિયાએ કર્યું છે. એ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી અને કાર્યરત્નમંજવાના નામે ૧૯૩૬માં પ્રગટ થયું છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy