SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય / ૨૪૭ વધ્યા છે અને કથાવસ્તુ પર નિĆર એવુ ઉપદેશનુ` ગાન તા એમની રચનાના મૂળમાં જ રહેલુ છે. આ દાઢસા વર્ષના ગાળામાં આપણને ખસા કરતાંયે વધુ રાસકૃતિએ જોવા મળે છે અને નષ્ટ થયેલી કૃતિઆની વાત બાજુ પર રાખીએ તાપણુ, ભંડારામાં કે વ્યક્તિએ પાસે સચવાઈ રહેલી અને નહિ નાંધાયેલી એવી કૃતિઓ પણ હજુ ઘણી હશે. જે નાંધાયેલી કૃતિઓ છે તેમાંથી પ્રકાશિત થયેલી કૃતિઓ તા જૂજ છે. ઘણી ધી કૃતિએ તા હજુ અપ્રકાશિત જ છે, અને એ બધી પ્રકાશિત થતાં ( જે થતાં અલબત્ત હજુ સહેજે એક સકા કરતાં પણ વધુ સમય જશે) એ કૃતિઓના સવિગત અભ્યાસ સાથે આ સમયના સાહિત્યના ઇતિહાસ નવેસરથી લખાવા જરૂરી બનશે.. આ ગાળામાં રાસનું કદ જેમ વિસ્તાર પામ્યું તેમ એના કથાવસ્તુનુ ફલક પણ ઠીકઠીક વિસ્તાર પામ્યું, તેમાં માત્ર ચુસ્ત ધાર્મિક વિષયાની મર્યાદા ન રહેતાં, ચરિત્ર ઉપરાંત ઈતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તાર પામે છે. એમાંનાં કેટલાંક કથાના જૈન ધ ગ્રંથમાંથી લેવાયાં છે, તેા કેટલાંક લોકકથામાંથી લેવાયાં છે અને તેને જૈન સ્વરૂપ અપાયું છે. અલબત્ત, આ બધાં કથાનાની પસંદગી પાછળ કવિનું ધ્યેય તેા ધર્મોપદેશ આપવાનું જ રહ્યું છે. આ ગાળામાં લખાયેલી રાસકૃતિઓમાં આ રીતે મદનરેખા, ત્રિવિક્રમ, શાલિભદ્ર, વિદ્યાવિલાસ, ધ દત્ત, દર્શાભદ્ર, ઋષભદેવ, ભરત- બાહુબલિ, મત્સ્યાદરકુમાર, જાવડ-ભાવડ, રાહિણીઆ ચાર, આર્દ્રકુમાર, ચંદનબાળા, સ્થૂલિભદ્ર, થાવસ્યાકુમાર, જ હ્યુસ્વામી, સુદર્શન શેઠ, રત્નચૂડ, નલદવદંતી, 'ધન્ના શેઠ, મંગલકલશ, કુમારપાલ, મલયસુંદરી, મૃગાંકલેખા, મૃગાવતી, મૃગાપુત્ર, ગૌતમસ્વામી, વિમલમ`ત્રી, યશાભદ્ર, દેવરાજવચ્છરાજ, સનતકુમાર સાગરદત્ત, કુલધ્વજકુમાર, સુંદરરાજા, લલિતાંગકુમાર, ગજસુકમાલ, ગજસિંહકુમાર, રાજા વિક્રમ, શ્રીપાળ રાજા, ઈલાતીપુત્ર, ઋષિદત્તા, રત્નસારકુમાર, યશેાધર, કલાવતી, કમલાવતી,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy