SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય / ૨૫૫ ઉપદેશ આપે છે તે પ્રસંગ કવિએ સંક્ષેપમાં સરસ મૂકવો છે: ચંચલ યૌવન, ધન સંસાર, વિષ જિમ વિષય દુઃખ ભંડાર, જીવન ભાગિ તૃપત ન થાઈ, પુણ્ય પાપ બે સાથિ જાઈ. રાસની છેલ્લી બે કડીમાં કવિ પાતાની ગુરુપરંપરા, રાસની રચનાસાલ, રચનાસ્થળ અને ફલશ્રુતિ જણાવી રાસ પૂરા કરે છે. કવિના આ રાસ કદમાં નાનેા છે કારણકે એ સમયે હજુ લાંબા રાસ લખાતા નહિ, પરંતુ એથી કવિને પ્રસ ંગાના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે, કયાંક તા માત્ર નિર્દેશ કરીને પણુ ચલાવવુ પડયુ છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણુશક્તિ છે એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નલદવદંતી વિશેના કેટલાક ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે. અાજિનદાસ સકલકીતિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ. ના પંદરમા સૈકાના ઉત્તરા માં કેટલીક રાસકૃતિઓની રચના કરી છે. બ્રહ્મજિનદાસ દિગંબર સંપ્રદાયના બ્રહ્મચારી હાય એમ જણાય છે. તેઓ પેાતાની કૃતિમાં ‘બ્રહ્મજિષ્ણુદાસ,’ અથવા · જિષ્ણુદાસ બ્રહ્મચારી.' ના નામથી પેાતાના ઉલ્લેખ કરે છે. તેએ ધણા વિદ્વાન હતા અને સંસ્કૃતમાં એમણે ‘ રામચરિત' નામના ગ્રંથ લખ્યા છે, જેમાં દરેક સને અંતે ‘ ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસવિરચિત ’ એમ આપ્યું છે. દિગંબરામાં સાધુ થવા માટે પ્રથમ બ્રહ્મચારી થવું જોઈએ. જિનદાસ બ્રહ્મચારીની અવસ્થામાં હતા ત્યારે જ એમણે આ બધી કૃતિઓની રચના કરી છે. એમની રાસકૃતિમાં ‘ હરિવંશરાસ ’ (ઈ.સ. ૧૪૬૪), ‘ યશોધર રાસ' · આદિનાથ રાસ’, શ્રેણિક રાસ', કરકુંડ રાસ ', ' હનુમત રાસ' · સમકિત સાર’, સારાવાસાના રાસ' એટલા રાસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ધર્મ પચીર "" " '
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy