SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ | પડિલેહ પ્રસરેલી છે. આશ્ચર્ય થશે કે અર્વાચીન સમયમાં એમના જીવન અને સાહિત્ય ઉપર સૌ પ્રથમ સુંદર સમીક્ષા કરનાર એક જર્મન પંડિત ડ, બુર છે. શ્રી કનૈયાલાલ મુનશીએ હેમચન્દ્રાચાર્યને યોગ્ય રીતે રીતે જ ગુજરાતના મહાન તિર્ધર તરીકે ઓળખાવ્યા છે. હેમચન્દ્રચાયની સાહિત્યસેવાને સુંદર, સચેટ અને સંક્ષિપ્ત પરિચય સોમપ્રભસૂરિએ એક લેકમાં આવે છે: क्लुप्तं व्याकरण नवं विरचित छन्दे। नवं व्याश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्री योगशास्त्र नवम् । तर्कः सजनितो नवो जिनवरादीनां चरित्र नव बद्धं येन न केन विधिना माहः कृतो दूरतः ॥ અર્થાત–“નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, દ્વયાશ્રય મહાકાવ્ય, નવું અલંકારશાસ્ત્ર, નવું યોગશાસ્ત્ર, નવું તર્ક શાસ્ત્ર અને જિનવરોનાં નવાં ચરિત્ર–આ સઘળું જેમણે રયું તે હેમચન્દ્રાચાર્યો લેકેન મેહ કઈ કઈ રીતે દૂર નથી કર્યો?” એમણે સિદ્ધહેમશબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી. એ વ્યાકરણની એ સમયથી તે અત્યાર સુધી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એક આધારભૂત વ્યાકરણ તરીકે ગણના થાય છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના બંધારણ વિષે આપણને હેમચન્દ્રાચાર્યના વ્યાકરણ જેવું આધારભૂત વ્યાકરણ બીજું એ કે મળતું નથી, એટલે ભવિષ્યમાં પણ વર્ષો સુધી એમનું આ વ્યાકરણ જ આધારગ્રંથ તરીકે રહેશે. હેમચન્દ્રાચાર્યો આ વ્યાકરણમાં–વિશેષતઃ અપભ્રંશ ભાષાના વ્યાકરણના નિયમમાં_ઉદાહરણ તરીકે વ્યવહાર, પ્રેમ, શૌર્ય અને ગંગારના જે દુહાઓ આપ્યા છે તે વ્યાકરણના ઉદાહરણ તરીકે જાણીતા છે તેના કરતાં ઉત્તમ કવિતા તરીકે વધુ જાણીતા થયા છે. એ દુહાઓ એ જમાનાને આપણને ખ્યાલ આપે છે અને સાથે સાથે સાધુ હેમચન્દ્રાચાર્ય સાંસારિક બાબતને પણ અલિપ્ત રહી કેટલી ઝીણવટથી.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy