SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ૨૮૫ નલનૃપ શત્રુતસુ આવાસ, પડ્યા ભૂમિ તેણે ઉગ્યા ઘાસ, તે ચરિવા મૃગ આવે સેઈ, તે શશિ નલકીરતિ સમ હોય. એકંદરે સંક્ષિપ્ત ભાવાનુવાદ તરીકે વિચારીએ તે બાણભટ્ટની કાદંબરીના ભાલણે કરેલા અનુવાદની યાદ અપાવે એ, બલકે એથી પણ વિશેષ સમર્થ આ અનુવાદ છે. આ રાસમાં નયસુંદરની પિતાની તરી આવતી વિશિષ્ટતા એ છે કે એમણે સ્થળે સ્થળે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી, ફારસી સુભાષિત મૂક્યાં છે, અને એમાંનાં કેટલાંકને ગુજરાતી પદ્યાનુવાદ પણ આપે છે. એ સુભાષિતે પણ કવિની વિદ્વત્તાની પ્રતીતિ કરાવે એવાં છે. કવિ પાસે જેમ ઉચ્ચ અનુવાદશક્તિ છે તેમા ઉચ્ચ કવિત્વશક્તિ પણ છે, જેની પ્રતીતિ આખે રાસ વાંચતાં વારંવાર થાય છે. કવિની વાણું અનાયાસ, અખલિત વહી જાય છે. કવિ પાસે. અસાધારણ ભાષાપ્રભુત્વ છે જે એમની પંક્તિઓને સઘન બનાવે છે અને એને સામાન્યતામાં કે બિનજરૂરી વિસ્તારમાં સરી પડતી અટકાવે છે. એમની ભાષામાં ઓજસ પણ છે અને માધુર્ય પણ છે, આડંબર છે અને શબ્દવિલાસ પણ છે. કવિ નયસુંદરની આ રાસકૃતિ આપણું મધ્યકાલીન ઉત્તમ સાહિત્યકૃતિઓની હરોળમાં સ્થાન પામે એવી છે. રૂપચંદકુંવર રાસ-કવિ નયસુંદરે વિજાપુર નગરમાં છ ખંડમાં આ રાસની રચના કરી છે. એમાં રૂપચંદકુંવરનું કથાનક આલેખાયું છે. ઉજજયિની નગરીમાં રાજ કરતા રાજા વિક્રમના રાજ્યમાં ધનદત્ત. કોષ્ઠી અને એની ભાર્યા ધનસુંદરીને થયેલા ચાર પુત્રોમાં છેલ્લે પુત્ર તે રૂપચંદ રૂપચંદ ભણીગણું મેટ થાય છે એટલે રૂપસુંદરી નામની કન્યા. સાથે એનાં લગ્ન થાય છે. ત્યાર પછી કનેજ નગરીના રાજા ગુણ-- ચંદની કુંવરી સૌભાગ્યસુંદરીને રૂપચંદ પ્રત્યે આકર્ષણ થાય છે. બંને એકાંતમાં મળે છે, સમસ્યાઓ દ્વારા સંત થાય છે અને ગાંધર્વ વિવાહથી.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy