SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૩૧ વણુઝારાના પ્રસંગ પછી, દમયતી પેાતાની માસીને ત્યાં આવે છે. બાજુક ઋતુપના નગરમાં જાય છે તે વખતે એની જેવી સ્થિતિ થાય છે તેવી સ્થિતિ દમય'તી, આવા વેશે નગરમાં પ્રવેશે છે ત્યારે, થાય છે. પ્રેમાનંદે દમયંતીની માસીનુ નામ ભાનુમતી અને એની દીકરીનુ નામ ઇન્દુમતી આપ્યું છે. મહાભારતમાં માસીનું નામ આપવામાં આવ્યું. નથી અને માસીની પુત્રીનું નામ સુનંદા આપવામાં આવ્યું છે. નયસુંદરે અને ‘નલાયન'કારે માસીનું નામ ચ ંદ્રમતી અને દીકરીનું નામ સુનંદા આપ્યું છે. જૈનપરંપરાની નલકથામાં માસીનું નામ ચંદ્રયશા એની પુત્રીનુ` નામ ચંદ્રમતી આપવા આવ્યું છે. મહાભારત પ્રમાણે દમયંતીને એની માસી ઓળખી શકતો નથી, અને દમયંતી પણ માસીને આળખી શકતી નથી, નયસુંદરે વળ્યા પ્રમાણે, દમયંતી પેાતાની માસીને એળખે છે, પણુ આવા સંજોગામાં તે એ ભેદ પ્રગટ કરતી નથી. પ્રેમાનંદે પણુ, દમયંતી પેાતાની માસીને ઓળખે છે, પણ ભેદ પ્રગટ કરતી નથી, એમ બતાવ્યું છે. મહાભારત પ્રમાણે, દમયંતી પેાતાની માસીને ત્યાં રહે છે તે સમય દરમિયાન કાઈ ખાસ પ્રસંગ બનતા નથી. જૈન નલકથામાં દમય'તીની માસીની દીકરીનાં રત્નાની ચારીને પ્રસંગ બને છે. પ્રેમાનંદના નળાખ્યાન'માં પણ માસીની દીકરીના હારની ચેારીને પ્રસ ંગ બને છે. જૈનકથામાં રત્ન ચારનાર દમયંતી નથી, પણ પિંગળ નામના ચાર છે. પ્રેમાનંદના‘નળાખ્યાન'માં પણ હાર ચેરનાર દમયતી નથી, પણ હારચોરીને! આરાપ એને માથે આવ્યા છે. જૈનકથામાં દમયતીના સત્યના પ્રભાવથી પિંગળ ચારનાં બંધન તૂટી જાય છે, પ્રેમાન ના નળાખ્યાનમાં દમયંતીના સત્યના પ્રભાવથી હાર ગળનાર ટાડલા ફાટે છે અને કળિ ત્યાંથી નાસે છે. આટલું. સામ્ય, પ્રેમાનન્દ્વના નળાખ્યાન'ના અને જૈન નલકથાના આ પ્રસંગ્રા વચ્ચે, જોવા મળે છે. પ્રેમાનંદે આ પ્રસંગનું સૂચન કાર્ય જૈનકથામાંથી લીધું હોય
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy