SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ | પડિલેહા, પહેરવા અને વહેલી પરોઢમાં એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાનપ્રાપ્તિને એ પ્રસંગ ઊજવીને દેવોએ યજ્યકાર કર્યો. ભગવાનને નિર્વાણના સમાચાર સાંભળી ગૌતમસ્વામીને પ્રથમ કેવો વિચાર આવે છે તે વર્ણવતાં કવિ લખે છેઃ કણ સમે એ સામિય દેખી આપ કહે હું ટાલિઓ એ, જાણુ એ તિહુઅણનાહ કવિવહાર ન પાલિઓ એ. અતિ ભલું એ કીધલું સામી જાણ્યું કેવલ માગશે એ, ચિંતવયું એ બાલક જિમ અહવા કેડે લાગશે એ. આ રાસની છેલી છઠ્ઠી ઢાલ આખી રાસકૃતિના શિરમોર સમી બની છે. કવિની કવિત્વશક્તિની વિશેષ પ્રતીતિ આ ઢાલ કરાવે છે. રાસના રચયિતા કવિ કથાને માત્ર પરંપરાગત પદ્યદેહ આપીને જ અટકી જતા નથી, પરંતુ તેને કાવ્યમય બનાવે છે, ગૌતમસ્વામી-- ના મહિમાનું અલંકારમંડિત આલેખન કરતાં કવિ જે ઉલ્લાસ અનુભવે છે તેની સાક્ષી ઉપમાઓની હારમાળાયુક્ત આ પંક્તિઓ. પૂરે છે: જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વન પરિમલ મહકે, જિમ ચંદન સેગંધનિધિ; જિમ ગંગાજલ લડેરે લહેકે, જિમ કયાચલ તેજે ઝલકે, તિમ ગાયમ સૌભાગ્યનિધિ.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy