SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ / પડિલેહા માટેા છે તેટલા ગાળા તેમના સ્વર્ગવાસના વર્ષની બાખતમાં નથી. સ્વર્ગવાસની બાબતમાં મતભેદ માત્ર એક-બે વર્ષ જેટલા જ અત્યારે તા છે. તેમાં પણ માસ અને તિથિ નહિ, પણુ વ વિશે ચાક્કસ અનુમાન પર આવવું બહુ અઘરું નથી. અત્યાર સુધી સં. ૧૭૪૫ (શકે ૧૬૧૧)ના માગશર સુદ ૧૧ એમની કાળધની તિધિ મનાતી અને કેટલાંક જૈન પચાગામાં એ પ્રમાણે આપવામાં આવતી. ડભાઈના ગુરુમ ંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યુ હેાવાના સંભવ છે. પરંતુ એમાં આપેલાં સાલ-તિથિ ઉષાયજીના કાળધનાં નથી, પરંતુ પાદુકાની અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવ્યાનાં છે. ‘સુજસવેલી ભાસ'ની નીચેની કડી હવે તે વિશે વધારે પ્રકાશ પાડે છે : સત્તર ત્રયાલિ ચામાસુ` રહ્યા, પાઠક નગર ડભાઈ રે; તિહાં સુરપદવી અણુસરી, અણુણિ કરિ પાતક ધોઈ રે. આમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશેાવિજયજી સં. ૧૭૪૩માં ડભાઈમાં ચામાસુ` રહ્યા અને ત્યાં અનશન કરી સ્વર્ગવાસી થયા. આમાં, અલબત્ત, ચોક્કસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જૈન સાધુઓનું ચોમાસુ` અષાડ સુદ ૧૪થી શરૂ થઈ કાર્તિક સુદ ૧૪ને દિવસે પૂ થાય. એટલે કે ચામાસા દરમિયાન જ નવું સંવત વર્ષ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાયજીએ સ. ૧૭૪૩નુ ચેમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમને સ્વવાસ ચોમાસા દરમિયાન થયે કે ચોમાસા પછી, અને ચેામાસામાં પણ સ. ૧૭૪૩માં થયા કે સ ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી. ઉપાધ્યાયજી મહારાજે પેાતાની કેટલીક કૃતિઓમાં એની રચનાસાલ જણાવી છે, તેમાં મેાડામાં માડી સં. ૧૭૩૯માં ખ ભાતમાં જમ્મૂસ્વામી રાસની કરેલી રચના મળે છે. આ ઉપરાંત,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy