SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ યશવિજ્યજી | ૧૨૩ શ્રુતસંપન્ન અને આજન્મ બ્રહ્મચારી ધુરંધર આચાર્ય હતા. સામાન્ય રીતે પોતાના બધા ટીકાગ્રંથમાં તેમણે જે જે કહ્યું છે તે બધાનું ઉપપાદન પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથની સમ્મતિ દ્વારા કર્યું છે, ક્યાંયે કઈ ગ્રંથને અર્થ કાઢવામાં ખેંચતાણ નથી કરી... માત્ર અમારી દષ્ટિએ નહિ, પણ હરકોઈ તટસ્થ વિદ્વાનની દષ્ટિએ. જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન વૈદિક સંપ્રદાયના શંકરાચાર્ય જેવું છે.” * ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયના પારદ્રષ્ટા હતા. તેમણે જૈન દર્શનેને નવ્યન્યાય શૈલીમાં રજૂ કર્યા છે. તેમના આ મહાન કાર્ય વિશે શ્રી દલસુખભાઈ માલવણિયાએ લખ્યું છે, “...એ સાડાચારસો વર્ષના વિકાસને સમાવેશ એકલે હાથે વાચક યશોવિજ્યજીએ જૈનશાસ્ત્રમાં કર્યો છે. તેમના આ મહાન કાર્યને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેમની પ્રતિભાને નમન કર્યા વિના છૂટકે નથી થતું. તેમણે અનેક વિષયેના અનેક ગ્રંથો લખ્યા છે, પણ તે ન જ લખ્યા હેત તે પણ તેમણે જે જૈન દર્શનને નવ્યન્યાયની શૈલીમાં મૂકીને અપૂર્ણ કાર્ય કર્યું છે તેને લઈને તેઓ અમર થઈ ગયા છે. આધુનિક દર્શનશાસ્ત્રમાંથી ગ્રાહ્યું કે ત્યાયને વિચાર કરનાર હજુ કાઈ જૈન દાર્શનિક પાક્યો નથી. એ જ્યાં સુધી નહિ પાકે ત્યાં સુધી વાચક યશોવિજયજી જૈન દર્શન વિશે અંતિમ પ્રમાણ રહેશે.”+ જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ . મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા ગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા ક્રિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને મહાન પૂર્વાચાર્યોનાં સ્મરણ કરાવે છે. ડે. ભગવાનદાસ મહેતા લખે * યશોવિજયજીના “ગુરુ તરવવિનિશ્ચય' નામના ગ્રંથની પ્રસ્તાવના. શ્રી યશોવિજ્ય સ્મૃતિગ્રંથમાં “અમર યુરોવિત્રનામ લેખ, પૂ. ૬૦
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy