SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી / ૧૧૯ સ્વરૂપે ઇત્યાદિનું વર્ણન અનેક મતમતાંતર અને દષ્ટા તથા આધારના ઉલેખ સાથે કરવામાં આવ્યું છે. કવિની સમર્થ શક્તિનું આ સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. આ રાસનું પછીના કાળમાં સંસ્કૃતમાં ભાષાંતર થયું છે એ જ એની મહત્તા સમજાવવા માટે બસ છે. “સમુદ્રવહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાલ તથા દૂહાની મળીને ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરી વહાણે સમુદ્રને ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે. નાની વસ્તુ પણ કેટલું મહત્ત્વનું કાર્ય કરે છે તે સમજાવતાં વહાણ સમુદ્રને કહે છે: હલુઆ પિણ અહે તારેજી, સાયર ! સાંભ. બહુ જનને પાર ઉતારજી, સાયર ! સાંભલે, કિજે તુહ મેટાઈઝ? જે બોલે લેગ લગાઈજી. તડે નામ ધરાવો છો મેટાજી, પણિ કામની વેવાઈ બેટા. તુહે કેવલ જાણ્યું વાળ્યાજી, નવિ જાણ્યું પરહિત સાધાજી. તુ મોટાઈ મત રાઇ, હીરો માને પણિ હેઈ જાઓ. વધે ઊકરડે ઘણું મેટેજી, તિહાં જઈએ લઈ લેટેજી. આપણું સંવાદકાવ્યમાંનાં ઉત્તમ કાવ્યોમાં સ્થાન પામે એ પ્રકારની આ કૃતિ છે. સૌ કઈ સહેલાઈથી આસ્વાદી શકે એવી અને કવિની સંવાદશક્તિ અને જ્ઞાનને સારો પરિચય કરાવે એવી આ કૃતિ છે. - કવિએ જુદી જુદી દેશીઓમાં પાંત્રીસેક અધ્યાત્મનાં પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, અમદર્શન સામે ધર્મ, સાચા સુનિ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy