SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ | મહિલેહા “વારણ', નિવૃત્તિ,” “નિંદા,” “ગહ,” “શુહિશોધન’ એ પ્રતિક્રમણના બીજા સાત પર્યાયે દુષ્ટાન્તકથાઓ સાથે સમજાવવામાં આવ્યા છે. કવિએ સૂરતમાં ચાતુર્માસ દરમિયાન આ સજઝાયની રચના કરી હતી. એની રચનાસાલ વિષે – “યુગયુગ મુનિ વિધુ વત્સરે ' એ શબ્દની સંખ્યા વિષે – વિદ્વાનોમાં મતભેદ છે. શ્રી યશોવિજયજીની અન્ય કૃતિઓમાં ગીત, પદે વગેરેના પ્રકારની લઘુ રચનાઓ ઉપરાંત રાસ, સંવાદ ઇત્યાદિના પ્રકારની મેટી રચનાઓ પણ છે. એમની અત્યાર સુધીમાં મળી આવતી આવી કૃતિઓમાં (૧) દ્રવ્યગુણપર્યાય રાસ (૨) જંબુસ્વામી રાસ (૩) સમુદ્રવહાણ સંવાદ (૪) સમતાશતક (૫) સમાધિશતક (૬) પંચપરમેષ્ઠિ ગીતા (૭) સમ્યફત્વનાં છ સ્થાનની પાઈ (૮) જંબુસ્વામી બ્રહ્મગીતા (૯) દિફપટ રાશી બેલ (૧૦) યતિધર્મ બત્રીસી (૧૧) આનંદઘન અષ્ટપદી (૧૨) જયવિલાસ-આધ્યાત્મિક પદ (૧૩) ઉપદેશમાલા (૧૪) અધ્યાત્મમત પરીક્ષાને બે (૧૫) જ્ઞાનસારને બે (૧૬) તત્ત્વાર્થસૂત્રને ટબ (૧૭) વિચારબિંદુ અને એને બે (૧૮) શઠ-પ્રકરણ બાલાવબોધ (૧૮) લેકનાલિ બાલાવબેધ (૨૦) જેસલમેરના પત્રો (૨૧) શ્રી વિનયવિજયજીકૃત અપૂર્ણ રહેલ “શ્રીપાલરાસીને ઉત્તર ભાગ (૨૨) સાધુવંદના (૨૩) ગણધર ભાસ (૨૪) નેમરાજુલનાં ગીત ઇત્યાદિ કૃતિઓ ગણાય છે. દ્રવ્યગુણુપર્યાય રાસ સત્તર ઢાલની ૨૮૪ ગાથામાં લખાયેલી એક અત્યંત મહત્વની કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશવિજયજીના ગુરુ શ્રીનવિજયજીએ સિદ્ધપુરમાં લખેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૦ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાને પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ કૃતિ છે. એમાં વ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણે,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy